Showing posts with label gandhi. Show all posts
Showing posts with label gandhi. Show all posts

Monday, June 12, 2023

શું ગોડસે પિસ્તોલ કાઢે એ પહેલાં જ ગાંધીને ગોળી વાગી ચૂકી હતી?

  


દિલ્હીના બિરલા હાઉસમાં ગાંધીની હત્યા થઈ એ સમયે એક ફૂટના અંતરે બે મહિલા હતી જેમના ખભે હાથ મૂકીને ગાંધી ચાલતા હતા, પણ કેસમાં સાક્ષી તરીકે બંનેને શા માટે બોલાવવામાં ન આવ્યાં?

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

નથુરામ ગોડસે. આ નામ છેલ્લા 75 વર્ષથી એક તરફથી ધિક્કાર અને બીજી તરફથી માન – એમ મિશ્ર લાગણીની વચ્ચે અફળાઈ રહ્યું છે. કોની લાગણી સાચી છે એવી ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી, પરંતુ જે પ્રશ્નો પૂરા 75 વર્ષથી દબાતા સ્વરે પૂછાઈ રહ્યા છે એ પ્રશ્નો હવે ઐતિહાસિક દસ્તાવેજી સ્વરૂપે ઉપલબ્ધ થયા છે.

કયા પ્રશ્નો? એ જ કે, ગાંધીની હત્યા ખરેખર નથુરામ ગોડસેએ જ કરી હતી? હત્યા ગોડસેએ નહોતી કરી તો પછી કોણે કરી હતી? હત્યા પિસ્તોલથી થઈ હતી કે રિવોલ્વરથી? ઘટના બાદ તરત ગોડસે પાસેથી જપ્ત કરવામાં આવેલી પિસ્તોલમાં તમામ ગોળી એકબંધ હતી...તો પછી કોની રિવોલ્વરમાંથી ગોળી ચાલી? ઘટના સમયે હુમલાનો ભોગ બનનાર ગાંધી સિવાય બે સૌથી અગત્યનાં સાક્ષી – બે મહિલાઓ ત્યાં એક ફૂટના અંતરે જ હતી, છતાં કેસની કાર્યવાહી દરમિયાન એ બંને મહિલાને સાક્ષી તરીકે બોલાવવામાં કેમ ન આવ્યાં? ગાંધીની હત્યા કરવામાં ગોડસે ઉપરાંત બીજા કયા લોકોને રસ હતો? ગોડસેને હત્યારા સાબિત કરવા માટે પોલીસ પાસે કોઈ પુરાવા હતા ખરા? હતા, તો કયા? અને સૌથી અગત્યનો પ્રશ્ન – ગોડસેએ સામે ચાલીને કબૂલાત શા માટે કરી?

આ અને આવા બીજા ઘણા પ્રશ્ન કર્ણાટકના એક વિદ્વાન લેખક (સ્વર્ગસ્થ) ડૉ. કે.એસ. નારાયણાચાર્યે (Dr. K.S. Narayanacharya) તેમનાં પુસ્તક WHO REALLY KILLED GANDHI? માં ઉપસ્થિત કર્યા છે. તેમણે આ પ્રશ્નો માત્ર ઉપસ્થિત નથી કર્યા પરંતુ એ દિવસના અર્થાત 30 જાન્યુઆરી, 1948ના સમગ્ર ઘટનાક્રમના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા છે તથા કેસની અદાલતી કાર્યવાહીમાં રહેલી ખામીઓ તરફ સ્પષ્ટ નિર્દેશ પણ કર્યો છે.

ડૉ. નારાયણાચાર્યે મૂળભૂત રીતે 2017માં કન્નડ ભાષામાં આ પુસ્તક લખ્યું હતું, પરંતુ અનેક લોકોના આગ્રહથી તેમણે પોતે જ એ અંગ્રેજીમાં લખ્યું. પુસ્તકમાં લેખકે ગોડસેને બદલે ગાંધીની હત્યા માટે તે સમયના એક કોંગ્રેસ નેતા તરફ ઇશારો કર્યો છે. લેખકે એ કોંગ્રેસી નેતાનું નામ તો નથી આપ્યું પરંતુ એવો સંકેત આપ્યો છે કે હત્યા કરનાર એ કોંગ્રેસી નેતા છેક 1978 સુધી પૂણેમાં રહેતા હતા.

પ્રશ્ન એ થાય કે લેખકે આવું તારણ કેવી રીતે કાઢ્યું? તો તેનો જવાબ એ છે- હત્યાના દિવસે ગાંધીની સાથે ચાલનાર બંને મહિલાઓના બીજા દિવસનાં અખબારોમાં પ્રકાશિત થયેલાં નિવેદન. ત્યારે એ બંનેએ કહ્યું હતું કે, “એક વ્યક્તિ ગાંધીજીની છેક નજીક આવી ગયો. તેણે બે હાથ જોડીને નમસ્તે કર્યું અને તેના ખિસામાંથી પિસ્તોલ કાઢીને બાપુ તરફ તાકી એ દરમિયાન તેની જમણી બગલ નીચેથી રિવોલ્વર સાથે એક હાથ બહાર આવ્યો, તેમાંથી ત્રણ ગોળી છૂટી અને એ વ્યક્તિ ટોળામાં ગાયબ થઈ ગયો.”

લેખક કહે છે કે, ત્યારપછી પોલીસે આ બંને મહિલાઓનાં નિવેદનો લઇને તેનું સીલબંધ કવર તેમની પાસે રાખી લીધું પરંતુ અદાલતમાં એ નિવેદનો રજૂ કરવામાં આવ્યા નહીં. કોઇક કારણસર બચાવપક્ષના વકીલે પણ આ બંને મુખ્ય સાક્ષીને અદાલતમાં બોલાવવાની રજૂઆત કરી નહીં. એ જ રીતે કોઇક કારણસર કેસ ચલાવનાર જજે પણ પિસ્તોલ અને રિવોલ્વર વચ્ચેના ભેદનું રહસ્ય શોધવા પ્રયાસ ન કર્યો. અદાલતી કાર્યવાહી દરમિયાન પોલીસે ગોડસેની પિસ્તોલ અને તેમાં રહેલી સાતે-સાત ગોળી યથાવત રજૂ કરી છતાં અદાલતે એ બાબત ધ્યાનમાં ન લીધી કે ગોડસેની પિસ્તોલમાંથી ગોળી ચાલી જ નથી તો હત્યા કેવી રીતે થઈ? કોણે કરી?

લેખક ડૉ. (સ્વ.) નારાયણાચાર્ય તેમના પુસ્તકમાં બે-ત્રણ તારણ આપે છે તે પણ ચોંકાવનારા છે. સ્વતંત્રતા સમય અને ત્યારપછીની વિવિધ ઐતિહાસિક ઘટનાઓ સંદર્ભે તેઓ કહે છે કે, (અ) વિભાજન અને ત્યારપછી હિન્દુઓએ જે સહન કરવું પડ્યું તેનાથી દેશના મોટાભાગના હિન્દુ ગાંધીથી નારાજ હતા. (બ) કોંગ્રેસ પક્ષમાં કે પછી સરકારમાં કે અન્ય કોઇપણ જગ્યાએ ગાંધી કોઈ બંધારણીય હોદ્દો ધરાવતા ન હોવા છતાં 1947માં સરકારની રચના પછી પણ અનાવશ્યક જીદ કરીને એ સરકાર પાસે પોતાનું ધાર્યું કરાવતા હતા. જેમાં પાકિસ્તાનને રૂપિયા 55 કરોડ આપવાની વાતનો પણ સમાવેશ થતો હતો. (ક) કોંગ્રેસ પક્ષને વિખેરી નાખવા માટે ગાંધી જીદે ચડ્યા હતા જેને કારણે નહેરુ સહિત અનેક કોંગ્રેસી નેતાઓના રાજકીય અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થઈ શકે તેમ હતો. (કહેવાય છે કે, 31 જાન્યુઆરી, 1948ના દિવસે જ ગાંધી કોંગ્રેસના વિભાજનનો મુસદ્દો રજૂ કરવાના હતા!). અને સૌથી અગત્યનું (ડ) ગાંધીની હત્યા કોઈ “હિન્દુવાદીએ” કરી છે એવું સાબિત કરી શકાય તો કોંગ્રેસને કાયમી રાહત થઈ જાય...(અને 75 વર્ષનો ઇતિહાસ આ વાતનો સાક્ષી છે!) આ પુસ્તકમાં બીજા પણ એવાં અનેક પ્રમાણ આપવામાં આવ્યાં છે જેના વિશે કોંગ્રેસ અને તેમના દરબારીઓ દ્વારા દેશને 75 વર્ષથી અંધારામાં રાખવામાં આવ્યો છે. આ પુસ્તક વાંચો પછી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Monday, March 11, 2019

આ તફાવત છે ટીમ-મોદી અને ટીમ-રાહુલ વચ્ચે!


આ તફાવત છે ટીમ-મોદી અને ટીમ-રાહુલ વચ્ચે!

--- પરિવાર, સંસ્થા, રાજકીય પક્ષ કે દેશના વડાની નેતૃત્વ ક્ષમતાને આધારે એ પરિવાર, સંસ્થા, રાજકીય પક્ષ કે દેશનો ખ્યાલ આવે છે અને તેનું ભાવિ નિર્ધારિત થાય છે

-- અલકેશ પટેલ

તમારામાંથી મોટાભાગના લોકો સમાચાર ચૅનલો ઉપર થતી ચર્ચા જોતા હશો. તમારામાંથી મોટાભાગના તટસ્થ નાગરિકોએ એ નોંધ્યું હશે કે “રાજકીય વિશ્લેષક”ના નામે બેસતા મોટાભાગના (લગભગ 95 ટકા) પત્રકારો અથવા ટીવી ચર્ચામાં ભાગ લેનારા લોકો નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપ ઉપરાંત સંઘ વિશે બેફામ બોલતા હોય છે. એ જ ચર્ચાની પૅનલમાં ભાજપ અને સંઘના પ્રવક્તાઓ પણ હોય છે, છતાં તેઓ પોતાની વિરુદ્ધના નિવેદનોથી ઉશ્કેરાઈને બેફામ બોલતા નથી... આ જ ચર્ચાની પૅનલમાં કોંગ્રેસના પ્રવક્તા પણ બેઠા હોય છે, અને ભૂલેચૂકે જો કોઈ રાજકીય વિશ્લેષક (પત્રકાર અથવા અન્ય વ્યક્તિ) કોંગ્રેસની વિરુદ્ધમાં એકાદ વાક્ય પણ બોલે તો કોંગ્રેસી પ્રવક્તાઓ આક્રમક અને બેફામ બની જતા હોય છે. ગુજરાતમાં તો આ થાય જ છે અને રાષ્ટ્રીય સ્તરે પણ આ જ સ્થિતિ છે.
રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં જે રાજકીય ઊથલપાથલ થઈ છે એ સંદર્ભમાં પણ આજે આ મુદ્દે વાત કરવી જરૂરી છે. રાજકારણ અને સત્તા કાયમી નથી હોતાં, એ કામચલાઉ હોય છે. અને છતાં રાજકારણીઓનો તૉર અને પાવર ચિંતાજનક છે. આ આખી વાત એક તરફ નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વ હેઠળના ભાજપની તથા બીજી તરફ રાહુલ ગાંધી અને તેમના નેતૃત્વ હેઠળના કોંગ્રેસ પક્ષની છે.
દેશનો દરેક નાગરિક જાણે છે કે 2002માં ગોધરામાં કેટલાક જેહાદી મુસ્લિમોએ અયોધ્યાથી પરત ફરી રહેલા રામભક્તોને સળગાવી દીધા તેને કારણે પ્રજામાં જે આક્રોશ ફેલાયો હતો તેનો દોષનો ટોપલો સેક્યુલર ટોળકીએ અને મીડિયામાં બેઠેલા તેમના એજન્ટોએ નરેન્દ્ર મોદી ઉપર ઢોળી દીધો હતો. એ દિવસથી શરૂ કરીને હજુ આજે સુધી એટલે કે 2019ના માર્ચ સુધી નરેન્દ્ર મોદી ઉપર અને તેમના નામે ભાજપ ઉપર અને તેની સાથે સંઘ ઉપર પથરા ફેંકવાનું અને કાદવ ઉછાળવાનું ચાલુ છે. આમ છતાં, નાગરિકો જાણે છે કે, નરેન્દ્ર મોદી કે ભાજપ કે સંઘે કોઇની સામે બેફામ કે હિંસક વર્તન કર્યું નથી.
આથી વિરુદ્ધ શાંતિ અને પ્રેમની વાતો કરનાર રાહુલ ગાંધી પોતે અને તેમની ટીમના સભ્યો દેશના વડાપ્રધાનના હોદ્દાનું પણ માન જાળવી શકતા નથી, જાળવતા નથી. 2002થી 2019 સુધી આ પ્રથા ચાલુ રહી છે. પણ હવે કોંગ્રેસના પ્રવક્તાઓ સાચા અર્થમાં તટસ્થ રાજકીય વિશ્લેષકોને પણ નિશાન બનાવી રહ્યા છે. સ્વાભાવિક છે કે અહીં કોંગ્રેસના તમામ નેતાઓ અને તમામ પ્રવક્તાની વાત નથી. પણ કેટલાક એવા છે જેમની સહનશક્તિ ખૂટી ગઈ છે અને બેફામ બની રહ્યા છે.
સવાલ એ છે કે, આવું થવાનું કારણ શું?
આવું થવાનું કોઈ એક કારણ નથી, પણ ઘણાં કારણ છે. સૌથી પહેલાં તો ભાજપની સામે દરેક મોરચે કોંગ્રેસને જે રીતે પછડાટ મળે છે તે તેમનાથી સહન થતી નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળનો ભાજપ દેશમાં તો હાલ દરેક મોરચે પ્રભુત્વ જમાવી રહ્યો છે, પરંતુ વિદેશનીતિમાં પણ તેને સફળતા મળી રહી છે. બીજું, નોટબંધી, જીએસટી જેવા પગલાં ઊંધા પડી જશે અને મોદી સરકારની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થશે તેવી ઇચ્છા અને તેવો પ્રચાર સફળ થયો નથી. ત્રીજું, કોંગ્રેસ કે અન્ય વિપક્ષો ભ્રષ્ટાચારના મુદ્દે મોદી સરકાર સામે કશું જ નક્કર પુરવાર કરી શક્યા નથી. ચોથું, ગાંધી-વાડરા પરિવારના ચાર સભ્યો – રાહુલ અને સોનિયા ગાંધી તથા રૉબર્ટ વાડરા અને તેમનાં માતા સામે ભ્રષ્ટાચાર મુદ્દે અદાલતી કેસ ચાલે છે. ઉપરાંત ચિદમ્બરમ્ પરિવાર સામે પણ કેસ ચાલે છે. પાંચમું, પાકિસ્તાનના આતંક સામે પગલાં લેવામાં મોદી સરકારે ભારે હિંમત દર્શાવી છે.
આ અને આવા બીજા અનેક કારણસર કોંગ્રેસમાં ભારે ધુંધવાટ છે. આટલું ઓછું હોય તેમ, ઉત્તરપ્રદેશમાં સપા-બસપા, પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી વગેરે કોંગ્રેસ સાથે ચૂંટણી જોડાણ કરવા તૈયાર નથી. શિવસેના ભાજપ સાથે ચૂંટણી જોડાણ નહીં કરે તેવી કોંગ્રેસ સહિત વિપક્ષોને આશા હતી એ પણ ધૂળમાં મળી ગઈ છે. તેથી કોંગ્રેસ દેખીતી રીતે હતાશ છે. આ હતાશામાં રાહુલ ગાંધી પોતે “ચોકીદાર ચોર હૈ” એવું દરેક સભામાં બોલ્યા કરે છે, અને તેમની આ ભાષાની અસર કોંગ્રેસના અમુક નેતાઓ અને પ્રવક્તાઓમાં આવી છે. આથી સ્થિતિ એ આવી છે કે લોકશાહી બચાવવા માટે કોંગ્રેસ ક્યાં ભૂલ કરે છે એવું તટસ્થ અવલોકન કરનાર પત્રકારો તેમજ અન્ય બુદ્ધિજીવીઓને પણ કોંગ્રેસ અને તેમના પીઠ્ઠુ મીડિયાવાળા બેફામ બોલવા લાગ્યા છે. મેં આ સ્થળે વારંવાર કહ્યું છે કે, લોકશાહીમાં મજબૂત વિરોધપક્ષ હોવો જરૂરી છે, પરંતુ આપણા કમનસીબે રાષ્ટ્રીય સ્તરનો એક જ વિરોધપક્ષ છે – કોંગ્રેસ, પરંતુ તેની પાસે યોગ્ય અને મૅચ્યોર નેતૃત્વ નથી.