Friday, February 15, 2019

આતંકીઓના સમર્થકોને કાંતો ખતમ કરો અથવા તેમની ઉપેક્ષા કરો

--- અલકેશ પટેલ. 15-2-19
 

ઇતિહાસ લોકોને ઓળખવાની તક આપે છે. જયચંદો-અમીચંદો આવા સંજોગોમાં જ ઓળખાય.

તમારી પાસે બે રસ્તા હોય છે- કાંતો એવાને ખતમ કરી દો, અથવા ઉપેક્ષા કરો.

સનાતનીઓ જયચંદો-અમીચંદોને ખતમ કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા છે... કેમ કે "બ્રેકિંગ ઈન્ડિયા" તત્વોએ સનાતનની શ્રેષ્ઠ બાબતો ઉપર પ્રહારો કરી-કરીને આપણી "ક્ષાત્ર-વટ" ને નબળી પાડી દીધી છે.
જે ક્ષત્રિયોની ક્ષાત્ર-વટ ઉપર તથા જે પરશુરામની ક્ષાત્ર-વટ ઉપર આ ધર્મ, આ સંસ્કૃતિ અગણિત સહસ્ત્ર વર્ષોથી ટકી છે, તેને વેટિકન અને સાઉદીના નાણાના જોરે કુદતા લોકો તો બરબાદ કરે જ છે... સાથે આપણી આસપાસ બેઠેલા... ખાસ કરીને શિક્ષણ સંસ્થાઓમાં તેમજ મીડિયા હાઉસોમાં બેઠેલા બ્રેકિંગ ઈન્ડિયા - તત્વો પણ આઘાત પહોંચાડે છે.

અગાઉ કહ્યું તેમ - બે રસ્તા છેઃ ખતમ કરો અથવા ઉપેક્ષા કરો.

આપણી પાસે હાલ ઉપેક્ષાનું ઘણું મોટું શસ્ત્ર છે. ઉપેક્ષા એક રીતે આવા તત્વોની માનસિકતા ભાંગી નાખશે અને એ ખતમ થઈ જશે.

અખબારી પાનાંઓ ઉપર, વેબસાઇટના સ્ક્રિન ઉપર, ફેસબુક-ટ્વિટર જેવાં સોશિયલ મીડિયા ઉપર --- ભારત વિરુદ્ધ, ભારતીયતા વિરુદ્ધ, ભારતીય લશ્કર વિરુદ્ધ, ભારતીય ગુપ્તચર તંત્ર વિરુદ્ધ, ભારત સરકાર વિરુદ્ધ, સનાતન વિરુદ્ધ, હિન્દુત્વ વિરુદ્ધ ઊલ્ટી કરતાં તત્વોની સદંતર ઉપેક્ષા કરો... એવા તત્વો નૅગેટિવ પ્રસિદ્ધિ મેળવવા આવું બધું કરે છે... એમની ઉપેક્ષા કરવાથી પ્રસિદ્ધિની ચળ ઓછી થઈ જશે...આપોઆપ મટી જશે... આપોઆપ ખતમ થઈ જશે.

આવાં અખબારો કે આવા તંત્રીઓ કે આવા કથિત પત્રકારો કે આવા કથિત લેખકો વિરુદ્ધ બળાપો કાઢવાથી એ લોકોની અંદર રહેલા શેતાનને ખોરાક મળશે અને એ વધારે ફેલાશે... ઉપેક્ષા કરશો તો આપોઆપ સૂકાઈ જશે. યાદ રાખોઃ દાંત ચોખ્ખા કરીને થૂંકી દેવાથી વધારે બાવળનું કોઈ મૂલ્ય હોતું નથી. -- અલકેશ પટેલ.15-2-19.શુક્રવાર.

No comments:

Post a Comment