Saturday, February 16, 2019

ભારત પ્રત્યેની નફરત પર ટકે છે ના-પાક. આતંક


ભારત પ્રત્યેની નફરત પર ટકે છે ના-પાક. આતંક

--- સિકંદર પણ જે ભારતને જીતી નહોતો શક્યો ત્યાં ઇસ્લામિક આતંકવાદ ઓછામાં ઓછા 71 વર્ષથી ના-પાક પાડોશી વારંવાર સાપ-વીંછીને જેમ ઘૂસી જઈને ડંખ મારે છે. અને તેની આ પ્રવૃત્તિમાં છીંડા કરી આપનારા સ્થાનિક જેહાદીઓનો સહકાર છે. ગુરુવારે CRPF ઉપર થયેલો હુમલો તેનો સ્પષ્ટ પુરાવો છે


-- અલકેશ પટેલ

ભારત અને ભારતની સનાતન પરંપરા એ હદે મજબૂત છે કે સિકંદર જેવો આતંકી દુનિયાના બીજા દેશોમાં વિજય મેળવી શક્યો હતો, પણ ભારતમાં સફળ થયો નહોતો. ભારત અને ભારતની સનાતન પરંપરા સેંકડો વર્ષથી જેહાદી ઇસ્લામિક હુમલા સહન કરી રહી છે. આવા કેટલાક જેહાદીઓ ભારતમાં રોકાઈ ગયા અને શાસન સ્થાપ્યું. આવા જેહાદીઓની સેવામાં વાંકા વળી ગયેલા કથિત ઇતિહાસકારોએ તેમને મહાન ચીતરી દીધા અને ભારતના સમૃદ્ધ વારસાને નષ્ટ કરવાના તમામ પ્રયાસ કર્યા. એ પછી વેપારીઓના છૂપા વેશમાં ઘૂસેલા અંગ્રેજોએ ભારતને કોરી ખાવાનું શરૂ કર્યું. જોકે, મંગલ પાંડે અને રાણી લક્ષ્મીબાઈ અને સુભાષચંદ્ર બોઝ જેવા અનેક બહાદુર સેનાનીઓ ઉપરાંત ગાંધીજીની અસહકાર ચળવળ બાદ અંગ્રેજોએ પણ ઉચાળા ભરવા પડ્યા હતા.
આ તમામ ઘટનાક્રમમાં ભારતની હાલની તેમજ આગામી પેઢીએ માત્ર એટલું જ યાદ રાખવાની જરૂર છે કે જેહાદી ઇસ્લામિક માનસિકતા પોતે કદી શાંતિથી જીવશે નહીં અને બીજા કોઈને જીવવા દેશે નહીં. 1947માં દેશના ભાગલા થયા પછી થોડા જ મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરીને પાકિસ્તાને તેની યુદ્ધખોર માનસિકતા છતી કરી દીધી હતી.
અંગ્રેજી અભ્યાસ કરીને જેહાદી ઇસ્લામિક શાસકોના ગુલામ રહેલા કહેવાતા ઇતિહાસકારોએ કોંગ્રેસના કાળમાં આપણને ઘણો ખોટો ઇતિહાસ ભણાવ્યો છે. આ ગુલામ ઇતિહાસકારોએ ખીલજી અને અકબર અને શાહજહાં અને હુમાયુ અને ઔરંગઝેબ વિશે તો ભારતીયોને ગેરમાર્ગે દોર્યા જ છે, પરંતુ સ્વતંત્રતાના થોડા સમય પહેલાં પોતાના ડાયરેક્ટ એક્શન પ્લાન દ્વારા મહંમદ અલી ઝીણાએ અસંખ્ય હિન્દુઓનું લોહી વહાવ્યું હતું એ વિશે આ દેશની પેઢીઓને અંધારામાં રાખી. જે થોડું ઘણું કહ્યું તેમાં પણ એ હિંસાનું કારણ હિન્દુઓ હોય એવું ચિતરામણ કરવામાં આવ્યું.
જમ્મુ-કાશ્મીર આજે રોજેરોજ લોહીલુહાણ થાય છે એ માટે નહેરુ જવાબદાર છે એ છૂપાવવામાં આવ્યું છે એ બાબત જ કોંગ્રેસની અપરાધિક માનસિકતા છતી કરે છે. રજવાડાંના એકીકરણની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલ પાસે હોવા છતાં જમ્મુ-કાશ્મીરનો મામલો નહેરુએ શા માટે પોતાની પાસે રાખ્યો હતો તેનો જવાબ દેશની પ્રજાએ કોંગ્રેસ પાસે માગવો જોઇએ. જે દિવસે આદિવાસીઓના છૂપા વેશમાં પાકિસ્તાની લશ્કરી જવાનો જમ્મુ-કાશ્મીરીમાં ઘૂસી આવ્યા અને ભારતીય લશ્કર એ ના-પાકીઓને મારી હઠાવીને પાછા ધકેલી રહ્યા હતા ત્યારે નહેરુએ એકાએક શા માટે યુદ્ધ વિરામ જાહેર કરીને જમ્મુ-કાશ્મીરનો મામલો યુએન (સંયુક્ત રાષ્ટ્ર)માં લઈ જવાની જાહેરાત કરી હતી – તેનો જવાબ પ્રજાએ કોંગ્રેસીઓ પાસે માગવો જોઇએ.
નહેરુનું એ કૃત્ય 1990ના દાયકામાં વિકરાળ જેહાદી ઇસ્લામિક આતંક બનીને આપણી સામે આવ્યું અને લાખો કાશ્મીરી પંડિતોએ દુષ્પરિણામ ભોગવવા પડ્યાં.
ભારત સહિત દુનિયાના બીજા અનેક દેશોમાં જેહાદી ઇસ્લામિક હુમલા તો નહેરુ કે ગાંધીનો જન્મ નહોતો થયો ત્યારથી થઈ રહ્યા છે, પરંતુ આજની તારીખે પણ આપણે એ હિંસામાંથી છૂટકારો નથી મેળવી શક્યા એ માટે ગાંધી-નહેરુની નીતિ જવાબદાર છે જ છે. ગાંધીએ તુર્કીની ખિલાફત ચળવળને અહીં બેઠા ટેકો આપીને અહીંના જેહાદીઓને દૂધ પાયું હતું, તો નહેરુએ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય લશ્કરની વિજયકૂચને રાતોરાત રોકી દઈને નેતૃત્વની નબળાઈનો પરિચય આપ્યો હતો.
નહેરુથી શરૂ કરીને મનમોહનસિંહ સુધીના કોંગ્રેસી વડાપ્રધાનો જમ્મુ-કાશ્મીરની સ્થિતિ કથળાવતા રહ્યા અને કમનસીબી એ છે કે આજે બધાં તત્વો અને તેમની સાથે કથિત બુદ્ધિજીવીઓ તેમજ મીડિયામાં બેઠેલા ચોક્કસ એજન્ડા ધરાવતા પત્રકારત્વનાં લેબલ લગાવીને બેઠેલા એજન્ટો દિવસ-રાત એવો અપપ્રચાર કરવામાં વ્યસ્ત છે કે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ છેલ્લા પાંચ વર્ષમાં વધારે વણસી છે! આ તમામ અબૂધ લોકો ભારતની પ્રજાને અબૂધ માનીને એવો અપપ્રચાર કર્યા કરે છે કે જેહાદીઓ તો સારા જ છે, પણ મોદી સરકાર ખરાબ હોવાને કારણે હિંસા થાય છે!!! આ અબૂધ લોકો ભારતની પ્રજાને અબૂધ માનીને એવો અપપ્રચાર પણ કરે છે કે પાકિસ્તાન તો બીચારું છે, પરંતુ મોદી સરકારની આક્રમકતાને કારણે હિંસા થાય છે!!!
પુલવામાના આતંકવાદી હુમલાએ દેશના નાગરિકોને વધુ એક વખત દેશની અંદર બેઠેલા દુશ્મનોને, ભારતમાં જ રહેલા જયચંદો અને અમીચંદોને ઓળખી લેવાની તક આપી છે. આ દુશ્મનો આપણી આસપાસ હોઈ શકે છે. જેહાદી માનસિકતા ધરાવતા આ દુશ્મનો આપણી ઑફિસમાં હોઈ શકે છે, આપણી શિક્ષણ સંસ્થાઓમાં હોઈ શકે છે. જો એવું ન હોય તો વારંવાર આવા હિંસક હુમલા થાય જ નહીં. આતંકનો રંગ એકદમ સ્પષ્ટ છે. બસ જરૂર છે તેના વિશે સાવધાન રહેવાની.

No comments:

Post a Comment