Thursday, March 14, 2019

ચૂંટણી-2019: રાષ્ટ્રવાદી - રાષ્ટ્રવિરોધી શક્તિઓનો મુકાબલો!!!


ચૂંટણી-2019: રાષ્ટ્રવાદી - રાષ્ટ્રવિરોધી શક્તિઓનો મુકાબલો!!!

--- 2019ની ચૂંટણીની છેક 2014થી રાહ જોવાતી હતી. શા માટે? કેમ કે નરેન્દ્ર મોદી પૂરી બહુમતીથી ચૂંટાયા ત્યારથી દેશની અંદરના વિરોધીઓ ઉપરાંત પાકિસ્તાન-ચીન જેવા મુઠ્ઠીભર તત્વો નારાજ હતા...પાંચ વર્ષથી આ તત્વો નમોને સત્તા પરથી દૂર કરવા રાહ જોઈ રહ્યા છે

-- અલકેશ પટેલ

ભારતમાં 2019ની લોકસભા ચૂંટણી એક પ્રકારે રાષ્ટ્રવાદી અને રાષ્ટ્ર–વિરોધી લાગણીઓ વચ્ચેની લડાઈ છે. આવું હું એટલા માટે કહું છું કે પૂર્ણ બહુમતી સાથે નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી એ દિવસથી એવા કેટલાક તત્વોની ઊંઘ હરામ થઈ ગઈ છે જેઓ આ દેશના મૂળ નાગરિકો સાથે સતત અન્યાય કરતા આવ્યા છે અને તેમની સાથે ભેદભાવ રાખતા આવ્યા છે. આ કેટલાક તત્વો એટલા કયા તત્વો? અને મૂળ નાગરિકો એટલે કયા નાગરિકો? અને એ તત્વો કેટલા વખતથી અન્યાય કરતા આવ્યા છે-ભેદભાવ રાખતા આવ્યા છે?


આ તત્વો એટલે વિદેશથી આવેલા આક્રમણખોરો. આ તત્વો એટલે ડાબેરી હિંસક તત્વો. આ તત્વો એટલે આક્રમણખોરોની ખુશામત કરતા અને ડાબેરી હિંસક તત્વોની અસરમાં રહેતા કેટલાક રાજકીય પક્ષો. અને મૂળ નાગરિકો એટલે હિન્દુઓ. મહાન સનાતન પરંપરાના વારસદારો એ આ દેશના મૂળ નાગરિકો છે. પરંતુ ઉપર કહ્યા એ ત્રણ પ્રકારના તત્વો વર્ષો કે દાયકાઓથી નહીં પરંતુ સદીઓથી સનાતન પરંપરાઓ ઉપર પ્રહારો કરી કરીને દેશને જાતિવાદી માનસિકતામાં ધકેલી દીધો. પરિણામ સનાતન બહુમતીમાં રહેવા છતાં જ્ઞાતિ-જાતિ-સંપ્રદાયોમાં વહેંચાયેલો રહ્યો અને તેનો ગેરલાભ ત્રણ પ્રકારના તત્વા લેતા રહ્યા.


2014માં સમયનું ચક્ર ફરી સાચી દિશામાં ફર્યું અને રાષ્ટ્રવાદીઓ સત્તા ઉપર આવ્યા તે સાથે બહુમતી પ્રજામાં રાષ્ટ્રવાદી ભાવના જાગી ઊઠી. બીજી તરફ નરેન્દ્ર મોદીની સરકારે પણ એવા એવા પગલાં લીધા જેને કારણે રાષ્ટ્ર વિરોધીઓ અને હિન્દુ વિરોધીઓ ખળભળી ઊઠ્યા. એ તત્વોને 2014ના મે મહિના પછી થોડા સમયમાં જ ખ્યાલ આવી ગયો કે આ સરકારને જો શાંતિથી કામ કરવા દઇશું અને એ સફળ થશે તો ભારતને ખંડિત કરી નાખવા માગતા તત્વોના ઇરાદા સફળ નહીં થાય. એટલે તેમણે ત્યારથી જ 2019ની તૈયારી શરૂ કરી દીધી હતી. પરંતુ હકીકતે સાવ એવું પણ નથી. આ તત્વોએ જુલાઈ 2018માં નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત દાખલ કરીને પણ તેમના ના-પાક ઇરાદા જાહેર કર્યા હતા.


હકીકત એ છે કે, નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારથી ઉપર જણાવ્યા એ ત્રણ પ્રકારના ના-પાક તત્વોને આંખના કણાની જેમ ખૂંચી રહ્યા છે. અને એ માટે આ તત્વોએ 2002ના તોફાનોને હાથો બનાવ્યો હતો. આ તત્વોએ દુનિયાને એ વાત ભુલાવી દેવાનો હિચકારો પ્રયાસ કર્યો કે 2002ના તોફાનો થવાનું કારણે કેટલાક કટ્ટરવાદી જેહાદી મુસ્લિમો દ્વારા ગોધરા રેલવે સ્ટેશને 58 કાર સેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા એ હતું. આ મૂળ કારણ ભૂલાવીને રાષ્ટ્રવિરોધી તત્વોએ નરેન્દ્ર મોદીને રોકવાના તમામ પ્રકારના ઉપાય-કાવા-દાવા-કાવતરાં કર્યા, પણ ફાવ્યા નહીં. એ મોદી વડાપ્રધાન બન્યા એટલે તો જાણે ના-પાક તત્વોના મોતિયા જ મરી ગયા!!


હવે આ પૃષ્ઠભૂમાં વિચારશો તો મારી વાત તમને સાચી લાગશે કે, 2019ની લોકસભા ચૂંટણી રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રવિરોધી શક્તિઓનો મુકાબલો છે.


ચૂંટણીના રાજકારણમાં વિવિધ રાજકીય પક્ષો એક-બીજા સામે આક્ષેપ કરે અને પોતે બીજા પક્ષ કરતાં શ્રેષ્ઠ છે એવું સાબિત કરવા પ્રયાસ અને મથામણ કરે – એ સ્વાભાવિક છે. સંસદીય લોકશાહી માટે એ જરૂરી પણ છે. પરંતુ એ પ્રયાસ અને મથામણ જ્યારે કાવાદાવા અને કાવતરાંમાં ફેરવાઈ જાય ત્યારે એક રાષ્ટ્ર માટે જોખમ ઊભું થઈ જાય. હું અગાઉ વારંવાર લખી ચૂક્યો છું અને ઉદાહરણો દ્વારા સાબિતી પણ આપી ચૂક્યો છું કે- માર્ક્સવાદી વિચારધારાનો જન્મ થયો ત્યારથી આ દુનિયામાં કદી શાંતિ સ્થપાઈ નથી. કહેવાતી સામાજિક અસમાનતા અને એ સમાનતા લાવવા માટે મિલકતની સમાન વહેંચણીની તદન ખોટી અને અધકચરી વિચારધારા ફેલાવીને કાર્લ માર્ક્સે લેનિન, સ્ટાલીન, માઓ, કાસ્ટ્રો જેવા હિંસક તત્વોને જન્મ આપ્યો. આ ચારેયના હિંસા અને અત્યાચારના પાપ હિટલર કરતાં અનેકગણા વધારે છે, પરંતુ હિટલરે રાષ્ટ્રવાદના નામે હિંસા ફેલાવી (જેને કોઇપણ સંજોગોમાં સમર્થન આપી ન શકાય) એટલે ડાબેરી વિચારોના હિંસાવાદીઓએ હિટલરને વધારે ક્રુર સાબિત કરી દીધો અને પોતાની હિંસાના પાપ તેની પાછળ ઢાંકી દીધા.


દુનિયાના ઇતિહાસ ઉપર થોડી બારીક નજર નાખીએ તો સ્પષ્ટ સમજાય છે કે, સમગ્ર ઇતિહાસમાં સનાતન સંસ્કૃતિ અને હિન્દુઓ ઉપરાંત દુનિયામાં જ્યાં જ્યાં રાષ્ટ્રવાદી વિચારધારાના નેતાઓએ આગળ આવવા પ્રયાસ કર્યો તેમને આ ડાબેરી હિંસક તત્વોએ સૌથી ખરાબ ચીતરીને રાષ્ટ્રવાદીની વિભાવનાને હલકી અને અપમાનિત કરી દીધી.


એ બધા તત્વો હાલ ભારતમાં એક સાથે સક્રિય છે. એ તત્વો જેએનયુ યુનિવર્સિટી જેવી સંસ્થામાં ભરાયેલા છે અને ભારત તેરે ટુકડે હોંગે ના સૂત્રોચ્ચાર કરે છે. એ તત્વો જમ્મુ-કાશ્મીરમાં ભરાયેલા છે અને એ રાજ્યને અલગ કરીને પાકિસ્તાનમાં ભેળવવા માગે છે. એ તત્વો અનેક મીડિયા હાઉસમાં ભરાયેલા છે અને રાષ્ટ્રવાદ સહન થતો ન હોવાથી ટીવીના સ્ક્રીન કાળા કરીને ઇમોશનલ અત્યાચાર કરી દેશની યુવા પેઢીને ગેરમાર્ગે દોરે છે.


આવા તત્વો સામે લડવા માટે જે દિવસથી નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ જેવા બાહોશ લોકો નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે ત્યારથી આ દેશમાં 800-1000 વર્ષથી દબાઈને કચડાઈ ગયેલો હિન્દુ તેની રાષ્ટ્રવાદી ભાવના સાથે જાગ્રત થયો છે. એટલે જ 2019નું પરિણામ નિર્ણાયક સાબિત થવાનું છે. 2019નું પરિણામ ભારતને એક રાષ્ટ્ર તરીકે મજબૂત કરવા નિર્ણાયક સાબિત થવાનું છે. 2019નું પરિણામ હિન્દુત્વના અસ્તિત્વ માટે નિર્ણાયક સાબિત થવાનું છે. 2019નું પરિણામ લઘુમતી ખુશામતખોરોના સફાયા માટે નિર્ણાયક સાબિત થવાનું છે. 2019નું પરિણામ લાલ સલામ દ્વારા ભારતને લોહીલુહાણ કરવા માગતા ડાબેરીઓના સફાયા માટે નિર્ણાયક સાબિત થવાનું છે.(C)અલકેશ પટેલ.

No comments:

Post a Comment