Thursday, August 30, 2018

આ અર્બન નક્સલવાદીઓ તૈયાર કેવી રીતે થાય છે?


अथ श्री अध्याय 19
આ અર્બન નક્સલવાદીઓ તૈયાર કેવી રીતે થાય છે?

--- ગઇકાલે આપણે અર્બન નક્સલીઓને ઓળખવાની પદ્ધતિ જોઈ. આપણે જોયું કે એ લોકો આપણી આસપાસ જ કોઇપણ સ્વરૂપમાં હોઈ શકે છે. હવે આજે જાણીએ કે આ તત્વો કઈ ફૅક્ટરીમાં તૈયાર થાય છે?


--- અલકેશ પટેલ

સામાન્ય લોકો માટે અર્બન નક્સલીઓને ઓળખવાનું થોડું મુશ્કેલ છે. એ લોકો આપણી આસપાસ જ શિક્ષક, પ્રોફેસર, આચાર્ય, કવિ, લેખક, પત્રકાર, તંત્રી, નાટ્ય કે ફિલ્મ કલાકાર એવા કોઇપણ સ્વરૂપમાં હોઈ શકે છે. (વાંચો ---https://keshav2907.blogspot.com/2018/08/blog-post_29.html ) હવે સવાલ એ ઉપસ્થિત થાય કે સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતા આ લોકો નક્સલી કેવી રીતે બનતા હશે? અને તેમને નક્સલી બનાવનાર ફૅક્ટરી કઈ હશે?
વાસ્તવમાં આ અર્બન નક્સલીઓ કૉન્વેન્ટ સ્કૂલોમાં તૈયાર થાય છે. આ અર્બન નક્સલીઓ નાટક અને ફિલ્મ સંસ્થાઓમાં તૈયાર થાય છે. આ અર્બન નક્સલીઓ લેખક મંડળોમાં તૈયાર થાય છે. આ અર્બન નક્સલીઓ કૉફી હાઉસ અને સોશિયલાઇટ ઇવેન્ટમાં તૈયાર થાય છે.
એ કેવી રીતે..?
કૉન્વેન્ટ સ્કૂલોમાં કથિત રીતે સેક્યુલર શિક્ષણ આપવામાં આવે છે. આ સેક્યુલર શિક્ષણ એટલે શું? સેક્યુલર શિક્ષણ એટલે વાસ્તવમાં હિન્દુત્વ વિરોધી શિક્ષણ. સેક્યુલર શિક્ષણ એટલે હિન્દુ સંસ્કૃતિ વિરોધી શિક્ષણ, સેક્યુલર શિક્ષણ એટલે ભારતીય પરંપરાઓ તેમજ ભારતીય તહેવારો અને ભારતીય ઉત્સવો વિરોધી શિક્ષણ.
કૉન્વેન્ટ સ્કૂલોના આ કથિત સેક્યુલર શિક્ષણમાં એક મૂળભૂત તફાવત એ હોય છે કે તેમાં છેતરપિંડીથી ખ્રિસ્તી ધર્મ અને ખ્રિસ્તી સંસ્કારો બાળકોના માનસમાં નાખવામાં આવે છે. એ સાથે ઇસ્લામનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઇસ્લામ વિશે કદી ટીકા કરવામાં આવતી નથી, એનું કારણ ડર છે – એ આપણે જાણીએ છીએ. (હિન્દુત્વ દ્વારા કોઈના માટે આવો ડર પેદા કરવામાં નથી આવ્યો, તેનાં પરિણામો આજે આપણે જોઈ રહ્યા છીએ.)
આ પ્રક્રિયામાં ધીમે ધીમે હિન્દુ બાળકો પોતાના ધર્મ, સંસ્કૃતિ, તહેવારો અને ઉત્સવો પ્રત્યે મનોમન ઘૃણા કરવા લાગે છે અને ખ્રિસ્તી-ઇસ્લામ ધર્મો પ્રત્યે કૂણું વલણ દાખવવા લાગે છે. બ્રેઇન વૉશિંગની આ એક એવી પ્રક્રિયા છે જેમાં ધીમે ધીમે હિન્દુ બાળકોને પોતાના ધર્મ-સમાજની દરેક બાબતો ખોટી અને ખરાબ લાગવા માંડે છે.
ધીમે ધીમે તેનું પરિણામ એ આવે છે કે આ રીતે બ્રેઇન વૉશ થયેલી છોકરીઓ લવ જિહાદનો ભોગ બને છે, અને છોકરા હિન્દુત્વ પ્રત્યે નાસ્તિક બનીને કથિત રીતે સેક્યુલર બની જાય છે. અર્થાત એ લોકોને એવું લાગવા માંડે છે કે બીજા કોઈ ધર્મમાં કશું ખોટું નથી, જે કંઈ ખોટું કે ખરાબ છે તે માત્ર હિન્દુત્વમાં જ છે. (અહીં એક ખાસ સ્પષ્ટતા – કૉન્વેન્ટમાં ભણેલા અથવા ભણતા બધા સાથે આવું થાય છે એવું કહેવાનો કોઈ આશય નથી, પણ આ આખી પ્રક્રિયાની શરૂઆત કૉન્વેન્ટથી થાય છે એ નિશ્ચિત છે.)
કૉન્વેન્ટમાં બ્રેઇન વૉશને કારણે હતાશ થયેલા થોડા લોકો વિદેશી સાહિત્ય વાંચવા લાગે છે, વિદેશી ફિલ્મ – વિદેશી નાટક જોવા લાગે છે. તેમાંથી કેટલાક આગળ જઈને શિક્ષક, પ્રાધ્યાપક કે આચાર્ય બને છે. કેટલાક ફિલ્મ કે નાટકના કલાકાર બને છે. કોઈને કવિ કે લેખનનો સ્વાદ લાગે છે. પણ મૂળભૂત રીતે આ બધામાં વિદેશી ડીએનએ” (DNA) ભળવા લાગે છે અને તેઓ મૂળ ભારતીયતાથી દૂર થાય છે.
ટૂંકમાં, અર્બન નક્સલવાદી વિચારધારા માટેની રાસાયણિક પ્રક્રિયા કૉન્વેન્ટ સ્કૂલમાં શરૂ થાય છે... એ પછી આગળ શું થાય છે? (ક્રમશઃ)...

No comments:

Post a Comment