Showing posts with label હિન્દુત્વ. Show all posts
Showing posts with label હિન્દુત્વ. Show all posts

Wednesday, February 9, 2022

90 ટકા મુસ્લિમ છોકરીઓ/મહિલાઓની માગણી છે કે...

 

 


90 ટકા મુસ્લિમ છોકરીઓ/મહિલાઓની માગણી છે કે...

મહા સુદ આઠમ, સંવત 2078

09-02-2022, બુધવાર.

---------------------------

n  અલકેશ પટેલ

90 ટકા મુસ્લિમ છોકરીઓ – મહિલાઓની માગણી છે કે, આરફા ખાનમ, સાનિયા મિર્ઝા, સબા નકવી, ઉર્ફી જાવેદ, રાના અયુબ જેવી સેલિબ્રિટી મુસ્લિમ મહિલાઓએ હંમેશાં હિજાબમાં-બુરખામાં જ રહેવું જોઇએ જેથી ભારતની તમામ મુસ્લિમ મહિલાઓને ગૌરવ થાય કે આવી વગદાર મુસ્લિમ મહિલાઓ પણ હિજાબ પહેરે જ છે. પણ કમનસીબે આવું થતું નથી. કટ્ટરવાદને પ્રોત્સાહન આપનારી આ તમામ સેલિબ્રિટી મહિલાઓએ કદી બુરખો-હિજાબ પહેર્યા હોય એવું જોવા મળ્યું નથી.

હકીકતે આ સંપ્રદાય “અનેક-રંગી” ફિલોસોફી લઇને ચાલે છે. તેનું ધ્યેય અને લક્ષ્યાંક નિશ્ચિત છે, પરંતુ એ હાંસલ કરવા માટેના જે માર્ગો છે, જે દલીલો છે, જે તર્ક છે, જે સાધનો છે – એ જુદાં જુદાં છે. ઓછી સંખ્યા હોય ત્યારનાં ધોરણો જુદાં, સંખ્યા વધે ત્યારનાં ધોરણો જુદાં, ફિલ્મ – મનોરંજન બાબતે ધોરણો જુદાં, પત્રકારત્વ બાબતે, સાહિત્ય બાબતે, સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે, ટીવી-રેડિયો જેવાં સાધનોના ઉપયોગ બાબતે – એમ દરેકે દરેક બાબતે જુદાં ધોરણો અને અલગ અલગ તર્ક-દલીલ સાથે આ સંપ્રદાય ચાલ્યા કરે છે.

પણ એમાં એમનો વાંક ક્યાં છે? એ વર્ગ તો જે શીખવવામાં આવ્યું છે, જે ગાંઠ બાંધી આપવામાં આવી છે, જે લક્ષ્યાંક નિર્ધારિત કરી આપવામાં આવ્યાં છે તેને જ અનુસરે છે.

વાંક તો તમારો છે કે તમે એમને તમારા જેવા માની લીધા. વાંક તો તમારો છે કે એમને પીઠબળ આપતા, એમને પોરસ ચડાવતા મીડિયાના બદમાશોને તમે સાચા માની લો છો. વાંક તો તમારો છે કે આ લોકોના સમર્થનમાં છેક નીચે ઉતરીને હિન્દુત્વ-સનાતન-ભારત ઉપર કાદવ ઉછાળતા અર્બન નક્સલીઓને તમે સાચા માની લો છો.

કર્ણાટકનો હાલનો વિવાદ શું છે? એ જ કે શૈક્ષણિક સંસ્થાઓ ગણવેશ દાખલ કરવા માગે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ગણવેશ પહેરવો એ સમાનતાના સર્વોચ્ચ સિદ્ધાંતની જ વાત છે. અને છતાં મુઠ્ઠીભર છોકરીઓએ એ ગણવેશની ઉપર હિજાબ પહેરવાની માગણી કરીને સમગ્ર વાતાવરણ કલુષિત કરી નાખ્યું. સ્થિતિ એ આવી કે આખા દેશમાં એક પ્રકારે તંગદિલી ફેલાઈ ગઈ.

એજન્ડાધારી મીડિયાવાળા ઈતિહાસ-ભૂગોળની કશી ગતાગમ વિના, કશી જાણકારી વિના ડિબેટ કરાવવા લાગ્યા! ગાંધી ખાન-દાનના ગુલામો વસ્ત્રો પહેરવાની સ્વતંત્રતા અને ગૌભક્ષકો ધર્મના નામે હિજાબ અને બુરખાની તરફેણ કરવા લાગ્યા. આવી તરફેણ કરવામાં આ બધા કાંતો ઇરાદાપૂર્વક અથવા મંદબુદ્ધિને કારણે એ વાત ભૂલી ગયા કે –

  • કર્ણાટકમાં માત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં, શિક્ષણના સમય પૂરતો જ ગણવેશનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, બાકીના સમયે જેને જે પહેરવું હોય એ પહેરવાની છૂટ છે જ.
  • કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓએ સ્કૂલ – કૉલેજના સમય સિવાય પણ બુરખો અને હિજાબ ન પહેરવા એવો આદેશ તો કર્યો નથી.
  • કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓએ હિજાબ અને બુરખા પહેરવાનો કોઇને અધિકાર જ નથી- એવું તો કહ્યું નથી.

અને એમ છતાં શા માટે આ મુદ્દાને આટલું મોટું સ્વરૂપ આપવામાં આવે છે? દેખીતી રીતે, લક્ષ્યાંક સ્પષ્ટ છે કે, હિન્દુઓને ઉશ્કેરવા અને એ દ્વારા ધ્રુવીકરણ કરવું જેનો પ્રભાવ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડની ચૂંટણી પર પડે. મુદ્દાની વાત એ છે કે, દુનિયાની કમ સે કમ એક પ્રજાતિ તો એવી છે જ જેને અન્ય પ્રજાતિઓ સાથે સહ-અસ્તિત્વ પસંદ નથી. એ કોઇપણ રીતે પોતાનો જ અધિકાર પ્રસ્થાપિત કરવા માગે છે. મુદ્દાની વાત એ પણ છે કે, હિજાબ અને બુરખો પહેરવા માટે જે પુસ્તકનો હવાલો આપવામાં આવે છે એ જ પુસ્તકમાં કોઇપણ પ્રકારના મનોરંજન ઉપર, ખાસ કરીને ફિલ્મમાં અભિનય અને નાચવા-ગાવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે...છતાં 50 ટકા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એમનાથી ભરેલી છે. કોઈ મીડિયા કે અર્બન નક્સલીઓએ કદી પ્રશ્ન કર્યો કે આવું શા માટે?

સામાન્ય નાગરિકોએ બસ આટલું જ સમજવાનું છે. તમારી આસપાસના અર્બન નક્સલીઓ – જેવા કે “તટસ્થ” આરજે, “તટસ્થ” પત્રકાર-તંત્રી, “તટસ્થ” સાહિત્યકાર, સર્વધર્મ સમભાવની વાતો કરતા બબુચકો – આ બધાથી સંભાળવાનું છે. આ બધા તમને એ દિશામાં ઢસડી રહ્યા છે જ્યાં તમારે પણ એક દિવસ..!

...અને હા, છેલ્લો એક મુદ્દો હંમેશાં યાદ રાખજો કે, આવા પ્રકારના તમામ વિવાદ ત્યાં સુધી ઉઠાવવાનું ચાલુ રાખવામાં આવશે જ્યાં સુધી કેન્દ્રમાં અને રાજ્યોમાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકારો હશે. જે દિવસે ખુશામતની ટોપી પહેરનારી સરકારો સત્તામાં આવશે તે સાથે આવા વિવાદ બંધ થઈ જશે.

Sunday, January 2, 2022

કોંગ્રેસનું “આ મહાપાપ” છાપરે ચડીને પોકારે છે

 


--- લઘુમતી ખુશામતની કોંગ્રેસી નીતિથી આ દેશનો કોઈ નાગરિક અજાણ નથી, પરંતુ 2013માં કોંગ્રેસે વકફ કાયદામાં ફેરફાર કરીને જે પાપ કર્યું છે એ કલમ 370 કરતાં અનેકગણું મોટું છે

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

તમારામાંથી લગભગ મોટાભાગના અથવા તમામ વાચકો ગયા અઠવાડિયે (26-12-2021ના અખબારોમાં) દ્વારકાના ટાપુ અંગે અદાલતે કરેલી ટિપ્પણીના સમાચારથી વાકેફ હશે. દ્વારકા જિલ્લાના બે બેટ વકફની માલિકીના હોવાના દાવાનો કેસ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલાં આવો જ એક કેસ મધ્યપ્રદેશમાં પણ બન્યો હતો. સાચી વાત એ છે કે, લગભગ દરેક રાજ્યમાં દર ચાર-છ મહિને એક કેસ બનતો રહે છે. અનેક દાયકાથી આ થઈ રહ્યું છે પરંતુ આવા કેસને સામાન્ય અદાલતોમાં જતા રોકવા કોંગ્રેસની સરકારે 2013માં વકફ બોર્ડના કાયદામાં ફેરફાર કરીને વકફની મિલકતના દાવાના કેસ માત્ર વકફની ટ્રિબ્યુનલમાં ચાલે એવું ઠરાવ્યું હતું.

આગળ વધતા પહેલાં વાચકોને અહીં કોંગ્રેસની જ સરકારે લાવવા ધારેલા પરંતુ તે સમયના વિપક્ષ તેમજ પ્રજાના પ્રચંડ વિરોધ બાદ પસાર નહીં થઈ શકેલા એક ખરડાની યાદ અપાવી દઉં. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર કોમી તોફાનોને લગતો એક ખરડો પસાર કરવા માગતી હતી જેમાં દેશમાં ગમેત્યાં કોમી તોફાન થાય તો એ માટેની જવાબદારી માત્ર બહુમતીની અર્થાત હિન્દુઓની જ નિર્ધારિત કરવાની જોગવાઈ હતી. આ જોગવાઈ અનુસાર જવાબદાર સંદિગ્ધ હિન્દુઓની બિન-જામીનપાત્ર કલમો હેઠળ તત્કાળ ધરપકડ કરી લેવાની, જ્યારે કોમી તોફાનોમાં સંડોવાયેલા લઘુમતી સમુદાયના લોકો સામે કેસ બને છે કે નહીં તેનો નિર્ણય માત્ર જિલ્લા કલેક્ટરે તપાસ કર્યા પછી લેવાનો હતો.

ભારતીયોના સદ્દનસીબે આ ખરડો પસાર થઈને કાયદો ન બન્યો, પરંતુ 1995ના વકફ કાયદામાં 2013માં સુધારો કરીને દેશને અત્યંત ભયાવહ સ્થિતિમાં નાખી દેવામાં આવ્યો છે. આ “સુધારા” અનુસાર જે મિલકત ઉપર વકફ દ્વારા પોતાની મિલકત છે એવો “દાવો” કરી દેવામાં આવે પછી એ મિલકતના માલિકે પોતાની વાતની રજૂઆત માત્ર વકફ બોર્ડ સમક્ષ જ કરવી પડે. વકફ બોર્ડમાં મામલાનું સમાધાન ન આવે તો કેસ ટ્રિબ્યુનલમાં જાય, પરંતુ આ કાયદાની જોગવાઈ અનુસાર ટ્રિબ્યુનલમાં પણ વકફના સભ્ય હોવા જોઇએ.

ટૂંકમાં મિલકતો અંગેના વકફના કાયદાને એ હદે જટિલ બનાવી દેવામાં આવ્યો છે કે એક વખત કોઇપણ જમીન કે મિલકત ઉપર વકફના નામે દાવો થઈ ગયો તો પછી તેમાંથી નીકળવાનું લગભગ અશક્ય બની જશે.

આવી સ્થિતિ આવે તે પહેલાં મોદી સરકારે વકફના કાયદા અંગે પગલાં લેવા જરૂરી છે. તે સાથે રાષ્ટ્રવાદી વકીલોએ પણ આ કાયદાનો યોગ્ય અભ્યાસ કરીને તેના વિશે ગુજરાતના અને દેશના નાગરિકોમાં જાગ્રતિ ફેલાવવી જોઇએ. દેશનો સરેરાશ નાગરિક કોઇની સાથે સંઘર્ષ ઈચ્છતો નથી. સરેરાશ નાગરિકો સંઘર્ષ કરી પણ શકતા નથી કેમ કે તેમને પરિવારની ચિંતા હોય છે અને તે સાથે અદાલતોમાં કેસ લડવા માટેની આર્થિક ક્ષમતા અને સમય પણ બધા નાગરિકો પાસે હોતા નથી. આ સંજોગોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ પણ વકફ કાયદાનો અભ્યાસ કરીને વહેલામાં વહેલી તકે લોકજાગ્રતિનું કામ કરે એ જરૂરી છે. પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ અને તેની ટીમના સભ્યો આવી લોકજાગ્રતિનું કામ કરી જ રહ્યા છે, પરંતુ 135 કરોડની વસ્તીના દેશમાં માત્ર બે-પાંચ વ્યક્તિ મથામણ કરે એ પૂરતું નથી. આ બાબતમાં સંઘે એની શક્તિ વહેલામાં વહેલી તકે કામ લગાડવી જોઇએ. અન્યથા આજે દ્વારકાના બે બેટ ઉપર દાવો થયો છે, આવતીકાલે મંદિરોની જમીનો પર દાવા કરવાનું શરૂ થશે ત્યારે બંને સમાજ વચ્ચે જે તણાવ ઊભો થશે એ બધા માટે અસહ્ય હશે. ભવિષ્યમાં હિન્દુ-મુસ્લિમ ઘર્ષણ ટાળવું હોય તો દરેકે અત્યારથી જ આ દિશામાં કામ શરૂ કરી દેવું પડશે. (આ કાયદા વિશે આ લિંક પર જઇને અભ્યાસ કરો - https://www.indiacode.nic.in/show-data?actid=AC_CEN_44_74_00001_199543_1517807323904&orderno=41  ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!

Monday, December 13, 2021

પ્રાચીન નગરી કાશીને એનું ગૌરવ પાછું મળ્યું

 


--- આપણી શ્રદ્ધાના કેન્દ્રબિંદુ સમાન બાબા કાશીવિશ્વનાથ મંદિર ફરતે રહેલાં અન્ય પ્રાચીન મંદિરો તેમજ ઘાટ સુધી જવાના માર્ગ ઉપરનાં દબાણો દૂર થઈ ગયાં છે, આવતીકાલે માગસર સુદ દસમે બાબાની ભવ્યતાના દર્શન કરવાનું ન ચૂકશો...

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવારે, અર્થાત સંવત 2078ની માગસર સુદ દસમે કાશી વિશ્વનાથ ધર્મપથ ખુલ્લો મૂકવાના છે. અને એ સમયે તમે સૌ દેવાધિદેવ કાશી વિશ્વનાથના દર્શન કરવાનું જરાય ન ચૂકશો. આ સ્થળને અંગ્રેજીવાળા કાશી વિશ્વનાથ “કોરિડોર” કહે છે, પણ મને લાગે છે કે આ સંદર્ભમાં એનો અનુવાદ “ધર્મપથ” થવો જોઇએ. આ ધર્મપથ ખુલ્લો મૂકાવા સાથે પ્રાચીન નગરી કાશીની મૂળ ઓળખ પરત આવી જશે એ નિશ્ચિત છે.

કાશી વિશ્વનાથ મંદિર અને ત્યાંથી આગળ મણિકર્ણિકા તથા લલિતા ઘાટ તરફ જતા માર્ગો ઉપર અનેક દાયકાથી થઈ ગયેલા ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા ત્યારે આપણા સૌના ધ્યાનમાં આવ્યું હતું કે આ સમગ્ર વિસ્તારમાં બીજાં અનેક નાના-મોટાં પ્રાચીન મંદિરો અસ્તિત્વ ધરાવતાં હતાં. પરંતુ સ્વાર્થી, ભ્રષ્ટ અને અપ્રામાણિક લોકોએ મંદિરોને ફરતે જ ઘર બનાવી દઈને તેના નામે આવક કરવાનું શરૂ કરી દીધું હતું. અલબત્ત, એ સિવાય પણ એવાં કેટલાંક મંદિર મળ્યાં જે મકાનોની નીચે દબાયેલાં હતાં જેના વિશે ત્યાં રહેનારાઓને પણ “કદાચ” ખબર નહોતી.

પહેલી વાત તો એ છે કે, સનાતન ધાર્મિક શ્રદ્ધાના કેન્દ્ર સમાન આ સ્થળે દબાણ થવું જોઈતું નહોતું. જ્યારે પણ દબાણ શરૂ થયાં હશે ત્યારે તત્કાલીન સરકારે એ અટકાવવાં જોઇતા હતાં, પરંતુ હિન્દુઓના જાતિવાદનો દૂરુપયોગ કરવામાં અને લઘુમતી રાજકારણમાં રચ્યાપચ્યા રહેતા રાજકીય પક્ષોએ સતત નષ્ટ થઈ રહેલી મંદિરની પવિત્રતા અને સુંદરતાને પુનઃસ્થાપિત કરવા કોઈ પ્રયત્ન જ કર્યા નહોતા. મોદી સરકાર 2014થી જ આ કામ કરવા માગતી હતી, પરંતુ તે સમયે ઉત્તરપ્રદેશમાં એવા તત્વોની સરકાર હતી જેને હિન્દુઓના સન્માનમાં કોઈ રસ નહોતો. છેવટે 2017માં યોગી મહારાજની સરકાર શાસનમાં આવી પછી આ દિશામાં કામ શરૂ થયું અને ધર્મપથનું કામ પૂર્ણ થયું છે.

ખેર, હવે એ બધી વાતોનો અર્થ નથી. મૂળ વાત એ છે કે, આવતીકાલથી બાબા વિશ્વનાથના દર્શન અને ત્યાંથી પવિત્ર ગંગા નદી સુધી પહોંચવાનું શ્રદ્ધાળુઓ માટે સરળ બનશે. આ માટેનો જે ધર્મપથ છે તે 50 ફૂટ પહોળો કરી દેવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ સામાન્ય દિવસોમાં દરરોજ ચારથી પાંચ હજાર શ્રદ્ધાળુઓ કાશી વિશ્વનાથના દર્શને પહોંચતા હોય છે અને મહાશિવરાત્રી તેમજ શ્રાવણ મહિનામાં એકાદ લાખ જેટલા શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા પહોંચે છે.

સનાતન ધાર્મિક સ્થળ હોય કે પછી પ્રવાસન સ્થળ હોય, નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારથી એમની વિશેષતા રહી છે કે, આવી દરેક યોજનામાં બીજી ઘણી બાબતો જોડી દે છે જેને કારણે સમાજના વિવિધ પ્રકારના લોકોને રસ પડે. એ જ અનુસંધાનમાં કાશી વિશ્વનાથ ધામનો પણ વિકાસ થઈ રહ્યો છે. બાબાના પ્રાચીન મંદિરની આસપાસ હવે સંગ્રહાલય અને ભવ્ય હૉલ બન્યા છે જ્યાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઈતિહાસ પ્રદર્શિત કરવામાં આવશે. ધાર્મિક તહેવારો દરમિયાન હવન અને યજ્ઞ થઈ શકે તે માટે નવી યજ્ઞશાળાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

અહીં આવનાર શ્રદ્ધાળુઓ, અન્ય સામાન્ય પ્રવાસીઓ માટે ધર્મશાળાઓ બનાવવામાં આવી રહી છે તે ઉપરાંત સાધુ-સંતો માટે ખાસ રહેવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી રહી છે. સાધુ-સંતો આપણા ધર્મના મુખ્ય આધાર છે અને તેથી તેમના માટે થઈ રહેલી આવી વ્યવસ્થા ગૌરવપ્રદ છે. મંદિરની બરાબર સામે વિશાળ જગ્યામાં ભોગશાળા પણ તૈયાર થઈ રહી છે. ટૂંકમાં કેદારનાથ ધામને અન્ય સંલગ્ન યોજનાઓ દ્વારા ભવ્યતા બક્ષવામાં આવી એવી જ રીતે બાબા વિશ્વનાથ ધામ પણ હવે ફરી ભવ્યતા મેળવી રહ્યું છે. આવતીકાલે આ અલૌકિક પ્રસંગ માણો...પછી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, November 14, 2021

સંવત 2078માં આટલું તો કરજો જ...કરશો ને?

 


 --- ગુજરાતમાં શુક્રવારથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થઈ ગયું છે. હિન્દુ સભ્યતા-સંસ્કૃતિ ઉપર બેસુમાર આક્રમણ થઈ રહ્યાં છે. સૌથી આધુનિક વિચારો ધરાવતા સૌથી પ્રાચીન સનાતન ધર્મને ખતમ કરવા કારસા ઘડાઈ ગયા છે, ત્યારે તેના રક્ષણની અને આગળ વધારવાની જવાબદારી આપણે જ પૂરી કરવાની છે

 સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

સૌપ્રથમ તો નવા વર્ષના સૌને રામ રામ.

વિક્રમ સંવત 2078માં મારે, તમારે, આપણા સૌએ કેટલાક સંકલ્પ લેવા જ પડશે. મારી આ કૉલમમાં વારંવાર ચેતવણી આપું છું કે, બધું ઠીક નથી ચાલી રહ્યું. સ્હેજ આંખ ઉઘાડો, સ્હેજ ઊંઘમાંથી બહાર આવો તો ખબર પડશે કે સનાતન હિન્દુ ધર્મને કોતરી-કોતરીને, તોડીફોડીને, વેરવિખેર કરી નાખીને સંપૂર્ણ ખતમ કરી દેવાના કારસા એક સાથે અનેક તરફથી ઘડાયા છે. વળી પીડાદાયક કમનસીબી એ છે કે, આપણામાંથી જ અનેક લોકો જાણે-અજાણ્યે એ કારસામાં સામેલ થઈ ગયા છે. આપણા જ ઘરના પાયાને તોડી રહેલી ટોળકીમાં આપણમાંના ઘણા જાણે-અજાણ્યે સામેલ છે.

એટલે જ આજે વધુ એક વખત ચેતવું છું. સમાજને તેની આસપાસનાં જોખમોથી, આવી રહેલા મોટાં જોખમોથી ચેતવવો એ લેખકોની માત્ર ફરજ જ નહીં જવાબદારી પણ છે.

તેથી આ નવા વર્ષે સંકલ્પ કરો કે, કોઇપણ ભોગે આપણી પોતાની ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પરંપરાઓ જાળવીશું.

સંકલ્પ કરો કે, આપણી ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પરંપરા વિશે આપણને “જ્ઞાન” આપવા નીકળી પડતા વિધર્મીઓની વાતોમાં સપડાઈશું નહીં.

સંકલ્પ કરો કે, રોજેરોજ લાખો-કરોડો જીવોની હત્યા કરીને ખાઈ જતા માંસાહારીઓ જ્યારે આપણા તહેવારોમાં જીવદયા બતાવવા આવશે ત્યારે એમને જડબાતોડ જવાબ આપીશું.

સંકલ્પ કરો કે, પોતાના એક દિવસના તહેવારમાં લાખો-કરોડો જીવની હત્યા કરી દેતા લોકો આપણા તહેવારમાં જીવદયા વિશે ડહાપણ ડહોળવા આવશે તો એમને એમની અસલિયતનો અરીસો બતાવીને પરત જવા ફરજ પાડીશું.

સૌથી મોટો સંકલ્પ તો એ કરો કે, હિન્દુ તહેવારો ઉપર સુફિયાણી સલાહ આપવા હાલી નીકળતા બોલિવૂડની ઉર્દુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કથિત સ્ટાર, જુગારના અડ્ડા સમાન ક્રિકેટની રમતના કથિત ખેલાડીઓ કે પછી સનાતન પરંપરાઓને તોડવામાં સૌથી અગ્રેસર ટીવી શ્રેણીઓના કથિત સ્ટાર બાબલા-બેબલીઓની વાતો માનીશું નહીં...એટલું જ નહીં પરંતુ એવી સલાહ આપવા નીકળી પડતા લોકોની ફિલ્મ, રમત તેમજ શ્રેણીનો અને એ જે પ્રોડક્ટની જાહેરાત કરે તેનો બહિષ્કાર કરીશું.

બીજો સૌથી મોટો સંકલ્પ એ પણ કરવો જોઇએ કે, હિન્દુ પરંપરાઓને તોડવા માગતા તત્વોને મહત્ત્વ આપતી સમાચાર ચેનલો, મીડિયાનો બહિષ્કાર કરો. યાદ રાખો, આર્થિક ફટકો માર્યા વિના કદી કોઈ સુધરતું નથી. તમે જોયું હશે કે, ભાજપને બાદ કરતાં તમામ રાજકીય પક્ષો હજુ 2014 સુધી હિન્દુઓને ગણતરીમાં નહોતા લેતા, હિન્દુ તહેવારોમાં કદી શુભેચ્છા પણ નહોતા પાઠવતા- એ બધા 2014 પછીની હિન્દુ એકતા જોઇને હવે મંદિરોના આંટા મારતા થઈ ગયા છે. આ વટલાયેલા નકલી હિન્દુ રાજકારણીઓ છે. એમણે એમની લઘુમતી મતબેંકને દગો કર્યો છે અને હવે હિન્દુઓને છેતરવા આવી પહોંચ્યા છે. એમનાથી ભોળવાઈ નહીં જવાનો પણ સંકલ્પ લેવાની ખાસ જરૂર છે.

જરા વિચાર તો કરો કે તમે પોતે એ પરંપરાના વંશજ છો જે પ્રત્યેક કણમાં જીવ અને પ્રત્યેક જીવમાં શિવના અસ્તિત્વને માને છે. માત્ર માને છે એટલું નહીં, પરંતુ એ પ્રત્યેક જીવને જીવનના વિવિધ પાસાં સાથે એવી રીતે વણી લીધા છે જેથી તમારા પોતાના વિકાસની સાથે સાથે એ જીવોનો પણ વિકાસ થાય. સનાતન હિન્દુ પરંપરા ઉપભોગ અને ઉપભોકતાવાદી નથી. છેક વેદકાળથી સનાતન પરંપરા રહી છે કે સૃષ્ટિમાંથી જે કંઈ લેવામાં આવે એ તેને પરત કરવું.

આ સનાતન પરંપરા હજુ સુધી જળવાઈ છે એમાં કોઈ બેમત નથી. બસ ફેર એટલો પડ્યો છે કે, આવી પરંપરા જાળવનારા સાચા સનાતનીઓની સંખ્યા ઘટી ગઈ છે. સાચા સનાતની હિન્દુઓ ઘટી ગયા છે, ઘટી રહ્યા છે. જો આ જ પ્રવાહ ચાલુ રહશે તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, થાઇલેન્ડ, બર્મામાંથી જેમ આપણે લૂપ્ત થઈ ગયા અથવા લૂપ્ત થઈ રહ્યા છીએ...એમ જ એક દિવસ આપણી પોતાની ભૂમિ ભારતવર્ષમાંથી લૂપ્ત થઈ જઇશું.

આપણા તહેવારો, આપણી ધાર્મિક પરંપરા અને માન્યતાઓ, આપણા ઉત્સવો, આપણી બોલચાલ અને ખાણીપીણી આ બધા ઉપર ઉર્દુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ટીવી શ્રેણીઓ, મીડિયા ઉપરાંત દંભી વટલાયેલા રાજકારણીઓ અવળો પ્રભાવ પાડી રહ્યા છે. એટલે સુધી કે આપણા પોતાના તહેવારમાં, આપણા પોતાના ધર્મમાં શુભેચ્છા પાઠવવાની પરંપરામાં “મુબારક” જેવો શબ્દ ઘૂસાડી દેવામાં આવ્યો છે. આવી ગુલામીમાંથી બહાર નીકળવાનો સંકલ્પ લેવો જ પડશે. કોઈ વિકલ્પ નથી. જેમ વંશવેલો આગળ વધારવા માટે ગોત્રનું મહત્ત્વ છે એમ જ ધર્મનું રક્ષણ કરવા અને તેને આગળ વધારવા સાધર્મીઓનો મજબૂત કિલ્લો જોઇએ. આટલું સમજાશે તો તમને – આપણને વિખેરી નાખવા માગતાં પરિબળોને ઓળખવાનું વધારે અઘરું નહીં રહે. આ લેખના એક-એક વાક્ય ઉપર વિચાર કરો, ફેલાવો ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Thursday, November 11, 2021

Abhimanyu – The Warrior Prince




Abhimanyu – The Warrior Prince

 

Author: Deepak M.R.

 

Review by – Alkesh Patel (અલકેશ પટેલ)

 

Abhimanyu and Chakravyuha are the words that hardly any Dharmik Bhartiya may not know! For thousands of years the maharathi Abhimanyu is inspiring us to fight and break the Chakravyuhas of any kind. But here, we are talking about one of the greatest heroes of Mahabharata. The author of the novel Abhimanyu- The Warrior Prince Mr. Deepak M.R. is absolutely right when he says that there are several great characters in Mahabharata about whom we know little or nothing. I would like to add that stories of such characters needs to be told in such literary forms that would attract younger generation towards our Shastras.

We know that as a maharathi, Abhimanyu was able to defeat any warrior on the earth like his father Arjuna. But still he was killed because he could not break the Chakravyuha, a war formation that was specially created to trap and kill Abhimanyu. Call it a Shree Krishna neeti or whatever, that even though knowing in advance the outcome of the Chakravyuha He neither stop him to enter the Chakravyuha, nor allowed Arjuna to rush and save his son!

Yes! Lord Krishna wanted to defeat Adharma and that He knew that virtuousness of Pandvas won’t serve the purpose.

And here the art of storytelling comes into action! The author has very meticulously crafted the character of Abhimanyu out of the entire Mahabharata and its scores of legendary characters. The author Deepak M.R. is successful in creating curiosity while crafting the story of Abhimanyu along with other rousing emotions surrounding the family, war, stress, valour, cunningness, cheating, truth etc.

I would suggest, especially to young readers to read this book to understand the difference between Dharma and Adharma.

https://www.goodreads.com/review/show/4332535412?error_code=4201&error_message=User%20canceled%20the%20Dialog%20flow#_=_

 

 


Rise of Dharma


"Rise of Dharma (Samrat Yudhishthira Trilogy Book 1)" a book by Semanti Chakraborty

Review by Alkesh Patel (અલકેશ પટેલ)

We all know about our Shashtras including the most revered and widely read Mahabharata and Ramayana. Most of us also know about the characteristics of the main characters through their words and actions. Thousands of writers and speakers have been interpreting these epics and the characters, but if you have a sensible writer like Semanti Chakraborty, you can have the glimpse of a particular character, his/her inner joys and stresses, struggles and wins.<br /><br />Rise of Dharma, a novel by Semanti Chakraborty provides a new and fresh dimension about Dharmaraj Yudhishthira. As the author herself says, “...To most of them he is nothing more than a gambler who caused misery in this family members’ lives, an unworthy husband who did not protest against humiliation of his wife, and a selfish brother who just used his brothers to get everything done... Many others see him as a weak, boring person who only preaches the rulebook Dharma and sometimes even justifies his own wrong decisions in the name of the same...” And she has done full justice to the character of Dharmaraj by bringing out his real worth.<br /><br />Interestingly, the author is going to write Samrat Yudhishthira trilogy, and I believe that it would be a real treat for not only the book lovers, but the Mahabharata and Yudhishthira lovers as well! Why I say so? The reason is that, the author has nicely woven each and every character around the central character of Dharmaraj Yudhishthira. Rise of Dharma is such a lucidly written that the reader would not be able to put it back in the shelf without reading the last word of the last chapter, that’s promise! As you go through each chapter, the question will hunt you too, that banished from his homeland, in danger of being murdered, moving in disguise through a land of cannibals – can Yudhishthira cause Dharma to rise again in a broken Bharatvarsha? 




Sunday, October 17, 2021

ભારતને બચાવવા ટુકડેગેંગનું કાવતરું સમજવું પડે

--- ટુકડેગેંગ કોઈ એકલદોકલ વ્યક્તિ કે એકલદોકલ સંગઠન નથી. આ એક આખું આંતરરાષ્ટ્રીય કાવતરું છે અને ભારતમાં તમારી અને મારી આસપાસ એમના સ્લીપર સેલ છે. એ વાત સમજાવશે “બ્રેકિંગ ઈન્ડિયા” પુસ્તક


 સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ 

શા માટે વિજયા દશમીની વહેલી પરોઢે નકલી ખેડૂત આંદોલનના સ્થળે-સિંઘુ સરહદે એક વ્યક્તિની હત્યા કરીને તેને પોલીસના બેરિકેડ સાથે લટકાવી દેવામાં આવ્યો? શા માટે એ ઘટનાના થોડા દિવસ પહેલાં ઉત્તરપ્રદેશના લખીમપુરમાં કથિત ખેડૂત આંદોલનકારીઓ દ્વારા ભાજપના કાર્યકરોનું મૉબ લિંચિંગ થયું? રોહિત વેમુલા પ્રકરણ શા માટે ચગાવવામાં આવ્યું હતું? દાદરીની ઘટનામાં તમામ રાજકીય પક્ષો કેમ આટલો ઊંડો રસ લેતા હતા? CAA કાયદાના વિરોધમાં શાહીનબાગમાં આટલો લાંબો સમય આંદોલન કેમ ચાલ્યું હતું અને તેની પાછળ કયાં પરિબળો હતાં? ખેડૂત આંદોલનને એક વર્ષ થવા આવ્યું તો પણ હજુ કેમ ચાલુ છે, કોણ દોરીસંચાર કરે છે? અને ભાજપ સિવાયના રાજકીય પક્ષોને એમાં શો રસ છે? કોરોનાના બીજા વેવ વખતે ઑક્સિજનની અછત ઊભા કરવા પાછળ કયાં પરિબળો હતાં? ભારતીય રસી વિરૂદ્ધ કોણ અભિયાન ચલાવતા હતા?  - આ અને આવા બીજા અનેક પ્રશ્ન દેશના નાગરિકોને થતા હશે.

દેશનો એક ખૂબ મોટો વર્ગ છે જેને આવી બધી ઘટનાઓ અને તેની પાછળનાં કારણો વિશે કશો ખ્યાલ આવતો નથી. એજન્ડાધારી મીડિયામાં બેઠેલા અમુક તત્વોને બધુ ખબર હોય છે, પણ એ પ્રજાને સાચી વાત જણાવતા નથી કેમ કે એ લોકો પણ આંતરરાષ્ટ્રીય કાવતરાંનો જ એક ભાગ હોય છે. (આ વાત આ અઠવાડિયે જ 13 ઑક્ટોબરને બુધવારે આ સ્થળે રામચંદ્ર નામજોષીજીએ જે પત્રકારત્વના પુસ્તકની સમીક્ષા કરી હતી એ પુસ્તકમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે)

ખેર, તો આ આખી વાત સમજવી હોય અને ભારતવર્ષને બચાવવો હોય તો શું કરવાનું? આ રહી ભારતને બચાવવાની રેસિપી.

ભારતના ટુકડા કરવાની માનસિક્તા “બ્રેકિંગ ઈન્ડિયા” તરીકે ઓળખાય છે. ડાબેરી ઉપરાંત ખ્રિસ્તી મિશનરીઓ તેમજ જેહાદી ફંડિંગથી ચાલતી સંસ્થાઓ બ્રેકિંગ ઈન્ડિયા (Breaking India) પરિબળો છે. તેમનો ઈરાદો સમગ્ર હિન્દુસ્થાનને છિન્નભિન્ન કરી નાખવાનો છે. બ્રેકિંગ ઈન્ડિયા પરિબળો આ કામ ઘણા દાયકાથી કરી રહ્યા છે. તેની સામે અમેરિકાસ્થિત પ્રખર સનાતની વિદ્વાન શ્રી રાજીવ મલ્હોત્રાએ તથા દક્ષિણ ભારતમાં વસતા અરવિંદન નીલકનંદન સાથે મળીને “બ્રેકિંગ ઈન્ડિયા” નામે પુસ્તક લખ્યું.

ભારત અને તેની સનાતન સંસ્કૃતિ ખૂબ પ્રાચીન છે. દુનિયાના તમામ સાચા વિદ્વાનો એક વાતે સંમત છે કે વેદો, મહાભારત તથા ભગવદ્ ગીતામાં આખી સૃષ્ટિનો સાર આવી જાય છે. સમાજજીવન હોય કે કૌટુંબિક જીવન, ધર્મ હોય કે આધ્યાત્મ, યુદ્ધ હોય કે શાંતિ, વિજ્ઞાન હોય કે ગણિત, રાજકારણ હોય કે અર્થતંત્ર – દુનિયાના કોઈ વિષય એવા નથી જેના વિશે આપણાં શાસ્ત્રોમાં આધારભૂત રીતે કહેવામાં ન આવ્યું હોય. (https://www.booksetu.com/product-page/copy-of-breaking-india-gujarati )

આવી તમામ જ્ઞાન-સમૃદ્ધિથી ભરેલો આપણો દેશ હજારેક વર્ષ પહેલાં જેહાદી આક્રમણકારીઓ અને ત્યારબાદ ખ્રિસ્તી મિશનરીઓની નજરમાં આવી ગયો. મધ્યપૂર્વમાંથી નીકળેલા જેહાદીઓ માટે જમીનમાર્ગે ઉત્તર ભારત સુધી પહોંચવાનું સરળ હતું અને તેથી એ લોકોએ એ તરફ આક્રમણ કર્યાં, અત્યાચાર કર્યા, લૂંટફાટ અને બળાત્કાર કર્યા.

તો બીજી તરફ યુરોપમાં મજબૂત થઈ રહેલા ખ્રિસ્તી મિશનરીઓ દરિયામાર્ગે દક્ષિણ ભારત તરફ આવ્યા અને ત્યાં ચાલાકી અને લાલચ દ્વારા ધર્માંતર કરાવ્યા.

આ તમામ પ્રયાસો છતાં ધર્માંતરમાં ધાર્યા મુજબ સફળતા ન મળતા મિશનરીઓએ તેમની વ્યૂહરચના બદલી અને દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તમિળનાડુમાં એવો અપ-પ્રચાર શરૂ કર્યો કે, તમે જ મૂળ ભારતીયો હતા અને જર્મની તરફથી ઉત્તર ભારતમાં આવેલા આર્યોએ તમને હાંકી કાઢીને દક્ષિણમાં મોકલી દીધા. મિશનરીઓ આટલા અપ-પ્રચારથી અટક્યા નહીં પરંતુ તમિળ સાહિત્યમાં, તમિળ કળાઓમાં જીસસ અને ખ્રિસ્તી ધર્મનો જ પ્રભાવ છે એવો અપ-પ્રચાર ફેલાવવાનું વ્યવસ્થિત કાવતરું ઘડી કાઢ્યું. અનેક તમિળો આજે પણ ઉત્તર ભારતને તથા સંસ્કૃત તથા હિન્દી ભાષાને ધિક્કારે છે તેનું મૂળ કારણ આ જ છે.

 આ કાવતરાં કેવી રીતે ઘડાયાં, કોણે કોણે તેમાં શું ભૂમિકા ભજવી...એવા તમામ પ્રશ્નના જવાબ રાજીવ મલ્હોત્રા તથા અરવિંદન નીલકંદને શોધ્યા અને તેને બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તક દ્વારા દુનિયા સમક્ષ મૂક્યા. અંગ્રેજી તથા હિન્દી પછી આ પુસ્તક હવે ગુજરાતીમાં ઉપલબ્ધ થયું છે (જેનો અનુવાદ કેનેડાસ્થિત શ્રી ઉદિત શાહે કર્યો છે). આ પુસ્તક વિશે દરેક શાળા-કૉલેજ, સંસ્થાઓ અને મંડળોમાં વાચન અને ચર્ચા કરવી આવશ્યક છે. જો એવું નહીં થાય તો આ દેશના અસંખ્ય ટુકડા થતા વાર નહીં લાગે. થોડા ટુકડામાં જેહાદીઓનું શાસન હશે અને થોડા ઉપર મિશનરીઓએ કબજો જમાવેલો હશે. હિન્દુસ્થાનમાં હિન્દુ જ ઓશિયાળો બની જશે...જો એ બચશે તો. આ પુસ્તક વાંચો, વંચાવો, તેની ચર્ચા કરો, ટુકડેગેંગ વિશે જાગ્રતિ ફેલાવો ત્યાં સુધીમાં એક નવા વિષય સાથે... મિલતે હૈ બ્રેક કે બાદ!

---------------- આ પુસ્તકનો વિમોચન સમારંભ આસો સુદ સાતમને મંગળવારે (12-10-2021) યોજાયો હતો. પુસ્તકનું વિમોચન સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી - પ્રખ્યાત રાષ્ટ્રવાદી સુશ્રી મોનિકા અરોરાએ કર્યો હતો. આ ઑનલાઇન કાર્યક્રમ માણવા નીચેની લિંક ઉપર ક્લિક કરો...👇👇👇 (પુસ્તક ખરીદવા માગતા હોવ તો એ માટેની લિંક પણ લેખને અંતે આપવામાં આવી છે)

Book Inauguration Ceremony Breaking India (Gujarati Edition) - YouTube 

---------------

પુસ્તક ખરીદવા માટે લિંક 👇👇👇

https://www.booksetu.com/product-page/copy-of-breaking-india-gujarati 


Sunday, October 10, 2021

દાદરીથી લખીમપુર વાયા ચોક્કસ મતબેંક

 


--- માત્ર મતબેંક ઉપર નજર રાખતા રાજકારણીઓ હાલ ગેલમાં છે. ઉત્તરપ્રદેશના લખીમપુરમાં બનેલી એક દુર્ઘટનાએ આ ટૂંકી દૃષ્ટિના રાજકારણીઓને ફરી પોલિટિકલ ટુરિઝમની તક તો આપી, પણ એ બધા પાલઘર અને શ્રીનગર જવાનું ચૂકી ગયા!

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

વધુ એક વખત રાજકારણીઓ મૃતદેહો ઉપર રોટલા શેકવા લખીમપુર દોટ મૂકી રહ્યા છે. વધુ એક વખત રાજકારણીઓને મતબેંકના નામે પિશાચી નૃત્ય કરવાની તક મળી ગઈ છે. આ એ જ રાજકારણીઓ છે જે 2015માં ઉત્તરપ્રદેશના દાદરી જવા ભાગ-દોડ કરી રહ્યા હતા. આ એ જ રાજકારણીઓ છે જે 2018માં જમ્મુ-કાશ્મીરના કથુઆ પહોંચવા એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા હતા. આ એ જ રાજકારણીઓ છે જે સીએએના વિરોધમાં દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં બેઠેલા જેહાદીઓને સમર્થન આપવા રોજેરોજ બીરયાની લઈને પહોંચી જતા હતા. આ એ જ રાજકારણીઓ છે જે કલમ 370ની નાબૂદી પછી સંસદમાં અને સંસદની બહાર છાતી કૂટતા હતા અને સંસદ ચાલવા દેતા નહોતા.

... અને હા, આ એ જ રાજકારણીઓ છે જેમને પાલઘરમાં ત્રણ હિન્દુ સાધુની લાકડીઓ મારી મારીને હત્યા કરવામાં આવી ત્યારે પાલઘર જવાનો રસ્તો મળતો નહોતો. આ એ જ રાજકારણીઓ છે જેમને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પછી હિન્દુઓની કત્લેઆમ થઈ રહી હતી, માતા-બહેનોની ઇજ્જત લૂંટાઈ રહી હતી ત્યારે પશ્ચિમ બંગાળ જવાનો રસ્તો મળતો નહોતો. અને આ એ જ રાજકારણીઓ છે જે જમ્મુ-કાશ્મીરનો રસ્તો ભૂલી ગયા છે જ્યાં આ અઠવાડિયાની શરૂઆતમાં ચાર કરતાં વધુ હિન્દુ-સિખ નાગરિકોની જેહાદી આતંકીઓએ હત્યા કરી દીધી.

આ ઘૃણાસ્પદ રાજકારણીઓ કોણ છે એ ઓળખવાનું તમારા બધા માટે મુશ્કેલ નથી. આ ચોક્કસ પ્રકારના રાજકારણીઓ છેક 1947થી માત્ર લઘુમતી ખુશામતના રાજકારણમાં રચ્યા-પચ્યા રહેલા છે. દરેક યોજનામાં, દરેક ઘટનામાં આ રાજકારણીઓએ હિન્દુઓની સદંતર ઉપેક્ષા કરી છે. માત્ર ઉપેક્ષા જ નહીં પરંતુ હિન્દુ સમાજ તૂટીને વેરવિખેર થઈ જાય એ માટે આ બિભત્સ રાજકારણીઓ હિન્દુ સમાજને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, દલિત, પટેલ, કાયસ્થ, શાહ, તમિળ, મરાઠી, ગુજરાતી, યુપી, બિહાર એમ જ્ઞાતિ-જાતિ-પ્રદેશમાં વિખંડિત કરતા જ રહ્યા છે.

છેલ્લે ઉત્તરપ્રદેશના લખીમપુરમાં જે થયું એ આંખ ઉઘાડનારું છે. આ ક્ષેત્રમાં ખાલિસ્તાન પ્રત્યે કૂણી લાગણી ધરાવતા લોકો વધારે સંખ્યામાં છે. દિલ્હી બહાર અને પંજાબ-હરિયાણામાં જે કહેવાતું ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેમાં ખાલિસ્તાની પીઠબળના નક્કર પુરાવા મળેલા છે. આ આંદોલનનો કહેવાતો આગેવાન રાકેશ ટિકૈત વારંવાર ઉશ્કેરણીજનક નિવેદનો કરતો રહે છે. અને તેને ભાજપ જેવા જૂજ પક્ષોને બાદ કરતાં બાકીના તમામ ટૂંકી દૃષ્ટિના રાજકીય પક્ષો ટેકો પણ આપતા રહ્યા છે.

છેલ્લા આઠ-દસ મહિનાથી કશું નહીં ઉકાળી શકેલું આ કહેવાતું ખેડૂત આંદોલન ચાલુ રાખવા ટિકૈત અને તેના ભાંગફોડિયા મળતિયાઓને ઘી હોમવું જરૂરી લાગતું હતું. ઉત્તરપ્રદેશની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તા મેળવવા તરફડી રહેલા કોંગ્રેસ અને સપા જેવા પક્ષો પણ કોઈ હિંસક તકની રાહ જોતા હતા. એ તક તેમને લખીમપુરમાં મળી ગઈ. ત્યાં કહેવાતા ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાનનો કાફલો પસાર થવાનો હતો. ખાલીસ્તાનીઓએ એ કાફલા ઉપર હુમલો કર્યો. ડ્રાઇવરે એ હિંસક હુમલાથી બચવા ગાડી ખૂબ ભગાવી જેમાં તે કાબુ ખોઈ બેઠો અને અમુક લોકો તેમાં કચડાઈ મર્યા. બસ, ભાંગફોડિયા તત્વોને આટલું જ જોઇતું હતું. એ બધાએ ભેગા થઇને ગાડીના ડ્રાઇવર સહિત તમામને લાકડીઓ ફટકારીને મારી નાખ્યા. માર્યા ગયેલા આ લોકો ભાજપના કાર્યકરો હતા. પણ કમનસીબે મીડિયા અને વિપક્ષો ભાજપના કાર્યકરોને માણસ ગણતા નથી. હકીકતે આ લોકો હિન્દુઓને જ માણસ ગણતા નથી. તેમને મન લઘુમતી અથવા દલિતને કશું થાય તો જ હો-હા મચાવી દેવાની.

વાસ્તવમાં આ રાજકારણીઓ મૃતદેહોના સોદાગર જેવા છે. તેમને મૃતદેહમાં સત્તાની ખુરશી દેખાય છે. અને એટલે જ ચોક્કસ ઘટનાઓમાં ચોક્કસ પ્રકારના લોકોનું મૃત્યુ થાય ત્યારે પિકનિક ઉપર નીકળ્યા હોય એમ આ રાજકારણીઓ નીકળી પડે છે. દેશના સમજદાર લોકોએ આવા રાજકારણીઓને વહેલી તકે ઓળખી લેવાની અને તેમને લોકશાહી રીતે તેમનું સ્થાન બતાવી દેવાની જરૂર છે. મતદારો જો હજુ પણ નહીં સમજે તો દિલ્હીના 2020ના હિન્દુ વિરોધી તોફાનો અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછીના હિન્દુ વિરોધી હત્યાકાંડ અને મહિલા વિરોધી ઘૃણાસ્પદ અત્યાચારો ઉપરાંત કેરળ, તેલંગણા વગેરે રાજ્યોમાં જે સ્થિતિ છે એવી હાલત તમારી થતાં વાર નહીં લાગે. એવી સ્થિતિથી બચવું હોય તો સાવધાન રહો, સમજદાર બનો અને એકબીજાને સધિયારો આપતા રહો. આવા વિષયો ઉપર વાત ચાલુ રાખવા... મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, October 3, 2021

અમેરિકામાં ઉજવાઈ રહ્યો છે ‘હિન્દુ હેરિટેજ મહિનો’

 

--- અમેરિકાના પાંચ રાજ્યોમાં આખો ઑક્ટોબર મહિનો હિન્દુ હેરિટેજ મહિના તરીકે ઉજવાશે. ઉપરાંત પહેલા નોરતે- સાતમી ઑક્ટોબરે અમેરિકન હિન્દુ મહિલાઓ “બિંદી દિવસ”ની પણ ઉજવણી કરશે

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

હજુ ગયા મહિને જ ભારત સહિત દુનિયાભરમાં વસતા હિન્દુઓ આઘાતમાં હતા, આક્રોશમાં હતા કેમ કે, ભારત વિરોધી ટુકડે ગેંગ દ્વારા સપ્ટેમ્બર, 2021માં અમેરિકામાં “ડિસમેન્ટલિંગ ગ્લોબલ હિન્દુત્વ” (વૈશ્વિક હિન્દુત્વને ઉખાડી ફેંકવો) કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. (એ વિશે આ જ સ્થળે તમે 22 અને 29 ઑગસ્ટ- એમ બે લેખ વાંચ્યા હતા). પણ હવે એ જ અમેરિકામાં જે થઈ રહ્યું છે તેણે કરોડો હિન્દુઓની છાતી ગજ-ગજ ફુલાવી દીધી છે.

અમેરિકાના પાંચ રાજ્ય ટેક્સાસ, ફ્લોરિડા, ન્યૂજર્સી, ઓહાયો, મેસાચ્યુસેટ્સમાં આખો ઑક્ટોબર મહિનો હિન્દુ હેરિટેજ મહિનો ઉજવાશે. આ માટે જે તે રાજ્યોના ગવર્નર દ્વારા સત્તાવાર ઠરાવ પસાર કરીને હિન્દુઓને તેમના વારસાની ઉજવણી કરવા પરવાનગી આપી છે. વાસ્તવમાં અમેરિકાના જે જે રાજ્યોમાં હિન્દુઓની નોંધપાત્ર વસ્તી છે ત્યાં હેરિટેજ મહિનો ઉજવવાની જાહેરાત વિશ્વ હિન્દુ પરિષદ ઑફ અમેરિકા (વીએચપી-એ) દ્વારા ગત જુલાઈ મહિનામાં કરવા વિનંતી કરવામાં આવી હતી. અને આપણા સૌના આનંદ વચ્ચે પાંચ રાજ્યોએ એ વિનંતી માન્ય રાખી. આ માટેની સત્તાવાર જાહેરાતમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છેઃ The office of the governors of various states, congressmen and Senators noted, “Communities of the faith have long served as beacons of hope, sharing their beliefs and bettering their communities through service; improving and inspiring the lives of thousands of followers around the world. Hinduism has contributed greatly to our state and nation through its unique history and heritage.”

હિન્દુ હેરિટેજ મહિનો ઉજવવા માટે પરવાનગી આપનાર રાજ્યોના ગવર્નરો, અમેરિકી સંસદમાં પ્રતિનિધિત્વ કરતા એ રાજ્યોના કોંગ્રેસમેન અને સેનેટર (સાંસદો)એ સંયુક્તરૂપે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, અમેરિકા આવીને વસેલા હિન્દુઓએ અમેરિકાના વિકાસમાં ખૂબ ફાળો આપ્યો છે તથા તેમની વિશિષ્ટ સંસ્કૃતિ દ્વારા અમેરિકન સમાજને સમૃદ્ધ કર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ ઑફ અમેરિકા ઉપરાંત વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઑફ અમેરિકા, હિન્દુ સ્ટુડન્ટ કાઉન્સિલ, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન સહિત વિવિધ સંગઠનો પણ આ દિશામાં પ્રયત્નશીલ હતાં.

હવે પાંચ રાજ્યોના ગવર્નર દ્વારા મંજૂરી આપવામાં આવતા હિન્દુત્વ વિશે અપ-પ્રચાર ફેલાવી રહેલી ટુકડે ગેંગ સહિત ભારત વિરોધી ટોળકીઓને તો બૅકફૂટ પર જવું જ પડશે, પરંતુ તેના કરતાં હકારાત્મક લાભ એ થશે કે હિન્દુત્વ પ્રત્યે જાગ્રતિ ફેલાશે. મૂળ ભારતીયોની બીજી-ત્રીજી પેઢી અમેરિકામાં ઉછરી રહી છે તેમને ભારતીય વારસો અને પરંપરાઓ વિશે વધારે નજીકથી જાણવા મળશે. સાથે જ મૂળ અમેરિકી તથા અન્ય દેશોના નાગરિકોને પણ સર્વસમાવેશી હિન્દુત્વ વિશે જોવા-જાણવા મળશે.

એક રીતે જોઇએ તો ભારત માટે આ ઘણો મોટો વિજય ગણાય કેમ કે, હજુ છેક 1943 સુધી ભારતીય સહિત એશિયન નાગરિકોને અમેરિકામાં મર્યાદિત માત્રામાં પ્રવેશ મળતો હતો. એશિયન નાગરિકો મોટી સંખ્યામાં અમેરિકામાં ન આવી શકે તે માટે 1924નો એશિયન એક્સક્લુઝન કાયદો 1943માં રદ્દ કરવામાં આવ્યો હતો. અલબત્ત, અમેરિકામાં સ્થાયી થવા માટે હિન્દુઓએ સ્થળાંતર કરવાની શરૂઆત 20મી સદીના પ્રારંભિક દાયકામાં જ કરી દીધી હતી. તે સમયે કેલિફોર્નિયા સ્ટેટમાં સ્થાયી થયેલા હિન્દુઓએ 1906ની સાતમી જાન્યુઆરીએ સાન ફ્રાન્સિસ્કોમાં પ્રથમ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરીને ત્યાં પૂજા-અર્ચના શરૂ કરી હતી. આજે એક સદી કરતાં વધુ સમય પછી સમગ્ર અમેરિકામાં વિવિધ હિન્દુ સંપ્રદાયના 120 કરતાં વધુ મંદિર છે.

અમેરિકામાં 22 લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા ભારતીયો આજે ત્યાંના રાજકારણ, સમાજજીવન, વેપાર-ઉદ્યોગ, ટેકનોલોજી સહિત અનેક ક્ષેત્રમાં હિન્દુત્વનો ડંકો વગાડે છે અને એ કારણે જ આપણા દેશ અને આપણા ધર્મ- એમ બંનેનું માન ત્યાં વધે છે.

આપણને સૌને ગૌરવ થાય એવી બીજી એક ઘટના પણ આ જ અઠવાડિયે અમેરિકામાં બનવાની છે. સાતમી ઑક્ટોબરે અમેરિકાસ્થિત હિન્દુ મહિલાઓ “બિંદી દિવસ” ઉજવવાની છે. (http://missionbindi.com/world-bindi-day-2021/) ભારતમાં ઉર્દુવૂડ (બોલિવૂડ) તેમજ નકલી નારીવાદને રવાડે ચડેલી મહિલાઓ સિવાય મોટાભાગની હિન્દુ મહિલાઓ ગૌરવભેર કપાળે ચાંલ્લો કરે છે, તે ઉપરાંત પુરુષોમાં પણ તિલક-ચાંલ્લો કરવાની પરંપરા છે, પરંતુ અમેરિકામાં સ્થાયી થયેલી હિન્દુ મહિલાઓ માટે વિવિધ કારણસર રોજેરોજ ચાંલ્લો (બિંદી) કરવાનું શક્ય ન બને, અને કદાચ એ જ કારણે તેમણે નવરાત્રિના પ્રથમ દિવસે સાતમી ઑક્ટોબરે બિંદી દિવસ ઉજવીને પરંપરાનું ગૌરવ કરીને એ દ્વારા યુવતીઓ તથા કિશોરીઓને બિંદી માટે પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું છે. આ બંને રસપ્રદ વિષયની નવી વિગતો અને માહિતી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, September 19, 2021

આવી ગઈ રાજકીય ધર્માંતરની મોસમ

 


 

--- 2014 સુધી રાષ્ટ્રીય સ્તરે ભારતીયતા, રાષ્ટ્રવાદ જેવા કોઈ મુદ્દા જ નહોતા. ભાજપને બાદ કરતાં તમામ રાજકીય પક્ષનો ચૂંટણી એજન્ડા લઘુમતી ખુશામતથી શરૂ થતો હતો અને ત્યાં જ પૂરો થતો હતો. પણ- છેલ્લાં સાત વર્ષમાં ક્યાં – શું - કેમ બદલાયું?

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

આ દેશનાં સંસાધનો ઉપર પહેલો હક મુસ્લિમોનો હોવો જોઇએ એવું લાલ કિલ્લાના મંચ ઉપરથી નિવેદન કરનાર કહેવાતા વિદ્વાન અને કહેવાતા પ્રામાણિક ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ/ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા થોડાં વર્ષથી મંદિરે મંદિરે ફરી રહ્યા છે. તિલક, તરાજુ ઔર તલવાર-ઉસકો મારો જૂતે ચાર – સૂત્ર આપનાર બહુજન સમાજ પાર્ટીના વડા સુશ્રી માયાવતી બ્રાહ્મણ સંમેલન કરે છે. અયોધ્યામાં રામસેવકો ઉપર ગોળીઓ ચલાવનાર સમાજવાદી પક્ષના અખિલેશ યાદવને અયોધ્યાના ઊભરા આવે છે. આ વર્ષ સહિત છેલ્લા કેટલાય વર્ષથી દિલ્હીમાં દિવાળીના ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકી દેનાર અને રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે એવા નિવેદનો કરનાર આમ આદમી પાર્ટીનો નાયબ મુખ્યમંત્રી ઉત્તરપ્રદેશના પ્રવાસની શરૂઆત અયોધ્યાથી કરે છે. અઝાનના સમયે દુર્ગા વિસર્જન યાત્રા બંધ રાખવાનો આદેશ આપનાર તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજીએ આ વખતે પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા પંડાલોમાં પોતાની દુર્ગા તરીકેની મૂર્તિઓ મૂકાવી છે. આવા અનેક “ચમત્કાર” છેલ્લાં છ-સાત વર્ષથી આ દેશમાં થઈ રહ્યા છે. આ ચમત્કાર કેમ થઈ રહ્યા છે- એ તો બધાને ખબર છે.

મુદ્દો એ છે કે, આના વિશે દેશને ચિંતા થવી જોઇએ અને ચિંતન કરવું જોઇએ. રાજકારણીઓની અને રાજકીય પક્ષોની આ વાસ્તવિક ઘરવાપસી નથી, પરંતુ છેતરામણું રાજકીય ધર્માંતર છે. ઉત્તરપ્રદેશ અને ગુજરાત જેવા મહત્ત્વનાં રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે એવા સમયે રાહુલ ગાંધીથી લઇને કેજરીવાલ સુધીના રાજકારણીઓએ રંગ બદલવાની અને છેતરામણું ધર્માંતર કરવાની શરૂઆત કરી છે. તેમનું આવું રાજકીય ધર્માંતર હિન્દુઓ માટે તો જોખમી છે જ, પરંતુ મુસ્લિમો માટે પણ એટલું જ જોખમી છે.

અત્યાર સુધી મુસ્લિમ તરફી રાજકારણ રમનારા આ તમામ તત્વોને હવે હિન્દુઓ, હિન્દુત્વ, હિન્દુ ધર્મ, અયોધ્યા અને શ્રીરામ યાદ આવ્યા છે તેનો સીધો અર્થ એ છે કે, આ બધા હિન્દુઓમાં ભાગલા પડાવીને સંગઠિત હિન્દુ-મતમાં ભંગાણ પાડવા માગે છે. આવું થાય તો ભાજપની હાર થાય અને ભાજપની હાર થાય તો 1947થી 2014 સુધીના શાસનમાં હિન્દુઓ સાથે, મંદિરો સાથે, રામસેતુ સાથે, કાશ્મીરી પંડિતો સાથે જે કંઈ થતું રહ્યું છે તેનું પુનરાવર્તન શરૂ થઈ જાય.

આ દેશનો નાગરિક મુસ્લિમ, ખ્રિસ્તી હોય કે બીજા કોઇપણ લઘુમતી સમુદાયનો હોય તેની સાથે કોઇપણ પ્રકારનો અન્યાય ન જ થવો જોઇએ, દરેકને સમાન તક મળવી જોઇએ, દરેકના અધિકાર અને ફરજ સમાન હોવા જોઇએ...આ બધું જ આપણને છેલ્લા છ-સાત વર્ષમાં સ્પષ્ટ રીતે અનુભવવા મળ્યું છે. તેની અગાઉના સાત દાયકામાં હિન્દુ “બિચારા”ની સ્થિતિમાં હતો એ વાત શું કોઇનાથી અજાણી છે?

શરૂઆતમાં કહ્યું તેમ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હવે મંદિરોમાં આંટાફેરા મારતાં થયાં, પણ 2014 પહેલાં શું સ્થિતિ હતી? રાહુલે એવું નિવેદન કર્યું હતું કે, મંદિરોમાં જનારા જ મહિલાઓની છેડતી કરે છે અને બળાત્કાર કરે છે. રાહુલના કોંગ્રેસ પક્ષે 2013-14માં કોમી તોફાનો સંદર્ભે એક ખરડો તૈયાર કર્યો હતો. એ ખરડામાં એવી જોગવાઈ હતી કે કોઈપણ કોમી તોફાન થાય તેની જવાબદારી માત્ર બહુમતી સમુદાયની એટલે કે હિન્દુઓની જ ગણાય! એ ખરડા અનુસાર કોમી તોફાન થાય તો હિન્દુઓની કોઈ વૉરન્ટ વિના જ બિનજામીનપાત્ર ધરપકડ કરી શકાશે, પરંતુ મુસ્લિમો પર તોફાનનો આરોપ હોય તો તે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ કરવામાં આવે ત્યારપછી જ જરૂર જણાય તો મુસ્લિમ આરોપીની ધરપકડ થઈ શકે. આ એ જ કોંગ્રેસ છે જેનો રામસેતુ-કાંડ આખા દેશને યાદ છે.

શું ગુજરાતમાં પણ દિવાળી સમયે ફટાકડાના વેચાણ ઉપર અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાવવા માગો છો? જે ગુજરાતીઓ કેજરીવાલની આમ આદમી પાર્ટીના રવાડે ચડ્યા છે એમને શું ખ્યાલ છે ખરો કે, કહેવાતા પ્રદૂષણના નામે આ ટોળકીએ દિલ્હીમાં દિવાળી સમયે ફટાકડાના વેચાણ, સંગ્રહ અને ફોડવા ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો છે? માત્ર એક કે બે દિવસ ફોડવામાં આવતા ફટાકડાથી એવું કોઈ ગંભીર પ્રદૂષણ થતું નથી એ સાબિત થયેલું છે તેમ છતાં હિન્દુ પરંપરાઓ અને હિન્દુ તહેવારોને ખતમ કરવા માગતા એ તત્વો ગુજરાતમાં દિવાળી અને તેની પહેલાં નવરાત્રી ઉપર પ્રતિબંધ મૂકી દેશે તો શું કરશો?

યાદ રાખો, સાત દાયકા સુધી અપમાનિત દશામાં, ચુમાઈને રહેવા મજબૂર બનેલા તમે છેલ્લા સાત વર્ષથી રાહતનો શ્વાસ લઈ રહ્યા છો. થોડીઘણી આર્થિક મુશ્કેલી પડતી હોય તો એ સહન કરી લેજો કેમ કે એ માત્ર સરકારને કારણે નથી આવી, તેમાં કોરોનાએ પણ ભાગ ભજવ્યો છે. પરંતુ એવી થોડી મુશ્કેલીથી ચિડાઈને હિન્દુ વિરોધી પક્ષો તરફ અથવા “નોટા” તરફ વળી જશો તો પછી હવે બીજા 70 નહીં પરંતુ 700 વર્ષ પસ્તાવાનો વારો આવશે. રાષ્ટ્રહિતની આવી જ વાતો આપણે અહીં ચાલુ રાખીશું- મિલતે હૈં બ્રેક કે બાદ..!