Wednesday, August 29, 2018

આ અર્બન નક્સલવાદીઓને ઓળખશો કેવી રીતે?

अथ श्री अध्याय 19
આ અર્બન નક્સલવાદીઓને ઓળખશો કેવી રીતે?

--- અર્બન નક્સલવાદીઓ તમારી આસપાસ જ છે.
હા, એ શિક્ષક, પ્રોફેસર, આચાર્ય કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે.
ફિલ્મ-નાટકનો કલાકાર કે કવિ હોઈ શકે છે,
વકીલ હોઈ શકે અથવા પત્રકાર કે તંત્રી પણ હોઈ શકે.
અને હા, ડૉક્ટર પણ હોઈ શકે. રાજકારણીઓના વેશમાં પણ અર્બન નક્સલીઓ હોઈ શકે.

--- અલકેશ પટેલ

ગઇકાલ સવારથી એટલે કે 28 ઑગસ્ટ, 2018ને મંગળવાર સવારથી ભારતના બુદ્ધિજીવીઓ અને વિદ્વાનો બે છાવણીમાં વહેંચાઈ ગયા છે. તેનું કારણ એ છે કે અર્બન નક્સલ નામની પ્રજાતિના કેટલાક પ્રતિનિધિ ઝડપાઈ ગયા છે. આ લોકોને હું પ્રજાતિ અથવા તત્વો તરીકે જ સંબોધીશ કેમ કે આતંકવાદીઓની જેમ જ આ લોકો પણ માન આપવાને લાયક નથી.
અર્બન નક્સલ તત્વો વિશે ઘણાને ખબર હશે, પરંતુ તમારામાંથી મોટાભાગના સામાન્ય નાગરિકો આ અર્બન નક્સલીઓ વિશે જાણતા નહીં હોવ. શક્ય છે હાલ તમે એ લોકોની ચુંગાલમાં આવી પણ ગયા હોવ અને તમને ખબર પણ ન હોય.
અર્બન નક્સલ પ્રજાતિના તત્વોને ઓળખવા કેવી રીતે..?
n  આ તત્વો મીઠાબોલા હોય છે. આ તત્વો પોતાની જાતને નાસ્તિક ગણાવતા હોય છે અને તમારા મનમાં પણ એવું ઘૂસાડવા પ્રયાસ કરતા હોય છે કે ધર્મ અને ધાર્મિક વિધિઓનો કોઈ અર્થ નથી. પરંતુ આ જ તત્વો ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ વિશે કશું જ નહીં બોલે. ઇસ્લામ અને ખ્રિસ્તીઓની દરેક ધાર્મિક માન્યતાઓને આ અર્બન નક્સલી તત્વો કાં તો ખુલ્લો અથવા મૌન ટેકો આપશે. પણ હિન્દુ ધર્મની દરેક બાબતની મજાક ઉડાવશે, હિન્દુ ધર્મની દરેક વિધિને અંધશ્રદ્ધા ગણાવશે.
n  આ તત્વો ઇતિહાસની વાત કરતી વખતે મોગલોના વખાણ કરશે, પરંતુ શિવાજી કે મહારાણા પ્રતાપને ઊતારી પાડશે.
n  આ અર્બન નક્સલીઓ કોઈ દિવસ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમની વાત નહીં કરે. અને જો તમે રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રપ્રેમની વાત કરશો તો તમને ફાસીવાદી જાહેર કરી દેશે.
n  આ અર્બન નક્સલીઓને ઓળખાની સૌથી મોટી ચાવી એ છે કે આ તત્વો હંમેશાં - ગરીબ, દલિત, જાતિ, જ્ઞાતિ, મુસ્લિમ, લઘુમતી, માનવ અધિકાર, મહિલા અધિકાર – એવા એવા શબ્દો બોલીને સમાજને ભરમાવશે.
n  અર્બન નક્સલ પ્રજાતિના તત્વો હંમેશાં ભારતની સરખામણીમાં પાકિસ્તાન, ચીન જેવા દેશોને મહાન ગણાવશે. આ તત્વો હંમેશાં ઇઝરાઇલને ધિક્કારશે.
n  તમારી આસપાસની જે વ્યક્તિ સ્ટાલિન કે લેનિન કે પછી માઓ ત્સે તુંગના વખાણ કરે પરંતુ હિટલરને ગાળો દે તો સમજી લેવું એ વ્યક્તિ અર્બન નક્સલી છે. સાચા વિદ્વાનો અને સાચા બુદ્ધિજીવીઓ માટે સ્ટાલિન, લેનિન કે હિટલર વચ્ચે કોઈ તફાવત નથી, પરંતુ નકલી વિદ્વાનો અને નકલી બુદ્ધિજીવીઓ – અર્થાત અર્બન નક્સલીઓ કોઈ દિવસ સ્ટાલિન, લેનિન અથવા માઓ ત્સે તુંગને માનવજાતના નિકંદન માટે કસુરવાર નહીં માને. માનવ ઇતિહાસના સૌથી મોટા સંહાર કરવા બદલ આ ચારેય સરખા જવાબદાર છે, તેમ છતાં અર્બન નક્સલીઓ માત્ર અને માત્ર હિટલર તરફ આંગળી ચીંધ્યા કરે છે, બાકીનાને પોતાના ઝભ્ભા નીચે સંતાડી દે છે..!
n  આ અર્બન નક્સલી તત્વોની સૌથી મોટી ઓળખ એ છે કે એ તત્વો આદિવાસી વિસ્તારોમાં સંતાઈને પોલીસ, સલામતી દળો તેમજ સરકારી અધિકારીઓ ઉપર હિંસક હુમલા કરતા અને મોટા પાયે જાનહાની કરતા નક્સલવાદીઓ-માઓવાદીઓનો બચાવ કરે છે... પરંતુ લાકડી લઈને શાખામાં જતા સંઘના કાર્યકરો કે પછી નાની-મોટી વાતે માત્ર નિવેદન કરી નાખતા બજરંગ દળ કે વીએચપીના કાર્યકરોને હિંસક ચીતરી નાખતા જરાય ખચકાતા નથી.
n  આ અર્બન નક્સલીઓને જંગલોમાં સંતાઈને દેશ વિરોધી હિંસક માનસિકતા ધરાવતા નક્સલવાદીઓ અને એ સાથે જ જમ્મુ-કાશ્મીર કે પછી દેશમાં અન્યત્ર સંતાઈ રહેલા કટ્ટરવાદી ઇસ્લામિક ત્રાસવાદીઓ પ્રત્યે ભારોભાર સહાનુભૂતિ હોય છે. અર્થાત અર્બન નક્સલ પ્રજાતિના તત્વો હિંસક નક્સલવાદીઓ તેમજ આતંકવાદીઓને ગુનેગાર માનતા નથી, પરંતુ એક સામાન્ય નાગરિક જો પોતાના વાહન ઉપર હનુમાનજીનું ચિત્ર દોરાવે અથવા હનુમાનજીના ચિત્ર વાળી ટીશર્ટ પહેરે તો તેમને હિંસક ગણાવી દેતા ખચકાતા નથી.

--- અર્બન નક્સલીઓની પ્રારંભિક ઓળખ માટે આજે આટલું જ બસ છે. આ શ્રેણી ચાલુ રાખીશું. હવે પછી જાણીશું કે આ તત્વો અર્બન નક્સલી બને છે કેવી રીતે..?

આ સાથે મેં છેક જાન્યુઆરી-2018માં લખેલી આ વિષય ઉપરની શ્રેણીની લિંક પણ મૂકું છું.
                        (ક્રમશઃ) 

No comments:

Post a Comment