Sunday, February 24, 2019

આતંકિસ્તાન વિરુદ્ધ દેશહિતઃ તમે ક્યાં ઊભા છો?


આતંકિસ્તાન વિરુદ્ધ દેશહિતઃ તમે ક્યાં ઊભા છો?


--- 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPF ઉપર આતંકી હુમલા પછી ભારત સરકાર એક પછી એક જે પગલાં લઈ રહી છે તેના પરથી નિશ્ચિત છે કે પાકિસ્તાન માટે આગામી સમય ઘણો કપરો હશે, પણ દેશ માટે તમે શું કર્યું..?

-- અલકેશ પટેલ

ભારતને નફરત કરતા પાકિસ્તાન તેમજ પાકિસ્તાન-વાદીઓએ આ વખતે ભારે કિમત ચૂકવવી પડશે એ નિશ્ચિત છે. પાકિસ્તાનીઓ તેમજ ભારતમાં આપણી આસપાસ રહેતા પાકિસ્તાન-વાદીઓ કદાચ એ વાત ભૂલી ગયા હતા કે ભારતમાં હાલ ટુકડે ગેંગનો બચાવ કરનારી નહીં પરંતુ ટુકડે ગેંગ ઉપર પ્રહાર કરનારી સરકાર છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનોની વીરગતિને 10 દિવસ થયા છે અને આટલા સમયમાં પાંચ એવા મક્કમ પગલાં લેવામાં આવ્યા છે જેને કારણે પાકિસ્તાનની અંદર રીતસર ફફડાટ ફેલાઈ ગયો છે. એક તરફ પાકિસ્તાની લશ્કરની કાખઘોડી અને બીજી તરફ આતંકવાદીઓની કાખઘોડીના સહારે સત્તાસ્થાને બેઠેલા ઇમરાન ખાને 14 ફેબ્રુઆરીની આતંકી ઘટનાના પાંચ દિવસ પછી વીડિયો જાહેર કરીને ગોળ-ગોળ વાતો કરવી પડી એ જ બતાવે છે કે આ વખતે તો...

ખેર, આ બધાની વચ્ચે આજે અહીં એક અત્યંત અગત્યના મુદ્દે વાત કરવી છે. દેશ સાત દાયકા કરતાં વધારે સમયથી પાકિસ્તાનના આતંકથી પીડાઈ રહ્યો છે. આટલાં વર્ષોમાં પાકિસ્તાનીઓ ઓછામાં ઓછી ચાર વખત યુદ્ધના પ્રયાસ કરી ચૂક્યા છે. એક અઠવાડિયું એવું નથી જતું જ્યારે ના-પાક આતંકી હુમલાને કારણે આપણાં સશસ્ત્ર દળો કાંતો ઇજાગ્રસ્ત ન થાય અથવા વીરગતિ ન પામે. 2014 પહેલાં તો સ્થિતિ એ હતી કે આખા દેશમાં રોજેરોજ ડર અને ભયનો માહોલ રહેતો. આ ના-પાકીઓ ગમેત્યારે, ગમેત્યાં હુમલા કરતા અને સશસ્ત્ર દળોની સાથે સામાન્ય નાગરિકો પણ હણાતા હતા. છેલ્લા પાંચ વર્ષથી સામાન્ય નાગરિકો મહદઅંશે સલામત છે, પરંતુ આપણાં સશસ્ત્ર દળો હજુ સંપૂર્ણ સલામત નથી.

તો મુદ્દો એ છે કે, આ પાકિસ્તાનીઓ તેમજ ભારતમાં બેઠેલા પાકિસ્તાન-વાદીઓ સામે સશસ્ત્ર દળો તો લડવાના જ છે, પરંતુ નાગરિકો તરીકે આપણે શું કરી શકીએ - એ વિશે કદી વિચાર્યું છે ખરું? આપણે બધા સરહદ ઉપર લડવા ન જઈ શકીએ. આપણે આપણી આસપાસ વસતા ત્રાસવાદીઓને ઓળખી ન શકીએ. પરંતુ શું આપણે આર્થિક રીતે, સામાજિક રીતે પાકિસ્તાનીઓને એકલા પાડી દઈને તેમને તેમની અસલિયતનું ભાન ન કરાવી શકીએ?!!

મને લાગે છે કે આવું થઈ શકે અને હકીકતે ધાર્યા કરતાં આ રીતે પાકિસ્તાનીઓ તેમજ તેમના ભારતમાં વસતા એજન્ટો સામે બદલો લેવાનું ઘણું સહેલું પણ છે. જે રીતે ગયા અઠવાડિયે ત્રણ રાષ્ટ્રવાદી ટીવી સમાચાર ચૅનલોએ આગામી ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમનો બહિષ્કાર કરવાની હાકલ કરી એ સંપૂર્ણ યોગ્ય અને અસરકારક પગલું છે. વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમનો બહિષ્કાર થવાથી પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ કંગાળ થઈ જશે અને એ લોકોએ સાચા અર્થમાં સજ્જન બનવું પડશે.

ક્રિકેટ ઉપરાંત ભારતીય નાગરિકોમાં જો ખરેખર દેશપ્રેમ હોય તો એવી તમામ હિન્દી ફિલ્મોનો બહિષ્કાર કરવો જોઇએ જેમાં આતંકિસ્તાની કલાકારોએ એક્ટિંગ કરી હોય અથવા ગીત ગાયાં હોય. ખૂબ મોટી સંખ્યામાં ભોળા ભારતીય નાગરિકોને ખબર જ નથી કે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવા આવતા અને અહીંથી લાખો-કરોડો રૂપિયા કમાતા આ આતંકિસ્તાની કલાકારો તેમના દેશ પાકિસ્તાનમાં જઇને ભારતની વિરુદ્ધમાં જ કામગીરી કરે છે. ખૂબ મોટી સંખ્યામાં ભોળા ભારતીય નાગરિકોને ખબર જ નથી કે, આ આતંકિસ્તાની કલાકારોને કારણે સોનુ નિગમ, અભિજિત મજુમદાર, કંગના રાણાવત, અક્ષય કુમાર, વિવેક ઓબેરોય જેવા રાષ્ટ્રવાદી કલાકારોને કામ મળતું નથી. આ રાષ્ટ્રવાદી કલાકારોને કામ નહીં મળવાનું કારણ એ છે કે આપણા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં વર્ણસંકર જાતિના લોકોનું પ્રભુત્વ છે જેઓ પોતાની જાતને સેક્યુલર ગણાવે છે. આ સેક્યુલર-પ્રજાતિનું મુખ્ય કામ મુસ્લિમોની ખુશામત કરવાનું જ હોય છે. હવે જો દેશના સાચા રાષ્ટ્રવાદી નાગરિકોને આ વિષચક્ર સમજાય તો ખબર પડશે કે, આતંકિસ્તાની કલાકારો મુસ્લિમ છે. તેમના દબાણમાં આવી જતા ભારતના સેક્યુલર-પ્રજાતિના ડિરેક્ટર, નિર્માતા, સંગીતકારો, ફાઇનાન્સરો – એ બધા રાષ્ટ્રવાદી કલાકારોને કામ આપતા નથી. બીજી તરફ પાકિસ્તાની કલાકારોની હાજરી વાળી ફિલ્મોમાં ભારત, ભારતીય સંસ્કૃતિ, ભારતીય ધર્મ અને ભારતીય સમાજની મજાક ઉડાડવામાં આવે છે.

સાચા નાગરિકો આવી ફિલ્મોનો પણ બહિષ્કાર કરીને દેશ-સેવા કરી જ શકે છે. સરકાર પોતાની રીતે આતંકિસ્તાનને કાબુમાં લેવા મથે છે. ભારતીય લશ્કર, સીઆરપીએ, બીએસએફ સહિત સલામતી દળો પોતાની રીતે આતંકીઓનો ખાત્મો બોલાવે છે. તો હવે રહ્યા આપણે સૌ... આપણે ક્રિકેટ અને હિન્દી ફિલ્મ જ્યાં જ્યાં પાકિસ્તાનીઓનો અપવિત્ર પડછાયો હોય તેનો બહિષ્કાર કરીને તેમને તેમનું સ્થાન બતાવીને દેશ-સેવાના યજ્ઞમાં થોડી આહુતી આપી શકીએ. વિચારજો.

Sunday, February 17, 2019

ના-પાક પત્રકારત્વ વિરુદ્ધ જે જુવાળ ઊભો થયો છે તેને ઠંડો પડવા ન દેશો

ના-પાક પત્રકારત્વ વિરુદ્ધ જે જુવાળ ઊભો થયો છે 
તેને ઠંડો પડવા ન દેશો
--- અલકેશ પટેલ


-- એટલું યાદ રાખજો કે, આજે જો આ જુવાળ ઠંડો પાડી દેશો અને હિત ધરાવતાં તત્વોની વાહિયાત દલીલોમાં સપડાઈ જશો તો બીજાને પણ આગળ જતાં ના-પાક હરકતો કરવાનું પ્રોત્સાહન મળશે... (જમ ઘર ભાળી જશે..!)
 
-- એટલું યાદ રાખજો કે રાવણ, કંસ અને દુર્યોધનની ખોટી નીતિઓને પણ સાથ આપનારા લોકો હતો.

-- એટલું યાદ રાખજો કે આજની તારીખે પણ પાકિસ્તાનને સાથ આપનારા લોકો છે. આજની તારીખે પણ દાઉદનો ધંધો ચાલે છે.. કેમ કે તેની આસપાસ જીહજુરિયા ગુલામો છે. તેની હા-માં હા કરનારા લોકો છે. શું એનો અર્થ કે પાકિસ્તાન અથવા દાઉદ સાચા છે?

-- એટલું યાદ રાખજો કે જો શુદ્ધ પત્રકારત્વ હોત તો હંમેશાં દરેક બાબતમાં સંતુલન રહ્યું હોત.

-- એટલું યાદ રાખજો કે, શુદ્ધ પત્રકારત્વ હોત તો બ્લેકમેલિંગ થતું ન હોત અને 2002 પહેલાં પત્રકારોએ પત્રકારત્વ છોડીને વિધાનસભાની પરસાળમાં સોદાબાજીની ફાઈલો લઈને ફરવું ન પડત.

-- એટલું યાદ રાખજો કે, શુદ્ધ પત્રકારત્વ હોત તો દિવાળી અને ઈદ ઉપર ચોક્કસ જગ્યાએથી આવતા નાણાંના કવરો પાછા મોકલાવી દીધા હોત.


-- રાષ્ટ્રપ્રેમ અને ધર્મનું રક્ષણ થાય એ માટે સતત લડાઈ ચાલતી રહે છે, એ માટેનો સંઘર્ષ સતત ચાલતો હોય છે. અને એટલે જ...
રાષ્ટ્રપ્રેમ અને ધર્મ માટે બોલનારા લોકોને "ભક્ત" કહીને ઉતારી પાડતા લોકોને તેમનું સ્થાન આજે નહીં બતાવીએ તો કાલે ઘણું મોડું થઈ જશે.

-- શુદ્ધ પત્રકારત્વ કરવાને બદલે કોઈ એક રાષ્ટ્રવાદી વ્યક્તિ અને તેના સમર્થકોને સતત અપમાનિત કરવા -એ માફ ન કરી શકાય...
            ... કેમ કે ધર્મ અને રાષ્ટ્રનું રક્ષણ કરવા માટે કોઈ એક વ્યક્તિ નેતૃત્વ લેતો હોય છે. ભાગલાવાદી તત્વો ના-પાક પત્રકારત્વના ખભા ઉપર બેસીને એવા નેતૃત્વને ખતમ કરવા પ્રયત્નશીલ બને છે.

-- હા, ક્યારેક એવું બનતું હોય છે કે ના-પાક પત્રકારત્વના આ ઝંડાધારીઓ પોતે અધર્મીઓના હાથા બની ગયા છે એવો પણ તેમને ખ્યાલ નથી રહેતો.. અને એટલે જ રાષ્ટ્ર તથા ધર્મ માટે લડતા નેતૃત્વને અપમાનિત કરતા હોય છે અને તેના સમર્થકોને ભક્તો કહીને ઉતારી પાડતા હોય છે. આ ના-પાકી નાદાની છે, પણ તેમ છતાં તેને માફ ન કરી શકાય.. કેમ કે એ નાદાની આખા દેશ માટે - આખા ધર્મ માટે જોખમ ઊભું કરી શકે છે.

-- સાપનું ઝેર ઔષધ (દવા) તરીકે ઉપયોગી છે એ સાચું... પણ એ માટે આપણે સાપ પાસે ડંખ નથી મરાવતા. એ ઝેર કાઢીને તેની દવા બનાવવામાં આવે તે જ્ઞાન છે. પણ સીધેસીધા ડંખ વાગે તો ઘાતક છે - એવું કોઇને સમજાવવાની જરૂર છે ખરી?

-- આવા ના-પાક પત્રકારત્વના ઝેરી સાપોલિયાં દેશમાં ઠેર ઠેર છે...એ સાપોલિયાં સરહદ-પાર બેઠેલા તેમના મદારીઓના ઇશારે રાષ્ટ્રવાદીઓ તેમજ સનાતન ધર્મી ભક્તોને ડંખ મારવા મથી રહ્યા છે... હવે નક્કી તમારે કરવાનું છે કે ડંખ મારવા દેવો કે પછી ડંખને કચડી નાખવો..?!!!

-- કોઈ એક વ્યક્તિનો વિરોધ હોવો અને કોઈ એક રાષ્ટ્રવાદી વ્યક્તિનો વિરોધ હોવો - એ બંને વચ્ચે ઘણો મોટો તફાવત છે. રાષ્ટ્રવાદી વ્યક્તિ તેની નેતૃત્વ ક્ષમતાને આધારે લાખો-કરોડો લોકોનું જીવન સુધારવા પ્રયત્નશીલ હોય છે... પણ તેનો એ પ્રયત્ન સ્થાપિત-હિત અને એજન્ડા ધરાવતા મુઠ્ઠીભર લોકોને પસંદ નથી હોતો... એ સંઘર્ષમાં જીતી નહીં શકનારા લોકો ના-પાક શીખંડીઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રવાદી નેતૃત્વને ખતમ કરી દેવા પ્રયત્નશીલ હોય છે.

-- એટલું યાદ રાખજો, લડાઈ કે સંઘર્ષ કદી પત્રકારત્વ માટે નથી હોતા... એ માત્ર ધર્મ - સંસ્કૃતિ - રાષ્ટ્ર ને ખતમ કરવા માગતા લોકો અને તેનું રક્ષણ કરવા માગતા લોકો વચ્ચે હોય છે.

-- સ્વતંત્રતા મળી તે પહેલાંથી ના-પાક મીડિયામાં સ્થાપિત હિતોનો અડ્ડો છે. આ સ્થાપિત હિતો બોલકાં છે...આ સ્થાપિત હિતો દલાલો છે...આ સ્થાપિત હિતો ગુલામો છે અને આ સ્થાપિત હિતો શિથિલ પણ છે. - બલ્કે તદન સાચી હકીકત તો એ છે કે તેમના શિથિલપણાને કારણે જ આ બધા દલાલ અને ગુલામ બન્યા છે.

-- પત્રકારત્વના ઊંચા આદર્શોની વાતો કરતાં તત્વો 2002 પછી તળિયે બેસતા ગયા એ કારણે જ આજે આ સ્થિતિનું નિર્માણ થયું છે. આ તત્વોએ છેક 2002થી સનાતન ધર્મ અને તેના નેતૃત્વને ખતમ કરી દેવાના કારસા શરૂ કરેલા છે. હવે એ કારસાનું પાણી નાકની નજીક આવી ગયું છે. તેને અટકાવવામાં નહીં આવે તો રાષ્ટ્રવાદી નેતૃત્વને ડૂબાડી દેશે અને પછી હિન્દુ-સનાતનને બચાવવાની બીજા 1000 વર્ષ સુધી કોઈ હિંમત નહીં કરે.

-- બહારનું યુદ્ધ તો લડીશું અને જીતીશું... પણ આપણી આસપાસ બેઠેલા અને સનાતન-હિન્દુત્વનાં મૂળિયામાં ઝેર પ્રસરાવવા પ્રયાસ કરી રહેલા લોકોને ઓળખવાનો કદાચ શ્રેષ્ઠ સમય અત્યારે જ આવ્યો છે.

-- એટલું યાદ રાખજો કે સાચું પત્રકારત્વ એ છે જેનામાં આતંકનો ચોક્કસ ધર્મ-રંગ છે એ કહેવાની હિંમત હોય... બાકી બધું જે કંઈ લખાય છે અને વાયરલ કરાય છે એ એક જમાનામાં લખનઉની ગલીઓમાં થતા મુજરાથી વિશેષ કશું નથી.
 

-- સત્તા અને સ્થાન મેળવવાનો પ્રયાસ કરીને નિષ્ફળ ગયેલા લોકો ના-પાક પત્રકારત્વના ખભા ઉપર ચઢીને રાષ્ટ્રવાદીઓ સામે બંદૂક તાકે ત્યારે એ પત્રકારત્વ પણ લજવાય છે અને એ કથિત-પત્રકારો પણ શરમને પાત્ર છે.

-- વ્યક્તિગત રીતે મારા માટે આ સનાતન-હિન્દુત્વને બચાવવા માટેની લડાઈ અને સંઘર્ષ છે અને એ સંઘર્ષમાં મલેચ્છ ઇરાદાવાળા તત્વોને ઓળખીને તેમને હું ઉઘાડા નહીં પાડું અને તેમની સામે સંઘર્ષ હું નહીં કરું તો બીજું કોણ કરશે? - અલકેશ.17-02-2019-રવિવાર.

Saturday, February 16, 2019

ભારત પ્રત્યેની નફરત પર ટકે છે ના-પાક. આતંક


ભારત પ્રત્યેની નફરત પર ટકે છે ના-પાક. આતંક

--- સિકંદર પણ જે ભારતને જીતી નહોતો શક્યો ત્યાં ઇસ્લામિક આતંકવાદ ઓછામાં ઓછા 71 વર્ષથી ના-પાક પાડોશી વારંવાર સાપ-વીંછીને જેમ ઘૂસી જઈને ડંખ મારે છે. અને તેની આ પ્રવૃત્તિમાં છીંડા કરી આપનારા સ્થાનિક જેહાદીઓનો સહકાર છે. ગુરુવારે CRPF ઉપર થયેલો હુમલો તેનો સ્પષ્ટ પુરાવો છે


-- અલકેશ પટેલ

ભારત અને ભારતની સનાતન પરંપરા એ હદે મજબૂત છે કે સિકંદર જેવો આતંકી દુનિયાના બીજા દેશોમાં વિજય મેળવી શક્યો હતો, પણ ભારતમાં સફળ થયો નહોતો. ભારત અને ભારતની સનાતન પરંપરા સેંકડો વર્ષથી જેહાદી ઇસ્લામિક હુમલા સહન કરી રહી છે. આવા કેટલાક જેહાદીઓ ભારતમાં રોકાઈ ગયા અને શાસન સ્થાપ્યું. આવા જેહાદીઓની સેવામાં વાંકા વળી ગયેલા કથિત ઇતિહાસકારોએ તેમને મહાન ચીતરી દીધા અને ભારતના સમૃદ્ધ વારસાને નષ્ટ કરવાના તમામ પ્રયાસ કર્યા. એ પછી વેપારીઓના છૂપા વેશમાં ઘૂસેલા અંગ્રેજોએ ભારતને કોરી ખાવાનું શરૂ કર્યું. જોકે, મંગલ પાંડે અને રાણી લક્ષ્મીબાઈ અને સુભાષચંદ્ર બોઝ જેવા અનેક બહાદુર સેનાનીઓ ઉપરાંત ગાંધીજીની અસહકાર ચળવળ બાદ અંગ્રેજોએ પણ ઉચાળા ભરવા પડ્યા હતા.
આ તમામ ઘટનાક્રમમાં ભારતની હાલની તેમજ આગામી પેઢીએ માત્ર એટલું જ યાદ રાખવાની જરૂર છે કે જેહાદી ઇસ્લામિક માનસિકતા પોતે કદી શાંતિથી જીવશે નહીં અને બીજા કોઈને જીવવા દેશે નહીં. 1947માં દેશના ભાગલા થયા પછી થોડા જ મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરીને પાકિસ્તાને તેની યુદ્ધખોર માનસિકતા છતી કરી દીધી હતી.
અંગ્રેજી અભ્યાસ કરીને જેહાદી ઇસ્લામિક શાસકોના ગુલામ રહેલા કહેવાતા ઇતિહાસકારોએ કોંગ્રેસના કાળમાં આપણને ઘણો ખોટો ઇતિહાસ ભણાવ્યો છે. આ ગુલામ ઇતિહાસકારોએ ખીલજી અને અકબર અને શાહજહાં અને હુમાયુ અને ઔરંગઝેબ વિશે તો ભારતીયોને ગેરમાર્ગે દોર્યા જ છે, પરંતુ સ્વતંત્રતાના થોડા સમય પહેલાં પોતાના ડાયરેક્ટ એક્શન પ્લાન દ્વારા મહંમદ અલી ઝીણાએ અસંખ્ય હિન્દુઓનું લોહી વહાવ્યું હતું એ વિશે આ દેશની પેઢીઓને અંધારામાં રાખી. જે થોડું ઘણું કહ્યું તેમાં પણ એ હિંસાનું કારણ હિન્દુઓ હોય એવું ચિતરામણ કરવામાં આવ્યું.
જમ્મુ-કાશ્મીર આજે રોજેરોજ લોહીલુહાણ થાય છે એ માટે નહેરુ જવાબદાર છે એ છૂપાવવામાં આવ્યું છે એ બાબત જ કોંગ્રેસની અપરાધિક માનસિકતા છતી કરે છે. રજવાડાંના એકીકરણની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલ પાસે હોવા છતાં જમ્મુ-કાશ્મીરનો મામલો નહેરુએ શા માટે પોતાની પાસે રાખ્યો હતો તેનો જવાબ દેશની પ્રજાએ કોંગ્રેસ પાસે માગવો જોઇએ. જે દિવસે આદિવાસીઓના છૂપા વેશમાં પાકિસ્તાની લશ્કરી જવાનો જમ્મુ-કાશ્મીરીમાં ઘૂસી આવ્યા અને ભારતીય લશ્કર એ ના-પાકીઓને મારી હઠાવીને પાછા ધકેલી રહ્યા હતા ત્યારે નહેરુએ એકાએક શા માટે યુદ્ધ વિરામ જાહેર કરીને જમ્મુ-કાશ્મીરનો મામલો યુએન (સંયુક્ત રાષ્ટ્ર)માં લઈ જવાની જાહેરાત કરી હતી – તેનો જવાબ પ્રજાએ કોંગ્રેસીઓ પાસે માગવો જોઇએ.
નહેરુનું એ કૃત્ય 1990ના દાયકામાં વિકરાળ જેહાદી ઇસ્લામિક આતંક બનીને આપણી સામે આવ્યું અને લાખો કાશ્મીરી પંડિતોએ દુષ્પરિણામ ભોગવવા પડ્યાં.
ભારત સહિત દુનિયાના બીજા અનેક દેશોમાં જેહાદી ઇસ્લામિક હુમલા તો નહેરુ કે ગાંધીનો જન્મ નહોતો થયો ત્યારથી થઈ રહ્યા છે, પરંતુ આજની તારીખે પણ આપણે એ હિંસામાંથી છૂટકારો નથી મેળવી શક્યા એ માટે ગાંધી-નહેરુની નીતિ જવાબદાર છે જ છે. ગાંધીએ તુર્કીની ખિલાફત ચળવળને અહીં બેઠા ટેકો આપીને અહીંના જેહાદીઓને દૂધ પાયું હતું, તો નહેરુએ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય લશ્કરની વિજયકૂચને રાતોરાત રોકી દઈને નેતૃત્વની નબળાઈનો પરિચય આપ્યો હતો.
નહેરુથી શરૂ કરીને મનમોહનસિંહ સુધીના કોંગ્રેસી વડાપ્રધાનો જમ્મુ-કાશ્મીરની સ્થિતિ કથળાવતા રહ્યા અને કમનસીબી એ છે કે આજે બધાં તત્વો અને તેમની સાથે કથિત બુદ્ધિજીવીઓ તેમજ મીડિયામાં બેઠેલા ચોક્કસ એજન્ડા ધરાવતા પત્રકારત્વનાં લેબલ લગાવીને બેઠેલા એજન્ટો દિવસ-રાત એવો અપપ્રચાર કરવામાં વ્યસ્ત છે કે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ છેલ્લા પાંચ વર્ષમાં વધારે વણસી છે! આ તમામ અબૂધ લોકો ભારતની પ્રજાને અબૂધ માનીને એવો અપપ્રચાર કર્યા કરે છે કે જેહાદીઓ તો સારા જ છે, પણ મોદી સરકાર ખરાબ હોવાને કારણે હિંસા થાય છે!!! આ અબૂધ લોકો ભારતની પ્રજાને અબૂધ માનીને એવો અપપ્રચાર પણ કરે છે કે પાકિસ્તાન તો બીચારું છે, પરંતુ મોદી સરકારની આક્રમકતાને કારણે હિંસા થાય છે!!!
પુલવામાના આતંકવાદી હુમલાએ દેશના નાગરિકોને વધુ એક વખત દેશની અંદર બેઠેલા દુશ્મનોને, ભારતમાં જ રહેલા જયચંદો અને અમીચંદોને ઓળખી લેવાની તક આપી છે. આ દુશ્મનો આપણી આસપાસ હોઈ શકે છે. જેહાદી માનસિકતા ધરાવતા આ દુશ્મનો આપણી ઑફિસમાં હોઈ શકે છે, આપણી શિક્ષણ સંસ્થાઓમાં હોઈ શકે છે. જો એવું ન હોય તો વારંવાર આવા હિંસક હુમલા થાય જ નહીં. આતંકનો રંગ એકદમ સ્પષ્ટ છે. બસ જરૂર છે તેના વિશે સાવધાન રહેવાની.

Friday, February 15, 2019

આતંકીઓના સમર્થકોને કાંતો ખતમ કરો અથવા તેમની ઉપેક્ષા કરો

--- અલકેશ પટેલ. 15-2-19
 

ઇતિહાસ લોકોને ઓળખવાની તક આપે છે. જયચંદો-અમીચંદો આવા સંજોગોમાં જ ઓળખાય.

તમારી પાસે બે રસ્તા હોય છે- કાંતો એવાને ખતમ કરી દો, અથવા ઉપેક્ષા કરો.

સનાતનીઓ જયચંદો-અમીચંદોને ખતમ કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા છે... કેમ કે "બ્રેકિંગ ઈન્ડિયા" તત્વોએ સનાતનની શ્રેષ્ઠ બાબતો ઉપર પ્રહારો કરી-કરીને આપણી "ક્ષાત્ર-વટ" ને નબળી પાડી દીધી છે.
જે ક્ષત્રિયોની ક્ષાત્ર-વટ ઉપર તથા જે પરશુરામની ક્ષાત્ર-વટ ઉપર આ ધર્મ, આ સંસ્કૃતિ અગણિત સહસ્ત્ર વર્ષોથી ટકી છે, તેને વેટિકન અને સાઉદીના નાણાના જોરે કુદતા લોકો તો બરબાદ કરે જ છે... સાથે આપણી આસપાસ બેઠેલા... ખાસ કરીને શિક્ષણ સંસ્થાઓમાં તેમજ મીડિયા હાઉસોમાં બેઠેલા બ્રેકિંગ ઈન્ડિયા - તત્વો પણ આઘાત પહોંચાડે છે.

અગાઉ કહ્યું તેમ - બે રસ્તા છેઃ ખતમ કરો અથવા ઉપેક્ષા કરો.

આપણી પાસે હાલ ઉપેક્ષાનું ઘણું મોટું શસ્ત્ર છે. ઉપેક્ષા એક રીતે આવા તત્વોની માનસિકતા ભાંગી નાખશે અને એ ખતમ થઈ જશે.

અખબારી પાનાંઓ ઉપર, વેબસાઇટના સ્ક્રિન ઉપર, ફેસબુક-ટ્વિટર જેવાં સોશિયલ મીડિયા ઉપર --- ભારત વિરુદ્ધ, ભારતીયતા વિરુદ્ધ, ભારતીય લશ્કર વિરુદ્ધ, ભારતીય ગુપ્તચર તંત્ર વિરુદ્ધ, ભારત સરકાર વિરુદ્ધ, સનાતન વિરુદ્ધ, હિન્દુત્વ વિરુદ્ધ ઊલ્ટી કરતાં તત્વોની સદંતર ઉપેક્ષા કરો... એવા તત્વો નૅગેટિવ પ્રસિદ્ધિ મેળવવા આવું બધું કરે છે... એમની ઉપેક્ષા કરવાથી પ્રસિદ્ધિની ચળ ઓછી થઈ જશે...આપોઆપ મટી જશે... આપોઆપ ખતમ થઈ જશે.

આવાં અખબારો કે આવા તંત્રીઓ કે આવા કથિત પત્રકારો કે આવા કથિત લેખકો વિરુદ્ધ બળાપો કાઢવાથી એ લોકોની અંદર રહેલા શેતાનને ખોરાક મળશે અને એ વધારે ફેલાશે... ઉપેક્ષા કરશો તો આપોઆપ સૂકાઈ જશે. યાદ રાખોઃ દાંત ચોખ્ખા કરીને થૂંકી દેવાથી વધારે બાવળનું કોઈ મૂલ્ય હોતું નથી. -- અલકેશ પટેલ.15-2-19.શુક્રવાર.

Tuesday, February 12, 2019

પત્રોત્સવ અર્થાત પત્રાવળી - શબ્દ વિશેની એક વિશિષ્ઠ શ્રેણી


મારો આ લેખ મૂળભૂત રીતે અમેરિકાસ્થિત સાહિત્યસેવી સુશ્રી રાજુલબેન તથા સુશ્રી દેવિકાબેનના બ્લૉગ ઉપર પ્રકાશિત થયો છે... તેની લિંક્સ અહીં મૂકું છું.



 --------------------------------------------------------------



--- અલકેશ પટેલ

પત્રાવળીની શબ્દયાત્રામાં અત્યાર સુધી હું પ્રવાસી હતો, હવે યાત્રી બન્યો. પ્રવાસી તરીકે મુગ્ધ બની વાંચતો હતો, હવે યાત્રી તરીકે શબ્દમાં શ્રદ્ધા ભળી. પત્રાવળી યાત્રાના બે મુખ્ય સારથી (રાજુલબેન અને દેવિકાબેન) પૈકી દેવિકાબેને પ્રારંભમાં જ શબ્દને અહમ્-થી સોહમ્-ની યાત્રા ગણાવ્યો છે. કેટલું બધું આવી જાય છે આ બંનેની વચ્ચે?!
પણ એક મિનિટ, શબ્દ એટલે શું? શબ્દની પોતાની કોઈ ભાષા ખરી? શું બોલાય, લખાય અને વંચાય એ જ શબ્દ? મને તો લાગે છે શબ્દ એક એવું નિરાકાર તત્વ છે જે દરેક આકાર અને સ્વરૂપમાં આપણી સામે આવે છે. શબ્દ આંખના ઈશારામાં હોય છે. શબ્દ હોઠ અને ચહેરાના હલનચલન દ્વારા વ્યક્ત થાય છે. શબ્દ તો સ્પર્શ દ્વારા પણ વ્યક્ત-અભિવ્યક્ત અને કન્વે (convey) કરી શકાય છે. સાંભળી અને બોલી નહીં શકનાર દિવ્યાંગ માટે જે કંઈ દેખાય છે એ જ શબ્દો છે. તો જોઈ નહીં શકનાર દિવ્યાંગ સાંભળીને અથવા સ્પર્શ કરીને શબ્દને અનુભવે છે.
અરે, નવજાત બાળક માટે માતાના સ્પર્શમાં રહેલી શબ્દની શક્તિને કેવી રીતે મુલવીશું? અને એ નવજાતને સૂવડાવવા માટે હાલરડું ગાતી માતા પોતે તો શબ્દનો સહારો લે છે, પણ ઘોડિયામાં હિંચતાં બાળક માટે એ શબ્દોનું કોઈ મહત્ત્વ છે ખરું? ના, એ તો માતાના અવાજ અને હાલરડાંના લયને સાંભળતાં સાંભળતાં જ સૂઈ જાય છે ને! શબ્દમાં યુદ્ધની ક્ષમતા છે તો શબ્દમાં શાંતિની અસાધારણ તાકાત પણ છે.
કુદરતી વાતાવરણમાં રહેતાં પશુ-પક્ષી-પ્રાણી તમને શબ્દ વિના જ આનંદ અને ડરની લાગણી કરાવે છે ને! આંગણામાં રમતી ખિસકોલી કે પતંગિયાને તમને આનંદ આપવા માટે શબ્દની ક્યાં જરૂર પડે છે! તો એકાએક સામે આવી જતા વંદો, ગરોળી કે પછી સાપ કોઈ શબ્દ દ્વારા આપણને ડરની અનુભૂતિ નથી કરાવતા? વહેતા ઝરણાંના ખળખળમાં કોઈ શબ્દ નથી, પણ તેમાંથી ઊઠતા ધ્વનિમાંથી થતી શબ્દરૂપી અનુભૂતિ આપણી પોતાની છે. દરિયાના ઘૂઘવાટમાં કોઈ શબ્દ નથી, પણ ઘૂઘવાટનો એ અનુભવ આપણામાં શબ્દરૂપ લે છે. ઈશ્વર સાથેના સંવાદમાં ભાષા અને શબ્દનાં બંધન માણસને ક્યાં નડ્યાં જ છે? એક ગુજરાતી ભાવિક ગુજરાતી ભાષામાં શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે તો દક્ષિણ ભારતીય ભાવિકો વેંકટેશ્વરની સ્તુતિ તેલુગુ, કન્નડ કે તમિળ ભાષાઓમાં કરે છે. શ્રીકૃષ્ણના આ બંને સ્વરૂપ કઈ ભાષાના કયા શબ્દ સમજે છે એ કોઈને ખબર છે ખરી? છતાં, આપણને સૌને વિશ્વાસ છે કે આપણી પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચે છે, પહોંચશે. અહીં પ્રાર્થનાભાવ છે અને આ ભાવ એ જ શબ્દ છે.
શબ્દોની તાકાત, તેની નબળાઈ અને તેની મજા બધું કહેવતોમાં સૌથી શ્રેષ્ઠ રીતે વ્યક્ત થાય છે. તેના વિશે આખી પત્રાવળી શ્રેણીમાં ઘણા વિદ્વાનોએ લખ્યું છે. કાવ્યોમાં શબ્દોની પસંદગીની વાત પણ આવી. પણ આપણી પાસે એવા એવા શબ્દો હોય છે જેના ઉપયોગ અને તેની અર્થછાયામાં ઊંડા ઉતરવામાં આવે તો એક સાવ નવી જ દુનિયા જોવા મળે. જેમ કે – દિશા. આ શબ્દ વાંચતાં કે સાંભળતાં જે અર્થ આપણા મનમાં આવે તે સિવાય પણ કેટકેટલા અર્થ તેમાં સમાયેલા છે! એવી જ રીતે ઊંડાણ અને ઊંચાઈ! પણ એ બંનેનો અનુભવ કરવા માટે તમારે શબ્દોની જરૂર છે ખરી?
શબ્દ બ્રહ્મ છે એવું આપણે સાંભળ્યું છે. તો પછી અર્થ શું છે? અર્થ સાપેક્ષ છે. હું જે બોલું છું અથવા લખું છું તે બરાબર એ જ અર્થમાં તમે નથી સમજતા તો તેના બે અર્થ છે – એક, હું જે બોલું કે લખું એવું ખરેખર કહેવા માગતો નથી... અથવા બે, તમે તેને તમારી માન્યતા મુજબ સાંભળવા કે સમજવા માગો છો. અને એ સંદર્ભમાં અર્થ સાપેક્ષ છે.
પત્રાવળીની આ શ્રેણીએ શબ્દ વિશે આટલું બધું વિચારવાની તક આપી એ આ પ્રયાસની સૌથી મોટી સફળતા ગણાય. મને તો લાગે છે કે આ શ્રેણીના લેખોનું સંપાદન કરીને પુસ્તક તૈયાર કરવામાં આવશે તો ગુજરાતી ભાષા, સાહિત્ય અને શબ્દ વિશે એક અમૂલ્ય ગ્રંથ તૈયાર થશે. શબ્દને માતાની જેમ લાડ લડાવવામાં આવે, પિતાની જેમ શિસ્તમાં રાખવામાં આવે તો તેમાંથી કેવો ભવ્ય પરિવાર તૈયાર થાય તેનું પ્રત્યક્ષ ઉદાહરણ પત્રાવળી છે, એવું કહેવામાં અતિશયોક્તિ મને તો નથી લાગતી.