Monday, May 22, 2023

વાત બસ એટલી જ હતી કેઃ-

 


#_હિન્દુ_સ્ટોરી

 

વાત બસ એટલી જ હતી કેઃ-

 

(01)

 

ઘણા મહિના સુધી સતત કામગીરી કરીને કાવ્યા શારીરિક અને માનસિક રીતે થાકી હતી.

તેને હવે ખરેખર થોડા દિવસ આરામની જરૂર હતી.

તેણે હિલ સ્ટેશન પર જવાનો વિચાર કર્યો. પોતાની સાથે કોણકોણ આવી શકે એ નામોનો તેણે વિચાર કર્યો અને સંભવિત લોકોનો સંપર્ક પણ કર્યો.

જોકે, મિત્ર વર્તુળ અને પરિવારના અન્ય લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. તેની સાથે જવા કોઈ તૈયાર ન થયું.

કાવ્યા નિરાશ થઈ. તેણે વિચાર્યું કે હિલ સ્ટેશન પર એકલા જવાનો અર્થ નથી. છેવટે તેણે રામપુર પોતાની નાની પાસે જઇને રહેવાનું વિચાર્યું.

નાનીનો વિચાર આવતા આપોઆપ તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું. છેક સ્કૂલના સમય સુધી નાની સાથે વિતાવેલું દરેક વૅકેશન તેને યાદ આવી ગયું.

બીજા દિવસે સવારે જ તે રાજ્ય પરિવહનને વૉલ્વોમાં બેસીને રામપુર જવા નીકળી ગઈ.

અઢી કલાકની મુસાફરી પછી રામપુર આવ્યું.

કાવ્યાએ મનોમન વિચાર્યું, સરકારી બસો અને હાઈવે સહિત તમામ રસ્તા તો ઉત્તમ શ્રેણીના બની ગયા છે, રામપુરનું બસસ્ટેન્ડ પણ આકર્ષક અને સુવિધાજનક બની ગયું છે પરંતુ બસસ્ટેન્ડની બહારની વ્યવસ્થા અને આજુબાજુનાં દૃશ્યોમાં ખાસ કોઈ ફેર પડ્યો નથી.

વિચારતાં વિચારતાં બેગ લઈને બસમાંથી ઉતરી. આમ તો નાનીનું ઘર માંડ એકાદ કિલોમીટરના અંતરે હતું અને સામાન્ય સંજોગોમાં એ ચાલીને જઈ શકે તેમ હતી, પરંતુ આજે તેની પાસે મોટી બેગ અને નાની માટે લાવેલી ભેટ અને મીઠાઈ હતી. એટલું વજન લઇને ચાલવાનું શક્ય નહોતું. તે રિક્ષાઓ ઊભી રહેતી હતી એ તરફ ગઈ.

કર્ણાવતી શહેરમાં તેના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ ધ કેરલ સ્ટોરી જોઈ હતી તેથી તેની નજર સલામત રિક્ષાવાળાને શોધતી હતી. એવી બે-ત્રણ રિક્ષા નજરે પડી અને તરત એ બાજુ પહોંચી ગઈ. એ બધા એક રિક્ષામાં ભેગા થઇને મજાક-મસ્તી કરી રહ્યા હતા.

કાવ્યાએ ત્યાં પહોંચીને બધાને જનરલ સંબોધન કરતાં કહ્યું, ભાઈ, મારે ચંદન સોસાયટીમાં જવું છે. એક રિક્ષાવાળાએ કહ્યું, આમાં બેસી જાવ હું લઈ જાવ છું.

કાવ્યાએ સહજ રીતે પૂછ્યું, ભાઈ કેટલા પૈસા થશે.

રિક્ષાવાળાએ કહ્યું, 50 રૂપિયા.

કાવ્યાએ કહ્યું, ભાઈ ચંદન સોસાયટી બહુ દૂર નથી એ મને ખબર છે. 50 રૂપિયા વધારે કહેવાય, કંઇક વાજબી કહો તો સારું.

રિક્ષાવાળો થોડું વિચિત્ર લાગે એવું હસ્યો અને બીજા રિક્ષાવાળાઓને સંબોધીને કહ્યું, અલ્યા મગન, ચમન, લાલજી – તમારે કોઇને તમારે કોઇને 50થી ઓછામાં જવું હોય તો લઈ જાવ આ બહેનને.

બધાએ માથું હલાવી ના પાડી, અને મોબાઈલમાં લૂડો રમવામાં વ્યસ્ત થઈ ગયા.

કાવ્યા મનોમન પીડા સાથે આગળ વધી. દસ મીટરના અંતરે એક રિક્ષા ઊભી હતી. તેના ઉપર લખ્યું હતું, અબ્દુલ કી ગડ્ડી.

કાવ્યાએ તેને પોતાને જ્યાં જવું હતું તેનું સરનામું કહીને પૈસા પૂછ્યા.

અબ્દુલે કહ્યું, 20 રૂપિયા.

કાવ્યા બેસી ગઈ, કેમ કે એક કિલોમીટર કરતાં ઓછા અંતરે જવા માટે 20 રૂપિયા જ બરાબર હતા.

નાનીનું ઘર આવ્યું ત્યાં સુધી એ વિચારતી રહી, મગન, ચમન, લાલજી પણ 20 રૂપિયામાં મને લાવી જ શક્યા હોત ને? જો અબ્દુલને 20 રૂપિયા પોષાય તો મગન-લાલજીને કેમ નહીં? 20 રૂપિયાને બદલે એ લોકોએ 30 રૂપિયા કહ્યા હોત તો પણ મને વાંધો નહોતો, પરંતુ સીધા 50 રૂપિયા? તેમણે કહેલી અવ્યવહારિક રકમને કારણે જ આજે મારે અબ્દુલની રિક્ષામાં બેસવું પડ્યું ને?”

#TheKerlaStoryContinues
તા.ક.⚠️DISCLAIMER
(આજથી આ શ્રેણી શરૂ કરી રહ્યો છું. તેનો આશય હિન્દુઓની લાલચ, બેદરકારી, કામચોરી વગેરે ખૂલ્લા પાડવાનો છે જેને કારણે મારા પોતાના સહિત અનેક લોકોએ ના-છૂટકે વિવિધ કામ માટે કે પરિવહન માટે ખોટા લોકોમાં ફસાવું પડે છે. આ શ્રેણી દ્વારા હિન્દુઓને વિચારતા કરવાનો આશય છે, અન્ય સંપ્રદાય - સમુદાયો સાથે કોઈ લેવાદેવા નથી.)

No comments:

Post a Comment