Thursday, January 31, 2019

CBI-ED ને ધમકીઃ કોંગ્રેસી રાજનીતિનો વરવો ચહેરો


CBI-ED ને ધમકીઃ કોંગ્રેસી રાજનીતિનો વરવો ચહેરો

--- કોંગ્રેસી આનંદ શર્માએ શુક્રવારે CBI તથા ED ના અધિકારીઓને ખુલ્લી ધમકી આપી. ગાંધી પરિવારના ભ્રષ્ટાચારના કેસોની તપાસ અટકાવવાનો આ પ્રયાસ છે. સવાલ એ છે કે, જો ગાંધી પરિવારે ભ્રષ્ટાચાર કર્યો નથી તો પછી કોંગ્રેસીઓને ડર શેનો છે?

-- અલકેશ પટેલ

એક સર્વસામાન્ય માનવ સહજ પરંપરા છે કે તમે સાચા હોવ, તમે કશું ખોટું કર્યું ન હોય...તો તમારે ડરવાની કોઈ જરૂર હોતી નથી. તમને તમારી સચ્ચાઈ ઉપર જ એટલો ભરોસો હોય કે કોઈનાથી કશો ડર ન લાગે. એવું જ રાજકારણમાં છે. જો કોઈ રાજકારણીએ ભ્રષ્ટાચાર કર્યો ન હોય છતાં સરકાર કેસ કરે તો એ રાજકારણીએ ડરવાની કોઈ જરૂર ખરી? અને છતાં જો એ રાજકારણી ડરીને બેફામ બની જાય, ગમેતેમ બોલવા લાગે, ધાકધમકી ઉપર ઊતરી આવે... તો પ્રજા સમજી જાય કે દાળમાં કંઇક કાળુ હશે, તો જ આવી ધાકધમકીનો પ્રયોગ થઈ રહ્યો છે..!
આ વાતનો સીધો સંબંધ કોંગ્રેસ પક્ષ સાથે છે. શુક્રવારે કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આનંદ શર્માએ એક પત્રકાર પરિષદ યોજીને સીબીઆઈ તેમજ એન્ફોર્સમૅન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓને ખુલ્લેઆમ ધમકી આપી. શર્માએ ધમકી આપી કે, થોડા મહિના પછી સરકાર બદલાઈ જવાની છે અને એ વખતે હાલ કોંગ્રેસ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરનાર સીબીઆઈ-ઈડીના અધિકારીઓને જોઈ લઈશું. શર્માએ આ ધમકી એટલા માટે આપી કે શુક્રવારે જ સીબીઆઈએ હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર હુડાના નિવાસસ્થાન તેમજ અન્ય બિલ્ડરોને ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરોડા સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડરાના જમીન કૌભાંડના સંદર્ભમાં હતા.
દરોડા કદી કોઈ પ્રામાણિક વ્યક્તિને ત્યાં નથી પડતા. એફઆઈઆર કોઈ સજ્જન વિરુદ્ધ નથી થતી. આરોપનામું કોઈ સામાન્ય લોકો સામે નહીં પરંતુ ગુનેગાર વિરુદ્ધ દાખલ થાય છે. આ બધું થયા પછી પોલીસ તપાસ થતી હોય છે, સાક્ષીઓનાં નિવેદન લેવાતાં હોય છે અને અદાલતોમાં પુરાવાના આધારે કેસ ચાલતો હોય છે. જો આ પ્રક્રિયા હોય તો પછી કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હુડા કે પછી 10થી વધુ બિલ્ડર કે પછી હુડાની સરકાર વખતના કેટલાક અધિકારીઓ વિરુદ્ધ સીબીઆઈએ પગલાં લીધા હોય તો એમાં ખોટું શું છે? શું શકમંદો સામે કોઈ કાર્યવાહી કરવાની જ નહીં? અને તેમાંય એ શકમંદ કોંગ્રેસી અથવા કોંગ્રેસ સાથે જોડાયેલા હોય તો તપાસ એજન્સીઓ કે પછી અદાલત કોઈ પગલાં લે તો શું પગલાં લેનાર ગુનેગાર ગણાય?
હુડા અને વાડરાના કેસમાં કોંગ્રેસ ભલે ગમે તેવો અપપ્રચાર કરીને મોદી સરકારને જવાબદાર ઠેરવવા પ્રયાસ કરે, પરંતુ નાગરિકોએ એ વાત સમજવી જરૂરી છે કે આવા દરેક કેસ અને ખાસ કરીને ગાંધી પરિવારના જમાઈના જમીન કૌભાંડના કેસ સુપ્રીમ કોર્ટની દેખરેખ નીચે અને કોર્ટે આપેલા માર્ગદર્શન હેઠળ થતા હોય છે અને એમાં સરકારનું કશું ચાલે નહીં. હવે જો કોંગ્રેસ આવા કેસોના મામલે જાહેર ધમકીઓ આપતો હોય તો તેનો સીધો અર્થ એ છે કે તે અદાલતોને તેમજ ન્યાયની પ્રક્રિયાને પણ ધમકી આપે છે.
દેશના નાગરિકોએ હવે આ સવાલો અંગે વિચાર કરવો પડશે. આ સવાલો એટલા માટે અતિશય ગંભીર છે કે કેન્દ્રમાં તથા અનેક રાજ્યોમાં સત્તા ગુમાવી ચૂકેલો કોંગ્રેસ પક્ષ ધાકધમકીની ભાષા ઉપર ઊતરી આવ્યો છે. દેશના નાગરિકોને એ વાત યાદ હશે કે ગત જુલાઈમાં આ કોંગ્રેસે જ તે સમયના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ સંસદમાં ઠપકા દરખાસ્ત લાવવાનો હિચકારો પ્રયાસ કર્યો હતો. હિચકારો એટલા માટે કે ન્યાયમૂર્તિ મિશ્રા દેશના હિતમાં ચુકાદા આપી રહ્યા હતા, પરંતુ તેને કારણે કોંગ્રેસને તેના લઘુમતી તૃષ્ટિકરણની ચિંતા હતી. આ ઠપકા દરખાસ્ત દ્વારા કોંગ્રેસીઓનો હિચકારો પ્રયાસ સમગ્ર ન્યાયતંત્રને ચેતવવાનો હતો એ સમજદાર નાગરિકોને ખ્યાલ આવવો જોઇએ, એટલું જ નહીં પરંતુ દેશના ભવિષ્ય માટે આ વાત યાદ પણ રાખવી જોઈએ.
કોંગ્રેસ રાજકીય પક્ષ છે અને તેને રાજકારણ માટે, સત્તા ઉપર આવવા માટે, ચૂંટણીમાં વિજય મેળવવા માટે હરીફ પક્ષો વિશે જે ફાવે એ બોલવાનો અધિકાર છે જ. કેમ કે બીજા પક્ષો પણ એવું જ કરતા હોય છે. પરંતુ એ કોંગ્રેસ જો ન્યાયતંત્ર, વહીવટીતંત્ર, સીબીઆઈ કે ઈડી જેવી તપાસ સંસ્થાઓને ડરાવવા માટે પત્રકાર પરિષદ યોજીને ધમકીની ભાષા વાપરે ત્યારે દરેક નાગરિકને દેશના ભવિષ્યની ચિંતા થવી જોઇએ. રાજકારણ રમવા અને ચૂંટણી જીતવા ખાતર ન્યાયતંત્ર કે પછી વહીવટીતંત્રને ડરાવવા – ધમકાવવાના પ્રયાસોની મીડિયાએ પણ ગંભીર નોંધ નથી લીધી એ પણ ચિંતાજનક બાબત છે.

Wednesday, January 23, 2019

કોલકાતામાં ગઠબંધનનો કૉમેડી શો


કોલકાતામાં ગઠબંધનનો કૉમેડી શો

--- શનિવારે કોલકાતામાં ગઠબંધનની રેલી યોજાઈ. રેલીનું આયોજન મમતા બેનરજીએ કર્યું. આ રેલી કૉમેડી શો હતી...કેવી રીતે? શું મારે એ રેલીને કૉમેડી શો કહેવો જોઇએ? શું આ ગઠબંધન રેલીનું કોઈ મહત્ત્વ નથી? – ચાલો વિચારીએ...


-- અલકેશ પટેલ

દેશ વિભાજીત થઈ રહ્યો છે”, ભાજપ દેશના ટુકડા કરી નાખવા માગે છે, મોદી-શાહની જોડી આ દેશને ખતમ કરી નાખશે, ભારતના ઇતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર એનડીએ-મોદી સરકારે કર્યો છે, જે કામ પાકિસ્તાન 70 વર્ષમાં ન કરી શક્યું એવું દેશ તોડવાનું કામ મોદી સરકારે કર્યું છે, મોદી સરકારે એક પણ વિકાસનું કામ કર્યું નથી, પાંચ વર્ષમાં કરોડો લોકો બેરોજગાર થયા,, દેશના તમામ ખેડૂતો બરબાદ થઈ ગયા છે અને બધા આપઘાત કરી રહ્યા છે, 2019માં દેશને નવા વડાપ્રધાન મળશે, મોદીને જીતવા નહીં દઇએ... આ બધા નિવેદનો વાંચીને તમારામાંથી કેટલાને હસવું આવ્યું..? – સાચું બોલજો હોં..!
ઠીક છે, ચાલો હવે આ કૉમેડી નિવેદનો વિશે થોડી વાત કરી લઈએ. 19 જાન્યુઆરીને શનિવારે કોલકાતામાં ખૂબ મોટી સંખ્યામાં વિરોધ પક્ષના નેતાઓ એકત્ર થયા હતા. જેમ કે, મમતા બેનરજી, ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, શરદ યાદવ, શરદ પવાર, ચંદ્રબાબુ નાયડુ, મલ્લિકાર્જુન ખડગે, અરવિંદ કેજરીવાલ, પ્રફુલ્લ પટેલ, યશવંત સિંહા, શત્રુઘ્ન સિંહા, અરુણ શૌરી, આ ઉપરાંત ગુજરાતમાંથી પણ સામાન્ય કક્ષાના બે લોકો ત્યાં મંચ ઉપર ઉપસ્થિત હતા.
એ વાતનો ઇનકાર ન થઈ શકે કે, લોકશાહીમાં વિરોધ પક્ષનું અત્યંત મહત્ત્વ છે. એ વાત તદન સાચી જ છે કે, વિરોધ પક્ષ વિના લોકશાહી ટકી જ ન શકે. પરંતુ આ બધા વિરોધ પક્ષોએ શનિવારે કોલકાતામાં ભેગા થઈને જે નિવેદનો કર્યાં તે એટલા માટે કૉમેડી હતાં કે, જે 20-22 નેતા બોલ્યા એ બધાનો સૂર એક જ હતો – મોદી-શાહને રોકો. નરેન્દ્ર મોદીની એનડીએ સરકારે પાંચ વર્ષમાં વિકાસના કેટલાં કામ કર્યાં છે એ તમને ભાજપના પ્રચારકો અને સોશિયલ મીડિયાના યોદ્ધા કહેશે... પરંતુ મારે આજે અહીં એ વિપક્ષી નેતાઓને ખુલ્લા પાડવા છેઃ (1) એ રેલીમાં મમતા બેનરજીએ લોકશાહીની વાત કરી. પણ પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં અન્ય પક્ષોને ભાગ લેવા દેવામાં નહોતો આવ્યો. છેલ્લા એક મહિનાથી ભાજપને પશ્ચિમ બંગાળમાં રથયાત્રા કાઢવા દેવામાં નથી આવતી અને છેલ્લા સમાચાર અનુસાર માલ્દાના સ્થાનિક શાસકોએ અમિત શાહના હેલિકૉપ્ટરને લેન્ડિંગ માટે પરવાનગી આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે. (2) એ સભામાં શરદ પવાર અને ખડગેએ મોદી સરકાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. શરદ પવારની ભ્રષ્ટાચારની યાદી વિશે સૌ જાણે છે, પરંતુ યુપીએ સરકાર વખતનું એર ઈન્ડિયા કૌભાંડનું રહસ્ય ગમેત્યારે ખૂલશે તેમાં શંકા નથી. અને ખડગે કોંગ્રેસના નેતા છે. કોંગ્રેસના ટોચના બે નેતા અર્થાત રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપર નેશનલ હેરલ્ડ કેસનો કોર્ટ કેસ ચાલુ જ છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર કૌભાંડ ગમે ત્યારે છાપરે ચડીને પોકારશે. (3) એ સભામાં કુમારસ્વામી, કેજરીવાલ અને ચંદ્રબાબુ નાયડુ કહેતા હતા કે મોદીએ વિકાસનું એક પણ કામ કર્યું નથી. પણ આ ત્રણેના રાજ્યમાં વિકાસના કયા-કેટલા કામ થયાં તેનો હિસાબ આપી શકે તેમ છે? (4) એ સભામાં શત્રુઘ્ન સિંહા, યશવંત સિંહા અને અરુણ શૌરીએ હાજર રહીને ભાષણ કર્યાં. આ ત્રણે ભાજપમાંથી ફેંકાઈ ગયેલા છે એ સૌ જાણે છે. શત્રુઘ્ન સિંહાને તો ચારાકાંડના જેલવાસ ભોગવી રહેલા લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવમાં ભારતનું ભવિષ્ય ઉત્તમ નજર આવે છે!
આ બધી બાબતોને કૉમેડી ન કહેવાય તો શું કહેવાય? એ સભામાં વિપક્ષી નેતાઓ સીબીઆઈ, ઈડી, સુપ્રીમ કોર્ટ, ચૂંટણીપંચ – આ તમામ સંસ્થાઓ સામે એક સાથે આશંકા વ્યક્ત કરી છે. આ વિપક્ષી નેતાઓને હાલ સીબીઆઈમાં વિશ્વાસ નથી તો ભૂલેચૂકે સત્તા પર આવશે તો સીબીઆઈ ઉપર વિશ્વાસ રહેશે? આર્થિક ગોટાળા સામે ઈડી જે કામ કરે છે તેનામાં આ વિપક્ષી નેતાઓને વિશ્વાસ નથી, તો શું સત્તા પર આવશે તો ઈડી વિશ્વાસુ બની જશે? આ વિપક્ષી નેતાઓને રફાલ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં પણ વિશ્વાસ નથી.
ખેર, આ ચર્ચા હવે છેક મે મહિના સુધી ચાલુ રહેશે. કોણ સાચું છે અને કોણ ખોટું છે... ચર્ચા થશે પાંચ વર્ષમાં સરકારે કેટલી કામગીરી કરી અને સામે વિપક્ષી નેતાઓએ આટલા દાયકામાં કેટલાં કામ કર્યા હતા અથવા જ્યાં તેમની રાજ્ય સરકાર છે ત્યાં પ્રગતિ-વિકાસના કેટલાં કામ થયાં? ચર્ચા એ વાતની થશે કે પ્રજાને દેશની પ્રગતિમાં રસ છે કે પછી મોદી-શાહને અટકાવવાના રાજકારણમાં રસ છે? ચર્ચા એ વાતની થશે કે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ પગલાં લેવા જરૂરી છે કે પછી ભ્રષ્ટાચારીઓ એકત્ર થઈને એકતા બતાવે એ લાભદાયી છે?

Monday, January 14, 2019

ભારતીય નાગરિકોની તરફેણમાં કોણ છે? કોણ નથી?


ભારતીય નાગરિકોની તરફેણમાં કોણ છે? કોણ નથી?

--- સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાફેલ અને સવર્ણો માટે 10 ટકા અનામતના મુદ્દે હોબાળા વચ્ચે એક અત્યંત અગત્યનો ખરડો પસાર ન થઈ શક્યો. આ સુધારા ખરડો પસાર થયો હોત તો ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તામાંથી વિસ્થાપિત થતા હિન્દુઓ ભારતમાં સહેલાઇથી રહી શકત, પણ...


-- અલકેશ પટેલ

આ મહિનાના પ્રારંભે શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં દિલ્હીમાં અને તેમાંય ખાસ કરીને સંસદભવનમાં ભારે ગરમાગરમી હતી. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો રાફેલ યુદ્ધ વિમાનના મુદ્દે ભારત સરકારને ભીંસમાં લેવા આતુર હતા, તો બીજી તરફ નરેન્દ્ર મોદી સરકાર ત્રણ તલાક અને નાગરિકત્વ સુધારા ખરડા પસાર કરાવવા પ્રયાસ કરતી હતી. જોકે સત્ર પૂર્ણ થવાના છેલ્લા દિવસે સવર્ણ અનામત માટે જોગવાઈ કરવા 124મો બંધારણીય ખરડો લાવીને ઘણો મોટો રાજકીય ખેલ પાડી દીધો.
દેશના સામાન્ય નાગરિકો, વિરોધ પક્ષો, (કથિત) બુદ્ધિજીવીઓ સહિત બધા જાણે છે કે સવર્ણો માટે અનામતની જોગવાઈની વિચારણા ઘણું નોંધપાત્ર રાજકીય પગલું છે અને એટલે જ ડાબેરીઓ તથા મુસ્લિમ પક્ષો સિવાય બીજા કોઇએ તેનો ખુલ્લો વિરોધ કર્યો નથી. સવર્ણ અનામત વિશે ખૂબ ચર્ચા થઈ છે, તેના વિશે ઘણું લખાયું છે અને આગામી સમયમાં એ પ્રવાહ ચાલુ રહેશે, પરંતુ આ બધી હોહા અને હોબાળામાં નાગરિકત્વ સુધારા ખરડો પસાર ન થયો – અથવા કહો કે કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષોએ પસાર ન થવા દીધો તેને કારણે ઘણી મોટી સંખ્યામાં મૂળ ભારતવાસીઓના દિલ દુભાયાં છે.
શું છે નાગરિકત્વ (સુધારા) ખરડો, 2019:
મૂળભૂત રીતે 1955ના આ કાયદા હેઠળ અન્ય દેશોમાં રહેતા મુસ્લિમ સિવાયના ભારતીય નાગરિકો કોઈ કારણથી મુશ્કેલીમાં આવી પડે અને તેઓ જે દેશમાં રહેતા હોય ત્યાંથી ભારત આવવા મજબૂર બને તો કેટલીક શરતોને આધિન ભારતનું નાગરિકત્વ આપવામાં આવે છે. હાલ આ કાયદા હેઠળ આવા મૂળ ભારતીય નાગરિકો દેશમાં આવીને ઓછામાં ઓછા 12 વર્ષ રહ્યા હોય ત્યારે તેમને નાગરિકત્વ અપાય છે.
પરંતુ મોદી સરકારે આ કાયદામાં સુધારો કરીને નવો ખરડો દાખલ કર્યો હતો જે અનુસાર વિદેશમાં વસતા પીડિત ભારતીય નાગરિકોને છ વર્ષમાં નાગરિકત્વ આપવાની જોગવાઈ કરવામાં આવી અને આ માટે તેમની પાસે કોઈ દસ્તાવેજ ન હોય તો પણ ભારતીય નાગરિકત્વ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. લોકસભામાં ભાજપ અને એનડીએની બહુમતી હોવાથી આ ખરડો પસાર થઈ ગયો હતો, પરંતુ હંમેશાં થાય છે એમ, કોંગ્રેસ-ડાબેરીઓ તેમજ મુસ્લિમ પક્ષોએ રાજ્યસભામાં આ ખરડો પસાર થવા ન દીધો.
રાજ્યસભામાં આ ખરડો રજૂ કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે તમામ પક્ષોને આ ખરડો પસાર કરવા સહકાર આપવા માટે અપીલ કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિત અન્ય દેશોમાં વસતા હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, પારસી તથા ખ્રિસ્તી નાગરિકો માટે દુનિયામાં બીજે ક્યાંય આશ્રય લેવાની શક્યતા નહીં હોવાથી ભારતે તેમને આશ્રય સાથે વહેલી તકે નાગરિકત્વ આપવું જોઇએ.
કોંગ્રેસ, ડાબેરીઓ તેમજ છૂટાછવાયા મુસ્લિમ પક્ષોનું વલણ આપણે જાણીએ છીએ. તેઓ દેખાડો અને દંભ કરવા માટે સેક્યુલારિઝમની વાતો કરે છે, પરંતુ તેમના સેક્યુલારિઝમમાં માત્ર લઘુમતી તૃષ્ટિકરણ જ હોય છે. તેમના સેક્યુલારિઝમમાં હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી નાગરિકોનો સમાવેશ થતો નથી. અને એટલે જ આ પક્ષોએ જે રીતે લઘુમતીઓની ખુશામત કરવા માટે ટ્રિપલ તલાકનો ખરડો રાજ્યસભામાં પસાર ન થવા દીધો એ જ રીતે ભારતીય મૂળના વિદેશી પીડિત નાગરિકોને ભારતનું નાગરિકત્વ આપવા માટેનો સુધારા ખરડો પણ પસાર ન થવા દીધો.
ભારતીય રાજકારણની આ અત્યંત દુઃખદ સ્થિતિ છે. અહીં ભાજપ જેવા અમુક પક્ષો રાષ્ટ્રવાદની વાત કરે તો તેને કોમવાદમાં ખપાવી દેવામાં આવે છે. અને સામે કોંગ્રેસ-ડાબેરીઓ તેમજ મુસ્લિમ પક્ષો દેશને, દેશની સલામતીને નુકસાન થવાના ભોગે પણ લઘુમતીઓની ખુશામત કરે અને છતાં તેમને સેક્યુલર ગણવામાં આવે! કોંગ્રેસ-ડાબેરીઓ તેમજ મુસ્લિમ પક્ષોનું આ પક્ષપાતી વલણ રોહિંગ્યાઓના કેસમાં આપણે સૌ જોઈ ચૂક્યા છીએ. રોહિંગ્યાઓ દેશની સલામતી માટે જોખમી હોવા છતાં આ કહેવાતા સેક્યુલર પક્ષો એમને ભારતમાં રાખવા માગે છે અને સામે મૂળ ભારતીય હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ અને પારસી અન્ય દેશમાં પીડિત હોય અને ભારતમાં આવવા માગતા હોય તો એ જ પક્ષો વિરુદ્ધમાં મત આપે છે!
હવે એવી આશા છે કે જાન્યુઆરીના અંતમાં મળનાર ટૂંકા બજેટ સત્રમાં સરકાર કદાચ ફરીથી નાગરિકત્વ સુધારા ખરડો, 2019 પસાર કરાવવા પ્રયાસ કરશે. જો ત્યારે પણ નિષ્ફળતા મળશે તો પછી એ ખરડાનું ભવિષ્ય શું હશે એ કહેવું મુશ્કેલ છે. સિવાય કે ચૂંટણી પછી લોકસભાની સાથે સાથે રાજ્યસભામાં પણ ભાજપ-એનડીએની બહુમતી થાય તો આવા દેશહિતના કાયદા પસાર થઈ શકે.

Monday, January 7, 2019

નસીર, હમીદ અને ભારતની ટુકડે ગેંગ


નસીર, હમીદ અને ભારતની ટુકડે ગેંગ

--- ઉપરાષ્ટ્રપતિ પદે રહી ચૂકેલા હમીદે નિવૃત્તિ પછી ભારત વિરોધી ઝેર ઓક્યું હતું. દાયકાઓથી ફિલ્મના માધ્યમથી ભોળા ભારતીયોના નાણાં ઓળવી જનાર નસીરુદ્દીન શાહ હવે તેની અસલીયત ઉપર આવ્યો. આ ઘટનાઓ સામે આંખ આડા કાન કરનાર ભોળા ભારતીયો પાસે પસ્તાવો કરવાનો સમય પણ નહીં રહે...


-- અલકેશ પટેલ

1947 પહેલાં જે લોકો ડરતા હતા એ બધા પાકિસ્તાન નામે ઇસ્લામિક દેશની માગણી કરીને ત્યાં ચાલ્યા ગયા. ત્યારપછી એ ડરતી પ્રજામાંથી જે લોકો અહીં રોકાઈ ગયા એ એવું જ કહેતા રહ્યા કે અમને ભારત માટે પ્રેમ છે એટલે અહીં રોકાયા છીએ. આવી પ્રજાના કેટલાક લોકોનો પરિચય છેલ્લાં ચાર વર્ષમાં આપણને થયો છે – જેમ કે આમીર, હમીદ અને હવે નસીર. આમાંથી આમીર અને નસીર હિન્દી ફિલ્મ ઉદ્યોગને ભ્રષ્ટ કરનાર તત્વો છે, અને હમીદ અનસારી ઉપરાષ્ટ્રપતિ હતો. આમ તો આવા બીજા અનેક ડરપોક તત્વો છે, જેમનું કામ છૂપાઈ રહીને દૂધ પીવાનું અને મોકો મળે ત્યારે ડંખ મારવાનું હોય છે.
જે લોકોને દુનિયાના ઇતિહાસની થોડીઘણી પણ જાણકારી છે તેઓ સારી રીતે જાણે છે કે આશરે 1400 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલા ઇસ્લામની પાયાની મૂળભૂત ધારણા અન્ય તમામ ધર્મ-સમુદાયના લોકોને કાફીર માનવાની છે. કમનસીબે આ માન્યતામાંથી હમીદ, નસીર, આમીર અને શાહરુખ જેવા તત્વો પણ બાકાત નથી. આ તત્વોને આ દેશમાં ગમે તેટલું માન મળે, ગમે તેટલા સન્માન મળે, ગમે તેટલા નાણા મળે તો પણ અન્ય ધર્મના લોકો પ્રત્યે ઝેર ફેલાવવાની પ્રવૃત્તિમાંથી બહાર ન નીકળે.
આ તત્વોની મોડસ ઓપરેન્ડી એક સમાન હોય છે. જ્યાં સુધી અન્ય ધર્મ-સમુદાયના લોકો એમની વાતમાં હા-જી-હા કરે ત્યાં સુધી એ લોકો સારા લાગતા હોય છે, પરંતુ જે ક્ષણે કોઈ તેમનો વિરોધ કરે અથવા તેમની અસલિયત ઓળખી જાય એ સાથે જ ડર નાં રોદણાં રોવા લાગે અને અન્ય ધર્મ-સમુદાયના ભોળા લોકોની સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કરે. અને આ તત્વોએ જ અગાઉથી ગોઠવેલી વર્ણસંકર પ્રજાતિ જેવી સેક્યુલર, ડાબેરી અને અર્બન નક્સલી જેવી પ્રજાતિઓ તરફથી સહાનુભૂતિ મળી પણ જતી હોય છે.
નસીર, હમીદ, આમીર, શાહરુખ જેવા તત્વો જે ક્ષેત્રમાં કામ કરતા હોય એ ક્ષેત્રમાં અન્ય ધર્મ-સંસ્કૃતિના લોકોની મજાક ઉડાવવાનું, અન્ય ધર્મ-સંસ્કૃતિના લોકોને અપ્રામાણિક અને ખરાબ ચીતરવાનું, અન્ય ધર્મ-સંસ્કૃતિના લોકોની પરંપરાઓની હાંસી ઉડાવવાનું કામ કરતા હોય છે. પણ જે ક્ષણે આવાં તત્વોને કોઈ પડકારે એટલે તરત ડર અને અસહિષ્ણુતા જેવા શબ્દો બોલવા લાગે.
આઘાતજનક બાબત એ છે કે આવા તત્વોને આતંકવાદી હુમલા થાય ત્યારે કોઈ ડર નથી લાગતો. નસીરુદ્દીને તો ભારતીય સંસદ ઉપરના હુમલાના આરોપી આતંકવાદી અફઝલ ગુરુની ફાંસી અટકાવવા માટેની અરજી ઉપર પણ સહી કરી હતી. નસીર, હમીદ, આમીર, શાહરુખ જેવા તત્વોએ કોઈ દિવસ હિન્દુઓના હિતો, ભારતીય લશ્કરી દળોના હિતોની તરફેણમાં કશું કહ્યું નથી. કરોડો-કરોડો ભારતીયો માટે આસ્થા સમાન ગૌમાતાની તરફેણમાં કોઈ કશું બોલે તો તરત જ આ જેહાદી તત્વો અસહિષ્ણુતા નાં રોદણાં રોવાનું શરૂ કરી દે, પરંતુ એમાંના એકેય ગાયોની દાણચોરી અને કતલ કરનારા જેહાદીઓ વિરુદ્ધ એકપણ શબ્દ બોલતા નથી.
ભારત અને દુનિયાના અન્ય દેશોની કમનસીબી એ છે કે દરેક દેશમાં નપુંસકતાની હદે પહોંચી ગયેલા મીડિયા અને બુદ્ધિજીવીઓ હોય છે. આ નપુંસક મીડિયા અને બુદ્ધિજીવીઓ ઇસ્લામિક જેહાદીઓ દ્વારા ઊભી કરવામાં આવેલી તદન નકલી ડર અને અસહિષ્ણુતા ની વાતોને પડકારતા નથી, બલ્કે એ જેહાદીઓને પોતાના ખોળામાં બેસાડીને એમની ખોટી વાતનો પ્રોત્સાહન આપે છે. મીડિયા અને બુદ્ધિજીવીઓ નપુંસક એટલા માટે છે કે રાષ્ટ્રવાદની સામે તો બેફામ બોલવાની હિંમત કરે છે, રાષ્ટ્રવાદીઓને અપરાધી અને વિલન ચીતરીને બદનામ કરવામાં એ લોકો કશું બાકી નથી રાખતા, પરંતુ જેહાદીઓ સામે બોલવાની તેમની હિંમત હોતી નથી. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં જેહાદીઓની વગ એ હદે વધી ગઈ છે કે સોનુ નિગમ અને અભિજીત ભટ્ટાચાર્ય જેવા રાષ્ટ્રવાદી ગાયકોને કામ મેળવવામાં પણ મુશ્કેલી પડે છે.
સમગ્રતયા સ્થિતિ ચિંતાજનક છે. 2019ની લોકસભા ચૂંટણી આવી રહી છે એટલે રાષ્ટ્રવાદીઓને સત્તા ઉપર આવતા રોકવા માટે આ બધા જેહાદીઓ તમામ પ્રકારનાં ગતકડાં કરશે. આ એક એવી ટુકડે ટુકડે ગેંગ છે જેમને ભારતની બરબાદીમાં રસ છે. ભારતીય સંસ્કૃતિ અને તેનું જતન કરવા માગતા લોકોને માનસિક અને આર્થિક રીતે ભાંગી નાખવાનું કામ આ ટુકડે ગેંગ ચૂપચાપ કરી રહી છે. આ વાતની સમજ પ્રજાને પડવી જોઈએ. આ તત્વોની ચાલ-ચલગત સમજવી પડશે અને જે ભોળા ભારતીયો એ નહીં સમજે તેમના માટે થોડા દાયકા પછી પસ્તાવા માટેનો સમય પણ નહીં રહે...