Showing posts with label રાહુલ ગાંધી. Show all posts
Showing posts with label રાહુલ ગાંધી. Show all posts

Sunday, March 12, 2023

રાગાનો લોકશાહી રાગઃ કથની અને કરનીમાં અગડમ-બગડમ


 ⛔ લોકશાહી પ્રક્રિયાથી જીતી નહીં શકનાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર જઇને ભારતની લોકશાહીની ફરિયાદ કરે છે! કમાલ છે!😀

✍  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

કોંગ્રેસ, સપા, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), જેડી (યુ), આરજેડી, આમ આદમી પાર્ટી, ટીએમસી, બીઆરએસ વગેરે રાજકીય પક્ષોની બેચેનીનું પાણી નાક સુધી આવી ગયું છે. ભ્રષ્ટાચાર અને લઘુમતી તુષ્ટીકરણમાં ગળાડૂબ આ રાજકીય પક્ષો લોકશાહી પ્રક્રિયાથી યોજાતી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવી શકતા નથી એટલે હવે તમામ પ્રકારના અખાડા કરી રહ્યા છે—અને એ પણ લોકશાહીના નામે!

કટ્ટર ભ્રષ્ટાચારી અને જેહાદી-ખાલિસ્તાની સમર્થક આમ આદમી પાર્ટીનો ઘડો તો તેના અસ્તિત્વના દસ વર્ષમાં જ ભરાઈ ગયો છે. એનું ભવિષ્ય હવે વધારે લાંબો સમય નથી. મમતા બેનરજીના ટીએમસી પક્ષનું અસ્તિત્વ બંગાળની બહાર નથી તેનું પ્રમાણ હમણાં ઈશાન ભારતનાં ત્રણ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામોએ સ્પષ્ટ કરી દીધું. તેલંગણાના શાસક પક્ષ ભારતીય રાષ્ટ્ર સમિતિ (જૂનું નામ તેલંગણા રાષ્ટ્ર સમિતિ) ના અંતનો આરંભ થઈ ગયો છે કેમ કે મુખ્યપ્રધાન કેસીઆરના દીકરી કે. કવિતાનું નામ કેજરીવાલના શરાબકાંડમાં આવી ચૂક્યું છે. બિહારમાં લાલુ યાદવ પરિવાર વિરુદ્ધ ફરીથી કેસ ખૂલ્યો છે—આ વખતે જમીનના બદલામાં રેલવેમાં નોકરી અપાવવાની એમની જૂની ભ્રષ્ટાચારલીલાનો કેસ છે. ઉદ્ધવ ઠાકરે અને નીતિશકુમાર વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી કેમ કે બેમાંથી એકેય કદી પોતાની મેળે બહુમતી બેઠકો જીતીને સત્તા પર આવી શક્યા નથી—ભવિષ્યમાં આવી શકવાના નથી.

રહ્યો કોંગ્રેસ પક્ષ! તો એને હંમેશ માટે પ્રજાના મન પરથી ઉતારી દેવા માટે આદરણીય રાહુલ ગાંધી (રાગા) સહિત કોંગ્રેસના પ્રવક્તાઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન અને ત્યારપછી પણ દેશમાં હિમાચલ પ્રદેશ સિવાય ક્યાંય ચૂંટણી જીતી નહીં શકનાર રાહુલ ગાંધી ચોવીસે કલાક, દરેક સ્થળે, દરેક રાજ્યમાં, લોકસભા તેમજ સોશિયલ મીડિયા સહિત દરેક મંચ ઉપર ભાજપ – સંઘ – નરેન્દ્ર મોદી એમ બધાના વિશે બેફામ બોલતા હોવા છતાં દેશમાં લોકશાહી નથી એવું ભારતમાં તો બોલે જ છે, પણ એથી આગળ વધીને વિદેશની ધરતી ઉપર જઇને પણ બોલે છે.

દેશના સામાન્ય નાગરિકોની વચ્ચે સાવ નીચું રેટિંગ ધરાવતા આ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ ભાજપને અને નરેન્દ્ર મોદીને ગાળો દઇને એક રીતે દેશના મતદારોનું જ અપમાન કરી રહ્યા છે. રાજકીય લડાઈને ખાતર આ બધા ભાજપને – મોદીને ગાળો દે ત્યાં સુધી સમજી શકાય, પરંતુ કોંગ્રેસ સહિત વિપક્ષોની હતાશા એ હદે પહોંચી ગઈ છે કે તેઓ ભારતીય સૈન્ય, ભારતીય તપાસ એજન્સીઓનું હવે તો હાલતાં-ચાલતાં અપમાન કરવા લાગ્યા છે.

વિરોધ પક્ષોની હતાશા એ હદે નીચલા સ્તરે પહોંચી ગઈ છે કે તેમની પાસે પોતાના વિશે હકારાત્મક કે રચનાત્મક વાત કરવા માટે એકપણ મુદ્દો જ નથી. આ વિરોધ પક્ષો જે વાતો કરે છે તેના ઉપર દેશના મતદારોને વિશ્વાસ જ નથી બેસતો. તમામ વિપક્ષો જ્યોર્જ સોરોસની ટુકડે ગેંગની જેમ વર્તી રહ્યા છે. રાહુલ ગાંધીને ભારત દેશ એક અખંડ રાષ્ટ્ર નથી લાગતો પરંતુ વિવિધ રાજ્યોનું બનેલું યુનિયન લાગે છે! અને એ જ ભાષા આતંકિસ્તાન પણ બોલે જ છે. બ્રિટનમાં રાહુલ ગાંધીના જેટલા પણ યજમાન હતા અને તેમના વિવિધ કાર્યક્રમમાં જે લોકો હાજર હતા તેમના સીધા તાર આતંકિસ્તાન સાથે જોડાયેલા હતા એ તો હવે જગજાહેર થઈ ગયું છે. અને ત્યારે દેશનો સામાન્ય નાગરિક એટલું તો વિચારને કે, જે આતંકિસ્તાન એના જન્મથી જ ભારત વિરોધી પ્રવૃત્તિ કરે છે તેની સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા લોકો લંડનમાં રાહુલ ગાંધીની સાથે કેમ હતા? જે આતંકિસ્તાનમાં કદી લોકશાહી જોવા નથી મળી તેના જ વિદેશમાં વસતા એજન્ટો રાહુલ ગાંધીની સાથે મંચ ઉપર હોય અને એ સમયે માનનીય રાહુલજી લોકશાહીની વાત કરે ત્યારે આપણે સૌએ હસવું કે રડવું? જે ચીને 1950ના દાયકા પછી લોકશાહી જોઈ નથી તેના દ્વારા વિદેશની ધરતી પર પ્રાયોજિત કાર્યક્રમોમાં રાહુલ ગાંધી ભારતમાં લોકશાહી વિશે ફરિયાદ કરે ત્યારે આપણે શું સમજવું?

ભારતમાં પારદર્શી અને લોકશાહી રીતે યોજાતી ચૂંટણીમાં માનનીય રાહુલજીનો પક્ષ જીતી શકતો નથી અને તેથી લંડનમાં કોઈ યુનિવર્સિટીના મંચ ઉપર 50-60 પાલતુ લોકોની વચ્ચે ગોળગોળ, મોં-માથા વિનાનું બોલીને રાહુલજી ભારતની લોકશાહી બચાવવા માટે અમેરિકા અને યુરોપને હાકલ કરે ત્યારે એનો સીધો અર્થ તો એવો જ થાય ને કે, ભારતમાં સત્તા પર આવવા કોંગ્રેસ આ નેતા અમેરિકા-યુરોપનો ટેકો માગી રહ્યા છે! મુદ્દો એ છે કે, વિરોધ પક્ષો પાસે હકારાત્મક, સકારાત્મક, રચનાત્મક વાતો અને વિષયો પહેલા પણ નહોતા અને આજે પણ નથી. ભાજપ મજબૂત નહોતો ત્યારે કોંગ્રેસ સહિત વિપક્ષો દાયકાઓ સુધી ગરીબી, લઘુમતી, ભ્રષ્ટાચાર, વંશવાદ વગેરેના આધારે સત્તા મેળવતા રહ્યા. તેમની પાસે એ સમયે પણ દેશના વિકાસના, સૌનો સાથ-સૌના વિકાસના મુદ્દા હતા જ નહીં—આજે પણ નથી. ભારતની પ્રજા ભોળી હશે, પણ ભોટ નથી એ વાત વિપક્ષોને કેવી રીતે સમજાશે એ વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, February 19, 2023

રાષ્ટ્રવાદ અને સેક્યુલારિઝમનો સૌથી મોટો દુશ્મન- જ્યોર્જ સોરોસ

 


કાર્લ માર્ક્સ નામના એક બદમાશે તેનાં લખાણો દ્વારા 19મી સદીમાં દુનિયાને હિંસાની આગમાં ઝોંકી દીધી હતી, એ રીતે 21મી સદીમાં જ્યોર્જ સોરોસ નામનો બદમાશ તેના નાણાના જોરે રાષ્ટ્રવાદી સરકારોને ઊથલાવવા પ્રયત્નશીલ છે

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

“મોદીજી ઔર બીજેપીને દેશ કી સભી સંસ્થાઓં પર કબજા કર લિયા હૈ. સબકુછ અદાની-અંબાની કો બેચ દિયા હૈ.”

“મોદી અને ઉદ્યોગપતિ અદાણી ગાઢ સાથીદારો છે. અદાણી ઉપર શૅરોમાં ગરબડ કરવાનો આક્ષેપ છે. મોદી એ વિશે ચૂપ છે. તેમણે વિદેશી રોકાણકારો તથા સંસદમાં જવાબ આપવો પડશે. આને કારણે ભારતના સંઘીય ઢાંચા ઉપર તેમની (મોદીની) પકડ નબળી પડશે અને પરિણામે અતિ આવશ્યક એવા સંસ્થાકીય સુધારા માટે દ્વારા ખૂલશે. હું આશા રાખું છું કે ભારતમાં લોકશાહી પુનઃજાગ્રત થશે.”

ઉપરનાં બંને વિધાન બે અલગ વ્યક્તિના છે. એક ભારતીય છે અને બીજો ન્યૂયોર્કમાં રહેતો એક યહૂદી છે. પરંતુ સમાનતા એ છે કે બંનેને ભારતના સબળ નેતૃત્વ તેમજ દુનિયામાં વધી રહેલી ભારતની વગ પસંદ નથી. આત્મનિર્ભર અને સક્ષમ ભારત બંનેને પસંદ નથી કેમ કે તેને કારણે તેમની જેહાદ-પરસ્તીને નુકસાન થઈ રહ્યું છે. ઉપરનાં બે વિધાનમાંથી પહેલું વિધાન કોનું છે એ સમજવું મારી કૉલમના વિદ્વાન વાચકો માટે અઘરું નથી, પરંતુ આજે આપણે વાત બીજું વિધાન કરનાર દુનિયાના ધનકુબેર બદમાશની કરવી છે. એનું નામ છે જ્યોર્જ સોરોસ. જે રીતે આતંકવાદીઓ, જે રીતે દાણચોરો અને ગુંડાઓ માનવજાત માટે જોખમી હોય છે એવો જ જોખમી છે આ 92 વર્ષનો ધનિક સોરોસ.

આ કૉલમમાં અગાઉ પણ માનવજાતના દુશ્મન જ્યોર્જ સોરોસ વિશે વાત કરેલી જ છે, પરંતુ આજે ફરી એના વિશે વાત કરવાનું ખાસ કારણ છે. બે અઠવાડિયા પહેલાં આ જ સ્થળે બીબીસીની ગુજરાત વિશેની ડોક્યુમેન્ટ્રી અને ત્યારબાદ દેશના ટોચના ઉદ્યોગગૃહ અદાણી જૂથ વિરોધી હિંડનબર્ગ અહેવાલ વિશે વાત કરી હતી. એ બંને ઘટના પહેલાં અને એ પછી રાહુલ ગાંધી તથા કોંગ્રેસ અને અન્ય પક્ષો જે રીતે હો-હા કરી રહ્યા છે તેને તેમના મેન્ટર-માર્ગદર્શક જ્યોર્જ સોરોસનું ખુલ્લું સમર્થન આ અઠવાડિયે મળ્યું. જે સોરોસ અત્યાર સુધી પડદા પાછળ રહીને ભારત વિરોધી પ્રવૃત્તિઓને માત્ર નાણાકીય સહાય કરતો હતો એ હવે સીધો નરેન્દ્ર મોદીના નામ સાથે ભારતની રાષ્ટ્રવાદી સરકાર ઉપર હુમલો કરવા બહાર પડ્યો છે. તેણે મ્યુનિક સિક્યોરિટી કૉન્ફરન્સમાં વક્તવ્ય આપ્યું જેમાં અન્ય બાબતોની સાથે તેનો ભારતના રાષ્ટ્રવાદીઓ વિરોધી એજન્ડા પણ સ્પષ્ટ રીતે જાહેર થયો. લેખના પ્રારંભે જે બીજું વિધાન છે તે સોરોસનું છે.

હકીકત એ છે કે, ભારત વિરોધી મીડિયાની પ્રવૃત્તિઓને ફંડિંગ કરનાર પણ સોરોસ જ છે અને હિંડનબર્ગ જેવી સંસ્થાઓને નાણા ધિરનાર પણ સોરોસ જ છે. અને આ બધાને પોતાના માથે બેસાડીને ફરે છે- ભારતના એવા રાજકીય પક્ષો જેમને રાષ્ટ્રવાદ પસંદ નથી, જેમને હિન્દુત્વ અને મંદિરો પસંદ નથી, જેમને આત્મનિર્ભર ભારત પસંદ નથી. એ પક્ષો કયા છે એ વાત વાચકો સારી રીતે જાણે છે-સમજે છે.

મૂળ વાત એ છે કે, જ્યોર્જ સોરોસ એ જ ભારત વિરોધી બૌદ્ધિક અને નાણાકીય કડીનો એક હિસ્સો છે જેની શરૂઆત કાર્લ માર્ક્સે કરી હતી. માર્ક્સ કદી ભારત આવ્યો નહોતો પરંતુ દુનિયાભરના ડાબેરી-જેહાદી તેમજ મિશનરી ઇતિહાસકારોનાં લખાણો વાંચીને તેણે ભારતીય ધર્મ-સંસ્કૃતિ વિરુદ્ધ લખ્યું હતું. કમનસીબે 19મી સદીનાં એ લખાણોને આજે 21મી સદીમાં તેના માનસપુત્રો એવા ડાબેરીઓ અને જેહાદીઓ ટાંકતા રહે છે અને ભારતીયતાને બદનામ કરવાની અવિરત પરંપરામાં જોડાયેલા રહે છે.

અગાઉ કહ્યું તેમ જ્યોર્જ સોરોસ અત્યાર સુધી, ખાસ કરીને 2014 પછી પડદા પાછળ રહીને જંગી નાણા ખર્ચીને ભારત વિરોધી આંદોલનો અને હિંસા કરાવતો રહ્યો છે, પરંતુ આ અઠવાડિયે તે સીધો જ મેદાનમાં ઉતર્યો છે અને તેથી નિશ્ચિત થઈ ચૂક્યું છે કે, 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આ ધનિક-બદમાશ ભારતનાં વિવિધ રાજ્યોમાં, ભારતના વિવિધ સમુદાયો વચ્ચે ભારતમાં રહેલા તેના રાજકીય એજન્ટો મારફત વિખવાદ કરાવશે. સોરોસ નામનો બદમાશ મુસ્લિમોને અચૂક ઉશ્કેરશે એ વાતમાં કોઈ શંકા નથી કેમ કે તેના દ્વારા સ્થાપિત “ઓપન સોસાયટી” નો એ જ ઉદ્દેશ છે. આ જ કામ માર્ક્સવાદીઓ પણ કરે છે અને એટલે જ આ તત્વોને મેં રાષ્ટ્રવાદ અને સેક્યુલારિઝમના સૌથી મોટા દુશ્મન ગણાવ્યા છે.

નક્કી પ્રજાએ કરવાનું છે કે, જ્યોર્જ સોરોસ, બીબીસી, હિંડનબર્ગ જેવા ભારત-વિરોધી એજન્ટો દ્વારા ફેલાવવામાં આવતા જૂઠાણાં માની લઇને તેમને પ્રોત્સાહન આપવાનું છે કે પછી દેશને આત્મનિર્ભર અને વિશ્વગુરુ બનાવવા માટે સતત પ્રયત્નશીલ મોદી સરકારની વાતમાં વિશ્વાસ રાખવાનો છે! વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Tuesday, May 21, 2019

રાહુલજીનો મતદારોને જાહેર પત્ર



રાહુલજીનો મતદારોને જાહેર પત્ર

--- અલકેશ પટેલ

દરમિયાન તાજા-તાજા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. એક્ઝિટ પોલ જોયા બાદ આદરણીય શ્રી રાહુલજીએ દેશના મતદારોના નામે એક જાહેર પત્ર (Open letter) લખ્યો છે જેની નકલ(કૉપી) અમારા ઝંઝાવાતી પત્રકાર અલકેશ પટેલના હાથમાં આવી છે, તે અહીં જાહેર જનતાના લાભાર્થે પ્રકાશિત કરવામાં આવે છે. જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે આ અંગે માનવતાનું હિત ધ્યાનમાં રાખવું અને વધારે પડતી મજાક ન કરવી...તો પ્રસ્તુત છે દેશના મતદારોના નામે એ “જાહેર” પત્ર જે “સિક્રેટ” છે.

પ્રિય મતદારો,
હું તમારાથી નારાજ છું. તમારે મને મત જ નહોતા આપવા તો મારી સભાઓમાં ભીડ કેમ કરતા હતા, હેં ???
મારી જ્યાં જ્યાં સભા થતી હતી ત્યાં તમે બધા ખૂબ મોટી સંખ્યામાં આવતા હતા. મારી સભામાં તમારી જંગી સંખ્યાને કારણે મારા પક્ષના નેતા-કાર્યકરો તો રાજીના રેડ થઈ જતા હતા, પરંતુ તેનાથી વધારે આનંદ-ઉત્સાહનો માહોલ અમુક “ચોક્કસ” મીડિયા-અખબાર-વેબસાઇટમાં છવાઈ જતો હતો. આ ચોક્કસ મીડિયામાં મારી વિશાળ-જંગી સભાના મોટા-મોટા ફોટા છપાતા હતા અને ટીવી ચૅનલો ઉપર “મારા પત્રકારો” ઊછળી ઊછળીને ભક્તોનો ઉધડો લઈ લેતા.
અમુક અખબારો તો આઠ કૉલમમાં ફોટા અને 16 કૉલમના હેડિંગ પણ બનાવતા હતા, એ બધાના દિલ ઉપર “આઘાતના” કેવા “વાદળા” વરસ્યા હશે એની તમને કશી ખબર પડે છે?
હે મતદારો! એક્ઝિટ પોલ પછી બધા “મારા પત્રકારો” ઉપરાંત મારા પક્ષના ઘણા નેતા-કાર્યકરો કેટલા દુઃખી છે એનો તમને અંદાજ છે ખરો?
મતદારો, હું તમને પૂછવા માગું છું કે મને મત નહોતા જ આપવા...તો પછી શા માટે મારી સભામાં આવતા હતા? શું તમને ખબર છે કે મારી સભામાં તમારા બધાની જંગી ભીડ જોઇને જ ગઠબંધનના અન્ય પક્ષો ડરી ગયા હતા અને મારા પક્ષ સાથે જોડાણ કરવા નહોતા માગતા? અને એ ભીડ જોઇને જ અહંકાર, (ઓહ સોરી), ગર્વને કારણે જ મેં દિલ્હીની એક ટચુકડી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ધરાર ઇનકાર કરી દીધો હતો. તો પણ તમે અમને મત ના આપ્યા... કેમ?... હું પૂછું છું કેમ?
તમને ખુશ કરવા મેં કેટકેટલા વેહ કાઢ્યા- મંદિરોમાં ગયો, દરગાહોમાં ગયો, તોય તમે મને મત ન આપ્યા..!
હે મતદારો, તમે મારી સાથે આવું કર્યું છે તેનો હું જરૂર બદલો લઇશ.
જો જો હવે...જ્યારે પણ ચૂંટણી આવશે અને મારી સભાનું આયોજન થશે ત્યારે તમે બધા દર વખતની જેમ જંગી સંખ્યામાં ઉપસ્થિત થશો...પણ છેલ્લી ઘડીએ એ સભાઓમાં હું ભાષણ કરવા જ નહીં આવું... હા હા હા હા... ડિંગો ડિંગો. #alkeshpatel
(બસ હવે વધારે નથી લખી શકતો કેમ કે "માલા લાજકીય ગુલુ" ગેમ ચિત્રોડાએ મને આટલા જ મુદ્દા લખી આપ્યા હતા)

Tuesday, April 16, 2019

રાહુલ ગાંધી વિરુદ્ધ કેટલા કોર્ટ કેસ ચાલે છે?


રાહુલ ગાંધી વિરુદ્ધ કેટલા કોર્ટ કેસ ચાલે છે?

--- રાજકારણમાં માત્ર રાજકીય કિન્નાખોરી પ્રેરિત કેસ ચાલતા હોય એ સ્વાભાવિક છે... પરંતુ કોંગ્રેસના અધ્યક્ષ વિરુદ્ધ તો ભ્રષ્ટાચારથી શરૂ કરીને દેશના અપમાન, સંઘના અપમાન તથા છેલ્લે સુપ્રીમ કોર્ટના અપમાન સહિત ઓછામાં ઓછા 5-7 કેસ ચાલુ છે..!

-- અલકેશ પટેલ
ભારત જેવા દેશમાં કોઈ વ્યક્તિ રાજકારણમાં આવવા માગે અને એ જો ભવિષ્યમાં મુખ્ય હરીફ અથવા પ્રબળ હરીફ થઈ શકે તેમ હોય તો રાજકીય કારણસર તેમની વિરુદ્ધ જાત-જાતના કેસ લાગી શકે છે. પરંતુ આજે અહીં આપણે રાહુલ ગાંધી વિરુદ્ધના કેસોની વાત કરવી છે. પરિવારવાદને કારણે અથવા કોંગ્રેસ પક્ષની પરંપરાને કારણે રાહુલ ગાંધી આજે એક રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષનું પદ ધરાવે છે. પરંતુ સાથે એ પણ એટલી જ કમનસીબ હકીકત છે કે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર, દેશના અપમાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અપમાન તેમજ સુપ્રીમ કોર્ટના અપમાન સહિત ઓછામાં ઓછા પાંચથી સાત કોર્ટ કેસ ચાલી રહ્યા છે.

(1) આરએસએસ દ્વારા દાખલ કરવામાં આવેલો માનહાનીનો કેસ, (2) આસામમાં મંદિર પ્રવેશ અંગે ખોટા નિવેદનનો કેસ, (3) 2017માં ઉત્તરાખંડમાં આચારસંહિતા ભંગનો કેસ, (4) દેશના અપમાન તથા ત્રાસવાદીઓના બચાવ વિરુદ્ધ મુઝફ્ફરપુર કોર્ટમાં ઑગસ્ટ 2018માં દાખલ કરવામાં આવેલો કેસ, (5) રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટની અવમાનનાનો કેસ. (6) આ સિવાય રાહુલ ગાંધી વિરુદ્ધ બળાત્કારનો કેસ પણ દાખલ થયો હતો, પરંતુ કોર્ટે તેને રાજકીય કિન્નાખોરી પ્રેરિત ગણાવીને કેસ ફગાવી દીધો હતો. (7) ભાજપે અદાલત ઉપરાંત ચૂંટણી પંચમાં પણ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે.

સૌથી પહેલાં વાત કરીએ સૌથી તાજા કેસની. સુપ્રીમ કોર્ટે ગઈકાલે જ, અર્થાત 15 એપ્રિલ, 2019ને સોમવારે રાહુલ ગાંધીને એક નોટિસ ફટકારીને આગામી 22 એપ્રિલે ખુલાસો કરવા આદેશ આપ્યો છે. આ કેસ ખુદ સુપ્રીમ કોર્ટની અવમાનનાનો છે. રાફેલ સોદાના કેસમાં સુપ્રીમ કોર્ટે ગત 14 ડિસેમ્બરે એક ચુકાદો આપીને નરેન્દ્ર મોદી સરકારને ક્લીન ચિટ આપી હતી, પરંતુ કોંગ્રેસના ઇશારે અને કોંગ્રેસ માટે કામ કરતા ભાજપના બે અસંતુષ્ટ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો અરુણ શૌરી તથા યશવંત સિંહા ઉપરાંત હંમેશાં કાશ્મીરી ત્રાસવાદીઓ અને દેશના અર્બન નક્સલવાદીઓના કેસ લડવા માટે જાણીતા પ્રશાંત ભૂષણે એક અખબારી અહેવાલના આધારે સુપ્રીમ કોર્ટના ડિસેમ્બરના ચુકાદા સામે રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી.

આ પિટિશન સામે સરકારના વિરોધ છતાં સુપ્રીમ કોર્ટે છ દિવસ પહેલાં એટલે કે 10 એપ્રિલે અપીલ દાખલ કરવાનો નિર્ણય લીધો. રિવ્યૂ પિટિશન દાખલ કરતી વખતે કોર્ટે તો માત્ર એટલું જ કહ્યું હતું કે, રાફેલ કેસમાં નવા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હોવાથી સુનાવણી કરવામાં આવશે. પરંતુ રાહુલ ગાંધીએ તેમની આદત મુજબ એ નિર્ણયને તોડી-મરોડીને મીડિયામાં અને ત્યારબાદ જાહેરસભાઓમાં એવાં નિવેદનો કર્યાં કે, “સુપ્રીમ કોર્ટે માની લીધું કે રાફેલ કેસમાં ભ્રષ્ટાચાર થયો છે અને સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે ચોકીદાર ચોર છે.”

રાહુલ ગાંધીને પોતાની રીતે 10 એપ્રિલના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું અર્થઘટન કરવાની છૂટ હતી, પરંતુ તેમણે પોતાની માન્યતાને સુપ્રીમ કોર્ટના નામે ચઢાવી દીધી. ભાજપ તેની સામે ગંભીર વાંધો લે એ યોગ્ય જ છે, કેમ કે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટના નામે નિવેદનો કરે તેનાથી સામાન્ય સ્તરના પ્રજામાનસમાં એવી છાપ બેસી જાય કે અદાલતે જ મોદી સરકારને અપરાધી માની લીધી છે. પરંતુ હકીકત તો એ છે કે કોર્ટે માત્ર કેસની સુનાવણી કરવાની તૈયાર દર્શાવી છે. ચુકાદો તો ક્યારે આવશે અને શું આવશે એ હાલ કોઈ જાણતું નથી.

રાહુલ ગાંધીની હિન્દુઓ પ્રત્યેની નારાજગી જગજાહેર છે. તેમનું એ નિવેદન દેશના નાગરિકો આજે પણ ભૂલ્યા નથી કે, “મંદિરમાં દર્શન માટે જનારા લોકો જ મહિલાઓની છેડતી કરે છે.” હિન્દુઓ પ્રત્યેની નારાજગી વધારે તીવ્ર બને અને પોતે સેક્યુલર છે એવું લાગે એ માટે જ રાહુલ ગાંધી વારંવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અપમાનિત કરતા રહે છે. અને એ પ્રયાસમાં તેઓ અગાઉ જાહેરમાં તેમજ મીડિયા સમક્ષ એવું વારંવાર બોલી ચૂક્યા છે કે, મહાત્મા ગાંધીની હત્યા માટે સંઘ જવાબદાર છે. મુસ્લિમોની વચ્ચે પોતાની સેક્યુલર છબી જાળવી રાખવા માટે એક રાજકારણી તરીકે રાહુલ ગાંધી સંઘની ટીકા કરે એમાં કશું ખોટું નથી, પરંતુ એવી ટીકા પાછળ તેમનો સ્પષ્ટ (બદ)ઈરાદો સમગ્ર હિન્દુ સમાજને અપમાનિત કરવાનો છે. સંઘ હિન્દુત્વનું સાંસ્કૃતિક સંગઠન છે એ વાત આખી દુનિયા જાણે છે. અને તેથી જો સીધો સંઘ ઉપર પ્રહાર કરવામાં આવે તો પોતે હિન્દુ સમાજ ઉપર પ્રહાર કરી રહ્યા છે એવું દેશની લઘુમતીઓને તેમજ લઘુમતી-પ્રેમી મીડિયાને બતાવી શકાય એ તેમનો સ્પષ્ટ ઈરાદો રહ્યો છે. અને તેથી જ સંઘે પણ રાહુલ વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કરેલો છે.

આસામમાં તેમના વિરુદ્ધ અપમાનનો કેસ એટલા માટે દાખલ થયો છે કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી ત્યાંના એક પ્રાચીન મંદિરમાં જવા માગતા હતા. પરંતુ કેટલીક સ્થાનિક મહિલાઓએ તેમને મંદિરમાં પ્રવેશવા ન દીધા. ત્યારબાદ આસામથી પરત આવીને રાહુલ ગાંધીએ લોકસભાની અંદર એવું નિવેદન કર્યું હતું કે, આરએસએસના લોકોએ તેમને આસામમાં મંદિરની મુલાકાત લેતા અટકાવ્યા હતા. લોકસભાની અંદર તેમનું આ નિવેદન સદંતર ગેરમાર્ગે દોરનારું હતું, તેથી આસામમાં સંઘના પદાધિકારીઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરેલો છે.

આ ઉપરાંત મુઝફ્ફરપુરની અદાલતમાં રાહુલ વિરુદ્ધ એક કેસ દાખલ થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપર જઈને ભારતની બદનામી કરી છે એટલું જ નહીં પરંતુ ત્રાસવાદને સમર્થન આપ્યું છે. વાત એમ છે કે, ગયા વર્ષે જર્મની તથા બ્રિટનની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ એવું નિવેદન કર્યું હતું કે, “ભારતમાં બેરોજગારી વધી ગઈ હોવાને કારણે યુવાનો ત્રાસવાદ તરફ વળી રહ્યા છે.”

સર્વગ્રાહી રીતે મુદ્દો એ છે કે, રાહુલ ગાંધી એક સમયના શાસક પક્ષના હાલના અધ્યક્ષ છે. લોકશાહીના હિતમાં તેમના ઉપર એ પક્ષને ફરી બેઠો કરવાની જવાબદારી છે. પરંતુ કમનસીબે તેમનાં નિવેદનો એક સ્તરથી ઉપર જતા નથી, અને પરિણામે દેશના યુવાનો, દેશના ઉદ્યોગક્ષેત્ર, દેશના નોકરિયાત વર્ગ, દેશના કળા ક્ષેત્ર – કોઈને પણ રાહુલ ગાંધીના વૈકલ્પિક નેતૃત્વ ઉપર વિશ્વાસ બેસતો નથી. લોકશાહી માટે આ સારું લક્ષણ નથી.