Sunday, May 7, 2023

ધ કેરાલા સ્ટોરી ઈઝ એક્ચુલી ધ વર્લ્ડ સ્ટોરી

 


 ધ કાશ્મીર ફાઇલ્સ પછી આ બીજી ફિલ્મ છે – ધ કેરાલા સ્ટોરી, જેણે આતંકી માનસિકતાનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું છે. ફિલ્મમાં હાલ જે કંઈ બતાવવામાં આવ્યું છે એ વિશે કેરળના ડાબેરીઓ અને ખ્રિસ્તીઓ અગાઉ કહી ચૂક્યા છે

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

આ દેશમાં આતંક વિશે, આતંકી માનસિકતા વિશે, આતંકી કાવતરાં વિશે, આતંકી ઈરાદા વિશે અમુક ચોક્કસ રાજકીય પક્ષો અને અમુક ચોક્કસ વિચારધારાવાળા લોકો અને અમુક ચોક્કસ સમુદાયોને કદી કોઈ ફરિયાદ નથી રહી. બલ્કે એથી ઊલટું એમના માટે અપાર પ્રેમ રહ્યો છે. અને તેથી જ્યારે પણ સાચા અર્થમાં કોઈ તટસ્થ વ્યક્તિ આતંકી માનસિકતા સામે અરીસો બતાવે ત્યારે આ બધા ઘાંઘાં થઈ જાય છે. સાચી વાત સહન નહીં કરી શકતા અને સાચી વાત સ્વીકારવા નહીં માગતા આ તમામ તત્વો ઑનલાઇન અને ઑફલાઇન હિંસા પર ઉતરી આવે છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે ગળાં ફાડીને પ્રવચનો આપતા એ રાજકીય પક્ષો અને એ ડાબેરી જૂથો અને અમુક સામાજિક સમુદાયો ધ કાશ્મીર ફાઇલ્સ અને ધ કેરાલા સ્ટોરી જેવી ફિલ્મોના મુદ્દે સંપૂર્ણ નગ્ન થઈ જાય છે. આ બધા તત્વો કાશ્મીર અને કેરળની વાસ્તવિકતાને સ્વીકારવા તો તૈયાર નથી જ હોતા પરંતુ એથી આગળ વધીને આવી વાસ્તવિકતાઓનું કાંતો બાળમરણ કરી દેવા અથવા એ શક્ય ન બને તો છેવટે પોતે જ આતંકનું વાતાવરણ ઊભું કરવા રસ્તા પર ઉતરી પડે છે.

ધ કાશ્મીર ફાઇલ્સની જેમ જ ધ કેરાલા સ્ટોરીમાં જે હકીકત દર્શાવવામાં આવી છે એ હકીકતો વિશે વાસ્તવમાં કેરળના જ (અમુક સમજદાર) કોંગ્રેસી અને (અમુક સમજદાર) ડાબેરી નેતાઓ ઉપરાંત (અમુક સમજદાર) ખ્રિસ્તી અગ્રણીઓ છેલ્લા ઘણાં વર્ષથી દેશ અને દુનિયાને ચેતવણી આપી જ રહ્યા હતા, પરંતુ ત્યારે આ વાતને કોઈ ગંભીરતાથી લેતું નહોતું. કેરળમાં તો ખ્રિસ્તીઓએ તેમના સમુદાયની છોકરીઓને બચાવવા Church’s Auxiliary for Social Action (CASA) નામે સંગઠનની પણ રચના કરેલી છે.

એથી આગળ વધીને કેન્દ્ર સરકારે થોડા મહિના પહેલાં આતંકી સંગઠન પોપ્યુલર ફ્રંટ ઑફ ઈન્ડિયા (PFI) ઉપર પ્રતિબંધ મૂક્યો અને તેના આતંકીઓ પાસેથી જે દસ્તાવેજો હાથ લાગ્યા તેમાં તેમનો બદઈરાદો ખુલ્લો પડી ગયો હતો. હવે પ્રતિબંધિત થયેલા સંગઠન પીએફઆઈના આતંકીઓ ભારતને 2047 સુધીમાં ઇસ્લામિક દેશમાં તબદીલ કરવાના શેખચલ્લી સપનાં જોતા હતા અને એ વાત તેમણે એ દસ્તાવેજોમાં લખી પણ હતી.

જોકે, આ સમસ્યા દસમી સદીથી શરૂ થઈ છે. દેશમાં ઘૂસી આવેલા આક્રમણકારીઓ અને ત્યારપછીના તેમના વંશજોએ સ્થાનિક ભારતવંશીઓની સાથે શાંતિથી રહેવાને બદલે તેમના ઉપર અત્યાચાર કર્યા, તેમનાં હજારો મંદિરો ધ્વસ્ત કરી દીધાં, શિક્ષણ વ્યવસ્થાને સંપૂર્ણ ભ્રષ્ટ કરી નાખી, ભારતીય વીરોને વિલન અને વિદેશી આક્રાંતાઓને હીરો બનાવી દીધા, વહીવટીતંત્રમાં તેમજ પોલીસતંત્રમાં એ હદે ભય ઘૂસાડી દીધો કે અધિકારીઓ અને પોલીસ કોઈ પગલાં લેતા આજે પણ ડરે છે. આ બધાની સાથે મળીને મીડિયા પણ કાંતો ભ્રષ્ટ થઈ ગયું અથવા આંખે પાટા બાંધી લીધા, કાનમાં પૂમડાં ભરી દીધાં.

અને બરાબર આ જ કારણ છે કે કેરળમાં છેલ્લા કેટલાય દાયકાથી ખ્રિસ્તી અને હિન્દુ છોકરીઓનું બ્રેઇનવૉશિંગ, અપહરણ, ધર્માંતર થતું રહ્યું છતાં વહીવટીતંત્ર અને પોલીસતંત્રને કશું દેખાયું નહીં, કશું સંભળાયું નહીં. હવે જ્યારે ફિલ્મના માધ્યમથી આ બધું ઉજાગર થયું ત્યારે કોંગ્રેસ, ડાબેરીઓ અને આતંકી સંગઠનોના સમર્થકોને પીડા થઈ રહી છે.

ખ્રિસ્તી અને હિન્દુ છોકરીઓ સાથે આતંકી માનસિકતા ધરાવતા લોકો દ્વારા જે કંઈ થઈ રહ્યું હતું એ ઉજાગર જવાબદારી સૌથી પહેલી મીડિયાની હતી, પરંતુ ચોક્કસ રંગના ચશ્મા પહેલા મીડિયાએ આ વાતો બહાર લાવીને રાજ્ય અને દેશને સાવધાન કરવાને બદલે આતંકીઓ સમક્ષ સાષ્ટાંગ દંડવત કરી લીધા. કેરળમાં આતંકીઓનાં કાવતરાંને રોકવા માટે સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભાજપના નેતાઓએ જ્યારે જ્યારે પ્રયાસ કર્યો ત્યારે તેમની હત્યાઓ થઈ એ હકીકતથી કેરળમાં કોઈ અજાણ નથી, અને કમનસીબે ભારતના અન્ય પ્રદેશોમાં ખાસ કોઈ જાણતું નથી. એવી જ રીતે બ્રિટિશ મીડિયા (ખાસ કરીને બદમાશ બીબીસી) તેમજ ભારતના મીડિયા તમને એ વાતની જાણ નથી કરતા કે બ્રિટનમાં રોજેરોજ શાળા અને કૉલેજની છોકરીઓ જેહાદી વાસનાનો ભોગ બની રહી છે. આવી અસંખ્ય છોકરીઓનું કાઉન્સેલિંગ કરવા અને તેમના પુનઃવસનમાં મદદ કરવા બ્રિટિશ મહિલાઓએ એક સંગઠનની રચના કરી છે. હજુ માર્ચ 2023માં જ Metro.co.uk નામની વેબસાઇટ પર ફીચર રાઇટર Kimberley Bond

ગુજરાતમાં પણ આવું જ બધું થઈ રહ્યું છે, અને ગુજરાતનું મીડિયા પણ તટસ્થતાના નામે સંઘ, ભાજપ, વિહિંપ અને બજરંગ દળની સામે દાંતિયા કાઢવામાં વ્યસ્ત છે. આતંકી કાવતરાં ઉજાગર કરવામાં ગુજરાતના મીડિયાને પણ રસ નથી...અને રસ નહીં હોવાનું કારણ ડર પણ છે તથા આતંકીઓ સંચાલિત ઇકોસિસ્ટમ પણ છે. કાજલ હિન્દુસ્તાની નામની એક બાહોશ મહિલા ઠેરઠેર આ વિશે વાત કરે છે, પરંતુ એમની વાતોની ખરાઈ કરવાની મીડિયામાં હિંમત નથી.

ઉત્તરાખંડમાં હજુ ગયા મહિને જ જંગલ વિસ્તારમાં એક સાથે સેંકડો દરગાહો બની ગયેલી હોવાનું ધ્યાનમાં આવ્યું. એ દિશામાં હાલ ત્યાંની સરકાર પગલાં લઈ રહી છે. ગુજરાતમાં બેટદ્વારકાનો કિસ્સો હજુ બહુ જૂનો નથી થયો. પશ્ચિમ બંગાળની સ્થિતિથી દેશ આજે વાકેફ છે.

દેશના ઓછામાં ઓછા નવ રાજ્યોમાં હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા છે એના સત્તાવાર આંકડા ઉપલબ્ધ છે. અને છતાં કોંગ્રેસ તુષ્ટિકરણમાંથી બહાર આવતો નથી. કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા માટેના તેના ચૂંટણી ઢંઢેરામાં પોતે સત્તા પર આવશે તો બજરંગ દળ ઉપર પ્રતિબંધ મૂકશે એવી જાહેરાત કરીને લઘુમતી તુષ્ટિકરણની તમામ હદ વટાવી દીધી છે. એ વાત અલગ છે કે રાજ્ય સરકાર આવો પ્રતિબંધ લગાવી ન શકે, પરંતુ તેના પરથી કોંગ્રેસની દાનત વિશે દેશને જાણ થઈ એ વધારે અગત્યનું છે. અને આ જ કારણે દેશ કોંગ્રેસ (ની માનસિકતાથી) મુક્ત થાય એ માત્ર જરૂરી નહીં પણ અનિવાર્ય છે. કોંગ્રેસે કદી મુસલમાનોનું ભલું કર્યું નથી, પરંતુ તેની નીતિઓને કારણે જેહાદી માનસિકતાને હંમેશાં બળ મળ્યું છે એ વાતનો ઇનકાર દેશનો કોઈ સમજદાર માણસ કરી શકે નહીં. વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment