Saturday, February 3, 2018

દાદરીથી કાસગંજ – 1 Dadri to Kasganj_ Secular devide

દાદરીથી કાસગંજ – 1

--- અલકેશ પટેલ

આખા દેશમાં રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા લોકોની લાગણી હાલ અત્યંત ઘવાયેલી છે, તો બીજી તરફ સેક્યુલર ગેંગના પેટનું પાણી પણ નથી હાલતું. આ એ જ ઉત્તરપ્રદેશ છે જ્યાં સપ્ટેમ્બર 2015ની એક ઘટનાએ આખા દેશને આખી દુનિયામાં બદનામ કરી દીધો હતો અને આ એ જ ઉત્તરપ્રદેશ છે જ્યાં 26 જાન્યુઆરી, 2018ની એક ઘટના ઉપર રાષ્ટ્રવાદીઓના ઊંહકારા સિવાય કોઈ કશું બોલતું નથી.
સપ્ટેમ્બર 2015માં દાદરીની ઘટના બની હતી. તેમાં ગૌમાંસ રાખવાના આરોપસર મોહમ્મદ અખલાક નામનો એક મુસ્લિમ માર્યો ગયો હતો. તે સમયે ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીની સરકાર હતી અને તેને કોંગ્રેસી ટેકો હતો. સામે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને એક વર્ષ અને ચાર મહિના થયા હતા. આખા દેશની સેક્યુલર ગેંગે એક રાજ્યની એક ઘટનાને મોદી સરકાર સાથે જોડી દીધી અને તેને પગલે છેલ્લા છ દાયકામાં કોંગ્રેસીઓની ચાપલુસી કરીને વિવિધ ક્ષેત્રમાં એવોર્ડ મેળવનારા તત્વોએ એવોર્ડ વાપસી શરૂ કરી દીધી હતી. કોંગ્રેસી રાહુલથી માંડીને દિલ્હીના કેજરીવાલ સહિત કેટલાય કહેવાતા રાજકારણીઓ રાતોરાત દાદરી દોડી ગયા હતા... કેમકે એ ઘટનામાં મરનાર મોહમ્મદ અખલાક હતો.

આવી ઘટનાઓમાં મરનાર મોહમ્મદ અખલાક હોય કે મનીષ હોય... આપણને સૌને એક સરખું દુખ થવું જોઈએ, કેમકે છેવટે અખલાક પણ આ દેશનો જ નાગરિક હતો. પરંતુ સેક્યુલારિઝમના નામે આ દેશને આખી દુનિયામાં બદનામ કરતી ટોળકી માટે મોહમ્મદ અને મનીષ વચ્ચે મોટો તફાવત છે.
આ ટોળકી મોહમ્મદ મૃત્યુ પામે ત્યારે પણ રાષ્ટ્રવાદીઓનો વાંક કાઢીને વિધવા-વિલાપ કરે છે, અને મનીષની હત્યા થઈ જાય ત્યારે પણ રાષ્ટ્રવાદીઓ જ વાંકમાં હશે એવું શોધી કાઢવા મથામણ કરે છે, બલ્કે એવા નકલી વીડિયો પણ વહેતા કરે છે.

કાસગંજની ઘટનામાં પણ આવું જ થઈ રહ્યું છે. વંદે માતરમ્ અને જયહિંદ બોલનાર એક યુવક ચંદન ગુપ્તાને પાકિસ્તાની તત્વોએ ગોળી મારી દીધી. એક બાજુ ઈન્ટરનેટ ઉપર રાષ્ટ્રવાદી લાગણીઓના ઊભરા આવી રહ્યા છે... તો બીજી બાજુ સેક્યુલર ગેંગને સાપ સૂંઘી ગયો છે. એ ગેંગ ક્યાં ખોવાઈ ગઈ છે એ ખબર નથી પડતી... હા, તેમના વતી મીડિયાની કેટલીક ટોળકી કાસગંજની પાકિસ્તાન-પરસ્ત ટોળકીને બચાવવા મથામણ કરી રહી છે.

આ વિષય ઉપર એક લાંબી શ્રેણી કરવાનો ઈરાદો છે. કોઈની લાગણીઓ ભડકાવવાનો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ રાષ્ટ્રવાદ અને પાકિસ્તાન-પરસ્તી, રાષ્ટ્રવાદ અને નકલી-સેક્યુલરવાદ ઉઘાડા પડવા જોઈએ... અને આજથી હું એ પ્રયાસ અહીં કરીશ... સ્ટે ટ્યુન્ડ...
--- અલકેશ પટેલ /29/01/2018, સોમવાર.

No comments:

Post a Comment