Sunday, February 9, 2020

રાષ્ટ્રવાદ અને ધર્મને અપરાધની શ્રેણીમાં મૂકવાનું બંધ કરો


રાષ્ટ્રવાદ અને ધર્મને અપરાધની શ્રેણીમાં મૂકવાનું બંધ કરો

n  અર્બન નક્સલીઓ તેમજ જેહાદીઓ પછી હવે તટસ્થતાના બુરખા ઓઢીને નીકળેલા પત્રકારો-રાજકીય સમીક્ષકો પણ રાષ્ટ્રવાદ અને હિન્દુત્વને અપરાધની શ્રેણીમાં મૂકવા લાગ્યા છે. રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની વાત કરવી એ જાણે કોઈ મોટો ગંભીર ગુનો હોય એ રીતે જાહેરમાં તેના પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે. સેક્યુલારિઝમના બુરખા નીચે થતી આ પ્રવૃત્તિ બંધ કરો

--- અલકેશ પટેલ

રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની વાતોને, રાષ્ટ્રવાદ અને હિન્દુત્વના સમર્થકોને ગુનેગાર ઠેરવવાની સેક્યુલર બદમાશી આમ તો નવી નથી, પરંતુ હવે પાણી નાકથી ઉપર જઈ રહ્યું છે. શિક્ષણ-ફિલ્મ-નાટક ક્ષેત્રમાં બેઠેલા અર્બન નક્સલીઓ તેમજ પોતાને ડાબેરી ગણાવતા પરંતુ હકીકતે ગળથૂથીમાં જેહાદી માનસિકતા ધરાવતા એક્ટિવિસ્ટો અનેક દાયકાથી રાષ્ટ્રવાદ જાણે કોઈ ગુનો હોય એવો અપપ્રચાર કરતા રહ્યા છે અને હવે તેની સાથે આ તત્વોએ હિન્દુત્વના સમર્થકોને પણ અપરાધની શ્રેણીમાં ધકેલવાનું શરૂ કર્યું છે. આજે આ ચિંતા અને આક્રોશ એટલા માટે વ્યક્ત કરું છું કે, દાયકાઓ જૂની એ સેક્યુલર બદમાશીનો ભોગ બનીને હવે મીડિયામાં બેઠેલા કથિત તટસ્થો પણ રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ શબ્દોને જાહેરમાં ધિક્કારવા લાગ્યા છે!
શક્ય છે કે આ કથિત તટસ્થો કોંગ્રેસ અને અર્બન નક્સલીઓની ઇકો-સિસ્ટમનો ભોગ બન્યા હોય. સેક્યુલર બદમાશોની મોડસ ઓપરેન્ડી સમજવાનું બધા માટે શક્ય નથી હોતું. આ બદમાશો માટે બોલકા મવાળો સોફ્ટ-ટાર્ગેટ હોય છે. સેક્યુલર બદમાશો કથિત તટસ્થોના વખાણ કરીને, તેમને નાના-મોટા આર્થિક લાભ કરાવીને ઓબ્લિગેશનમાં લાવી દે છે. છેવટે તેનું પરિણામ એ આવે છે કે એ કથિત તટસ્થો પણ જાહેરમાં સેક્યુલર બદમાશોની ભાષા બોલવા લાગે છે. આ કથિત તટસ્થો પણ રાષ્ટ્રવાદ અને ધર્મ (હિન્દુત્વ) જાણે અપરાધ હોય એવી રીતે તેને જાહેરમાં અપમાનિત કરવા લાગે છે.
આ સમગ્ર ઘટનાક્રમ અત્યંત જોખમી સ્તરે આવી પહોંચ્યો છે, કેમ કે એક તરફ આ કથિત તટસ્થોને જેહાદી માનસિકતામાં કશું જ ખોટું લાગતું નથી. નાની નાની વાતમાં વિક્ટિમ કાર્ડ રમનારા તત્વો મૂળભૂત રીતે જેહાદી છે એવી સમજ આ ભોળા કથિત તટસ્થોને પડતી નથી. અને સામે રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની વાત કરનારા જાણે સૌથી ક્રુર લોકો હોય- જાણે આતંકવાદીઓ કરતાં પણ ખતરનાક હોય- જાણે સમગ્ર માનવજાતના દુશ્મનો હોય એવા કુપ્રચારમાં જોડાઈ જાય છે, જોડાઈ રહ્યા છે.
કમનસીબે કથિત તટસ્થોએ પણ બુરખો ઓઢી લીધો છે. તેમને હવે એ દેખાતું નથી કે 700-800-1000 વર્ષથી માર ખાતો રહેલો, સંખ્યાની દ્રષ્ટિએ સંકોચાતો રહેલો સરેરાશ હિન્દુ આજ સુધી નથી રાષ્ટ્રવાદના નામે હિંસક બન્યો કે નથી ધર્મના નામે. બે-ચાર હિન્દુ આક્રમકતા બતાવે તેને એક આખી હિન્દુ સભ્યતા અને સંસ્કૃતિ સાથે જોડી દેવાના સેક્યુલર બદમાશોના કાવતરાંમાં આ કથિત તટસ્થો બુરખા ઓઢીને જોડાઈ ગયા છે તેની સામે સાવધાન થવું જરૂરી જ નહીં, આવશ્યક પણ છે.
કથિત તટસ્થોને શાહીનબાગનું ગેરકાયદે દબાણ પણ સ્વાભાવિક અને સાહજીક લાગે છે, પરંતુ તેની વિરુદ્ધ રાષ્ટ્રવાદની અપીલ કરનારા દેશપ્રેમી લોકોને વિલન ચીતરી રહ્યા છે! શા માટે? શું કોઈ દેશને – શું કોઈ દેશની મૂળભૂત પ્રજાને પોતાના ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવાનો અધિકાર નથી? સદીઓથી સંકોચાઈ રહેલા અને આજની તારીખે દેશના 30 રાજ્યમાંથી 8 થી 10 રાજ્યોમાં લઘુમતીમાં આવી ગયેલા હિન્દુઓને શું રાષ્ટ્રવાદ અને પોતાના ધર્મની વાત કરવાનો પણ અધિકાર નથી?
એક તરફ પશ્ચિમ ભારતમાં લૂંટારા ઘૂસતા રહ્યા, મંદિરો તોડતા રહ્યા-સંપત્તિ લૂંટતા રહ્યા, તલવારના જોરે લાખોનું ધર્માંતર કરાવ્યું અથવા એ તલવારથી રહેંસી નાખ્યા, બીજી તરફ મેક્સમુલર જેવા વિદેશી ખ્રિસ્તી ધર્માંધ વ્યક્તિએ ઊભી કરેલી નકલી આર્યન થીયરીના સહારે દક્ષિણ ભારતમાં હિન્દુત્વ વિરોધી દ્રવિડિયન ચળવળ ચલાવી, ત્રીજી તરફ પૂર્વ ભારતમાં ચૂપચાપ મોટાપાયે ખ્રિસ્તી ધર્માંતર થતા રહ્યા અને કોંગ્રેસી શાસકો આંખે પાટા બાંધીને બેસી રહ્યા, ચોથી તરફ ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં 1990ના દાયકામાં માનવ ઇતિહાસના સૌથી ખતરનાક સંહાર પૈકી એક સંહાર ખેલાયો અને એ પહેલાં 1947માં ધર્મના નામે ભારતના ભાગલા કરીને જેહાદીઓએ લાખો ભારતીયોની હિંસા કરી-લાખોને બેઘર બનાવ્યા...આ બધું થયું ત્યારે સેક્યુલર બદમાશો બુરખા ઓઢીને સૂઈ રહ્યા...પણ હવે મૂળ ભારતીય પોતાની અસ્મિતા, પોતાની સંસ્કૃતિ, પોતાના સંસ્કારો માટે જાગૃત થયો છે અને થઈ રહ્યો છે ત્યારે એ જ સેક્યુલર બદમાશો સફાળા જાગીને ભારત પ્રત્યે ઝેર ફેલાવવાની ફૂટટાઈમ કામગીરીમાં લાગી ગયા છે. એક સરેરાશ હિન્દુ પોતાના ધર્મ અને રાષ્ટ્રને ચાહે એમાં સેક્યુલર બદમાશો અને કથિત તટસ્થોને પેટમાં શા માટે દુઃખે છે? આ તત્વો રાષ્ટ્ર અને ધર્મને ચાહતા સરેરાશ હિન્દુઓ કોઈ અપરાધ કરી રહ્યા હોય એવું શા માટે ફીલ કરાવવા માગે છે?
તેની સામે ધર્મ અને રાષ્ટ્રવાદમાં માનતા લોકોએ પણ વધારે મક્કમ થવાની – વધારે બોલકા થવાની જરૂર છે. સેક્યુલર બદમાશો તેમજ તેમની પીઠ ઉપર સવાર કથિત તટસ્થોને જાહેરમાં તરત જ જવાબ આપો કેમ કે તમે કશું ખોટું નથી કરતા, તમે કોઈ અપરાધ નથી કરતા. રાષ્ટ્રવાદ અને ધર્મના રક્ષણ માટે બોલવું માનવજાતિનો જન્મજાત સ્વભાવ છે. કુટિલ અને બદમાશ માર્ક્સવાદીઓ-સામ્યવાદીઓના કાવતરાંથી સાવધાન રહેવાની અત્યારે સૌથી વધુ જરૂર છે. આ તમામ તત્વો આપણા મહાન દેશને ગૃહ-યુદ્ધ (સિવિલ વૉર) તરફ દોરી જવા મથી રહ્યા છે. સેક્યુલર બદમાશ તત્વોને જેહાદી બુરખાશાહી પસંદ છે, પરંતુ સૌથી પ્રાચીન છતાં સૌથી વધુ આધુનિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા હિન્દુ ધર્મ પ્રત્યે સૂગ છે. હજુ થોડો સમય છે – સાચી સ્થિતિ ઓળખી લો અને કથિત તટસ્થોને ચોક્કસ જગ્યાએ લાત મારીને દૂર કરી દો. એ દૂર થશે તો સેક્યુલર બદમાશો આપોઆપ મર્યાદામાં રહેશે. કથિત તટસ્થોના કવર-ફાયર વિના સેક્યુલર બદમાશો અને તેમની બુરખાશાહી ટકી શકે નહીં. આ એક પ્રકારની ઇકો-સિસ્ટમ (આર્થિક સલામતીનું ચક્ર) છે જેને તોડવી રહી. જે ધર્મપ્રેમી રાષ્ટ્રવાદીઓ ગૃહ-યુદ્ધ-સિવિલ વૉર ઇચ્છતા ન હોય તેમણે સેક્યુલર બદમાશો-કથિત તટસ્થો વચ્ચેની ઇકો-સિસ્ટમ તોડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે...બલ્કે બચવું હશે તો ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ચતુર કરો વિચાર-અલકેશ પટેલ.

No comments:

Post a Comment