Tuesday, January 14, 2020

18મી સદીનાં ધર્મનિષ્ઠ-લોકપ્રિય શાસક અહલ્યાબાઈ હોલ્કર


18મી સદીનાં ધર્મનિષ્ઠ-લોકપ્રિય શાસક અહલ્યાબાઈ હોલ્કર
--- બ્રાહ્મણવાદી પિતૃસત્તાક દેશ તરીકે સતત બદનામ કરવામાં આવતા આ મહાન ભારતવર્ષમાં મોટી સંખ્યામાં એવાં મહિલા શાસકો પણ થઈ ગયાં છે જેમણે જેમણે વિદેશી ઘૂસણખોરો સામે ઝીંક ઝીલી હતી. બ્રેકિંગ ઈન્ડિયાના કાવતરાબાજો દ્વારા હાંસિયામાં ધકેલી દેવાયેલું આવું જ એક પાત્ર છે – અહલ્યાબાઈ હોલ્કર




-- અલકેશ પટેલ

ભારતમાં હાલ તમે જેટલાં પણ પ્રાચીન ઐતિહાસિક મંદિરની મુલાકાત લો છો, અથવા લઈ શકો છો તેમાંના મોટાભાગનાં મંદિરના પુનરોદ્ધારના કામમાં એક મહિલા શાસકની ખૂબ મોટી ભૂમિકા છે, પરંતુ તેમનાં અને સાથે સાથે આપણા સૌના કમનસીબે ભારતના નાગરિકોને ભાગ્યે જ કશી ખબર છે. ભારતના વિદ્યાર્થીઓ રાણી એલિઝાબેથ, રાણી વિક્ટોરિયા અને એમના જેવી બીજી વિદેશી મહિલા શાસકો વિશે હોંશે હોંશે ભણતા રહે છે, શિક્ષકો ભણાવતા રહે છે...પરંતુ અહલ્યાબાઈ હોલ્કર વિશે પૂછવામાં આવે તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ચહેરા ઉપર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન આવી જાય છે – અહલ્યાબાઈ હોલ્કર? એ કોણ?

1725ની 31 મેએ જન્મેલાં અહલ્યાબાઈ માત્ર આઠ વર્ષનાં હતાં ત્યારે જ તેમની રાષ્ટ્રભાવના, ધર્મભાવના તથા બુદ્ધિચાતુર્યથી પ્રભાવિત થઈને તે સમયના ઇન્દોરના શાસક મલ્હારરાવ હોલ્કરે તેમના પુત્ર ખંડેરાવ સાથે લગ્ન કરાવ્યા હતા. એક સામાન્ય પરિવારમાંથી નાની ઉંમરે જ સીધાં રાજવી પરિવારમાં આવી પહોંચેલાં અહલ્યાબાઈ શિક્ષણ મેળવીને પણ લોકપ્રિય થયાં હતાં કેમ કે 250 વર્ષ પહેલાંના ભારતના એ સમાજમાં સ્ત્રી-સશક્તિકરણ તો હતું, પરંતુ શિક્ષણનું પ્રમાણ ઓછું હતું. તેઓ હજુ માંડ 29 વર્ષનાં હતાં ત્યારે જ તેમના પતિ ખંડેરાવ હોલ્કર કુંમ્હેર (રાજસ્થાન)ના એક યુદ્ધમાં શહીદ થયા હતા. ત્યારબાદ સસરા તેમજ પોતાના પુત્રને ગુમાવી ચૂકેલાં અહલ્યાબાઈના માથે સત્તા સંભાળવાની જવાબદારી આવી, જે તેમણે 1767થી 1795માં અવસાન પામ્યાં ત્યાં સુધી ખૂબ કુશળતા અને સફળતાપૂર્વક નિભાવી.
અહલ્યાબાઈએ કુશળ શાસનની સાથે જે સૌથી અગત્યની કામગીરી કરી તે દેશભરમાં અનેક મંદિરોનો પુનરોદ્ધાર કરવાની હતી. સનાતન ધર્મના કેન્દ્ર સમા વારાણસીમાં હાલ જે કાશીવિશ્વનાથ મંદિર છે તેનાથી શરૂ કરીને ગુજરાતના સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, દક્ષિણ ભારતનાં મંદિરો સહિત દેશના મોટી સંખ્યામાં મુખ્ય મંદિરોનો પુનરોદ્ધાર કર્યો હતો. આવા તમામ મંદિરો મોંગોલિયન તેમજ ઇસ્લામિક આક્રમણખોરોએ નષ્ટ કર્યાં હતાં. કમનસીબે એ આક્રમણખોરોને ભારતના ઇતિહાસમાં મહાન જેવાં વિશેષણ આપી દેવામાં આવ્યા અને તેમણે નષ્ટ કરેલાં મંદિરોનો પુનરોદ્ધાર કરનાર અહલ્યાબાઈ હોલ્કર જેવાં ધર્મનિષ્ઠ શાસકોને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યાં.
ચિરકાળ સુધી અમર રહે એવાં અનેક ઐતિહાસિક પાત્રોને સાચા ઇતિહાસના પાનાંમાંથી બહાર જ નથી આવવા દેવાયાં. અને તેનું કારણ પણ હવે તો અજાણ્યું રહ્યું નથી. દેશ વિરોધી તેમજ ડાબેરી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા સ્વતંત્રતાના પ્રારંભિક સમયમાં રાષ્ટ્રવાદને વરેલા નાયકોને ઇતિહાસના પાનાંમાંથી ભૂંસીને દૂર કરી દેવામાં આવ્યા અને તેમના સ્થાને ઘૂસણખોર અને મંદિરો તોડનારા તત્વોને મહાન બતાવીને સ્થાન આપી દેવામાં આવ્યું અને તેમના વિશે ભણવામાં અને ભણાવવામાં આવા રહ્યું છે!
1767થી 1795 સુધી માલવા-મહેશ્વર-ઇન્દોરમાં અત્યંત લોકપ્રિય અને ન્યાયપૂર્ણ શાસન કરનાર અહલ્યાબાઈ હોલ્કરના પ્રદાનની યાદી બનાવવામાં આવે અહીં જગ્યા ઓછી પડે. પરંતુ આજે આપણે તેમના વિશે થોડી પ્રાથમિક માહિતી જ મેળવીશું અને પછી તેમના વિશે વધુને વધુ જાણકારી મેળવતા રહીશું.
તથા

No comments:

Post a Comment