Tuesday, May 21, 2019

રાહુલજીનો મતદારોને જાહેર પત્ર



રાહુલજીનો મતદારોને જાહેર પત્ર

--- અલકેશ પટેલ

દરમિયાન તાજા-તાજા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. એક્ઝિટ પોલ જોયા બાદ આદરણીય શ્રી રાહુલજીએ દેશના મતદારોના નામે એક જાહેર પત્ર (Open letter) લખ્યો છે જેની નકલ(કૉપી) અમારા ઝંઝાવાતી પત્રકાર અલકેશ પટેલના હાથમાં આવી છે, તે અહીં જાહેર જનતાના લાભાર્થે પ્રકાશિત કરવામાં આવે છે. જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે આ અંગે માનવતાનું હિત ધ્યાનમાં રાખવું અને વધારે પડતી મજાક ન કરવી...તો પ્રસ્તુત છે દેશના મતદારોના નામે એ જાહેર પત્ર જે સિક્રેટ છે.

પ્રિય મતદારો,
હું તમારાથી નારાજ છું. તમારે મને મત જ નહોતા આપવા તો મારી સભાઓમાં ભીડ કેમ કરતા હતા, હેં ???
મારી જ્યાં જ્યાં સભા થતી હતી ત્યાં તમે બધા ખૂબ મોટી સંખ્યામાં આવતા હતા. મારી સભામાં તમારી જંગી સંખ્યાને કારણે મારા પક્ષના નેતા-કાર્યકરો તો રાજીના રેડ થઈ જતા હતા, પરંતુ તેનાથી વધારે આનંદ-ઉત્સાહનો માહોલ અમુક ચોક્કસ મીડિયા-અખબાર-વેબસાઇટમાં છવાઈ જતો હતો. આ ચોક્કસ મીડિયામાં મારી વિશાળ-જંગી સભાના મોટા-મોટા ફોટા છપાતા હતા અને ટીવી ચૅનલો ઉપર મારા પત્રકારો ઊછળી ઊછળીને ભક્તોનો ઉધડો લઈ લેતા.
અમુક અખબારો તો આઠ કૉલમમાં ફોટા અને 16 કૉલમના હેડિંગ પણ બનાવતા હતા, એ બધાના દિલ ઉપર આઘાતના કેવા વાદળા વરસ્યા હશે એની તમને કશી ખબર પડે છે?
હે મતદારો! એક્ઝિટ પોલ પછી બધા મારા પત્રકારો ઉપરાંત મારા પક્ષના ઘણા નેતા-કાર્યકરો કેટલા દુઃખી છે એનો તમને અંદાજ છે ખરો?
મતદારો, હું તમને પૂછવા માગું છું કે મને મત નહોતા જ આપવા...તો પછી શા માટે મારી સભામાં આવતા હતા? શું તમને ખબર છે કે મારી સભામાં તમારા બધાની જંગી ભીડ જોઇને જ ગઠબંધનના અન્ય પક્ષો ડરી ગયા હતા અને મારા પક્ષ સાથે જોડાણ કરવા નહોતા માગતા? અને એ ભીડ જોઇને જ અહંકાર, (ઓહ સોરી), ગર્વને કારણે જ મેં દિલ્હીની એક ટચુકડી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ધરાર ઇનકાર કરી દીધો હતો. તો પણ તમે અમને મત ના આપ્યા... કેમ?... હું પૂછું છું કેમ?
તમને ખુશ કરવા મેં કેટકેટલા વેહ કાઢ્યા- મંદિરોમાં ગયો, દરગાહોમાં ગયો, તોય તમે મને મત ન આપ્યા..!
હે મતદારો, તમે મારી સાથે આવું કર્યું છે તેનો હું જરૂર બદલો લઇશ.
જો જો હવે...જ્યારે પણ ચૂંટણી આવશે અને મારી સભાનું આયોજન થશે ત્યારે તમે બધા દર વખતની જેમ જંગી સંખ્યામાં ઉપસ્થિત થશો...પણ છેલ્લી ઘડીએ એ સભાઓમાં હું ભાષણ કરવા જ નહીં આવું... હા હા હા હા... ડિંગો ડિંગો. #alkeshpatel
(બસ હવે વધારે નથી લખી શકતો કેમ કે "માલા લાજકીય ગુલુ" ગેમ ચિત્રોડાએ મને આટલા જ મુદ્દા લખી આપ્યા હતા)

1 comment: