Showing posts with label India. Show all posts
Showing posts with label India. Show all posts

Thursday, August 15, 2019

રાષ્ટ્રવાદઃ વિભાવના જૂની, વિરોધ નવો


રાષ્ટ્રવાદઃ વિભાવના જૂની, વિરોધ નવો

--- લિબરલ આક્ષેપ એવો છે કે 2019ની લોકસભા ચૂંટણી મોદી સરકાર રાષ્ટ્રવાદના નામે જીતી. તો એ લિબરલ સમુદાયને આપણે સવાલ કરવો જોઇએ કે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનનું વિભાજન કરવાના મુદ્દાનો હજુ આજે પણ ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવે છે, તો એ શું છે?


--- અલકેશ પટેલ
       
આજે આખી વાતની શરૂઆત કેટલાક સવાલથી કરવી છે. પાકિસ્તાન સાથે થયેલાં ચાર યુદ્ધ શું રાષ્ટ્રવાદ હતો? શું 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના ભાગલા કરી દેવામાં આવ્યા ત્યારે દેશમાં રાષ્ટ્રવાદની લાગણી ચરમસીમાએ નહોતી? યુદ્ધ સમયે નાગરિકોમાં જે જુવાળ હોય તેને જ શું માત્ર રાષ્ટ્રવાદ કહેવાય? છેલ્લા ત્રણેક દાયકાથી ભારત તથા દુનિયાના અનેક દેશ જે પ્રકારના આતંકવાદનો ભોગ બન્યા છે તેની સામેની લડાઈને શું રાષ્ટ્રવાદ સાથે જોડી ન શકાય? શું આતંકવાદ સામે અસરકારક પગલાં લેવામાં આવે તેને ધાર્મિક ચશ્માથી જોવાં જોઇએ? દરેક ક્ષણે કોઇપણ જગ્યાએ બોંબ વિસ્ફોટોનું જોખમ રહેતું હોય, અને તત્કાલીન સરકાર કથિત રીતે સેક્યુલર હોય તો ચાલે, પણ કથિત રીતે કોમવાદી સરકાર તમામ નાગરિકો માટે સલામતીના પગલાં લે તો એ ન ચાલે? શું આતંકવાદ એક પ્રકારે પરોક્ષ યુદ્ધ નથી? તો પછી તેની સામે પગલાં લેવાય અને તેની રાષ્ટ્રીય સ્તરે વાત થાય એમાં ખોટું શું છે?
પ્રારંભમાં જ એક સાથે આટલા બધા સવાલ કરવાનું કારણ એવા તમામ લોકોને ઝકઝોળવાનું છે જેઓ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અને ત્યારબાદ નરેન્દ્ર મોદી સરકારે બીજી વખત શપથ લીધા પછી પણ રાષ્ટ્રવાદની વિરુદ્ધમાં છાજિયા લેવાનું બંધ કરતા નથી. યુદ્ધ સમયે રાષ્ટ્રવાદી બની જતા લોકો આતંકવાદ સામે આકરા પગલાં લેવાય ત્યારે શા માટે એકાએક વૈચારિક ચશ્મા બદલી નાખે છે એ સમજવાનું સમજદારો માટે તો મુશ્કેલ નથી.
આ આખી વાત આજે 2019ની લોકસભા ચૂંટણીના સંદર્ભમાં કરવાની છે. દોઢ મહિના સુધી સાત તબક્કામાં ચાલેલી એ ચૂંટણી પ્રક્રિયાએ આપણને રાજકીય પક્ષોના અનેક રંગ જોવાની તક આપી હતી. એ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આપણે ચોક્કસ રાજકીય પક્ષો અને ચોક્કસ નેતાઓનું ધાર્મિક ટુરિઝમ જોયું, અસંખ્ય રાજકીય હત્યા છતાં લિબરલ-સેક્યુલર મૌન જોયું અને એ બધા વચ્ચે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલાને કારણે સીઆરપીએફના 40 જવાનોની શહીદી જોઈ. એ ઘટનાએ દેશને તાબડતોબ બે ભાગમાં વહેંચી દીધો. એક બાલીશ ટોળકીએ એવો પ્રચાર શરૂ કરી દીધો કે આ તો ચૂંટણી જીતવા માટેનું કાવતરું છે. તો બીજું જૂથ રાષ્ટ્રવાદની ભાવના સાથે લાલચોળ થઈ ગયું અને આતંકી હુમલાનો બદલો લેવાની માગણી ઊઠી.
પ્રજાના અંતરની વાત સમજવામાં નરેન્દ્ર મોદીનો કોઈ જોટો નથી એ વાત હવે કદાચ તેમના કટ્ટર વિરોધીઓ પણ સ્વીકારતા થયા હશે એવું માની લઉં છું. અને જો નહીં સ્વીકારે તો એવા લોકોથી વધારે કમનસીબ બીજા કોઈ નહીં હોય એ પણ એટલું જ સાચું છે. પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર હુમલો થયો (14 ફેબ્રુઆરી, 2019. ગુરુવાર) તેના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપતી વખતે જે સંબોધન કર્યું હતું ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે આ વખતે મોદી સરકાર પાકિસ્તાનને પાઠ ભણાવ્યા વિના નહીં રહે. એ ઘટનાના 12 દિવસ પછી જે કંઈ થયું એ ઇતિહાસ છે અને આખી દુનિયા જાણે છે.

--- 29 સપ્ટેમ્બર, 2016 - 26 ફેબ્રુઆરી, 2019 તથા 1 માર્ચ, 2019

આ બધી એ તારીખો છે જેના ઉપર રાષ્ટ્રવાદીઓ ગર્વ કરે છે અને લિબરલ સેક્યુલર પ્રજાતિ નિસાસા નાખે છે. પણ સંસદીય ચૂંટણીના પરિણામ માટે આ ત્રણે તારીખ નિર્ણાયક બની હતી. ઉરીમાં ભારતીય લશ્કરની છાવણી ઉપર સપ્ટેમ્બર 2016માં આતંકી હુમલો થયો તેના 11મા દિવસે 29 સપ્ટેમ્બરે ભારતીય લશ્કરે અંકુશ રેખાની પાર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પહોંચીને ત્યાં આતંકીઓના લૉન્ચ પૅડ ફૂંકી માર્યા અને કેટલાય આતંકીઓને જન્નતમાં પહોંચાડી દીધા. દેશને ચાહતા તમામ નાગરિકોની છાતી એ દિવસે ગજ ગજ ફૂલી ગઈ હતી. ત્યારપછી ના-પાક આતંકીઓએ 2019ના ફેબ્રુઆરીમાં સીઆરપીએફના કાફલા ઉપર ઘાતક હુમલો કર્યો. દેશના નિર્ણાયક નેતૃત્વે આ વખતે આતંકિસ્તાનને એવો પાઠ ભણાવવાનું નક્કી કર્યું કે એ લાંબા સમય સુધી ભારતમાં હુમલા કરવાની ખો ભૂલી જાય. દુનિયાના સૌથી સબળ દેશો જ જે કરી શકે એવું કામ ભારતે અને ભારતીય લશ્કરે કર્યું. પાકિસ્તાનની અંદર કાર્યરત આતંકીઓના અડ્ડા ઉપર ઍરસ્ટ્રાઇક કરી દીધી. ઍરસ્ટ્રાઇકના બે દિવસ પછી પાકિસ્તાની હવાઈદળે ભારતમાં લશ્કરી મથકો ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને હાંકી કાઢવા ભારતના વીર જવાનોએ પીછો કર્યો અને અતિ આધુનિક ગણાતું એફ-16 યુદ્ધ વિમાન તોડી પણ પાડ્યું. જોકે એ દરમિયાન ભારતીય જવાન વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં પટકાયા અને તેમને ત્યાંથી માત્ર ત્રણ જ દિવસમાં સહી-સલામત પરત લાવવામાં મોદી સરકારે જે કોઈ નીતિ-રીતિ અપનાવી તેનાથી પણ આ દેશનો સામાન્ય નાગરિક પ્રભાવિત થયો હતો.
આ તમામ ઘટનાઓ એવી હતી જેણે દેશના નાગરિકોને એક પ્રકારે ગૌરવનો અનુભવ કરાવ્યો હતો. છેલ્લા સાત દાયકાથી વારંવાર પાકિસ્તાનીઓની ના-પાક હરકતોને કારણે આતંકી હુમલા અને સતત યુદ્ધની ભયથી ત્રસ્ત નાગરિકો 2014 પછી સલામતી અનુભવી રહ્યા હતા એટલું જ નહીં પરંતુ દેશને એ વાતની ખાતરી પણ થવા લાગી કે હવે જો પાકિસ્તાનીઓ કે તેના પિઠ્ઠુ આતંકીઓ ભારતમાં કશું પણ નુકસાન કરશે તો મોદી સરકાર એ લોકોને પાઠ ભણાવી દેશે.
કોઇપણ દેશનો સરેરાશ નાગરિક કદી હિંસા કે વેરઝેરમાં માનતો હોતો નથી. તેના માટે શાંતિથી જીવવું અને પરિવારનું પાલન-પોષણ કરવું એ જ અગત્યનું હોય છે. પણ કોઈ ચોક્કસ કારણોસર સતત હિંસા કે અશાંતિનો ભય રહેતો હોય અથવા પડોશી દેશ તરફથી અશાંતિ સર્જાવાનું જોખમ રહ્યા કરતું હોય ત્યારે એ સરેરાશ નાગરિક હતાશ થઈ જાય. તેને તેના દેશની સરકાર અને સલામતી દળો સામે શંકા થવા લાગે. 70 વર્ષ સુધી અનેક પેઢીએ આવી સ્થિતિ જોયા પછી એકાએક સરકાર અને સલામતી દળો અગાઉના એ જ દુશ્મનો સામે આક્રમક વલણ અપનાવે અને એવા દુશ્મનોને મળતી તમામ પ્રકારની ગુપ્ત અને છૂપી સહાયના રસ્તા બંધ કરી દે તો એ દુશ્મનો પાંગળા બની જાય અને સરેરાશ સામાન્ય નાગરિકને શાંતિનો અનુભવ થાય.
ભારતમાં એ થયું. એક વિશાળ વર્ગ તરીકે, આ દેશના મૂળભૂત નાગરિકો તરીકે સ્વતંત્રતા પહેલાંની કેટલીક સદી અને સ્વતંત્રતા પછી પણ સતત અપમાન અને ભય હેઠળ જીવનાર પ્રજાને પોતાપણાનો અનુભવ થાય અને તેને રાષ્ટ્રવાદ તરીકે ઓળખાવવામાં આવે તો તેને અપરાધ કેવી રીતે ગણાવી શકાય? રાષ્ટ્રવાદની લાગણીને અપરાધ ગણાવનારા તત્વોને શું ખબર નથી કે 1857નો બળવો રાષ્ટ્રવાદ હતો? શું એ તત્વોને ખબર નથી કે સ્વતંત્રતાના સંઘર્ષમાં જોડાયેલા તમામ અગ્રણીઓ તેમજ નાગરિકો રાષ્ટ્રવાદથી પ્રેરાયેલા હતા? લિબરલ-સેક્યુલર ઝંડાધારીઓને શું ખબર નથી કે 1942માં અંગ્રેજોને ભારત છોડોનું આહવાન કરવામાં આવ્યું તેની પાછળ રાષ્ટ્રવાદ જ હતો? સવાલ એ છે કે, કોઈ દેશની નિર્ણાયક સરકાર દેશના દુશ્મનો સામે આકરા પગલાં લે એ રાષ્ટ્રવાદી મુદ્દો નથી શું?
અને આ તમામ સવાલને અંતે સમગ્ર મુદ્દો ત્યાં જ આવીને ઊભો રહે છે કે, દેશના નાગરિકોને સલામતી અને શાંતિનો અનુભવ કરાવી શકે તેવી સરકાર ફરીથી રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર ચૂંટણી જીતે તો એમાં ખોટું શું છે? હકીકત તો એ છે કે રાષ્ટ્રવાદને અપરાધ માનનારા તત્વો પોતે અપરાધીના પીંજરામાં આવી જાય છે કેમ કે રાષ્ટ્રવાદમાં કોઈ જાતિ-ધર્મ-સમુદાયના ભેદભાવ હોતા જ નથી. અને તેનાથી વિરુદ્ધ રાષ્ટ્રવાદને ખરાબ ગણાવનાર તત્વોના મનમાં જાતિ-ધર્મ-સમુદાયના વાડા હોય છે અને એટલે જ તેઓ સમગ્ર પ્રજાને એક સૂત્રમાં સંગઠિત થવા દેતા નથી. સાચી વાત તો એ છે કે જે રાજકીય પક્ષો હાલ ચૂંટણીમાં રાષ્ટ્રવાદના મુદ્દાનો વિરોધ કરી રહ્યા છે, એ જ પક્ષો શક્ય છે કે આગામી ચૂંટણીમાં પોતે જ રાષ્ટ્રવાદી હોવાનો પ્રચાર કરશે, એટલું જ નહીં પરંતુ ભાજપ તેમજ નરેન્દ્ર મોદી કરતાં પણ પોતે વધારે રાષ્ટ્રવાદી છે એવું પુરવાર કરવા કથિત સેક્યુલર પક્ષોમાં સ્પર્ધા થશે...એ દિવસો પણ દૂર નથી!

Sunday, February 24, 2019

આતંકિસ્તાન વિરુદ્ધ દેશહિતઃ તમે ક્યાં ઊભા છો?


આતંકિસ્તાન વિરુદ્ધ દેશહિતઃ તમે ક્યાં ઊભા છો?


--- 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPF ઉપર આતંકી હુમલા પછી ભારત સરકાર એક પછી એક જે પગલાં લઈ રહી છે તેના પરથી નિશ્ચિત છે કે પાકિસ્તાન માટે આગામી સમય ઘણો કપરો હશે, પણ દેશ માટે તમે શું કર્યું..?

-- અલકેશ પટેલ

ભારતને નફરત કરતા પાકિસ્તાન તેમજ પાકિસ્તાન-વાદીઓએ આ વખતે ભારે કિમત ચૂકવવી પડશે એ નિશ્ચિત છે. પાકિસ્તાનીઓ તેમજ ભારતમાં આપણી આસપાસ રહેતા પાકિસ્તાન-વાદીઓ કદાચ એ વાત ભૂલી ગયા હતા કે ભારતમાં હાલ ટુકડે ગેંગનો બચાવ કરનારી નહીં પરંતુ ટુકડે ગેંગ ઉપર પ્રહાર કરનારી સરકાર છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનોની વીરગતિને 10 દિવસ થયા છે અને આટલા સમયમાં પાંચ એવા મક્કમ પગલાં લેવામાં આવ્યા છે જેને કારણે પાકિસ્તાનની અંદર રીતસર ફફડાટ ફેલાઈ ગયો છે. એક તરફ પાકિસ્તાની લશ્કરની કાખઘોડી અને બીજી તરફ આતંકવાદીઓની કાખઘોડીના સહારે સત્તાસ્થાને બેઠેલા ઇમરાન ખાને 14 ફેબ્રુઆરીની આતંકી ઘટનાના પાંચ દિવસ પછી વીડિયો જાહેર કરીને ગોળ-ગોળ વાતો કરવી પડી એ જ બતાવે છે કે આ વખતે તો...

ખેર, આ બધાની વચ્ચે આજે અહીં એક અત્યંત અગત્યના મુદ્દે વાત કરવી છે. દેશ સાત દાયકા કરતાં વધારે સમયથી પાકિસ્તાનના આતંકથી પીડાઈ રહ્યો છે. આટલાં વર્ષોમાં પાકિસ્તાનીઓ ઓછામાં ઓછી ચાર વખત યુદ્ધના પ્રયાસ કરી ચૂક્યા છે. એક અઠવાડિયું એવું નથી જતું જ્યારે ના-પાક આતંકી હુમલાને કારણે આપણાં સશસ્ત્ર દળો કાંતો ઇજાગ્રસ્ત ન થાય અથવા વીરગતિ ન પામે. 2014 પહેલાં તો સ્થિતિ એ હતી કે આખા દેશમાં રોજેરોજ ડર અને ભયનો માહોલ રહેતો. આ ના-પાકીઓ ગમેત્યારે, ગમેત્યાં હુમલા કરતા અને સશસ્ત્ર દળોની સાથે સામાન્ય નાગરિકો પણ હણાતા હતા. છેલ્લા પાંચ વર્ષથી સામાન્ય નાગરિકો મહદઅંશે સલામત છે, પરંતુ આપણાં સશસ્ત્ર દળો હજુ સંપૂર્ણ સલામત નથી.

તો મુદ્દો એ છે કે, આ પાકિસ્તાનીઓ તેમજ ભારતમાં બેઠેલા પાકિસ્તાન-વાદીઓ સામે સશસ્ત્ર દળો તો લડવાના જ છે, પરંતુ નાગરિકો તરીકે આપણે શું કરી શકીએ - એ વિશે કદી વિચાર્યું છે ખરું? આપણે બધા સરહદ ઉપર લડવા ન જઈ શકીએ. આપણે આપણી આસપાસ વસતા ત્રાસવાદીઓને ઓળખી ન શકીએ. પરંતુ શું આપણે આર્થિક રીતે, સામાજિક રીતે પાકિસ્તાનીઓને એકલા પાડી દઈને તેમને તેમની અસલિયતનું ભાન ન કરાવી શકીએ?!!

મને લાગે છે કે આવું થઈ શકે અને હકીકતે ધાર્યા કરતાં આ રીતે પાકિસ્તાનીઓ તેમજ તેમના ભારતમાં વસતા એજન્ટો સામે બદલો લેવાનું ઘણું સહેલું પણ છે. જે રીતે ગયા અઠવાડિયે ત્રણ રાષ્ટ્રવાદી ટીવી સમાચાર ચૅનલોએ આગામી ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમનો બહિષ્કાર કરવાની હાકલ કરી એ સંપૂર્ણ યોગ્ય અને અસરકારક પગલું છે. વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમનો બહિષ્કાર થવાથી પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ કંગાળ થઈ જશે અને એ લોકોએ સાચા અર્થમાં સજ્જન બનવું પડશે.

ક્રિકેટ ઉપરાંત ભારતીય નાગરિકોમાં જો ખરેખર દેશપ્રેમ હોય તો એવી તમામ હિન્દી ફિલ્મોનો બહિષ્કાર કરવો જોઇએ જેમાં આતંકિસ્તાની કલાકારોએ એક્ટિંગ કરી હોય અથવા ગીત ગાયાં હોય. ખૂબ મોટી સંખ્યામાં “ભોળા” ભારતીય નાગરિકોને ખબર જ નથી કે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવા આવતા અને અહીંથી લાખો-કરોડો રૂપિયા કમાતા આ આતંકિસ્તાની કલાકારો તેમના દેશ પાકિસ્તાનમાં જઇને ભારતની વિરુદ્ધમાં જ કામગીરી કરે છે. ખૂબ મોટી સંખ્યામાં “ભોળા” ભારતીય નાગરિકોને ખબર જ નથી કે, આ આતંકિસ્તાની કલાકારોને કારણે સોનુ નિગમ, અભિજિત મજુમદાર, કંગના રાણાવત, અક્ષય કુમાર, વિવેક ઓબેરોય જેવા રાષ્ટ્રવાદી કલાકારોને કામ મળતું નથી. આ રાષ્ટ્રવાદી કલાકારોને કામ નહીં મળવાનું કારણ એ છે કે આપણા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં વર્ણસંકર જાતિના લોકોનું પ્રભુત્વ છે જેઓ પોતાની જાતને સેક્યુલર ગણાવે છે. આ સેક્યુલર-પ્રજાતિનું મુખ્ય કામ મુસ્લિમોની ખુશામત કરવાનું જ હોય છે. હવે જો દેશના સાચા રાષ્ટ્રવાદી નાગરિકોને આ વિષચક્ર સમજાય તો ખબર પડશે કે, આતંકિસ્તાની કલાકારો મુસ્લિમ છે. તેમના દબાણમાં આવી જતા ભારતના સેક્યુલર-પ્રજાતિના ડિરેક્ટર, નિર્માતા, સંગીતકારો, ફાઇનાન્સરો – એ બધા રાષ્ટ્રવાદી કલાકારોને કામ આપતા નથી. બીજી તરફ પાકિસ્તાની કલાકારોની હાજરી વાળી ફિલ્મોમાં ભારત, ભારતીય સંસ્કૃતિ, ભારતીય ધર્મ અને ભારતીય સમાજની મજાક ઉડાડવામાં આવે છે.

સાચા નાગરિકો આવી ફિલ્મોનો પણ બહિષ્કાર કરીને દેશ-સેવા કરી જ શકે છે. સરકાર પોતાની રીતે આતંકિસ્તાનને કાબુમાં લેવા મથે છે. ભારતીય લશ્કર, સીઆરપીએ, બીએસએફ સહિત સલામતી દળો પોતાની રીતે આતંકીઓનો ખાત્મો બોલાવે છે. તો હવે રહ્યા આપણે સૌ... આપણે ક્રિકેટ અને હિન્દી ફિલ્મ જ્યાં જ્યાં પાકિસ્તાનીઓનો અપવિત્ર પડછાયો હોય તેનો બહિષ્કાર કરીને તેમને તેમનું સ્થાન બતાવીને દેશ-સેવાના યજ્ઞમાં થોડી આહુતી આપી શકીએ. વિચારજો.

Monday, October 8, 2018

ચૅમ્પિયન્સ ઑફ ધ અર્થ એવોર્ડઃ મૅસેજ બિટ્વિન ધ લાઇન્સ

ચૅમ્પિયન્સ ઑફ ધ અર્થ એવોર્ડઃ મૅસેજ બિટ્વિન ધ લાઇન્સ

--- વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ચૅમ્પિયન્સ ઑફ ધ અર્થ’ એવોર્ડ એનાયત થયો. આમ તો આ એવોર્ડ પર્યાવરણ ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર છે, પરંતુ અહીં બિટ્વિન ધ લાઇન્સ સંદેશો એ છે કે – ભારત આંતરરાષ્ટ્રીય કૂટનીતિનું ચૅમ્પિયન બની રહ્યું છે 

-- અલકેશ પટેલ

આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં હાલ ભારતનો ડંકો વાગી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન. ચીની પ્રમુખ શી જિન હોય કે બ્રિટિશ વડાંપ્રધાન થેરેસા મે. ફ્રેન્ચ પ્રમુખ એમાનલ મેક્રોં હોય કે જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ હોય. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના મહામંત્રી હોય કે પછી આઇએમએફ ચીફ... આ બધાં આજે ભારત વિશે વાત કરી રહ્યાં છે. આ બધાં આજે ભારત સાથે વાત કરી રહ્યાં છે. આ બધાં આજે ભારતની વાતો કરી રહ્યાં છે. પણ શા માટે?
દેશને મળેલા નેતૃત્વનો આ પ્રભાવ છે. એવું નથી કે દેશનું વર્તમાન નેતૃત્વ સર્વગુણ સંપન્ન છે અને તે કોઈ ભૂલો કરતા જ નથી અને આ નેતૃત્વ હેઠળ દેશ સોનાનો બની જશે. ના, આવી કોઈ ભ્રમણા નથી. હા, ભારતને હાલ જે નેતૃત્વ મળ્યું છે તે 1947માં મળ્યું હોત તો પૂરા આત્મવિશ્વાસથી એવું કહી શકાય કે આજે પ્રથમ ક્રમે હોત. પરંતુ કમનસીબે એવા નેતૃત્વ માટે દેશને 70 વર્ષ રાહ જોવી પડી. ખેર, હવે એ સમય શરૂ થયો છે. આપણે એવું માનવાનું કે દેશ 2014માં સ્વતંત્ર થયો છે..!
ભારતીય અવકાશ યાનમાં ભારતીય નાગરિકને મોકલવાની વાતથી લઇને દરિયાના પેટાળમાં સબમરીન સહિતના દરેકે દરેક વિષય અંગે આજે દેશમાં ચર્ચા થઈ રહી છે. આ દરેક ક્ષેત્રોમાં ભારત કેવી રીતે શ્રેષ્ઠતા હાંસલ કરી શકે તે વિશે નક્કર પગલાં લેવામાં આવી રહ્યાં છે. એવું નથી કે આ બધું પહેલાં નહોતું થતું. આ બધી જ ચર્ચા થતી હતી, થોડા ઘણાં પગલાં પણ લેવાતાં હતાં, પરંતુ એ પૂરતા નહોતાં.
તફાવત ક્યાં પડ્યો? ભારતને સાડા છ દાયકા સુધી જે નેતૃત્વ મળ્યું તેમાં મોટાભાગે પોતાની સત્તા સાચવવાની ચિંતા હતી. એ સત્તા સાચવવા માટે અમુક-તમુક ચોક્કસ ધર્મના લોકોની ખુશામત કરવાની અગાઉના નેતાઓને ચિંતા હતી. અગાઉના નેતાઓ જ્ઞાતિ-જાતિ-ધર્મના આધારે રાહતના ટુકડા નાખીને લોકોને ખુશ રાખવાનો પ્રયાસ કરતા. કુલડીમાં ગોળ ભાંગવાની આ પ્રવૃત્તિઓમાંથી અગાઉના નેતાઓને જો સમય મળે તો દુનિયામાં આસપાસ નજર નાખતાં. અને ખેદજનક વાત એ છે કે એ સમયની વિદેશનીતિ પણ ડર-ખુશામત અને લાલચ હેઠળ દબાયેલી હતી. કહેવાતા બિન-જોડાણવાદના નામે નહેરુએ એ હદે છેતરપિંડી કરી કે ના તો અમેરિકાએ ભારત ઉપર ભરોસો મૂક્યો કે ના રશિયાએ પૂરા દિલથી ટેકો આપ્યો. આ મિશ્ર નીતિને કારણે (જેને વાસ્તવમાં અસ્પષ્ટ નીતિ કહેવાય) તે સમયે નાના-નાના છૂટપુટિયા દેશોની નહેરુને વાહ-વાહ મળી, પણ શક્તિશાળી દેશોએ કદી ભારત ઉપર વિશ્વાસ મૂક્યો નહીં. ભારતની ખુશામતખોર સરકારોની દેશનો વિકાસ કરવાની દૃષ્ટિ અને ક્ષમતા પણ નહોતી. જે છ-સાડા છ દાયકામાં દુનિયા સંપૂર્ણપણે વિકસિત થઈ ચૂકી હતી એ દરમિયાન ભારતના ભ્રષ્ટ અને ખુશામતખોર નેતાઓ ચૂંટણી જીતવાથી આગળ કંઈ વિચારી પણ નહોતા શકતા.
એ સ્થિતિ આજે સદંતર બદલાઈ ગઈ છે. ભારતના આજના નેતૃત્વને ચૂંટણી જીતવાની ચિંતા નથી કેમ કે તેમની કામગીરી-દાનત અને નિષ્ઠા જોઈને પ્રજા મત આપે જ છે. આજનું નેતૃત્વ ખૂબ મોટાપાયે વિચારી શકે છે. આજનું નેતૃત્વ ખૂબ મોટાપાયે પગલાં લઈ શકે છે. આજનું નેતૃત્વ ગગનયાનનું સ્વપ્ન જોઈ શકે છે એટલું જ નહીં પરંતુ તેને સાકાર કરવા પગલાં પણ લે છે. આજનું નેતૃત્વ પ્રદૂષણમુક્ત વૈકલ્પિક ઊર્જા માટે સૂર્યશક્તિનો ઉપયોગ કરવાનું વિચારી શકે છે એટલું જ નહીં પરંતુ એ માટે આખી દુનિયાને માર્ગદર્શન પણ પૂરું પાડી શકે છે. આજનું નેતૃત્વ અમેરિકાની ધમકી અને ચેતવણીને વશ થયા વિના ઇરાન પાસેથી ક્રૂડ ખરીદી શકે છે અને રશિયા સાથે એસ-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે કરાર કરી શકે છે. આજનું નેતૃત્વ 54 ઇસ્લામિક દેશોના દબાણમાં આવ્યા વિના ઇઝરાયેલ જઈને એ દેશ સાથે સંબંધ મજબૂત કરી શકે છે. એ જ રીતે ઇઝરાયેલના દબાણમાં આવ્યા વિના પેલેસ્ટાઇન જઈને એ દેશને પણ આધુનિક ટેકનોલોજીમાં મદદ કરવાના કરાર કરી શકે છે. આજનું નેતૃત્વ ચીની ધમકીઓને વશ થયા વિના મ્યાંમારને શસ્ત્રો પૂરા પાડવાની સમજૂતી કરી શકે છે. સૂર્યઊર્જાના ઉપયોગની દિશામાં છેલ્લા ચાર વર્ષમાં ભારતે જે કોઈ કામગીરી કરી છે તેની નોંધ લઈને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા “ચૅમ્પિયન્સ ઑફ ધ અર્થ” પુરસ્કાર આપવામાં આવે ત્યારે એ ભારતની દુનિયાના 200 કરતાં વધુ દેશમાં નોંધ લેવાય જે ભારતને છ દાયકા દરમિયાન મોટાભાગની દુનિયા ગરીબ મદારીઓનો દેશ માનતી હતી.
ખેર, આખી વાતનો સાર એટલો જ છે કે નબળા નેતાઓની નબળી રાજકીય ઇચ્છાશક્તિને કારણે પ્રગતિની દોડમાં છ દાયકા પાછળ રહી ગયેલો દેશ હવે ખરેખર હરણફાળ ભરી રહ્યો છે. બસ, જરૂર છે માત્ર એ બાબતનો હકારાત્મક સ્વીકાર કરવાની અને પ્રગતિના એ પ્રયાસોને વધાવવાની. છતાં જો એ પ્રયાસોનો હકારાત્મક સ્વીકાર ન થઈ શકે તો વાંધો નહીં, કમ સે કમ પ્રગતિના માર્ગમાં પથરા અને કાંટા નહીં નાખો તો પણ મોટો ઉપકાર થશે આ દેશ ઉપર.

Wednesday, September 5, 2018

अगर इतना करेगें तो सभी सामाजिक समस्या का समाधान मिल जाएगा


अथ श्री अध्याय 19
अगर इतना करेगें तो सभी सामाजिक समस्या का समाधान मिल जाएगा

--- पीछले साढे चार साल से यह देश सभी तरह की सामाजिक और आर्थिक समस्याओं से झुझ रहा है, अगर मेरा बताया सुजाव स्वीकार करोगे तो सभी समस्याओं का समाधान अवश्य मिल जाएगा

--- अलकेश पटेल

मैं आज यहां जो समाधान बताने जा रहा हुं उसे जरा सा भी हल्के में मत लिजिए. दर असल देश स्वतंत्र हुआ तब से कुछ ऐसी सामाजिक समस्याओं का सामना कर रहा है, जो अब हमें ओर ज्यादा परेशान कर रही है, खास करके पीछले साढे चार साल से तो ऐसा ही लगता है मानों यह देश में सब कुछ बरबाद हो जाएगा. चाहे वह अनामत कि बात हो, चाहे SC/ST एक्ट कि बात हो, चाहे सवर्ण समुदायों के गरीबों कि बात हो या फिर किसानो कि बात हो, इन सबका समाधान कुछ ही दिन में मिल सकता है. मैं पूरे देश को दावे के साथ कह सकता हुं कि इन सभी समस्याओं का समाधान कुछ ही दिन में आ जाएगा अगर सभी देशवासी मेरे बताये रास्ते के बारे में गंभीरता से न सिर्भ विचार करें लेकिन उस पर अमल करें. वह रास्ता यह है कि, देश के सभी राज्य में, सभी शहर और गांवों में जितने भी युवा है, महिलाएं है, किसान है, एससी-एसटी व ओबीसी के सदस्य है और सवर्ण समुदायों के सदस्य हैं – उन सबको अपने अपने क्षेत्र, अपने अपने गांव, अपने अपने शहर और अपने अपने राज्य – जहां कहीं भी कांग्रेस पार्टी और लेफ्ट पार्टीयों के मुख्यालय है उनके बाहर जाकर धरणा देना होगा.

मेरे साथी देशवासीओं, मैं पूरी गंभीरता के साथ यह सुजाव दे रहा हुं. आपमें से ज्यादातर लोग, आपमें से कम से कम 90 प्रतिशत लोग यह बात अच्छी तरह जानते है कि आज हम जिन समस्याओं का सामना कर रहे है उसके मूल जनक कांग्रेस पार्टी और लेफ्ट पार्टीयां है. लेकिन उस से विपरित पीछले साढे चार साल से इन सभी समस्याओं को लेकर देश में ऐसा माहौल बना दिया गया है कि यह सब कुछ मई 2018 के बाद पैदा हुआ और अगर मई 2019 में शासन में परिवर्तन होने के साथ सब कुछ सही हो जाएगा !

मेरी सोच यह है कि हमें मई 2019 तक इंतजार करने कि कोई जरूरत नहीं है. इन समस्याओं के जो जनक है – कांग्रेस पार्टी और लेफ्ट पार्टीयां – वह हमारे सामने ही है, हमारे आसपास ही है, तो क्यों न हम इन पार्टीयों के दफ्तरों के सामने धरणा दे कर उनको ही समाधान लाने के लिए बाध्य न करें?

साथी देशवासीओं, मेरा यह मौलिक विचार है और अगर आप सभी लोग इस पर थोडा सा गहराई से विचार करेंगे तो मुझे लगता है हम कुछ दिनों में या कुछ महिनों में ही इन सबसे बाहर आ कर अमेरिका, ब्रिटन, जापान, चीन, स्विट्झरलेंड जैसे देशों कि तरह प्रगति कि राह पर दौड सकेंगे.


            (यह तसवीर सिर्फ प्रतीकात्मक है)

अब मैं मेरा यह विचार आपको थोडा विस्तार से समजाता हुं, ताकि पूरी बात स्पष्ट हो जाय.

जैसे मैने कहा कि यह सभी समस्याएं चार-पांच साल में तो पैदा हुई नहीं. सभी समस्याओं की जडें 30 साल से लेकर 70 साल में फैली हुई है. उस वक्त कांग्रेस पार्टी और उसके साथ लेफ्ट पार्टीयां सत्ता में थीं. तो सीधा सा तर्क यह है कि इन समस्याओं को पैदा करने वाले कांग्रेस और लेफ्ट के नेता है. इस हालात में देश के किसी भी आम आदमी के लिए यह समझना मुश्किल नहीं होना चाहिए कि समस्या पैदा करनेवालों के पास ही समस्या का समाधान होगा, और होना ही चाहिए.

अगर पूरे देश में सभी युवा, सभी किसान, सभी समुदाय के लोग कांग्रेस और लेफ्ट पार्टीयों के दफ्तर पर महात्मा गांधी के बताए रास्ते चलकर धरणा देंगे तो समस्याएं पैदा करने वाली इन पार्टीयों पर दबाव आएगा, और फिर वह लोग सरकार के पास जा कर समाधान मागेंगे. सरकार पर दवाब आएगा तो सरकार को भी सभी राजकीय पार्टीयों के साथ बात करनी पडेगी. समाधान के लिए सरकार देश के राष्ट्रवादी बुद्धिजिवीओं को भी बातचीत के लिए बुलाएगी.

इस प्रक्रिया से एक तरह से फिर से समुद्र मंथन जैसे हालात होंगे, जिसमें से समाधान का अमृत अवश्य नीकलेगा. साथीओं, यह कोई कोरी कल्पना या सबको भटकाने कि बात नहीं है, मेरा विश्वास करो यह रास्ता ही एकदम सटीक है. हां, इसमें हम सबको इतना जरूर याद रखना होगा कि कहीं पर भी हिंसा न हों, कांग्रेस और लेफ्ट पार्टीयों ने गलतियां कि है उसका मतलब यह नहीं है कि हम में से कोई भी उनके साथ बुरा व्यवहार करें...नहीं कतई नहीं. सिर्फ और सिर्फ उनके दफ्तरों के बहार शांतिपूर्ण धरणा दे कर उनको ही उनके द्वारा खडी की गई समस्याओं का समाधन ढूंढने के लिए बाध्य करना है. जय हिंद। - अलकेश पटेल