Monday, March 28, 2022

બંગાળ, દિલ્હી અને ભાજપ - ત્રણ ઘટનાના સૂચિતાર્થ શું છે?

 


દેશમાં હાલ એકમાત્ર રાજકીય પક્ષ એવો છે જ્યાં વ્યક્તિગત પરફોર્મન્સ અને નેતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવે છે. બાકીના પક્ષોમાં કાંતો પરિવારવાદ છે અથવા આપખૂદશાહી

 

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

ગત અઠવાડિયામાં આપણે ત્રણ ઘટના જોઈ. એક, પશ્ચિમ બંગાળમાં બાળકો અને મહિલાઓને જીવતી સળગાવી દેવામાં આવી. બે, ફેકરીવાલે વિધાનસભામાં કાશ્મીર ફાઇલ્સ વિશે નીચ માણસોને પણ શરમાવે એવું નિવેદન કર્યું અને ત્રણ, ભાજપ શાસિત ચારેય રાજ્યોમાં ચૂંટણી પહેલાં જે મુખ્યપ્રધાન હતા તેમને યથાવત્ રાખવામાં આવ્યા.

પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસના બે મુસ્લિમ જૂથો વચ્ચે ગત થોડા દિવસોમાં હિંસક અથડામણ થઈ. એક મુસ્લિમ જૂથે બીજા મુસ્લિમ જૂથના અગ્રણીની હત્યા કરી દીધી એટલે એ જૂથના ટોળાએ હત્યા કરનારા મુસ્લિમ જૂથના ગામે પહોંચી જઇને તમામ ઘર બહારથી બંધ કરી દઇને આગ ચાંપી દીધી. સત્તાવાર આંકડા પ્રમાણે બે મુસ્લિમ બાળકો તથા છ મુસ્લિમ બહેનો સહિત આઠ નિર્દોષ જીવ જીવતા ભુંજાઈ ગયાં. જોકે ગામના અન્ય લોકોનો દાવો છે કે, મૃતકોની સંખ્યા 10થી 12 હોઈ શકે. પણ આવા જઘન્ય હત્યાકાંડ છતાં દેશના સેક્યુલર મીડિયા, કહેવાતા સેક્યુલર અગ્રણીઓ તેમજ અર્બન નક્સલીઓ ચૂપ છે. આ તમામના મોંમાં મગ ભરાઈ ગયા છે, કેમ કે ઘટના કથિત સેક્યુલર અને હિન્દુ-વિરોધી એવા મમતા બેનરજીના રાજ્યમાં બની છે.

તો બીજી તરફ, માઓવાદી – મિશનરી અને જેહાદી તત્વોના ડીએનએમાંથી તૈયાર થયેલા વર્ણસંકર ફેકરીવાલે ગુરુવારે વિધાનસભાની અંદર ધ કાશ્મીર ફાઇલ્સ વિશે જે નિવેદન કર્યું તેનાથી તો એના જન્મદાતા એવા માઓવાદી-મિશનરી-જેહાદી તત્વો પણ કદાચ શરમાઈ ગયા હશે. તમામ અનિષ્ટ તત્વોનું મિશ્રણ કરીને જે વ્યક્તિ તૈયાર કરવામાં આવે એ પણ આ હદે રાષ્ટ્રદ્રોહી અને હિન્દુ વિરોધી વલણ અખત્યાર કરવાની નીચતા ન દાખવી શકે જેટલી નીચતા ફેકરીવાલે દાખવી છે. પ્રામાણિક પ્રજાના ટેક્ષના પૈસે પોતાની જાહેરાતો કરનાર અને બાકીના પૈસામાંથી મફતિયા વહેંચણી દ્વારા પ્રજાને માયકાંગલી બનાવી દેવાનું કાવતરું કરનાર ફેકરીવાલ વાસ્તવમાં માનવજાતનું કલંક છે. અને એ વાતનો પરિચય એણે હિન્દુઓની પીડા વ્યક્ત કરતી ફિલ્મ વિશે વિધાનસભાની અંદર બિભત્સ ટિપ્પણી કરીને આપી દીધો છે.

યાદ રહે, આ એ જ ફેકરીવાલ છે જેણે અયોધ્યામાં રામમંદિરની વિરુદ્ધમાં નિવેદનો કર્યા હતા એટલું જ નહીં પરંતુ એના એનાર્કિસ્ટ જૂથના એક સાંસદે રામમંદિર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ પણ દાખલ કરી હતી. આ એ જ ફેકરીવાલ છે જેના નાકની નીચે દિલ્હીમાં તોફાન થયા હતા અને એ તોફાનના મોટાભાગના આરોપી એના એનાર્કિસ્ટ જૂથના છે. યાદ રહે, આ એ જ ફેકરીવાલ છે જેણે દિલ્હીની સિંઘુ સરહદે રસ્તા રોકીને બેસી ગયેલા ખાલિસ્તાન-પ્રેરિત અરાજકતાવાદીઓને એક વર્ષ સુધી વીજળી અને પાણી પૂરા પાડ્યા હતા. અને હા, સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા એણે જ માગ્યા હતા ને!

માઓવાદી-મિશનરી અને જેહાદી ડીએનએમાંથી બનેલા વર્ણસંકર પાપીયા દેશનું વધુ એક વિભાજન કરાવી નાખે એ હદે જોખમી છે, માટે સાવધાન ગુજરાતીઓ..!

ખેર, બંગાળ અને દિલ્હીનાં બે અનિષ્ટ તત્વોની વધારે પડતી નકારાત્મક વાતો થઈ ગઈ, હવે થોડી હકારાત્મક વાત કરી લઇએ. ભારતીય જનતા પાર્ટીએ તાજેતરની ચૂંટણીમાં જીતેલા ચારેય રાજ્યમાં મુખ્યપ્રધાનોને યથાવત્ રાખ્યા છે – એનું કારણ શું? એનું કારણ એ જ કે, દેશનો આ એકમાત્ર એવો રાજકીય પક્ષ છે જે નેતાઓ તેમજ કાર્યકરોના વ્યક્તિગત પરફોર્મન્સને મહત્ત્વ આપે છે. તે ઉપરાંત એ નેતાઓ – કાર્યકરોમાં નેતૃત્વની ક્ષમતા કેવી છે, તેઓ પોતાની સાથેના તમામને સંગઠિત રાખીને આગળ વધી શકવાની ક્ષમતા ધરાવે છે કે કેમ, આવા નેતાઓ – કાર્યકરોની છબી સ્વચ્છ છે કે નહીં – વગેરે બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.

યોગી આદિત્યનાથ, પુષ્કરસિંહ ધામી, પ્રમોદ સાવંત તથા એન. બિરેનસિંહઆ ચારેય મુખ્યપ્રધાનોએ રાષ્ટ્રવાદને સર્વોચ્ચ સ્થાને રાખીને, કોઇપણ જાતિ-ધર્મ-સંપ્રદાય વચ્ચે ભેદભાવ રાખ્યા વિના કામગીરી કરી બતાવી છે. કેન્દ્રીય નેતૃત્વની મહેનતની સાથે સાથે આ ચારેય નેતાઓની પ્રામાણિક કામગીરીએ જ તેમને મુખ્યપ્રધાનપદનો તાજ ફરી પહેરાવવામાં આવ્યો છે. રાજકીય પક્ષમાં જૂથવાદ ન જ હોય એવું શક્ય નથી. તમામ રાજકીય પક્ષોમાં જૂથવાદ તો હોય જ, ભાજપ પણ એમાંથી બાકાત ન હોય, છતાં ભાજપ વિશે દેશવાસીઓને એટલી ખાતરી છે કે, નાની-મોટી નારાજગી છતાં મૂળ-ભાજપના કોઈ નેતા પક્ષને તોડીને દેશ નબળો પડે એવું કોઈ પગલું નહીં લે. હા, બીજા પક્ષમાંથી વરસાદી દેડકાની જેમ માત્ર લાભ ખાટવા ભાજપમાં આવ્યા હોય અને ઈચ્છિત ન મળે તો નાસભાગ કરે એ વાત અલગ!

છેલ્લા એક અઠવાડિયાના ઘટનાક્રમ દ્વારા ત્રણ અલગ અલગ પક્ષના પ્રજા અને દેશ પ્રત્યેના વલણનો સંકેત મળે છે, છેવટે હુકમનું પત્તું ઈવીએમ-ના બટન સ્વરૂપે પ્રજાના હાથમાં હોય છે,  વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Monday, March 14, 2022

ધ કાશ્મીર ફાઇલ્સઃ માત્ર ફિલ્મ નથી, એક આંદોલન છે


 

 શા માટે એક સાથે લાખો ભારતીયો હચમચી ઊઠ્યા છે...કાશ્મીર જીનોસાઇડમાં રાજકારણીઓ, મીડિયા અને અર્બન નક્સલીઓ તમામના હાથ લોહીથી ખરડાયેલા છે

 n  અલકેશ પટેલ

 ...લોલાર ખીણમાં કૂપવાડા જિલ્લાના કુમહિયાલ ગામમાં આતંકવાદીઓ પ્રેરિત નવો નારો ગાજ્યો - હમ દૂસરી ફરિદા નહીં હોને દેંગે, હમ ફૌજ કો લોલાર સે ભગાયેંગે.

અઢાર – ઓગણીસ વર્ષની અત્યંત ખૂબસૂરત યુવતી ફરિદા પર ફૌજીઓએ વારંવાર બળાત્કાર કર્યો હોવાની કથા ત્યારે પ્રચલિત કરાઈ હતી. અબળા પરના અત્યાચારીની આ વાત માનવઅધિકારના રખેવાળો સુધી પહોંચી હતી. આતંકવાદીઓ – અલગતાવાદીઓ ફરિદા પ્રકરણનો સલામતી દળોના વિરોધમાં યથેચ્છ ઉપયોગ કરી રહ્યા હતા, પરંતુ શ્રીનગરના તબીબો તથા શ્રીનગરની લાલદેહ હૉસ્પિટલની નર્સોએ ફરિદાના ફસાનાનો પર્દાફાશ અનાયાસ કરી નાખ્યો હતો.

સત્તર વર્ષની વયે ફરિદાએ અબ્બાનો આશરો ગુમાવ્યો, એની અમ્મી બીજા નિકાહ કરીને કુમહિયાલ ગામ છોડીને જતી રહી. આવી પડેલી અનાથ અવસ્થાના આઘાતમાં ફરિદાએ પોતાની માનસિક સ્વસ્થતા ગૂમાવી દીધી. એવી સ્થિતિમાં બે આતંકવાદીઓના હાથે ફરિદા ચઢી ગઈ, તેના પર વારંવાર બળાત્કાર કર્યા બાદ તે સગર્ભા છે એમ સમજાતાં એ બન્ને ફરિદાને શ્રીનગરની લાલદેહ હૉસ્પિટલમાં મૂકી આવ્યા.... (પુસ્તકઃ કાશ્મીર-95, લેખકઃ દિગંત ઓઝા, પાના નં. 12-13)

જેમણે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોઈ લીધી છે તેમને આ ઉપરના કિસ્સાનો રૅફરન્સ તરત જ સમજાઈ જશે. વાત એમ છે કે, 1990ના દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં જેહાદી આતંકવાદ ચરમસીમાએ હતો ત્યારે દિલ્હીમાં બેઠેલા રાજકારણીઓ, લુટિયન્સ મીડિયા તેમજ જેએનયુ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાધ્યાપકોના વેશમાં ફરતા અર્બન નક્સલીઓ આતંકવાદીઓને બચાવવા તમામ પ્રકારના હથકંડા અપનાવતા હતા. આ ત્રણે ભેગા થઇને આખા વિશ્વમાં એવો તદ્દન ખોટો નૅરેટિવ ફેલાવવામાં ત્યારે સફળ રહ્યા હતા કે જમ્મુ-કાશ્મીરમાં જે લોકો હિંસા કરે છે એ બધા તો નિર્દોષ છે અને માત્ર ભારતીય લશ્કરના અત્યાચારોને કારણે સ્થાનિક યુવાનો ઉશ્કેરાય છે. આ નૅરેટિવને ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં આબાદ રીતે ઉજાગર કરવામાં આવ્યો છે.

હેડિંગમાં મેં લખ્યું છે કે, આ માત્ર ફિલ્મ નથી, એક આંદોલન છે. હા, સંઘ, ભાજપ, રાષ્ટ્રવાદી કર્મશીલો અને મારા જેવા એકલ-દોકલ લેખકો વર્ષોથી કાશ્મીરી પંડિતોની પીડા અને તેમની સ્થિતિ વિશે જાગ્રતિ લાવવા મથામણ કર્યા કરતા હતા, પરંતુ ભારતીય જનમાનસ ઉપર અમારા સૌના પ્રયાસોની જે અસર ન થઈ એ અસર એક ફિલ્મે એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં કરી દીધી.

લેખના પેટાહેડિંગમાં સવાલ કર્યો છે, શા માટે એક સાથે લાખો ભારતીયો હચમચી ઊઠ્યા છે? એનો જવાબ છેઃ મોટાભાગના ભારતીયો શાંતિપ્રિય છે. એ કદી કોઇને શારીરિક નુકસાન કરવાની વાત તો દૂર, એવો વિચાર પણ કરતા નથી...અને છતાં એ જ સરેરાશ ભારતીયો તેમના રોજિંદા જીવનમાં ગૌભક્ષકોની હિંસક વૃત્તિનો અનુભવ કરે છે. ફળોને થૂંક ચોંટાડતા, પાઉંભાજીના બનને થૂંક ચોંટાડતા ગૌભક્ષકોને સરેરાશ ભારતીય નાગરિક જૂએ છે ત્યારે એ કશું કરી શકતો નથી કેમ કે એ હિંસક નથી. પોતાની આસપાસની બહેન-દીકરીઓ લવજેહાદનો ભોગ બને ત્યારે સરેરાશ ભારતીય નાગરિક કશું કરી શકતો નથી કેમ કે હિંસા કરવી એના ડીએનએમાં નથી. સામે પક્ષેથી થતી આવી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ હિંસાથી સમસમી ઊઠતા નાગરિકોના દિલો-દિમાગમાં જે વલોણાં થાય છે તેને સિનેમાના પડદે બેધડક રજૂ કરવાની હિંમત કરવામાં આવી છે અને એટલે રાષ્ટ્રવાદી ભારતીયોએ દિલ ફાડીને આ ફિલ્મને વધાવી લીધી છે. અહીં તમને સૌને અઢી-ત્રણ દાયકા પહેલાં આવેલી રોજા ફિલ્મનું એક દૃશ્ય યાદ કરાવું એટલે વાતનો મર્મ સમજાશે. એ ફિલ્મમાં કાશ્મીરી ત્રાસવાદી ભારતીય ત્રિરંગાને આગ લગાડે છે અને ત્યારે ફિલ્મનો હીરો હાથકડી બાંધેલી અવસ્થામાં પણ એ સળગતા ત્રિરંગા ઉપર કૂદીને પોતાના શરીરથી આગ ઓલવી નાખે છે. અને એ સમયે મને બરાબર યાદ છે એ દૃશ્ય જોઇને આખા થિયેટરમાં બધા ઊભા થઈ જતા અને એ ફિલ્મી દૃશ્યને તાળીયોના ગડગડાટથી વધાવી લેતા. ટૂંકમાં, સરારેશ નાગરિકોની લાગણી ફિલ્મી પડદે હીરો-હીરોઈન દ્વારા વ્યક્ત થાય ત્યારે સમાજમાં એક પ્રકારના ઈમોશન્સ પેદા થાય છે. પણ અહીં તો ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે રીતસર આંદોલન પેદા કરી દીધું છે. આદરણીય પત્રકાર-તંત્રી શ્રી જશવંત રાવલ આ સ્થિત માટે સમાનુભૂતિ શબ્દ પ્રયોજે છે. અન્ય એક આદરણીય પત્રકાર – લેખક નીલેશ રૂપાપરા આ વાતને હિન્દીમાં સરસ રીતે રજૂ કરે છેઃ कभी कभी हमसे की गई नफरतें हमें इतना एक कर देती है जितना चाहतें भी नहीं कर सकती।

દેશમાં 68-70 વર્ષ સુધી ગૌભક્ષકોનાં તમામ હિંસક કૃત્યોનો હિંસાખોર માઓવાદીઓએ, અર્બન નક્સલીઓએ બચાવ કર્યો છે. આ માઓવાદી અર્બન નક્સલીઓને હિન્દુત્વ પ્રત્યે નફરત છે કેમ કે હિન્દુત્વ સર્વોચ્ચ માનવીય ગુણધર્મો ધરાવતી પરંપરા છે. વળી આ તત્વો હંમેશાં બેવડાં ધોરણો ધરાવતા હોય છે. તેમને વીર સાવરકર વિશેનું વિક્રમ સંપતનું અદ્દભૂત  સંશોધનાત્મક પુસ્તક પણ સ્વીકારવું નથી. એ જ તત્વો હાલ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો પણ વિરોધ કરી રહ્યા છે. આ હદની ચાલાકી અને બદમાશીઓને કારણે સરેરાશ ભારતીય સતત ગુંચવાડામાં રહ્યો છે કે સાચું કોણ?

હકીકત એ છે કે, સેક્યુલારિઝમ એ આ બહુરૂપીયાઓની છેતરપિંડીની કળા છે. એ વાત અલગ છે કે ભારતમાં બહુરૂપીયાની કળાનો ઉપયોગ રોજગારી માટે, સામાજિક સંદેશ આપવા માટે થતો રહ્યો છે... પરંતુ સેક્યુલર બહુરૂપીયા તો આતંકની ઢાલ બને છે, પરિણામે આતંક તમારા ઘર સુધી પહોંચી જવામાં સફળ થાય છે. આ સંદર્ભમાં ધ કાશ્મીર ફાઇલ્સનો ડાયલોગ સરકાર ઉનકી હૈ, લેકિન સિસ્ટમ તો હમારી હૈ – સમગ્ર આતંકી-માઓવાદી ગઠબંધનને સ્પષ્ટ રીતે ઉજાગર કરી દે છે.

શરૂઆતમાં કહ્યું તેમ, કાશ્મીરી પંડિતોના જીનોસાઇડ બાદ ભારત અને વિશ્વના મીડિયા પણ શંકાના ઘેરામાં છે. આ વર્ષે જ 20 જાન્યુઆરીએ બરખા દત્તનો એક જૂનો વીડિયો ફરીથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તે એમ કહેતી જોવા મળે છે કે, ધનિક કાશ્મીરી પંડિતો દ્વારા કરવામાં આવેલા શોષણને કારણે કાશ્મીરી મુસ્લિમ યુવાનો નારાજ થયા હતા અને એટલે હિંસા કરી. આ હદનું જૂઠાણું ચલાવીને જ આતંકવાદીઓની એ હમદર્દે કોંગ્રેસી સરકારો પાસેથી ઈનામો અને ઇલકાબો મેળવી લીધા હતા.

કેટલાક કાશ્મીરી મુસ્લિમો આ ફિલ્મને ટેકો આપી રહ્યા છે. ફિલ્મના સમર્થનમાં એ લોકો લખે છે કે, શા માટે 30 વર્ષ સુધી આ બધું બહાર ન આવ્યું? ત્યારે હે ભોળા ભારતીયો! લાગણીવેડામાં ખેંચાઈ જવાને બદલે વિચારજો અને એવા લોકોને પૂછજો કે ભાઈ/બહેન, કાશ્મીરની બહાર રહેતા લોકોને જાણ ન હોય એ સમજી શકાય, પણ તમે તો કાશ્મીરમાં જ રહો છો ને? છતાં તમે અમને એવી ગોળી પીવડાવવા માગો છો કે 30 વર્ષ સુધી તમને પણ ખબર નહોતી? હકીકતે, આવા લોકો પેલા બહુરુપીયાઓનો જ એક અંશ છે જેઓ પવન પ્રમાણે પીઠ ફેરવીને ભોળા હિન્દુઓની સહાનુભૂતિ મેળવવા માગે છે. કેટલાક બદમાશ તત્વો એવી પણ દલીલ કરે છે કે, આ ઘટનાઓ હવે ભૂતકાળ થઈ ગઈ અને તેને હવે યાદ ન કરવી જોઇએ વગેરે વગેરે. તમારી સામે કોઈ આવી દલીલ કરે ત્યારે તેના મોંએ દલીલ મારજો કે, 30 વર્ષ પહેલાં જ્યારે આ બન્યું ત્યારપછી દિલ્હીમાં અને જમ્મુ-કાશ્મીરની સરકારો તેમજ ન્યાયતંત્રે એ વિસ્થાપિત પંડિતો માટે જરા સરખું પણ કામ કર્યું હોત, તેમને ન્યાય અપાવવા માટે જરાસરખી પણ ચિંતા કરી હોત તો આજે કદાચ એ બધું યાદ કરવાની જરૂર ન પડત. અને હા, ચોખલિયા સેક્યુલર હિન્દુઓને એમ પણ કહેજો કે, છેલ્લા સાત-આઠ વર્ષમાં હિન્દુઓ પોતાની પીડા વ્યક્ત કરી શકે એવું વાતાવરણ સર્જાયું છે ત્યારે આ બધું બહાર આવ્યું છે. જો હજુ પણ કોંગ્રેસી સરકારો જ હોત તો કાશ્મીરની ફાઇલો કદી ઉઘડી ન હોત.

હાલ જે ઉન્માદ ફેલાયો છે તે હિંસાનું સ્વરૂપ ન લેવો જોઇએ, પરંતુ સાથે એ પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે, જમ્મુ-કાશ્મીર, મોપલા, ગોધરા વગેરેના હિન્દુ હત્યાકાંડ ભૂલી ન જવા જોઇએ. આવા તમામ હિન્દુ હત્યાકાંડ માટે વિભાજનની વિભીષિકાને જન્મ આપનારા સીધે સીધા જવાબદાર છે. (આ વિષય ઘણો સંવેદનશીલ અને વિસ્તૃત છે. આ લેખ પણ ઘણો લાંબો થઈ ગયો છે તેથી હવે બીજી વધારે વાતો બીજા ભાગમાં કરીશું. ત્યાં સુધી વંદેમાતરમ્)

Sunday, March 13, 2022

રાજકીય આત્મહત્યાનો કોંગ્રેસનો નવો રેકોર્ડ

 


– પાંચ વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ હવે એ વાત નિશ્ચિત રીતે સ્પષ્ટ કરી દીધી છે કે કોંગ્રેસને રાજકીય પક્ષ તરીકે પુનઃજીવિત થવામાં જરાય રસ નથી, બલ્કે શક્ય હોય ત્યાં સામે ચાલીને રાજકીય આપઘાત કરી લે છે!

 

*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

કોંગ્રેસમાં હવે રાજકીય પક્ષ તરીકેની ટકી રહેવાની જિજીવિષા રહી હોય એવું લાગતું નથી. 2014માં કેન્દ્રમાં સત્તા ગુમાવ્યા પછી સાવ જૂજ અપવાદોને બાદ કરતાં કોંગ્રેસે ક્યાંય નોંધપાત્ર વિજય મેળવ્યો નથી. જીત મળી હોય એવા જે જૂજ અપવાદો છે તેમાં જે તે રાજ્યના સ્થાનિક કોંગ્રેસી નેતાઓની છબી અથવા તો ભાજપ સહિત અન્ય પક્ષોની હાર વધારે કારણભૂત છે. અર્થાત કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ છેલ્લા સાત-આઠ વર્ષમાં પક્ષને જીત અપાવવામાં ક્યાંય સફળ થયું નથી.

કોંગ્રેસની આવી સ્થિતિ આવવાનું જો કોઈ એકમાત્ર કારણ હોય તો એ છે જૂથવાદ. અને આ જૂથવાદનું જો કોઈ એકમાત્ર કારણ હોય તો એ છે – પરિવારવાદ. હા, પરિવારવાદ જ કોંગ્રેસને રાજકીય પક્ષ તરીકે ડૂબાડી રહ્યો છે. કોંગ્રેસી નેતાઓ નહેરુ-ગાંધી ખાન-દાનના કોઇને કોઈ સભ્યને ખુશ રાખવા, તેમની ખુશામત કરવામાં જ પોતાનો સમય પસાર કરે છે. કોંગ્રેસી નેતાઓને પ્રજા સાથે કનેક્ટ થવામાં, સતત કનેક્ટ રહેવામાં જરાય રસ હોય એવું ક્યાંય દેખાતું નથી. આ જ કારણ છે કે દેશના મોટાભાગનાં રાજ્યોમાં કોંગ્રેસના સંગઠનનું વિધિવત્ માળખું જ નથી. ક્યાંક કાર્યકારી પ્રમુખથી કામ ચલાવવામાં આવે છે તો ક્યાંક કાર્યકારી સમિતિની કાખઘોડી છે. આવી સ્થિતિ હોવાનું કારણ સ્પષ્ટપણે પરિવારલક્ષી જૂથવાદ જ છે. અને એટલે કોંગ્રેસને રાજકીય પક્ષ કહેવાને બદલે પરિવાર-પક્ષ કહેવામાં જરાય ખોટું નથી. પક્ષમાં  કાર્યકરોનો પણ અભાવ છે. બધા પોતાને નેતા ગણે છે-ગણાવે છે. અને તેથી પ્રજાલક્ષી કામગીરી કરવા માટે કોંગ્રેસ પાસે કૅડર જ રહી નથી.

પરિવારવાદ અને જૂથવાદ ઉપરાંત કોંગ્રેસના પતનનું બીજું કારણ ખુશામત છે. ચોક્કસ વર્ગની ખુશામતની રાજનીતિએ કોંગ્રેસ પક્ષને આજે આ સ્થિતિમાં લાવી દીધો છે. અનેક દાયકા સુધી અને આજે પણ આ પક્ષ ધાર્મિક ખુશામત છોડવા તૈયાર નથી. 2014 પછી સતત ચૂંટણી હારવાને કારણે કોઈએ કોંગ્રેસની પારિવારિક નેતાગીરીને લઘુમતી ધાર્મિક ખુશામતની સાથેસાથે બહુમતીઓને ખુશ કરવા મંદિરોમાં જવાની સલાહ આપી. એટલે ગાંધી ખાન-દાનના સભ્યો ચૂંટણી સમયે મંદિરોમાં ફરવા લાગ્યા. પણ તેમની આ મંદિરોની મુલાકાત સાચા અર્થમાં ધર્મભાવનાને બદલે પિકનિક જેવી વધારે હોય છે એવું દેશના સામાન્ય નાગરિકને સ્પષ્ટ દેખાય છે. આથી ચૂંટણી સમયે હિન્દુત્વનો અંચળો ઓઢવા છતાં કોંગ્રેસને તેના મત મળતા નથી.

હવે અહીં મજાની વાત એ બની કે, છ-સાત દાયકા સુધી જે લઘુમતી ખુશામત કરી અને ચૂંટણી જીતતા રહ્યા – એ સ્થિતિમાં અચાનક ફેરફાર કરીને મંદિરોમાં ફરવાનું શરૂ કર્યું, પરિણામે દાયકાઓ સુધી જીવનધોરણમાં કોઈ સુધારો ન થવા છતાં કોંગ્રેસની સાથે રહેલો લઘુમતી વર્ગ પણ કોંગ્રેસી રાજકુંવર અને રાજકુંવરીની મંદિર-પિકનિકોથી નારાજ થયો અને મત આપવાનું ઘટાડી દીધું. આમ હંમેશાં હિન્દુઓ પ્રત્યે ભેદભાવ રાખનાર કોંગ્રેસને 2014 પછી દેખાડા પૂરતો હિન્દુત્વ બતાવવાનો પણ કોઈ લાભ ન મળ્યો. કોંગ્રેસની સ્થિતિ ઘર અને ઘાટ બંને ગુમાવવા જેવી થઈ.

કોંગ્રેસનું પરિવારલક્ષી નેતૃત્વ એ હદે નબળું છે કે, વિવિધ રાજ્યના સ્થાનિક રાજકીય પક્ષો પણ હવે તો કોંગ્રેસ સાથે જોડાણ કરવા તૈયાર નથી. પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, ઉત્તરપ્રદેશ આનાં ઉદાહરણો છે.

કોંગ્રેસનું આવું રાજકીય રીતે આત્મઘાતી વલણ દેશ માટે જોખમી સાબિત થઈ શકે છે. અમુક જગ્યાએ એવા જૂથો રાજકીય પક્ષના નામે સત્તા પર આવી રહ્યા છે જે આ દેશની એકતા અને સલામતી માટે ભવિષ્યમાં ઘણું મોટું જોખમ ઊભું કરશે. તે ઉપરાંત ઓવેસી જેવા ઘોર કટ્ટરવાદીઓ રાજકીય મંચ ઉપર દેખાવા લાગ્યા છે અને આવા લોકો ભવિષ્યમાં ઝીણાના રસ્તે જશે એ બાબતે કોઈ શંકા રાખવાને કારણ નથી. અને એ સ્થિતિ માટેનું પાપ કોંગ્રેસના કપાળે લાગશે એ દીવા જેવી ચોખ્ખી વાત છે.

જે રાજકુંવર અને જે રાજકુંવરી કોંગ્રેસને સન્માનજનક બેઠકો પણ જીતાડી શકતાં નથી તેમને જ હજુ પણ નેતાપદે બેસાડી રાખવાનું પક્ષનું વલણ સામાન્ય માણસોની સમજથી બહાર છે. પરિવારવાદી પક્ષોના નબીરા એકાદ-બે ચૂંટણી હારે ત્યાં સુધી સમજી શકાય. લોકશાહી પદ્ધતિમાં આવું બની શકે. પરંતુ સતત સાત-આઠ વર્ષ સુધી એક પછી એક ચૂંટણી હાર્યા જ કરે એમને નેતાપદે રાખી કેવી રીતે શકાય? શા માટે કોંગ્રેસી નેતાઓ આવી માનસિકતામાંથી બહાર નથી આવતા? એ ખરું કે છેલ્લા થોડાં વર્ષમાં અમુક નેતાઓએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ પહેર્યો છે, પરંતુ આ તો કોઈ ઉપાય નથી! આવી રીતે મોટાભાગના તેજસ્વી અને વિદ્વાન નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી જશે તો દેશ માટે લાભદાયક છે... પરંતુ લોકશાહી માટે આ સ્થિતિ સારી નથી જ.

ગાંધી ખાન-દાનના નબીરા નેતૃત્વ છોડવાનો અને વધુ લાયક લોકોને નેતૃત્વ સોંપવાનો વિચાર નહીં કરે તો તેનો દેશને ગેરલાભ જ થવાનો છે. નેતૃત્વ બદલીને દેશને બચાવવાની જવાબદારી હવે તેમની છે. હવે પરીક્ષા એ વાતની છે કે નહેરુ-ગાંધી ખાન-દાનને દેશની ખરેખર ચિંતા છે કે કેમ? આ બાબતે તેઓ વિચારણા કરે ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ.

Thursday, March 10, 2022

મીડિયાવાળા ત્યારે પણ રાષ્ટ્રવાદીઓની વાત સમજતા નહોતા, આજે પણ સ્થિતિ બદલાઈ નથી!


 મીડિયાવાળા ત્યારે પણ રાષ્ટ્રવાદીઓની વાત સમજતા નહોતા,

આજે પણ સ્થિતિ બદલાઈ નથી!

 --------------------

1947ના અરસામાં રાષ્ટ્રવાદીઓ કોંગ્રેસની નીતિઓ સામે લાલબત્તી ધરતા હતા, મીડિયાએ ત્યારે રાષ્ટ્રવાદને મજાકનો વિષય બનાવ્યો હતો. રાષ્ટ્રવાદીઓ આજે આમ આદમી પાર્ટી સામે લાલબત્તી ધરે છે, મીડિયા આજે પણ સમજવા તૈયાર નથી

--------------------------------------------

ફાગણ સુદ આઠમ, સંવત 2078

10-03-2022, ગુરુવાર.

n  અલકેશ પટેલ

જે લોકો રાષ્ટ્રને ચાહે છે, જે લોકો રાષ્ટ્રવાદના મહત્ત્વને સમજે છે, જે લોકો પોતાના વર્તમાનની સાથે સાથે ભાવિ પેઢીઓની સલામતી અને સુખ બાબતે ચિંતિત હોય છે, જે લોકો મફતના રાજકારણ અને તેની પાછળ આવનાર આર્થિક બેહાલીને સમજે છે – એ તમામ લોકો આજે પંજાબ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જોઇને વ્યથિત છે. ભારત તેરે ટુકડે હોંગે... જેવાં સૂત્રો બોલનાર લોકોથી ભરેલી પાર્ટી પાકિસ્તાન સાથેની સરહદને અડીને આવેલા સંવેદનશીલ રાજ્યમાં સત્તા ઉપર આવે એનાથી મોટી ચિંતાનો વિષય આજે બીજો કોઈ ન હોવો જોઇએ.

રાજકીય સ્વતંત્રતા નજીક હતી તે સમયે કોંગ્રેસના ચાલ-ચલનને અનેક લોકો ઓળખી ગયા હતા. કેટલાક લોકો એમ વિચારીને કોંગ્રેસની સાથે રહ્યા કે કોંગ્રેસનું ચરિત્ર બદલાશે અને જો નહીં બદલાય તો તેઓ પોતાની હાજરીથી પક્ષનું ચરિત્ર બદલી નાખશે. કોંગ્રેસનું ચરિત્ર ન જ બદલાયું, કેમ કે એને ગળથૂથીમાં જ અંગ્રેજોની નીતિ મળી હતી. કોંગ્રેસ પક્ષ તૂટતો ગયો, સતત તૂટ્યો પણ તેમાંથી જે પક્ષો બન્યા એમાં પણ એ જ ગળથૂથીનાં લક્ષણો હયાત હોવાથી રાષ્ટ્ર અને સનાતન બંનેને હાંસિયામાં ધકેલવાનું, અને એથી આગળ ઘણાં રાજ્યમાં તો રાષ્ટ્ર અને સનાતનને ખતમ જ કરી દેવાનું વ્યવસ્થિત કાવતરું સતત ચાલતું રહ્યું. પંજાબમાં આજે સત્તા ઉપર આવેલા લોકો ભાગલાવાદી સાંકળની જ એક કડી છે

ખુશામતના રાજકારણે આ દેશને પારાવાર નુકસાન કર્યું છે. એ નુકસાનની હજુ તો ભરપાઈ નથી થઈ ત્યાં ખાલિસ્તાનવાદીઓ તેમજ ગૌભક્ષકોની સોડ ગરમ કરતા તત્વો સંવેદનશીલ સરહદી રાજ્યમાં સત્તાની ખુરશી ઉપર બેસી જશે. મારી આ વાત જો હું શિલાલેખ ઉપર કોતરીને લખી શકત તો એમ કરીને એ શિલાલેખ સાચવીને રાખત જેથી થોડા દાયકા કે થોડી સદી પછી પંજાબ સહિત આ દેશના લોકો પંજાબના આજના પરિણામની ચિંતા કરતી વખતે મારી વાતની ચર્ચા કરત.

મીડિયા એક પ્રકારે અતિશય અસ્થિર વ્યવસ્થાતંત્ર છે. મીડિયાને ચપ્પાની ધાર સાથે, તલવાર સાથે, બંદૂક સાથે સરખાવી શકાય. આ તમામ સાધનો બે રીતે કામ આવે – કાંતો બચાવ માટે અથવા નાશ માટે. મોટેભાગે અનુભવને આધારે એવું જોવા મળ્યું છે કે મીડિયામાં સાવ ટૂંકી દૃષ્ટિના લોકો વધારે હોય છે. એમને મન તાત્કાલિક લાભ જ સર્વસ્વ હોય છે. આવા ટૂંકી દૃષ્ટિવાળા મોટાભાગના મીડિયાવાળા તાત્કાલિક સફળતાથી મૂર્ખની જેમ ખુશખુશાલ થઈ જતા હોય છે અને એવા લોકોને માથે બેસાડીને નાચતા હોય છે. શું કહેવાની જરૂર છે કે આમ આદમી પાર્ટીએ છેલ્લા એક વર્ષથી જાહેરાતો સહિત વિવિધ રીતે વેરેલા પૈસા અત્યારે તેનો રંગ બતાવી રહ્યા છે!

મીડિયાની બીજી એક મોટી નબળાઈ રાષ્ટ્રવાદને ધિક્કારવાની છે. મીડિયામાં બેઠેલા તત્વોને સનાતન સંસ્કૃતિ પ્રત્યે સૂગ હોય છે, રાષ્ટ્રવાદ પ્રત્યે ધિક્કાર હોય છે. તેના બે સ્પષ્ટ કારણ છે – માર્ક્સવાદી-માઓવાદી માનસિકતા અને ગૌભક્ષકોની તેમજ મિશનરીઓની ચુંગાલ.

ટૂંકી દૃષ્ટિવાળા લોકોને લાંબાગાળાના અર્થતંત્ર અને રાષ્ટ્ર તરીકેની ઓળખ વિશે ગતાગમ હોતી નથી, અને કમનસીબે આવા લોકો મીડિયામાં વધારે છે. ડાબેરી બદમાશો આ ભોળા મીડિયાવાળાઓને આબાદ રીતે એવું સમજાવી જાય છે કે, સરકાર પાસે તથા ધનિકો પાસે નાણાના વૃક્ષો તેમજ ખાણો હોય છે અને એ લોકોએ ગરીબોને બધું મફત આપ્યા કરવું જોઇએ. અને ગાંડી માથે બેડાંની જેમ ભોળા મીડિયાવાળા આ વાતોને લઇને એજન્ડા ચલાવ્યા કરે છે. આ ભોળા મીડિયાવાળા હજુ આજ સુધી એ સમજી નથી શક્યા કે દુનિયામાં ક્યાંય મફતનું રાજકારણ કરતા તત્વો હંમેશ માટે ટક્યા નથી. બલ્કે આવા મફતિયા રાજકીય પક્ષોને કારણે જે તે દેશ-પ્રદેશ આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે એ વાત ભોળા મીડિયાવાળાઓને હજુ સુધી કેમ સમજાઈ નથી એ આપણા માટે સમજવું મુશ્કેલ નથી જ, જેનાં કારણો ઉપર જણાવી દીધાં – મીડિયાકર્મીઓની ટૂંકી દૃષ્ટિ અને લાલચ.

આજના દિવસે પંજાબ વિધાનસભા ચૂંટણીનું પરિણામ બેહદ ચિંતાજકન છે. દેશને કોંગ્રેસી નીતિઓનાં ભયંકર પરિણામોમાંથી બહાર નીકળતા 70 વર્ષ જેવો લાંબો સમય લાગ્યો છે. આ સાત દાયકામાં દુનિયાના અનેક દેશ અલ્પ-વિકસિતમાંથી વિકસિત દેશ બની ગયા, ત્યારે આપણે ત્યાં 2014 પછી દરેક ઘરે ટોઇલેટ આપવાની યોજના ચલાવવી પડી હતી. પંજાબે તેની સ્થિતિમાંથી, ભૂતકાળમાંથી કશું શીખવાને બદલે એવી અસાધારણ ભૂલ કરી છે કે તેની અવળી અસરમાંથી નીકળવા માટે ત્યાંના બીજા રાષ્ટ્રવાદીઓએ-પંજાબીઓએ-શીખોએ તેમજ સનાતનીઓએ કેટલું ભોગવવું પડશે એ વિચારીને ધ્રુજી જવાય છે.

Sunday, March 6, 2022

ઓપરેશન ગંગા અને ભારતીય ત્રિરંગો

 

– કોણ કહે છે માત્ર બખ્તર જ જીવ બચાવે? યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને પૂછો, કાપડ કે પ્લાસ્ટિકનો ત્રિરંગોય જીવ બચાવે છે

 

*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

ચાઇનીઝ વાયરસ કોવિડના ખોફમાંથી માંડ માંડ બહાર નીકળવા મથી રહેલી દુનિયા રશિયા અને યુક્રેન વચ્ચેના ઘર્ષણને કારણે ફરી ઊભી થયેલી માનવીય કટોકટીમાં સપડાઈ છે ત્યારે... ભારતના મીડિયા અને સોશિયલ મીડિયા હાલ બે ભાગમાં વહેંચાયેલા છે. બંને પ્રકારના મીડિયામાં એક વર્ગ રાષ્ટ્રવાદી લાગણીથી ગદગદિત છે. આ વર્ગને ભારતની ક્ષમતાનો ગર્વ છે. આ વર્ગ સ્વાભાવિક રીતે ઘણો વિશાળ છે. તો બીજો વર્ગ આવી સ્થિતિમાં પણ સરકારની ટીકા કરવામાં, ખોડ કાઢવામાં વ્યસ્ત છે. આવો ટીકાખોર વર્ગ સાવ નાનો છે.

ખેર, ટીકાખોરીનો તો કોઈ ઉપાય નથી અને એટલે આપણે માત્ર પૉઝિટિવિટીની વાત કરીએ. વાત ઓપરેશન ગંગાની અને ભારતીય ત્રિરંગાની કરીએ. એક સમય હતો જ્યારે શ્રીનગરમાં ભારતીય ત્રિરંગો લહેરાવવાની કોઈ હિંમત કરી શકતું નહોતું. આવું કરવાનો પ્રયાસ કરનારને બીજી જ ક્ષણે ઠાર કરી દેવામાં આવતા. 2014 પછી એવો સમય આવ્યો કે એ જ શ્રીનગરના લાલચૉકમાં ભારતીય ત્રિરંગો ગર્વથી લહેરાય છે. ત્રિરંગો ગર્વનું પ્રતીક બન્યો છે એ વાત ભારતના ટીકાખોરોએ પણ સ્વીકારવી પડશે, કેમ કે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છેલ્લા એક અઠવાડિયામાં જોવા મળ્યું છે. યુક્રેનની રાજધાની કીવ તથા તેના અન્ય મુખ્ય શહેર ખારકીવ સહિત વિવિધ શહેરોમાં ભણવા ગયેલા અને સરકારની સમયસરની ચેતવણી છતાં ત્યાંથી સમયસર પાછા આવવા માટે નહીં નીકળેલા વિદ્યાર્થીઓની ફસાવા જેવી સ્થિતિ ઊભી ત્યારે ભારત સરકારની, અને ટુ બી સ્પેસિફિક નરેન્દ્ર મોદીની વૈશ્વિક છાપ કામ આવી. યુદ્ધમાં ઉતરેલા દેશોના સત્તાવાળાઓએ ભારતીય સત્તાવાળાઓને માત્ર એક લાઇનમાં સંદેશો આપ્યો કે તમારા વિદ્યાર્થીઓને કહો કે તેમના હાથમાં, તેમના વાહનો પર ત્રિરંગો રાખીને નીકળે એટલે એમને કોઈ આંચ નહીં આવે. અને તેનું પરિણામ આપણી સામે છે.

આટલું થયા પછી પણ સ્થિતિ એમ કંઈ સાવ સહેલી નહોતી. યુક્રેનમાંથી નીકળીને જે વિદ્યાર્થીઓ તેની આજુબાજુના દેશોમાં પહોંચ્યા હતા ત્યાંથી તેમને વિઝાની, અન્ય ટ્રાવેલ દસ્તાવેજોની કોઈ મુશ્કેલી ન પડે એ માટે મોદી સરકારે તત્કાળ ધોરણે ઓપરેશન ગંગા શરૂ કર્યું, જેના હેઠળ ચાર વરિષ્ઠ પ્રધાનોને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રના ચાર અલગ અલગ દેશોમાં મોકલવામાં આવ્યા. હવે ટાટા જૂથની માલિકીની બનેલી એર ઈન્ડિયા ઉપરાંત ભારતીય હવાઈદળના વિમાનો દ્વારા 20,000 કરતાં વધુ ભારતીયોને પાછા સ્વદેશ લાવવાના અભિયાન ઓપરેશન ગંગાએ જે કમાલ બતાવી છે તેની સામે આંખ આડા કાન કરવાનું વિરોધીઓને પણ પોષાય તેમ નથી!

છેલ્લે શુક્રવારે બપોરે આ લેખ લખાય છે ત્યારે મળતા અહેવાલો મુજબ યુક્રેનથી રશિયન સરહદ તરફ પહોંચેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને નજીકના શહેરના વિમાનમથકે પહોંચાડવા માટે રશિયાએ બસોની વ્યવસ્થા કરી કરી છે! ભારતીય કૂટનીતિનો આ સૌથી મોટો વિજય છે. રશિયા-યુક્રેન સંઘર્ષમાં ભારતે અખત્યાર કરેલા વલણથી અમેરિકા સહિત કેટલાક યુરોપીય દેશો નારાજ છે, પરંતુ હાલની સ્થિતિએ જોઇએ તો ભારતની નીતિ પોતાના અંદાજે 20,000 નાગરિકોને બચાવવામાં સફળ રહી છે.

સાચી વાત એ છે કે, મે 2014માં વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ દુનિયાના અનેક દેશોની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું. ભારતના વિપક્ષો અને મીડિયાનો એક હિસ્સો આ વિદેશ મુલાકાતોની મજાક ઉડાવતો હતો, ટીકા કરતો હતો, પરંતુ નરેન્દ્ર મોદીનું વિઝન તો સ્પષ્ટ હતું અને તેનાં પરિણામ હવે ધીમે ધીમે દેખાઈ રહ્યાં છે. ચાઇનીઝ વાયરસ કોવિડ ફેલાયો તે પહેલાંના સામાન્ય સમયમાં વિદેશમાં ભારતીયોનું માન વધ્યું હતું એ નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય કૂટનીતિનું જ સુપરિણામ હતું. ચાઇનીઝ કોવિડ સમયે દુનિયાના વિવિધ દેશોને રસી પહોંચાડવામાં આવી એ ઉપકાર એ દેશો ભૂલશે નહીં. આ તમામ બાબતોનો સરવાળો જ છે કે, રશિયા-યુક્રેનની વર્તમાન કટોકટીમાં માત્ર એક ત્રિરંગો હાથમાં કે વાહન ઉપર રાખવાથી યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાંથી સલામત રીતે નીકળી શકાય છે.

 ત્રિરંગો માત્ર 15 ઑગસ્ટ તથા 26 જાન્યુઆરીએ અને પછી વીરગતિ પામતા ભારતીય સૈનિકોને લપેટવામાં જ કામ આવે છે...એવી દેશવિરોધીઓ ઉપરાંત કેટલાક મવાળ રાષ્ટ્રપ્રેમીઓ દ્વારા થતી એ ટીકા હવે બંધ થવી જોઇએ. આવા લોકોને માત્ર એટલું જ કહેવાનું કે, કોણ કહે છે માત્ર બખ્તર જ જીવ બચાવે? યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને પૂછો, કાપડ કે પ્લાસ્ટિકનો ત્રિરંગોય જીવ બચાવે છે. તો...મિલતે હૈ બ્રેક કે બાદ.