Saturday, September 1, 2018

શહેરી નક્સલીઓ અને જંગલી નક્સલીઓ વચ્ચેનો તફાવત


अथ श्री अध्याय 19
શહેરી નક્સલીઓ અને જંગલી નક્સલીઓ વચ્ચેનો તફાવત

--- 30 ઑગસ્ટે આપણે અર્બન અર્થાત શહેરી નક્સલીઓ તૈયાર કરતી ફૅક્ટરી વિશે જાણ્યું. તેના પહેલાં અર્બન નક્સલીઓ કોણ એ ઓળખ્યા. હવે આજે ત્રીજા ભાગમાં – જંગલમાં રહી હિંસા કરતા અને શહેરમાં રહેતા નક્સલીઓ વચ્ચેનો તફાવત સમજીએ


--- અલકેશ પટેલ

મને ખ્યાલ છે કે છેલ્લા થોડા દિવસથી તમારામાંથી અનેક લોકો એ વાતે મુંઝવણમાં હશે, કન્ફ્યુઝ હશે કે નક્સલીઓ તો જંગલી હોય છે – અર્થાત જંગલમાં રહેતા હોય છે અને એ તો હિંસા કરે છે. તો પછી આ અલગ અલગ શહેરોમાંથી પ્રતિષ્ઠિત લોકોની ધરપકડ કેમ કરવામાં આવી રહી છે?
 વાસ્તવમાં આ તત્વો પ્રતિષ્ઠિત છે એવું તમારા મનમાં ઠસાવવામાં આવ્યું હોય છે. પણ મૂળભૂત રીતે આ તત્વો જંગલી નક્સલીઓ કરતાં વધારે ખતરનાક, વધારે જોખમી હોય છે.
એ કેવી રીતે?
શહેરોમાં આપણી આસપાસ શિક્ષક, પ્રોફેસર, આચાર્ય, વકીલ, પત્રકાર, તંત્રી, લેખક, કવિ, માનવ અધિકારવાદી – એવાં એવાં સ્વરૂપમાં રહેતા નક્સલી તત્વો જ વાસ્તવમાં ખરા વિલન છે. જંગલમાં વસતા હિંસક નક્સલી તત્વોને તૈયાર કરનારા આ શહેરી નક્સલી તત્વો જ હોય છે. આ શહેરી નક્સલી તત્વો જ કૉન્વેન્ટમાંથી નીકળીને નબળા મનના થઈ ગયેલા લોકોને અન્યાય, અત્યાચાર, અસમાનતા, ભેદભાવ, કોમવાદ, ફાસીવાદ, હિટલર, ગોડસે, સામંતવાદ, મૂડીવાદ... – એવા એવા અનેક શબ્દોથી ભ્રમિત કરી દે છે.
આ શહેરી નક્સલી તત્વો જ કૉન્વેન્ટમાંથી નીકળીને નબળા મનના થઈ ગયેલા લોકોનું બ્રેઇનવૉશ કરી દે છે.
ભ્રમિત અને બ્રેઇનવૉશ થયેલા આ નબળા કૉન્વેન્ટિયા ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ત્યાંની ભોળી પ્રજાને ઉશ્કેરે છે. ત્યાંના ખેડૂતોને ઉશ્કેરે છે. ત્યાંના ખેતમજૂરોને ઉશ્કેરે છે.
ભ્રમિત અને બ્રેઇનવૉશ થયેલા આ નબળા કૉન્વેન્ટિયા શહેરી વિસ્તારોમાં ફૅક્ટરી-કારખાનામાં કામ કરતા મજૂરોને ઉશ્કેરે છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોમાં આવીને ચાલીઓમાં રહેતા ગરીબ મજૂરોને ઉશ્કેરે છે. સફાઈ કામ જેવા ઉમદા કામમાં રોકાયેલા લોકોને ઉશ્કેરે છે.
અને આ રીતે ઉશ્કેરાતા લોકો ધીમે ધીમે હિંસક મનોવૃત્તિ કેળવવા લાગે છે. જે લોકો હિંસક થાય તેમને પછી આ શહેરી નક્સલીઓ જંગલ વિસ્તારોમાં રવાના કરીને દેશની વિરુદ્ધમાં, પોલીસની વિરુદ્ધમાં, સલામતી દળોની વિરુદ્ધમાં, ત્યાંની સ્થાનિક સરકારની વિરુદ્ધમાં હિંસા કરવા જણાવે છે.
હવે અહીં નોંધવાની વાત એ છે કે જંગલ વિસ્તારોમાં હિંસક નક્સલી પ્રવૃત્તિ કરતા 95 થી 98 ટકા લોકો કાંતો નિરક્ષર (અભણ) અથવા સાવ બે-ચાર ધોરણ ભણેલા હોય છે. બાકીના બે થી પાંચ ટકા નક્સલીઓ જ ભણેલા હોય છે જે બાકીના 95-98 ટકા ઉપર પ્રભુત્વ રાખતા હોય છે. આ ગરીબ-અભણ લોકોને ખરેખર તો બીજી કશી ખબર નથી હોતી. એ તો આ શહેરી નક્સલોની વાતોમાં ભરમાઈને શસ્ત્રો ઉઠાવી લે છે અને હિંસા કરે છે. એ લડાઈમાં સલામતી દળો પગલાં લે ત્યારે એ ગરીબ – અભણો જ મરાય છે. એમને ઉશ્કેરનારા બે-પાંચ ટકા નેતાઓ તો ક્યાંક સંતાઈને બેઠા હોય છે અને તેમના પણ ગુરુઓ શહેરોમાં એરકંડિશન બંગલાઓમાં રહેતા હોય છે.
તેથી... શહેરોમાં, નગરોમાં તમારી આસપાસ રહેતા આવા અર્બન નક્સલી તત્વોને ઓળખાવાનું શરૂ કરી દો. આપણે એમને કોઈ નુકસાન પહોંચાડવાનું નથી, પરંતુ તેમને એકલા પાડી દેવાના છે જેથી એ તત્વો દેશને નુકસાન ન પહોંચાડે...જેથી એ તત્વો આપણા સનાતન ધર્મને નુકસાન ન પહોંચાડે.
એ લોકો આ રાષ્ટ્ર અને આ ધર્મને ખતમ કરવા નીકળ્યા છે, આપણે એમને ઓળખીને એ બધું બચાવી લેવાનું છે બસ...  (ક્રમશઃ)...

1 comment:

  1. આ લોકો બહુજ સાતીર તા થી કામ કરે છે અને જનતા મા ભળી જાય છે. બાબા સાહેબે તો એવું કહ્યું છે કે આ લોકો નિંણ ના પૂરા માં બેઠેલા સાપ છે જે ગમે ત્યારે ડંખ મારી લે ખબર પણ ન પડે.

    ReplyDelete