Showing posts with label Sardar Vallabhbhai Patel. Show all posts
Showing posts with label Sardar Vallabhbhai Patel. Show all posts

Saturday, February 16, 2019

ભારત પ્રત્યેની નફરત પર ટકે છે ના-પાક. આતંક


ભારત પ્રત્યેની નફરત પર ટકે છે ના-પાક. આતંક

--- સિકંદર પણ જે ભારતને જીતી નહોતો શક્યો ત્યાં ઇસ્લામિક આતંકવાદ ઓછામાં ઓછા 71 વર્ષથી ના-પાક પાડોશી વારંવાર સાપ-વીંછીને જેમ ઘૂસી જઈને ડંખ મારે છે. અને તેની આ પ્રવૃત્તિમાં છીંડા કરી આપનારા સ્થાનિક જેહાદીઓનો સહકાર છે. ગુરુવારે CRPF ઉપર થયેલો હુમલો તેનો સ્પષ્ટ પુરાવો છે


-- અલકેશ પટેલ

ભારત અને ભારતની સનાતન પરંપરા એ હદે મજબૂત છે કે સિકંદર જેવો આતંકી દુનિયાના બીજા દેશોમાં વિજય મેળવી શક્યો હતો, પણ ભારતમાં સફળ થયો નહોતો. ભારત અને ભારતની સનાતન પરંપરા સેંકડો વર્ષથી જેહાદી ઇસ્લામિક હુમલા સહન કરી રહી છે. આવા કેટલાક જેહાદીઓ ભારતમાં રોકાઈ ગયા અને શાસન સ્થાપ્યું. આવા જેહાદીઓની સેવામાં વાંકા વળી ગયેલા કથિત ઇતિહાસકારોએ તેમને મહાન ચીતરી દીધા અને ભારતના સમૃદ્ધ વારસાને નષ્ટ કરવાના તમામ પ્રયાસ કર્યા. એ પછી વેપારીઓના છૂપા વેશમાં ઘૂસેલા અંગ્રેજોએ ભારતને કોરી ખાવાનું શરૂ કર્યું. જોકે, મંગલ પાંડે અને રાણી લક્ષ્મીબાઈ અને સુભાષચંદ્ર બોઝ જેવા અનેક બહાદુર સેનાનીઓ ઉપરાંત ગાંધીજીની અસહકાર ચળવળ બાદ અંગ્રેજોએ પણ ઉચાળા ભરવા પડ્યા હતા.
આ તમામ ઘટનાક્રમમાં ભારતની હાલની તેમજ આગામી પેઢીએ માત્ર એટલું જ યાદ રાખવાની જરૂર છે કે જેહાદી ઇસ્લામિક માનસિકતા પોતે કદી શાંતિથી જીવશે નહીં અને બીજા કોઈને જીવવા દેશે નહીં. 1947માં દેશના ભાગલા થયા પછી થોડા જ મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરીને પાકિસ્તાને તેની યુદ્ધખોર માનસિકતા છતી કરી દીધી હતી.
અંગ્રેજી અભ્યાસ કરીને જેહાદી ઇસ્લામિક શાસકોના ગુલામ રહેલા કહેવાતા ઇતિહાસકારોએ કોંગ્રેસના કાળમાં આપણને ઘણો ખોટો ઇતિહાસ ભણાવ્યો છે. આ ગુલામ ઇતિહાસકારોએ ખીલજી અને અકબર અને શાહજહાં અને હુમાયુ અને ઔરંગઝેબ વિશે તો ભારતીયોને ગેરમાર્ગે દોર્યા જ છે, પરંતુ સ્વતંત્રતાના થોડા સમય પહેલાં પોતાના ડાયરેક્ટ એક્શન પ્લાન દ્વારા મહંમદ અલી ઝીણાએ અસંખ્ય હિન્દુઓનું લોહી વહાવ્યું હતું એ વિશે આ દેશની પેઢીઓને અંધારામાં રાખી. જે થોડું ઘણું કહ્યું તેમાં પણ એ હિંસાનું કારણ હિન્દુઓ હોય એવું ચિતરામણ કરવામાં આવ્યું.
જમ્મુ-કાશ્મીર આજે રોજેરોજ લોહીલુહાણ થાય છે એ માટે નહેરુ જવાબદાર છે એ છૂપાવવામાં આવ્યું છે એ બાબત જ કોંગ્રેસની અપરાધિક માનસિકતા છતી કરે છે. રજવાડાંના એકીકરણની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલ પાસે હોવા છતાં જમ્મુ-કાશ્મીરનો મામલો નહેરુએ શા માટે પોતાની પાસે રાખ્યો હતો તેનો જવાબ દેશની પ્રજાએ કોંગ્રેસ પાસે માગવો જોઇએ. જે દિવસે આદિવાસીઓના છૂપા વેશમાં પાકિસ્તાની લશ્કરી જવાનો જમ્મુ-કાશ્મીરીમાં ઘૂસી આવ્યા અને ભારતીય લશ્કર એ ના-પાકીઓને મારી હઠાવીને પાછા ધકેલી રહ્યા હતા ત્યારે નહેરુએ એકાએક શા માટે યુદ્ધ વિરામ જાહેર કરીને જમ્મુ-કાશ્મીરનો મામલો યુએન (સંયુક્ત રાષ્ટ્ર)માં લઈ જવાની જાહેરાત કરી હતી – તેનો જવાબ પ્રજાએ કોંગ્રેસીઓ પાસે માગવો જોઇએ.
નહેરુનું એ કૃત્ય 1990ના દાયકામાં વિકરાળ જેહાદી ઇસ્લામિક આતંક બનીને આપણી સામે આવ્યું અને લાખો કાશ્મીરી પંડિતોએ દુષ્પરિણામ ભોગવવા પડ્યાં.
ભારત સહિત દુનિયાના બીજા અનેક દેશોમાં જેહાદી ઇસ્લામિક હુમલા તો નહેરુ કે ગાંધીનો જન્મ નહોતો થયો ત્યારથી થઈ રહ્યા છે, પરંતુ આજની તારીખે પણ આપણે એ હિંસામાંથી છૂટકારો નથી મેળવી શક્યા એ માટે ગાંધી-નહેરુની નીતિ જવાબદાર છે જ છે. ગાંધીએ તુર્કીની ખિલાફત ચળવળને અહીં બેઠા ટેકો આપીને અહીંના જેહાદીઓને દૂધ પાયું હતું, તો નહેરુએ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય લશ્કરની વિજયકૂચને રાતોરાત રોકી દઈને નેતૃત્વની નબળાઈનો પરિચય આપ્યો હતો.
નહેરુથી શરૂ કરીને મનમોહનસિંહ સુધીના કોંગ્રેસી વડાપ્રધાનો જમ્મુ-કાશ્મીરની સ્થિતિ કથળાવતા રહ્યા અને કમનસીબી એ છે કે આજે બધાં તત્વો અને તેમની સાથે કથિત બુદ્ધિજીવીઓ તેમજ મીડિયામાં બેઠેલા ચોક્કસ એજન્ડા ધરાવતા પત્રકારત્વનાં લેબલ લગાવીને બેઠેલા એજન્ટો દિવસ-રાત એવો અપપ્રચાર કરવામાં વ્યસ્ત છે કે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ છેલ્લા પાંચ વર્ષમાં વધારે વણસી છે! આ તમામ અબૂધ લોકો ભારતની પ્રજાને અબૂધ માનીને એવો અપપ્રચાર કર્યા કરે છે કે જેહાદીઓ તો સારા જ છે, પણ મોદી સરકાર ખરાબ હોવાને કારણે હિંસા થાય છે!!! આ અબૂધ લોકો ભારતની પ્રજાને અબૂધ માનીને એવો અપપ્રચાર પણ કરે છે કે પાકિસ્તાન તો બીચારું છે, પરંતુ મોદી સરકારની આક્રમકતાને કારણે હિંસા થાય છે!!!
પુલવામાના આતંકવાદી હુમલાએ દેશના નાગરિકોને વધુ એક વખત દેશની અંદર બેઠેલા દુશ્મનોને, ભારતમાં જ રહેલા જયચંદો અને અમીચંદોને ઓળખી લેવાની તક આપી છે. આ દુશ્મનો આપણી આસપાસ હોઈ શકે છે. જેહાદી માનસિકતા ધરાવતા આ દુશ્મનો આપણી ઑફિસમાં હોઈ શકે છે, આપણી શિક્ષણ સંસ્થાઓમાં હોઈ શકે છે. જો એવું ન હોય તો વારંવાર આવા હિંસક હુમલા થાય જ નહીં. આતંકનો રંગ એકદમ સ્પષ્ટ છે. બસ જરૂર છે તેના વિશે સાવધાન રહેવાની.

Tuesday, October 30, 2018

એવા સરદાર પટેલ-સુભાષ બોઝ શું કામના..?

એવા સરદાર પટેલ-સુભાષ બોઝ શું કામના..?


--- અલકેશ પટેલ

- એવા સરદાર પટેલ શું કામના, જેમણે દેશને સંગઠિત કર્યો હોય?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમણે કાશ્મીરને સળગતું રાખ્યું.

- એવા સરદાર પટેલ શું કામના જેમણે ખેડૂત આંદોલન કરીને બ્રિટિશ કાળમાં ખેડૂતોને હક અપાવ્યા હોય?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમણે સ્વતંત્રતા પછી પણ દાયકાઓ સુધી ખેડૂતોને બીચારા રાખ્યા હોય.

- એવા સરદાર પટેલ શું કામના જેમણે પોતાના પરિવારના સભ્યોને રાજકારણમાં "ગોઠવ્યા" નહોતા?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમણે શાસન કરવાના આજીવન પરવાના જાતે મેળવી લીધા હતા.

- એવા સરદાર પટેલ શું કામના જેમને દાયકાઓ સુધી ભારતરત્ન પણ નહોતો મળ્યો?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમણે જાતે જ પોતાના માટે ભારતરત્ન મેળવી લીધા હતા.

- એવા સરદાર પટેલ શું કામના જેમણે સોમનાથ મંદિર બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જે આજે પણ રામ મંદિર બનાવવામાં અવરોધ ઊભા કરે છે.

- એવા સુભાષચંદ્ર બોઝ શું કામના જેમણે પ્રખર રાષ્ટ્રવાદી વિચારધારા સાથે આઝાદ હિંદ ફોજની રચના કરી હતી?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઈએ જેમણે સુભાષ બોઝને ઇતિહાસમાંથી દૂર કરી દેવાના પ્રયાસ કર્યા હતા.

- એવા સુભાષ બોઝ શું કામના જેમણે "જયહિંદ" અને "વંદેમાતરમ્" - ને લોકોના દિલમાં સ્થાન આપવા મથામણ કરી હતી?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમને "જયહિંદ" અને "વંદેમાતરમ્" સામે સખત સૂગ હતી.

(31 ઑક્ટોબર, 2018ની પૂર્વ સંધ્યાએ લાગણીનો થોડો ઊભરો)

Thursday, June 28, 2018

પુસ્તક બેચને કે લિએ એક વિવાદ જરૂરી હૈ


પુસ્તક બેચને કે લિએ એક વિવાદ જરૂરી હૈ



----- કોંગ્રેસના નેતા સૈફુદ્દીન સોઝે જમ્મુ-કાશ્મીર અંગે એક પુસ્તક લખ્યું છે, અને પુસ્તક વધુ વેચાય તે માટે વર્ષોથી સફળ નીવડેલી રેસિપી અનુસાર વિમોચનના થોડા દિવસ પહેલાં વિવાદી અંશો લીક કરી દીધા અને અપેક્ષા મુજબ વિવાદને તેડું મળ્યું...

--- અલકેશ પટેલ
       
કોંગ્રેસનો પાકિસ્તાન-પ્રેમ વધુ એક વખત શ્રીનગરના લાલચૉકમાંથી આઝાદી માટે સૂત્રોચ્ચાર કરી રહ્યો છે. આ વખતે આ સૂત્રોચ્ચાર કરનાર છે જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સૈફુદ્દીન સોઝ. મૂળે વરિષ્ઠ નેતા સૈફુદ્દીને એક પુસ્તક લખ્યું છે અને તેમાં તેમણે શ્રીનગર તથા દક્ષિણ કાશ્મીરના એવા બીજા પાંચ-સાત જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિને કાશ્મીરીઓની આઝાદીની માગણી સાથે જોડી દીધી છે. સોઝે તેમની વાત કહેવા માટે પોતાની દલીલો અને તર્ક આપ્યા ત્યાં સુધી વાંધો નહીં, પરંતુ અહીં પણ તેમનો પાકિસ્તાન-પ્રેમ પુસ્તકના પાનાંઓમાં તો છલકાયો, પણ તેથી આગળ વધીને છેક કવર ઉપર ચઢીને બોલ્યો..!
Kashmir: Glimpses of History and the Story of Struggle નામના આ પુસ્તકમાં સૈફુદ્દીન સોઝે સમગ્ર જમ્મુ-કાશ્મીર વિવાદ, તેમાં રાજકારણીઓની ભૂમિકા, સ્થાનિક અલગતાવાદીઓની ભૂમિકા, હિંસા, ત્રાસવાદ, પાકિસ્તાન – બધી બાબતો આવરી લીધી છે. સામાન્ય રીતે જોવા જઇએ તો આ તમામ બાબતો એવી છે જે અંગે કોંગ્રેસનું અને તેમાંય ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસી નેતાઓનું વલણ હંમેશાં પાકિસ્તાન તરફી રહ્યું છે. સાત દાયકા પછી પણ તેઓ માનસિક રીતે ભારતને અપનાવી શક્યા નથી.
આ પુસ્તકની સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત બે છેઃ એક તો સોઝે એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે કે સરદાર વલ્લભભાઈ પટેલે હૈદરાબાદના બદલામાં જમ્મુ-કાશ્મીરનું સમાધાન કરવાની તૈયારી દર્શાવી હતી. અર્થાત સરદાર પટેલ જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનને આપી દેવા તૈયાર હતા. અને બીજું સોઝે કાશ્મીરીઓની કહેવાતી આઝાદીની લડાઈના સમર્થનમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફ તેમજ પાકિસ્તાનના જ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન ખુરશીદ મહમુદ કસુરીને ટાંક્યા છે. તેમણે તો કસુરીના નિવેદનને પુસ્તકના કવર ઉપર પણ છાપી દીધું છે.
સૈફુદ્દીન સોઝનું આ વલણ આપણા સૌ માટે ચિંતાજનક હોવું જોઈએ. કોંગ્રેસ શા માટે હજુ આટલાં વર્ષે પણ ભારતની અખંડિતતાને સ્વીકારી નથી શકતો અને શા માટે હજુ આટલાં વર્ષે પણ તે પાકિસ્તાનને આટલું મહત્ત્વ આપવા માગે છે? દેખાડો કરવા પૂરતું કોંગ્રેસે એવું જાહેર કર્યું છે કે સૈફુદ્દીન સોઝે માત્ર પુસ્તક વેચાણ માટે આવું જીમિક કર્યું છે, પરંતુ પક્ષ તો કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ માને છે. કોંગ્રેસ જો વાસ્તવમાં આ બાબતે ગંભીર હોય તો સવાલ એ થાય છે કે સોઝ સામે પગલાં શા માટે નથી લેવાતાં? શા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ અંગે કોઈ નિવેદન નથી કરતા?
હકીકતે આ વિવાદને હળવાશથી લેવા જેવો નથી. સૈફુદ્દીન સોઝનું પુસ્તક એવા સમયે પ્રકાશિત થયું છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા નિષ્ફળ ગઈ છે અને રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. હવે આજે નહીં તો ચાર-છ મહિનામાં ત્યાં ચૂંટણી તો થશે. અને એ સમય સુધીમાં સોઝે આ પુસ્તક દ્વારા જે આગ લગાડી છે તે દાવાનળ બની ચૂકી હશે.
હજુ થોડા સમય પહેલાં જ યુએનની દક્ષિણ એશિયા માટેની સમિતિએ એક અહેવાલ જાહેર કરીને જમ્મુ-કાશ્મીરના મુદ્દે ભારતને આરોપીના પિંજરામાં મૂકવાનો પ્રયાસ કર્યો છે. આખી દુનિયા જાણે છે કે આ અહેવાલ એક પ્રકારે પાકિસ્તાન-સ્પોન્સર્ડ છે, તેમ છતાં સત્તાવાર રીતે તો એક તરફી અહેવાલ તેના સ્થાને રહેવાનો છે અને તેનો દુરુપયોગ જમ્મુ-કાશ્મીના અલગતાવાદીઓ, પીડીપી-એનસીપી અને કોંગ્રેસ જેવા પક્ષો ઉપરાંત પાકિસ્તાન પણ કરશે. સામાન્ય પ્રજાને આવા અહેવાલ પાછળનાં રાજકીય કાવાદાવની ખબર નથી હોતી તેથી એ તો સાચું જ માની લેશે.
સૈફુદ્દીન સોઝે જે મુદ્દો છંછેડ્યો છે તેની વાસ્તવિકતા અંગે કાંતો દેશના મોટાભાગના રાજકારણીઓને ખબર નથી અથવા સાચું બોલવાની હિંમત કરતા નથી. સૌથી પહેલાં તો જમ્મ-કાશ્મીરને સ્વતંત્રતાની વાત જ ઉપસ્થિત નથી થતી કેમકે રાજા હરિસિંહે સ્પષ્ટપણે ભારત સાથે જોડાવાની સમજૂતી કરેલી છે. ત્યારપછી નવેમ્બર-ડિસેમ્બર 1947માં પાકિસ્તાનીઓએ ઘૂસણખોરી કરીને જમ્મુ-કાશ્મીર આંચકી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારતીય દળો તેમને પાછા હાંકી કાઢવામાં લગભગ સફળ થઈ ગયા હતા, પરંતુ નહેરુએ અચાનક યુદ્ધ વિરામની જાહેરાત કરીને મામલો યુએનમાં લઈ ગયા. હવે મૂળ વાત એ છે કે, તેના આધારે યુએનમાં જે ઠરાવ થયો છે તે તદ્દન સ્પષ્ટ છે. એક ક્ષણ માટે ધારી લેવામાં આવે કે જમ્મુ-કાશ્મીરને તેનો નિર્ણય જાતે લેવાની છૂટ આપવામાં આવે તો પણ એ માટેની જે શરતો છે તેનું સૌથી પહેલું પાલન પાકિસ્તાને કરવાનું છે. યુએનના ઠરાવ (ઠરાવ નં. 47) અનુસાર સૌથી પહેલાં તો પાકિસ્તાને પોતે કબજે કરેલા જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાંથી પાછા જવાનું છે. આ ઠરાવમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન તેણે કબજે કરેલો વિસ્તાર સંપૂર્ણ ખાલી કરવો જરૂરી છે અને ત્યારબાદ ભારતીય વહીવટી તંત્ર તેમજ ભારતીય સલામતી દળોની દેખરેખ હેઠળ જો જમ્મુ-કાશ્મીરના લોકો ઇચ્છે તો લોકમત લેવાય. પરંતુ આ બધી હકીકત કોંગ્રેસે, નેશનલ કૉન્ફરન્સે, પીડીપીએ કે પછી કોઈ જવાબદાર-સંતુલિત મીડિયાએ જાહેર કરી નથી. જેને કારણે જમ્મુ-કાશ્મીર વિવાદીત સ્થળ છે એવું ખોટેખોટું બધા ચગાવ્યા કરે છે.
અગાઉ કહ્યું તેમ આ સમગ્ર ઘટનાક્રમમાં માત્ર સૈફુદ્દીન સોઝ જવાબદાર છે એવું નથી. કોંગ્રેસ પક્ષની આ માનસિકતા રહી છે. એ સંદર્ભમાં અહીં એ યાદ કરાવવું જરૂરી છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મે મહિનામાં ચાર વર્ષ પૂરા કર્યા તે નિમિત્તે કોંગ્રેસે એક આરોપનામું અથવા કહો કે મોદી સરકારની નિષ્ફળતાઓની એક યાદી જાહેર કરી હતી. એ યાદીમાં જમ્મુ-કાશ્મીર મુદ્દો પણ હતો. અહીં વાત એ છે કે જમ્મુ-કાશ્મીર વિવાદ અંગેની કોંગ્રેસની જે પુસ્તિકા હતી તેમાં પક્ષે જમ્મુ-કાશ્મીરનો ખોટો નકશો પ્રકાશિત કર્યો હતો. તેમાં કોંગ્રેસે પ્રકાશિત કરેલા નકશામાં અડધા જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર એવું લખાયેલું હતું. અને ત્યારે બધી બાજુથી કોંગ્રેસની સખત ટીકા અને વિરોધ થતાં પક્ષે માફી માગવી પડી હતી. હવે વિચારવાનો મુદ્દો એ છે કે કોંગ્રેસ જો સમગ્ર જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ માનતો હોય તો પક્ષની પુસ્તિકામાં આવો નકશો છાપવાની ભૂલ થઈ જ કેવી રીતે શકે? શું પ્રકાશન પહેલાં કોઈ અનુભવી વરિષ્ઠ નેતાએ એ જોયું જ નહીં હોય? સ્વાભાવિક છે કે જોયું જ હોય અને ખબર પણ હોય, પરંતુ કાશ્મીર મામલાને ઇરાદાપૂર્વક સળગતો રાખવો એવી કોંગ્રેસની ઇચ્છા હશે એટલે જ પ્રકાશન પહેલાં એ નકશામાં સુધારો કરાયો નહોતો.
આ સિવાય પણ મણિશંકર ઐયર જેવા કોંગ્રેસી નેતાઓ વારંવાર પાકિસ્તાન પહોંચીને ભારત વિરોધી બફાટ કરવામાં કશું બાકી રાખતા નથી અને છતાં માત્ર દેખાવ પૂરતા સસ્પેન્ડ કરવા સિવાય કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતાં નથી એ આપણે ભૂલવું ન જોઈએ.