Tuesday, May 30, 2023

કોંગ્રેસ ‘દ્વારા’ પતનથી કોંગ્રેસ’ના’ પતન સુધી

 


n  અલકેશ પટેલ

--- ક્યારેક દબાતે સ્વરે અને ક્યારેક ઊંચા અવાજે અનેક વખત એવું સાંભળવા મળ્યું છે કે રાજકીય સ્વતંત્રતા મળ્યા પછી નહેરુના બદલે સરદાર વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન બન્યા હોત તો દેશનો ઇતિહાસ આજે અલગ હોતઃ આ વાતમાં કેટલું તથ્ય છે? ચાલો ચકાસીએ.

----------------

--- નહેરુએ મૂળ ભારતીય સંસ્કાર અને પરંપરાઓને ખોખલા કરી નાખ્યા તેનો ઇનકાર થઈ શકે તેમ નથી જ. નહેરુની એ ખોખલી નીતિઓ છેક મનમોહનસિંહના સમય સુધી શાસન, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, શિક્ષણક્ષેત્ર- એમ બધે જ હાવી રહી, પરિણામે દેશ નબળો પડ્યો.

----------------

--- લઘુમતી ખુશામત ઉપરાંત ભ્રષ્ટાચાર એ હદે કોંગ્રેસના રાજકારણનો ભાગ બની ગયા કે દેશની મોટાભાગની પ્રજા કોંગ્રેસથી કંટાળવા લાગી અને ધીમેધીમે મતદારો અન્ય રાજકીય પક્ષો તરફ વળ્યા જે પક્ષો પણ હકીકતે કોંગ્રેસનું જ ડીએનએ ધરાવે છે.

==========

હિન્દુ સમાજે મક્કમ નિર્ધાર કરી લેવો જોઇએ કે તે આવા શરમજનક અને અપમાનજનક રાજકારણને સહન નહીં કરે જે એક તરફ હિન્દુ સમાજને વિભાજિત કરવા મથે છે અને બીજી તરફ મુસ્લિમોને સંગઠિત કરવા માગે છે. હિન્દુ ભાવના દ્વારા પ્રેરિત હોય અને હિન્દુ વિચારધારા હેઠળ જેનું માર્ગદર્શન થતું હોય એવી જ રાજકીય વિચારધારા મજબૂત થવી જોઇએ અને તો જ ઇસ્લામિક સામ્રાજ્યવાદી માનસિકતાના પડકારને ઝીલી શકાશે.

હિન્દુ સમાજે સંગઠિત બનીને મક્કમ રીતે કેન્દ્રીય સત્તા હાંસલ કરવી જોઇએ અને એ રીતે લોકશાહીને જીવંત રાખવી જોઇએ. જો મુસ્લિમ, માર્ક્સવાદી અને પારિવારિક રાજકારણ ચાલુ રહેશે તો આ દેશમાં લોકશાહી ટકવાનું અશક્ય છે. હિન્દુ સમાજે એ સુનિશ્ચિત કરવું જ પડશે કે કેન્દ્ર સરકાર હિન્દુ ચરિત્ર ધારણ કરે અને વહીવટમાં હિન્દુ ભાવના લાવવામાં આવે અને કેન્દ્ર સરકાર એક હિન્દુ રાષ્ટ્રમાં હિન્દુ સરકાર તરીકે કામગીરી કરે. (સંદર્ભઃ પુસ્તક- Heroic Hindu Resistance to Muslim Invaders. લેખકઃ સિતારામ ગોયલ. પાના નં.52 (બાવન))

1947થી 2014 સુધીમાં એકમાત્ર અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની સરકારને બાદ કરતાં મોટેભાગે કાંતો કોંગ્રેસ અથવા કોંગ્રેસ સમર્થિત સરકારોએ આ દેશની અને ખાસ કરીને ભારતીયતાની શું હાલત કરી હતી તેનો અંદાજ ઉપરના બે ફકરા પરથી આવી શકે છે. લેખક સિતારામ ગોયલના આ પુસ્તકનો વિષય આમ તો તેના શીર્ષક પ્રમાણે ઇ.સ. 636થી ઇ.સ. 1206 ના ગાળામાં મુસ્લિમ આક્રમણો દરમિયાન ભારતીય રાજાઓએ જે વીરતા દર્શાવી હતી તેનું ઐતિહાસિક દસ્તાવેજીકરણ છે. પરંતુ પુસ્તકના અંતિમ પ્રકરણમાં લેખક આક્રમણકારીઓના સમગ્ર ઇતિહાસનો સાર આપીને કહે છે કે, ઇસ્લામિક તેમજ અંગ્રેજોના આક્રમણને કારણે કોંગ્રેસ પક્ષનો ગુલામીની માનસિકતામાં જન્મ થયો અને 1947 પછી શાસન દરમિયાન એ ગુલામ માનસિકતાએ સેક્યુલારિઝમનું જે વરવું સ્વરૂપ ધારણ કર્યું તેનાં માઠાં પરિણામો શિક્ષણ અને શાસન વ્યવસ્થામાં જોવાં મળ્યાં. સિતારામ ગોયલનું આ પુસ્તક 1990ના દાયકાનું છે અને ત્યારે ભારતીય જનતા પક્ષ આટલા મોટા પાયે કેન્દ્રમાં અને રાજ્યોમાં સત્તા પર આવશે એવી કોઇને કલ્પના નહોતી.

ખેર, તો આ લેખના શીર્ષકના સંદર્ભમાં આટલી પૂર્વભૂમિકાને કોંગ્રેસના શાસનકાળની ટીપ ઑફ આઇસબર્ગ ગણાવી શકાય. તો વિચારો આખેઆખો આઇસબર્ગ કેટલો જોખમી હશે! કોંગ્રેસે ભારતીયતાને નષ્ટ કરવાની કામગીરી 1947 પછી કરી છે એ કહેવું સદંતર ખોટું છે. વાસ્તવમાં મોહનદાસ કરમચંદ ગાંધી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા અને તેમણે કોંગ્રેસની બાબતોમાં હાથ-પગ-માથું મારવાનું શરૂ કર્યું ત્યારથી જ કોંગ્રેસની ગાડી પાટા પરથી ઊતરી ગઈ હતી અને પક્ષ આડે રસ્તે ફંટાઈ ગયો હતો.

મોહનદાસ કરમચંદ ગાંધીએ 1920ના અરસામાં કોંગ્રેસને ભ્રષ્ટ કરવાનું શરૂ કર્યું હતું. જે ખિલાફત ચળવળને ભારત સાથે કોઈ લેવાદેવા નહોતી તેને મોહનદાસ ગાંધીએ ભારતીય સ્વતંત્રતા ચળવળ સાથે જોડવા કોંગ્રેસને ફરજ પાડી-> 

(1)-https://encyclopedia.1914-1918-online.net/article/khilafat_movement), 

(2)-https://www.britannica.com/event/Khilafat-movement ) અને એ સાથે કોંગ્રેસને એક ચોક્કસ વર્ગની ખુશામત કરવાનો અસાધ્ય રોગ લાગુ પડી ગયો હતો જે 100 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં આજ સુધી મટ્યો નથી.

n  પંચવર્ષીય યોજનાનું પાપઃ- અટકાના-લટકાના-ભટકાનાઃ

નહેરુને રાષ્ટ્રીય સમસ્યાઓને બદલે સોવિયેત સંઘ, ચીન અને પાકિસ્તાન પ્રત્યે વધારે લગાવ હતો. ટૂંકી દૃષ્ટિવાળા નહેરુએ તે સમયના કટ્ટર સામ્યવાદી સોવિયેત સંઘનું પંચવર્ષીય યોજનાનું મોડેલ ઉઠાવી લઇને ભારતમાં ઠોકી બેસાડ્યું. ભારતની સ્થિતિ માટે એ સામ્યવાદી મોડેલ અનુકૂળ છે કે નહીં તેના વિશે જોયા-વિચાર્યા વિના અહીં તેનો અમલ શરૂ કરી દીધો. તેનું દુષ્પરિણામ એ આવ્યું કે, વહીવટી તંત્રને દરેક કામો જરૂરિયાત અનુસાર કરવાને બદલે એમની અનુકૂળતા અનુસાર કરવાની ટેવ પડી ગઈ. અર્થાત સરકાર દ્વારા કોઈ વિકાસલક્ષી યોજના બનાવવામાં આવે તો પ્રજાના હિતમાં તેનો તત્કાળ અમલ શરૂ કરવાને બદલે એ કામ પાંચ વર્ષના ગાળામાં કરવાનું છે એવું તે સમયના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા માની લેવામાં આવ્યું. પંચવર્ષીય યોજનાના પાંચ વર્ષના ગાળામાં નિર્ધારિત કામો પૂરાં કરવાને બદલે જે તે યોજનાના પ્રથમ ચાર વર્ષ સુધી માત્ર આયોજન અને બજેટ બનાવવામાં પસાર થતાં અને છેલ્લા વર્ષે કામગીરી શરૂ થાય. સ્વાભાવિક રીતે જ એક વર્ષમાં કામગીરી પૂર્ણ ન થાય એટલે તેને ત્યારપછીની પંચવર્ષીય યોજનામાં સમાવવામાં આવે. હવે એ નવી પંચવર્ષીય યોજના માટે બીજા નવાં આયોજન થયાં હોવાથી જૂનાં કામો કાંતો સદંતર ખોરંભે પડી જાય અથવા સાવ ગોકળગાયની ગતિએ ચાલે. નરેન્દ્ર મોદી જેને કોંગ્રેસની અટકાના-લટકાના-ભટકાના નીતિ કહે છે તે આ જ તો છે. આ બાબતના અગણિત ઉદાહરણો છે, પરંતુ માત્ર એક ઉદાહરણથી તેની ગંભીરતાનો ખ્યાલ આવશે. વર્તમાન સમયના ભારતના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ પૈકી એક એવા શ્રી એસ. ગુરુમૂર્તિએ તાજેતરમાં રિપબ્લિક સમાચાર ચૅનલ પર આર્થિક બાબતોના એક કાર્યક્રમ- રિપબ્લિક ડાયલોગ્સ માં ભાગ લેતાં કહ્યું હતું કે, ચીને 11 વર્ષમાં ચાર જંગી ડેમ બાંધ્યા હતા જ્યારે ભારતમાં નર્મદા ડેમ 60 વર્ષે પૂરો થયો. શ્રી ગુરુમૂર્તિ 12 વર્ષમાં ગુજરાતમાં (2002થી 2014) અને 2014થી દેશમાં વિકાસની ગતિ કેવી રહી તે વિશે વાત કરતાં આ ચર્ચામાં

(https://www.youtube.com/watch?v=DyLeLeGuMzs&list=PL9iCfxJ0ri30HGjquuwXz4lhwEbotioUm&index=2&ab_channel=RepublicWorld ) કહ્યું હતું કે, ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે અગાઉના સાત દાયકાની ધીમી ગતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ પ્રોએક્ટિવ ગવર્નન્સનો માર્ગ અપનાવ્યો.

n  કાશ્મીર સમસ્યા અને ચીની આક્રમણઃ

 જમ્મુ-કાશ્મીરના ભારત સાથેના જોડાણ અંગેની સાચી હકીકત હજુ આજે પણ દેશના મોટાભાગના લોકો જાણતા નથી. એ વિશે આગળ વાત કરીએ. નહેરુના બ્લંડરની શરૂઆત કાશ્મીર સમસ્યાથી થઈ હતી. સ્વતંત્રતાના ત્રણ મહિનામાં જ પાકિસ્તાનીઓએ જમ્મુ-કાશ્મીરમાં આક્રમણ કરી દીધું. પાકિસ્તાને આક્રમણ શા માટે કર્યું એ વાત સમજાશે તો નહેરુની ટૂંકી દૃષ્ટિનો અથવા પાકિસ્તાનીઓ પ્રત્યેના છૂપા પ્રેમ વિશે સમજાશે. ઑક્ટોબર 1947માં પાકિસ્તાનીઓએ આક્રમણ કર્યું ત્યારે જમ્મુ-કાશ્મીરના તત્કાલીન રાજા હરિસિંહે ભારત સરકારની મદદ માગી. એ સમયે ભારત સરકારે હરિસિંહને ભારતમાં જોડાઈ જવાની શરત મૂકી. હરિસિંહે રાતોરાત જોડાણ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને પછી ભારતે સૈન્ય મોકલીને પાકિસ્તાનીઓને પાછા ધકેલતાં-ધકેલતાં ગિલગીટ-બાલ્ટિસ્તાન સુધી લઈ ગયા, પરંતુ એ જ સમયે નહેરુએ અચાનક યુદ્ધ વિરામ જાહેર કરી દઇને આખો મામલો સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ સમક્ષ લઈ જવાનો નિર્ણય કર્યો. નહેરુના આ પરાક્રમનાં દુષ્પરિણામ આજે પણ ભારત ભોગવી રહ્યું છે કેમ કે એકાએક યુદ્ધ વિરામ જાહેર કરી દેતાં જમ્મુ-કાશ્મીરના જે પ્રદેશમાં પાકિસ્તાનીઓ હતા એ ત્યાં જ રોકાઈ ગયા અને એ પ્રદેશ પાકિસ્તાનનો થઈ ગયો. 75 વર્ષથી એ પ્રદેશને પાકિસ્તાન આઝાદ કાશ્મીર ગણે છે અને ભારત તેને પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) ગણે છે.

(https://theprint.in/pageturner/excerpt/nehru-going-to-un-on-kashmir-was-an-error/490062/)

પણ હવે મૂળ વાત- સ્વતંત્રતાના ત્રણ જ મહિનામાં પાકિસ્તાની હુમલાની સ્થિતિ જ પેદા ન થઈ હોત જો નહેરુએ રાજા હરિસિંહની ભારતમાં જોડાવાની વિનંતી પહેલાં જ સ્વીકારી લીધી હોત. રાજા હરિસિંહે જુલાઈ 1947માં અને ત્યારબાદ ઑક્ટોબર 1947માં ભારતમાં ભળવા માટે તૈયારી બતાવી હતી પરંતુ નહેરુએ બંને વખત કાશ્મીરના રાજાની વિનંતીની ઉપેક્ષા કરી. આ વાત નહેરુએ પોતે લોકસભામાં (24 જુલાઈ, 1952ને ગુરુવારના રોજ) પોતાના પ્રવચનમાં કરી છે, એટલું જ નહીં પરંતુ તેમણે તત્કાલીન ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને લખેલા પત્રમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે રાજા હરિસિંહ ભારતમાં ભળવા આતુર છે પરંતુ એ વિશે પોતે (અર્થાત નહેરુ) વિચારણા કરવા તૈયાર નથી. આ સમગ્ર સિલસિલાબંધ હકીકત જાહેર કરતો લેખ વર્તમાન કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજીજુએ એક પ્રતિષ્ઠિત સમાચાર વેબસાઇટમાં લખ્યો હતો >>> 

(1) https://www.news18.com/news/opinion/opinion-union-law-minister-kiren-rijiju-writes-nehrus-5-blunders-on-kashmir-the-real-story-6377083.html).

(2) https://twitter.com/KirenRijiju/status/1592021379431673856?s=20&t=-Qc_LSX_XIQW4fBAgns84g ).

એ જ રીતે ચીની આક્રમણ પણ નહેરુની દેન છે એ વાતમાં કોઈ આશંકા નથી. વિચારોમાં સામ્યવાદી અને આચરણમાં સામંતવાદી વિચારધારા ધરાવતા નહેરુ સામ્યવાદી ચીનના વિસ્તારવાદી ઈરાદા ઓળખવામાં કાચા સાબિત થયા. સરદાર પટેલ સહિત એ સમયના અન્ય દીર્ઘદૃષ્ટા નેતાઓ ઉપરાંત એ સમયના ટોચના સૈન્ય અધિકારીઓ દ્વારા ચીનના ઈરાદાઓ વિશે ચેતવણી આપવા છતાં નહેરુ સાવધાન ન થયા અને ચીને 1962માં ભારત ઉપર આક્રમણ કરી દીધું. >>> 

(1) https://www.indiandefensenews.in/2020/10/sardar-patels-letter-to-nehru-nov-7.html

(2) https://www.thequint.com/news/india/patels-letter-to-nehru-on-tibet-chinese-do-not-regard-us-as-friends#read-more )

 n  ભ્રષ્ટાચારનું ઉદ્દગમસ્થાન કોંગ્રેસઃ

 ભારતની રાજકીય વ્યવસ્થામાં ભ્રષ્ટાચારનું ઉદ્દગમસ્થાન કોંગ્રેસ પક્ષ છે એ વાત હવે તો કોઇનાથી અજાણી નથી. (https://www.indiatvnews.com/politics/national/worst-political-scandals-of-independent-india-7515.html/page/2 ) સ્વતંત્રતાના એક વર્ષમાં, 1948માં ભારતીય સૈન્ય માટે જીપની ખરીદી કરવાની જરૂરિયાત ઊભી થઈ. તે સમયના નહેરુના ખાસ વિશ્વાસુ અને બ્રિટન ખાતે ભારતના રાજદૂત તરીકે નિયુક્ત વી.કે. કૃષ્ણ મેનન સીધા જ જીપ ખરીદીના કૌભાંડમાં સંડોવાયા હતા. મેનને સૈન્ય જવાનો માટે નવી જીપ ખરીદવાને બદલે તેમના કોઈ બ્રિટિશ મળતિયા સાથે સેકન્ડ-હેન્ડ જીપ ખરીદવાનો સોદો કરી દીધો. આ જીપનો પહેલો જથ્થો આવી પહોંચ્યો ત્યારે એ જીપોની હાલત જોઇને સંરક્ષણ મંત્રાલય તેમજ સૈન્ય અધિકારીઓએ તે સ્વીકારવાનો અને તેનો ઉપયોગ કરવાનો ઇનકાર કરી દીધો. એ સોદામાં મેનને જે કટકી મેળવવાની હતી એ તો પહેલા જ મેળવી લીધી હતી. હવે જીપોની ગુણવત્તા નબળી હોવાને કારણે સોદો રદ્દ થતાં બ્રિટિશ કંપનીને અગાઉથી ચૂકવી દેવામાં આવેલા નાણા પણ ગયા અને જીપો પણ ન મળી. આ હતો પહેલો નહેરુ-કાંડ.

હકીકત એ છે કે, કોંગ્રેસ પક્ષ અને તેમાંય ખાસ કરીને નહેરુ-ગાંધી ખાન-દાનના સમયગાળામાં અને ત્યારબાદ મૌની બાબા તરીકે ઓળખાતા એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહનો 10 વર્ષનો સમયગાળો પણ રાજકીય અને આર્થિક કૌભાંડોથી એ હદે ખીચોખીચ રહ્યો કે ભારતને પ્રગતિના માર્ગ ઉપર લઈ જવા, ભારતનો વિકાસ કરવાની દિશામાં કોઇએ ધ્યાન આપ્યું જ નહીં. કોંગ્રેસી શાસનના કુલ 53 વર્ષમાંથી 38 વર્ષ નહેરુ-ગાંધી ખાન-દાને સીધું શાસન કર્યું, બાકીનાં વર્ષો કાંતો તેમના રિમોટથી ચાલતા નેતાઓ સત્તા પર રહ્યા અને એ આખો સમયગાળો માત્ર કૌભાંડથી ગાજતો રહ્યો. (https://myvoice.opindia.com/2021/05/congress-and-scams-the-jeep-scandal-1948-and-nehrus-ignorance/ ) 2014 પહેલાંનો ભારતનો રાજકીય ઇતિહાસ જીપ કૌભાંડ, બોફર્સ કૌભાંડ, ટુ-જી કૌભાંડ, ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર કૌભાંડ, સ્કોર્પિયો સબમરીન કૌભાંડ, કૉમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, અબ્દુલ રહેમાન અંતુલે કૌભાંડ, શૅરબજાર કૌભાંડ વગેરેથી ખરડાયેલો છે. આટલું ઓછું હોય તેમ કોંગ્રેસે જે રાજકીય પક્ષો સાથે ચૂંટણી જોડાણ કર્યાં અથવા કોંગ્રેસમાંથી નીકળીને જે નેતાઓએ અલગ પ્રાદેશિક પક્ષો બનાવ્યા એ પણ એવા જ કૌભાંડી હતા. તેમાં લાલુ યાદવનું ચારા કૌભાંડ હોય કે શરદ પવારનું કૃષિ સિંચાઈ કૌભાંડ હોય- બધા એક જ (કોંગ્રેસી) માળાના મણકા રહ્યા છે.

 n  ઈન્દિરા ગાંધીઃ

 પ્રિયદર્શિની નહેરુ અર્થાત ઈન્દિરા ગાંધીનો સમયગાળો બે રીતે યાદ કરવામાં આવે છે. એક તો 1971ના યુદ્ધ વખતે પાકિસ્તાનના બે ટુકડા કરી દેવા માટે તથા 1975માં કટોકટી લાદવા માટે. અનેક રાજકીય નિષ્ણાતો હજુ આજે પણ કહે છે કે, 1971માં મેળવેલી જીત અને ત્યારબાદ ઓછામાં ઓછા 93,000 પાકિસ્તાની સૈન્ય જવાનો યુદ્ધકેદી તરીકે આપણા કબજામાં હતા ત્યારે તેમને છોડવાના બદલામાં પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર માગી લેવું જોઇતું હતું તેના બદલે ઈન્દિરા ગાંધીએ શિમલા કરાર કરીને એ હુમલાખોર પાકિસ્તાની સૈન્ય જવાનોને છોડી દીધા એટલું જ નહીં પરંતુ કાશ્મીર પ્રશ્ને સમાધાન કરીને તેને કાયમ માટે સળગતો રાખ્યો. એ જ રીતે કટોકટીનો (1975થી 1977) કલંકિત ગાળો ભારતીય ઇતિહાસનું સૌથી કાળું પ્રકરણ છે જે ઈન્દિરા ગાંધીએ લખ્યું હતું.

 n  કોંગ્રેસના તૂટવાની શરૂઆત અને પ્રાદેશિક પક્ષોનો ઉદયઃ

 આમ તો લાલબહાદુર શાસ્ત્રીના એકાએક અવસાન પછી સિનિયર અને કાબેલ નેતાઓની ઉપેક્ષા કરીને અમુક મળતિયાઓની મદદથી ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બની ગયા ત્યારથી કોંગ્રેસની તૂટવાની શરૂઆત થઈ ચૂકી હતી. ઈન્દિરા ગાંધીની જોહુકમી સહન કરવા નહીં માગતા મોરારજી દેસાઈ સહિત ટોચના નેતાઓએ શ્રીમતી ગાંધીને જ કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા. આ સિનિયર નેતાઓએ પોતાના જૂથને મૂળ કોંગ્રેસ પક્ષ ગણાવ્યો અને ઈન્દિરા ગાંધીનું જૂથ કોંગ્રેસ (આઈ) તરીકે ઓળખાયું.

નિયમિત સમયાંતરે તૂટી રહેલા કોંગ્રેસ પક્ષમાં જૂથબંધી પણ શરૂ થઈ ગઈ. (ગુજરાતમાં કોંગ્રેસ પક્ષમાં આ જૂથબંધી કેટલી હદે તેની સચોટ વિગતો કોંગ્રેસના જ ભૂતપૂર્વ નેતા અને ધારાસભ્ય સ્વર્ગસ્થ અરવિંદ પટેલના પુસ્તક ગુજરાતનું રાજકારણઃ મારી નજરે, સંકલનઃ બિનીત મોદી- દ્વારા જાણી શકાય છે.) અમુક નેતાઓ ગાંધી ખાન-દાન પ્રત્યે વફાદારી દર્શાવવાના ચક્કરમાં એ હદે નીચા ઉતરી ગયા કે તેમણે પ્રજાની ઉપેક્ષા કરવાનું શરૂ કરી દીધું. આ સ્થિતિમાં આત્મસન્માન ધરાવતા કેટલાક નેતાઓ કોંગ્રેસથી અલગ થવા લાગ્યા. કેટલાકે પ્રાદેશિક પક્ષ બનાવ્યા, તો અન્ય કેટલાક અન્ય રાષ્ટ્રીય પક્ષમાં અથવા પ્રાદેશિક પક્ષમાં જોડાઈ ગયા. કેટલાક સમજદાર નેતાઓએ રાજનીતિમાંથી સન્યાસ પણ લઈ લીધો.

 n  કોંગ્રેસના સમયગાળાના કોમી તોફાનો અને સિખ નરસંહારઃ

 રાષ્ટ્રીય સ્તરે તેમજ રાજ્યોમાં જ્યારે જ્યારે કોંગ્રેસનું શાસન રહ્યું ત્યારે કોમી તોફાનો ન થયાં હોય એવું ભાગ્યે જ બન્યું છે. આ અંગે વ્યાપક સંશોધનાત્મક અહેવાલ લોકનીતિ શોધકેન્દ્ર (પબ્લિક પૉલિસી રિસર્ચ સેન્ટર) દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ અહેવાલ (chrome-extension://efaidnbmnnnibpcajpcglclefindmkaj/http://www.pprc.in/upload/Fact-Sheet%20of%20Communal%20riots%20in%20India.pdf) જ કોંગ્રેસના કોમી-નામાનો પર્દાફાશ કરવા માટે પૂરતો છે. છતાં એ સિવાય અન્ય કેટલાક મીડિયા અહેવાલો તેમજ વ્યક્તિગત લેખકોએ પણ આ વિષય ઉપર સંશોધન કરીને વિગતવાર લખ્યું છે. (1)- https://www.dnaindia.com/india/report-6-worst-communal-riots-under-upa-government-1984678

(2)- https://hillpost.in/2013/11/top-7-riots-that-took-place-when-congress-was-in-power/96811/ )

કોંગ્રેસ-કાળમાં આટલી મોટી સંખ્યામાં કોમી તોફાનો થવા માટે કોંગ્રેસની લઘુમતી ખુશામતની નીતિ જવાબદાર હતી અને છે. હિન્દુ-મુસ્લિમ કોમી તોફાનોના આ ઇતિહાસ ઉપરાંત કોંગ્રેસના કપાળે 1984ના સિખ વિરોધી તોફાનોનું કલંક પણ લાગેલું જ છે. એ તોફાનોનું કારણ તથા તેનાં પરિણામ વિશે લગભગ દરેક ભારતવાસી જાણે છે. પોતાના શાસનકાળ દરમિયાન આટઆટલાં કોમી તોફાનો થવાં છતાં અને એ તોફાનો શરૂ કરવામાં હિન્દુઓની ભાગ્યે જ સંડોવણી હોવા છતાં કોંગ્રેસે 2012માં જે પાપ કર્યું હતું તેને કોઈપણ ભારતવાસીએ કદી ભૂલવું ન જોઇએ. દેશના સંસાધનો ઉપર પહેલો હક મુસ્લિમોનો છે એવું લાલ કિલ્લા ઉપરથી બોલનાર ડૉ. મનમોહન સિંહના વડાપ્રધાનપદ હેઠળ કોંગ્રેસે કોમવાદ વિરોધી કાયદો ઘડવાનો પ્રયાસ કર્યો હતો. મૂળભૂત રીતે 2005માં આ માટે તૈયાર કરવામાં આવેલો ખરડો- (2002માં ગોધરાકાંડને કારણે થયેલાં તોફાનોના સંદર્ભમાં) ભાજપ તેમજ હિન્દુઓને કાયમ માટે દોષિત ઠેરવવા માટેનો કુત્સિત પ્રયાસ હતો. 2005થી 2014 સુધી આ ખરડા ઉપર ચર્ચા-વિચારણા-વિવાદ થતા રહ્યા. ભાજપ સહિત રાષ્ટ્રવાદી પક્ષો તેમજ સંગઠનોએ આકરો વિરોધ કર્યો કેમ કે કોંગ્રેસે એ ખરડા દ્વારા દેશમાં કોઇપણ કોમી તોફાનો માટે બહુમતી સમાજને (અર્થાત હિન્દુઓને) જવાબદાર ઠેરવવાની અને સૌપ્રથમ હિન્દુઓની જ ધરપકડ કરવાની જોગવાઈ કરી હતી. તે ઉપરાંત સોનિયા ગાંધી-મનમોહન સિંહની સરકાર કોઇપણ રાજ્યમાં કોમી તોફાન થાય તો તે અંગે પગલાં લેવાની રાજ્યોની સત્તા ઉપર કાપ મૂકીને માત્ર કેન્દ્રીય એજન્સીઓને તપાસ અને પગલાંની સત્તા આપવાની પણ જોગવાઈ કરી હતી. પરિણામે હિન્દુઓ તો નારાજ હતા જ, સાથે વિવિધ રાજ્યોના પ્રાદેશિક પક્ષો પણ સોનિયા ગાંધી-મનમોહન સિંહની યુપીએ સરકારથી નારાજ હતા. છેવટે 2014ની લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ સરકારે એ ખરડો પરત ખેંચી લીધો હતો. આ વિષય ઉપર ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જે.એસ. વર્મા તથા ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ બી.એન. કૃષ્ણા, મુસ્લિમ લેખક અસગર અલી એન્જિનિયર, કથિત સેક્યુલર કરણ થાપર સહિત અનેક લોકોએ કોંગ્રેસના એ હિચકારા પ્રયાસ સામે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં પરંતુ ધ પાયોનીયર તેમજ ઈન્ડિયન એક્સપ્રેસ જેવા મીડિયાએ તંત્રીલેખો લખીને કોંગ્રેસના ખરડાની વિરુદ્ધ અભિપ્રાય આપ્યો હતો. આ તમામ અભિપ્રાયનું 39 પાનાનું સંકલન ઑનલાઇન ઉપલબ્ધ છે

(chrome-extension://efaidnbmnnnibpcajpcglclefindmkaj/https://www.bjp.org/files/books-monographs/communal-violance-bill-booklet-e-part-2.pdf) જે વાંચવાથી કોંગ્રેસની ભારતીયતા વિરોધી માનસિકતાનો સમગ્ર ચિતાર મળી શકશે.

 n  કોંગ્રેસ-મુક્ત ભારતઃ શરૂઆત રાજ્યોમાંથીઃ

 ખુશામત અને ભારતીયતા વિરોધી કોંગ્રેસનો રોગ હજુ પણ મટ્યો નથી એટલે જ કદાચ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ-મુક્ત ભારતની હાકલ કરી. કોંગ્રેસ-મુક્ત ભારતનો સીધો અર્થ કોંગ્રેસી વિચારધારાથી ભારતની મુક્તિનો છે. કોંગ્રેસી વિચારધારાએ કોઇપણ જાતના ભેદભાવ વિના દેશને પ્રગતિ તરફ લઈ જવાને બદલે પૂરા 70 વર્ષ સુધી અલ્પવિકસિત દેશની સ્થિતિમાં રાખ્યો. જે સમયગાળામાં દુનિયાના અનેક દેશો માળખાકીય (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) સુવિધાઓનો વિસ્તાર કરીને પોતપોતાની પ્રજા માટે પ્રગતિની બૂલેટ ટ્રેન દોડાવવા લાગ્યા હતા ત્યારે ભારતમાં કોંગ્રેસ પક્ષ મુસ્લિમ તુષ્ટિકરણ તથા અન્ય અન્યાયકારી નીતિઓ ઘડવામાં અને સમાજને વિભાજિત કરવામાં વ્યસ્ત હતો.

 https://www.myind.net/Home/viewArticle/it-is-time-nehruvian-model-is-buried-and-india-moves-ahead

        આવાં તમામ કારણોથી નારાજ થઈ રહેલા દેશના નાગરિકોએ કોંગ્રેસ-મુક્ત ભારતની નરેન્દ્ર મોદીની હાકલના અનેક દાયકા પહેલાંથી જ કોંગ્રેસી વિચારધારાથી મુક્તિનો પ્રારંભ કરી દીધો હતો. પૂર્વમાં ત્રિપુરાથીમાંડીને ઇશાનનાં રાજ્યો, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ, દક્ષિણમાં તમિલનાડુ, પશ્ચિમમાં ગુજરાત, ગોવા જેવાં રાજ્યોમાં કોંગ્રેસ પક્ષ બે-બે, ત્રણ-ત્રણ, પાંચ-પાંચ દાયકાથી સત્તા મેળવી શક્યો નથી. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલું નિવેદન સૂચક છે. (People of Nagaland have not voted for Congress since 1998, that is 24 years. People of Odisha have not voted for Congress since 1995, that is 27 years; people of Goa has not voted for Congress since 1994, that is 28 years; Tripura since 1988, 34 years; Uttar Pradesh since 1985, 37 years; West Bengal since 1972, almost 50 years; Tamil Nadu last voted for Congress in 1962, almost 60 years before. "You take the credit for the formation for Telangana, but after that people there have not voted for you. Same in case of Jharkhand," Congress bent on staying out of power for 100 years: PM Modi in Lok Sabha -- February 7, 2022).

2014 પછી તો સતત હારી રહેલો આ પક્ષ હજુ તેની લઘુમતી ખુશામત તેમજ ભાગલાવાદી વિચારધારામાંથી બહાર આવતો નથી જેનું પ્રમાણ હજુ હમણાં જ સમાપ્ત થયેલી રાહુલ ગાંધીની કથિત ભારત-જોડો યાત્રા દ્વારા મળે છે. રાહુલ ગાંધીએ સમગ્ર યાત્રા દરમિયાન જે તે રાજ્યમાં, જે તે પ્રદેશમાં સ્થાનિક લોકોની ભારતીયતા વિરૂદ્ધ ઉશ્કેરણી કરી છે. દક્ષિણમાં રાહુલ ગાંધીએ હિન્દી ભાષા વિરોધી ઉચ્ચારણો કર્યાં હતાં, તો યાત્રાના છેલ્લા તબક્કામાં જમ્મુ-કાશ્મીર પહોંચેલા રાહુલ ગાંધીએ કાશ્મીરમાં રોજગારી રળી રહેલા બિહાર સહિતના અન્ય રાજ્યોના શ્રમિકો વિરુદ્ધ ઉચ્ચારણ કરીને પોતાની ભાગલાવાદી માનસિકતા છતી કરી હતી 

(1) https://www.opindia.com/2023/01/rahul-gandhi-bharat-jodo-yatra-ouitsiders-jammu-kashmir/ ). 

(2) https://zeenews.india.com/india/jk-being-run-by-bahar-ke-log-says-rahul-gandhi-the-kashmir-files-director-vivek-agnihotri-reacts-2566895.html )

એલન ઓક્ટેવિયન હ્યુમ (Allan Octavian Hume) નામે એક અંગ્રેજ દ્વારા સ્થાપિત કોંગ્રેસની વિચારધારા વિશે હવે ખાસ કંઈ કહેવાનું રહેતું નથી. ભારતીયતાને બદલે જ્ઞાતિ-જાતિ-ધર્મનાં સમીકરણો ભારતીય રાજકારણનાં મૂળમાં ઘૂસાડવાનું પાપ કોંગ્રેસનું જ છે. પરિણામે એ જ કારણોસર કોંગ્રેસ પક્ષ તો વિખેરાયો પણ તેનાં માઠાં પરિણામ હજુ આજે પણ ભોગવવાં પડી રહ્યાં છે. પરિવારવાદી રાજકારણને કારણે કદી સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી જેવા રાષ્ટ્રવાદી અને પ્રજા સાથે ગાઢ રીતે સંકળાયેલા નેતાઓને આગળ આવવા દેવામાં ન આવ્યા. કોંગ્રેસની બિનકાર્યક્ષમતા, ટૂંકી દૃષ્ટિનું ઉદાહરણ એ પણ છે કે, 1947ના અરસામાં દુનિયાના અન્ય કેટલાક દેશ સ્વતંત્ર થયા હતા અને એમાંના ઘણા દેશ અમુક દાયકામાં જ વિકસિત દેશોની હરોળમાં આવી ગયા. જે ઇન્ફ્રાસ્ટક્ચર, જે આવાસો, જે પાણી-ટોઇલેટની સુવિધાઓ સ્વતંત્રતાના બે દાયકામાં દરેક જગ્યાએ પહોંચી જવી જોઇતી હતી એ બધા ઉપર નક્કર કામગીરી 2014 પછી શરૂ થઈ. વીજળી-પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત નહીં કરનાર કોંગ્રેસે દેશહિતને કેટલું નુકસાન પહોંચાડ્યું છે એ હવે ધીમેધીમે લોકોને સમજાઈ રહ્યું છે.

2014 પછી સતત હારી રહેલા કોંગ્રેસ પક્ષે એક તરફ મોદી સરકારની દરેક યોજનાઓ, દરેક કાયદાને ખોરવી નાખવાનો પ્રયાસ કર્યો તો બીજી તરફ હિન્દુ મત મેળવવા રાહુલ-પ્રિયંકાએ મંદિરોમાં જવાનું શરૂ કર્યું. દરેક યોજના અને દરેક કાયદાના વિરોધથી પક્ષની નકારાત્મક છબિ ઊભી થઈ. ભાજપને એ સાબિત કરવાની તક મળી ગઈ કે કોંગ્રેસ રાષ્ટ્રહિતના મુદ્દે પણ સરકારને સાથ આપવા તૈયાર નથી. તેના બે સૌથી મોટાં ઉદાહરણ કલમ 370 અને CAA – છે. તો મંદિરોની મુલાકાતમાં કોંગ્રેસની તકવાદી વિચારધારા છતી થઈ ગઈ. પ્રજાને ખ્યાલ આવી ગયો કે જે પક્ષ 2014 સુધી હિન્દુઓની ઉપેક્ષા કરતો હતો, જે પક્ષના નેતા રાહુલ ગાંધી એમ કહેતા હતા કે મંદિરોમાં જનાર લોકો મહિલાઓની છેડતી કરે છે- એ જ રાહુલ ગાંધી હવે મંદિરોમાં જાય છે!

આમ છતાં, એટલું તો અવશ્ય કહી શકાય કે આ દેશના સામાન્ય નાગરિકોના સંસ્કારો એટલા ઊંચા છે કે તેઓ કોઈ વ્યક્તિને, કોઈ નેતાને તેના જાતિ-જ્ઞાતિ કે ધર્મના આધારે મૂલવતા નથી. વર્ણ વ્યવસ્થામાં (જાતિવાદ નહીં) માનતા ભારતીય સમાજ આજે પણ તમામ વર્ણના સંતો-મહંતો અને ઋષિઓને હૃદયમાં સ્થાન આપ્યું છે. ભારતીય સમાજે તમામ વર્ણના શિક્ષકો અને ગુરુઓને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. પરંતુ એ જ ભારતીય સમાજ ઉચ્ચ વર્ણ ધરાવતા પરંતુ કનિષ્ઠ કૃત્યો અને વિચારો ધરાવતા કોઇને માન આપ્યું નથી એ પણ સત્ય છે.

        આ સંજોગોમાં સ્થિતિ એવી આવીને ઊભી રહી કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ એક તરફ હિન્દુઓનો વિશ્વાસ તો નથી જ જીતી શકતા પરંતુ બીજી તરફ અત્યાર સુધી તેઓ જે મુસ્લિમોની ખુશામત કરતા રહ્યા તે મુસ્લિમોમાં પણ કોંગ્રેસ પ્રત્યે આશંકા ઊભી થઈ રહી છે. અને તેનું પરિણામ હવેની ચૂંટણીઓમાં જોવા મળી રહ્યું છે જ્યાં મુસ્લિમો ઓવૈસી જેવા કટ્ટરવાદીઓ અને કેજરીવાલ જેવા એનાર્કિસ્ટ (અરાજકતાવાદી) તરફ વળી રહ્યા છે. આ રીતે કોંગ્રેસ પક્ષ ભારત અને ભારતીયતાને દરેક બાજુથી નુકસાન જ પહોંચાડી રહ્યો છે. XXXXX (Published in Vichar Bhaarti_Spcial issue_April - 2023)

Sunday, May 28, 2023

ભારતની નવી સંસદ, વીર સાવરકર અને વિપક્ષી રુદન

 

આજે મહાનાયક વીર વિનાયક દામોદર સાવરકર જયંતી છે. આજે જ વર્તમાન સનાતની યોદ્ધા નરેન્દ્ર દામોદરદાસ મોદી નવા સંસદભવનનું લોકાર્પણ કરી રહ્યા છે અને આવા સ્વર્ણિમ અવસરે કજિયાખોર બાળક જેવા વિપક્ષોએ ખૂણે ભરાઇને કજિયો માંડ્યો છે

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

ભારતવર્ષ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. દેશના એક મહાનાયક વીર વિનાયક દામોદર સાવરકરની આજે જયંતી છે અને દુર્ગાષ્ટમીના આવા શુભ દિવસે વર્તમાન સમયના એક સનાતની યોદ્ધા નવા સંસદભવનનું લોકાર્પણ કરી રહ્યા છે. પણ આ દેશની કમનસીબી છે કે કોંગ્રેસ સહિત વિપક્ષો ખૂણે ભરાઇને કજિયો કરી રહ્યા છે.

જે વિરોધપક્ષોએ સાથે મળીને મહામહિમ દ્રૌપદી મૂર્મુની વિરુદ્ધમાં યશવંત સિંહા જેવા વ્યક્તિને રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઊભા રાખ્યા હતા...જે વિપક્ષોએ ભેગા મળીને જગદીપ ધનખડની સામે માર્ગારેટ આલ્વાને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઊભા રાખ્યા હતા—એ બધા વિપક્ષો આજે મહામહિમ રાષ્ટ્રપતિની જાતિના નામે, ઉપરાષ્ટ્રપતિના પદના નામે છાતી કૂટી રહ્યા છે, એક ખૂણામાં ભરાઇને કાળો કકળાટ કરી રહ્યા છે.

આમ તો આ દેશના સમજદાર નાગરિકો આ કોંગ્રેસ અને ટીએમસી અને ડાબેરીઓ અને સપા, એનસીપી સહિત બધાને બરાબર ઓળખી ચૂક્યા છે. બધા જ જાણે છે કે વિપક્ષોના આ કાળા કકળાટનું મૂળ કારણ શું છે. આ દેશનો સરેરાશ નાગરિક જાણે છે કે આ બધી વિપક્ષી પ્રજાને વીર વિનાયક સાવરકર સામે વાંધો છે—અને એટલે એમના જન્મદિવસે નવા સંસદભવનનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે વિપક્ષો બાળક જેવી કજિયાખોરી કરી રહ્યા છે. આ દેશનો સરેરાશ નાગરિક જાણે છે કે, વર્તમાન સરકારે જ્યારે રાષ્ટ્રપતિપદ માટે દ્રૌપદી મૂર્મુને ઉમેદવાર બનાવ્યા ત્યારે આ બાળક જેવી કજિયાખોરી કરનાર વિપક્ષોને દ્રૌપદી મૂર્મુની જાતિ યાદ નહોતી આવી. આ દેશનો સરેરાશ નાગરિક જાણે છે કે, મોદી સરકાર ભ્રષ્ટાચાર વિરોધી પગલાં લઈ રહી છે જેને કારણે લગભગ દરેક વિપક્ષી નેતાઓના પગ નીચે રેલો આવ્યો છે અને એટલે એ વિપક્ષો કોઇપણ રીતે નરેન્દ્ર મોદીને રોકવા તમામ પ્રકારના કાવાદાવા, કાવતરાં, આક્ષેપબાજી કરી રહ્યા છે.

કોંગ્રેસ સહિત વિપક્ષોના આવાં વલણથી શું એવું તારણ નથી નીકળતું કે, આ બધા મૂળભૂત રીતે સનાતન સંસ્કૃતિ વિરોધી છે? શું એવું તારણ નથી નીકળતું એ આ બધા હિન્દુત્વ વિરોધી છે? શું એવું તારણ નથી નીકળતું કે આ બધા લઘુમતી તુષ્ટિકરણમાં જ ગળાડૂબ રહે છે? શું એવું તારણ નથી નીકળતું કે આ બધા વિપક્ષો આ મહાન દેશને એક અખંડિત ભારતવર્ષ તરીકે ગણવાને બદલે ખંડિત ટુકડાઓમાં, જ્ઞાતિ-જાતિવાદમાં જ જૂએ છે? સંગોલની પુનઃસ્થાપનાનો કોંગ્રેસી-વિપક્ષી વિરોધ પણ તેમની સનાતન વિરોધી માનસિકતાનું સ્પષ્ટ ઉદાહરણ છે.

થોડા સમય પહેલાં આ જગ્યાએ એક વાત કહી હતી તેનું પુનરાવર્તન કરું છું. મેં કહ્યું હતું કે વિપક્ષો ભ્રષ્ટાચાર વિરોધી પગલાંથી ફફડી ગયા છે. વિપક્ષો એટલા માટે પણ ફફડી ગયા છે કે મોટાભાગના (બધા નહીં હોં) હિન્દુ મતદારો જાગી ગયા છે. જાગી ગયેલા હિન્દુ મતદારોને પોતાના વારસાનો, પોતાની પરંપરાઓનો, પોતાના મહાન પૂર્વજોનો ખ્યાલ આવી ગયો છે અને સાથે એ પણ ખ્યાલ આવી ગયો છે કે સાત દાયકાથી કોંગ્રેસ અને તેના જેવા પક્ષોએ આ બધી બાબતોથી આ દેશને વંચિત કરી દીધો હતો, વંચિત કરવાનાં વ્યાપક કાવતરાં કર્યાં હતા, પણ છેવટે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ જે કંઈ રહ્યું-સહ્યું છે એ બધું બચાવ્યું એટલું જ નહીં પરંતુ પુનઃનિર્માણ અને નવસર્જન દ્વારા સ્વર્ણિમ ભારતની ભાવનાને ફરી જીવંત કરી દીધી છે. મોદીનો આ અશ્વમેધ 2024 પછી પણ ચાલુ રહે તેમ કોંગ્રેસ-પ્રેરિત વિપક્ષો ઇચ્છતા નથી અને એટલે જ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી સુધી આ કમનસીબે દેશે વિપક્ષ-પ્રેરિત અનેક આંદોલન, ધરણા, હિંસક દેખાવો, રસ્તા રોકો અને ચક્કાજામની સ્થિતિનો સામનો કરવો પડશે. મરણિયા થયેલા વિપક્ષો આ બધું જ કરાવશે.

કોંગ્રેસ સહિત વિપક્ષોને આ નવજાગૃતિ પસંદ નથી. વિપક્ષો તો એવું જ ઇચ્છે છે કે દેશની પ્રજા કાયમ માટે જ્ઞાતિ-જાતિના વિવાદ અને અથડામણમાં સંડોવાયેલા રહે. આ જ કારણે તદ્દન હીન કક્ષાએ જઇને આ વિપક્ષો મહામહિમ રાષ્ટ્રપતિની જાતિને નવા સંસદભવનના લોકાર્પણ સાથે જોડી રહ્યા છે. એ જ કારણે આ વિપક્ષો હીન કક્ષાએ જઇને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની જાતિને નવા સંસદભવનના શિલાન્યાસ સાથે જોડી રહ્યા છે.

સાચી વાત તો એ છે કે, ભારતીય શ્રમયોગીઓ દ્વારા, ભારતીય કંપની દ્વારા બનેલા આ નવા સંસદભવનનો વિરોધ કરનારા કોંગ્રેસ સહિત વિપક્ષો જો પોતે પોતાની વિચારધારામાં સાચા અને મક્કમ હોય તો લોકસભાની ચૂંટણીમાં જ ભાગ ન લેવો જોઇએ. વાચકમિત્રો, તમે શું કહો છો આ બાબતે? વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Wednesday, May 24, 2023

વાત બસ એટલી જ હતી કેઃ 2

 


#_હિન્દુ_સ્ટોરી

 વાત બસ એટલી જ હતી કેઃ

 (02)

રીના, રીટા, સીમા, સપના સ્કૂલના સમયથી ખાસ બહેનપણીઓ હતી. કૉલેજથી બધી સખી અલગ થઈ ગઈ હતી. યોગાનુયોગ એ તમામ આજે આ વિશાળ શહેરના એક જ કહી શકાય એવા વિસ્તારમાં બે-ચાર કિલોમીટરના અંતરે રહેતી હતી. પારિવારિક સુખશાંતિને કારણે અને સાથે હવે આજે ઉંમરનો એક પડાવ પાર કરી દીધો હોવાને કારણે ચારેય પાસે અંગત જીવનને જીવવા માટે, માણવા માટે સારો સમય હતો.

સોશિયલ મીડિયા અને ફોન ઉપર તો ચારેય વચ્ચે નિયમિત વાત થતી રહેતી હતી, પરંતુ એક દિવસ ચારેયે ચાર-પાંચ કલાક સાથે રહેવાનું નક્કી કર્યું.

નિર્ધારિત દિવસે ચારેય બહેનપણી ભેગી થઈ. શરૂઆતનો એકાદ કલાક ખૂબ મજાકમસ્તી કરી. સ્કૂલના દિવસોને યાદ કરતાં કરતાં ચારેય હસીહસીને બેવડ વળી ગઈ. પછી થોડી પરિવારની, દીકરા-દીકરીઓની વાત કરી.

વાતોના વિષય બદલાતા રહ્યા અને વાત કપડાં ઉપર આવી. વાત કરતાં કરતાં ચારેય એક વાતે સંમત થઈ કે, નાણાકીય રીતે પ્રમાણમાં શાંતિ હોવા છતાં કંઈ હાલતાંચાલતાં નવાં કપડાં ખરીદી લઈ શકાતા નથી. ખાસ કરીને પ્રસંગો માટે તો નવાં કપડાં જોઇએ જ!

ત્યારે રીનાએ આઇડિયા આપ્યો—જેનો પોતે છેલ્લા થોડા સમયથી અમલ કરતી હતી. તેણે કહ્યું, આપણે અમુક ડ્રેસને, સાડીને, દુપટ્ટાને રંગ કરાવી શકીએ. હું તો આવું જ કરું છું અને મારાં કપડાં હંમેશાં અલગ જ લાગે છે, એમ તેણે ગૌરવપૂર્વક કહ્યું.

બધી બહેનપણીઓને રીનાનો વિચાર ગમી ગયો. તેમણે એવી દુકાનનું સરનામું પૂછ્યું. રીનાએ દુકાનનું નામ આપ્યું. દુકાનનું નામ હિન્દુ જેવું લાગતું હતું તેથી રીટા અને સપના તો ખુશ થઈ ગઈ...પરંતુ દુકાનનું નામ સાંભળીને સીમા એકદમ ગંભીર થઈ ગઈ.

સીમાએ બાકીની ત્રણ બહેનપણીને કહ્યું, કપડાંને રંગ કરાવવા માટે આપણે એ દુકાને કદી ન જવું જોઇએ. તેણે વધારે સ્પષ્ટતા કરતા કહ્યું, એ દુકાન જેની છે એ વ્યક્તિ મારી કૉલેજમાં ભણતો હતો. એ માણસ ત્યારેપણ અલગ અલગ હિન્દુ નામો રાખીને હિન્દુ છોકરીઓને ફસાવી ફરવા લઈ જતો હતો. અમે ત્યારેપણ અનેક છોકરીઓને સાવધાન કરીને તેની ચુંગાલમાંથી બચાવી હતી. કૉલેજ મેનેજમેન્ટનું પણ એ વિશે ધ્યાન દોર્યું હતું. એ દુકાન એની છે એ અંગે આમ તો મને પણ આ વાતની ખબર ન પડત, પરંતુ એક દિવસ હું એ વિસ્તારમાં હતી ત્યારે અમારા કૉલેજ સમયની એક છોકરી શકીનાને ત્યાં જોઈ. હાય-હલો કરીને પછી મેં એને પૂછ્યું તું અહીં ક્યાંથી? તો એણે કહ્યું, મેં આપણી કૉલેજના જુનૈદ સાથે લગ્ન કર્યા છે. તેણે અમારા જ વિસ્તારમાં કાપડ રંગવાની દુકાન કરી હતી, પણ ન ચાલી એટલે આ વિસ્તારમાં દુકાન ખોલી અને અહીં તેનું કામ સારું ચાલે છે. હું દરરોજ સાંજે તેને મદદ કરવા બે કલાક અહીં આવું છું.

રીના, રીટા અને સપનાએ સીમાને કહ્યું, બકા! તેં આ વાત અમને પહેલા જણાવી દીધી હોત તો...

#TheKerlaStoryContinues
તા.ક.⚠️DISCLAIMER
(આજથી આ શ્રેણી શરૂ કરી રહ્યો છું. તેનો આશય હિન્દુઓની લાલચ, બેદરકારી, કામચોરી વગેરે ખૂલ્લા પાડવાનો છે જેને કારણે મારા પોતાના સહિત અનેક લોકોએ ના-છૂટકે વિવિધ કામ માટે કે પરિવહન માટે ખોટા લોકોમાં ફસાવું પડે છે. આ શ્રેણી દ્વારા હિન્દુઓને વિચારતા કરવાનો આશય છે, અન્ય સંપ્રદાય - સમુદાયો સાથે કોઈ લેવાદેવા નથી.)

Monday, May 22, 2023

વાત બસ એટલી જ હતી કેઃ-

 


#_હિન્દુ_સ્ટોરી

 

વાત બસ એટલી જ હતી કેઃ-

 

(01)

 

ઘણા મહિના સુધી સતત કામગીરી કરીને કાવ્યા શારીરિક અને માનસિક રીતે થાકી હતી.

તેને હવે ખરેખર થોડા દિવસ આરામની જરૂર હતી.

તેણે હિલ સ્ટેશન પર જવાનો વિચાર કર્યો. પોતાની સાથે કોણકોણ આવી શકે એ નામોનો તેણે વિચાર કર્યો અને સંભવિત લોકોનો સંપર્ક પણ કર્યો.

જોકે, મિત્ર વર્તુળ અને પરિવારના અન્ય લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. તેની સાથે જવા કોઈ તૈયાર ન થયું.

કાવ્યા નિરાશ થઈ. તેણે વિચાર્યું કે હિલ સ્ટેશન પર એકલા જવાનો અર્થ નથી. છેવટે તેણે રામપુર પોતાની નાની પાસે જઇને રહેવાનું વિચાર્યું.

નાનીનો વિચાર આવતા આપોઆપ તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું. છેક સ્કૂલના સમય સુધી નાની સાથે વિતાવેલું દરેક વૅકેશન તેને યાદ આવી ગયું.

બીજા દિવસે સવારે જ તે રાજ્ય પરિવહનને વૉલ્વોમાં બેસીને રામપુર જવા નીકળી ગઈ.

અઢી કલાકની મુસાફરી પછી રામપુર આવ્યું.

કાવ્યાએ મનોમન વિચાર્યું, સરકારી બસો અને હાઈવે સહિત તમામ રસ્તા તો ઉત્તમ શ્રેણીના બની ગયા છે, રામપુરનું બસસ્ટેન્ડ પણ આકર્ષક અને સુવિધાજનક બની ગયું છે પરંતુ બસસ્ટેન્ડની બહારની વ્યવસ્થા અને આજુબાજુનાં દૃશ્યોમાં ખાસ કોઈ ફેર પડ્યો નથી.

વિચારતાં વિચારતાં બેગ લઈને બસમાંથી ઉતરી. આમ તો નાનીનું ઘર માંડ એકાદ કિલોમીટરના અંતરે હતું અને સામાન્ય સંજોગોમાં એ ચાલીને જઈ શકે તેમ હતી, પરંતુ આજે તેની પાસે મોટી બેગ અને નાની માટે લાવેલી ભેટ અને મીઠાઈ હતી. એટલું વજન લઇને ચાલવાનું શક્ય નહોતું. તે રિક્ષાઓ ઊભી રહેતી હતી એ તરફ ગઈ.

કર્ણાવતી શહેરમાં તેના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ ધ કેરલ સ્ટોરી જોઈ હતી તેથી તેની નજર સલામત રિક્ષાવાળાને શોધતી હતી. એવી બે-ત્રણ રિક્ષા નજરે પડી અને તરત એ બાજુ પહોંચી ગઈ. એ બધા એક રિક્ષામાં ભેગા થઇને મજાક-મસ્તી કરી રહ્યા હતા.

કાવ્યાએ ત્યાં પહોંચીને બધાને જનરલ સંબોધન કરતાં કહ્યું, ભાઈ, મારે ચંદન સોસાયટીમાં જવું છે. એક રિક્ષાવાળાએ કહ્યું, આમાં બેસી જાવ હું લઈ જાવ છું.

કાવ્યાએ સહજ રીતે પૂછ્યું, ભાઈ કેટલા પૈસા થશે.

રિક્ષાવાળાએ કહ્યું, 50 રૂપિયા.

કાવ્યાએ કહ્યું, ભાઈ ચંદન સોસાયટી બહુ દૂર નથી એ મને ખબર છે. 50 રૂપિયા વધારે કહેવાય, કંઇક વાજબી કહો તો સારું.

રિક્ષાવાળો થોડું વિચિત્ર લાગે એવું હસ્યો અને બીજા રિક્ષાવાળાઓને સંબોધીને કહ્યું, અલ્યા મગન, ચમન, લાલજી – તમારે કોઇને તમારે કોઇને 50થી ઓછામાં જવું હોય તો લઈ જાવ આ બહેનને.

બધાએ માથું હલાવી ના પાડી, અને મોબાઈલમાં લૂડો રમવામાં વ્યસ્ત થઈ ગયા.

કાવ્યા મનોમન પીડા સાથે આગળ વધી. દસ મીટરના અંતરે એક રિક્ષા ઊભી હતી. તેના ઉપર લખ્યું હતું, અબ્દુલ કી ગડ્ડી.

કાવ્યાએ તેને પોતાને જ્યાં જવું હતું તેનું સરનામું કહીને પૈસા પૂછ્યા.

અબ્દુલે કહ્યું, 20 રૂપિયા.

કાવ્યા બેસી ગઈ, કેમ કે એક કિલોમીટર કરતાં ઓછા અંતરે જવા માટે 20 રૂપિયા જ બરાબર હતા.

નાનીનું ઘર આવ્યું ત્યાં સુધી એ વિચારતી રહી, મગન, ચમન, લાલજી પણ 20 રૂપિયામાં મને લાવી જ શક્યા હોત ને? જો અબ્દુલને 20 રૂપિયા પોષાય તો મગન-લાલજીને કેમ નહીં? 20 રૂપિયાને બદલે એ લોકોએ 30 રૂપિયા કહ્યા હોત તો પણ મને વાંધો નહોતો, પરંતુ સીધા 50 રૂપિયા? તેમણે કહેલી અવ્યવહારિક રકમને કારણે જ આજે મારે અબ્દુલની રિક્ષામાં બેસવું પડ્યું ને?”

#TheKerlaStoryContinues
તા.ક.⚠️DISCLAIMER
(આજથી આ શ્રેણી શરૂ કરી રહ્યો છું. તેનો આશય હિન્દુઓની લાલચ, બેદરકારી, કામચોરી વગેરે ખૂલ્લા પાડવાનો છે જેને કારણે મારા પોતાના સહિત અનેક લોકોએ ના-છૂટકે વિવિધ કામ માટે કે પરિવહન માટે ખોટા લોકોમાં ફસાવું પડે છે. આ શ્રેણી દ્વારા હિન્દુઓને વિચારતા કરવાનો આશય છે, અન્ય સંપ્રદાય - સમુદાયો સાથે કોઈ લેવાદેવા નથી.)