Sunday, February 17, 2019

ના-પાક પત્રકારત્વ વિરુદ્ધ જે જુવાળ ઊભો થયો છે તેને ઠંડો પડવા ન દેશો

ના-પાક પત્રકારત્વ વિરુદ્ધ જે જુવાળ ઊભો થયો છે 
તેને ઠંડો પડવા ન દેશો
--- અલકેશ પટેલ


-- એટલું યાદ રાખજો કે, આજે જો આ જુવાળ ઠંડો પાડી દેશો અને હિત ધરાવતાં તત્વોની વાહિયાત દલીલોમાં સપડાઈ જશો તો બીજાને પણ આગળ જતાં ના-પાક હરકતો કરવાનું પ્રોત્સાહન મળશે... (જમ ઘર ભાળી જશે..!)
 
-- એટલું યાદ રાખજો કે રાવણ, કંસ અને દુર્યોધનની ખોટી નીતિઓને પણ સાથ આપનારા લોકો હતો.

-- એટલું યાદ રાખજો કે આજની તારીખે પણ પાકિસ્તાનને સાથ આપનારા લોકો છે. આજની તારીખે પણ દાઉદનો ધંધો ચાલે છે.. કેમ કે તેની આસપાસ જીહજુરિયા ગુલામો છે. તેની હા-માં હા કરનારા લોકો છે. શું એનો અર્થ કે પાકિસ્તાન અથવા દાઉદ સાચા છે?

-- એટલું યાદ રાખજો કે જો શુદ્ધ પત્રકારત્વ હોત તો હંમેશાં દરેક બાબતમાં સંતુલન રહ્યું હોત.

-- એટલું યાદ રાખજો કે, શુદ્ધ પત્રકારત્વ હોત તો બ્લેકમેલિંગ થતું ન હોત અને 2002 પહેલાં પત્રકારોએ પત્રકારત્વ છોડીને વિધાનસભાની પરસાળમાં સોદાબાજીની ફાઈલો લઈને ફરવું ન પડત.

-- એટલું યાદ રાખજો કે, શુદ્ધ પત્રકારત્વ હોત તો દિવાળી અને ઈદ ઉપર ચોક્કસ જગ્યાએથી આવતા નાણાંના કવરો પાછા મોકલાવી દીધા હોત.


-- રાષ્ટ્રપ્રેમ અને ધર્મનું રક્ષણ થાય એ માટે સતત લડાઈ ચાલતી રહે છે, એ માટેનો સંઘર્ષ સતત ચાલતો હોય છે. અને એટલે જ...
રાષ્ટ્રપ્રેમ અને ધર્મ માટે બોલનારા લોકોને "ભક્ત" કહીને ઉતારી પાડતા લોકોને તેમનું સ્થાન આજે નહીં બતાવીએ તો કાલે ઘણું મોડું થઈ જશે.

-- શુદ્ધ પત્રકારત્વ કરવાને બદલે કોઈ એક રાષ્ટ્રવાદી વ્યક્તિ અને તેના સમર્થકોને સતત અપમાનિત કરવા -એ માફ ન કરી શકાય...
            ... કેમ કે ધર્મ અને રાષ્ટ્રનું રક્ષણ કરવા માટે કોઈ એક વ્યક્તિ નેતૃત્વ લેતો હોય છે. ભાગલાવાદી તત્વો ના-પાક પત્રકારત્વના ખભા ઉપર બેસીને એવા નેતૃત્વને ખતમ કરવા પ્રયત્નશીલ બને છે.

-- હા, ક્યારેક એવું બનતું હોય છે કે ના-પાક પત્રકારત્વના આ ઝંડાધારીઓ પોતે અધર્મીઓના હાથા બની ગયા છે એવો પણ તેમને ખ્યાલ નથી રહેતો.. અને એટલે જ રાષ્ટ્ર તથા ધર્મ માટે લડતા નેતૃત્વને અપમાનિત કરતા હોય છે અને તેના સમર્થકોને ભક્તો કહીને ઉતારી પાડતા હોય છે. આ ના-પાકી નાદાની છે, પણ તેમ છતાં તેને માફ ન કરી શકાય.. કેમ કે એ નાદાની આખા દેશ માટે - આખા ધર્મ માટે જોખમ ઊભું કરી શકે છે.

-- સાપનું ઝેર ઔષધ (દવા) તરીકે ઉપયોગી છે એ સાચું... પણ એ માટે આપણે સાપ પાસે ડંખ નથી મરાવતા. એ ઝેર કાઢીને તેની દવા બનાવવામાં આવે તે જ્ઞાન છે. પણ સીધેસીધા ડંખ વાગે તો ઘાતક છે - એવું કોઇને સમજાવવાની જરૂર છે ખરી?

-- આવા ના-પાક પત્રકારત્વના ઝેરી સાપોલિયાં દેશમાં ઠેર ઠેર છે...એ સાપોલિયાં સરહદ-પાર બેઠેલા તેમના મદારીઓના ઇશારે રાષ્ટ્રવાદીઓ તેમજ સનાતન ધર્મી ભક્તોને ડંખ મારવા મથી રહ્યા છે... હવે નક્કી તમારે કરવાનું છે કે ડંખ મારવા દેવો કે પછી ડંખને કચડી નાખવો..?!!!

-- કોઈ એક વ્યક્તિનો વિરોધ હોવો અને કોઈ એક રાષ્ટ્રવાદી વ્યક્તિનો વિરોધ હોવો - એ બંને વચ્ચે ઘણો મોટો તફાવત છે. રાષ્ટ્રવાદી વ્યક્તિ તેની નેતૃત્વ ક્ષમતાને આધારે લાખો-કરોડો લોકોનું જીવન સુધારવા પ્રયત્નશીલ હોય છે... પણ તેનો એ પ્રયત્ન સ્થાપિત-હિત અને એજન્ડા ધરાવતા મુઠ્ઠીભર લોકોને પસંદ નથી હોતો... એ સંઘર્ષમાં જીતી નહીં શકનારા લોકો ના-પાક શીખંડીઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રવાદી નેતૃત્વને ખતમ કરી દેવા પ્રયત્નશીલ હોય છે.

-- એટલું યાદ રાખજો, લડાઈ કે સંઘર્ષ કદી પત્રકારત્વ માટે નથી હોતા... એ માત્ર ધર્મ - સંસ્કૃતિ - રાષ્ટ્ર ને ખતમ કરવા માગતા લોકો અને તેનું રક્ષણ કરવા માગતા લોકો વચ્ચે હોય છે.

-- સ્વતંત્રતા મળી તે પહેલાંથી ના-પાક મીડિયામાં સ્થાપિત હિતોનો અડ્ડો છે. આ સ્થાપિત હિતો બોલકાં છે...આ સ્થાપિત હિતો દલાલો છે...આ સ્થાપિત હિતો ગુલામો છે અને આ સ્થાપિત હિતો શિથિલ પણ છે. - બલ્કે તદન સાચી હકીકત તો એ છે કે તેમના શિથિલપણાને કારણે જ આ બધા દલાલ અને ગુલામ બન્યા છે.

-- પત્રકારત્વના ઊંચા આદર્શોની વાતો કરતાં તત્વો 2002 પછી તળિયે બેસતા ગયા એ કારણે જ આજે આ સ્થિતિનું નિર્માણ થયું છે. આ તત્વોએ છેક 2002થી સનાતન ધર્મ અને તેના નેતૃત્વને ખતમ કરી દેવાના કારસા શરૂ કરેલા છે. હવે એ કારસાનું પાણી નાકની નજીક આવી ગયું છે. તેને અટકાવવામાં નહીં આવે તો રાષ્ટ્રવાદી નેતૃત્વને ડૂબાડી દેશે અને પછી હિન્દુ-સનાતનને બચાવવાની બીજા 1000 વર્ષ સુધી કોઈ હિંમત નહીં કરે.

-- બહારનું યુદ્ધ તો લડીશું અને જીતીશું... પણ આપણી આસપાસ બેઠેલા અને સનાતન-હિન્દુત્વનાં મૂળિયામાં ઝેર પ્રસરાવવા પ્રયાસ કરી રહેલા લોકોને ઓળખવાનો કદાચ શ્રેષ્ઠ સમય અત્યારે જ આવ્યો છે.

-- એટલું યાદ રાખજો કે સાચું પત્રકારત્વ એ છે જેનામાં આતંકનો ચોક્કસ ધર્મ-રંગ છે એ કહેવાની હિંમત હોય... બાકી બધું જે કંઈ લખાય છે અને વાયરલ કરાય છે એ એક જમાનામાં લખનઉની ગલીઓમાં થતા મુજરાથી વિશેષ કશું નથી.
 

-- સત્તા અને સ્થાન મેળવવાનો પ્રયાસ કરીને નિષ્ફળ ગયેલા લોકો ના-પાક પત્રકારત્વના ખભા ઉપર ચઢીને રાષ્ટ્રવાદીઓ સામે બંદૂક તાકે ત્યારે એ પત્રકારત્વ પણ લજવાય છે અને એ કથિત-પત્રકારો પણ શરમને પાત્ર છે.

-- વ્યક્તિગત રીતે મારા માટે આ સનાતન-હિન્દુત્વને બચાવવા માટેની લડાઈ અને સંઘર્ષ છે અને એ સંઘર્ષમાં મલેચ્છ ઇરાદાવાળા તત્વોને ઓળખીને તેમને હું ઉઘાડા નહીં પાડું અને તેમની સામે સંઘર્ષ હું નહીં કરું તો બીજું કોણ કરશે? - અલકેશ.17-02-2019-રવિવાર.

3 comments:

  1. very true Alkeshbhai, superb points... pls. post this on facebook...

    ReplyDelete
  2. બહુ સાચું અલકેશભાઈ,
    આવી હિંમત તમે, જયવંત પંડ્યા, કિન્નર આચાર્ય , વિક્રમ વકીલ, સૌરભ શાહ, સિદ્ધાર્થ છાયા, મુકુલ જાની અને બીજા પણ અન્ય મિત્રો આવી અહેલક જગાવે છે એ સરહનીય છે.

    ReplyDelete
  3. સટિક લેખ. દેશદ્રોહી પત્રકારોના નામ દઈ જ દો.

    ReplyDelete