Sunday, July 2, 2023

કોંગ્રેસના હૈયે દેશનું હિત વસેલું છે...એ એક ભ્રમણા છે

 


દેશના દરેક નાગરિકને સમાન અધિકાર મળવા જોઇએ, અને એ જ રીતે દરેક નાગરિકની ફરજો પણ સમાન હોવી જોઇએ. લોકશાહીનું આ હાર્દ છે. પરંતુ શાસક કોંગ્રેસ અને વિપક્ષ કોંગ્રેસનું વલણ આ હાર્દથી બહુ દૂર છે

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

દેશમાં હાલ સમાન નાગરિક કાયદો (UCC) મુદ્દે વાતાવરણ ગરમ છે. દેશનો ઘણો મોટો વર્ગ સ-ના-કા ની તરફેણમાં છે. તો સામે દેશની પ્રગતિ માટેના દરેક પગલાંનો હંમેશાં વિરોધ કરતા રહેલા મુસ્લિમો સનાકાનો પણ વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે તરફેણ અને વિરોધ બંને છે. હોય, સ્વાભાવિક છે. લોકશાહીમાં તરફેણ અને વિરોધ સ્વીકાર્ય છે. પરંતુ, દરેકે દરેક સુધારા પ્રક્રિયાનો વિરોધ થાય એ સ્વીકાર્ય નથી. સ્વીકાર્ય ન જ હોવું જોઇએ.

વાત મુસ્લિમોની છે. વાત કોંગ્રેસની છે. વાત ડાબેરીઓની છે અને વાત અન્ય છૂટપુટ પ્રાદેશિક પક્ષોની છે જેમનું રાજકારણ કૂવાના દેડકાની જેમ એક મુદ્દાથી આગળ વધતું નથી. મુસ્લિમો માત્ર ભારતમાં જ નહીં આખી દુનિયામાં, અર્થાત જ્યાં ઇસ્લામિક શાસન નથી ત્યાં દરેક જગ્યાએ સુધારા પ્રક્રિયાનો હંમેશાં વિરોધ જ કરતા હોય છે. એમને દરેક જગ્યાએ માત્ર ઇસ્લામિક શાસન સ્થાપવું હોય છે. આજ સુધી એકપણ એવું ઉદાહરણ જોવા મળતું નથી જ્યાં મુસ્લિમોએ કોઈ સુધારા પ્રક્રિયાને ઉમળકાથી વધાવી હોય! અને આ બાબતે મુસ્લિમોએ વિચારવું જોઇએ...એવું કહેવાનો તો કોઈ અર્થ જ નથી કેમ કે એ કદી વિચારવાના નથી.

પરંતુ રાજકીય પક્ષોએ વિચારવું જોઇએ. કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોએ કૂવામાંથી બહાર આવવું જોઇએ. કોંગ્રેસ દરેક બાબતને ઇસ્લામના ત્રાજવાથી જ તોલવાની વૃત્તિ રાખશે તો સમાજ ક્યાં પહોંચશે?

કોંગ્રેસની સ્થાપનાથી લઇને આજ સુધી અર્થાત 2023ના જૂન મહિનાના અંત સુધી તેની નીતિ, તેની વિચારધારા, તેનાં પગલાં- કશામાં દેશના સનાતની હિન્દુને એવું લાગ્યું જ નથી કે આ પક્ષ દેશના દરેક નાગરિકને સમાન ગણતો હોય. કલમ 370, લઘુમતી કાયદો, લઘુમતી મંત્રાલય, મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ, ધાર્મિક સ્થળો અંગેનો કાયદો, વકફ કાયદો, 1954 (સુધારા કાયદો 1995). આ બધું શું હતું? કોંગ્રેસના આવાં અનેક કૂકર્મ દેશને 75-75 વર્ષથી નડી રહ્યાં છે. હાલ કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે, અને ત્યાં રહીને પણ એનાં કૃત્યો તો એક તરફી જ છે.

રાજકીય ગણતરી અને રાજકીય વિરોધ હોવો સ્વાભાવિક છે, પરંતુ દેશહિતની બાબતોમાં પણ કોંગ્રેસનો વિરોધ તેના ઇરાદા વિશે શંકા જન્માવ્યા વિના રહેતો નથી. દેશના દરેક નાગરિકના અધિકાર અને ફરજો એક સમાન હોવા જોઇએ – એવી વાતનો વિરોધ કરનારા રાજકીય પક્ષો અને સમુદાયોની માનસિકતા સભ્ય સમાજને સુસંગત નથી.

સાચી વાત તો એ છે કે, આ સૂચિત કાયદાનો આખો મુસદ્દો હજુ જાહેર થયો નથી. તેમાં કઈ જોગવાઈ કરવાની અને કઈકઈ બાબતોને બાકાત રાખવાની દરખાસ્ત હશે એ વિશે પૂરેપૂરી જાણકારી કોઇની પાસે નથી, કેમ કે હજુ તો ખરડો તૈયાર થઈ રહ્યો છે. હાલ માત્ર લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક લેવાના કાયદા તથા વાલીપણાને લગતા કાયદામાં સમાનતા આવશે એટલી જ જાણકારી છે. તેને આધારે કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો મુસ્લિમોના ત્રાજવાં લઇને કાયદાને તોળી રહ્યા છે. મુસ્લિમો માટે તો અગાઉ કહ્યું તેમ- રાષ્ટ્ર, સમાનતા, નાગરિકત્વ, અન્ય સમુદાયો અને ધર્મો પ્રત્યે સહિષ્ણુતા એવી કશી બાબતોનું મહત્ત્વ હોતું જ નથી. તેમનું એકમાત્ર લક્ષ્યાંક ઇસ્લામિક સ્ટેટનું હોય છે. પણ આ વાત કોંગ્રેસ અને તેનાં કૂળના પ્રાદેશિક પક્ષો શા માટે સમજતા નથી અને શા માટે સનાતની હિન્દુ સમાજને નષ્ટ કરી દેવા માગે છે એ સમજવાનું જરાય મુશ્કેલ નથી.

ભારતની પ્રગતિ માટે, ભારતને વિકસિત દેશોની હરોળમાં પહોંચવા માટે સનાકા અર્થાત યુસીસીની તો જરૂર છે જ, સાથેસાથે વસ્તી નિયંત્રણ ઉપરાંત ધર્માંતર વિરોધી કાયદાની પણ એટલી જ જરૂર છે. પ્રશ્ન એ છે કે લોકશાહીના નામે આ દેશના મુસ્લિમ અને ખ્રિસ્તી જેવા સમુદાયો સમાનતાનો વિરોધ કરીને પોતાના પક્ષે કાયદા બનાવડાવી લેવામાં સફળ થાય છે અને તેમાં દરેક વખતે સનાતની હિન્દુ સમાજ છેતરાતો રહે છે. માત્ર છેતરાતો જ નહીં, છોલાતો પણ રહે છે અર્થાત ઘસાતો રહે છે, ક્ષીણ થતો જાય છે. ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટી દરેક રીતે કાયદાના ગેરલાભ ઉઠાવે છે. તેનાં પરિણામ એ આવે છે કે સરેરાશ ગરીબ સનાતની હિન્દુઓ અમુક પ્રકારના આભાસી લાભની લાલચમાં ધર્માંતર કરવા તૈયાર થઈ જતા હોય છે.

અને તેથી જ નાગરિકો વચ્ચે કાયદાકીય સમાનતા હોય એ માત્ર જરૂરી નહીં – અનિવાર્ય છે. એ પ્રક્રિયામાં શક્ય છે કે સનાતની હિન્દુઓએ પણ અમુક અંશે કશુંક ગુમાવવું પડશે, પણ એ અલ્પ નુકસાનની સામે ઘણો મોટો લાભ છે એ ધ્યાનમાં રાખીને કોંગ્રેસી અપપ્રચારમાં ફસાશો નહીં. કોંગ્રેસ અને કોંગ્રેસી કૂળના રાજકીય પક્ષો માત્ર મુસ્લિમોના નામે નહીં પરંતુ આદિવાસીઓના નામે પણ સનાકા-યુસીસીનો વિરોધ કરી રહ્યા છે. યાદ રહે કોંગ્રેસને જોડવામાં નહીં પરંતુ બધા અલગ અલગ રહે એમાં જ રસ છે. અને એટલે જ શરૂઆતમાં કહ્યું તેમ, કોંગ્રેસના હૈયે દેશનું હિત વસેલું છે...એ એક ભ્રમણા છે. વિચારો...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment