Saturday, January 25, 2020

...હું પણ હિન્દુ હતો!


હું હિન્દુ છું
કદી કોઈ વાત સમજ્યો નથી
કદી કોઈ વાત સમજવા માગતો નથી
તમે મને કહેશો- દેશ માટે એક થા,
હું કહીશ- દેશ? માય ફૂટ!
તમે મને કહેશો- ધર્મ માટે સંગઠિત થા,
હું કહીશ- ધર્મ? નો વે...આઈ એમ સેક્યુલર!

હું હિન્દુ છું
કદી કોઈ વાત સમજ્યો નથી
કદી કોઈ વાત સમજવા માગતો નથી
મને તો મારા પૈસામાં રસ છે
મારે મન તો વાડી, ગાડી અને લાડી
એ..ય ને મજ્જાની લાઇફ

અરે પણ સાંભળ
તારા પાડોશીઓ ભ્રષ્ટ થઈ રહ્યા છે
તારું મંદિર ભ્રષ્ટ થઈ રહ્યું છે
એમ! તો મારે શું?
હું હિન્દુ છું
કદી કોઈ વાત સમજ્યો નથી
કદી કોઈ વાત સમજવા માગતો નથી

અરે સાંભળ...
તારી વાડી ગઈ...
એમ! વાંધો નહીં,
હજુ ગાડી અને લાડી તો છે ને!

એયયય સાંભળ
તારી ગાડી પણ ગઈ...
એમ! વાંધો નહીં,
લાડી તો છે ને!

એ ભોળિયા...
આ લાડી પણ ગઈઈઈ!
એમ! વાંધો નહીં,
મને તો કશું નથી થયુંને?
હું હિન્દુ છું
કદી કોઈ વાત સમજ્યો નથી
કદી કોઈ વાત સમજવા માગતો નથી

પણ...પણ
બધું ખોઈ બેઠા પછી હવે એકલો શું કરીશ?

કંઈ નહીં,
બસ, હવે મને ભ્રષ્ટ કરનારાઓના કોઠે બેસી જઈશ
અને ઘૂંઘરું બાંધીને ગાઈશ...
...હું પણ હિન્દુ હતો
કદી કશું સમજ્યો નહોતો
કદી કશું સમજીશ નહીં...
n  અલકેશ પટેલ/મહા સુદ એકમ, 2076 (25-01-2020) શનિવાર

No comments:

Post a Comment