Wednesday, February 26, 2020

વીરગતિ પામેલા એ રામભક્ત કારસેવકોની યાદમાં...


વીરગતિ પામેલા એ રામભક્ત કારસેવકોની યાદમાં...

--- ગોધરા સ્ટેશન ઉપર 2002ની 27 ફેબ્રુઆરીએ બનેલી ત્રાસવાદી ઘટનાને 18 વર્ષ થયા. જે ભવ્ય રામમંદિરના નિર્માણ માટે તમે સંઘર્ષ કરીને વીરગતિ પામ્યા એ મંદિર હવે નિર્માણ પામશે તો ખરું...પરંતુ...
---------------------------
--- 27 ફેબ્રુઆરી, 2002ના દિવસે વહેલી પરોઢે ગોધરા સ્ટેશને બીજા અનેક ડબામાં બેઠેલા રામસેવકો જો હાકોટા પાડતા ટ્રેનમાંથી બહાર આવી ગયા હોત તો જેહાદીઓ એસ-ચાર ડબાને સળગાવી શક્યા ન હોત – એ પણ એટલી જ સાચી હકીકત છે

n  અલકેશ પટેલ

18 વર્ષ પહેલાં ગોધરા રેલવે સ્ટેશને 49 કારસેવકોએ અને ત્યારબાદ ગુજરાતમાં અનેક સ્થળે હિંસામાં બીજા 700 જેટલા રામસેવકોએ જીવ ગુમાવ્યા હતા. આજે એ સૌને અંજલિ આપવાનો દિવસ છે.
પણ અંજલિ આપતી વખતે પાછલા 18 વર્ષ ઉપર નજર નાખું છું ત્યારે દેશના કરોડો રામસેવકોની ચિંતા થાય છે, દયા પણ આવે છે. આ કરોડો રામસેવકોમાંથી મોટાભાગના કશું જ શીખ્યા નથી. એમની ગતિ અને પ્રગતિ માત્ર ઇન્ટરનેટ સુધી જ થઈ છે. આ રામસેવકોમાંથી અડધા કોમ્યુલર (કોમ્યુનલ + સેક્યુલર) થઈ ગયા, અને બાકીના અડધા ઇન્ટરનેટ ઉપર (સોશિયલ મીડિયા) એકબીજાના પગ ખેંચતા અને એકબીજાની ભૂલો શોધતા થઈ ગયા.
આ 18 વર્ષ દરમિયાન:-
(1) ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર ઉપર આતંકી હુમલો થયો (સપ્ટેમ્બર 2002), 30 રામસેવકોએ જીવ ગુમાવ્યા, પણ કરોડો રામસેવકો એ સાંજે જમીને પેટ ઉપર હાથ ફેરવતાં ફેરવતાં સૂઈ ગયા.
(2) માલેગાંવમાં વિસ્ફોટો થયા (સપ્ટેમ્બર 2006), 40 માર્યા ગયા. આ ઘટના સિફતપૂર્વક અને આયોજનપૂર્વક રામસેવકોને જ આતંકી જાહેર કરવા માટે ઘટી હોય એમ રામસેવકોને આતંકી ઘોષિત કરી દેવામાં આવ્યા. ભવિષ્યમાં જેહાદી કાવતરાંથી રામસેવકોને બચાવવા નિષ્ઠાપૂર્વક કામ કરી રહેલાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને કર્નલ પુરોહિતને ફસાવી દેવામાં આવ્યાં, તેમની ધકપકડ થઈ, તેમના ઉપર વર્ષો સુધી અમાનવીય અત્યાચાર થયા...અને છતાં બાકીના કરોડો રામસેવકો ટીવી-ફિલ્મ-ક્રિકેટમાં ખૂંપેલા રહીને મોજમજા કરતા રહ્યા.
(3) સમઝૌતા એક્સપ્રેસમાં વિસ્ફોટ થયા (ફેબ્રુઆરી 2007), 70 જણાએ જીવ ગુમાવ્યા. આ ઘટનાના પાકિસ્તાની ત્રાસવાદીઓને ચૂપચાપ જવા દઇને રામસેવકોને ત્રાસવાદી તરીકે રજૂ કરી દેવામાં આવ્યા. પણ બીજા કરોડો રામસેવકો ટીવી સિરિયલો અને ફિલ્મો માણતા માણતા પોતાની દુનિયામાં ખોવાઈ ગયા.
(4) મુંબઈમાં પાકિસ્તાની આતંકીઓ ઘૂસી આવ્યા અને કેટલાય દેશના નાગરિકોની હત્યા કરી દીધી (નવેમ્બર 2008). આ ઘટના પછી રામસેવકોને જ આતંકવાદી પ્રજા જાહેર કરવામાં આવી, અને છતાં પ્રજાના પેટનું પાણી ન હાલ્યું.
ભોળાભટાક રામસેવકો છેલ્લા 18 વર્ષથી આટઆટલી જેહાદી ઘટનાઓ છતાં પોતપોતાની દુનિયામાં વ્યસ્ત છે. ઇન્ટરનેટમાં વ્યસ્ત છે. એકબીજાના પગ ખેંચવામાં અને એકબીજાને બતાવી દેવામાં વ્યસ્ત છે. આ ભોળા રામસેવકો કોમ્યુલર-મીડિયા, કોમ્યુલર-બુદ્ધિજીવીઓ, કોમ્યુલર-અર્બન નક્સલીઓ, કોમ્યુલર-ટીવી કલાકારો, કોમ્યુલર-બોલિવૂડિયા, કોમ્યુલર-લેખકો, કોમ્યુલર-રાજકારણીઓ, કોમ્યુલર-ધાર્મિક આગેવાનો, કોમ્યુલર-કથાકારો...આ બધાની અસરમાં આવીને એવા ઘેનમાં સરી ગયા છે કે કોઈ ચેતવણી એમને જગાડી શકતી નથી.
(5) નાગરિકત્વ સંશોધન કાયદો (સી એ એ) અને તેની સામે બે મહિના કરતાં વધુ સમયથી જે જેહાદીઓ ડોળા કાઢી રહ્યા હતા એ ભોળા રામભક્તોને દેખાતા નહોતા. આ જેહાદીઓએ સી.એ.એ.ના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું. ગયા મહિને 2020ની 29 જાન્યુઆરીએ તમામ જેહાદીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા, એટલું જ નહીં પરંતુ દેશના મુઠ્ઠીભર સાચા મુસ્લિમોને પણ બંધ રાખવા ફરજ પાડી! ગુજરાતમાં હાઇવે પરની હોટલો એ દિવસે બંધ રહી, અને છતાં ભોળા રામસેવકો બીજા જ દિવસથી એ હોટેલોમાં જઈ જઈને પેટ ભરતા રહ્યા છે અને પોતાના કાળા ભવિષ્ય માટે જેહાદીઓને જ પૈસા પધરાવી રહ્યા છે!
અને છેલ્લા બે દિવસથી એ જ જેહાદીઓએ રાજધાની દિલ્હીને બાનમાં લઈ લીધી છે. એક પોલીસ જવાન અને એક આઈબી અધિકારી વીરગતિ પામ્યા. એક રામ સેવકે તેની બાઈક ઉપર જયશ્રી રામ લખ્યું હતું એટલે જીવ ખોવો પડ્યો.
ઇન્ટનેટ અને સોશિયલ મીડિયા ઉપર રામના નામે હાકલા-પડકારા કરતા રામસેવકો હજુ પણ ટીવી સિરિયલ, હિન્દી ફિલ્મ તેમજ ક્રિકેટ દ્વારા ફેલાવાતા જેહાદી સંદેશા સમજી શકતા નથી.
અને એટલે જ, લેખના પ્રારંભે તમે બરાબર વાંચ્યું કે, એ ભવ્ય રામ મંદિર હવે નિર્માણ પામશે ખરું, પરંતુ કેટલા દાયકા સુધી એ ટકશે એ હવે કહી શકાય તેમ નથી. કેમ કે, જેહાદીઓની સંખ્યા આ દેશમાં કિડીયારા કરતાં પણ ખૂબ ઝડપથી વધી રહી છે. સાચા મુસ્લિમોને જેહાદીઓ પસંદ નથી એ ખરું...પરંતુ સાથે એ પણ એટલું જ કડવું સત્ય છે કે એ સાચા મુસ્લિમોની જેહાદીઓને કશું જ કહેવાની હિંમત નથી (કે, દાનત નથી?)
ભોળાભટાક રામસેવકો એ વાતે રાજીના રેડ થઈ જાય છે કે અનેક દાયકા પછી કાશ્મીરના મંદિરોમાં શિવરાત્રીએ રોશની થઈ, ઉત્સવ ઉજવાયો...પરંતુ એ ભોળાભટાક રામસેવકો પોતાની આસપાસ ફૂલીફાલી રહેલી જેહાદી મોબાઇલ દુકાનો, જેહાદી જૂતાંની દુકાનો, જેહાદી રેસ્ટોરા, જેહાદી કાપડ (દુપટ્ટા) રંગવાની દુકાનો, જેહાદી સલૂનો અને જેહાદી ફિટનેસ સેન્ટરોથી સાવ અજાણ છે.
આવતીકાલે 27 ફેબ્રુઆરીએ અનેક લોકો કારસેવકોના માનમાં કદાચ ડીપી બદલશે, લાગણીવેડા દર્શાવશે, જયશ્રી રામ બોલશે...પણ બીજા દિવસથી જેહાદી ટીવી સિરિયલ, જેહાદી ફિલ્મોને શરણે થઈ જશે. એકબીજાનો હાથ પકડીને આગળ વધવાનું અથવા મુશ્કેલીના સમયે એકબીજાનો હાથ પકડવાનું શીખશું નહીં ત્યાં સુધી કર્ણાવતીઓ અહમદાબાદ બનતી રહેશે, પ્રયાગરાજના અલ્હાબાદો બનતા રહેશે, અને સરજીલ ઇમામો, અકબરુદ્દીન ઓવૈસીઓ, વારીસ પઠાણોના કૃત્યો અને નિવેદનો અંગે બહાદુર રામસેવકો સોશિયલ મીડિયામાં માત્ર ગુસ્સાવાળા ઇમોજી બતાવીને સંતોષ માનતા રહેશે.
27 ફેબ્રુઆરી, 2002ના દિવસે વહેલી પરોઢે ગોધરા સ્ટેશને બીજા અનેક ડબામાં બેઠેલા રામસેવકો જો હાકોટા પાડતા ટ્રેનમાંથી બહાર આવી ગયા હોત તો જેહાદીઓ એસ-ચાર ડબાને સળગાવી શક્યા ન હોત – એ પણ એટલી જ સાચી હકીકત છે. હવે મોડું તો થયું છે...પણ સાવ મોડું નથી થઈ ગયું.  --- અલકેશ પટેલ (ફાગણ સુદ ત્રીજ, 2076. બુધવાર) 26-2-2020

Friday, February 21, 2020

અસ્પૃશ્યતા નિવારણ માટે ચાલો અલગ રીતે વિચારીએઃ

અસ્પૃશ્યતા નિવારણ માટે ચાલો અલગ રીતે વિચારીએઃ
---------------------------------------------------------------
અસ્પૃશ્યતાની વાતને હજુ પણ વળગી રહેલા હિન્દુ સમાજના આગેવાનોને એક વિનંતી કરવા માગું છું...કે, તમને જો ખરેખર ધર્મની ચિંતા હોય તો એક નાનો પ્રયોગ કરોઃ વધારે નહીં પણ એકાદ વર્ષ માટે તમે જેને અસ્પૃશ્ય ગણો છો (અહીં "તમે" શબ્દ લખ્યો છે, કેમ કે હું તો કોઇને અસ્પૃશ્ય ગણતો જ નથી) તેમાંથી દરેક ગામમાં ઓછામાં ઓછા એક બાંધવને ઓછામાં ઓછા એક મંદિરમાં પૂજારી બનાવો...અને પછી જૂઓ કે જે લોકોએ આપણા મુખ્ય આધાર સમાન આ સમાજ વિરુદ્ધ તમારા મનમાં જે ખોટી વાતોનું ઝેર ભર્યું છે એવું કશું થાય છે કે કેમ? - આ એક વર્ષના પ્રયોગ દરમિયાન તમને જોવા-જાણવા મળશે કે સદીઓથી તમે પોતાના જ જે સમુદાયને દૂર રાખ્યો છે એ તો ખરેખર ઉમદા લોકો છે. હજુ આજે પણ અસ્પૃશ્યતાની વાતને વળગી રહેલા લોકોને ખાતરી આપું છું કે, જો તમે એક વર્ષ માટે આ પ્રયોગ કરશો તો આખો દેશ ફરીથી ગોકુળિયું બની જશે. તમારા મનમાં ધર્મ અને રાષ્ટ્ર બંનેના કલ્યાણની ભાવના હોય તો આ પ્રયોગ કરવો અત્યંત આવશ્યક છે. તમારી આસપાસ જે જોખમ ઊભાં થઈ રહ્યા છે તેનાથી તમે કદાચ પરિચિત હોવ અથવા ન પણ હોવ...પણ એ જોખમોથી હું સંપૂર્ણ વાકેફ છું. અને એટલે જ સદીઓ જૂની માનસિકતામાંથી બહાર આવો, એક પ્રયોગ કરો. આ પ્રયોગ ફરજ તરીકે નહીં, પણ ભાવથી કરવો આવશ્યક છે🙏🏼 મારી આ અપીલની ગુજરાતના કોઈ એકાદ ગામમાં પણ જો અસર થશે તો એ આજના પાવન દિવસે પ્રચંડ પ્રારંભ ગણાશે.
--- અલકેશ પટેલ (મહાશિવરાત્રી, મહાવદ 13, શુક્રવાર) 21--2-2020

Wednesday, February 19, 2020

બુદ્ધિજીવીઓ અપરિપક્વ છે કે પછી ટુકડે ગેંગ શક્તિશાળી છે?


બુદ્ધિજીવીઓ અપરિપક્વ છે કે પછી ટુકડે ગેંગ શક્તિશાળી છે?

n  ભૂજની ઘટના અને સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુના નિવેદનના મુદ્દે સોશિયલ મીડિયામાં વગદાર બુદ્ધિજીવીઓ ફરી એક વખત ડાબી અને જમણી તરફ વહેંચાઈ ગયા છે. ચિંતાનો મુદ્દો એ છે કે ડાબી તરફ ફંટાયેલા બુદ્ધિજીવીઓને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કશી ખબર જ નથી! સ્ત્રીત્વનું સન્માન સર્વોચ્ચ શિખરે છે અને મારી દ્રષ્ટિએ એનાથી ઉપર કશું જ નથી...પરંતુ -

--- અલકેશ પટેલ
બે મહિના કરતાં વધારે સમયથી દિલ્હીના શાહીનબાગમાં ભારત, ભારતીયતા, ભારતીય સંસ્કૃતિ, ભારતીય ધર્મને ખતમ કરી દેવાના જાહેરમાં નિવેદનો થઈ રહ્યા હોવા છતાં મીઠી ઊંઘ માણી રહેલા બુદ્ધિજીવીઓ એકાએક ખાંડાં લઈને મેદાને આવી ગયા છે.
એક તરફ ભૂજની એક શૈક્ષણિક સંસ્થામાં દીકરીઓના માસિકધર્મના મુદ્દે અને બીજી તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ એક સાધુના પ્રવચનમાંથી એકાદ વાક્ય ઉઠાવીને – આ બંને બાબતોને જોડીને શૂરવીરો કાંતો તેની સામે પડ્યા છે અથવા મજાક ઉડાવીને વિકૃત આનંદ લઈ રહ્યા છે.
અને આ બધા ઘટનાક્રમમાં માર્ક્સવાદી-ડાબેરી-અર્બન નક્સલી સાપોલિયાં ફરી સક્રિય થઈ ગયાં છે.
સનાતન-હિન્દુ ધર્મમાં વિવાદની નાની ઘટના પણ ટુકડે ટુકડે ગેંગ માટે ઑક્સિજન સમાન બની જાય છે અને વિવિધ મંચ ઉપર પોતાનો એજન્ડા શરૂ કરી દે છે.
કમનસીબે આવી વિવાદી ઘટનામાં ડાબી તરફ વળી ગયેલા બુદ્ધિજીવીઓને ટુકડે ટુકડે ગેંગના એજન્ડા વિશે જાણ નથી હોતી.
ભૂજની ઘટના અને સાધુના નિવેદનનો કોઈ બચાવ થઈ શકે એમ નથી.
પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે, આવી એકલ દોકલ ઘટના સમગ્ર સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે?
સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન પરંપરામાં રહેલી એક વ્યવસ્થા છે. શું એ સંપ્રદાયને તેની વ્યવસ્થા જાળવી રાખવા માટે નિયમો બનાવવાનો અધિકાર નથી?
જે બુદ્ધિજીવીઓ આ મુદ્દામાં છેક સામે છેડે બેસી ગયા છે એ કમનસીબે એમની અપરિપક્વતા દર્શાવે છે.
અપરિપક્વતા એટલા માટે કે સાધુ-સંતો દ્વારા આપવામાં આવતા ઉપદેશના સંદર્ભ અને એ ઉપદેશના સમયગાળા વિશે લોકો સર્વગ્રાહી વિચાર કરતા નથી.
માસિકધર્મ અંગે અપવિત્રતાનો મુદ્દો હકીકતે અશિક્ષિત અને અણસમજુ પુરુષોથી સ્ત્રીત્વને બચાવવાનો જ મુદ્દો છે.
વધારે સ્પષ્ટતાથી કહું તો, માસિકધર્મ દરમિયાન સ્ત્રીના મૂડ અને શારીરિક ક્ષમતામાં ફેરફાર થાય છે એ સૌ જાણે છે, પણ આ વાત અશિક્ષિત અને અણસમજુ લોકો નથી જાણતા. આવા અણસમજુ લોકો સ્ત્રીઓ પાસે એ દિવસો દરમિયાન પણ સામાન્ય દિવસોની જેમ જ કામ અને શ્રમની અપેક્ષા રાખતા હોય છે. એવા અણસમજુ પુરુષોને વૈજ્ઞાનિક સિદ્ધાંતથી સ્ત્રીની મુશ્કેલી સમજાવી ન શકાય.
જેમ બાળક નાનું હોય ત્યારે કેટલાક પ્રકારના જોખમ વિશે તેને શાસ્ત્રીય પદ્ધતિથી સમજાવી શકાતું નથી અને તેથી તેને એ વિશે કહેવા માટે ડર ના મનોવિજ્ઞાનનો આશરો લેવામાં આવે છે. બાળક માતા-પિતાની નજરથી દૂર જતું ન રહે એ માટે તેને બાવો લઈ જશે...”, અથવા બાળકને જીદ કરીને રડતું રોકવા જો કીડી મરી ગઈ... જેવી વાતો દરેકે દરેક પરિવારમાં જોઇએ જ છીએ.
કોઈ જોખમ સામે ડરાવવા માટે બાળકને જે કંઈ કહેવામાં આવે છે એવી જ વાતો સાધુ-સંતો અણસમજુ સમાજને કહે ત્યારે તેનો સંદર્ભ બુદ્ધિજીવીઓ પામી શકતા નથી, અને એ જ એમની અપરિપક્વતા છે.
સમાજ તેના પ્રારંભકાળથી વિવિધ ખંડમાં વહેંચાયેલો હોય છે. કેટલાક લોકોમાં સાહજિક સમજ, વ્યવહારુ જ્ઞાન અને પરિપક્વતા હોય છે. કેટલાક લોકો આવા લોકોને જોઇને શીખતા હોય છે. તો કેટલાક લોકો અણસમજુ જ રહી જાય છે. એવા લોકોને સમજાવવા માટે ધર્મ-સંપ્રદાય-કથા-પ્રવચનનો સહારો લેવામાં આવે છે.
અને આવી કથા-વાર્તામાં સાધુ-સંતો શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક પદ્ધતિથી જ્ઞાન આપી ન શકે. એમણે સામાન્ય માનવીને સમજાય એવી ભાષામાં અને ક્યારેક આત્યંતિક ડરની ભાષામાં વાત કરવી પડે.
આટલી સામાન્ય વાત શહેરી વિસ્તારોમાં રહેતા બુદ્ધિજીવીઓને કેમ સમજાતી નહીં હોય?
ધાર્મિક પ્રવચન દરમિયાન આત્યંતિક ઉદાહરણ આપતા સાધુ-સંત ઉપર ગુસ્સે થઈ જતાં બુદ્ધિજીવી માતા કે બુદ્ધિજીવી પિતાને કેમ એ યાદ નથી રહેતું કે તેમણે પોતાનાં બાળકોને આત્યંતિકતાથી ડરાવ્યાં હતાં? અને ત્યારે દેખીતી રીતે આ બુદ્ધિજીવી માતા-પિતાનો ઇરાદો પોતાનાં સંતાનને મુશ્કેલીથી બચાવવાનો જ હતોને?
કમનસીબ હકીકત એ પણ છે કે, શહેરી વિસ્તારોમાં રહેતા બુદ્ધિજીવીઓ તમામ સનાતની-હિન્દુઓ પાસે એક સરખા આઈક્યુની, એક સરખી સમજદારીની, એક સરખી પરિપક્વતાની આશા-અપેક્ષા રાખતા હોય છે. ત્યારે સવાલ એ થાય કે, આવી આશા-અપેક્ષા રાખવી એ બાબત જ બુદ્ધિજીવીઓની અપરિપક્વતા સાબિત નથી કરતી?
અપવિત્રતા, પાપ જેવા શબ્દો સમાજને તેની મર્યાદામાં રાખવા માટે હોય છે. અને એ શબ્દોનો ઉપયોગ કરનાર સાધુ-સંતોનો ઇરાદો સમાજના કલ્યાણનો જ હોય છે. એ પ્રક્રિયામાં ક્યાંક ક્યારેક કોઈ સાધુ-સંત લક્ષ્મણ રેખાની બહાર નીકળી જાય એનો અર્થ એવો નથી હોતો કે આખો સંપ્રદાય કે પછી તમામ સાધુ-સંતોને ખોટા જાહેર કરી દેવા.
લાલ વર્તુળના અભિયાનમાં સપડાઈ ગયેલા બુદ્ધિજીવીઓ શું ખાતરીપૂર્વક કહી શકે એમ છે કે, તેમણે પોતે, અથવા તેમની સંસ્થાએ, અથવા તેમના માતા-પિતાએ, અથવા તેમના ગુરુઓએ...કદી કોઈ ભૂલ કરી નથી?
અંતે, હું ખૂબ મોટેથી ગાઈવગાડીને કહેવા માગું છું કે, સ્વામિનારાયણ સંપ્રદાય અને તેની સાથે સર્વગ્રાહી રીતે સનાતન ધર્મના મૂળ સિદ્ધાંતો સ્ત્રીઓનું સર્વોચ્ચ સન્માન કરે જ છે. સ્ત્રી સહિત તમામ માનવનું ગૌરવ સ્વામિનારાયણ સંપ્રદાય અને સાથે સાથે સમગ્ર સનાતન સમાજ માટે એક સાહજિક ધર્મ છે. ક્યાંક કોઈ ઘટનાને કે કોઈ એક નિવેદનને ઉપાડીને સમગ્ર સંપ્રદાય અને સમગ્ર ધર્મને બદનામ કરવા નીકળેલા લોકો સામે સામાન્ય પ્રજાએ સાવધ રહેવાની જરૂર છે. અર્બન નક્સલીઓના પ્રભાવમાં આવીને ભરમાશો નહીં. તમારો સંપ્રદાય અને તમારો ધર્મ ખૂબ મજબૂત છે...અને એટલે જ તેને તોડી પાડવા માટે વારંવાર હુમલા થાય છે.

Sunday, February 9, 2020

રાષ્ટ્રવાદ અને ધર્મને અપરાધની શ્રેણીમાં મૂકવાનું બંધ કરો


રાષ્ટ્રવાદ અને ધર્મને અપરાધની શ્રેણીમાં મૂકવાનું બંધ કરો

n  અર્બન નક્સલીઓ તેમજ જેહાદીઓ પછી હવે તટસ્થતાના બુરખા ઓઢીને નીકળેલા પત્રકારો-રાજકીય સમીક્ષકો પણ રાષ્ટ્રવાદ અને હિન્દુત્વને અપરાધની શ્રેણીમાં મૂકવા લાગ્યા છે. રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની વાત કરવી એ જાણે કોઈ મોટો ગંભીર ગુનો હોય એ રીતે જાહેરમાં તેના પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે. સેક્યુલારિઝમના બુરખા નીચે થતી આ પ્રવૃત્તિ બંધ કરો

--- અલકેશ પટેલ

રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની વાતોને, રાષ્ટ્રવાદ અને હિન્દુત્વના સમર્થકોને ગુનેગાર ઠેરવવાની સેક્યુલર બદમાશી આમ તો નવી નથી, પરંતુ હવે પાણી નાકથી ઉપર જઈ રહ્યું છે. શિક્ષણ-ફિલ્મ-નાટક ક્ષેત્રમાં બેઠેલા અર્બન નક્સલીઓ તેમજ પોતાને ડાબેરી ગણાવતા પરંતુ હકીકતે ગળથૂથીમાં જેહાદી માનસિકતા ધરાવતા એક્ટિવિસ્ટો અનેક દાયકાથી રાષ્ટ્રવાદ જાણે કોઈ ગુનો હોય એવો અપપ્રચાર કરતા રહ્યા છે અને હવે તેની સાથે આ તત્વોએ હિન્દુત્વના સમર્થકોને પણ અપરાધની શ્રેણીમાં ધકેલવાનું શરૂ કર્યું છે. આજે આ ચિંતા અને આક્રોશ એટલા માટે વ્યક્ત કરું છું કે, દાયકાઓ જૂની એ સેક્યુલર બદમાશીનો ભોગ બનીને હવે મીડિયામાં બેઠેલા કથિત તટસ્થો પણ રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ શબ્દોને જાહેરમાં ધિક્કારવા લાગ્યા છે!
શક્ય છે કે આ કથિત તટસ્થો કોંગ્રેસ અને અર્બન નક્સલીઓની ઇકો-સિસ્ટમનો ભોગ બન્યા હોય. સેક્યુલર બદમાશોની મોડસ ઓપરેન્ડી સમજવાનું બધા માટે શક્ય નથી હોતું. આ બદમાશો માટે બોલકા મવાળો સોફ્ટ-ટાર્ગેટ હોય છે. સેક્યુલર બદમાશો કથિત તટસ્થોના વખાણ કરીને, તેમને નાના-મોટા આર્થિક લાભ કરાવીને ઓબ્લિગેશનમાં લાવી દે છે. છેવટે તેનું પરિણામ એ આવે છે કે એ કથિત તટસ્થો પણ જાહેરમાં સેક્યુલર બદમાશોની ભાષા બોલવા લાગે છે. આ કથિત તટસ્થો પણ રાષ્ટ્રવાદ અને ધર્મ (હિન્દુત્વ) જાણે અપરાધ હોય એવી રીતે તેને જાહેરમાં અપમાનિત કરવા લાગે છે.
આ સમગ્ર ઘટનાક્રમ અત્યંત જોખમી સ્તરે આવી પહોંચ્યો છે, કેમ કે એક તરફ આ કથિત તટસ્થોને જેહાદી માનસિકતામાં કશું જ ખોટું લાગતું નથી. નાની નાની વાતમાં વિક્ટિમ કાર્ડ રમનારા તત્વો મૂળભૂત રીતે જેહાદી છે એવી સમજ આ ભોળા કથિત તટસ્થોને પડતી નથી. અને સામે રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની વાત કરનારા જાણે સૌથી ક્રુર લોકો હોય- જાણે આતંકવાદીઓ કરતાં પણ ખતરનાક હોય- જાણે સમગ્ર માનવજાતના દુશ્મનો હોય એવા કુપ્રચારમાં જોડાઈ જાય છે, જોડાઈ રહ્યા છે.
કમનસીબે કથિત તટસ્થોએ પણ બુરખો ઓઢી લીધો છે. તેમને હવે એ દેખાતું નથી કે 700-800-1000 વર્ષથી માર ખાતો રહેલો, સંખ્યાની દ્રષ્ટિએ સંકોચાતો રહેલો સરેરાશ હિન્દુ આજ સુધી નથી રાષ્ટ્રવાદના નામે હિંસક બન્યો કે નથી ધર્મના નામે. બે-ચાર હિન્દુ આક્રમકતા બતાવે તેને એક આખી હિન્દુ સભ્યતા અને સંસ્કૃતિ સાથે જોડી દેવાના સેક્યુલર બદમાશોના કાવતરાંમાં આ કથિત તટસ્થો બુરખા ઓઢીને જોડાઈ ગયા છે તેની સામે સાવધાન થવું જરૂરી જ નહીં, આવશ્યક પણ છે.
કથિત તટસ્થોને શાહીનબાગનું ગેરકાયદે દબાણ પણ સ્વાભાવિક અને સાહજીક લાગે છે, પરંતુ તેની વિરુદ્ધ રાષ્ટ્રવાદની અપીલ કરનારા દેશપ્રેમી લોકોને વિલન ચીતરી રહ્યા છે! શા માટે? શું કોઈ દેશને – શું કોઈ દેશની મૂળભૂત પ્રજાને પોતાના ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવાનો અધિકાર નથી? સદીઓથી સંકોચાઈ રહેલા અને આજની તારીખે દેશના 30 રાજ્યમાંથી 8 થી 10 રાજ્યોમાં લઘુમતીમાં આવી ગયેલા હિન્દુઓને શું રાષ્ટ્રવાદ અને પોતાના ધર્મની વાત કરવાનો પણ અધિકાર નથી?
એક તરફ પશ્ચિમ ભારતમાં લૂંટારા ઘૂસતા રહ્યા, મંદિરો તોડતા રહ્યા-સંપત્તિ લૂંટતા રહ્યા, તલવારના જોરે લાખોનું ધર્માંતર કરાવ્યું અથવા એ તલવારથી રહેંસી નાખ્યા, બીજી તરફ મેક્સમુલર જેવા વિદેશી ખ્રિસ્તી ધર્માંધ વ્યક્તિએ ઊભી કરેલી નકલી આર્યન થીયરીના સહારે દક્ષિણ ભારતમાં હિન્દુત્વ વિરોધી દ્રવિડિયન ચળવળ ચલાવી, ત્રીજી તરફ પૂર્વ ભારતમાં ચૂપચાપ મોટાપાયે ખ્રિસ્તી ધર્માંતર થતા રહ્યા અને કોંગ્રેસી શાસકો આંખે પાટા બાંધીને બેસી રહ્યા, ચોથી તરફ ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં 1990ના દાયકામાં માનવ ઇતિહાસના સૌથી ખતરનાક સંહાર પૈકી એક સંહાર ખેલાયો અને એ પહેલાં 1947માં ધર્મના નામે ભારતના ભાગલા કરીને જેહાદીઓએ લાખો ભારતીયોની હિંસા કરી-લાખોને બેઘર બનાવ્યા...આ બધું થયું ત્યારે સેક્યુલર બદમાશો બુરખા ઓઢીને સૂઈ રહ્યા...પણ હવે મૂળ ભારતીય પોતાની અસ્મિતા, પોતાની સંસ્કૃતિ, પોતાના સંસ્કારો માટે જાગૃત થયો છે અને થઈ રહ્યો છે ત્યારે એ જ સેક્યુલર બદમાશો સફાળા જાગીને ભારત પ્રત્યે ઝેર ફેલાવવાની ફૂટટાઈમ કામગીરીમાં લાગી ગયા છે. એક સરેરાશ હિન્દુ પોતાના ધર્મ અને રાષ્ટ્રને ચાહે એમાં સેક્યુલર બદમાશો અને કથિત તટસ્થોને પેટમાં શા માટે દુઃખે છે? આ તત્વો રાષ્ટ્ર અને ધર્મને ચાહતા સરેરાશ હિન્દુઓ કોઈ અપરાધ કરી રહ્યા હોય એવું શા માટે ફીલ કરાવવા માગે છે?
તેની સામે ધર્મ અને રાષ્ટ્રવાદમાં માનતા લોકોએ પણ વધારે મક્કમ થવાની – વધારે બોલકા થવાની જરૂર છે. સેક્યુલર બદમાશો તેમજ તેમની પીઠ ઉપર સવાર કથિત તટસ્થોને જાહેરમાં તરત જ જવાબ આપો કેમ કે તમે કશું ખોટું નથી કરતા, તમે કોઈ અપરાધ નથી કરતા. રાષ્ટ્રવાદ અને ધર્મના રક્ષણ માટે બોલવું માનવજાતિનો જન્મજાત સ્વભાવ છે. કુટિલ અને બદમાશ માર્ક્સવાદીઓ-સામ્યવાદીઓના કાવતરાંથી સાવધાન રહેવાની અત્યારે સૌથી વધુ જરૂર છે. આ તમામ તત્વો આપણા મહાન દેશને ગૃહ-યુદ્ધ (સિવિલ વૉર) તરફ દોરી જવા મથી રહ્યા છે. સેક્યુલર બદમાશ તત્વોને જેહાદી બુરખાશાહી પસંદ છે, પરંતુ સૌથી પ્રાચીન છતાં સૌથી વધુ આધુનિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા હિન્દુ ધર્મ પ્રત્યે સૂગ છે. હજુ થોડો સમય છે – સાચી સ્થિતિ ઓળખી લો અને કથિત તટસ્થોને ચોક્કસ જગ્યાએ લાત મારીને દૂર કરી દો. એ દૂર થશે તો સેક્યુલર બદમાશો આપોઆપ મર્યાદામાં રહેશે. કથિત તટસ્થોના કવર-ફાયર વિના સેક્યુલર બદમાશો અને તેમની બુરખાશાહી ટકી શકે નહીં. આ એક પ્રકારની ઇકો-સિસ્ટમ (આર્થિક સલામતીનું ચક્ર) છે જેને તોડવી રહી. જે ધર્મપ્રેમી રાષ્ટ્રવાદીઓ ગૃહ-યુદ્ધ-સિવિલ વૉર ઇચ્છતા ન હોય તેમણે સેક્યુલર બદમાશો-કથિત તટસ્થો વચ્ચેની ઇકો-સિસ્ટમ તોડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે...બલ્કે બચવું હશે તો ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ચતુર કરો વિચાર-અલકેશ પટેલ.