Sunday, May 8, 2022

સાવધાન ગુજરાતઃ મહારાષ્ટ્ર, રાજસ્થાન, બંગાળની ઘટનાઓને સમજો

રામનવમી પછી આ દેશમાં જે કંઈ થઈ રહ્યું છે એના સંકેતો જો ગુજરાતીઓ નહીં સમજી શકે તો તમારી ભાવિ પેઢી રામનવમીની શોભાયાત્રા તો શું, પણ શ્રીરામની મૂર્તિ પણ ઘરમાં નહીં રાખી શકે

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 છેલ્લા ત્રણેક અઠવાડિયાથી દેશનો સંવેદનશીલ નાગરિક મુંઝવણમાં છે. તેને એ નથી સમજાતું કે પ્રભુ શ્રીરામની તથા મહાવીર હનુમાનજીની શોભાયાત્રા કાઢીને એમણે શું ભૂલ કરી છે! એમને એ પણ નથી સમજાતું કે મહારાષ્ટ્રમાં કોઈ સંસદસભ્ય કે વિધાનસભ્ય હનુમાન ચાલીસાનો પાઠ કરે એ રાષ્ટ્રદ્રોહનો ગુનો કેવી રીતે ગણાય! આ ભોળા સંવેદનશીલ નાગરિકો હજુ એ સમજવા મથામણ કરી રહ્યા છે કે, શોભાયાત્રાના માર્ગમાં અમુક ચોક્કસ વિસ્તારોમાં ધાબા પરથી ઈંટો અને પથ્થરોનો વરસાદ કેવી રીતે થાય છે અને એ વિસ્તારના લોકો તલવારો લઇને કેમ નીકળી પડે છે!

જો તમને આવું આશ્ચર્ય થતું હોય અથવા આ બધાં કૃત્યો પાછળના ઇરાદા સમજાતા ન હોય તો એનો અર્થ એ છે કે, તમને પ્રાચીન અરબસ્તાનના ઈતિહાસની ખબર નથી; તમને પ્રાચીન રોમના ઈતિહાસની ખબર નથી; તમને પ્રાચીન ગ્રીક સંસ્કૃતિ વિશે જાણકારી નથી; તમને પ્રાચીન ભારત વિશે પણ પૂરતી જાણકારી નથી. આ બધી તમને ખબર ન હોય અથવા તમને જાણકારી ન હોય તેમાં તમારો કોઈ જ વાંક નથી. હકીકતે તમારા સુધી સાચો ઈતિહાસ પહોંચવા દેવામાં જ નથી આવ્યો. તમને તો એવું જ કહેવામાં આવ્યું છે કે, તમારા દેશ ઉપર, તમારી સંસ્કૃતિ ઉપર, તમારા ધર્મ ઉપર આક્રમણ કરનારા અને તલવારના જોરે તમારું ધર્માંતર કરાવનારા મહાન હતા. તમને એવું શીખવવામાં આવ્યું છે કે, તમે તો સાવ અસંસ્કારી હતા અને જંગલી અવસ્થામાં રહેતા હતા, પણ બહારથી આવેલા આક્રમણકારીઓએ તમને સંસ્કારી બનાવ્યા, ખરુંને?

અને તમને આવું બધું કહેનાર કોણ હતા? એ જ અર્બન નક્સલીઓ જે અત્યારે પણ તમારી આસપાસ બેઠા છે. એટલું સમજી લો કે વિદેશી આક્રમણકારીઓનો બચાવ કરનાર દરેકે દરેક વ્યક્તિ એક યા બીજા પ્રકારે અર્બન નક્સલી છે અથવા અર્બન નક્સલીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી નાણાકીય સહાય ઉપર એ જીવે છે.

વાત આપણે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બંગાળ વિશે કરી રહ્યા છીએ. આ ત્રણે રાજ્યો ઉપરાંત તમિળનાડુ, કેરળ, તેલંગણા, આંધ્રપ્રદેશ, પંજાબમાં જે લોકો સત્તાસ્થાને બેઠા છે એમને મૂળ ભારતીય સંસ્કૃતિ અને મૂળ ભારતીય સંસ્કારો પ્રત્યે નફરત છે. તમે તમારો ધર્મ, સંસ્કૃતિ તથા પરંપરાઓ છોડી દો એ માટે આ બધાં રાજ્યોમાં સત્તાસ્થાને બેઠેલા લોકો જ કાવાદાવા અને કાવતરાં કરે છે. શાસકોનું કામ સમાનતાના ધોરણે સૌની સુરક્ષા કરવાનું અને દરેકને સમાન સુવિધા પૂરી પાડવાનું હોય છે, પરંતુ અહીં ઉપર જણાવ્યા એ રાજ્યોમાં એવું નથી. ત્યાં માત્ર અમુક જ સંપ્રદાય-ધર્મોને બધી છૂટ છે, પણ સનાતનીઓને કોઈ છૂટ નથી. આ બધાં રાજ્યોના મતદારોએ કરેલી ભૂલનો ભોગ હવે સનાતનીઓ બની રહ્યા છે. એમાં વાક સનાતનીઓનો પણ એટલો જ છે કેમ કે તેઓ સોએ સો ટકા મતદાન કરતા નથી. સમજદાર ગુજરાતીઓની હવે એ ફરજ બને છે કે પોતે તો આ તમામ બાબતે આંખ-કાન-નાક ઉઘાડાં રાખે અને પોતાની આસપાસના લોકોને પણ સાવધાન કરે. ખાસ સાવધાની મતદાનમાં રાખવાની છે. મફતના ચક્કરમાં પડશો, લોનમાફીના ચક્કરમાં પડશો તો ટૂંકાગાળા માટે લાભ થતો હોવાનું લાગશે, પરંતુ ત્યારપછી એટલું પણ નિશ્ચિત છે કે તમારી આગામી પેઢીઓ જાહેરમાં તો ઠીક, ઘરમાં પણ સનાતન સંસ્કારો પ્રમાણે જીવી નહીં શકે.

ગુજરાતના એજન્ડાધારી મીડિયાવાળા તમને બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, તમિળનાડુ, તેલંગણા, આંધ્રપ્રદેશ, પંજાબ અને દિલ્હીના સાચા સમાચારો આપતા ન હોય તો જાણકારો પાસેથી સાચા સમાચાર મેળવો, જાણકારી મેળવો કે ત્યાં સનાતનીઓ સાથે શું થઈ રહ્યું છે? શા માટે થઈ રહ્યું છે? કોણ કરી રહ્યું છે અને કોણ કરાવી રહ્યું છે? એ તત્વોને કોનો ટેકો છે અને કોણ સનાતનીઓ પરના હુમલાનો બચાવ કરે છે? આ બધું સારી રીતે જાણી લો અને સાવધાન થાવ. અને જો બીજી કોઈ વાત ઉપર વિશ્વાસ ન કરવો હોય તો અહીં જે પુસ્તકનો ફોટો આપ્યો છે તમે મગાવીને વાંચો અને જાગ્રત થાવ...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment