Saturday, May 1, 2021

બસ, હવે તો નરેન્દ્ર મોદી ગયા...

 


બસ, હવે તો નરેન્દ્ર મોદી ગયા...

 

*      અલકેશ પટેલ

 

29 એપ્રિલને ગુરુવારે એક અંગ્રેજી સમાચાર ચૅનલ ઉપર પાંચ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલની ચર્ચા ચાલતી હતી. ચર્ચામાં જેએનયુના એક રાષ્ટ્રવાદી પ્રોફેસર ડૉ. આનંદ રંગનાથન પણ હતા. એમણે એક સરસ (આમ તો દુઃખદ) વાત કરી હતી કે, આગામી સમયમાં ત્રણ જગ્યાએ ડાબેરીઓ અથવા ડાબેરી વિચારધારા ધરાવતા લોકો બચ્યા હશે (1) કેરળ (2) જેએનયુ અને (3) મીડિયા. તાત્વિક દૃષ્ટિએ એમની વાત સાચી છે, પરંતુ સંપૂર્ણ સાચી નથી કેમ કે જેએનયુમાંથી નીકળતા હિંસાખોર માનસિકતાના ડાબેરીઓ પત્રકારત્વની કૉલેજો સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ભરાતા રહેશે અને વિદ્યાર્થીઓનું માનસ દુષિત કરતા રહેશે.

ખેર, આજે મુદ્દો એ નથી.

આજે મુદ્દો રસીકરણ છે.

મુદ્દો નરેન્દ્ર મોદી છે.

હિંસાખોર ડાબેરીઓ અને તેમની ટુકડેગેંગ તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા મીડિયા, સોશિયલ મીડિયા, આંતરરાષ્ટ્રીય મીડિયામાં જે જૂઠાણા અને અપપ્રચારનો મારો ચલાવવામાં આવી રહ્યો છે તેને કારણે હિંસાખોર ડાબેરીઓ તેમજ કોંગ્રેસની આખી રમતને સમજી નહીં શકતા અનેક રાષ્ટ્રવાદી નાગરિકો ચિંતામાં છે. જૂઠાણા અને અપપ્રચારને કારણે આ નાગરિકો એવું માનવા લાગ્યા છે કે, બસ હવે તો નરેન્દ્ર મોદી ગયા.

અને એટલે જ આ લેખ હું એવા રાષ્ટ્રવાદી નાગરિકો માટે લખી રહ્યો છું જે ચિંતત છે કે, કોરોનાની આ ગંભીર સ્થિતિને કારણે, તથા ઑક્સિજનના વિવાદને કારણે તથા રસીકરણના વિવાદને કારણે શું નરેન્દ્ર મોદી સરકારને કંઈ વાંધો આવશે?

રાષ્ટ્રવાદી નાગરિકોને આવી ચિંતા થાય એ સ્વાભાવિક છે, કેમ કે તેઓ દાદરી ઘટનાથી શરૂ કરીને રોહિત વેમુલા, નોટબંધી, જીએસટી, સીએએ, કલમ-370, ડોકલામ (2017) અને લદાખ (2020), શાહીનબાગ, ખેડૂત આંદોલન- જેવા અગણિત બનાવો અને ઘટનાઓમાં નરેન્દ્ર મોદીની નેતૃત્વ ક્ષમતાને બારીકાઈથી જોઈ નથી.

સાથે સમાચાર ચૅનલો, અખબારો, વેબપોર્ટલ સહિત અનેક મીડિયા હાઉસના દેખીતા દેશ-વિરોધી વલણથી પણ અનેક-અનેક ભારતીય નાગરિકો ચિંતિત છે. આ નાગરિકો બહુ સારી રીતે જાણે છે કે આ બધા મીડિયા હાઉસનું વલણ દેશ-વિરોધી શા માટે છે. છતાં, ગોબેલ્સના ડીએનએમાંથી વર્ણસંકર પ્રજાતિ તરીકે પેદા થયેલા વંશજો એવા મીડિયાવાળા રાત-દિવસ જૂઠાણા ચલાવ્યા કરે છે એને કારણે રાષ્ટ્રવાદી ભારતીયો દબાણમાં આવી રહ્યા છે.

ચિંતાનું કારણ તો છે જ.

પણ પ્રિય રાષ્ટ્રવાદી નાગરિકો! તમને એક જ ઉદાહરણ આપું જેના આધારે તમારી તમામ ચિંતા પળવારમાં અદૃશ્ય થઈ જશે.

નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કોંગ્રેસ-મુક્ત ભારતનું સૂત્ર આપ્યું હતું. તેમનું વિઝન સ્પષ્ટ હતું કે, કોંગ્રેસી માનસિકતાથી મુક્ત હોય એવું ભારત. તેનો અર્થ શો? એનો અર્થ એ જ કે, ભ્રષ્ટાચાર, સગાવાદ, લઘુમતી તુષ્ટિકરણ, લાલચ, લેતી-દેતી, દાદાગીરી, ધાકધમકી, સમાજમાં ભાગલા, ડાબેરી ત્રાસવાદ, જેહાદી આતંકવાદ – આ બધામાંથી મુક્તિ.

પ્રિય રાષ્ટ્રવાદી નાગરિકો! યાદ રાખો કે, કોંગ્રેસ પક્ષ એ મૂળભૂત રીતે અંગ્રેજોએ તે સમયના સ્વતંત્રતા ઇચ્છતા રાષ્ટ્રવાદી ભારતીયોને મુર્ખ બનાવવા અને છેતરવા માટે ઊભો કરેલો પક્ષ હતો. તેમાં ડાબેરીઓ પણ હતા, મુસ્લિમો પણ હતા. મિશનરી ખ્રિસ્તીઓ તો હોય જ, કેમ કે કોંગ્રેસનો સ્થાપક એક અંગ્રેજ હતો.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ-મુક્ત ભારતનું સૂત્ર આપીને આ તમામ રાષ્ટ્ર-વિરોધી પરિબળોને પડકાર આપ્યો. પ્રજાને તેમની વાત સમજાઈ એટલે ઘણા બધા રાજ્યોમાં અને કેન્દ્રમાં બે-બે વખત પૂર્ણ બહુમતી સાથે મોદીને સત્તા સોંપી. આનું પરિણામ એ આવ્યું કે, કોંગ્રેસ અને તેની તમામ ઇકો-સિસ્ટમ અર્થાત ડાબેરીઓ, જેહાદીઓ, મિશનરીઓ અને હા મીડિયાના ખરાબ દિવસો આવ્યા. ભ્રષ્ટાચાર ઘટી ગયો, સગાવાદ કામ નથી આવતો, બોંબ ધડાકા કરી નથી શકાતા, ખુલ્લેઆમ ધર્માંતર થઈ નથી શકતા અને મીડિયાના બિલ્લાના જોરે ભલામણો કરી નથી શકાતી, જમીન-મકાન મેળવી નથી શકાતા. આ બધું બહું કઠે છે- સમગ્ર કોંગ્રેસી ઇકો-સિસ્ટમને.

પરિણામે પહેલા રાહુલ ગાંધીએ, ત્યારબાદ કેજરીવાલે અને છેવટે મમતા બેનરજીએ પણ મંદિરોમાં ચક્કરો લગાવવાનું શરૂ કર્યું. જે રાહુલ ગાંધીએ જાહેરમાં નિવેદન કર્યું હતું કે, મંદિરોમાં જનારા લોકો બળાત્કાર કરે છે એ પોતે છેલ્લા થોડાં વર્ષથી ધોતિયાં પહેરી મંદિરોમાં આંટા મારે છે, જે કેજરીના પક્ષમાં પચાસ ટકા કરતાં વધુ જેહાદીઓ ભરેલા છે એ પોતે હવે હનુમાન ચાલીસા ગાય છે, અને જે મમતા બેનરજીના શાસન દરમિયાન દુર્ગાપૂજા બાદ વિસર્જન કરવા માટે પરવાનગી લેવી પડતી હતી, કલકત્તા હાઇકોર્ટમાં દુર્ગાપૂજા માટે પરવાનગી મેળવવા અરજી દાખલ કરવી પડતી હતી એ મમતાબેન પોતે છેલ્લી ચૂંટણીમાં મંદિર-મંદિર ફરતા થઈ ગયા.

રાષ્ટ્રવાદી નાગરિકો, આ બધું તમારાથી અજાણ્યું નથી. તમે જાણો જ છો. પણ મુખ્ય વાત હવે કહેવા માગું છું.

તમને જે બરખાઓ અને રવિશો અને એનડીટીવીઓ ભરમાવી રહ્યા છે, જેની અસરમાં આવીને તમે માનવા લાગ્યા છો કે...બસ હવે નરેન્દ્ર મોદી ગયા...તો સાથીઓ આ બધા એજન્ડા-ધારી મીડિયાને એમની હેસિયત બતાવવાનું તમારા જ હાથમાં છે. જે રીતે તમે કોંગ્રેસ-આણી સમગ્ર ઇકો-સિસ્ટમને ઘૂંટણીએ પાડી દીધી એ જ રીતે એજન્ડા-ધારી મીડિયાને પણ અરીસો બતાવી શકાય...એ માટેના રસ્તા તમને ખબર છે, ખરુંને?!

પણ હા, એટલું નિશ્ચિત માનીને શાંતિ જાળવો કે, આ ઉપર કહી એ બધી તાકતો નરેન્દ્ર મોદીને ત્યાં સુધી હરાવી કે હટાવી નહીં શકે જ્યાં સુધી તમે મજબૂત અને મક્કમ બનીને મોદીની સાથે રહેશો. મીડિયા અને સોશિયલ મીડિયાના અપ-પ્રચારથી પ્રભાવિત થશો નહીં, પણ એ બધાને ઘૂંટણીએ પાડવાના રસ્તા અપનાવો...એ રસ્તા અપનાવશો ત્યારે સોનાના સૂરજ આડે ઊડેલી ધૂળ આપોઆપ દૂર થઈ જશે. જય હો.

No comments:

Post a Comment