Tuesday, March 26, 2019

દેશને આ વિશે ગંભીર ચિંતા થવી જોઇએ...

દેશને આ વિશે ગંભીર ચિંતા થવી જોઇએ...

રાહુલ ગાંધી એ પરિવારના વંશજ છે જેણે કોઈ સંઘર્ષ વગર સત્તા ભોગવી છે.  રાહુલને મન મહેનત અને શ્રમનું કોઈ મૂલ્ય નથી. અને એટલે જ સત્તા મેળવવા આ ગાંધી ગરીબોને ખેરાતના ટુકડા આપવા માગે છે
-- અલકેશ પટેલ
 મોતીલાલ નહેરુ વેપારી હતા. તેમણે ઊભી કરેલી મિલકત ઉપર જવાહરલાલ નહેરુ તાગડધીન્ના કરતા હતા. મોહનદાસ ગાંધીની લાગણીઓ સાથે રમત રમીને સંપૂર્ણ લાયક એવા સરદાર વલ્લભભાઈ પટેલ કે પછી સુભાષચંદ્ર બોઝ કે પછી બાબા સાહેબ ભીમરાવ રામજી આંબેડકર વગેરેને પાછળ રાખી વડાપ્રધાન બની ભૂલો કરતા રહ્યા. ઈન્દિરા નહેરુ-ખાનને રાજકીય વારસો આપ્યો. (ઈન્દિરાજીના પતિ ફિરોઝ ખાન ક્યારે અને કેવી રીતે ગાંધી થયા એ બધા જાણે છે) ઈન્દિરા બેન ગયાં પછી ગુલામીથી ટેવાયેલા કોંગ્રેસીજનોએ રાજીવ ગાંધી-ખાનને ધરાર વડાપ્રધાન બનાવી દીધા. તેમના ગયા પછી એ જ ગુલામ કોંગ્રેસીજનોએ સોનિયા ગાંધીને ધરાર માથે બેસાડી રાખ્યાં. અને હવે જે વ્યક્તિને પાંચ વ્યક્તિના ઑફિસ સ્ટાફની જવાબદારી પણ સોંપી શકાય એવી નથી તેને કોંગ્રેસીજનો વડાપ્રધાન બનાવવા માગે છે..! 

કોંગ્રેસનો સત્તા વિનાનો તરફડાટ અને સત્તા મેળવવા ગમે-તે કરવાની તૈયારી દેશને કઈ દિશામાં લઈ જશે એ જો સમજદાર નાગરિકો નહીં સમજે તો પછી આપણને સૌને કોઈ બચાવી નહીં શકે.

25 માર્ચને સોમવારે રાહુલ ગાંધીએ જે કથિત યોજનાનું વચન આપ્યું એ અતિશય ચિંતાજનક છે. પરાપૂર્વથી ચાલી આવતી ખેરાત આપવાની આ કોંગ્રેસી માનસિકતાનું ઉદાહરણ છે. જવાહરલાલ નહેરુ ડાબેરી-પ્રેમી હતા. તેમણે તેમની એ ખોટી માન્યતાઓ અને ખોટા સંસ્કાર તે સમયના કોંગ્રેસીઓમાં નાખ્યા અને એ દ્વારા દેશ ઉપર ઠપકારી દીધા. નહેરુએ જે સમયે ડાબેરી ચાલ-ચલગત પકડી ત્યારે પણ દુનિયામાં સામ્યવાદ કે સમાજવાદ સફળ થયા નહોતા અને એક સદી પછી આજે પણ સફળ થયા નથી. 

તેમ છતાં કમનસીબે નહેરુના એ વારસદાર રાહુલ ગાંધી દેશની 20 ટકા પ્રજાને ઘેર બેઠા કોઈ કામ-કાજ વિના ખેરાત આપી દેવાની જાહેરાત કરે છે..! 

 કોંગ્રેસના તમામ ટોચના નેતા, જે નહેરુ-ગાંધી-વાડ્રા પરિવારની આસપાસ ફરે છે - એ બધા જ રાહુલનું આઇક્યુ સ્તર સારી રીતે જાણે છે. તો પણ શા માટે તેને કોંગ્રેસના અધ્યક્ષ બનવા દેવાયા અને શા માટે તેમને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે છે... એ સમજની બહાર છે.

રાજકારણ એ સત્તા મેળવવાનો ખેલ છે, અને તેનો ઇનકાર થઈ જ ન શકે. તમામ રાજકીય પક્ષ એ માટે જ મથામણ કરતા હોય છે. પરંતુ સત્તા મેળવવા માટેના પ્રયાસમાં લાંબાગાળે દેશના અર્થતંત્રને, દેશને નુકસાન થાય છે કે ફાયદો થાય છે...એ તો જોવું પડે કે નહીં..?

દેશમાંથી ગરીબી દૂર થવી જ જોઇએ અને તેમાં પણ કોઈને વાંધો-વિરોધ ન હોઈ શકે...ન હોવો જોઈએ. પરંતુ ગરીબી દૂર કરવા માટે રોજગારી ઊભી કરવી એ વધારે યોગ્ય રસ્તો છે કે ખેરાત આપવી એ..?! 

મેઇનસ્ટ્રીમ મીડિયાની ભૂમિકા પણ શંકાસ્પદ થઈ રહી છે. આ મીડિયાએ રાહુલ ગાંધીની આ ખેરાતી યોજના, જે દેશના અર્થતંત્રને તોડી-ફોડી નાખી શકે તેમ છે ... તે વિશે સવાલ કરવાને બદલે શાહમૃગની જેમ જમીનમાં માથું નાખી દીધું છે..! 

મીડિયા, સિવિલ સોસાયટી, શિક્ષણ જગતના અગ્રણીઓ, અર્થતંત્રના જાણકારો, વેપાર ક્ષેત્રના અગ્રણીઓ...આ બધાએ વ્યક્તિગત રીતે અથવા સામૂહિક રીતે રાહુલ ગાંધીને સવાલ કરવા જોઇએ કે (1) આવી ખેરાતી યોજના જાહેર કરવા પાછળ તેમનો ઇરાદો શો છે? 

(2) આ માટે નાણાકીય વ્યવસ્થા ક્યાંથી થશે

(3) શું હાલ જે લોકો ટેક્સ ભરે છે તેમના ટેક્સમાં વધારો કરી દેવામાં આવશે?

(4) ટેક્સમાં વધારો નહીં કરો તો શું વિશ્વબેંક પાસેથી લોન લઈને આ ખેરાત કરશો

(5) તો એ વિશ્વબેંકનું દેવું પરત ભરપાઈ કરવાનું કોના માથે આવશે? 

હજુ ભારપૂર્વક વારંવાર કહું છું કે, દેશમાં એક પણ નાગરિક ગરીબ ન રહેવા જોઇએ... પરંતુ તેમને ઘેર બેઠા કોઈ મહેનત વિના નાણાં આપી દેવાથી દેશનું કલ્યાણ નહીં જ થાય - એ પણ એટલું જ સનાતન સત્ય છે.

માત્ર આવું વચન આપવાથી કોંગ્રેસને સત્તા મળી જશે એવી કોઈ શક્યતા નથી જ... પરંતુ આપણામાં કહેવત છે તેમઃ ડોસી મરે એનો વાંધો નહીં, જમ ઘર ભાળી જશે. - અર્થાત કોંગ્રેસની આવી જાહેરાતથી બીજા રાજકીય પક્ષોને પણ લોભામણી જાહેરાતો કરવાની ફરજ પડશે. કોંગ્રેસીઓને કારણે બીજા પક્ષો પણ પ્રજા અને દેશના સાચા કલ્યાણને બદલે ખેરાતની માનસિક્તા તરફ ખેંચાશે...એવું જોખમ છે અને એ જ ચિંતાજનક છે.

હવે નક્કી પ્રજાએ કરવાનું છે - કે તમને "ટુકડા" આપીને "નબળા" રાખનારા યોગ્ય છે કે પછી "તક" આપીને "મજબૂત" બનાવનારા યોગ્ય છે? (C)અલકેશ પટેલ 

2 comments:

  1. ખૂબ જ સચોટ આલેખન, રાગાએ આ જાહેરાત કરી તેના થોડા કલાકો પછી અરૂણ જેટલીએ કરેલી ટ્વિટ રસપ્રદ અને સચોટ ગણિત રજૂ કરતી હતી, તેમણે સામાન્ય ગણિતના નિયમો દ્વારા સાબિત કર્યું હતું કે રાહુલે જે આપવાની વાત કરી છે તે, મોદી સરકાર આપી રહી છે તેના કરતાં બે તૃતિયાંશ ઓછું છે.....આ વાત તેમણે ત્યારબાદ યોજેલી એક પ્રેસ કોન્સફરન્સમાં પણ કહી હતી....પણ કમનસિબે કદાચ મિડીયાએ તેની દરકાર કરી નથી..........

    ReplyDelete
  2. છાશવારે સલાહો આપ્યા કરતું ઇલેક્શન કમિશન પણ આવી જાહેરાત સામે કંઈ પણ બોલી નથી રહ્યું

    ReplyDelete