Tuesday, May 12, 2020

કોરોનાના ત્રણ મહિનામાં સરકારે શું કર્યું?


કોરોનાના ત્રણ મહિનામાં સરકારે શું કર્યું?

--- અર્થતંત્રની સાચી સ્થિતિ શું છે? તમારા વૉટ્સએપમાં સરકાર વિરોધી જેટલા વીડિયો પહોંચે છે એ બધા તમે સાચા માની લો છો? ... તો સાવધાન રહેવા જેવું ખરું.
n  અલકેશ પટેલ

દેશવિરોધી કાવતરાબાજો, જેમનું જાણીતું નામ ટુકડે ટુકડે ગેંગ છે એ લોકો કોરોનાને કાબુમાં રાખવાની સરકારની સફળતાથી હતાશ છે. આ ત્રણ મહિના દરમિયાન આ ગેંગે અનેક પ્રકારનાં કાવતરાં કર્યાં, કેટલાકમાં સફળતા મળી, કેટલાકમાં ન મળી. હવે છેલ્લે આ ગેંગ એક વીડિયો ફેરવી રહી છે જેમાં સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને અર્થતંત્ર અંગે ગુનાઇત કહી શકાય એવા જૂઠાણાં ફેલાવી રહ્યા છે.

આમ તો સરકાર નિયમિત રીતે જે કોઈ પગલાં લેવાય તેની માહિતી સોશિયલ મીડિયા તેમજ દૂરદર્શન સમાચાર ચૅનલ મારફત આપે જ છે. જોકે, મુશ્કેલી એ છે કે દેશની ખૂબ મોટી વસતી ટ્વિટર જેવા સોશિયલ મીડિયા ઉપર નથી અને દૂરદર્શનની સમાચાર ચૅનલ પણ મોટાભાગના લોકો જોતા નથી. પરિણામે સરકારના પ્રયાસોની સાચી માહિતી સામાન્ય પ્રજા સુધી પહોંચતી નથી. તેની સામે ટુકડે ટુકડે ગેંગવાળા તદ્દન ફેક વીડિયો બનાવીને ફરતા કરી દે છે, જે વૉટ્સએપ જેવા સોશિયલ મીડિયા દ્વારા થોડી મિનિટમાં બધે પહોંચી જાય છે.

એક બાબત યાદ રાખો. માત્ર ભારત દેશ નહીં પરંતુ સમગ્ર માનવજાત પહેલી વખત આ સ્તરની, આ હદની ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. આ એવી સ્થિતિ છે જેમાં કોઇપણ દેશની સરકારને પહેલાંનો ઇતિહાસ અને હવે પછીની સ્થિતિ કેવી હશે તેના વિશે કશી જ ખબર નથી.

ભારત સરકારે અભૂતપૂર્વ કહી શકાય એવાં પગલાં લીધા છે, તેમ છતાં ટુકડે ટુકડે ગેંગનો અપપ્રચાર ચાલુ જ છે. તો ચાલો સાચી હકીકતોથી વાકેફ થઈએ.

રાષ્ટ્રવિરોધી તત્વો એવો અપપ્રચાર કરી રહ્યા છે કે, સરકારે પેન્શનરોના પેન્શનમાં કાપ મૂકી દીધો. આ અપપ્રચાર એપ્રિલ મહિનાના બીજી અઠવાડિયામાં શરૂ થયો હતો. ત્યારબાદ કેન્દ્રીય નાણામંત્રાલયે 19 એપ્રિલે સત્તાવાર રીતે આ વાતને રદિયો આપી દીધો છે કે કોઈના પેન્શનમાં કાપ મૂકાવાનો નથી કે કોઈનું પેન્શન કાપવાનું નથી. (જૂઓ ખુલાસાનું ટ્વિટ)


આ રાષ્ટ્રવિરોધી તત્વો એવો અપપ્રચાર કરે છે કે, સરકારને જીએસટીની આવક થઈ રહી છે અને લોકોએ દાન આપ્યા છે અને અહીંથી પૈસા આવ્યા અને ત્યાંથી આવ્યા, વગેરે વગેરે.

પ્રશ્ન એ છે કે, શું આ રાષ્ટ્રવિરોધી તત્વોને ખબર નથી કે ત્રણ મહિના કરતાં વધુ સમયથી આખો દેશ લૉકડાઉનમાં હોવાથી, કોઈ ધંધા-રોજગાર ચાલુ નથી તો પછી જીએસટી કોણે ભર્યા?

શું આ રાષ્ટ્રવિરોધી તત્વોને એ ખબર નથી કે ઇન્કમટેક્સ (આવકવેરો) ભરવાની મુદત આવે એ પહેલાં જ લૉકડાઉન આવી ગયું હતું તો પછી ઇન્કમટેક્સની રકમ ભરી કોણે?

શું આ રાષ્ટ્રવિરોધી તત્વોને ખબર નથી કે, આવકના તમામ મુખ્ય સ્રોત બંધ છે તેવા સમયે સરકાર તેની પાસેના રિઝર્વ ફંડમાંથી બે કરોડ કરતાં વધુ સરકારી કર્મચારીઓનાં વેતન કરી રહી છે?

શું આ રાષ્ટ્રવિરોધી તત્વોને એ વાતની ખબર નથી કે, ભારતીય લશ્કરનું કદ 30 લાખ કરતાં વધુ સંખ્યાનું છે, તેમનાં વેતન-ભથ્થાં કોઈ રુકાવટ વિના ચૂકવાઈ રહ્યા છે?

શું આ રાષ્ટ્રવિરોધી તત્વોને એ ખબર નથી કે, સરકારે છેલ્લા ત્રણ મહિનામાં બે વખત અલગ અલગ આર્થિક પેકેજ જાહેર કરીને ઉદ્યોગોથી માંડીને સામાન્ય મજૂરો સુધીના તમામને રાહત પહોંચાડી છે?

વળી, આ જ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યોને લેવાના નીકળતા (રૂ. 46,000 કરોડ) નાણાં પણ આપ્યા છે, જેની વિગતો પણ સામેલ છે. 

આ અંગેના તમામ સત્તાવાર આંકડાકીય ચાર્ટ અહીં નીચે જોઈ શકાશે. અને એ જોયા પછી જેને પણ કશી શંકા હોય તો એ પોતે તપાસ કરી શકે છે.

આ ઉપરાંત સૌથી અગત્યનું પગલું એ છે કે, સરકારે વેપાર-વાણિજ્યના તમામ ક્ષેત્ર સાથે સતત સંપર્કમાં રહેવા – તેમને મદદ કરવા હેલ્પડેસ્કની રચના કરેલી છે, જેની વિગતો નીચેની વેબસાઇટ દ્વારા મેળવી શકાશે. - https://www.investindia.gov.in/bip/resources/measures-taken-government-india-aid-businesses-during-covid-19-lockdown








 અને હા, બીજો એક અગત્યનો મુદ્દો, જવાબદાર નાગરિક તરીકે આપણી પણ કોઈ ફરજ છે. આપણી પાસે આવતા આવા દેશ વિરોધી વીડિયો અંગે જરા પણ શંકા જાય તો તેની ખાતરી કરવા માટે સરકારે ફોન નંબર તેમજ ઇમેલ એડ્રેસ આપ્યા છે, તેના ઉપર પૂછપરછ કરી શકાય.

 -- અલકેશ પટેલ/12-05-2020