Sunday, November 14, 2021

સંવત 2078માં આટલું તો કરજો જ...કરશો ને?

 


 --- ગુજરાતમાં શુક્રવારથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થઈ ગયું છે. હિન્દુ સભ્યતા-સંસ્કૃતિ ઉપર બેસુમાર આક્રમણ થઈ રહ્યાં છે. સૌથી આધુનિક વિચારો ધરાવતા સૌથી પ્રાચીન સનાતન ધર્મને ખતમ કરવા કારસા ઘડાઈ ગયા છે, ત્યારે તેના રક્ષણની અને આગળ વધારવાની જવાબદારી આપણે જ પૂરી કરવાની છે

 સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

સૌપ્રથમ તો નવા વર્ષના સૌને રામ રામ.

વિક્રમ સંવત 2078માં મારે, તમારે, આપણા સૌએ કેટલાક સંકલ્પ લેવા જ પડશે. મારી આ કૉલમમાં વારંવાર ચેતવણી આપું છું કે, બધું ઠીક નથી ચાલી રહ્યું. સ્હેજ આંખ ઉઘાડો, સ્હેજ ઊંઘમાંથી બહાર આવો તો ખબર પડશે કે સનાતન હિન્દુ ધર્મને કોતરી-કોતરીને, તોડીફોડીને, વેરવિખેર કરી નાખીને સંપૂર્ણ ખતમ કરી દેવાના કારસા એક સાથે અનેક તરફથી ઘડાયા છે. વળી પીડાદાયક કમનસીબી એ છે કે, આપણામાંથી જ અનેક લોકો જાણે-અજાણ્યે એ કારસામાં સામેલ થઈ ગયા છે. આપણા જ ઘરના પાયાને તોડી રહેલી ટોળકીમાં આપણમાંના ઘણા જાણે-અજાણ્યે સામેલ છે.

એટલે જ આજે વધુ એક વખત ચેતવું છું. સમાજને તેની આસપાસનાં જોખમોથી, આવી રહેલા મોટાં જોખમોથી ચેતવવો એ લેખકોની માત્ર ફરજ જ નહીં જવાબદારી પણ છે.

તેથી આ નવા વર્ષે સંકલ્પ કરો કે, કોઇપણ ભોગે આપણી પોતાની ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પરંપરાઓ જાળવીશું.

સંકલ્પ કરો કે, આપણી ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પરંપરા વિશે આપણને જ્ઞાન આપવા નીકળી પડતા વિધર્મીઓની વાતોમાં સપડાઈશું નહીં.

સંકલ્પ કરો કે, રોજેરોજ લાખો-કરોડો જીવોની હત્યા કરીને ખાઈ જતા માંસાહારીઓ જ્યારે આપણા તહેવારોમાં જીવદયા બતાવવા આવશે ત્યારે એમને જડબાતોડ જવાબ આપીશું.

સંકલ્પ કરો કે, પોતાના એક દિવસના તહેવારમાં લાખો-કરોડો જીવની હત્યા કરી દેતા લોકો આપણા તહેવારમાં જીવદયા વિશે ડહાપણ ડહોળવા આવશે તો એમને એમની અસલિયતનો અરીસો બતાવીને પરત જવા ફરજ પાડીશું.

સૌથી મોટો સંકલ્પ તો એ કરો કે, હિન્દુ તહેવારો ઉપર સુફિયાણી સલાહ આપવા હાલી નીકળતા બોલિવૂડની ઉર્દુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કથિત સ્ટાર, જુગારના અડ્ડા સમાન ક્રિકેટની રમતના કથિત ખેલાડીઓ કે પછી સનાતન પરંપરાઓને તોડવામાં સૌથી અગ્રેસર ટીવી શ્રેણીઓના કથિત સ્ટાર બાબલા-બેબલીઓની વાતો માનીશું નહીં...એટલું જ નહીં પરંતુ એવી સલાહ આપવા નીકળી પડતા લોકોની ફિલ્મ, રમત તેમજ શ્રેણીનો અને એ જે પ્રોડક્ટની જાહેરાત કરે તેનો બહિષ્કાર કરીશું.

બીજો સૌથી મોટો સંકલ્પ એ પણ કરવો જોઇએ કે, હિન્દુ પરંપરાઓને તોડવા માગતા તત્વોને મહત્ત્વ આપતી સમાચાર ચેનલો, મીડિયાનો બહિષ્કાર કરો. યાદ રાખો, આર્થિક ફટકો માર્યા વિના કદી કોઈ સુધરતું નથી. તમે જોયું હશે કે, ભાજપને બાદ કરતાં તમામ રાજકીય પક્ષો હજુ 2014 સુધી હિન્દુઓને ગણતરીમાં નહોતા લેતા, હિન્દુ તહેવારોમાં કદી શુભેચ્છા પણ નહોતા પાઠવતા- એ બધા 2014 પછીની હિન્દુ એકતા જોઇને હવે મંદિરોના આંટા મારતા થઈ ગયા છે. આ વટલાયેલા નકલી હિન્દુ રાજકારણીઓ છે. એમણે એમની લઘુમતી મતબેંકને દગો કર્યો છે અને હવે હિન્દુઓને છેતરવા આવી પહોંચ્યા છે. એમનાથી ભોળવાઈ નહીં જવાનો પણ સંકલ્પ લેવાની ખાસ જરૂર છે.

જરા વિચાર તો કરો કે તમે પોતે એ પરંપરાના વંશજ છો જે પ્રત્યેક કણમાં જીવ અને પ્રત્યેક જીવમાં શિવના અસ્તિત્વને માને છે. માત્ર માને છે એટલું નહીં, પરંતુ એ પ્રત્યેક જીવને જીવનના વિવિધ પાસાં સાથે એવી રીતે વણી લીધા છે જેથી તમારા પોતાના વિકાસની સાથે સાથે એ જીવોનો પણ વિકાસ થાય. સનાતન હિન્દુ પરંપરા ઉપભોગ અને ઉપભોકતાવાદી નથી. છેક વેદકાળથી સનાતન પરંપરા રહી છે કે સૃષ્ટિમાંથી જે કંઈ લેવામાં આવે એ તેને પરત કરવું.

આ સનાતન પરંપરા હજુ સુધી જળવાઈ છે એમાં કોઈ બેમત નથી. બસ ફેર એટલો પડ્યો છે કે, આવી પરંપરા જાળવનારા સાચા સનાતનીઓની સંખ્યા ઘટી ગઈ છે. સાચા સનાતની હિન્દુઓ ઘટી ગયા છે, ઘટી રહ્યા છે. જો આ જ પ્રવાહ ચાલુ રહશે તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, થાઇલેન્ડ, બર્મામાંથી જેમ આપણે લૂપ્ત થઈ ગયા અથવા લૂપ્ત થઈ રહ્યા છીએ...એમ જ એક દિવસ આપણી પોતાની ભૂમિ ભારતવર્ષમાંથી લૂપ્ત થઈ જઇશું.

આપણા તહેવારો, આપણી ધાર્મિક પરંપરા અને માન્યતાઓ, આપણા ઉત્સવો, આપણી બોલચાલ અને ખાણીપીણી આ બધા ઉપર ઉર્દુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ટીવી શ્રેણીઓ, મીડિયા ઉપરાંત દંભી વટલાયેલા રાજકારણીઓ અવળો પ્રભાવ પાડી રહ્યા છે. એટલે સુધી કે આપણા પોતાના તહેવારમાં, આપણા પોતાના ધર્મમાં શુભેચ્છા પાઠવવાની પરંપરામાં મુબારક જેવો શબ્દ ઘૂસાડી દેવામાં આવ્યો છે. આવી ગુલામીમાંથી બહાર નીકળવાનો સંકલ્પ લેવો જ પડશે. કોઈ વિકલ્પ નથી. જેમ વંશવેલો આગળ વધારવા માટે ગોત્રનું મહત્ત્વ છે એમ જ ધર્મનું રક્ષણ કરવા અને તેને આગળ વધારવા સાધર્મીઓનો મજબૂત કિલ્લો જોઇએ. આટલું સમજાશે તો તમને – આપણને વિખેરી નાખવા માગતાં પરિબળોને ઓળખવાનું વધારે અઘરું નહીં રહે. આ લેખના એક-એક વાક્ય ઉપર વિચાર કરો, ફેલાવો ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

1 comment:

  1. ૧૦૦℅ સહમત

    આપણા તહેવારોમાં શુભેચ્છા પાઠવતી વખતે Happy અને मुबारक એ એવો તો પગપેસારો કર્યો છે પરંપરાગત શુભેચ્છાઓ પાઠવવાની રીત કોઈને યાદ જ રહી નથી.
    Happy Holi
    Happy Ganesh Chaturthi
    Happy RamNavmi
    Happy Janmashtami
    Happy Diwali
    Saal Mubarak
    .....
    હદ વટાવી ચુક્યા છીએ.

    ReplyDelete