Sunday, July 17, 2022

ગુજરાત અને ભારતના સાધુ-સંતોને જાહેર અપીલ



 

દેશનો માહોલ જોખમી રીતે બગડી રહ્યો છે. વસ્તીનું સંતુલન ઘાતકી રીતે ખોરવાઈ રહ્યું છે. આવા સંજોગોમાં હિન્દુ સમુદાયને સંગઠિત રાખવા, હિન્દુઓને ધર્માંતરથી બચાવવા સાધુ-સંતોએ આગળ આવવું જ પડશે

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 ગુજરાતના તેમજ દેશના સાધુ-સંતોએ હવે રામાયણ-ભાગવતની કથાઓની સાથે સાથે હિન્દુ નવજાગ્રતિની કામગીરી કરવાનો સમય આવી ગયો છે. વિદેશોમાં મિશનરી તેમજ જેહાદી તાકાતો સંગઠિત થઇને હિન્દુત્વ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે એ વાતની જાણ સાવ જૂજ સાધુ-સંતોને હશે, પરંતુ ભારતમાં જ હિન્દુ પીસાઈ રહ્યો છે, હિન્દુ ઘટી રહ્યો છે એના તરફ સાધુ-સંતોએ-કથાકારોએ તાકીદે ધ્યાન આપવાની જરૂર છે.

હિન્દુ પ્રજા પોતાના દેશમાં જ સલામત નથી. પોતાના ધર્મના બચાવમાં પણ હિન્દુ હવે કશું બોલી શકવાની સ્થિતિમાં રહ્યો નથી અને કદાચ બચાવમાં બોલે તો પણ તેની હત્યાનું જોખમ ઊભું થઈ જાય છે. હિન્દુઓ સાથે જે પ્રજા આવા ઘાતકી કૃત્યો કરે છે તેમને તો ગળથૂથીમાં જ હિંસાના ડોઝ પીવડાવવામાં આવે છે. હિન્દુઓ હિંસા કરી શકવાના નથી કેમ કે એ તેમના સંસ્કારમાં જ નથી.

હિન્દુઓ બધી બાજુથી ઘેરાઈ રહ્યા છે. દેશના આઠ રાજ્યમાં તો હિન્દુઓ લઘુમતીમાં આવી જ ગયા છે. અને આ સ્થિતિ 2011ની વસ્તી ગણતરીની છે, એ પછીના દસ વર્ષમાં શું થયું હશે એ કોઈ જાણતું નથી. 1000 વર્ષની ગુલામીના કાળખંડમાં રાજાઓ, રાજપૂતો તેમજ બ્રાહ્મણોએ આપેલી લડત અને તેમનાં બલિદાનોને કારણે હિન્દુત્વ ટકી ગયો, પરંતુ હવેની સ્થિતિ અલગ છે. હવે માત્ર હિંસાથી જ ધર્માંતરો થાય છે એવું નથી. આધુનિક સમયમાં ટેકનોલોજીને કારણે ધર્માંતરનાં સ્વરૂપ બદલાયાં છે. ખ્રિસ્તી મિશનરીઓ તો હવે જેમનું ધર્માંતર કરાવે તેમનાં નામ પણ બદલતાં નથી. હિન્દુ નામો રાખીને જ લોકોને ધર્માંતરની પ્રવૃત્તિમાં જોડી દીધા છે.

ધર્મસ્થળોને લગતા ભેદભાવો પણ હજુ યથાવત્ છે. કોંગ્રેસી સરકારોના સમયમાં બની ગયેલા ધર્મસ્થળોના ભેદભાવને લગતા કાયદા હજુ સુધી બદલાયા નથી અથવા નાબૂદ થયા નથી એ કારણે પણ હિન્દુઓ પીડાઈ રહ્યા છે. દરેક કામ માત્ર સરકાર ન કરી શકે. ભલે પછી તે રાષ્ટ્રવાદી અને સનાતન તરફી સરકાર હોય તો પણ લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં સરકાર ઈચ્છે તો પણ અમુક કામો ન કરી શકે. તેથી જ સાધુ-સંતોએ હિન્દુ સમાજમાં જાગ્રતિ લાવીને તેમને સંગઠિત કરવા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે જેથી સરકાર અને રાજકીય પક્ષો ઉપર હિન્દુહિત માટે પૂરતું દબાણ લાવી શકાય.

આ માટે હવે સાધુ-સંતોએ તેમના અંગત ગણા – અણગમા, આશ્રમો અને ગુરુકુળોના વાડામાંથી બહાર આવવું જ પડશે. હું એમ નથી કહેતો કે તેમણે આશ્રમો છોડી દેવા અથવા ગુરુકુળો બંધ કરી દેવા કે પછી કથા-વાર્તા બંધ કરી દેવી. ના, એ બધું જ ચાલુ રાખી શકાય. બલ્કે મારી અપીલ એ છે કે, તમારા રોજિંદા ધાર્મિક કાર્યોમાં હવે હિન્દુઓમાં સનાતન ધર્મ-સંસ્કાર પ્રત્યેની જાગ્રતિ માટેના વિશેષ પ્રયાસ શરૂ કરી દેવા જોઇએ. જે જે અંતરિયાળ વિસ્તારોમાં, જ્યાં જ્યાં મિશનરીઓ તથા જેહાદી સંસ્થાઓ ફૂલીફાલી છે ત્યાંના હિન્દુઓમાં આત્મવિશ્વાસની સાથે સાથે સનાતન સંસ્કારો ટકી રહે તે માટે સાધુ-સંતોએ તેમજ કથાકારોએ વિશેષ પ્રયાસ કરવા અનિવાર્ય છે.

સાધુ-સંતો-કથાકારોને આવી અપીલ એટલા માટે કરું છું કે, હિન્દુ વિરોધી હુમલા અત્યંત વ્યાપક છે. અમુક અંશે રાજકીય પક્ષોમાં, અમુક અંશે સરકારી વહીવટીતંત્રમાં, અમુક અંશે પોલીસ અને ન્યાયતંત્ર તેમજ મીડિયા અને શિક્ષણક્ષેત્રમાં પણ મિશનરી અને જેહાદી માનસિકતા ધરાવતા લોકો સામાન્ય હિન્દુઓને ડરાવી-ધમકાવી રહ્યા છે. આ હિન્દુઓને સાચો સધિયારો આપનાર લગભગ કોઈ નથી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવાં સંગઠન હિન્દુઓને સધિયારો આપવા પ્રયાસ કરે છે તો મીડિયાથી માંડીને ન્યાયતંત્ર સુધી બધા તેમને અપમાનિત કરીને બદનામ કરે છે. ત્યારે એકમાત્ર આશાનું કિરણ સાધુ-સંતો અને કથાકારો છે. વિહિંપ તથા બજરંગ દળને નૈતિક ટેકો આપવા માટે પણ સાધુ-સંતોનું સક્રિય થવું આવશ્યક છે.  તેઓ કોઇપણ રીતે આક્રમક થયા વિના – પૂરી મક્કમતાથી સનાતન સંસ્કારો વિશે પુનઃ આત્મવિશ્વાસ જગાવશે તો જ આપણે હવે જેટલી સંખ્યામાં છીએ એટલા બચી શકીશું, અન્યથા આપ સૌ જાણો છો કે એક સમયનું અખંડ ભારત હાલ માત્ર ત્રીસેક રાજ્યોમાં સંકોચાઈ ગયું છે અને એ સંકોચન પણ ચાલુ છે.

રામાયણ અને ભાગવત કથાઓ હંમેશ માટે ચાલુ રાખવી હશે તો સાધુ-સંતોએ, કથાકારોએ સનાતન નવજાગ્રતિ દ્વારા હિન્દુત્વને ટકાવી રાખવાનું કામ યુદ્ધના ધોરણે ઉપાડી લેવું પડશે... બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ વિકલ્પ નથી—જો બચવું હોય તો. વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

1 comment:

  1. એક ઉમદા અને ક્રાંતિકારી વિચાર. બીજા લોકો શુ કરે છે? ધર્મઅધિકારી ઓ દ્વારા જ બ્રેઇન વોશ કરે છે ને ? અને સાધુ સંતો નું લોકો માનશે પણ ખરા . પહેલાના યુગ માં ઋષિ મુનિઓ જ સત્ય- અસત્ય, સારું નરસું ના ભેદ શિમહવાડતા હતા અને યુદ્ધઅભ્યાસ કરાવતા હતા ને ? એક ઝુંબેશ શરૂ થવી જોઈએ.

    ReplyDelete