Showing posts with label muslim. Show all posts
Showing posts with label muslim. Show all posts

Wednesday, April 17, 2019

ભોળા મુસ્લિમ મતદારો અને બદમાશ રાજકારણ


ભોળા મુસ્લિમ મતદારો અને બદમાશ રાજકારણ

--- ચોખ્ખી હાર ભાળી ગયેલા રાજકીય પક્ષો અને તેમને કહેવાતા સ્ટાર પ્રચારકો છેલ્લા અઠવાડિયાથી “મુસ્લિમ” નામની માળા જપવા લાગ્યા છે. માત્ર 15 ટકા મુસ્લિમ વસ્તી માટે કોંગ્રેસ તથા કોંગ્રેસી કૂળના રાજકીય પક્ષો જો આ હદે નીચે ઊતરે...તો ચિંતા કોને થવી જોઇએ?

-- અલકેશ પટેલ
એ સમજવાનું મુશ્કેલ થઈ રહ્યું છે કે, આ દેશ 90 કરોડ હિન્દુઓ સહિત 125 કરોડ ભારતીયોનો છે...કે પછી 20-25 કરોડ મુસ્લિમોનો?
એ સમજવાનું મુશ્કેલ થઈ રહ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણી હિન્દુઓ સહિત તમામ નાગરિકો માટે થઈ રહી છે કે પછી માત્ર મુસ્લિમો માટે?
કદાચ ખૂબ મોટી સંખ્યામાં ભોળા મુસ્લિમો પણ મુંઝવણમાં હશે કે, એકાએક તેમની બોલબાલા કેમ વધી ગઈ? પરંતુ મુઠ્ઠીભર બદમાશો સારી રીતે જાણે છે કે ભોળા મુસ્લિમો સાથે કોણ અને કેવી રીતે રમત કરી રહ્યા છે?
છેલ્લા એકાદ અઠવાડિયાથી માયાવતી, અસઉદ્દીન ઓવૈસી, અકબરુદ્દીન ઓવૈસી, મમતા બેનરજી, ચંદ્રબાબુ નાયડુ, આઝમ ખાન, નવજોતસિંહ સિદ્ધુ – આ બધા http://mediaanalysis.in/minority-appeasement-politics-in-bharat/ જે રીતે “મુસ્લિમ-મુસ્લિમ”ની માળા જપવા લાગ્યા છે તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ બધાએ દીવાલ ઉપરનું લખાણ વાંચી લીધું છે...તેમની હાર થવાની છે એ વાતનો તેમને ખ્યાલ આવી ગયો છે. (હવે મને અહીં કોઈ મેનકા ગાંધી, યોગી આદિત્યનાથ વગેરે નામો યાદ ન કરાવતા, કેમ કે ભાજપના આ નેતાઓએ તો માત્ર કથિત સેક્યુલરવાદીઓના લઘુમતી રાજકારણના જવાબમાં નિવેદનો કર્યાં છે. એ તફાવત સમજવો અને ધ્યાનમાં રાખવો જ પડશે.)
હકીકતે, ભોળા મુસ્લિમો પહેલી ચૂંટણીથી જ, અથવા કહો કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ ડાબેરીઓ અને કોંગ્રેસ માટે “ઉપયોગ કરવાના” સાધન રહ્યા છે. તેનું પરિણામ એ આવ્યું કે, હિન્દુઓ હાંસિયામાં ધકેલાતા ગયા. 1985 પછી ભાજપે http://mediaanalysis.in/minority-appeasement-politics-in-bharat/ રામ અને રાષ્ટ્રવાદને વાચા આપી ત્યારે હિન્દુઓના જીવમાં જીવ આવ્યો હતો એ ઐતિહાસિક હકીકત છે. જોકે એ પછી પણ કોંગ્રેસ અને તેનાથી અલગ થયેલા તેના કૂળના અન્ય પક્ષો – સપા, બસપા, તૃણમૂલ કોંગ્રેસ, શરદ પવારની એનસીપી, જેવા તમામ નાના-મોટા પક્ષો ભોળા મુસ્લિમોનો દૂરુપયોગ કરતા જ રહ્યા.
હવે કરીએ વાત છેલ્લા અઠવાડિયાની. આખો દેશ જાણે છે કે, ભોળા મુસ્લિમોને સીધા તેમના નામ સાથે સંબોધન કરવાની શરૂઆત બસપાનાં માયાવતીએ કરી હતી. માયાવતીના એવા હિચકારા પ્રયાસથી નારાજ થયેલા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તો માત્ર એટલું જ કહ્યું હતું કે, વિપક્ષો જો અલીની વાત કરતા હોય તો અમે અલી અને બજરંગબલી બંનેની વાત કરીએ છીએ-અમારે અલી અને બજરંગબલી બંનેની જરૂર છે. માયાવતીએ સ્પષ્ટ શબ્દોમાં મુસ્લિમોનો ઉલ્લેખ કરીને તેમને ભાજપ-કોંગ્રેસ બંનેને હરાવવા અને ગઠબંધનના ઉમેદવારને મત આપવા કહ્યું હતું. પરંતુ યોગીએ અમારે તો બંનેની જરૂર છે એમ કહ્યું હતું. તેમ છતાં યોગીની વધારે સજા થઈ, અને મૂળ અપરાધની શરૂઆત કરનાર માયાવતીને ઓછી!
ક્રિકેટની રમત દ્વારા દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલો નવજોતસિંહ સિદ્ધુ તો આ બધા કરતા આગળ નીકળી ગયો. તેણે તો કટિહારની જાહેરસભામાં એટલે સુધી નિવેદન કરી દીધું કે તમે મુસ્લિમો આ મતક્ષેત્રમાં 64 ટકા છો એટલે બહુમતીમાં છો, તેથી બધા એક થઈને કોંગ્રેસને મત આપજો. ખરેખર તો આવું નિવદન ગંભીર અપરાધ કહેવાય અને એ બદલ સિદ્ધુની ધરપકડ થવી જોઇએ... પરંતુ ઈન્દિરા ગાંધીએ દેશને અંધારામાં રાખીને 1976માં બંધારણમાં ઘૂસાડી દીધેલા સેક્યુલારિઝમ શબ્દને કારણે સિદ્ધુ-માયાવતી જેવાઓને આકરી સજા થતી નથી.
મમતા બેનરજીનો હિન્દુઓ પ્રત્યેનો આક્રોશ અને ભોળા મુસ્લિમો પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. આ વખતે તો એ પ્રેમ ઊછળીને છેક બાંગ્લાદેશ સુધી પહોંચી ગયો અને મમતા બેનરજીએ પોતાના ચૂંટણી પ્રચાર માટે છેક બાંગ્લાદેશી ફિલ્મ અભિનેતા ફિરદોસ અહેમદ ખાનને બોલાવી લીધો. આ બાંગ્લાદેશી ફિરદોસ મૂળ બિઝનેસ વિઝા ઉપર ભારત આવ્યો હતો અને લાગી ગયો મમતાના ચૂંટણી પ્રચારમાં. જોકે ભારતના ગૃહ મંત્રાલયે સમયસર એ વાતની ગંભીર નોંધ લઈને તેના વિઝા રદ્દ કરી દીધા અને તેને તગેડી મૂકવાના આદેશ આપી દીધા, એટલું જ નહીં પરંતુ તેને બ્લેકલિસ્ટ પણ કરી દીધો. પરંતુ મુદ્દો મમતા બેનરજીનો છે. આ મહિલા ભોળા મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરવા કઈ હદે જઈ શકે છે એ હિન્દુઓએ વિચારવાનો અને ચિંતા કરવાનો મુદ્દો છે.

ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ હતો કે એક જમાનામાં દિલ્હીની જામા મસ્જિદના ઇમામ દ્વારા ખુલ્લેઆમ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની તરફેણમાં ફતવા જારી થતા હતા. ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ હતો કે, દેશમાં મુસ્લિમોની સ્થિતિ અંગે તપાસ કરવા સચ્ચર કમિશનની રચના થઈ હતી. ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ હતો કે, મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં ત્યાંના પીઢ કોંગ્રેસી અને હાલના મુખ્યપ્રધાન કમલનાથે બંધ બારણે મુસ્લિમો સાથે વાત કરીને કોંગ્રેસને જીતાડવા અને પછી સંઘ પરિવારને જોઈ લેવાની વાત કરી હતી. અને હા, એ જ ચૂંટણી વખતે તેલંગાણામાં કોંગ્રેસે જારી કરેલા ચૂંટણી ઢંઢેરાને દેશના નાગરિકોએ કદી ભૂલવો ન જોઇએ.
ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ છે કે, દેશમાં ગમે ત્યાં એકાદ મુસ્લિમ સાથે કશું થાય (જે ન જ થવું જોઇએ) ત્યારે તમામ કહેવાતી સેક્યુલર પ્રજાતિના તમામ લોકો એકત્રિત થઈ હો-હા કરી મૂકે છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષથી પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભાજપ, સંઘના નેતાઓ-કાર્યકરો રહેંસાઈ રહ્યા છે ત્યારે બોલનાર કોઈ નથી.
ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ હતો કે, હજાર વર્ષ જૂના સબરીમાલા મંદિરની પરંપરાને તોડી પાડવા કેરળના મુસ્લિમો વકીલોના એક જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી અને કોર્ટે પણ એ પરંપરા તોડવા માગતી અપીલ મંજૂર રાખી.
ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ છે કે, રામ મંદિરનો વિવાદ આજે પણ ઉકેલવા નથી દેવાતો. ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ હતો કે 1985ના અરસામાં તે સમયની માંડ 10 ટકા મુસ્લિમ પ્રજાને ખુશ કરવા - જવાહરલાલ નહેરુના પૌત્ર અને ઈન્દિરા ગાંધીના પુત્ર અને સોનિયા ગાંધીના પતિ અને રાહુલ ગાંધીના પિતા – તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીએ શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને રગદોળી નાખ્યો હતો.
છેલ્લે 2012-13માં તો એવી સ્થિતિ આવી ગઈ હતી કે, કોંગ્રેસે ભોળા મુસ્લિમોનું સંપૂર્ણ તૃષ્ટિકરણ કરવાના ઇરાદાથી “કોમી તોફાનો વિરોધી કાયદો” લાવવાનો હિચકારો પ્રયાસ કર્યો હતો. હિચકારો પ્રયાસ એટલા માટે કે, એ કાયદામાં કોઇપણ પ્રકારના કોમી તોફાન અથવા કહેવાતા લઘુમતી અત્યાચારના કિસ્સામાં હિન્દુઓને સીધા જેલમાં જ પૂરી દેવાની જોગવાઈ કરવામાં આવી હતી અને તેમાં જામીન પણ ન મળે એવા સજ્જડ તૃષ્ટિકરણનો કારસો રચાઈ ગયો હતો. હિન્દુઓના સદનસીબે જોકે કોંગ્રેસ-યુપીએ એ કાયદો ત્યારે રાજ્યસભામાં પસાર ન કરાવી શકી અને 2014માં તેની સત્તા ચાલી ગઈ. હવે આ અંગે ચેતી જવાનું કોણે છે એ કહેવાની કોઈ જરૂર ખરી?
અને છેલ્લે, આઝમ ખાનના ખાખી અંડરવેર અંગેના નિવેદનના સૂચિતાર્થો ધાર્યા કરતાં ઘણા વિકરાળ અને દૂરોગામી અસર કરનારા છે. ખાખી અંડરવેર શબ્દ બોલીને આઝમ ખરેખર તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નિશાન બનાવતો હતો. એ દ્વારા તેનું નિશાન ભારતનો રાષ્ટ્રવાદ હતો, એ વાત હિન્દુઓએ સૂક્ષ્મ રીતે સમજવી પડશે... નહીં તો આપણે અફઘાનિસ્તાન પણ જોયું છે, ઇરાન પણ જોયું છે, પાકિસ્તાન પણ જોયું છે, બાંગ્લાદેશ પણ જોયું છે, જમ્મુ-કાશ્મીર, કેરળનું વાયનાડ અને પશ્ચિમ બંગાળ જોઈ રહ્યા છીએ...
તૃષ્ટિકરણની માનસિકતા ધરાવતા પક્ષોને કચડી નાખવાની દેશના નાગરિકો પાસે કદાચ આ છેલ્લી તક છે.

Saturday, March 16, 2019

હિંસા અને આતંકવાદમાં ઘણો મોટો તફાવત છે

હિંસા અને આતંકવાદમાં ઘણો મોટો તફાવત છે

--- ન્યૂઝિલેન્ડમાં જે કંઈ થયું એ આતંકવાદ નહીં પરંતુ આતંકવાદ સામેના આક્રોશની હિંસા ગણાય. આવી હિંસાનો કોઇપણ રીતે બચાવ ન થઈ શકે, પરંતુ દુનિયાએ વાસ્તવિકતા સ્વીકારવી પડશે

--- અલકેશ પટેલ

15 માર્ચનો શુક્રવાર દુનિયા માટે ઇતિહાસનો કાળો દિવસ બની રહ્યો. એક ગોરા અંતિમવાદીએ 40થી વધુ મુસ્લિમોને રહેંસી નાખ્યા. તરત જ ન્યૂઝિલેન્ડનાંં વડાપ્રધાન સહિત અનેક લોકોએ તેને આતંકવાદ કહી દીધો. બીજા દિવસે, એટલે કે આજે સોશિયલ મીડિયામાં એક મેસેજ વહેતો થયો... જેમાં જેહાદી મુસ્લિમો જે કામ 1400 વર્ષથી કરી રહ્યા છે એ જ કર્યું... આ જેહાદીઓએ પોતે જાણે હિંસાના શિકાર હોય એવો મેસેજ વહેતો કર્યો અને ખૂબ મોટી સંખ્યામાં શાંતિપ્રિય અને સાચા મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો હિચકારો પ્રયાસ કર્યો.
 
સોશિયલ મીડિયામાં ફરતા એ મેસેજના આધારે હું સીધી મૂળ ચર્ચા ઉપર આવું છું. આ મેસેજમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તે સાચું છે?

---  ના, જરાય નહીં.
હકીકત એ છે કે,  આ મેસેજ દ્વારા સાચા અને પાક-મુસ્લિમોમાં રહેલા કટ્ટરવાદને ભડકાવવાનો પ્રયાસ છે.
- દુનિયાએ કદી તમામ મુસ્લિમોને આતંકવાદી કહ્યા જ નથી, પણ જે લોકો ધર્મના નામે જેહાદ કરવા નીકળ્યા છે અને જે મુસ્લિમો બીજા ધર્મના લોકોને માત્ર "ફાફિર"  ગણે છે તેમને જ આતંકવાદી કહેવામાં આવ્યા છે.
- શું એ વાત વાસ્તવિક નથી કે, વોરા સમુદાય જેવી શાંત અને સમૃદ્ધ કોમને પણ સુન્ની અને શિયાઓ શાંતિથી રહેવા દેતા નથી?
- સુન્ની મુસ્લિમોએ શું કદી અલી અને ઇમામ હુસેનને માન આપ્યું છે? નથી જ આપ્યું. 
- દુનિયાએ એવા મુસ્લિમોને આતંકવાદી કહ્યા છે જેમણે  ઇસ્લામના અન્ય સંપ્રદાયોની ઘાતકી હત્યાઓ કરી છે. 
 - સુન્ની મુસ્લિમો શિયા મુસ્લિમોની સેંકડો-હજારો-લાખોની સંખ્યામાં હત્યા કરે છે ત્યારે આતંકવાદ હોય છે. આ હત્યાકાંડમાં ક્યાંય ખ્રિસ્તી કે યહુદી કે હિન્દુ આવતા નથી. 
- સીરિયામાં લાખો મુસ્લિમોની હત્યા કરનારા ISIS ના આતંકીઓ મુસ્લિમ છે... તેમાં કોઈ ખ્રિસ્તી કે યહુદી કે હિન્દુ નથી.
- ઈરાક છેલ્લા 20 વર્ષથી હિંસાની આગમાંથી બહાર નથી આવતું. ત્યાં થતા હિંસક હુમલા મુસ્લિમ જૂથો વચ્ચેના છે, તેમાં ક્યાંય હિન્દુ કે યહુદી નથી.
- અફઘાનિસ્તાનમાં રોજેરોજ બોંબ હુમલા થાય છે અને તેમાં સેંકડો લોકો મરે છે એ મરનાર તો મુસ્લિમ છે... પણ મારનારામાં કોઈ હિન્દુ, બૌદ્ધ, યહુદી નથી...એ મારનારા પણ મુસ્લિમો જ છે.
- પાકિસ્તાનમાં થતા આતંકી હુમલા શું ખ્રિસ્તી, હિન્દુ, યહુદી અને બૌદ્ધ કરાવે છે?
- મૂળ મુદ્દો એ છે કે, આ મેજેસમાં જે હિન્દુ, બૌદ્ધ, યહુદી અને ખ્રિસ્તીઓ ઉપર નિશાન તાકવામાં આવ્યું છે... એ હકીકતથી તદન વિરોધી છે. 
- સેંકડો વર્ષ પહેલાં ઇરાનમાંથી મૂળ પારસીઓને હાંકી કાઢીને તેમની સંસ્કૃતિનો નાશ કરનારા મુસ્લિમ નહોતા તો કોણ હતા?
- હજારો વર્ષ પહેલાં ગ્રીસમાં ત્યાંની મૂળ પ્રજાનું નિકંદન કાઢીને ઇસ્લામિક શાસન સ્થાપનાર કોણ હતા?
- 27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરા રેલવે સ્ટેશને નિર્દોષ કારસેવકોને જીવતા સળગાવી દેનાર કોણ હતા?
-  ઐતિહાસિક હકીકત એ છે કે, ઇસ્લામનું મૂળભૂત શિક્ષણ વિસ્તારવાદી છે. ઇસ્લામ ધર્મી લોકો તેમનાં બાળકોને પાયાથી એવું શિક્ષણ આપે છે કે, બીજા તમામ ધર્મના લોકો કાફીર છે. તો દેખીતું છે કે આતંકવાદી માનસિકતાની શરૂઆત તો ત્યાંથી થાય છે.
- ઇસ્લામના પાયાના શિક્ષણમાં જ જેહાદ આવે છે...જેહાદ એટલે ધર્મયુદ્ધ અને એ કહેવાતા ધર્મયુદ્ધમાં શું આતંકવાદીઓ ફૂલની માળા લઇને નીકળે છે?
- ન્યૂઝિલેન્ડમાં જે થયું તે સંપૂર્ણ ખોટું છે. ખ્રિસ્તીઓમાં પ્રવર્તતી વ્હાઇટ ક્રિશ્ચિયન્સ ચળવળ હિંસાનું જ સ્વરૂપ છે ... જેનું સમર્થન ન હોઈ શકે, તેનો સ્વીકાર પણ ન હોઈ શકે.
- પરંતુ વિચારવાનું એ રહેશે કે, આ વ્હાઇટ ક્રિશ્ચિયન્સ ચળવળ કેમ શરૂ થઈ?
- એ શરૂ થવાનું કારણ, પશ્ચિમી રાજકારણીઓની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ જ છે. 
- જેહાદી મુસ્લિમો પોતે વિક્ટિમ છે એવું બતાવીને રાજકીય ઘૂસણખોરી કરતા રહ્યા અને દરેક દેશના મુર્ખ રાજકારણીઓ સેક્યુલારિઝમના નામે આ જેહાદીઓને સગવડ આપતા રહ્યા. 
- ભારતમાં પણ મુસ્લિમોને હિન્દુ સહિત બીજા ધર્મના લોકો પસંદ નથી. ભારતના મુસ્લિમો પણ બીજા ધર્મની લાગણીનું માન જાળવવા તૈયાર નથી.
- ભારતના મુસ્લિમો ગૌમાંસ ખાઇને કરોડો હિન્દુઓની લાગણીને રોજેરોજ ઠેસ પહોંચાડે છે.
- ભારતના મુસ્લિમો મસ્જિદો ઉપર ચાર દેશામાં માઇકો લગાડીને દિવસમાં પાંચ વખત તમામ પ્રજાને નમાઝ સાંભળવા ફરજ પાડે છે.
- ભારત સહિત વિશ્વમાં જ્યાં જ્યાં મુસ્લિમો છે ત્યાં શરિયત કાયદો લાગુ કરવા દબાણ કરે છે અને કોઈ દેશ તેની મંજૂરી ન આપે તો ત્યાં આતંકવાદ ફેલાવે છે. 
- એટલે જ શરૂઆતમાં કહ્યું, આતંકવાદ અને હિંસામાં ઘણો મોટો તફાવત છે. હિંસા પણ મંજૂર નથી અને આતંકવાદ પણ મંજૂર નથી. 
- પરંતુ આતંકવાદ તેમજ મુસ્લિમોના વિસ્તારવાદી જેહાદથી અન્ય ધર્મના લોકો અતિશય દુભાય છે અને તેમાંથી મુઠ્ઠીભર  લોકો એ હદે ઉશ્કેરાઈ જાય છે કે ન્યૂઝિલેન્ડમાં જે બન્યું એવી હિંસા કરી બેસે છે. 
- આ લેખનો હેતુ એવા બહુમતી મુસ્લિમોની આંખ ઉઘાડવાનો છે જેઓ ઉપરના મેસેજથી ગેરમાર્ગે દોરવાઈને હિન્દુઓ, બૌદ્ધો, યહુદીઓને નફરત કરવા પ્રેરાય છે. 
- હિન્દુઓ, યહુદીઓ તેમજ બૌદ્ધોએ કદી જેહાદ કરીને, વિસ્તારવાદી વિચાર કરીને પોતાનો ફેલાવો કરવાનો પ્રયાસ કર્યો નથી. આ લોકોએ કદાચ ક્યારેક શસ્ત્રો હાથમાં લીધા હશે તો માત્ર અને માત્ર ક્ષણિક ઉશ્કેરાટમાં બદલો લેવા હિંસા કરી હશે... એ સ્પષ્ટ છે. 
- ઉપરના મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, હિન્દુઝ કિલ મી ઇન કાશ્મીર... આ એ હદનું અસત્ય છે કે આવું લખનારને તેનો અલ્લાહ પણ માફ નહીં કરે. 1990ના દાયકામાં ચાર લાખ (4,00,000) કરતાં વધુ હિન્દુઓને રાતોરાત કાશ્મીર ખીણ વિસ્તારમાંથી હાંકી કાઢનારા કોણ હતા? શું ત્યારે હિન્દુઓનું ધર્માંતર કરાવવા, અને ન કરે તો તેમને હાંકી કાઢવા અને ન જાય તો તેમની હત્યા કરવા મસ્જિદોમાંથી હાકલ નહોતી થતી? શું કાશ્મીરી હિન્દુ સ્ત્રીઓ ઉપર જાતીય અત્યાચાર નથી થયા? કોણે કર્યા હતા એ બધા?
- મોટાભાગના મુસ્લિમો શાંતિપ્રિય છે... પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે જેહાદી મુસ્લિમો આગળ આ શાંતિપ્રિય મુસ્લિમોનું કશું ચાલતું નથી અને તેનાં પરિણામો આખી દુનિયાએ ભોગવવા પડે છે.

Wednesday, September 12, 2018

સાક્ષરતા અને શિક્ષણ વચ્ચેનું અંતર


સાક્ષરતા અને શિક્ષણ વચ્ચેનું અંતર

--- આઠ સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસની ઊજવણી થઈ રહી છે ત્યારે આ ક્ષેત્રમાં અને આ દિશામાં ભારતની સ્થિતિ શું છે અને કેટલે પહોંચ્યું છે તેનાં લેખાંજોખાં કરવા જરૂરી છે



   www.sadhanaweekly.com/Encyc/2018/9/7/world-literacy-day-2018-special-gujarati-news.html

થોડા હળવા મૂડમાં કહેવું હોય તો એમ કહી શકાય કે ભારતને સ્વતંત્રતા મળ્યે 71 વર્ષ થયાં અને ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ હાલ 72 ટકા આસપાસ છે. અર્થાત પ્રતિવર્ષ માત્ર એક ટકા નાગરિકો સાક્ષર બને છે..!

n  સ્વતંત્રતા સમયે ભારતની માંડ 12 ટકા વસ્તી શિક્ષિત હતી અથવા સાક્ષરમાં ગણના થતી હતી. 71 વર્ષમાં આપણે માંડ 62 ટકા લોકોને શિક્ષિત અથવા સાક્ષર કરી શક્યા છીએ. કોને જવાબદાર ઠેરવીશું..?

n  જે કામ સૌથી પહેલાં થવું જોઇતું હતું, અર્થાત પ્રજાને શિક્ષિત કરવાનું કામ સૌથી પહેલાં થવું જોઇતું હતું એ બાબતે જ અત્યાર સુધીની તમામ સરકારે ગુનાઇત ઉપેક્ષા કરી છે, એટલે જ આપણે વૈશ્વિક સરેરાશમાં પાછળ છીએ.

-- અલકેશ પટેલ

એક તરફ સિંગાપોર, સ્વિટ્ઝરલૅન્ડ તેમજ યુરોપની અંદર આવેલા કેટલાક સ્કૅન્ડેનેવિયન દેશો છે તો બીજી તરફ ભારત, ચીન, અમેરિકા સહિત ખૂબ મોટી સંખ્યામાં દેશો છે. આ એક તરફ અને બીજી તરફ વચ્ચે તફાવત શો છે? તફાવત છે – સાક્ષરતાનો અને શિક્ષણ પ્રત્યેની સરકારી નીતિનો, શિક્ષણ માટે ફાળવવામાં આવતા બજેટનો. ભારતમાં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઊજવાય છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આઠ સપ્ટેમ્બર સાક્ષરતા દિવસ તરીકે ઊજવાય છે. આ બંને દિવસને ધ્યાનમાં રાખીને વિશ્વની સરખામણીમાં ભારતમાં સાક્ષરતા અને શિક્ષણની સ્થિતિની ચર્ચા કરવી જરૂરી છે.


આ ચર્ચા એટલા માટે જરૂરી છે કે ભારત વિશ્વગુરુ બનવા માગે છે. આ ચર્ચા એટલા માટે પણ જરૂરી છે કે ડિજિટલ યુગ છેક આપણા ઉંબરા સુધી પહોંચી ગયો છે અને સરકાર સ્માર્ટ સિટીના આયોજન કરે છે, પરંતુ દેશની હજુ ઓછામાં ઓછી 28 થી 30 ટકા વસ્તી સાક્ષરતાથી જ વંચિત છે, શિક્ષણની વાત તો ઘણી દૂર રહી.


વિશ્વની સરેરાશ સાક્ષરતા ટકાવારી હાલ 82.5 ટકા છે તેની સામે ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 72 ટકા છે. વિશ્વની સરેરાશ કરતાં ભારત આટલું પાછળ કેમ? શું ભારત ગરીબ દેશ હતો અથવા છે? શું ભારતના રાજકારણીઓ બનાના રિપબ્લિકની જેમ માત્ર ભ્રષ્ટાચાર કરવામાં જ માને છે? આ સવાલના જવાબ મેળવવા આપણે થોડું ઇતિહાસમાં જોવું પડે. મુસ્લિમ આક્રમણખોરો અને ત્યારબાદ અંગ્રેજો આ દેશમાં ઘૂસી આવ્યા તે પહેલાં અને અંગ્રેજોના સમય દરમિયાન પણ આ દેશ 500 કરતાં વધુ રજવાડાંમાં વહેંચાયેલો હતો. તેમાંથી કેટલાંક રજવાડાંના શાસકો પોતે શિક્ષિત હતા અને પ્રજાને પણ શિક્ષિત કરવાની દરકાર રાખતા હતા, બાકીના કેટલાંક રજવાડાં વૈભવ વિલાસમાં પડેલા હતા. પરિણામે ઉત્તર – દક્ષિણ – પૂર્વ અને પશ્ચિમ એમ ચારે દિશામાં ઉપરાંત મધ્ય ભારતમાં પણ શિક્ષણ તેમજ સાક્ષરતાની બાબતમાં અસમાનતા જોવા મળે છે.


આ સ્થિતિ બદલવા માટે 1947 પછી આપણી પાસે પૂરો અવકાશ હતો. સરદાર વલ્લભભાઈ પટેલે તમામ રજવાડાંને ભારતમાં સામેલ કરવાની ભગીરથ કામગીરી કરી હતી અને એ રીતે દેશ એક થયો હતો. જરૂર હતી માત્ર દીર્ઘ દૃષ્ટિની. પરંતુ આ દેશની કમનસીબીએ સરદાર પટેલ, શ્યામાપ્રસાદ મુખરજી, બાબાસાહેબ આંબેડકર તથા તેમના જેવા બીજા થોડા રાષ્ટ્રવાદી વિદ્વાનોને રાષ્ટ્ર ઘડતરની પ્રક્રિયામાં સામેલ કરવાને બદલે પરિવારવાદી કોંગ્રેસી નેતાઓએ લોકશાહી, સામ્યવાદી, સમાજવાદી, મૂડીવાદી – એમ બધા પ્રકારના મિશ્રણ વાળી કોઈ ભળતી જ રાજ્યવ્યવસ્થા ઊભી કરી જેનું પરિણામ એ આવ્યું કે ના તો આ દેશના ગરીબોનું જીવનસ્તર સુધર્યું, ના તો આ દેશના નાગરિકોને સમાનતા મળી, ના તો આ દેશના ઉદ્યોગપતિઓ સુખી થયા, ના તો આ દેશના ખેડૂતો આગળ આવ્યા. ટૂંકમાં નહેરુવાદી રાજકીય-આર્થિક-સામાજિક વ્યવસ્થા એવી હતી જેમાં કોઈ વર્ગ પૂર્ણ રીતે વિકસી શકે તેમ નહોતો.


એ સંજોગોમાં શિક્ષણનું સ્તર પણ ઊંચું આવ્યું નહીં, કેમકે એ નહેરુવાદી વ્યવસ્થાએ માત્ર અંગ્રેજોની જ શિક્ષણ પદ્ધતિ ચાલુ રાખી અને તેને ભારતની જરૂરિયાત મુજબનું બનાવવાનો કોઈ પ્રયાસ ન કર્યો. શિક્ષણ એક પાયાની જરૂરિયાત છે અને તેના વિના ભવિષ્યમાં દેશ પ્રગતિ કરી નહીં શકે એ વાત નહેરુને સમજાઈ નહીં હોય એ વાત આજની સ્થિતિ જોતાં સ્પષ્ટ થાય છે. આજકાલ ટીવી ઉપર ચર્ચામાં આવતા કોંગ્રેસી નેતાઓ નહેરુ-ઈન્દિરા ગાંધીના સમયમાં આઈઆઈટી અને આઈઆઈએમ જેવી સંસ્થાઓ સ્થાપ્યાના બણગાં ફૂંકે છે, પરંતુ આ જ કોંગ્રેસી નેતાઓ એ વાતનો જવાબ નથી આપી શકતા કે નહેરુ કે ઈન્દિરા કે પછી રાજીવ ગાંધીની સરકારોએ દેશમાં સાક્ષરતાનો વ્યાપ વિસ્તારવાના અને શિક્ષણ માટે સવલતો ઊભી કરવાના પ્રયાસો શા માટે ન કર્યા?


આ પૃષ્ઠભૂની સાથે આજની સ્થિતિ એવી છે કે હવેની સરકારો ધારે તો પણ શિક્ષણ માટે કોઈ ક્રાંતિકારી પરિવર્તન કરી શકતી નથી. શિક્ષણ માટે બજેટની ફાળવણી એ હદે ઓછી થાય છે કે વધતી વસ્તી અને જરૂરિયાતોની સામે એ બજેટમાંથી શિક્ષણ અને સાક્ષરતાના હેતુ પૂરા કરી શકાતા નથી. અહીં વર્તમાન સરકારનો બચાવ કરવાનો કોઈ હેતુ નથી, પરંતુ સાત દાયકા સુધીની સરકારોએ સ્થિતિ જ એવી નિર્માણ કરી છે કે હાલની સરકાર તેમાં કોઈ ફેરફાર કે સુધારા કરવા પ્રયાસ કરે તો પણ તેને આક્રમક વિરોધનો સામનો કરવો પડે છે.


એનડીએ સરકારે ચાલુ વર્ષે બજેટમાં શિક્ષણ માટે 3.85 ટકાનો વધારો કર્યો હતો. વાસ્તવમાં આ વધારો ભારતમાં શિક્ષણની જરૂરિયાત સામે સાવ નગણ્ય ગણાય. અગાઉની સરકારોએ કરેલી ભૂલોમાંથી પાઠ શીખીને હવે પછીની સરકારોએ ખરેખર તો સ્થિતિમાં ધરમૂળથી પરિવર્તન લાવવાની જરૂર છે. 1945 પછી દુનિયાએ કોઈ મોટું વિશ્વયુદ્ધ કહી શકાય એવી સ્થિતિનો સામનો કર્યો નથી. હવે એ સ્થિતિ આવે તેવી શક્યતા પણ નથી. ભારત સહિત દુનિયાના ઓછામાં ઓછા 10 દેશોએ અણુબોંબ બનાવી લીધા છે. તો એ સંજોગોમાં સંરક્ષણ પાછળ હજુ પણ મોટો ખર્ચ કરવાને બદલે કમ સે કમ ભારતે તો ક્રાંતિકારી પગલું લેવાની જરૂર છે. ભારત માટે હવે માત્ર પાકિસ્તાન અને ચીન સિવાય કોઈ ખતરો નથી. આ બે દેશને પહોંચી વળી શકાય એટલી ક્ષમતા ભારતે હાંસલ કરી લીધેલી છે. ઉપરાંત હવે તો અમેરિકા પણ ભારતનો ગાઢ મિત્ર દેશ છે. ત્યારે ભારત સરકાર ઇચ્છે તો સંરક્ષણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરીને એ રકમ શિક્ષણ – સાક્ષરતા પાછળ વાપરી શકે છે.


હવેની દુનિયાની મોટામાં મોટી શક્તિ જ્ઞાન હશે. યુદ્ધ પણ સાયબર યુદ્ધ હશે, વાસ્તવિક શસ્ત્રોથી યુદ્ધ થવાની સંભાવના દિવસે-દિવસે ઘટી રહી છે. તો જ્ઞાન માટે, જ્ઞાનના વિસ્તાર માટે વધુમાં વધુ બજેટની ફાળવણી થાય તો આજનો આ વિશ્વ સાક્ષરતા દિવસ અને શિક્ષક દિવસ સાર્થક સાબિત થશે. ભારત સ્માર્ટ સિટીનાં સપનાં જૂએ છે. ભારત વિશ્વગુરુ બનવા માગે છે. ભારત પાસે ખૂબ મોટા પ્રમાણમાં માનવસંપદા છે. આ માનવસંપદાને શિક્ષિત અને સાક્ષર કરવામાં આવશે તો આગામી દાયકાઓમાં આખી દુનિયા પર તે વધારે પ્રભાવ પાડી શકશે. હાલ ચીની નાગરિકો જે રીતે દુનિયાભરમાં ફેલાયેલા છે એ સ્થિતિ થોડા દાયકામાં ભારતની હશે. ભારતીય નાગરિકો દુનિયામાં ફેલાઈ શકશે, પરંતુ તે માટેની સૌથી મોટી અને અગત્યની શરત એ છે કે ભારતીયો શિક્ષિત અને સાક્ષર હોવા જોઈશે. શિક્ષણ અને સાક્ષરતા વિના આ દેશ જેમ દાયકાઓથી પાછળ રહ્યો છે તેવું જ ભવિષ્યમાં પણ રહેશે જો આ દિશમાં કમ સે કમ વર્તમાન નેતાગીરી, વર્તમાન શિક્ષકો, વર્તમાન શિક્ષણશાસ્ત્રીઓ નહીં વિચારે તો.

Wednesday, August 29, 2018

આ અર્બન નક્સલવાદીઓને ઓળખશો કેવી રીતે?

अथ श्री अध्याय 19
આ અર્બન નક્સલવાદીઓને ઓળખશો કેવી રીતે?

--- અર્બન નક્સલવાદીઓ તમારી આસપાસ જ છે.
હા, એ શિક્ષક, પ્રોફેસર, આચાર્ય કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે.
ફિલ્મ-નાટકનો કલાકાર કે કવિ હોઈ શકે છે,
વકીલ હોઈ શકે અથવા પત્રકાર કે તંત્રી પણ હોઈ શકે.
અને હા, ડૉક્ટર પણ હોઈ શકે. રાજકારણીઓના વેશમાં પણ અર્બન નક્સલીઓ હોઈ શકે.

--- અલકેશ પટેલ

ગઇકાલ સવારથી એટલે કે 28 ઑગસ્ટ, 2018ને મંગળવાર સવારથી ભારતના બુદ્ધિજીવીઓ અને વિદ્વાનો બે છાવણીમાં વહેંચાઈ ગયા છે. તેનું કારણ એ છે કે “અર્બન નક્સલ” નામની પ્રજાતિના કેટલાક પ્રતિનિધિ ઝડપાઈ ગયા છે. આ લોકોને હું “પ્રજાતિ” અથવા “તત્વો” તરીકે જ સંબોધીશ કેમ કે આતંકવાદીઓની જેમ જ આ લોકો પણ માન આપવાને લાયક નથી.
અર્બન નક્સલ તત્વો વિશે ઘણાને ખબર હશે, પરંતુ તમારામાંથી મોટાભાગના સામાન્ય નાગરિકો આ અર્બન નક્સલીઓ વિશે જાણતા નહીં હોવ. શક્ય છે હાલ તમે એ લોકોની ચુંગાલમાં આવી પણ ગયા હોવ અને તમને ખબર પણ ન હોય.
અર્બન નક્સલ પ્રજાતિના તત્વોને ઓળખવા કેવી રીતે..?
n  આ તત્વો મીઠાબોલા હોય છે. આ તત્વો પોતાની જાતને નાસ્તિક ગણાવતા હોય છે અને તમારા મનમાં પણ એવું ઘૂસાડવા પ્રયાસ કરતા હોય છે કે ધર્મ અને ધાર્મિક વિધિઓનો કોઈ અર્થ નથી. પરંતુ આ જ તત્વો ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ વિશે કશું જ નહીં બોલે. ઇસ્લામ અને ખ્રિસ્તીઓની દરેક ધાર્મિક માન્યતાઓને આ અર્બન નક્સલી તત્વો કાં તો ખુલ્લો અથવા મૌન ટેકો આપશે. પણ હિન્દુ ધર્મની દરેક બાબતની મજાક ઉડાવશે, હિન્દુ ધર્મની દરેક વિધિને અંધશ્રદ્ધા ગણાવશે.
n  આ તત્વો ઇતિહાસની વાત કરતી વખતે મોગલોના વખાણ કરશે, પરંતુ શિવાજી કે મહારાણા પ્રતાપને ઊતારી પાડશે.
n  આ અર્બન નક્સલીઓ કોઈ દિવસ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમની વાત નહીં કરે. અને જો તમે રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રપ્રેમની વાત કરશો તો તમને ફાસીવાદી જાહેર કરી દેશે.
n  આ અર્બન નક્સલીઓને ઓળખાની સૌથી મોટી ચાવી એ છે કે આ તત્વો હંમેશાં - ગરીબ, દલિત, જાતિ, જ્ઞાતિ, મુસ્લિમ, લઘુમતી, માનવ અધિકાર, મહિલા અધિકાર – એવા એવા શબ્દો બોલીને સમાજને ભરમાવશે.
n  અર્બન નક્સલ પ્રજાતિના તત્વો હંમેશાં ભારતની સરખામણીમાં પાકિસ્તાન, ચીન જેવા દેશોને મહાન ગણાવશે. આ તત્વો હંમેશાં ઇઝરાઇલને ધિક્કારશે.
n  તમારી આસપાસની જે વ્યક્તિ સ્ટાલિન કે લેનિન કે પછી માઓ ત્સે તુંગના વખાણ કરે પરંતુ હિટલરને ગાળો દે તો સમજી લેવું એ વ્યક્તિ અર્બન નક્સલી છે. સાચા વિદ્વાનો અને સાચા બુદ્ધિજીવીઓ માટે સ્ટાલિન, લેનિન કે હિટલર વચ્ચે કોઈ તફાવત નથી, પરંતુ નકલી વિદ્વાનો અને નકલી બુદ્ધિજીવીઓ – અર્થાત અર્બન નક્સલીઓ કોઈ દિવસ સ્ટાલિન, લેનિન અથવા માઓ ત્સે તુંગને માનવજાતના નિકંદન માટે કસુરવાર નહીં માને. માનવ ઇતિહાસના સૌથી મોટા સંહાર કરવા બદલ આ ચારેય સરખા જવાબદાર છે, તેમ છતાં અર્બન નક્સલીઓ માત્ર અને માત્ર હિટલર તરફ આંગળી ચીંધ્યા કરે છે, બાકીનાને પોતાના ઝભ્ભા નીચે સંતાડી દે છે..!
n  આ અર્બન નક્સલી તત્વોની સૌથી મોટી ઓળખ એ છે કે એ તત્વો આદિવાસી વિસ્તારોમાં સંતાઈને પોલીસ, સલામતી દળો તેમજ સરકારી અધિકારીઓ ઉપર હિંસક હુમલા કરતા અને મોટા પાયે જાનહાની કરતા નક્સલવાદીઓ-માઓવાદીઓનો બચાવ કરે છે... પરંતુ લાકડી લઈને શાખામાં જતા સંઘના કાર્યકરો કે પછી નાની-મોટી વાતે માત્ર નિવેદન કરી નાખતા બજરંગ દળ કે વીએચપીના કાર્યકરોને હિંસક ચીતરી નાખતા જરાય ખચકાતા નથી.
n  આ અર્બન નક્સલીઓને જંગલોમાં સંતાઈને દેશ વિરોધી હિંસક માનસિકતા ધરાવતા નક્સલવાદીઓ અને એ સાથે જ જમ્મુ-કાશ્મીર કે પછી દેશમાં અન્યત્ર સંતાઈ રહેલા કટ્ટરવાદી ઇસ્લામિક ત્રાસવાદીઓ પ્રત્યે ભારોભાર સહાનુભૂતિ હોય છે. અર્થાત અર્બન નક્સલ પ્રજાતિના તત્વો હિંસક નક્સલવાદીઓ તેમજ આતંકવાદીઓને ગુનેગાર માનતા નથી, પરંતુ એક સામાન્ય નાગરિક જો પોતાના વાહન ઉપર હનુમાનજીનું ચિત્ર દોરાવે અથવા હનુમાનજીના ચિત્ર વાળી ટીશર્ટ પહેરે તો તેમને હિંસક ગણાવી દેતા ખચકાતા નથી.

--- અર્બન નક્સલીઓની પ્રારંભિક ઓળખ માટે આજે આટલું જ બસ છે. આ શ્રેણી ચાલુ રાખીશું. હવે પછી જાણીશું કે આ તત્વો અર્બન નક્સલી બને છે કેવી રીતે..?

આ સાથે મેં છેક જાન્યુઆરી-2018માં લખેલી આ વિષય ઉપરની શ્રેણીની લિંક પણ મૂકું છું.
                        (ક્રમશઃ)