Tuesday, May 4, 2021

મમતા, ઉદ્ધવ, કેજરી તુમસે બૈર નહીં, મોદી-શાહ તુમ્હારી ખૈર નહીં

 

મમતા, ઉદ્ધવ, કેજરી તુમસે બૈર નહીં, મોદી-શાહ તુમ્હારી ખૈર નહીં

 

*      અલકેશ પટેલ

 

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોએ કરોડો રાષ્ટ્રવાદીઓ તથા ભાજપ સમર્થકોને નિરાશ કર્યા હતા, પરંતુ પરિણામ બાદ છેલ્લા બે દિવસથી બંગાળના હિંસાખોર આતંકીઓ જે કંઈ કરી રહ્યા છે તેને કારણે અગણિત તટસ્થ નાગરિકો પણ કેન્દ્ર સરકારની મોહનદાસ ગાંધી જેવી નપુંસક નીતિથી સ્તબ્ધ છે.

આમ તો પાંચ વિધાનસભાના પરિણામો વિશે કશું લખવું નહોતું, પરંતુ જેહાદી મમતાના જેહાદી સમર્થકો બે દિવસથી આખા બંગાળમાં જે કંઈ કરી રહ્યા છે એટલે લખવું જરૂરી બન્યું.

મારા જેવા અસંખ્ય લોકો છેલ્લા ઘણા દાયકાથી આ વાત કરી રહ્યા છે, તેમછતાં આ દેશના અમુક ટકા વર્ગને હજુ પણ કોંગ્રેસ, ડાબેરીઓ, જેહાદીઓ, મિશનરીઓ અને મીડિયામાં બેઠેલા હિંસાખોર ડાબેરીઓના ઇરાદા સમજાતા જ નથી. આ યાદીમાં અમુક સંઘીઓ પણ સંડોવાયેલા છે (જેના વિશે આગળ સ્પષ્ટતા કરું છું).

પાંચ વિધાનસભા ચૂંટણી પરિણામના આગલા દિવસે એટલે કે પહેલી મેએ મેં બ્લૉગ લખ્યો હતો, જેમાં બીજા અગણિત પત્રકાર, લેખક, સમીક્ષકોની જેમ મેં પણ આશા વ્યક્ત કરી હતી કે બીજી મે પછી પશ્ચિમ બંગાળ જેહાદી હિંસાથી મુક્ત થશે (https://keshav2907.blogspot.com/2021/05/blog-post.html ), પરંતુ પશ્ચિમ બંગાળનું પરિણામ ઊલટું આવ્યું અને ત્યાં 1946માં જેહાદી ઝીણાએ આપેલી ડાયરેક્ટ એક્શનની હાકલ જેવી જ સ્થિતિ પેદા થઈ ગઈ.

તો આજનો મુદ્દો શું છે?

આજનો મુદ્દો એ છે કે, કોંગ્રેસ અને તેના સમર્થકો (મીડિયા સહિત), હિંસાખોર ડાબેરીઓ અને તેમના સમર્થકો (મીડિયા સહિત), જેહાદીઓ અને તેમના સમર્થકો (મીડિયા સહિત), મિશનરીઓ અને તેમના સમર્થકો (મીડિયા સહિત) તથા મીડિયાનો એક મોટો વર્ગ – આ બધા જ વચ્ચે એક સૂત્રો કૉમન છે – મમતા, ઉદ્ધવ, કેજરી તુમસે બૈર નહીં, મોદી-શાહ તુમ્હારી ખૈર નહીં.

આ સૂત્રમાં જેટલા નામો છે એ બધા માત્ર પ્રતીક છે...કોઈ ચોક્કસ વ્યક્તિ નહીં. મમતા, ઉદ્ધવ, કેજરી, અખિલેશ, સ્ટાલિન, કમલ હાસન, રાહુલ, સોનિયા, જયા બચ્ચન, રવીશ, બરખા, મહેબુબા, ઓવૈસી, ડેરેક ઓબ્રાયન...ગમે તે હોઈ શકે. આ બધા જ પ્રતીક છે.

આ તત્વો પ્રતીક છે- જેહાદને સમર્થન આપનારી વિચારધારાના.

આ બધા પ્રતીક છે- મિશનરીને પ્રોત્સાહન આપનારી વિચારધારાના.

આ બધા પ્રતીક છે- હિન્દુ, હિન્દુત્વ, હિન્દી(સંસ્કૃત) ભાષા તેમજ સનાતન પરંપરાને ધિક્કારનારી વિચારધારાના.

અને આ બધાની વચ્ચે ભળેલા છે કેટલાક સંઘી... પણ આર.એસ.એસ. નહીં. એવા સંઘીઓ જે આર.એસ.એસ.ના ફોટા, તેનાં ચિહ્નોનો તદ્દન ખોટો ઉપયોગ કરીને અન્ય ના-સમજ હિન્દુઓને ગેરમાર્ગે દોરે છે એવા. આવા લોકો સોશિયલ મીડિયામાં પોતે સંઘ સાથે જોડાયેલા હોય એવા ઉપજાવી કાઢેલા ફોટા અને ચિહ્નોનો ઉપયોગ કરે છે, પણ હકીકતે આર.એસ.એસ. સાથે જોડાયેલા નથી જ.

હા, એટલું ખરું કે કાંતો રાષ્ટ્રવાદી સંગઠન સંઘને આ વાતની ખબર નથી, અથવા ખબર હોય તો પણ દરેક સામે પગલાં લઈ શકાતા નથી.

સંઘના નામે હિન્દુત્વ તેમજ રાષ્ટ્રવાદને બદનામ કરતાં તત્વો હકીકતે સંઘ-જેહાદ કરે છે. જેમ લવ-જેહાદમાં હિન્દુ નામ રાખીને છોકરીઓ, સ્ત્રીઓને છેતરે છે એવી જ રીતે સંઘના ફોટા અને ચિહ્નોનો ઉપયોગ કરીને સંઘને અને એ દ્વારા સમગ્ર રાષ્ટ્રને છેતરે છે. તમારી આસપાસ એવા કેટલાય કહેવાતા હિન્દુ-રાષ્ટ્રવાદીઓ પથરાયેલા છે જેમને ખબર પડે કે તમે મોદીના ટેકેદાર છો એટલે તરત જ તમને અંધભક્ત કહીને અપમાનિત કરશે. આવાં તત્વો પેલા જેહાદી-મિશનરીઓ કરતાં વધારે જોખમી છે કેમ કે આવા લોકો છદ્મ હિન્દુ છે, જે તમારી નજીક રહીને તમારી પીઠમાં છરો ભોંકે છે. સાવધાન!

આ બધા જ ભેગા મળીને મોદી-શાહ-યોગી-સંઘ-વિહિંપ-ભાજપને ધિક્કારે છે.

કેમ?

કેમ કે એ બધાને સૌથી પ્રાચીન અને હજુ પણ ટકી રહેલી સનાતન સંસ્કૃતિ સામે ધિક્કાર છે. આ સંસ્કૃતિ ટકી રહે તો ભવિષ્યમાં માઓવાદ અને સામ્યવાદ, જેહાદ અને મિશનરીઓ, તેમજ એજન્ડા-ધારી મીડિયાના હાથ હેઠા પડી શકે એમ છે. અને એટલે જ એ બધા ભેગા થઇને મોદી-શાહ-યોગી-સંઘ-વિહિંપ-ભાજપ ઉપર પ્રહારો કરે છે, જેથી એમની ઉપર આશા રાખીને બેઠેલો હિન્દુ સમાજ તેમના પરનો વિશ્વાસ ગુમાવી દે અને વેરવિખેર થઈ જાય.

હું જાણું છું કે આ બધી વાતો હું કંઈ પહેલીવાર નથી કહેતો. એ પણ જાણું છું કે આ જ વાતો અસંખ્ય સાચા રાષ્ટ્રવાદી સનાતનીઓ કરે છે. પણ મુદ્દો એ છે કે, આ વાતો વારંવાર યાદ કરાવવાનું કારણ સરેરાશ નાગરિકોની શ્રદ્ધા ટકાવી રાખવાનું છે.

ઇતિહાસ સાક્ષી છે કે, માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના કોઇપણ દેશમાં જે કોઈ નેતાએ રાષ્ટ્રવાદની વાત કરી છે, જે નેતાએ પોતાની પ્રજાને આત્મનિર્ભર બનાવીને ઉપર ઉઠાવવાની વાત કરી છે—એ બધા નેતાને કાંતો રાજકીય રીતે અથવા શારીરિક રીતે ખતમ કરી દેવા માટે ઉપર જે કહ્યા એવા પ્રતીકો - મમતા, ઉદ્ધવ, કેજરી, અખિલેશ, સ્ટાલિન, કમલ હાસન, રાહુલ, સોનિયા, જયા બચ્ચન, રવીશ, બરખા, મહેબુબા, ઓવૈસી, ડેરેક ઓબ્રાયન (આ નામો માત્ર સનાતન વિરોધી કાવતરાંને ઓળખવા માટેનાં પ્રતીકો છે, આ કોઈ વ્યક્તિઓ નથી) તરત જ સક્રિય થઈ જાય છે.

આગામી છથી 12 મહિનામાં ચાર દેશ – ભારત, શ્રીલંકા, ફ્રાન્સ અને રશિયામાં જે તે દેશની સ્થાનિક ટુકડેગેંગ સક્રિય થશે અને ભારે હિંસા કરાવશે જેથી એ દેશોના નેતૃત્વ ઉપર સંકટ આવે, કેમ કે આ દેશોએ જેહાદી વિચારધારા ઉપર લગામ લગાવવા અસરકારક પગલાં લીધા છે. પરંતુ હવે મિશનરી-ડાબેરી-જેહાદ સમર્થક ટોળકીઓ અને મીડિયા ઉપરોક્ત ચારેય દેશમાં લાંબા સમય સુધી શાંતિ સ્થાપિત થવા નહીં દે. યાદ રહે, આ ટોળકી અમેરિકામાં આવાં જ કારણોસર સત્તા પરિવર્તન કરાવવામાં સફળ રહી છે.

મિશનરી-ડાબેરી-જેહાદ સમર્થક ટોળકીઓનું લક્ષ્યાંક તો નક્કી જ છે, એ તો હિંસા અને એ દ્વારા (અમેરિકાની જેમ) સત્તા પરિવર્તન કરાવવા આગળ વધી જ રહી છે...નક્કી નાગરિકોએ કરવાનું છે કે, એ લોકોની વાતમાં સપડાઈ જવું કે કેમ!?

રાષ્ટ્રવાદી નાગરિકોને સપડાવવા માટે મિશનરી-ડાબેરી-જેહાદ સમર્થક ટોળકી પાસે "મીડિયા નામની રૂપલલના" છે...એનાથી ચેતજો.

No comments:

Post a Comment