Sunday, July 16, 2023

મીડિયા અને અર્બન નક્સલીઓ પાસે તટસ્થતાની અપેક્ષા?

 


વારંવાર હલાલાનો લાભ લઇને ક્યારેક રાષ્ટ્રવાદી તો ક્યારેક સેક્યુલર બની જતા નીતિશકુમારનું બિહાર પણ હવે ભાજપ માટે જીવલેણ બની રહ્યું છે. દેશમાં કોઈ જગ્યા હિન્દુઓ માટે સલામત બચશે ખરી?

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

અષાઢ વદ, 11 (13-07-2023)ને ગુરુવારે બિહારમાં વિવિધ મુદ્દે આંદોલન કરી રહેલા ભાજપના નેતાઓ ઉપર બિહાર પોલીસે અમાનુષી લાઠીચાર્જ કર્યો અને તેમાં ગંભીર રીતે ઘવાયેલા ભાજપના એક નેતાનું અવસાન થયું. કેરળ, તમિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ પછી હવે બિહારનો પણ એ યાદીમાં સમાવેશ થયો છે જ્યાં ભાજપના નેતાઓ સલામત નથી. અગાઉ ત્રિપુરામાં હિંસક-ડાબેરીઓનું શાસન હતું ત્યારે ત્યાં પણ એવી જ સ્થિતિ હતી. વિવિધ રાજ્યમાં ભાજપના નેતાઓની આવી હત્યા બાદ અનેક રાષ્ટ્રવાદી, સનાતની વિદ્વાનો, પત્રકારો, લેખકો એવા ટોણા મારતા હોય છે કે, -- "જૂઓ ભાજપના નેતાની હત્યા થાય છે પરંતુ કહેવાતા તટસ્થ મીડિયા કશું બોલતા નથી!"

મુદ્દો એ છે કે, તટસ્થ મીડિયા તમારી તરફેણમાં શા માટે બોલે? તમે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકો? મીડિયા તટસ્થ છે એવું તમે માની લીધું છે, એ લોકો પોતે તો કદી એવું માનતા જ નહોતા. એમનો એજન્ડા પહેલેથી જ મિશનરીઓ તરફી, જેહાદીઓ તરફી હતો. એમને આ એજન્ડા ચલાવવા માટે આ બંને ઉપરાંત ડાબેરીઓ તેમજ અર્બન નક્સલી તત્વો તરફથી ચિક્કાર નાણા મળે છે... તો પછી એ તમારી વિચારધારાના નેતાઓની હત્યા અંગે શા માટે શોક વ્યક્ત કરે?

મુદ્દો એ છે કે, વિદેશી-ભંડોળના જોરે ભાજપ-સંઘ-વિહિપ-બજરંગ દળ વિરુદ્ધ અભિયાન ચલાવતા મીડિયા કે બીજા એવા કોઇપણ તત્વો તમારી તરફેણમાં બોલે એવી અપેક્ષા રાષ્ટ્રવાદીઓએ, સનાતનીઓએ શા માટે રાખવી જોઇએ? તમે આવી અપેક્ષા રાખો છો એનો અર્થ એ છે કે તમને મિશનરી જેહાદી ડાબેરી - કોંગ્રેસી સાંઠગાંઠ અને કાવાદાવા વિશે પૂરી જાણકારી નથી!

આ ચારેય પરિબળો ઓછામાં ઓછી એક સદીથી સનાતની સંસ્કૃતિને ખતમ કરવા લાકડી, હથોડી, પાવડા, કોદાળી, તલવારો, છરી-ચાકુ, પિસ્તોલ, બંદૂક, બોંબ - બધાનો ઉપયોગ કરી રહ્યા છે. એ સાચું કે તમારી આંખ ઉઘડેલી છે એટલે જ તમે આવી અપેક્ષા રાખો છો કે તમારી ઉપર, અથવા તમારાં ધર્મસ્થાનો ઉપર અથવા તમારા નેતાઓ ઉપર હુમલા થાય ત્યારે કહેવાતા તટસ્થ લોકો તમારી તરફેણમાં એકાદ નિવેદન કરે. પણ આવી અપેક્ષા રાખવી એ વાંઝણી વિચારણા છે. દરેકે દરેક શાળા-કૉલેજ, કળા સંસ્થાઓ, મીડિયા ગૃહો સહિત કલ્પના કરી ન હોય એવી જગ્યાઓ પર અર્બન નક્સલીઓ અડ્ડો જમાવીને બેસી ગયેલા છે. સ્વીકારી લો કે આ તત્વો કદી તમારો પક્ષ લેવાના નથી.

ઝેર પાસે અપેક્ષા રાખવી કે તેનાથી આપણું મૃત્યુ ન થાય, વીંછી પાસે અપેક્ષા રાખવી કે એ આપણને ડંખ ન મારે, વીજળીના જીવતા તાર પાસે અપેક્ષા રાખવી કે તેનાથી આપણને કરંટ ન લાગે... બસ આવી જ અપેક્ષાઓ સનાતની વિદ્વાનો તથા અન્ય સામાન્ય નાગરિકો પણ ઉપર જણાવ્યા એ ચાર પ્રકારનાં તત્વો પાસે રાખે છે, અને એટલે જ એવી અપેક્ષા વાંઝણી છે, એ કદી ફળીભૂત થવાની નથી.

આ સંજોગોમાં પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે, તો પછી શું કરવું?

જવાબ એ જ છે, રસ્તા ઉપર ઉતરો. ના, હિંસા કરવા નહીં પરંતુ એકતા દર્શાવવા. પ્રચંડ માત્રામાં રસ્તા ઉપર ઉતરશો અને સંખ્યાબળ દર્શાવશો તો જ ઉપર જણાવી એ ચાર ચંડાળોની ટોળી અને તેમને હવા આપનાર મીડિયા તમારી નોંધ લેશે.

કેરળમાં વર્ષોથી ભાજપ-સંઘના કાર્યકરોની હત્યા થાય છે-- તેની સામે દેશના બીજા કયા રાજ્યમાં હિન્દુઓ રસ્તા ઉપર ઉતર્યા

તમિલનાડુમાં મંદિરો પર આક્રમણ થાય છે-- તેની સામે દેશના બીજા કયા રાજ્યોના સનાતનીઓ, સાધુઓ, મહંતો કે કથાકારો રસ્તા ઉપર ઉતર્યા

પશ્ચિમ બંગાળમાં છેલ્લા પાંચ વર્ષથી ભાજપના કાર્યકરો, નેતાઓ તેમજ ભાજપના સમર્થક સામાન્ય નાગરિકો રહેંસાઈ રહ્યા છે-- તેની સામે દેશના બીજા કયા રાજ્યના ભાજપ-સંઘના નેતાઓ, હિન્દુવાદી કાર્યકરો, રાષ્ટ્રવાદી નાગરિકો રસ્તા ઉપર ઉતર્યા

હિન્દુઓને સડક ઉપર ઉતરીને સંખ્યબળ બતાવવાની વાત ગળે ઊતરતી જ નથી અને એ જ સૌથી મોટી ફૉલ્ટલાઇન છે. સંખ્યાબળ નહીં દર્શાવો ત્યાં સુધી કોઈ ભોજિયોભઈ પણ તમારી નોંધ લેશે નહીં, એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. ડાબેરીના ફંડથી ચાલતા, ડાબેરી-પ્રેરિત, જેહાદી-મિશનરી શિક્ષણ મેળવીને આપણી તમામ વ્યવસ્થા, આપણી તમામ સંસ્થાઓમાં ઘૂસી ગયેલા લોકો કદી આપણો પક્ષ લેશે એવી અપેક્ષા રાખવી એ તો ઝેરને અમૃત માનીને તેની સામે મોં વકાસીને બેસી રહેવા જેવી વાત છે. દુર્યોધન કે રાવણ કદી સુધરવાના હોત તો સુદર્શનધારી શ્રીકૃષ્ણ કે પછી ધનુર્ધારી શ્રીરામ કદી મહાભારત કે રામાયણ થવા જ ન દેત! આટલી સરળ વાત સમજીને કમ-સે-કમ સંગઠન બતાવવા માટે રસ્તા ઉપર નહીં ઉતરો ત્યાં સુધી કપાતા રહેશો, ઘટતા રહેશો અને નષ્ટ થઈ જશો. કોઈ નહીં બચાવી શકે. વિચારો...મિલતે હૈ બ્રેક કે બાદ!

Friday, July 14, 2023

બિહારમાં ભાજપના નેતાની હત્યા અને રાષ્ટ્રવાદીઓનો વિલાપ

(તસવીર સૌજન્યઃ ઓપ ઈન્ડિયા)

ગઇકાલે, અષાઢ વદ, 11 (13-07-2023)ને ગુરુવારે બિહારમાં વિવિધ મુદ્દે આંદોલન કરી રહેલા ભાજપના નેતાઓ ઉપર બિહાર પોલીસે અમાનુષી લાઠીચાર્જ કર્યો અને તેમાં ગંભીર રીતે ઘવાયેલા ભાજપના એક નેતાનું અવસાન થયું.


કેરળ, તમિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ પછી હવે બિહારનો પણ એ યાદીમાં સમાવેશ થયો છે જ્યાં ભાજપના નેતાઓ સલામત નથી. અગાઉ ત્રિપુરામાં હિંસક-ડાબેરીઓનું શાસન હતું ત્યારે ત્યાં પણ એવી જ સ્થિતિ હતી.

ભાજપના નેતાઓની આવી હત્યા બાદ અનેક (હા, અનેક) રાષ્ટ્રવાદી, સનાતની વિદ્વાનો, પત્રકારો, લેખકો એવા ટોણા મારી રહ્યા છે કે, -- "જૂઓ ભાજપના નેતાની હત્યા થાય છે પરંતુ કહેવાતા તટસ્થ મીડિયા કશું બોલતા નથી!"

મુદ્દો એ છે કે, તટસ્થ મીડિયા તમારી તરફેણમાં શા માટે બોલે? તમે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકો? મીડિયા તટસ્થ છે એવું તમે માની લીધું છે, એ લોકો પોતે તો કદી એવું માનતા જ નહોતા. એમનો એજન્ડા પહેલેથી જ મિશ#નરીઓ તરફી, જે#હા#દીઓ તરફી હતો. એમને આ એજન્ડા ચલાવવા માટે આ બંને ઉપરાંત ડાબેરીઓ તેમજ કેજરીવાલ જેવા તત્વો તરફથી ચિક્કાર નાણા મળે છે... તો પછી એ તમારી વિચારધારાના નેતાઓની હત્યા અંગે શા માટે શોક વ્યક્ત કરે?

મુદ્દો એ છે કે, વિદેશી-ભંડોળના જોરે ભાજપ-સંઘ-વિહિપ-બજરંગ દળ વિરુદ્ધ અભિયાન ચલાવતા મીડિયા કે બીજા એવા કોઇપણ તત્વો તમારી તરફેણમાં બોલે એવી અપેક્ષા રાષ્ટ્રવાદીઓએ, સનાતનીઓએ શા માટે રાખવી જોઇએ?

તમે આવી અપેક્ષા રાખો છો એનો અર્થ એ છે કે તમને મિ#શનરી-જે##હા#દી-ડા#બેરી-કોં##ગ્રે#સી સાંઠગાંઠ અને કાવાદાવા વિશે પૂરી જાણકારી નથી!

આ ચારેય પરિબળો ઓછામાં ઓછી એક સદીથી સનાતની સંસ્કૃતિને ખતમ કરવા લાકડી, હથોડી, પાવડા, કોદાળી, તલવારો, છરી-ચાકુ, પિસ્તોલ, બંદૂક, બોંબ - બધાનો ઉપયોગ કરી રહ્યા છે.

એ સાચું કે તમારી આંખ ઉઘડેલી છે એટલે જ તમે આવી અપેક્ષા રાખો છો કે, તમારી ઉપર, અથવા તમારાં ધર્મસ્થાનો ઉપર અથવા તમારા નેતાઓ ઉપર હુમલા થાય ત્યારે કહેવાતા તટસ્થ લોકો તમારી તરફેણમાં એકાદ નિવેદન કરે. પણ આવી અપેક્ષા રાખવી એ વાંઝણી વિચારણા છે.

ઝેર પાસે અપેક્ષા રાખવી કે તેનાથી આપણું મૃત્યુ ન થાય, વીંછી પાસે અપેક્ષા રાખવી કે એ આપણને ડંખ ન મારે, વીજળીના જીવતા તાર પાસે અપેક્ષા રાખવી કે તેનાથી આપણને કરંટ ન લાગે... બસ આવી જ અપેક્ષાઓ સનાતની વિદ્વાનો તથા અન્ય સામાન્ય નાગરિકો ઉપર જણાવ્યા એ ચાર પ્રકારનાં તત્વો પાસે રાખે છે, અને એટલે જ એવી અપેક્ષા વાંઝણી છે, એક કદી ફળીભૂત થવાની નથી.

  આ સંજોગોમાં પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે, તો પછી શું કરવું?
👉🏼 જવાબ એ જ છે, રસ્તા ઉપર ઉતરો. ના, હિંસા કરવા નહીં પરંતુ એકતા દર્શાવવા. પ્રચંડ માત્રામાં રસ્તા ઉપર ઉતરશો અને સંખ્યાબળ દર્શાવશો તો જ ઉપર જણાવી એ ચાર ચંડાળોની ટોળી અને તેમને હવા આપનાર મીડિયા તમારી નોંધ લેશે.

👉🏼કેરળમાં વર્ષોથી ભાજપ-સંઘના કાર્યકરોની હત્યા થાય છે-- તેની સામે દેશના બીજા કયા રાજ્યમાં હિન્દુઓ રસ્તા ઉપર ઉતર્યા ⁉️

👉🏼તમિલનાડુમાં મંદિરો પર આક્રમણ થાય છે-- તેની સામે દેશના બીજા કયા રાજ્યોના સનાતનીઓ, સાધુઓ, મહંતો કે કથાકારો રસ્તા ઉપર ઉતર્યા ⁉️

👉🏼પશ્ચિમ બંગાળમાં છેલ્લા પાંચ વર્ષથી ભાજપના કાર્યકરો, નેતાઓ તેમજ ભાજપના સમર્થક સામાન્ય નાગરિકો રહેંસાઈ રહ્યા છે-- તેની સામે દેશના બીજા કયા રાજ્યના ભાજપ-સંઘના નેતાઓ, હિન્દુવાદી કાર્યકરો, રાષ્ટ્રવાદી નાગરિકો રસ્તા ઉપર ઉતર્યા ⁉️

⚠️ હિન્દુઓને સડક ઉપર ઉતરીને સંખ્યબળ બતાવવાની વાત ગળે ઊતરતી જ નથી અને એ જ સૌથી મોટી ફૉલ્ટલાઇન છે આપણી. સંખ્યાબળ નહીં દર્શાવો ત્યાં સુધી કોઈ ભોજિયોભઈ પણ તમારી નોંધ લેશે નહીં, એ દીવા જેવી સ્પષ્ટ વાત છે.

--- ડાબેરીના ફંડથી ચાલતા, ડાબેરી-પ્રેરિત, જે##હા#દી-મિ#શ#નરી શિક્ષણ મેળવીને આપણી તમામ વ્યવસ્થા, આપણી તમામ સંસ્થાઓમાં ઘૂસી ગયેલા લોકો કદી આપણો પક્ષ લેશે એવી અપેક્ષા રાખવી એ તો ઝેરને અમૃત માનીને તેની સામે મોં વકાસીને બેસી રહેવા જેવી વાત છે.

⚠️ દુર્યોધન કદી સુધરવાનો હોત તો સુદર્શનધારી શ્રીકૃષ્ણ કદી મહાભારત થવા જ ન દેત❗️ આટલી સરળ વાત સમજીને કમ-સે-કમ સંગઠન બતાવવા માટે રસ્તા ઉપર નહીં ઉતરો ત્યાં સુધી કપાતા રહેશો, ઘટતા રહેશો અને નષ્ટ થઈ જશો. કોઈ નહીં બચાવી શકે.
#इतिहास #અલકેશપટેલ

Sunday, July 9, 2023

ટ્રાફિક પોલીસ ખરેખર ટ્રાફિક સંચાલન કરે છે ખરી?

 


 એ સાચું કે કાયદાનો ભંગ કરનાર અપ્રામાણિક નાગરિકો પોતાને સ્માર્ટ અને હિંમતવાન ગણે છે, પરંતુ પ્રશ્ન એ છે કે આવા નાગરિકોને સીધા કરવાનું પોલીસ માટે શું અશક્ય છે?

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

થોડા દિવસ પહેલાં કર્ણાવતીમાં પંચવટી પાંચ રસ્તા પાસે એક દૃશ્ય જોયું. એક કારને અટકાવીને તેની ફરતે ઓછામાં ઓછા પાંચ ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને જવાનોએ ઘેરી લીધી હતી. મને ખબર નથી કે એ કારવાળાનો શું વાંક હશે અને એ પાંચ-છ પોલીસકર્મીઓ છેવટે શું નિવેડો લાવ્યા હશે, પરંતુ મને એટલી ખબર છે કે એને કારણે પાછળ પાંચ રસ્તા ઉપર ટ્રાફિકની અંધાધૂંધી થઈ ગઈ હતી.

બીજો કિસ્સો વડોદરાનો છે. બગીખાના પાસે એક એક્ટિવા ઉપરથી પાણીના ત્રણથી ચાર જગ એકાએક રસ્તા પર પટકાયા. બરાબર વળાંક ઉપર આ બનાવ બન્યો હતો અને મારી નજર એ એક્ટિવાળા ઉપર પડી ત્યારે હું રીતસર ફફડી ગયો, કેમ કે એ એક્ટિવા ચલાવનાર યુવક એક હાથે દિવ્યાંગ હતો. તેનો ડાબો હાથ કોણીએથી હતો જ નહીં અને છતાં એ એક્ટિવા ચલાવતો હતો એટલું જ નહીં પરંતુ પાંચ-સાત પાણીના કેરબા લઈને જતો હતો જેમાંથી ત્રણ નીચે પડ્યા. એ દિવ્યાંગ યુવક રાજમહેલ રોડ તરફથી જ આવ્યો હશે જ્યાં ટ્રાફિક પોલીસ જમાદારો કાયમ હાજર હોય છે, છતાં એમાંથી કોઈનું ધ્યાન નહીં પડ્યું હોય અને કોઇએ રોક્યો નહીં? એક હાથ ધરાવતો એ દિવ્યાંગ યુવક એક્ટિવા ચલાવતો હતો અને એ દરમિયાન પાણીના જે કેરબા રસ્તા ઉપર પડ્યા તેને કારણે બીજા કોઇનો જીવ ગયો હોત તો?

વાત માત્ર એક-બે શહેરની નથી પણ ગુજરાતના લગભગ તમામ શહેરમાં રોજેરોજ, કાયમ જોવા મળે છે કે, જ્યાં સિગ્નલ દ્વારા ટ્રાફિકનું સુપેરે સંચાલન થતું હોય ત્યાં બે-પાંચ-સાત ટ્રાફિક પોલિસ જોવા મળે અને જ્યાં સિગ્નલ ન હોય અને અંધાધૂંધી હોય ત્યાં કોઈ જમાદાર જોવા જ ન મળે! અથવા ત્યાં ડ્યૂટી હોય તો પણ એ જમાદારભાઈ કોઈ ખૂણામાં ચાની કિટલી પર કે ગલ્લા પર કે પછી ટ્રાફિકને નડતરરૂપ ઊભેલી રિક્ષામાં બેઠા હોય. અને આવું કશું ન હોય તો પોતપોતાના સ્માર્ટફોનમાં માથું નાખીને ઊભા હોય.

મને આજ સુધી એ વાત સમજાતી નથી કે, ટ્રાફિક પોલીસતંત્રમાં કોઈ આગોતરી વિચારણા થતી હશે કે કેમ! તહેવારો સમયે તો વિચારણા થાય છે અને એ દિવસ પૂરતું ટ્રાફિક પોલીસતંત્ર કામ કરતું દેખાય છે, પરંતુ રોજેરોજનું શું? શા માટે સંચાલન માટે આગોતરું આયોજન નથી થતું? કર્ણાવતી શહેરમાં અનેક ચાર રસ્તે સિગ્નલની ડિજિટલ ઘડિયાળ કોઈ થાંભલા પાછળ અથવા કોઈ જાહેરાતના પાટિયા પાછળ દબાઈ ગઈ હોય છે. આ વિશે મેં પોતે અનેક વખત ફોટા સાથે (ખાસ કરીને લાલબંગલા ચાર રસ્તે) ટ્વિટર દ્વારા જાણ કરી હોવા છતાં કોઈ ફેર પડતો નથી. પરિણામે એવું લાગે છે કે ટ્રાફિક પોલીસના તેમજ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના સોશિયલ મીડિયા એકાઉન્ટ માત્ર પોતપોતાની વાહવાહી કરતી પોસ્ટ મૂકવા માટે જ છે, ફરિયાદ કે સૂચનો તરફ ધ્યાન આપવાની કોઇને પડી નથી. સરેરાશ પ્રત્યેક દસ ડિજિટલ ક્લોકમાંથી પાંચ-છ તો ચાલુ હોતી જ નથી. એટલું જ નહીં પરંતુ એકપણ ડિજિટલ ક્લોક દૂરથી દેખાય એવી જગ્યાએ રાખવામાં આવી નથી. આ બધું ટ્રાફિક પોલીસતંત્રને કેમ નહીં સમજાતું હોય?

સાચી વાત તો એ છે કે, મારા સહિત કોઇએ પણ ફરિયાદ કે સૂચન કરવાં જ ન પડે... જો ટ્રાફિક પોલીસતંત્ર જાતે આ બધું વિચારીને એ દિશામાં પગલાં લે. પોલીસતંત્ર પાસે જ આંતરિક રીતે એવી વ્યવસ્થા હોવી જોઇએ કે આવી બધી બાબતો અંગે આગતરું નિરીક્ષણ કરે, આગોતરી વિચારણા કરે અને એ પ્રમાણે આયોજન કરે. ક્યારેક તો ચિંતા થાય છે કે શું ટ્રાફિક પોલીસતંત્રમાં નિરીક્ષણ, વિચારણા અને આયોજન કરી શકે એવા અધિકારીઓ જ નહીં હોય?

શું ટ્રાફિક પોલીસ એમ માને છે કે બધા સીસીટીવી કૅમેરા ગોઠવી દેવાથી અને તેના આધારે ટ્રાફિક ચલણ જારી કરી દેવાથી બધું આપોઆપ સુધરી જશે? શું ટ્રાફિક પોલીસતંત્રને એ વાતનો જરાય અંદાજ નથી કે, આપણા મોટાભાગના વાહનચાલકો કાંતો અભણ અથવા ઓછું ભણેલા અને તુમાખીવાળા હોય છે? શું ટ્રાફિક પોલીસ આવા લોકોને કદી કાબુમાં લેવા માગતી જ નથી? અગણિત લોકો રોજેરોજ, ખાસ કરીને સ્કૂલો છૂટે ત્યારે વાલીઓ તેમનાં બાળકોને ટુ-વ્હીલર ઉપર બેસાડી રોંગસાઇડમાં જ નીકળે છે. આ સ્થિતિ પોલીસની નબળાઈનું પરિણામ છે. રોંગસાઇડ વાહન ચલાવનારા બદમાશ નાગરિકોને રોકી ન જ શકાય એવું નથી. બસ જરૂર છે ટ્રાફિક પોલીસે તેનું કામ નિષ્ઠાપૂર્વક કરવાની.

સરકારે પણ નેતાઓના બંદોબસ્ત માટે બેફામપણે ટ્રાફિક પોલીસનો ઉપયોગ કરવાને બદલે એમને એમનું ટ્રાફિક સંચાલનનું મૂળ કામ કરવા દેવા, તેમને ટ્રાફિક સંચાલનમાં ઈનોવેશન લાવવા, નવું વિચારવા, નવાં પગલાં લેવા પ્રોત્સાહિત કરવા પડશે. સરકાર અને ટ્રાફિક પોલીસે ટ્રાફિકની સમસ્યા પેદા થાય ત્યારે તેનો ઉકેલ લાવવા માટે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી પ્રવૃત્તિ કરવાને બદલે સમસ્યા ન થાય, અથવા ઓછામાં ઓછી સમસ્યા થાય એ માટે આગોતરી વિચારણા અને ઈનોવેશન કરવાં પડશે. વિચારો...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, July 2, 2023

કોંગ્રેસના હૈયે દેશનું હિત વસેલું છે...એ એક ભ્રમણા છે

 


દેશના દરેક નાગરિકને સમાન અધિકાર મળવા જોઇએ, અને એ જ રીતે દરેક નાગરિકની ફરજો પણ સમાન હોવી જોઇએ. લોકશાહીનું આ હાર્દ છે. પરંતુ શાસક કોંગ્રેસ અને વિપક્ષ કોંગ્રેસનું વલણ આ હાર્દથી બહુ દૂર છે

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

દેશમાં હાલ સમાન નાગરિક કાયદો (UCC) મુદ્દે વાતાવરણ ગરમ છે. દેશનો ઘણો મોટો વર્ગ સ-ના-કા ની તરફેણમાં છે. તો સામે દેશની પ્રગતિ માટેના દરેક પગલાંનો હંમેશાં વિરોધ કરતા રહેલા મુસ્લિમો સનાકાનો પણ વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે તરફેણ અને વિરોધ બંને છે. હોય, સ્વાભાવિક છે. લોકશાહીમાં તરફેણ અને વિરોધ સ્વીકાર્ય છે. પરંતુ, દરેકે દરેક સુધારા પ્રક્રિયાનો વિરોધ થાય એ સ્વીકાર્ય નથી. સ્વીકાર્ય ન જ હોવું જોઇએ.

વાત મુસ્લિમોની છે. વાત કોંગ્રેસની છે. વાત ડાબેરીઓની છે અને વાત અન્ય છૂટપુટ પ્રાદેશિક પક્ષોની છે જેમનું રાજકારણ કૂવાના દેડકાની જેમ એક મુદ્દાથી આગળ વધતું નથી. મુસ્લિમો માત્ર ભારતમાં જ નહીં આખી દુનિયામાં, અર્થાત જ્યાં ઇસ્લામિક શાસન નથી ત્યાં દરેક જગ્યાએ સુધારા પ્રક્રિયાનો હંમેશાં વિરોધ જ કરતા હોય છે. એમને દરેક જગ્યાએ માત્ર ઇસ્લામિક શાસન સ્થાપવું હોય છે. આજ સુધી એકપણ એવું ઉદાહરણ જોવા મળતું નથી જ્યાં મુસ્લિમોએ કોઈ સુધારા પ્રક્રિયાને ઉમળકાથી વધાવી હોય! અને આ બાબતે મુસ્લિમોએ વિચારવું જોઇએ...એવું કહેવાનો તો કોઈ અર્થ જ નથી કેમ કે એ કદી વિચારવાના નથી.

પરંતુ રાજકીય પક્ષોએ વિચારવું જોઇએ. કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોએ કૂવામાંથી બહાર આવવું જોઇએ. કોંગ્રેસ દરેક બાબતને ઇસ્લામના ત્રાજવાથી જ તોલવાની વૃત્તિ રાખશે તો સમાજ ક્યાં પહોંચશે?

કોંગ્રેસની સ્થાપનાથી લઇને આજ સુધી અર્થાત 2023ના જૂન મહિનાના અંત સુધી તેની નીતિ, તેની વિચારધારા, તેનાં પગલાં- કશામાં દેશના સનાતની હિન્દુને એવું લાગ્યું જ નથી કે આ પક્ષ દેશના દરેક નાગરિકને સમાન ગણતો હોય. કલમ 370, લઘુમતી કાયદો, લઘુમતી મંત્રાલય, મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ, ધાર્મિક સ્થળો અંગેનો કાયદો, વકફ કાયદો, 1954 (સુધારા કાયદો 1995). આ બધું શું હતું? કોંગ્રેસના આવાં અનેક કૂકર્મ દેશને 75-75 વર્ષથી નડી રહ્યાં છે. હાલ કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે, અને ત્યાં રહીને પણ એનાં કૃત્યો તો એક તરફી જ છે.

રાજકીય ગણતરી અને રાજકીય વિરોધ હોવો સ્વાભાવિક છે, પરંતુ દેશહિતની બાબતોમાં પણ કોંગ્રેસનો વિરોધ તેના ઇરાદા વિશે શંકા જન્માવ્યા વિના રહેતો નથી. દેશના દરેક નાગરિકના અધિકાર અને ફરજો એક સમાન હોવા જોઇએ – એવી વાતનો વિરોધ કરનારા રાજકીય પક્ષો અને સમુદાયોની માનસિકતા સભ્ય સમાજને સુસંગત નથી.

સાચી વાત તો એ છે કે, આ સૂચિત કાયદાનો આખો મુસદ્દો હજુ જાહેર થયો નથી. તેમાં કઈ જોગવાઈ કરવાની અને કઈકઈ બાબતોને બાકાત રાખવાની દરખાસ્ત હશે એ વિશે પૂરેપૂરી જાણકારી કોઇની પાસે નથી, કેમ કે હજુ તો ખરડો તૈયાર થઈ રહ્યો છે. હાલ માત્ર લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક લેવાના કાયદા તથા વાલીપણાને લગતા કાયદામાં સમાનતા આવશે એટલી જ જાણકારી છે. તેને આધારે કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો મુસ્લિમોના ત્રાજવાં લઇને કાયદાને તોળી રહ્યા છે. મુસ્લિમો માટે તો અગાઉ કહ્યું તેમ- રાષ્ટ્ર, સમાનતા, નાગરિકત્વ, અન્ય સમુદાયો અને ધર્મો પ્રત્યે સહિષ્ણુતા એવી કશી બાબતોનું મહત્ત્વ હોતું જ નથી. તેમનું એકમાત્ર લક્ષ્યાંક ઇસ્લામિક સ્ટેટનું હોય છે. પણ આ વાત કોંગ્રેસ અને તેનાં કૂળના પ્રાદેશિક પક્ષો શા માટે સમજતા નથી અને શા માટે સનાતની હિન્દુ સમાજને નષ્ટ કરી દેવા માગે છે એ સમજવાનું જરાય મુશ્કેલ નથી.

ભારતની પ્રગતિ માટે, ભારતને વિકસિત દેશોની હરોળમાં પહોંચવા માટે સનાકા અર્થાત યુસીસીની તો જરૂર છે જ, સાથેસાથે વસ્તી નિયંત્રણ ઉપરાંત ધર્માંતર વિરોધી કાયદાની પણ એટલી જ જરૂર છે. પ્રશ્ન એ છે કે લોકશાહીના નામે આ દેશના મુસ્લિમ અને ખ્રિસ્તી જેવા સમુદાયો સમાનતાનો વિરોધ કરીને પોતાના પક્ષે કાયદા બનાવડાવી લેવામાં સફળ થાય છે અને તેમાં દરેક વખતે સનાતની હિન્દુ સમાજ છેતરાતો રહે છે. માત્ર છેતરાતો જ નહીં, છોલાતો પણ રહે છે અર્થાત ઘસાતો રહે છે, ક્ષીણ થતો જાય છે. ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટી દરેક રીતે કાયદાના ગેરલાભ ઉઠાવે છે. તેનાં પરિણામ એ આવે છે કે સરેરાશ ગરીબ સનાતની હિન્દુઓ અમુક પ્રકારના આભાસી લાભની લાલચમાં ધર્માંતર કરવા તૈયાર થઈ જતા હોય છે.

અને તેથી જ નાગરિકો વચ્ચે કાયદાકીય સમાનતા હોય એ માત્ર જરૂરી નહીં – અનિવાર્ય છે. એ પ્રક્રિયામાં શક્ય છે કે સનાતની હિન્દુઓએ પણ અમુક અંશે કશુંક ગુમાવવું પડશે, પણ એ અલ્પ નુકસાનની સામે ઘણો મોટો લાભ છે એ ધ્યાનમાં રાખીને કોંગ્રેસી અપપ્રચારમાં ફસાશો નહીં. કોંગ્રેસ અને કોંગ્રેસી કૂળના રાજકીય પક્ષો માત્ર મુસ્લિમોના નામે નહીં પરંતુ આદિવાસીઓના નામે પણ સનાકા-યુસીસીનો વિરોધ કરી રહ્યા છે. યાદ રહે કોંગ્રેસને જોડવામાં નહીં પરંતુ બધા અલગ અલગ રહે એમાં જ રસ છે. અને એટલે જ શરૂઆતમાં કહ્યું તેમ, કોંગ્રેસના હૈયે દેશનું હિત વસેલું છે...એ એક ભ્રમણા છે. વિચારો...મિલતે હૈ બ્રેક કે બાદ!