Wednesday, February 17, 2021

ટૂલકિટ ગેંગનું અસ્તિત્વ હતું જ...


ટૂલકિટ ગેંગનું અસ્તિત્વ હતું જ...
-------------------------------
-- અલકેશ પટેલ
 
#ટૂલકિંટ_ગેંગનું અસ્તિત્વ ઘણું જૂનું છે. તે સાત દાયકાથી આપણી આસપાસ હતી, આજે પણ આપણી આસપાસ જ, અહીં જ છે. (અને એમાંના કેટલાક મારી આ પોસ્ટ વાંચી રહ્યા છે એ પણ મને ખબર છે) હા, તેના નામ અલગ અલગ હતા જેમ કે, #ડાબેરી_ગેંગ #ફાઇવસ્ટાર_એક્ટિવિસ્ટ_ગેંગ #અર્બન_નક્સલી_ગેંગ #ટુકડે_ગેંગ - વગેરે.

70 વર્ષમાં, ખાસ કરીને 2014 પછી ફેર એ પડ્યો કે આપણે તમામ ગેંગને ઓળખી શક્યા. તેમના ઇરાદા કેટલા ખતરનાક છે એ આપણને ખબર પડવા લાગી. તેનું શ્રેષ દેશના મજબૂત અને સમર્થ નેતૃત્વને ફાળે જાય છે.

પણ 2014 પહેલાં આ બધી ફાઇવસ્ટાર ગેંગને અમુક સત્તાધારી પક્ષોનું, એ સત્તાધારી પક્ષોના રાજકારણીઓનું સમર્થન હતું. આ બધી ગેંગના માફિયા દિલ્હીમાં અને કેટલીક વિધાનસભામાં સત્તાની પરસાળોમાં વટથી ફરતા હતા. 2014 પહેલાં આ તમામ ગેંગ એક પ્રકારે સમાંતર સત્તા ભોગવતી હતી. તિસ્તા નામની ટુકડાવાદીને દિલ્હીમાં દૂરદર્શન કેન્દ્રની ઑફિસમાં એક અલગ કૅબિન ફાળવવામાં આવી હતી એવી નોંધ ડીડી ન્યૂઝના રાષ્ટ્રવાદી પત્રકાર અશોક શ્રીવાસ્તવે તેમના પુસ્તક (Narendra Modi CENSORED)માં કરી છે.

ટૂલકિટ ગેંગના આ માફિયાઓએ જ 2013-14માં કોમી તોફાનો વિરોધી કાયદાનો મુસદ્દો તૈયાર કર્યો હતો જેમાં દેશમાં ગમે ત્યાં, ગમે તે કોમી તોફાન થાય તો તેની જવાબદારી માત્ર હિન્દુઓ ઉપર લાદવાની જોગવાઈ હતી.

આ દેશમાં ટૂલકિટ ગેંગના ઇશારે ગણ્યા ગણાય નહીં એટલા બહુમતી વિરોધી પગલાં લેવાતાં રહ્યાં હતા અને હાલ મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, છત્તીસગઢ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, તેલંગણા અને તમિળનાડુમાં બહુમતી વિરોધી વાતાવરણ ખતરનાક રીતે હિન્દુઓને ગુંગળાવી રહ્યું છે.

દેશની સરકાર તો આ તમામ ટૂલકિટ ગેંગ સામે અડીખમ ટકી રહી છે અને પગલાં પણ લઈ રહી છે. પ્રજા તરીકે આપણે આ વાત સમજીએ અને ટુકડાવાદી ટૂલકિટ ગેંગ સ્હેજપણ સફળ ન થાય એ તકેદારી રાખીએ. સોશિયલ મીડિયાએ આપણને તક અને બળ આપ્યાં છે તેનો ઉપયોગ કરીને આપણી આસપાસની ટૂલકિટ ગેંગને ઓળખતા રહીએ...

દેશવિરોધી પરિબળોને ઉઘાડાં પાડવાનું કામ આમ તો મીડિયાનું છે, પણ અમુક બે-ચાર ગણ્યા ગાંઠ્યા મીડિયા સિવાય આ કામ કોઈ નહીં કરે, કેમ કે એ બધા પણ #જેહાદી_ગેંગથી ઘેરાયેલા છે. એટલે સંપૂર્ણ જવાબદારી ભાજપ-સંઘ-વિએચપી અને સાથે સાથે પ્રજાની આવે છે.

#પત્રકારત્વ_વિશ્વસનીયતાનો_પડકાર