Saturday, January 25, 2020

...હું પણ હિન્દુ હતો!


હું હિન્દુ છું
કદી કોઈ વાત સમજ્યો નથી
કદી કોઈ વાત સમજવા માગતો નથી
તમે મને કહેશો- દેશ માટે એક થા,
હું કહીશ- દેશ? માય ફૂટ!
તમે મને કહેશો- ધર્મ માટે સંગઠિત થા,
હું કહીશ- ધર્મ? નો વે...આઈ એમ સેક્યુલર!

હું હિન્દુ છું
કદી કોઈ વાત સમજ્યો નથી
કદી કોઈ વાત સમજવા માગતો નથી
મને તો મારા પૈસામાં રસ છે
મારે મન તો વાડી, ગાડી અને લાડી
એ..ય ને મજ્જાની લાઇફ

અરે પણ સાંભળ
તારા પાડોશીઓ ભ્રષ્ટ થઈ રહ્યા છે
તારું મંદિર ભ્રષ્ટ થઈ રહ્યું છે
એમ! તો મારે શું?
હું હિન્દુ છું
કદી કોઈ વાત સમજ્યો નથી
કદી કોઈ વાત સમજવા માગતો નથી

અરે સાંભળ...
તારી વાડી ગઈ...
એમ! વાંધો નહીં,
હજુ ગાડી અને લાડી તો છે ને!

એયયય સાંભળ
તારી ગાડી પણ ગઈ...
એમ! વાંધો નહીં,
લાડી તો છે ને!

એ ભોળિયા...
આ લાડી પણ ગઈઈઈ!
એમ! વાંધો નહીં,
મને તો કશું નથી થયુંને?
હું હિન્દુ છું
કદી કોઈ વાત સમજ્યો નથી
કદી કોઈ વાત સમજવા માગતો નથી

પણ...પણ
બધું ખોઈ બેઠા પછી હવે એકલો શું કરીશ?

કંઈ નહીં,
બસ, હવે મને ભ્રષ્ટ કરનારાઓના કોઠે બેસી જઈશ
અને ઘૂંઘરું બાંધીને ગાઈશ...
...હું પણ હિન્દુ હતો
કદી કશું સમજ્યો નહોતો
કદી કશું સમજીશ નહીં...
n  અલકેશ પટેલ/મહા સુદ એકમ, 2076 (25-01-2020) શનિવાર

Tuesday, January 14, 2020

18મી સદીનાં ધર્મનિષ્ઠ-લોકપ્રિય શાસક અહલ્યાબાઈ હોલ્કર


18મી સદીનાં ધર્મનિષ્ઠ-લોકપ્રિય શાસક અહલ્યાબાઈ હોલ્કર
--- બ્રાહ્મણવાદી પિતૃસત્તાક દેશ તરીકે સતત બદનામ કરવામાં આવતા આ મહાન ભારતવર્ષમાં મોટી સંખ્યામાં એવાં મહિલા શાસકો પણ થઈ ગયાં છે જેમણે જેમણે વિદેશી ઘૂસણખોરો સામે ઝીંક ઝીલી હતી. બ્રેકિંગ ઈન્ડિયાના કાવતરાબાજો દ્વારા હાંસિયામાં ધકેલી દેવાયેલું આવું જ એક પાત્ર છે – અહલ્યાબાઈ હોલ્કર




-- અલકેશ પટેલ

ભારતમાં હાલ તમે જેટલાં પણ પ્રાચીન ઐતિહાસિક મંદિરની મુલાકાત લો છો, અથવા લઈ શકો છો તેમાંના મોટાભાગનાં મંદિરના પુનરોદ્ધારના કામમાં એક મહિલા શાસકની ખૂબ મોટી ભૂમિકા છે, પરંતુ તેમનાં અને સાથે સાથે આપણા સૌના કમનસીબે ભારતના નાગરિકોને ભાગ્યે જ કશી ખબર છે. ભારતના વિદ્યાર્થીઓ રાણી એલિઝાબેથ, રાણી વિક્ટોરિયા અને એમના જેવી બીજી વિદેશી મહિલા શાસકો વિશે હોંશે હોંશે ભણતા રહે છે, શિક્ષકો ભણાવતા રહે છે...પરંતુ અહલ્યાબાઈ હોલ્કર વિશે પૂછવામાં આવે તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ચહેરા ઉપર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન આવી જાય છે – અહલ્યાબાઈ હોલ્કર? એ કોણ?

1725ની 31 મેએ જન્મેલાં અહલ્યાબાઈ માત્ર આઠ વર્ષનાં હતાં ત્યારે જ તેમની રાષ્ટ્રભાવના, ધર્મભાવના તથા બુદ્ધિચાતુર્યથી પ્રભાવિત થઈને તે સમયના ઇન્દોરના શાસક મલ્હારરાવ હોલ્કરે તેમના પુત્ર ખંડેરાવ સાથે લગ્ન કરાવ્યા હતા. એક સામાન્ય પરિવારમાંથી નાની ઉંમરે જ સીધાં રાજવી પરિવારમાં આવી પહોંચેલાં અહલ્યાબાઈ શિક્ષણ મેળવીને પણ લોકપ્રિય થયાં હતાં કેમ કે 250 વર્ષ પહેલાંના ભારતના એ સમાજમાં સ્ત્રી-સશક્તિકરણ તો હતું, પરંતુ શિક્ષણનું પ્રમાણ ઓછું હતું. તેઓ હજુ માંડ 29 વર્ષનાં હતાં ત્યારે જ તેમના પતિ ખંડેરાવ હોલ્કર કુંમ્હેર (રાજસ્થાન)ના એક યુદ્ધમાં શહીદ થયા હતા. ત્યારબાદ સસરા તેમજ પોતાના પુત્રને ગુમાવી ચૂકેલાં અહલ્યાબાઈના માથે સત્તા સંભાળવાની જવાબદારી આવી, જે તેમણે 1767થી 1795માં અવસાન પામ્યાં ત્યાં સુધી ખૂબ કુશળતા અને સફળતાપૂર્વક નિભાવી.
અહલ્યાબાઈએ કુશળ શાસનની સાથે જે સૌથી અગત્યની કામગીરી કરી તે દેશભરમાં અનેક મંદિરોનો પુનરોદ્ધાર કરવાની હતી. સનાતન ધર્મના કેન્દ્ર સમા વારાણસીમાં હાલ જે કાશીવિશ્વનાથ મંદિર છે તેનાથી શરૂ કરીને ગુજરાતના સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, દક્ષિણ ભારતનાં મંદિરો સહિત દેશના મોટી સંખ્યામાં મુખ્ય મંદિરોનો પુનરોદ્ધાર કર્યો હતો. આવા તમામ મંદિરો મોંગોલિયન તેમજ ઇસ્લામિક આક્રમણખોરોએ નષ્ટ કર્યાં હતાં. કમનસીબે એ આક્રમણખોરોને ભારતના ઇતિહાસમાં મહાન જેવાં વિશેષણ આપી દેવામાં આવ્યા અને તેમણે નષ્ટ કરેલાં મંદિરોનો પુનરોદ્ધાર કરનાર અહલ્યાબાઈ હોલ્કર જેવાં ધર્મનિષ્ઠ શાસકોને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યાં.
ચિરકાળ સુધી અમર રહે એવાં અનેક ઐતિહાસિક પાત્રોને સાચા ઇતિહાસના પાનાંમાંથી બહાર જ નથી આવવા દેવાયાં. અને તેનું કારણ પણ હવે તો અજાણ્યું રહ્યું નથી. દેશ વિરોધી તેમજ ડાબેરી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા સ્વતંત્રતાના પ્રારંભિક સમયમાં રાષ્ટ્રવાદને વરેલા નાયકોને ઇતિહાસના પાનાંમાંથી ભૂંસીને દૂર કરી દેવામાં આવ્યા અને તેમના સ્થાને ઘૂસણખોર અને મંદિરો તોડનારા તત્વોને મહાન બતાવીને સ્થાન આપી દેવામાં આવ્યું અને તેમના વિશે ભણવામાં અને ભણાવવામાં આવા રહ્યું છે!
1767થી 1795 સુધી માલવા-મહેશ્વર-ઇન્દોરમાં અત્યંત લોકપ્રિય અને ન્યાયપૂર્ણ શાસન કરનાર અહલ્યાબાઈ હોલ્કરના પ્રદાનની યાદી બનાવવામાં આવે અહીં જગ્યા ઓછી પડે. પરંતુ આજે આપણે તેમના વિશે થોડી પ્રાથમિક માહિતી જ મેળવીશું અને પછી તેમના વિશે વધુને વધુ જાણકારી મેળવતા રહીશું.
તથા

Monday, January 6, 2020

“આઝાદી”નો રોગ વકરી જાય એ પહેલાં જાગી જઇએ


આઝાદીનો રોગ વકરી જાય એ પહેલાં જાગી જઇએ


n  અર્બન નક્સલીઓ તેમજ જેહાદીઓના રવાડે ચડેલી આઝાદી ગેંગ ભારતીયતાને પડકારી રહી છે. 19મી સદીમાં કાર્લ માર્ક્સ નામના એક જંતુને ઊગતો ડામી ન દેવાયો એનાં અતિશય માઠાં પરિણામ આખી દુનિયા આજે ભોગવી રહી છે. ભારતીયો માટે સમય છેઃ આ જંતુના વાયરસને ઓળખીને જાગી જાવ... આસુરી માનસિકતા માથું ઊંચકી રહી છે, દૈવી શક્તિઓએ મેદાનમાં આવવું જ પડશે...ભારત મંથન કરવું જ પડશે...

--- અલકેશ પટેલ

આમ તો હું એક વાત વારંવાર કહી ચૂક્યો છું કે, અર્બન નક્સલવાદીઓની બનેલી ટૂકડે ગેંગ કદમાં મોટી નથી, જ્ઞાનમાં પણ મોટી નથી જ, પરંતુ દેશના કમનસીબે એ ગેંગ સંગઠિત છે – અને એટલે જ એ ગેંગ, ખાસ કરીને 2014થી આ દેશને વારંવાર અશાંતિ તરફ ધકેલી રહી છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે, રાષ્ટ્રવાદી અને સનાતન ધર્મીઓ સંગઠિત નથી, એકબીજાના પગ ખેંચવામાં વ્યસ્ત છે એ કારણે પણ આ ટૂકડે ગેંગ અશાંતિ ઊભી કરવામાં સફળ થાય છે. પણ એ ગેંગનો ઇરાદો સફળ ન જ થવા દેવાય. આપણે પણ સંગઠિત તો થવું જ પડે, ટૂકડે ગેંગને એની મર્યાદામાં રાખવી જ પડે.
અમે શું કરી શકીએ?” આપણે શું કરી શકીએ?” ભલે, મરશે મૂંઆ-એમના કર્યા ભોગવશે... આવા નિવેદનો કરવાનું આપણે હવે બંધ કરવું પડશે કેમ કે આઝાદીના નામે, લોકશાહીના નામે ચાલી રહેલો ખેલ હકીકતે એક એવો મહારોગ છે જે આગળ જતાં દેશને બીજા અફઘાનિસ્તાન, બીજા પાકિસ્તાન, બીજા બાંગ્લાદેશમાં પરિવર્તિત કરી દેશે. આ કંઈ તુક્કાબાજીથી તમને ડરાવતો નથી, પણ દુનિયાના ઇતિહાસ અને ભૂગોળ અને તેમાં થયેલા રાજકીય અને વસ્તીલક્ષી પરિવર્તનની પૂરી જાણકારી પછી કહું છું.
તેની શરૂઆત કાર્લ માર્ક્સ નામના એક ઝેરી જીવાતથી થઈ હતી. એવું નથી કે આ ઝેરી જીવાત પહેલાં દુનિયા સ્વર્ગ સમાન હતી અને કોઇને કોઈ તકલીફ જ નહોતી. ના, એવું કહેવાનો આશય નથી, કેમ કે તકલીફ તો માર્ક્સવાદી કીડો ફેલાયો એ પહેલાં પણ હતી, પરંતુ બંને સમયગાળા વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે, એ કીડા પહેલાંની તકલીફ સ્થાનિક સ્તરે જ હતી. અર્થાત અમેરિકામાં ક્યાંક ક્યાંક કોઈ તકલીફ હોય તો એ અમેરિકા પૂરતી મર્યાદિત હતી. રશિયામાં ક્યાંક કોઈ તકલીફ હોય તો એ રશિયા પૂરતી મર્યાદિત હતી. ચીનમાં કોઈ તકલીફ હોય તો એ ચીનની સરહદોની અંદર મર્યાદિત હતી. એવી જ રીતે ભારતમાં જે કોઈ આંશિક તકલીફ હતી એ ભારત પૂરતી મર્યાદિત હતી. પરંતુ માર્ક્સવાદી કીડાનો વાયરસ ફેલાયો એ આખી દુનિયાને બરબાદ કરી રહ્યો છે.
આજથી બરાબર બે વર્ષ પહેલાં, જાન્યુઆરી 2018માં મેં જિજ્ઞેશ મેવાણીના સંદર્ભમાં મેં પાંચ (5) હપ્તાની શ્રેણી લખી હતી અને ડાબેરીઓ અને અર્બન નક્સલીઓ કોણ છે અને આપણી આસપાસ એ લોકો ક્યાં છે એ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. (એમાંથી જે ઉપલબ્ધ છે એ લેખોની લિંક અહીં મૂકું છું –(1) http://mijaaj.com/gujarati/people-like-jignesh-mevani-can-save-a-society-or-country જિજ્ઞેશ મેવાણી જેવા લોકો કોઈ સમાજ કે દેશનો ઉદ્ધાર કરી શકે ખરા? (2) http://mijaaj.com/gujarati/jignesh-mehvani-there-is-no-person-it-is-a-subversive-mentality જિજ્ઞેશ મેવાણીઃ કોઈ વ્યક્તિ નથી, વિધ્વંસક માનસિક્તા છે (3) http://mijaaj.com/gujarati/who-is-jignesh-mevani-colleagues કોણ છે મેવાણીના સાથીદારો? ઓળખી લો બરાબર...(4) http://mijaaj.com/gujarati/a-scapegoat-has-arrived-in-gujarats-politics?seq=1 ગુજરાતના રાજકારણમાં બ્રેકિંગ ઈન્ડિયાનું એક પ્યાદું આવી પહોંચ્યું છે (5) http://mijaaj.com/gujarati/what-is-the-priority-of-mla-jignesh-mevani?seq=1 ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની પ્રાથમિક્તા શી હશે? --- તા.ક. આ તમામ લિંક હાલ સક્રિય છે કે નહીં એની મને જાણ નથી...છતાં અહીં આપું છું. જો આ લિંક નહીં ખૂલતી હોય તો પછી મૂળ લેખો મારી પાસે પડ્યા છે એ મારા બ્લૉગ ઉપર મૂકીને નવેસરથી લિંક શૅર કરીશ.)

તો મૂળ વાત એ છે કે, માર્ક્સવાદી વાયરસને કોઇપણ દેશની રાજકીય વ્યવસ્થા સામે વાંધો હોય છે. આ તત્વોને એક માત્ર ઇસ્લામ સિવાયના ધર્મો સામે વાંધો છે. ઇસ્લામ સામે વાંધો નથી એનું કારણ તમે સૌ સમજી શકો એમ છો, એમાં મારે કંઈ ખુલાસો કરવા પડે એમ નથી! અને અગાઉ કહ્યું એમ, આખી દુનિયાની તકલીફ જ ત્યાંથી શરૂ થઈ. શાંતિ અને સમાનતાના સિદ્ધાંત માટે શરૂ થયેલા ઇસ્લામિક સંપ્રદાયમાં આમ જોઇએ તો કોઈ વાંધો નથી. આપણી આસપાસ જે મુસ્લિમો છે એમને જોઇને કદી એવું લાગે જ નહીં કે આ સંપ્રદાયમાં હિંસક માનસિકતા ધરાવતા લોકો હશે, અર્થાત જેહાદમાં માનનારા લોકો પણ હશે. છતાં એવા લોકો છે એ હકીકત છે. મુશ્કેલી એ છે કે સારા-સમજદાર મુસ્લિમો હિંમત કરીને જેહાદી માનસિકતા ધરાવતા લોકોને અટકાવતા નથી, તેમને હિંસા છોડવા કહી શકતા નથી. આ જ સ્થિતિ માર્ક્સવાદી વાયરસ ધરાવતા ડાબેરીઓની છે. અને આ ડાબેરીઓ સૌથી વધારે જોખમી છે. એ કેવી રીતે? સમજદાર, શાંતિપ્રિય મુસ્લિમો જેહાદીઓને પ્રોત્સાહન નથી આપતા, પરંતુ આ ડાબેરીઓ, અર્બન નક્સલીઓ જેહાદીઓને પ્રોત્સાહન આપે છે. કદાચ પ્રોત્સાહન ન આપતા હોય તો પણ એ જેહાદીઓ ખોટા છે એવું કહેવાની હિંમત કરતા નથી. પરિણામ એ આવે છે કે અંતિમવાદીઓની હિંમત વધી જાય છે અને તેને કારણે જે તે સમાજ, જે તે શહેર, જે તે રાજ્ય અને જે તે દેશમાં અશાંતિ અને અજંપો વધી જાય છે.
માર્ક્સવાદી ડાબેરી વાયરસ ધરાવતા અર્બન નક્સલોના કરતુતોને કારણે તેમની સામે રાષ્ટ્રવાદીઓ પણ બેચેન બની જાય છે, તેઓ પણ ઉશ્કેરાય છે. એ ઉશ્કેરાટમાં કોઇ જેહાદીને નાનો સરખો ઘા પડે તો પણ ખૂબ મોટે મોટેથી અન્યાયના રોદણાં શરૂ થઈ જાય છે. એ જેહાદી શસ્ત્રો ઉઠાવી લે અને ત્યારે પણ માર્ક્સવાદી વાયરસ ધરાવતા ડાબેરી અર્બન નક્સલીઓ તેને યોગ્ય ઠેરવવા પ્રયાસ કરતા હોય છે.
ટૂંકમાં, આ એક એવું વિષચક્ર છે જે માર્ક્સવાદી ઝેરી વાયરસને કારણે ઊભું થયું છે અને હવે દુનિયાને બચાવવી હશે તો આ વાયરસ ધરાવતા તત્વોને ઓળખીને એમને આઇસોલેશનમાં નાખવા જ પડશે...પછી એ જે.એન.યુ.માં હોય કે આઈ.આઈ.એમ-અમદાવાદમાં હોય કે પછી એમ.એસ.યુનિવર્સિટી-વડોદરામાં હોય! આ વાયરસ ધરાવતા તત્વોને ઓળખવા જરાય અઘરા નથી. બસ, તમારે દરેકે, દરેક નાગરિકે જે રાષ્ટ્રની એકતામાં માને છે, જે સનાતન ધર્મની મહાનતામાં માને છે – તેમણે ડાબેરી વાયરસ ધરાવતા તત્વોને સવાલ પૂછવા પડશે, દેશ તોડવાની, સનાતન ધર્મને બદનામ કરવાની દિશામાં એ લોકો આગળ વધી રહ્યા હોય તો તમારે તેમની સામે દીવાલ બનીને ઊભા રહી જવું પડશે. યાદ રાખજો, માર્ક્સવાદી વાયરસનાં લક્ષણો ધરાવતા લોકો હિંસક છે, એ નક્સલો છે, અર્બન નક્સલો છે – એ તમને હિંસા માટે ઉશ્કેરશે અને તમને બદનામ કરશે, પણ તમારે હિંસા વિના તર્કથી અને મક્કમતાથી એમનો સામનો કરવાનો છે.
આ ડાબેરી અર્બન નક્સલોને તમારી સામે વ્યક્તિગત વાંધો નથી એનું કારણ તમને ખબર છે? એનું કારણ એ છે કે, સરેરાશ ભારતીય હિન્દુ ભોળો છે. સરેરાશ ભારતીય હિન્દુને માત્ર પોતાની વ્યક્તિગત અને પોતાના પરિવારની જ ચિંતા છે. અને એ કારણે સરેરાશ ભારતીય હિન્દુ સંગઠિત નથી. તેનો ગેરલાભ ડાબેરી અર્બન નક્સલીઓ જેહાદીઓને ઉશ્કેરીને ઉઠાવે છે. તમારે, એટલે કે દરેક સરેરાશ ભારતીય નાગરિકે જાગવું પડશે કેમ કે આગામી સમય હજુ પણ અઘરો આવવાનો છે. દેશની રાષ્ટ્રવાદી સરકાર અને રાષ્ટ્રવાદી નેતાઓ દેશને બચાવવા માટે, દેશને શિખર ઉપર લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે, અને તેથી એ જે પગલાં લેશે તેને કટ્ટર ડાબેરીઓ સહન નહીં કરી શકે. એ તત્વો હિંસા ભડકાવવા પ્રયાસ કરશે. જે.એન.યુ.માં બે દિવસ પહેલાં જેમ જાતે જ લાકડીઓથી હુમલા કરીને એ.બી.વી.પી.નું નામ આપ્યું અને હિન્દુત્વને બદનામ કરવાનો પ્રયાસ કર્યો એવું આગળ જતાં પણ કરશે. હિન્દુત્વવાદી પક્ષો અને હિન્દુત્વવાદી સંગઠનો ઉપર વિશ્વાસ તમારે જ રાખવાનો છે. તમને વિશ્વાસ હોવો જોઇએ કે એ.બી.વી.પી., ભાજપ, બજરંગ દળ કે બીજા આવા કોઈ સંગઠનના સાચા કાર્યકરો કદી મોં ઢાંકીને શૈક્ષણિક સંસ્થામાં આવા હુમલા ન કરે, એ તમને સૌને વિશ્વાસ હોવો જોઇએ, બલ્કે હું કહીશ કે વિશ્વાસ રાખજો જ.
વધારે લાંબું-પહોળું ન સમજી શકો અથવા ન વિચારી શકો તો... માત્ર એટલું તો અવશ્ય યાદ રાખજો કે નરેન્દ્ર મોદી દેશને ઊગારી લેવા મથે છે. એમણે વ્યક્તિગત રીતે કશું જ હાંસલ કરી લેવાનું નથી, અને એટલે જ દેશ માટે સમર્પિત થઈને 1000-1200 વર્ષથી જે કંઈ ખોટું થઈ રહ્યું હતું તેને આગળ વધતું અટકાવવા અને શક્ય હોય તો સુધારી લેવા પૂરી પ્રામાણિકતાથી મથી રહ્યા છે. એમને ટેકો નહીં આપો તો કશો વાંધો નહીં, પણ એમના ઇરાદા ઉપર શંકા ન કરશો. તમારી આજ સારી છે એટલે કોઈ ચિંતા નથી એવું વિચારી બેસી ન રહેશો...તમારી ભાવિ પેઢી પણ તમારી જેમ નિશ્ચિંત રહી શકે એ માટે દેશના વર્તમાન નેતૃત્વના પગલાં જ અસરકારક નિવડશે. તમારી ભાવિ પેઢી માટે લેવાઈ રહેલા એ પગલાં તમારા સમર્થન વિના શક્ય નથી.
CAA, NRC, વસ્તી નિયંત્રણ કાયદો, કૉમન સિવિલ કોડ આવા વિષયોની વિરુદ્ધમાં ફિલ્મી કલાકારો, અન્ય સેલિબ્રિટી, નાટકના કલાકારો, લેખકો, પ્રાધ્યાપક, પત્રકાર-તંત્રી કે પછી આવા કોઇપણ લેબલવાળા લોકો કશું બોલે તો સતર્ક થઈ જજો, એમના સમર્થનમાં નહીં પણ રાષ્ટ્રવાદી સરકારના સમર્થનમાં ઉતરી પડજો...તો ઊગરી જશો. બાકી રામ રામ.-અલકેશ પટેલ