Sunday, June 14, 2020

ગુજરાતના વાલીઓને પત્ર

ગુજરાતના વાલીઓને પત્ર

n  અલકેશ પટેલ

 

ટ્વિટર ઉપર #કોરોનાગ્રસ્ત કોંગ્રેસ પ્રેરિત એક અભિયાન ચાલી રહ્યું છે... વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવાય એ માટે. એનએસયુઆઈ અને કોંગ્રેસ સેવાદળ અને એવા બધા આવી હેસટેગ સાથે હાલી નીકળ્યા છે.

મારે એમની સાથે કોઈ લેવાદેવા નથી. આ લોકો આવી માગણી કરે તો માત્ર એટલું જ કહેવાનું કે - જૈસી જીસકી સોચ.

--- પણ મારે ગુજરાતના વિદ્યાર્થીઓ, તેમના વાલીઓને પૂછવું છે કે પરીક્ષા વિના પાસ થઈ જવાનું, માસ પ્રમોશનથી ઉપરના ધોરણમાં ચઢી જવાનું યોગ્ય છે?

--- તમારાં બાળકો ભવિષ્યમાં માસ પ્રમોશન વાળા કહેવાશે એ તમને ગમશે?

--- રાજકારણીઓ કે પછી રાજકીય પક્ષો સાથે જોડાયેલા સંગઠનોને કશું નહાવા-નીચોવવાનું નથી. એ આવા મુદ્દા ઉપાડે અને તમે વાલી તરીકે એમાં સાથ આપો...તો શું તમારે તમારાં બાળકોને રાજકારણમાં મોકલવાના છે? કેમ કે, હાલના જમાનામાં એકમાત્ર રાજકારણ જ એવું ક્ષેત્ર છે જ્યાં અભણ અથવા ઓછું ભણેલા અથવા ગુનાઇત ઇતિહાસ ધરાવતા અથવા માસ પ્રમોશન મેળવેલા લોકોને પ્રવેશ મળી જાય છે.

--- રાજકારણ એટલે તમામ પક્ષની વાત છે. તમામ રાજકીય પક્ષમાં આવા લોકો છે. શું તમારે પણ તમારાં બાળકોને એ દિશામાં મોકલવા છે?

--- પરીક્ષા માફી કે માસ પ્રમોશન જેવા વિપક્ષ પ્રેરિત આંદોલનમાં જોડાતા પહેલાં વિચારજો કે, તમારું બાળક સ્પર્ધાત્મક દુનિયામાં પગ મૂકશે ત્યારે આ માસ પ્રમોશન તેને મદદરૂપ થશે કે અવરોધક બનશે?

--- આ હાલી નીકળેલા કહેવાતા વિદ્યાર્થી પ્રેમી રાજકારણીઓ તમને કોરોનાના નામે ડરાવે છે, પરંતુ શું તમને ખબર નથી કે કોરોના એવો કોઈ મહાભયંકર રોગ નથી કે બધાને એ વળગી જ જાય અને જેને થાય એ મૃત્યુ જ પામે!

--- યોગ્ય જાગ્રતિ રાખવાથી કોરોના કશું જ બગાડી શકતો નથી. ન્યૂઝિલેન્ડ જેવા એક-બે દેશોએ તો પોતાને કોરોના-મુક્ત જાહેર પણ કરી દીધા. વ્યક્તિગત જાગ્રતિ અગત્યની છે.

--- તમારાં બાળકો માટે ઘરની બહાર અકસ્માત થવાનું જોખમ રહેલું છે...તો શું તમે એને ઘરમાં પૂરી રાખો છો?

--- તમારાં બાળકો માટે ઘરની બહાર કોઈ ટીબી વાળાના સંપર્કમાં આવીને ટીબી થવાનું જોખમ છે, તો શું તમે એને ઘરમાં પૂરી રાખો છો?

--- તમારાં બાળકો આજે પરીક્ષા ટાળશે અને કાલે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થશે ત્યારે આ જ રાજકારણીઓ તો છૂટી પડશે કે અમે તો તમારા માટે આંદોલન કર્યું હતું, પણ તમારાં બાળકો નાપાસ થાય એમાં અમે શું કરીએ – ત્યારે એ રાજકારણીઓનું તમે શું કરશો?

યાદ રાખો હિંમત કામ આવે છે, પીછેહઠ કે માસ પ્રમોશન નહીં. આભાર. અલકેશ.