Sunday, April 17, 2022

દેશ ભલે તમારો હોય, પણ તમે રામનવમી ઊજવી કેવી રીતે શકો?

મીડિયા સહિત અર્બન નક્સલીઓ હિંસા માટે રામભક્તોને જવાબદાર ઠેરવે છે, પણ મુદ્દો એ છે કે ઉશ્કેરણી થઈ હોય તો પોલીસમાં ફરિયાદ કરવાની કે પછી સીધી હિંસા કરવાની?

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 ગયા રવિવારે રામ નવમીને દિવસે બપોર સુધી રામભક્તોમાં આનંદ ઉત્સાહ વ્યાપેલો હતો. દેશવાસીઓ ઠેરઠેર શ્રીરામની શોભાયાત્રા કાઢી રહ્યા હતા. પરંતુ બપોર બાદ જાણે એક સુનિયોજિત કાવતરું હોય એ રીતે એક સાથે કેટલાય રાજ્યોમાં શોભાયાત્રાઓ ઉપર હિંસક હુમલા કરવામાં આવ્યા. અનેક રામભક્તો ઘાયલ થયા, કેટલાય જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. અનેક રામભક્તોએ તેમના રહેઠાણ છોડીને સલામત સ્થળે ચાલ્યા જવું પડી રહ્યું છે.  એબ્રાહમિક સંપ્રદાયના લોકો, અન્ય ધર્મ પાળતા વિધર્મીઓને સેંકડો વર્ષોથી આવકારતા અને તેમને સ્વતંત્રતા અને સન્માન આપતા રહેલા આ દેશના રહેવાસીઓએ હવે શ્રીરામની શોભાયાત્રા કાઢતાં પણ ડરવું પડે એવો માહોલ ધર્માંતરિત લોકોએ કરી દીધો છે.

આ સમગ્ર ઘટનાક્રમમાં વધારે ખેદજનક વાત એ છે કે, મીડિયા સહિત અર્બન નક્સલીઓ રામભક્તોનો વાંક કાઢે છે. આ અર્બન નક્સલીઓ મીડિયા, સોશિયલ મીડિયા અને ટીવી ઉપર આવીને એવી છેલ્લી કક્ષાની દલીલ કરે છે કે, શોભાયાત્રામાં રામભક્તોએ ઉશ્કેરણી કરી એટલે હિંસા થઈ. મીડિયા સહિત અર્બન નક્સલીઓ હિંસા માટે રામભક્તોને જવાબદાર ઠેરવે છે, પણ મુદ્દો એ છે કે ઉશ્કેરણી થઈ હોય તો પોલીસમાં ફરિયાદ કરવાની કે પછી સીધી હિંસા કરવાની?

કોઇપણ સમુદાયને બીજાની લાગણીને ઠેસ પહોંચાડવાનો જરાય અધિકાર નથી. હિન્દુઓ માટે પણ આ જ કાયદો અને આ જ નિયમ લાગુ પડે છે. કોઇપણ હિન્દુ સમૂહ કે હિન્દુ નેતા કે પછી ધર્મગુરુ બીજા સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડતા હોય, ઉશ્કેરણી થાય એવું કરતા હોય તો તેમને સજા કરવાની જોગવાઈ ભારતીય કાયદાઓમાં છે જ. દેશની અદાલતો પણ આ બાબતે પ્રો-એક્ટિવ હોય છે. હવે જો શ્રીરામની શોભાયાત્રા દરમિયાન આવી કોઈ ઉશ્કેરણી થઈ હોય, જે શક્ય જ નથી, તેમ છતાં જો કોઇએ ઉશ્કેરણી કરી હોય તો તેની સામે પોલીસ ફરિયાદ અને કોર્ટમાં ફરિયાદ કરવાના વિકલ્પો ઊભા જ હોય છે.

તો પછી પથ્થરો મારવાની જંગલી પ્રવૃત્તિ શા માટે? અને પાછા ખૂબ મોટી સંખ્યામાં એ પથ્થરો ઘરના, ધાર્મિક સ્થળના ધાબાઓ ઉપર પહોંચી જાય! શોભાયાત્રા પહોંચે એટલે તરત જ ઉશ્કેરણી થઈ જાય...તરત જ ઉશ્કેરાયેલા લોકો ધાબે પહોંચી જાય અને પથ્થરો મારવાનું શરૂ કરી દે? એટલું ઓછું હોય તેમ તરત જ તેમના હાથમાં લાકડીઓ અને અન્ય શસ્ત્રો પણ આવી જાય અને રામભક્તોને મારવાનું પણ શરૂ કરી દે! આ કેવા પ્રકારની જંગાલિયત છે? આવો પથ્થરમારો અને શોભાયાત્રા ઉપર હિંસક હુમલા પૂર્વયોજિત કાવતરાં છે એવું અર્બન નક્સલી સેક્યુલરવાદીઓ અને મીડિયા શા માટે સ્વીકારતા નથી?

ગઝની અને ઘોરીના વંશજોને કાફિરો સાથે વાંધો હોય એ ચિંતાનું કારણ નથી. ચિંતાનું કારણ એ છે કે આ વંશજો કાફિરોને તેમના ધર્મનું પાલન કરવા દેવા જ નથી માગતા. અને એના કરતાં પણ વધારે ચિંતાનું કારણ છે- સેક્યુલરવાદી પ્રજાતિ. વિધર્મીઓ તો તેમને ગળથૂથીમાં જે શીખવવામાં આવે છે એ જ કરવાના છે, પરંતુ ગળાં ફાડીને તેમનો બચાવ કરનારા સેક્યુલરવાદીઓ સમગ્ર માનવજાત માટે જોખમી છે. આ દેશને બચાવવો હોય, આ દેશની સંસ્કૃતિને- તે જેટલી રહી છે એટલી બચાવી લેવી હોય તો કોઇપણ ભોગે અર્બન નક્સલી સેક્યુલરવાદીઓને, એમને સમર્થન આપતા મીડિયાવાળાઓને નશ્યત કરવા જ પડશે. યાદ રાખો, આપણી દુશ્મની કે આપણી લડાઈ વિધર્મીઓ સાથે નથી કેમ કે એ તો આપણામાંથી જ વટલાયેલા છે...પણ આપણી દુશ્મની અને લડાઈ અર્બન નક્સલી સેક્યુલરવાદીઓ સાથે હોવી જોઇએ. એમને બને એટલા ઝડપથી ઓળખી લો, બને એટલા ઝડપથી અર્બન નક્સલી સેક્યુલરવાદીઓને દરેક જગ્યાએથી જાકારો આપો, હાંકી કાઢો, ધક્કા મારીને કાઢી મૂકો...તો જ તમે અને વિધર્મીઓ શાંતિથી રહી શકશો. યાદ રાખો, પથ્થર પોતે જોખમી નથી પણ પથ્થર મારનારો જોખમી છે, એવી રીતે ખોટાને છાવરતા અર્બન નક્સલીઓ વધારે જોખમી છે. હિંસક વિધર્મીઓનો બચાવ કરતા હોય એવા સેક્યુલરવાદી અર્બન નક્સલીઓ તમારી આસપાસ કેટલા છે? વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment