Saturday, February 3, 2018

દાદરીથી કાસગંજ – 2 Dadri to Kasganj_ Secular devide



દાદરીથી કાસગંજ – 2

--- અલકેશ પટેલ

કાસગંજમાં ચંદન ગુપ્તાની હત્યા પછી એક તરફ પાકિસ્તાન-વાદીઓ પ્રત્યે દેશમાં આક્રોશ છે, તો બીજી તરફ એવા પણ લોકો છે જે નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની સરકારો ઉપર તથા પોલીસતંત્ર સામે શંકા વ્યક્ત કરે છે. આવી ઘટનાઓ બને ત્યારે શંકા ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે, પરંતુ સરકાર – પોલીસતંત્ર – વહીવટીતંત્ર તેમજ ન્યાયતંત્ર વિશે સાચી માહિતી હોય તો આક્રોશ ઓછો અને સમજદારી વધુ કેળવાય.

પાકિસ્તાન-વાદીઓ દ્વારા ચંદન ગુપ્તાની હત્યા બાદ આ શ્રેણી શરૂ કરવાનો મારો મુખ્ય હેતુ એ જ છે કે... આ બધું શું ચાલી રહ્યું છે તે અંગે મોટાભાગના લોકોમાં મુંઝવણ-આક્રોશ અને ચિંતા છે તેના વિશે સાચી અને તર્કબદ્ધ સમજ કેળવવી.

દાદરીથી લઈને કાસગંજ સુધીની અનેક ઘટનાઓને સમજવા માટે સૌથી પહેલા તો બે પ્રકારના લોકોને ઓળખી લેવા પડશે – એક, પાકિસ્તાન-વાદીઓ અને બીજા લાલ-ગેંગ.

પાકિસ્તાન-વાદીઓ એવા મુસ્લિમો છે જેઓ ભારતમાં તો રહે છે, પરંતુ ભારતીયતા પસંદ નથી. આ લોકો એવા છે જેમને પાકિસ્તાનનો ઝંડો પસંદ છે, પરંતુ ભારતીય ત્રિરંગો ગમતો નથી. પાકિસ્તાન-વાદીઓ શબ્દનો ઉપયોગ કરીએ ત્યારે દેખીતી રીતે માત્ર એવા મુસ્લિમોની વાત છે જે કટ્ટરવાદીઓ છે-જિહાદીઓ છે... પરંતુ તેની સામે ભારતપ્રેમી મુસ્લિમો પણ છે જ. એટલે બધાને એક લાકડીએ હાંકવાનો આશય કે મતલબ નથી, પરંતુ સાથે એ સ્વીકારવું જ પડશે કે આ દેશમાં પાકિસ્તાન-વાદીઓ છે અને તેમની સાંઠગાંઠ લાલ-ગેંગ સાથે છે.

હવે, આ લાલ-ગેંગ એટલે કોણ..? ભારત માટે પાકિસ્તાન-વાદીઓ કરતાં આ લાલ-ગેંગ વધારે જોખમી છે. પાકિસ્તાન-વાદીઓને ઓળખવા સહેલા છે. જેમ કાસગંજમાં ઓળખાયા. જેમ કાશ્મીર ખીણમાં રોજેરોજ ઓળખાય છે. જેમ પશ્ચિમ બંગાળના માલ્દામાં ઓળખાયા. કેરળમાં રોજેરોજ ઓળખાય છે.

પરંતુ... આ લાલ-ગેંગને બધા ઓળખી શકતા નથી. એ લોકો આપણી આસપાસ જ છે. આ લાલ-ગેંગ સ્વતંત્રતા ચળવળના સમયથી સક્રિય છે અને તેનું કામ ચોક્કસ વર્ગો – ચોક્કસ સમુદાયોની ખુશામત કરીને રાષ્ટ્રવાદનું અપમાન કરવાનું હોય છે. આ લાલ-ગેંગ મૂળભૂત રીતે ડાબેરી વિચારધારાવાળી છે પરંતુ એ ટોળકીને કારણે કોંગ્રેસ, સપા, બસપા, જેડીયુ, આમ આદમી પાર્ટી, ડીએમકે – આ બધા જ પક્ષો પ્રભાવિત થયેલા છે. ટૂંકમાં, લાલ-ગેંગમાં હાલ આ બધા જ પક્ષો ઉપરાંત તિસ્તા, હાર્દિક, મેવાણી, કનૈયાકુમાર, પ્રકાશ રાજ (સિંઘમ ફિલ્મવાળો) વગેરે પરચૂરણિયા પણ ભળેલા છે. આ પરચૂરણિયાઓને સુપ્રસિદ્ધ ફિલ્મસર્જક વિવેક અગ્નિહોત્રી અર્બન-નક્સલીઓ તરીકે ઓળખાવે છે અને તેના વિશે વિવેક અગ્નિહોત્રી એક પુસ્તક પણ લખી રહ્યા છે.

આ લાલ-ગેંગ પણ કટ્ટરવાદી માનસિક્તાવાળી છે. જાહેરમાં આ ગેંગ શાંતિ અને ભાઈચારો અને સહિષ્ણુતા જેવી વાતો કરે છે, પરંતુ તેમનો મૂળ ઉદ્દેશ હિંસક હોય છે. સૌથી વધુ અશાંતિ, વિખવાદ અને અસિષ્ણુતા આ ગેંગ જ ફેલાવે છે.

ટૂંકમાં, રાષ્ટ્રવાદને વરેલા તમામ લોકોને, તમામ સંસ્થાઓને, તમામ પક્ષોને, તમામ સંગઠનોને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવા એ જ એકમાત્ર ઉદ્દેશ લાલ-ગેંગનો હોય છે અને આ ગેંગ 2014ના મે મહિનાથી અતિશય સક્રિય થઈ છે. આ ગેંગના કાવતરાંના એક-એક પડ ઉખાડતાં જઈશું તેમ તેમ સમજાશે કે શા માટે અત્યારનો સમય ઈતિહાસનો સૌથી વધારે ચિંતાજનક સમય છે અને શા માટે આપણે સૌએ સાવધ રહેવાની જરૂર છે..? ... (ક્રમશઃ)
--- અલકેશ પટેલ /30/01/2018, મંગળવાર.

No comments:

Post a Comment