Wednesday, March 27, 2019

કોઈ હિન્દુ સંગઠન આવું કરે છે?

કોઈ હિન્દુ સંગઠન આવું કરે છે?

મુસ્લિમ મતદાતાઓની નોંધણી માટે એક મુસ્લિમ સંગઠને વ્યાપક અભિયાન ઉપાડ્યું છે. લોકશાહી માટે જાગૃતિનું આવું કામ કોઈ હિન્દુ સંગઠન કરતું હોય તો ધ્યાન દોરવા વિનંતી...

-- અલકેશ પટેલ
2019ની લોકસભા ચૂંટણીનો ધમધમાટ મીડિયા અને સોશિયલ મીડિયામાં તો દેખાય છે. આ દરમિયાન છેલ્લા બે દિવસમાં બે એવા મુદ્દા ધ્યાનમાં આવ્યા જેના વિશે આજે વાત કરવી જરૂરી લાગે છે. 

સૌથી પહેલાં તો એક વીડિયો જોયો... જેમાં મુસ્લિમ સંગઠનો દ્વારા મુસ્લિમ મતદારોની જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન થયું હોવાનું દેખાય છે. પણ એ કાર્યક્રમમાં બેંગ્લોરની એક ઇસ્લામિક કંપની મુસ્લિમ મતદારો નોંધ્યા વિના રહી ન જાય અથવા મતદાર યાદીમાંથી જેમના નામો કોઈ ટેકનિકલ કારણોસર અથવા ભૂલથી નીકળી ગયા હોય તો ફરીથી દાખલ કરવા માટે એક મોબાઇલ એપ્લિકેશન પણ બનાવી દીધી છે અને એ લોકો બેંગ્લોરમાં બેઠા બેઠા આખા દેશના મુસ્લિમ મતદારોની નોંધણી અને તેમના કાર્ડ બનાવી આપવાની કામગીરી કરે છે.

મતદારોની જાગૃતિ માટેનું આવું કામ કોઈ હિન્દુ સંગઠન હિન્દુઓ માટે કરતું હોય એવું હજુ સુધી મારા ધ્યાનમાં તો આવ્યું નથી. મુસ્લિમોની જેમ હિન્દુઓમાં પણ નિરક્ષરતા, ગરીબીનું પ્રમાણ છે જ. પરંતુ મુસ્લિમોની એ ખામી દૂર કરવા ઇસ્લામિક સંગઠનો સક્રિય છે, તો હિન્દુઓની મદદ કરવા કોઈ હિન્દુ સંગઠન છે કે કેમ તે એક પ્રશ્ન છે.

ખેર, છેવટે મુદ્દો તો મતદારોની જાગૃતિનો, મતદારોની નોંધણીનો છે. માત્ર તંત્ર અને સરકાર ઉપર આધાર રાખવાને બદલે સંસ્થાઓ અને સંગઠનો સક્રિય થાય તો મતદાનની ટકાવારી વધે અને લોકશાહીનું પર્વ વધુ દીપી ઊઠે.

જે બીજી વાત ધ્યાનમાં આવી તે પણ મતદાનને લગતી જ છે. કોઈ જાગૃત વ્યક્તિએ અલગ અલગ ચૂંટણીમાં મતદાનની પેટર્નની સમીક્ષા કરીને એવું તારણ કાઢ્યું છે કે, મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ તેમજ ધનિકો મતદાનમાં ભાગ લેવા બાબતે ઉત્સાહિત નથી હોતા. અને તેમાંય વળી ઉનાળાની ગરમી હોય ત્યારે આ તમામ વર્ગો રજાઓ માણવાના મૂડમાં હોય છે. પરિણામે મતદાનની ટકાવારી ઘટે છે અને અયોગ્ય ઉમેદવારો ચૂંટાઈ જાય છે, જે છેવટે દેશ માટે નુકસાનકારક છે. 

આ વખતે પણ ઉનાળા દરમિયાન સાત તબક્કામાં મતદાન થવાનું છે. ગુજરાતમાં એક જ તબક્કામાં, એક જ દિવસે અર્થાત 23 એપ્રિલે મતદાન છે. રાષ્ટ્રવાદી નાગરિકોએ પોતાની અંગત સુખ-સગવડો, રજાઓ ગાળવાની લાલચ છોડીને એક દિવસ માટે અચૂક મતદાન કરવું જોઇએ. એટલું યાદ રાખજો, મતદાન તમે માત્ર તમારા માટે નથી કરતા, પણ તમારા આજના મતદાનના પરિણામોની અસર તમારી ભાવિ પેઢીઓ ઉપર પણ થવાની છે...એથી વધારે કંઈ કહેવાની જરૂર ખરી! ચતુર કરો વિચાર. (C)અલકેશ પટેલ

Tuesday, March 26, 2019

દેશને આ વિશે ગંભીર ચિંતા થવી જોઇએ...

દેશને આ વિશે ગંભીર ચિંતા થવી જોઇએ...

રાહુલ ગાંધી એ પરિવારના વંશજ છે જેણે કોઈ સંઘર્ષ વગર સત્તા ભોગવી છે.  રાહુલને મન મહેનત અને શ્રમનું કોઈ મૂલ્ય નથી. અને એટલે જ સત્તા મેળવવા આ ગાંધી ગરીબોને ખેરાતના ટુકડા આપવા માગે છે
-- અલકેશ પટેલ
 મોતીલાલ નહેરુ વેપારી હતા. તેમણે ઊભી કરેલી મિલકત ઉપર જવાહરલાલ નહેરુ તાગડધીન્ના કરતા હતા. મોહનદાસ ગાંધીની લાગણીઓ સાથે રમત રમીને સંપૂર્ણ લાયક એવા સરદાર વલ્લભભાઈ પટેલ કે પછી સુભાષચંદ્ર બોઝ કે પછી બાબા સાહેબ ભીમરાવ રામજી આંબેડકર વગેરેને પાછળ રાખી વડાપ્રધાન બની ભૂલો કરતા રહ્યા. ઈન્દિરા નહેરુ-ખાનને રાજકીય વારસો આપ્યો. (ઈન્દિરાજીના પતિ ફિરોઝ ખાન ક્યારે અને કેવી રીતે ગાંધી થયા એ બધા જાણે છે) ઈન્દિરા બેન ગયાં પછી ગુલામીથી ટેવાયેલા કોંગ્રેસીજનોએ રાજીવ ગાંધી-ખાનને ધરાર વડાપ્રધાન બનાવી દીધા. તેમના ગયા પછી એ જ ગુલામ કોંગ્રેસીજનોએ સોનિયા ગાંધીને ધરાર માથે બેસાડી રાખ્યાં. અને હવે જે વ્યક્તિને પાંચ વ્યક્તિના ઑફિસ સ્ટાફની જવાબદારી પણ સોંપી શકાય એવી નથી તેને કોંગ્રેસીજનો વડાપ્રધાન બનાવવા માગે છે..! 

કોંગ્રેસનો સત્તા વિનાનો તરફડાટ અને સત્તા મેળવવા ગમે-તે કરવાની તૈયારી દેશને કઈ દિશામાં લઈ જશે એ જો સમજદાર નાગરિકો નહીં સમજે તો પછી આપણને સૌને કોઈ બચાવી નહીં શકે.

25 માર્ચને સોમવારે રાહુલ ગાંધીએ જે કથિત યોજનાનું વચન આપ્યું એ અતિશય ચિંતાજનક છે. પરાપૂર્વથી ચાલી આવતી ખેરાત આપવાની આ કોંગ્રેસી માનસિકતાનું ઉદાહરણ છે. જવાહરલાલ નહેરુ ડાબેરી-પ્રેમી હતા. તેમણે તેમની એ ખોટી માન્યતાઓ અને ખોટા સંસ્કાર તે સમયના કોંગ્રેસીઓમાં નાખ્યા અને એ દ્વારા દેશ ઉપર ઠપકારી દીધા. નહેરુએ જે સમયે ડાબેરી ચાલ-ચલગત પકડી ત્યારે પણ દુનિયામાં સામ્યવાદ કે સમાજવાદ સફળ થયા નહોતા અને એક સદી પછી આજે પણ સફળ થયા નથી. 

તેમ છતાં કમનસીબે નહેરુના એ વારસદાર રાહુલ ગાંધી દેશની 20 ટકા પ્રજાને ઘેર બેઠા કોઈ કામ-કાજ વિના ખેરાત આપી દેવાની જાહેરાત કરે છે..! 

 કોંગ્રેસના તમામ ટોચના નેતા, જે નહેરુ-ગાંધી-વાડ્રા પરિવારની આસપાસ ફરે છે - એ બધા જ રાહુલનું આઇક્યુ સ્તર સારી રીતે જાણે છે. તો પણ શા માટે તેને કોંગ્રેસના અધ્યક્ષ બનવા દેવાયા અને શા માટે તેમને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે છે... એ સમજની બહાર છે.

રાજકારણ એ સત્તા મેળવવાનો ખેલ છે, અને તેનો ઇનકાર થઈ જ ન શકે. તમામ રાજકીય પક્ષ એ માટે જ મથામણ કરતા હોય છે. પરંતુ સત્તા મેળવવા માટેના પ્રયાસમાં લાંબાગાળે દેશના અર્થતંત્રને, દેશને નુકસાન થાય છે કે ફાયદો થાય છે...એ તો જોવું પડે કે નહીં..?

દેશમાંથી ગરીબી દૂર થવી જ જોઇએ અને તેમાં પણ કોઈને વાંધો-વિરોધ ન હોઈ શકે...ન હોવો જોઈએ. પરંતુ ગરીબી દૂર કરવા માટે રોજગારી ઊભી કરવી એ વધારે યોગ્ય રસ્તો છે કે ખેરાત આપવી એ..?! 

મેઇનસ્ટ્રીમ મીડિયાની ભૂમિકા પણ શંકાસ્પદ થઈ રહી છે. આ મીડિયાએ રાહુલ ગાંધીની આ ખેરાતી યોજના, જે દેશના અર્થતંત્રને તોડી-ફોડી નાખી શકે તેમ છે ... તે વિશે સવાલ કરવાને બદલે શાહમૃગની જેમ જમીનમાં માથું નાખી દીધું છે..! 

મીડિયા, સિવિલ સોસાયટી, શિક્ષણ જગતના અગ્રણીઓ, અર્થતંત્રના જાણકારો, વેપાર ક્ષેત્રના અગ્રણીઓ...આ બધાએ વ્યક્તિગત રીતે અથવા સામૂહિક રીતે રાહુલ ગાંધીને સવાલ કરવા જોઇએ કે (1) આવી ખેરાતી યોજના જાહેર કરવા પાછળ તેમનો ઇરાદો શો છે? 

(2) આ માટે નાણાકીય વ્યવસ્થા ક્યાંથી થશે

(3) શું હાલ જે લોકો ટેક્સ ભરે છે તેમના ટેક્સમાં વધારો કરી દેવામાં આવશે?

(4) ટેક્સમાં વધારો નહીં કરો તો શું વિશ્વબેંક પાસેથી લોન લઈને આ ખેરાત કરશો

(5) તો એ વિશ્વબેંકનું દેવું પરત ભરપાઈ કરવાનું કોના માથે આવશે? 

હજુ ભારપૂર્વક વારંવાર કહું છું કે, દેશમાં એક પણ નાગરિક ગરીબ ન રહેવા જોઇએ... પરંતુ તેમને ઘેર બેઠા કોઈ મહેનત વિના નાણાં આપી દેવાથી દેશનું કલ્યાણ નહીં જ થાય - એ પણ એટલું જ સનાતન સત્ય છે.

માત્ર આવું વચન આપવાથી કોંગ્રેસને સત્તા મળી જશે એવી કોઈ શક્યતા નથી જ... પરંતુ આપણામાં કહેવત છે તેમઃ ડોસી મરે એનો વાંધો નહીં, જમ ઘર ભાળી જશે. - અર્થાત કોંગ્રેસની આવી જાહેરાતથી બીજા રાજકીય પક્ષોને પણ લોભામણી જાહેરાતો કરવાની ફરજ પડશે. કોંગ્રેસીઓને કારણે બીજા પક્ષો પણ પ્રજા અને દેશના સાચા કલ્યાણને બદલે ખેરાતની માનસિક્તા તરફ ખેંચાશે...એવું જોખમ છે અને એ જ ચિંતાજનક છે.

હવે નક્કી પ્રજાએ કરવાનું છે - કે તમને "ટુકડા" આપીને "નબળા" રાખનારા યોગ્ય છે કે પછી "તક" આપીને "મજબૂત" બનાવનારા યોગ્ય છે? (C)અલકેશ પટેલ 

Monday, March 25, 2019

કાશ્મીરના આતંકી સાપોલિયા પાંજરે પુરાઈ રહ્યા છે

કાશ્મીરના આતંકી સાપોલિયા પાંજરે પુરાઈ રહ્યા છે

--- 22 માર્ચને શુક્રવારે બે મહત્ત્વની ઘટના બનીઃ એક, તો જમ્મુ-કાશ્મીરના આતંકી સંગઠન જેકેએલએફ ઉપર પ્રતિબંધ મૂકાયો અને બીજું, આતંકી ગીલાનીને 14 લાખ રૂપિયાનો દંડ ભરવા આદેશ થયો



-- અલકેશ પટેલ

ગયા અઠવાડિયે, એટલે કે 22 માર્ચને શુક્રવારે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં એક અત્યંત અગત્યનો નિર્ણય લીધોઃ ત્યાંના આતંકી સંગઠન જેકેએલએફ (JKLF) ઉપર પ્રતિબંધ મૂકી દીધો. એ સંગઠનના મુખ્ય આતંકી યાસીન મલિકને તો થોડા સમય પહેલાં જ પકડી લેવામાં આવેલો છે. આ ઉપરાંત એ જ દિવસે વયોવૃદ્ધ આતંકી ગીલાની ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 14.40 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગેરકાયદે વિદેશી ચલણ રાખવાના આરોપસર ગીલાનીને આ દંડ કરાયો છે અને જો તે દંડ નહીં ભરે તો તેની ધરપકડ થઈ શકે છે.
કેટલાક લોકો એવી પોકળ દલીલો કરવામાં વ્યસ્ત છે કે, મોદી સરકારે પાંચ વર્ષ પછી છેક તેની મુદતના અંતે જેકેએલએફ ઉપર પ્રતિબંધ મૂકીવાનો ચૂંટણીલક્ષી નિર્ણય લીધો છે. પરંતુ આવા લોકો એ ભૂલી જાય છે કે, વાસ્તવમાં ગયા વર્ષે મહેબુબા મુફ્તીના પક્ષ સાથેનું જોડાણ ભાજપે તોડી નાખ્યું અને જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું ત્યારથી કેન્દ્ર સરકારે એવા અનેક પગલાં લીધા છે જેને કારણે હુર્રિયતના આતંકીઓમાં ફફડાટ ફેલાયેલો છે. કેન્દ્ર સરકારે હુર્રિયતના આતંકીઓને હવાલા મારફત મળતા નાણાના મુદ્દે પગલાં લીધા જ અને કેટલાય આતંકી સમર્થકોને જેલમાં નાખીને તેમની સામે કેસ ચાલી રહ્યો છે. અને હકીકતે એ જ અનુસંધાનમાં સૈયદ ગીલાની, મીરવાએઝ ફારુક તેમજ યાસીન મલિક જેવા આતંકીઓ સામે પણ કાર્યવાહી થઈ રહી છે.
તમારામાંથી અનેક લોકો સારી રીતે જાણતા જ હશે કે આ એ જ યાસીન મલિક અને આ એ જ આતંકી સંગઠન જેકેએલએફ છે જેને કારણે મુખ્યત્વે કાશ્મીરી પંડિતોનું કાશ્મીર ખીણમાંથી નિકંદન નીકળી ગયું હતું. 1990ના દાયકામાં મુખ્યત્વે જેકેએલએફની હાકલને પગલે જ કાશ્મીર ખીણની મસ્જિદોમાંથી જેહાદી સૂત્રોચ્ચાર થતા હતા. તે સમયે કેન્દ્રમાં સીધી અથવા આડકતરી રીતે કોંગ્રેસનું શાસન હતું. ગઠબંધન સરકારોના એ સમયગાળામાં કોંગ્રેસી દબાણ હેઠળ જમ્મુ-કાશ્મીરના આતંકીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવાતા નહોતા. સુરક્ષા દળોના હાથ પણ બાંધી રાખવામાં આવેલા હતા. યાસીન મલિક તે સમયે ભયંકર હિંસક રીતે ભારત વિરુદ્ધ તેમજ હિન્દુઓ વિરુદ્ધ ઝેર ઓકતો હતો. અપહરણકારી, બળાત્કારી અને અત્યાચારી યાસીન મલિકે ત્યારપછી તેનું ધ્યેય સિદ્ધ થઈ ગયા બાદ કથિત રીતે હિંસા છોડીને અલગતાવાદનો ડોળ કરતા અન્ય આતંકી નેતાઓની જમાતમાં ભળી ગયો. તેને મહેબુબા મુફ્તી અને ફારુક અબ્દુલ્લા-ઓમર અબ્દુલ્લા જેવા સ્થાનિક મુસ્લિમ નેતાઓનું સીધું કે આડકતરું સમર્થન મળતું રહ્યું, તો બીજી તરફ કોંગ્રેસે પણ તેના તરફ આંખ આડા કાન કરીને એ સાપને મોટો થવા દીધો.
ભારતને ચાહતા મુસ્લિમો સહિત બીજા કોઈ રાષ્ટ્રવાદીઓએ એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે હુર્રિયતના જે નેતાઓ છે એ બધા તો માત્ર અલગતાવાદી છે અને તેમને હિંસા સાથે કોઈ લેવાદેવા નથી. ના... એવું જરાય નથી. એ બધા જ છેવટે ઘેટાની ખાલ ઓઢીને બેઠેલા વરુઓ છે, જેમનું લક્ષ્યાંક જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરીને ભારતથી અલગ થઈ જવાનું છે. આ બધા જ પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં છે. એટલું જ નહીં પરંતુ નેશનલ કૉન્ફરન્સના અબ્દુલ્લા બાપ-બેટો તેમજ પીડીપીનાં મહેબુબા પણ કંઈ ભારત તરફી છે એવું કોઈએ માની લેવાની જરૂર નથી. એ બધાની દાનત પણ માત્ર ભારતને તોડવાની અને પાકિસ્તાનમાં ભળવાની છે.
આ સંજોગોમાં નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા ઓછામાં ઓછા એકાદ વર્ષમાં હુર્રિયતના આતંકીઓ તેમજ તેમના સમર્થકો ઉપર કાર્યવાહી શરૂ કરી છે. એ કાર્યવાહી દરમિયાન આપણી ધારણા મુજબ પીડીપી અને નેશનલ કૉન્ફરન્સ આતંકીઓના સમર્થનમાં નિવેદનો કરીને ઊઘાડા પડી રહ્યા છે. હુર્રિયતના આતંકીઓને 70 વર્ષ સુધી આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. અને હવે બાકી હતું તે જેકેએલએફ તેમજ આતંકી યાસીન મલિક ઉપર પ્રતિબંધ મૂકીને નિર્ણાયક પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી ખુલ્લેઆમ ફરતો કાશ્મીરી પંડિતોનો હત્યારો હવે પાંજરે પુરાયેલો રહેશે. તેના ઉપર આવી કાર્યવાહી થવાથી દક્ષિણ કાશ્મીર ખીણના છ જિલ્લામાં સક્રિય બીજા નાના-મોટા આતંકી સંગઠનોમાં પણ ફફડાટ ફેલાશે.
છેક 1947થી ભારતને પજવી રહેલા સાપોલિયા જેવા કાશ્મીરી આતંકીઓને એક પછી એક પાંજરે પૂરીને અથવા તો ભાગી જવા પ્રયાસ કરે તો તેમને કચડી નાખીને હવે જમ્મુ-કાશ્મીરમાં તેમજ તેની સાથે દેશમાં શાંતિ સ્થપાય એ જરૂરી છે. લાગે છે કે, કલમ 370 અને કલમ 35-એ અંગે પણ કંઇક નિર્ણાયક પરિણામ આવશે જે શાંતિ પ્રસ્થાપિત કરવામાં વધુ અસરકારક સાબિત થશે.

Saturday, March 16, 2019

હિંસા અને આતંકવાદમાં ઘણો મોટો તફાવત છે

હિંસા અને આતંકવાદમાં ઘણો મોટો તફાવત છે

--- ન્યૂઝિલેન્ડમાં જે કંઈ થયું એ આતંકવાદ નહીં પરંતુ આતંકવાદ સામેના આક્રોશની હિંસા ગણાય. આવી હિંસાનો કોઇપણ રીતે બચાવ ન થઈ શકે, પરંતુ દુનિયાએ વાસ્તવિકતા સ્વીકારવી પડશે

--- અલકેશ પટેલ

15 માર્ચનો શુક્રવાર દુનિયા માટે ઇતિહાસનો કાળો દિવસ બની રહ્યો. એક ગોરા અંતિમવાદીએ 40થી વધુ મુસ્લિમોને રહેંસી નાખ્યા. તરત જ ન્યૂઝિલેન્ડનાંં વડાપ્રધાન સહિત અનેક લોકોએ તેને આતંકવાદ કહી દીધો. બીજા દિવસે, એટલે કે આજે સોશિયલ મીડિયામાં એક મેસેજ વહેતો થયો... જેમાં જેહાદી મુસ્લિમો જે કામ 1400 વર્ષથી કરી રહ્યા છે એ જ કર્યું... આ જેહાદીઓએ પોતે જાણે હિંસાના શિકાર હોય એવો મેસેજ વહેતો કર્યો અને ખૂબ મોટી સંખ્યામાં શાંતિપ્રિય અને સાચા મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો હિચકારો પ્રયાસ કર્યો.
 
સોશિયલ મીડિયામાં ફરતા એ મેસેજના આધારે હું સીધી મૂળ ચર્ચા ઉપર આવું છું. આ મેસેજમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તે સાચું છે?

---  ના, જરાય નહીં.
હકીકત એ છે કે,  આ મેસેજ દ્વારા સાચા અને પાક-મુસ્લિમોમાં રહેલા કટ્ટરવાદને ભડકાવવાનો પ્રયાસ છે.
- દુનિયાએ કદી તમામ મુસ્લિમોને આતંકવાદી કહ્યા જ નથી, પણ જે લોકો ધર્મના નામે જેહાદ કરવા નીકળ્યા છે અને જે મુસ્લિમો બીજા ધર્મના લોકોને માત્ર "ફાફિર"  ગણે છે તેમને જ આતંકવાદી કહેવામાં આવ્યા છે.
- શું એ વાત વાસ્તવિક નથી કે, વોરા સમુદાય જેવી શાંત અને સમૃદ્ધ કોમને પણ સુન્ની અને શિયાઓ શાંતિથી રહેવા દેતા નથી?
- સુન્ની મુસ્લિમોએ શું કદી અલી અને ઇમામ હુસેનને માન આપ્યું છે? નથી જ આપ્યું. 
- દુનિયાએ એવા મુસ્લિમોને આતંકવાદી કહ્યા છે જેમણે  ઇસ્લામના અન્ય સંપ્રદાયોની ઘાતકી હત્યાઓ કરી છે. 
 - સુન્ની મુસ્લિમો શિયા મુસ્લિમોની સેંકડો-હજારો-લાખોની સંખ્યામાં હત્યા કરે છે ત્યારે આતંકવાદ હોય છે. આ હત્યાકાંડમાં ક્યાંય ખ્રિસ્તી કે યહુદી કે હિન્દુ આવતા નથી. 
- સીરિયામાં લાખો મુસ્લિમોની હત્યા કરનારા ISIS ના આતંકીઓ મુસ્લિમ છે... તેમાં કોઈ ખ્રિસ્તી કે યહુદી કે હિન્દુ નથી.
- ઈરાક છેલ્લા 20 વર્ષથી હિંસાની આગમાંથી બહાર નથી આવતું. ત્યાં થતા હિંસક હુમલા મુસ્લિમ જૂથો વચ્ચેના છે, તેમાં ક્યાંય હિન્દુ કે યહુદી નથી.
- અફઘાનિસ્તાનમાં રોજેરોજ બોંબ હુમલા થાય છે અને તેમાં સેંકડો લોકો મરે છે એ મરનાર તો મુસ્લિમ છે... પણ મારનારામાં કોઈ હિન્દુ, બૌદ્ધ, યહુદી નથી...એ મારનારા પણ મુસ્લિમો જ છે.
- પાકિસ્તાનમાં થતા આતંકી હુમલા શું ખ્રિસ્તી, હિન્દુ, યહુદી અને બૌદ્ધ કરાવે છે?
- મૂળ મુદ્દો એ છે કે, આ મેજેસમાં જે હિન્દુ, બૌદ્ધ, યહુદી અને ખ્રિસ્તીઓ ઉપર નિશાન તાકવામાં આવ્યું છે... એ હકીકતથી તદન વિરોધી છે. 
- સેંકડો વર્ષ પહેલાં ઇરાનમાંથી મૂળ પારસીઓને હાંકી કાઢીને તેમની સંસ્કૃતિનો નાશ કરનારા મુસ્લિમ નહોતા તો કોણ હતા?
- હજારો વર્ષ પહેલાં ગ્રીસમાં ત્યાંની મૂળ પ્રજાનું નિકંદન કાઢીને ઇસ્લામિક શાસન સ્થાપનાર કોણ હતા?
- 27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરા રેલવે સ્ટેશને નિર્દોષ કારસેવકોને જીવતા સળગાવી દેનાર કોણ હતા?
-  ઐતિહાસિક હકીકત એ છે કે, ઇસ્લામનું મૂળભૂત શિક્ષણ વિસ્તારવાદી છે. ઇસ્લામ ધર્મી લોકો તેમનાં બાળકોને પાયાથી એવું શિક્ષણ આપે છે કે, બીજા તમામ ધર્મના લોકો કાફીર છે. તો દેખીતું છે કે આતંકવાદી માનસિકતાની શરૂઆત તો ત્યાંથી થાય છે.
- ઇસ્લામના પાયાના શિક્ષણમાં જ જેહાદ આવે છે...જેહાદ એટલે ધર્મયુદ્ધ અને એ કહેવાતા ધર્મયુદ્ધમાં શું આતંકવાદીઓ ફૂલની માળા લઇને નીકળે છે?
- ન્યૂઝિલેન્ડમાં જે થયું તે સંપૂર્ણ ખોટું છે. ખ્રિસ્તીઓમાં પ્રવર્તતી વ્હાઇટ ક્રિશ્ચિયન્સ ચળવળ હિંસાનું જ સ્વરૂપ છે ... જેનું સમર્થન ન હોઈ શકે, તેનો સ્વીકાર પણ ન હોઈ શકે.
- પરંતુ વિચારવાનું એ રહેશે કે, આ વ્હાઇટ ક્રિશ્ચિયન્સ ચળવળ કેમ શરૂ થઈ?
- એ શરૂ થવાનું કારણ, પશ્ચિમી રાજકારણીઓની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ જ છે. 
- જેહાદી મુસ્લિમો પોતે વિક્ટિમ છે એવું બતાવીને રાજકીય ઘૂસણખોરી કરતા રહ્યા અને દરેક દેશના મુર્ખ રાજકારણીઓ સેક્યુલારિઝમના નામે આ જેહાદીઓને સગવડ આપતા રહ્યા. 
- ભારતમાં પણ મુસ્લિમોને હિન્દુ સહિત બીજા ધર્મના લોકો પસંદ નથી. ભારતના મુસ્લિમો પણ બીજા ધર્મની લાગણીનું માન જાળવવા તૈયાર નથી.
- ભારતના મુસ્લિમો ગૌમાંસ ખાઇને કરોડો હિન્દુઓની લાગણીને રોજેરોજ ઠેસ પહોંચાડે છે.
- ભારતના મુસ્લિમો મસ્જિદો ઉપર ચાર દેશામાં માઇકો લગાડીને દિવસમાં પાંચ વખત તમામ પ્રજાને નમાઝ સાંભળવા ફરજ પાડે છે.
- ભારત સહિત વિશ્વમાં જ્યાં જ્યાં મુસ્લિમો છે ત્યાં શરિયત કાયદો લાગુ કરવા દબાણ કરે છે અને કોઈ દેશ તેની મંજૂરી ન આપે તો ત્યાં આતંકવાદ ફેલાવે છે. 
- એટલે જ શરૂઆતમાં કહ્યું, આતંકવાદ અને હિંસામાં ઘણો મોટો તફાવત છે. હિંસા પણ મંજૂર નથી અને આતંકવાદ પણ મંજૂર નથી. 
- પરંતુ આતંકવાદ તેમજ મુસ્લિમોના વિસ્તારવાદી જેહાદથી અન્ય ધર્મના લોકો અતિશય દુભાય છે અને તેમાંથી મુઠ્ઠીભર  લોકો એ હદે ઉશ્કેરાઈ જાય છે કે ન્યૂઝિલેન્ડમાં જે બન્યું એવી હિંસા કરી બેસે છે. 
- આ લેખનો હેતુ એવા બહુમતી મુસ્લિમોની આંખ ઉઘાડવાનો છે જેઓ ઉપરના મેસેજથી ગેરમાર્ગે દોરવાઈને હિન્દુઓ, બૌદ્ધો, યહુદીઓને નફરત કરવા પ્રેરાય છે. 
- હિન્દુઓ, યહુદીઓ તેમજ બૌદ્ધોએ કદી જેહાદ કરીને, વિસ્તારવાદી વિચાર કરીને પોતાનો ફેલાવો કરવાનો પ્રયાસ કર્યો નથી. આ લોકોએ કદાચ ક્યારેક શસ્ત્રો હાથમાં લીધા હશે તો માત્ર અને માત્ર ક્ષણિક ઉશ્કેરાટમાં બદલો લેવા હિંસા કરી હશે... એ સ્પષ્ટ છે. 
- ઉપરના મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, હિન્દુઝ કિલ મી ઇન કાશ્મીર... આ એ હદનું અસત્ય છે કે આવું લખનારને તેનો અલ્લાહ પણ માફ નહીં કરે. 1990ના દાયકામાં ચાર લાખ (4,00,000) કરતાં વધુ હિન્દુઓને રાતોરાત કાશ્મીર ખીણ વિસ્તારમાંથી હાંકી કાઢનારા કોણ હતા? શું ત્યારે હિન્દુઓનું ધર્માંતર કરાવવા, અને ન કરે તો તેમને હાંકી કાઢવા અને ન જાય તો તેમની હત્યા કરવા મસ્જિદોમાંથી હાકલ નહોતી થતી? શું કાશ્મીરી હિન્દુ સ્ત્રીઓ ઉપર જાતીય અત્યાચાર નથી થયા? કોણે કર્યા હતા એ બધા?
- મોટાભાગના મુસ્લિમો શાંતિપ્રિય છે... પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે જેહાદી મુસ્લિમો આગળ આ શાંતિપ્રિય મુસ્લિમોનું કશું ચાલતું નથી અને તેનાં પરિણામો આખી દુનિયાએ ભોગવવા પડે છે.

Thursday, March 14, 2019

ચૂંટણી-2019: રાષ્ટ્રવાદી - રાષ્ટ્રવિરોધી શક્તિઓનો મુકાબલો!!!


ચૂંટણી-2019: રાષ્ટ્રવાદી - રાષ્ટ્રવિરોધી શક્તિઓનો મુકાબલો!!!

--- 2019ની ચૂંટણીની છેક 2014થી રાહ જોવાતી હતી. શા માટે? કેમ કે નરેન્દ્ર મોદી પૂરી બહુમતીથી ચૂંટાયા ત્યારથી દેશની અંદરના વિરોધીઓ ઉપરાંત પાકિસ્તાન-ચીન જેવા મુઠ્ઠીભર તત્વો નારાજ હતા...પાંચ વર્ષથી આ તત્વો નમોને સત્તા પરથી દૂર કરવા રાહ જોઈ રહ્યા છે

-- અલકેશ પટેલ

ભારતમાં 2019ની લોકસભા ચૂંટણી એક પ્રકારે રાષ્ટ્રવાદી અને રાષ્ટ્ર–વિરોધી લાગણીઓ વચ્ચેની લડાઈ છે. આવું હું એટલા માટે કહું છું કે પૂર્ણ બહુમતી સાથે નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી એ દિવસથી એવા કેટલાક તત્વોની ઊંઘ હરામ થઈ ગઈ છે જેઓ આ દેશના મૂળ નાગરિકો સાથે સતત અન્યાય કરતા આવ્યા છે અને તેમની સાથે ભેદભાવ રાખતા આવ્યા છે. આ કેટલાક તત્વો એટલા કયા તત્વો? અને મૂળ નાગરિકો એટલે કયા નાગરિકો? અને એ તત્વો કેટલા વખતથી અન્યાય કરતા આવ્યા છે-ભેદભાવ રાખતા આવ્યા છે?


આ તત્વો એટલે વિદેશથી આવેલા આક્રમણખોરો. આ તત્વો એટલે ડાબેરી હિંસક તત્વો. આ તત્વો એટલે આક્રમણખોરોની ખુશામત કરતા અને ડાબેરી હિંસક તત્વોની અસરમાં રહેતા કેટલાક રાજકીય પક્ષો. અને મૂળ નાગરિકો એટલે હિન્દુઓ. મહાન સનાતન પરંપરાના વારસદારો એ આ દેશના મૂળ નાગરિકો છે. પરંતુ ઉપર કહ્યા એ ત્રણ પ્રકારના તત્વો વર્ષો કે દાયકાઓથી નહીં પરંતુ સદીઓથી સનાતન પરંપરાઓ ઉપર પ્રહારો કરી કરીને દેશને જાતિવાદી માનસિકતામાં ધકેલી દીધો. પરિણામ સનાતન બહુમતીમાં રહેવા છતાં જ્ઞાતિ-જાતિ-સંપ્રદાયોમાં વહેંચાયેલો રહ્યો અને તેનો ગેરલાભ ત્રણ પ્રકારના તત્વા લેતા રહ્યા.


2014માં સમયનું ચક્ર ફરી સાચી દિશામાં ફર્યું અને રાષ્ટ્રવાદીઓ સત્તા ઉપર આવ્યા તે સાથે બહુમતી પ્રજામાં રાષ્ટ્રવાદી ભાવના જાગી ઊઠી. બીજી તરફ નરેન્દ્ર મોદીની સરકારે પણ એવા એવા પગલાં લીધા જેને કારણે રાષ્ટ્ર વિરોધીઓ અને હિન્દુ વિરોધીઓ ખળભળી ઊઠ્યા. એ તત્વોને 2014ના મે મહિના પછી થોડા સમયમાં જ ખ્યાલ આવી ગયો કે આ સરકારને જો શાંતિથી કામ કરવા દઇશું અને એ સફળ થશે તો ભારતને ખંડિત કરી નાખવા માગતા તત્વોના ઇરાદા સફળ નહીં થાય. એટલે તેમણે ત્યારથી જ 2019ની તૈયારી શરૂ કરી દીધી હતી. પરંતુ હકીકતે સાવ એવું પણ નથી. આ તત્વોએ જુલાઈ 2018માં નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત દાખલ કરીને પણ તેમના ના-પાક ઇરાદા જાહેર કર્યા હતા.


હકીકત એ છે કે, નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારથી ઉપર જણાવ્યા એ ત્રણ પ્રકારના ના-પાક તત્વોને આંખના કણાની જેમ ખૂંચી રહ્યા છે. અને એ માટે આ તત્વોએ 2002ના તોફાનોને હાથો બનાવ્યો હતો. આ તત્વોએ દુનિયાને એ વાત ભુલાવી દેવાનો હિચકારો પ્રયાસ કર્યો કે 2002ના તોફાનો થવાનું કારણે કેટલાક કટ્ટરવાદી જેહાદી મુસ્લિમો દ્વારા ગોધરા રેલવે સ્ટેશને 58 કાર સેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા એ હતું. આ મૂળ કારણ ભૂલાવીને રાષ્ટ્રવિરોધી તત્વોએ નરેન્દ્ર મોદીને રોકવાના તમામ પ્રકારના ઉપાય-કાવા-દાવા-કાવતરાં કર્યા, પણ ફાવ્યા નહીં. એ મોદી વડાપ્રધાન બન્યા એટલે તો જાણે ના-પાક તત્વોના મોતિયા જ મરી ગયા!!


હવે આ પૃષ્ઠભૂમાં વિચારશો તો મારી વાત તમને સાચી લાગશે કે, 2019ની લોકસભા ચૂંટણી રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રવિરોધી શક્તિઓનો મુકાબલો છે.


ચૂંટણીના રાજકારણમાં વિવિધ રાજકીય પક્ષો એક-બીજા સામે આક્ષેપ કરે અને પોતે બીજા પક્ષ કરતાં શ્રેષ્ઠ છે એવું સાબિત કરવા પ્રયાસ અને મથામણ કરે – એ સ્વાભાવિક છે. સંસદીય લોકશાહી માટે એ જરૂરી પણ છે. પરંતુ એ પ્રયાસ અને મથામણ જ્યારે કાવાદાવા અને કાવતરાંમાં ફેરવાઈ જાય ત્યારે એક રાષ્ટ્ર માટે જોખમ ઊભું થઈ જાય. હું અગાઉ વારંવાર લખી ચૂક્યો છું અને ઉદાહરણો દ્વારા સાબિતી પણ આપી ચૂક્યો છું કે- માર્ક્સવાદી વિચારધારાનો જન્મ થયો ત્યારથી આ દુનિયામાં કદી શાંતિ સ્થપાઈ નથી. કહેવાતી સામાજિક અસમાનતા અને એ સમાનતા લાવવા માટે મિલકતની સમાન વહેંચણીની તદન ખોટી અને અધકચરી વિચારધારા ફેલાવીને કાર્લ માર્ક્સે લેનિન, સ્ટાલીન, માઓ, કાસ્ટ્રો જેવા હિંસક તત્વોને જન્મ આપ્યો. આ ચારેયના હિંસા અને અત્યાચારના પાપ હિટલર કરતાં અનેકગણા વધારે છે, પરંતુ હિટલરે રાષ્ટ્રવાદના નામે હિંસા ફેલાવી (જેને કોઇપણ સંજોગોમાં સમર્થન આપી ન શકાય) એટલે ડાબેરી વિચારોના હિંસાવાદીઓએ હિટલરને વધારે ક્રુર સાબિત કરી દીધો અને પોતાની હિંસાના પાપ તેની પાછળ ઢાંકી દીધા.


દુનિયાના ઇતિહાસ ઉપર થોડી બારીક નજર નાખીએ તો સ્પષ્ટ સમજાય છે કે, સમગ્ર ઇતિહાસમાં સનાતન સંસ્કૃતિ અને હિન્દુઓ ઉપરાંત દુનિયામાં જ્યાં જ્યાં રાષ્ટ્રવાદી વિચારધારાના નેતાઓએ આગળ આવવા પ્રયાસ કર્યો તેમને આ ડાબેરી હિંસક તત્વોએ સૌથી ખરાબ ચીતરીને રાષ્ટ્રવાદીની વિભાવનાને હલકી અને અપમાનિત કરી દીધી.


એ બધા તત્વો હાલ ભારતમાં એક સાથે સક્રિય છે. એ તત્વો જેએનયુ યુનિવર્સિટી જેવી સંસ્થામાં ભરાયેલા છે અને ભારત તેરે ટુકડે હોંગે ના સૂત્રોચ્ચાર કરે છે. એ તત્વો જમ્મુ-કાશ્મીરમાં ભરાયેલા છે અને એ રાજ્યને અલગ કરીને પાકિસ્તાનમાં ભેળવવા માગે છે. એ તત્વો અનેક મીડિયા હાઉસમાં ભરાયેલા છે અને રાષ્ટ્રવાદ સહન થતો ન હોવાથી ટીવીના સ્ક્રીન કાળા કરીને ઇમોશનલ અત્યાચાર કરી દેશની યુવા પેઢીને ગેરમાર્ગે દોરે છે.


આવા તત્વો સામે લડવા માટે જે દિવસથી નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ જેવા બાહોશ લોકો નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે ત્યારથી આ દેશમાં 800-1000 વર્ષથી દબાઈને કચડાઈ ગયેલો હિન્દુ તેની રાષ્ટ્રવાદી ભાવના સાથે જાગ્રત થયો છે. એટલે જ 2019નું પરિણામ નિર્ણાયક સાબિત થવાનું છે. 2019નું પરિણામ ભારતને એક રાષ્ટ્ર તરીકે મજબૂત કરવા નિર્ણાયક સાબિત થવાનું છે. 2019નું પરિણામ હિન્દુત્વના અસ્તિત્વ માટે નિર્ણાયક સાબિત થવાનું છે. 2019નું પરિણામ લઘુમતી ખુશામતખોરોના સફાયા માટે નિર્ણાયક સાબિત થવાનું છે. 2019નું પરિણામ લાલ સલામ દ્વારા ભારતને લોહીલુહાણ કરવા માગતા ડાબેરીઓના સફાયા માટે નિર્ણાયક સાબિત થવાનું છે.(C)અલકેશ પટેલ.

Monday, March 11, 2019

આ તફાવત છે ટીમ-મોદી અને ટીમ-રાહુલ વચ્ચે!


આ તફાવત છે ટીમ-મોદી અને ટીમ-રાહુલ વચ્ચે!

--- પરિવાર, સંસ્થા, રાજકીય પક્ષ કે દેશના વડાની નેતૃત્વ ક્ષમતાને આધારે એ પરિવાર, સંસ્થા, રાજકીય પક્ષ કે દેશનો ખ્યાલ આવે છે અને તેનું ભાવિ નિર્ધારિત થાય છે

-- અલકેશ પટેલ

તમારામાંથી મોટાભાગના લોકો સમાચાર ચૅનલો ઉપર થતી ચર્ચા જોતા હશો. તમારામાંથી મોટાભાગના તટસ્થ નાગરિકોએ એ નોંધ્યું હશે કે રાજકીય વિશ્લેષકના નામે બેસતા મોટાભાગના (લગભગ 95 ટકા) પત્રકારો અથવા ટીવી ચર્ચામાં ભાગ લેનારા લોકો નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપ ઉપરાંત સંઘ વિશે બેફામ બોલતા હોય છે. એ જ ચર્ચાની પૅનલમાં ભાજપ અને સંઘના પ્રવક્તાઓ પણ હોય છે, છતાં તેઓ પોતાની વિરુદ્ધના નિવેદનોથી ઉશ્કેરાઈને બેફામ બોલતા નથી... આ જ ચર્ચાની પૅનલમાં કોંગ્રેસના પ્રવક્તા પણ બેઠા હોય છે, અને ભૂલેચૂકે જો કોઈ રાજકીય વિશ્લેષક (પત્રકાર અથવા અન્ય વ્યક્તિ) કોંગ્રેસની વિરુદ્ધમાં એકાદ વાક્ય પણ બોલે તો કોંગ્રેસી પ્રવક્તાઓ આક્રમક અને બેફામ બની જતા હોય છે. ગુજરાતમાં તો આ થાય જ છે અને રાષ્ટ્રીય સ્તરે પણ આ જ સ્થિતિ છે.
રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં જે રાજકીય ઊથલપાથલ થઈ છે એ સંદર્ભમાં પણ આજે આ મુદ્દે વાત કરવી જરૂરી છે. રાજકારણ અને સત્તા કાયમી નથી હોતાં, એ કામચલાઉ હોય છે. અને છતાં રાજકારણીઓનો તૉર અને પાવર ચિંતાજનક છે. આ આખી વાત એક તરફ નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વ હેઠળના ભાજપની તથા બીજી તરફ રાહુલ ગાંધી અને તેમના નેતૃત્વ હેઠળના કોંગ્રેસ પક્ષની છે.
દેશનો દરેક નાગરિક જાણે છે કે 2002માં ગોધરામાં કેટલાક જેહાદી મુસ્લિમોએ અયોધ્યાથી પરત ફરી રહેલા રામભક્તોને સળગાવી દીધા તેને કારણે પ્રજામાં જે આક્રોશ ફેલાયો હતો તેનો દોષનો ટોપલો સેક્યુલર ટોળકીએ અને મીડિયામાં બેઠેલા તેમના એજન્ટોએ નરેન્દ્ર મોદી ઉપર ઢોળી દીધો હતો. એ દિવસથી શરૂ કરીને હજુ આજે સુધી એટલે કે 2019ના માર્ચ સુધી નરેન્દ્ર મોદી ઉપર અને તેમના નામે ભાજપ ઉપર અને તેની સાથે સંઘ ઉપર પથરા ફેંકવાનું અને કાદવ ઉછાળવાનું ચાલુ છે. આમ છતાં, નાગરિકો જાણે છે કે, નરેન્દ્ર મોદી કે ભાજપ કે સંઘે કોઇની સામે બેફામ કે હિંસક વર્તન કર્યું નથી.
આથી વિરુદ્ધ શાંતિ અને પ્રેમની વાતો કરનાર રાહુલ ગાંધી પોતે અને તેમની ટીમના સભ્યો દેશના વડાપ્રધાનના હોદ્દાનું પણ માન જાળવી શકતા નથી, જાળવતા નથી. 2002થી 2019 સુધી આ પ્રથા ચાલુ રહી છે. પણ હવે કોંગ્રેસના પ્રવક્તાઓ સાચા અર્થમાં તટસ્થ રાજકીય વિશ્લેષકોને પણ નિશાન બનાવી રહ્યા છે. સ્વાભાવિક છે કે અહીં કોંગ્રેસના તમામ નેતાઓ અને તમામ પ્રવક્તાની વાત નથી. પણ કેટલાક એવા છે જેમની સહનશક્તિ ખૂટી ગઈ છે અને બેફામ બની રહ્યા છે.
સવાલ એ છે કે, આવું થવાનું કારણ શું?
આવું થવાનું કોઈ એક કારણ નથી, પણ ઘણાં કારણ છે. સૌથી પહેલાં તો ભાજપની સામે દરેક મોરચે કોંગ્રેસને જે રીતે પછડાટ મળે છે તે તેમનાથી સહન થતી નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળનો ભાજપ દેશમાં તો હાલ દરેક મોરચે પ્રભુત્વ જમાવી રહ્યો છે, પરંતુ વિદેશનીતિમાં પણ તેને સફળતા મળી રહી છે. બીજું, નોટબંધી, જીએસટી જેવા પગલાં ઊંધા પડી જશે અને મોદી સરકારની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થશે તેવી ઇચ્છા અને તેવો પ્રચાર સફળ થયો નથી. ત્રીજું, કોંગ્રેસ કે અન્ય વિપક્ષો ભ્રષ્ટાચારના મુદ્દે મોદી સરકાર સામે કશું જ નક્કર પુરવાર કરી શક્યા નથી. ચોથું, ગાંધી-વાડરા પરિવારના ચાર સભ્યો – રાહુલ અને સોનિયા ગાંધી તથા રૉબર્ટ વાડરા અને તેમનાં માતા સામે ભ્રષ્ટાચાર મુદ્દે અદાલતી કેસ ચાલે છે. ઉપરાંત ચિદમ્બરમ્ પરિવાર સામે પણ કેસ ચાલે છે. પાંચમું, પાકિસ્તાનના આતંક સામે પગલાં લેવામાં મોદી સરકારે ભારે હિંમત દર્શાવી છે.
આ અને આવા બીજા અનેક કારણસર કોંગ્રેસમાં ભારે ધુંધવાટ છે. આટલું ઓછું હોય તેમ, ઉત્તરપ્રદેશમાં સપા-બસપા, પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી વગેરે કોંગ્રેસ સાથે ચૂંટણી જોડાણ કરવા તૈયાર નથી. શિવસેના ભાજપ સાથે ચૂંટણી જોડાણ નહીં કરે તેવી કોંગ્રેસ સહિત વિપક્ષોને આશા હતી એ પણ ધૂળમાં મળી ગઈ છે. તેથી કોંગ્રેસ દેખીતી રીતે હતાશ છે. આ હતાશામાં રાહુલ ગાંધી પોતે ચોકીદાર ચોર હૈ એવું દરેક સભામાં બોલ્યા કરે છે, અને તેમની આ ભાષાની અસર કોંગ્રેસના અમુક નેતાઓ અને પ્રવક્તાઓમાં આવી છે. આથી સ્થિતિ એ આવી છે કે લોકશાહી બચાવવા માટે કોંગ્રેસ ક્યાં ભૂલ કરે છે એવું તટસ્થ અવલોકન કરનાર પત્રકારો તેમજ અન્ય બુદ્ધિજીવીઓને પણ કોંગ્રેસ અને તેમના પીઠ્ઠુ મીડિયાવાળા બેફામ બોલવા લાગ્યા છે. મેં આ સ્થળે વારંવાર કહ્યું છે કે, લોકશાહીમાં મજબૂત વિરોધપક્ષ હોવો જરૂરી છે, પરંતુ આપણા કમનસીબે રાષ્ટ્રીય સ્તરનો એક જ વિરોધપક્ષ છે – કોંગ્રેસ, પરંતુ તેની પાસે યોગ્ય અને મૅચ્યોર નેતૃત્વ નથી.