Tuesday, May 21, 2019

રાહુલજીનો મતદારોને જાહેર પત્ર



રાહુલજીનો મતદારોને જાહેર પત્ર

--- અલકેશ પટેલ

દરમિયાન તાજા-તાજા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. એક્ઝિટ પોલ જોયા બાદ આદરણીય શ્રી રાહુલજીએ દેશના મતદારોના નામે એક જાહેર પત્ર (Open letter) લખ્યો છે જેની નકલ(કૉપી) અમારા ઝંઝાવાતી પત્રકાર અલકેશ પટેલના હાથમાં આવી છે, તે અહીં જાહેર જનતાના લાભાર્થે પ્રકાશિત કરવામાં આવે છે. જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે આ અંગે માનવતાનું હિત ધ્યાનમાં રાખવું અને વધારે પડતી મજાક ન કરવી...તો પ્રસ્તુત છે દેશના મતદારોના નામે એ જાહેર પત્ર જે સિક્રેટ છે.

પ્રિય મતદારો,
હું તમારાથી નારાજ છું. તમારે મને મત જ નહોતા આપવા તો મારી સભાઓમાં ભીડ કેમ કરતા હતા, હેં ???
મારી જ્યાં જ્યાં સભા થતી હતી ત્યાં તમે બધા ખૂબ મોટી સંખ્યામાં આવતા હતા. મારી સભામાં તમારી જંગી સંખ્યાને કારણે મારા પક્ષના નેતા-કાર્યકરો તો રાજીના રેડ થઈ જતા હતા, પરંતુ તેનાથી વધારે આનંદ-ઉત્સાહનો માહોલ અમુક ચોક્કસ મીડિયા-અખબાર-વેબસાઇટમાં છવાઈ જતો હતો. આ ચોક્કસ મીડિયામાં મારી વિશાળ-જંગી સભાના મોટા-મોટા ફોટા છપાતા હતા અને ટીવી ચૅનલો ઉપર મારા પત્રકારો ઊછળી ઊછળીને ભક્તોનો ઉધડો લઈ લેતા.
અમુક અખબારો તો આઠ કૉલમમાં ફોટા અને 16 કૉલમના હેડિંગ પણ બનાવતા હતા, એ બધાના દિલ ઉપર આઘાતના કેવા વાદળા વરસ્યા હશે એની તમને કશી ખબર પડે છે?
હે મતદારો! એક્ઝિટ પોલ પછી બધા મારા પત્રકારો ઉપરાંત મારા પક્ષના ઘણા નેતા-કાર્યકરો કેટલા દુઃખી છે એનો તમને અંદાજ છે ખરો?
મતદારો, હું તમને પૂછવા માગું છું કે મને મત નહોતા જ આપવા...તો પછી શા માટે મારી સભામાં આવતા હતા? શું તમને ખબર છે કે મારી સભામાં તમારા બધાની જંગી ભીડ જોઇને જ ગઠબંધનના અન્ય પક્ષો ડરી ગયા હતા અને મારા પક્ષ સાથે જોડાણ કરવા નહોતા માગતા? અને એ ભીડ જોઇને જ અહંકાર, (ઓહ સોરી), ગર્વને કારણે જ મેં દિલ્હીની એક ટચુકડી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ધરાર ઇનકાર કરી દીધો હતો. તો પણ તમે અમને મત ના આપ્યા... કેમ?... હું પૂછું છું કેમ?
તમને ખુશ કરવા મેં કેટકેટલા વેહ કાઢ્યા- મંદિરોમાં ગયો, દરગાહોમાં ગયો, તોય તમે મને મત ન આપ્યા..!
હે મતદારો, તમે મારી સાથે આવું કર્યું છે તેનો હું જરૂર બદલો લઇશ.
જો જો હવે...જ્યારે પણ ચૂંટણી આવશે અને મારી સભાનું આયોજન થશે ત્યારે તમે બધા દર વખતની જેમ જંગી સંખ્યામાં ઉપસ્થિત થશો...પણ છેલ્લી ઘડીએ એ સભાઓમાં હું ભાષણ કરવા જ નહીં આવું... હા હા હા હા... ડિંગો ડિંગો. #alkeshpatel
(બસ હવે વધારે નથી લખી શકતો કેમ કે "માલા લાજકીય ગુલુ" ગેમ ચિત્રોડાએ મને આટલા જ મુદ્દા લખી આપ્યા હતા)

Monday, May 6, 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત સાબિત કરી દીધું કે...




વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ
એક વખત સાબિત કરી દીધું કે...
--- ... કે હે રાહુલબાબા, રાજકારણ અને રાજ-નીતિ વચ્ચે ઘણો મોટો તફાવત છે. કોંગ્રેસ અને કોંગ્રેસી કૂળના અન્ય રાજકીય પક્ષો ઉપરાંત વરિષ્ઠ પત્રકારો જે રીતે સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીના બચાવમાં ઉતરી પડ્યા છે એ જ સાબિત કરે છે કે મોદીએ છોડેલું તીર યોગ્ય નિશાને જ વાગ્યું છે

-- અલકેશ પટેલ
ફરી એક વખત વિપક્ષી છાવણીમાં ખળભળાટ મચી ગયો છે. ફરી એક વખત મોદી વિરોધી બ્રિગેડ બીજા બધા કામ છોડીને રાજીવ ગાંધીને બચાવવા દોડાદોડ કરી રહી છે. ફરી એક વખત કોંગ્રેસના લાભાન્વિતો લાલચોળ થઈ ગયા છે. ફરી એક વખત નરેન્દ્ર મોદીનું નિશાન બરાબર ધાર્યા પૉઇન્ટ ઉપર જ વાગ્યું છે – એક સાથે અનેક ઘાયલ થઈ ગયા છે. http://mediaanalysis.in/pm-modi-attacks-rajiv-gandhi-on-corruption/
ગઈકાલે એટલે કે 4-મે ને શનિવારે જે લોકોએ ઇન્ડિયા ટીવી ચૅનલ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ્યાનથી સાંભળ્યા હશે તેમને મોદીનું એ નિવેદન યાદ હશે જેમાં તેમણે કહ્યું હતું કે, વિપક્ષી નેતાઓ, ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ મારા વિશે એટલે કે મોદી વિશે બરાબર અભ્યાસ નથી કરતા. તેમનો કહેવાનો આશય એ હતો કે, જો વિપક્ષી નેતાઓ મોદી વિશે અભ્યાસ કરે તો તેમને ખ્યાલ આવે કે મોદી કેવા પગલાં લઈ શકે છે.
ખેર, તો વાત એમ છે કે વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભામાં ભ્રષ્ટાચારની વાત કરતાં કરતાં એકાએક રાહુલ ગાંધીના પિતા સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ લઇને તેમને ભ્રષ્ટાચારી નંબર-1 ગણાવી દીધા.
વડાપ્રધાનની આવી ગૂગલી પાછળ ચોક્કસ ગણતરી હોય, ચોક્કસ લક્ષ્યાંક હોય એ વાત સાવ જૂજ લોકો સમજી શકતા હોય છે.
વડાપ્રધાન મોદીએ ધાર્યા મુજબ જ કોંગ્રેસ અને તેના ટેકેદારો-સમર્થકો એકાએક ઊકળી ઊઠ્યા છે. મોદી વિશે તમામ પ્રકારના નિવેદનો કરવા લાગ્યા. સૌથી પહેલા તો રાજીવ-પુત્ર રાહુલે ગર્ભિત ધમકી જેવી ભાષામાં ટ્વિટ કર્યું કે, નરેન્દ્ર મોદી તમારો સમય પૂરો થઈ ગયો છે. તમારા કર્મોની તમને સજા મળશે.
તો સલમાન ખુરશીદે કહ્યું, તેમને દેશના આવા વડાપ્રધાનની શરમ આવે છે. સામ પિત્રોડાએ કહ્યું, વડાપ્રધાનપદે બેઠેલી વ્યક્તિ આવું બોલે એ શોભાસ્પદ નથી. બીજા કેટલાક કોંગ્રેસી નેતાઓએ રાજીવની શહીદીને યાદ કરાવીને મામલો ઇમોશનલ બનાવવાનો પ્રયાસ કર્યો. મમતા બેનરજી પણ કૂદી પડ્યાં રાજીવના બચાવમાં.
ગાંધી પરિવારના દરબારી પત્રકાર શેખર ગુપ્તાએ પણ તાબડતોબ રાજીવ ગાંધીના બચાવમાં લેખ લખીને તેમને રાષ્ટ્રભક્ત ગણાવી દીધા.
વાચકમિત્રો, હકીકત એ છે કે, વડાપ્રધાન મોદી ઇચ્છતા જ હતા કે, એવા તમામ લોકો સપાટી ઉપર આવે (1) જેઓ રાજીવ ગાંધીના સમયમાં થયેલા ભ્રષ્ટાચારનું સમર્થન કરતા હોય, (2) જેઓ રાજીવ ગાંધીના સમયમાં થયેલા સિખ નરસંહાર સામે આંખ મિચામણાં કરતા હોય, (3) જેઓ રાજીવ ગાંધીના સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે કરેલી ભૂલો સામે આંખ આડા કાન કરતા હોય.
અને આવા બધા એક વખત સપાટી ઉપર આવે એટલે દેશમાં લાખોની સંખ્યામાં રાષ્ટ્રવાદીઓ છે જે રાજીવના કાળાં કરતૂતોની ફાઇલો ખોલવા લાગશે અને નહેરુ-ગાંધી પરિવાર ફરતે જે પીળી દીવાલ ચણવામાં આવી છે તે સોનું નહીં પરંતુ પિત્તળ છે એ સૌને ખબર પડે. બે દિવસ પહેલાં જ આવા એક રાષ્ટ્રવાદીએ રાજીવ ગાંધી દ્વારા વડાપ્રધાનપદનો દૂરુપયોગ કરીને નૌકાદળના ખર્ચે અને જોખમે જે રજાઓ ગાળી હતી તેનો અહેવાલ શોધી કાઢ્યો છે... https://www.indiatoday.in/magazine/indiascope/story/19880131-idyllic-vacation-for-the-gandhis-in-the-lakshadweep-archipelago-769007-2013-11-21                                     
( https://www.indiatoday.in/magazine/indiascope/story/19880131-idyllic-vacation-for-the-gandhis-in-the-lakshadweep-archipelago-769007-2013-11-21 ) ઇન્ડિયા ટુડેમાં આ અહેવાલ 2013ની 21 નવેમ્બરે પ્રકાશિત થયો હતો. આ અહેવાલ અનુસાર 1987માં રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત તેમના કેટલાક સગા-સંબંધી તેમજ બે અજાણ્યા વિદેશી નાગરિકોએ લક્ષ્યદ્વિપમાં એક નિર્જન ટાપુ ઉપર રજાઓ માણવા સંપૂર્ણપણે નૌકાદળનો દૂરુપયોગ કર્યો હતો.
ખેર, તો શ્રીલંકા અને એલટીટીઈની સમસ્યામાં ભારતીય લશ્કરને મોકલીને હજારો ભારતીય સૈનિકોની શહીદીનું કારણ બનેલા રાજીવ ગાંધીનું એ નિષ્ફળ પગલું તેમની હત્યાનું કારણ બન્યું હતું છતાં કોંગ્રેસ અને તેમના દરબારીઓ આજ સુધી તેને શહીદી ગણાવીને દેશ ઉપર ઇમોશનલ અત્યાચાર કરી રહ્યા છે.
માતા ઈન્દિરા ગાંધીની હત્યાના આગલા દિવસ સુધી જે વ્યક્તિ પાઇલટ તરીકે ફરજ બજાવતા હતા તેમને રાતોરાત વડાપ્રધાનપદે બેસાડી દેનારા તે સમયના ભ્રષ્ટ કોંગ્રેસી નેતાઓના વંશજોને આજે અરીસો બતાવવામાં આવે તો એમાં ખોટું શું છે?
2002થી શરૂ કરીને આજ સુધી એટલે કે પૂરા 17 વર્ષથી કોંગ્રેસ અને તેના દરબારીઓ નરેન્દ્ર મોદી ઉપર વ્યક્તિગત હુમલા કરી રહ્યા છે, મોદી માટે તમામ પ્રકારના અપશબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે...ત્યારે કોઈને કશો વાંધો નહોતો આવતો, પણ આજે એ જ મોદી નહેરુ-ગાંધી પરિવારના કોઈ સભ્યનું નામ લઈ લે તો જાણે આકાશ તૂટી પડે છે અને જમીન ફાટી પડે છે!!!
એકદમ સ્પષ્ટ છે કે, પોતાના ઉપર થઈ રહેલા અંગત હુમલા અને ગઠબંધન, મહાગઠબંધન તેમજ દરબારી પત્રકારો દ્વારા મોદીને હટાવવાના એકમાત્ર એજન્ડા સામે મોદીએ બાંયો ચઢાવી દીધેલી છે અને રાજીવનું નામ ઊછાળીને તેમનો સ્પષ્ટ ઇરાદો બોફર્સ કટકીકાંડ, સિખ હત્યાકાંડ, શ્રીલંકામાં પીસ કિપિંગ ફોર્સ મોકલવાના નામે થયેલી ભારતીય સૈનિકોની શહીદી – એવી અનેક બાબતો સપાટી ઉપર લાવીને કોંગ્રેસને પીછેહઠ કરાવવાનો છે. આ મુદ્દા ઉપસ્થિત થશે એટલે સ્વાભાવિક છે કે હાલ કોંગ્રેસની તરફેણમાં બોલી રહેલા થોડાઘણા પ્રાદેશિક પક્ષો પણ છેવટે કોંગ્રેસથી દૂર થઈ જશે. મોદી હટાવવાના રાજકારણની સામે આ મોદીની રાજ-નીતિ છે...એ સૌએ સમજવું પડશે. તમે જો મોદીને હટાવવાના શપથ લીધા છે...તો મોદીને પોતાનો બચાવ કરવાનો અધિકાર નથી? બાત નીકલી હી હૈ તો બહુત દૂર તક જાએગી. મોદી એજન્ડા સેટ કરે છે અને વિપક્ષો એમાં ફસાય છે. http://mediaanalysis.in/pm-modi-attacks-rajiv-gandhi-on-corruption/

Thursday, May 2, 2019

ડી જી વણઝારા, સાધ્વી પ્રજ્ઞા અને અર્બન નક્સલવાદીઓનો કુતર્ક




ડી જી વણઝારા, સાધ્વી પ્રજ્ઞા અને
અર્બન નક્સલવાદીઓનો કુતર્ક

--- આતંકી ઇશરત જહાં કેસમાં ડી જી વણઝારા તથા એન કે અમીન સામેના આરોપ અદાલતે આજે પડતા મૂક્યા – પણ અર્બન નક્સલી ગેંગને પીડા થઈ રહી છે. અગાઉ સાધ્વી પ્રજ્ઞા ભોપાલથી ચૂંટણી લડશે એવી જાહેરાત થઈ ત્યારે પણ આ જ અર્બન નક્સલી ગેંગના આંસુ સુકાતા નહોતા...એનું કારણ શું?

-- અલકેશ પટેલ
મંગળવારે રાત્રે અને બુધવારે બપોરે જંગલી નક્સલવાદીઓએ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં હિંસા આચરી ત્યારે તેમના શહેરી મિત્રો અર્થાત અર્બન નક્સલીઓ એરકંડિશન રૂમોમાં આરામ ફરમાવતા હતા. જંગલી નક્સલીઓએ બુધવારે રાત્રે 50 વાહનો સળગાવી દીધા તેનાથી જે નુકસાન થયું તેની આ અર્બન નક્સલીઓને કોઈ ચિંતા નહોતી. બીજા દિવસે બપોરે 15 થી 16 જવાનો આ જંગલી નક્સલીઓને કારણે શહીદ થઈ ગયા, પરંતુ અર્બન નક્સલીઓના પેટનું પાણી હાલ્યું નહોતું.
પણ... એ જ બધા અર્બન નક્સલીઓ આજે એટલે કે બીજી મે ને ગુરુવારે એકાએક સક્રિય થઈ ગયા છે.
કારણ?
કારણ એ જ કે આતંકી ઇશરત જહાંના એન્કાઉન્ટર કેસમાં એક દાયકા કરતાં વધુ સમયથી અદાલતી પ્રક્રિયાઓનો સામનો કરી રહેલા ડી જી વણઝારા તથા એન કે અમીન સામેના કથિત રીતે નકલી એન્કાઉન્ટર ના આરોપ વિશેષ અદાલતે પડતા મૂક્યા છે.
મારે આ કેસની વિગતોની ચર્ચા જરાય કરવી નથી. મારે તો અર્બન નક્સલીઓની માનસિકતા અને દેશ માટે જોખમી એવા તેમના તર્કની ચર્ચા કરવી છે. અર્બન નક્સલીઓ એટલે એ લોકો જે આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં કાંતો શિક્ષક તરીકે અથવા પ્રાધ્યાપક-પ્રોફેસર તરીકે અથવા આચાર્ય તરીકે બેસી ગયેલા છે. અર્બન નક્સલીઓ એટલે એવા લોકો જે ન્યાયસંકુલોમાં વકીલો તરીકે હરતા-ફરતા હોય છે. અર્બન નક્સલીઓ એટલે એવા લોકો જે સાહિત્યના ક્ષેત્રમાં પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. આ અર્બન નક્સલીઓ મીડિયામાં પણ ઘૂસેલા છે. કેટલાક અર્બન નક્સલીઓ દેશ અને પ્રજાને ગેરમાર્ગે દોરવા એનજીઓ ખોલીને બેસી ગયેલા છે.
આવા તમામ તત્વો આજે અને આગામી થોડા દિવસ સુધી દરેક મંચ ઉપર, દરેક સોશિયલ મીડિયા ઉપર, દરેક ટીવી ચૅનલ ઉપર, દરેક અખબારોમાં અને સામયિકોમાં વણઝારા તથા અમીન વિશે ઝેર ઓકશે અને આતંકી ઇશરતને નિર્દોષ સાબિત કરવા તમામ પ્રકારના અસત્ય, જૂઠનો સહારો લેશે. આ અર્બન નક્સલીઓ એટલા બધા મીઠા શબ્દોની માયાજાળ રચીને, એટલા બધા ઇમોશનલ થઈને રજૂઆતો કરશે કે કૉન્વેન્ટમાં અંગ્રેજી શિક્ષણ લીધેલા છોકરા-છોકરીઓ અને ભોળા યુવાન-યુવતીઓ તેમની વાતોમાં સપડાઈ જશે.
આ તમામ ભોળા લોકોને પૂછવા માગું છું કે, શું પોલીસ દરેક કેસમાં ખોટી હોય છે કે પછી માત્ર લઘુમતીઓના કેસમાં જ ખોટી હોય છે? શું અદાલત અને અદાલતી પ્રક્રિયા માત્ર શાસક પક્ષના કહ્યા પ્રમાણે દોરવાતી હોય છે? જો આ સવાલનો જવાબ તમને હા લાગતો હોય તો પછી ભાજપનું શાસન નહોતું ત્યારે જે ચુકાદા આવતા હતા તેમાં એવું તારણ કાઢી શકાય ખરું કે તે વખતના કોંગ્રેસ અથવા અન્ય પક્ષોના કહ્યા પ્રમાણે ચુકાદા આવતા હતા?
 
વિચારવાનો સવાલ એ છે કે, એક જ પ્રકારના કેસોમાં – એક જ પ્રકારની અદાલતી પ્રક્રિયા દ્વારા કોઈ હિન્દુ નિર્દોષ છૂટે તો તેમાં સરકાર જવાબદાર કેવી રીતે હોઈ શકે? અને જો કોઈ લઘુમતી નિર્દોષ છૂટે તો તેમાં ન્યાયનો વિજય કેવી રીતે ગણી શકાય? શું બંને કેસમાં ન્યાયનો વિજય નથી? અહીં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના કેસની પણ વાત કરી લઇએ. જે દિવસે સાધ્વીને જામીન મળ્યા તથા એનઆઈએ દ્વારા તેમની સામેના આરોપ પડતા મૂકવામાં આવ્યા ત્યારે પણ આ અર્બન નક્સલી ગેંગનો જાણે ગરાસ લૂંટાઈ ગયો હોય એમ કાગારોળ મચાવી મૂકી હતી. ત્યારબાદ આ જ સાધ્વી પ્રજ્ઞાએ ભોપાલથી ઉમેદવારી નોંધાવી ત્યારે તો અર્બન નક્સલીઓએ જાણે આખી પૃથ્વી રસાતાળ ગઈ હોય એવો હોબાળો મચાવ્યો હતો.
થોડાં વર્ષ પહેલાં અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલા કેસમાં કેટલાક મુસ્લિમો નિર્દોષ છૂટ્યા ત્યારે આ અર્બન નક્સલી ગેંગે તો કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો...! બલ્કે ત્યારે તો આ તત્વોના ઘરે આનંદ-આનંદ છવાઈ ગયો હતો..! તો પછી સાધ્વી પ્રજ્ઞા અથવા વણઝારા-અમીનનો છૂટકારો થાય તો અર્બન નક્સલી ગેંગને પેટમાં કેમ દુઃખે છે?
સમગ્ર વાતનું તાત્પર્ય એ છે કે, દેશની યુવા પેઢીએ તેમજ અન્ય નાગરિકોએ શહેરોમાં આપણી આસપાસ વસતા અર્બન નક્સલીઓના ઇરાદાથી સાવધાન રહેવાનું છે. આ તત્વો હંમેશાં ઘાતક રીતે બેવડાં ધોરણો ધરાવે છે. તેમના મતે દરેક લઘુમતી ગુનેગાર અથવા શકમંદ નિર્દોષ જ હોય છે જ્યારે તેથી વિરુદ્ધ દરેક બહુમતી (હિન્દુ) શકમંદ ગુનેગાર જ હોય છે..! આ અત્યંત ઘાતક માનસિકતા છે અને હકીકતે તેને કારણે જ દેશ તેમજ દુનિયામાં જમણેરી વિચારધારા વધારે આક્રમક બનતી હોય છે. આ અર્બન નક્સલી તત્વોને રાષ્ટ્રવાદ પ્રત્યે ધિક્કાર હોય છે, અને તેને કારણે જ દેશ અને દુનિયામાં રાષ્ટ્રવાદી વિચારધારા વધારે આક્રમક બનતી હોય છે. આ અર્બન નક્સલવાદી તત્વો હંમેશાં લઘુમતીઓની ખોટી આળપંપાળ કરતા આવ્યા છે અને તેને કારણે જ દેશ અને દુનિયાના બહુમતી સમાજમાં અન્યાયની લાગણી પેદા થાય છે.
જો કોઈ મુસ્લિમ નિર્દોષ છૂટે તેને ન્યાયનો વિજય ગણવામાં આવતો હોય તો, કોઈ હિન્દુ નિર્દોષ છૂટે તેમાં ન્યાયનો જ વિજય ગણાવો જોઇએ. શકમંદ અથવા ગુનેગારો-આરોપીઓની બાબતમાં તેનું મૂલ્યાંકન કરવાનાં કાટલાં અલગ અલગ ન હોઈ શકે, એટલે જ ચતુર કરો વિચાર.
http://mediaanalysis.in/vanzara-amin-sadhvi-pragya-and-logic-of-urban-naxals/