Friday, February 2, 2018

Endangered Indics in India – an Overview ભારતમાં મૂળ-ભારતીય “ઈન્ડિક્સ” લોકોની વસ્તીનો ઘટાડો – એક વિહંગાવલોકન


Endangered Indics in India – an Overview
ભારતમાં મૂળ-ભારતીય ઈન્ડિક્સ લોકોની વસ્તીનો ઘટાડો – એક વિહંગાવલોકન
મૂળ લેખકોઃ શન્મુખ, કિર્તીવર્ધન દવે, સાસ્વતિ સરકાર તથા દિકગજ
--- અનુવાદઃ અલકેશ પટેલ


Description: https://myind.net/sites/default/files/field/image/a009c20c_indicindia.jpg
--- પ્રસ્તાવના
1872માં તે સમયના અખંડ ભારતમાં પ્રથમ સર્વગ્રાહી વસતીગણતરી કરવામાં આવી ત્યારથી ભારતની કુલ વસતીના પ્રમાણમાંઈન્ડિક્સ મૂળ-ભારતીયોની સંખ્યા ઘટી રહી છે. આટલાં વર્ષોમાં મૂળ-ભારતીયો ઈન્ડિક્સ ભારતના ઘણાખરા ભાગમાં કાંતો સાવ અદૃશ્ય થઈ ગયા છે અથવા ચિંતાજનક રીતે ઘટી ગયા છે. કેટલાક ક્ષેત્રોમાંથી કાંતો સ્વેચ્છાએ અથવા દબાણ હેઠળ મૂળ-ભારતીયોએ સ્થળાંતર કરી દીધું છે. ઘણા ખરા વિસ્તારોમાં અન્ય કારણોમાં મૂળ-ભારતીયોના સામૂહિક ધર્માંતર જેવી બાબતોનો સમાવેશ થાય છે.
સૌ પ્રથમ ઈન્ડિક્સ શબ્દને સમજી લઈએ. ઈન્ડિક્સ એટલે એવા તમામ ધર્મોના લોકો - જેનાં મૂળ ભારતીય ઉપખંડમાં છે. તેમાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન અને વિવિધ આદિવાસી ધર્મોનો સમાવેશ થાય છે. યહુદીઓ અને પારસીઓને ઈન્ડિક વર્ગમાં સામેલ કરવામાં આવ્યા નથી. તેમની સંખ્યા એટલી નાની છે કે તેમનો સમાવેશ અથવા બાદબાકી માત્ર એકેડેમિક બાબત છે; તેમની સંખ્યાથી કોઈપણ રીતે વસ્તીવિષયક આંકડા પર અસર થતી નથી.
1872 માં ઉત્તર-પશ્ચિમ ફ્રન્ટિયર પ્રોવિન્સ, સિંધ, બલુચિસ્તાન અને જમ્મુ-કાશ્મીર સિવાયના બધાં રાજ્યોમાં આ ઈન્ડિક્સ અર્થાત મૂળ ધર્મના લોકો બહુમતીમાં હતા. પંજાબ અને બંગાળ બંને રાજ્યમાં ઈન્ડિક્સ સ્પષ્ટ બહુમતીમાં હતા. બંગાળમાં ઈન્ડિક્સ કુલ વસતીના 50.14% હતા [1] અને પંજાબમાં આ ઈન્ડિક્સ 1881 માં કુલ વસતીનો 52% હિસ્સો ધરાવતા હતા [2]. જો કે, 1941 સુધીમાં આ સ્થિતિમાં ભારે પરિવર્તન આવવા લાગ્યું. 1931 માં બંગાળની કુલ વસ્તીમાં ઈન્ડિક્સ ઘટીને માત્ર 45.21% થઈ ગયા હતા અને પંજાબમાં 1941 માં કુલ વસ્તીના પ્રમાણમાં ઈન્ડિક્સ 44.9% સ્તર ઉપર આવી ગયા હતા.
1872 માં સમગ્ર ભારતમાં કુલ વસ્તીના પ્રમાણમાં ઈન્ડિક્સની સંખ્યા 79% હતી તે ઘટીને 1941માં 73.2% થઈ, જે 2011 માં ઘટીને છેક ~ 66% થઈ. [4], [5]. નીચેના બે આલેખ દર્શાવે છે કે કેવી રીતે 1881 થી 1941 સુધીમાં મૂળ ભારતીયોની વસતીનો હિસ્સો ઘટ્યો હતો, જ્યારે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ બંનેની સંખ્યામાં વધારો થયો. 1941માં મુસ્લિમો 19.9 ટકા હતા તે વધીને 24.3 ટકા, જ્યારે ખ્રિસ્તીઓ 1941 માં 0.7 ટકા હતા તે વધીને 1.9 ટકા થઈ ગયા હતા. 
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-08-40_59d3539852eea.jpg
એ જાણવું અને સમજવું અગત્યનું છે કે દેશના ભાગલાનાં મુખ્ય કારણો પૈકી એક કારણ બંગાળ અને પંજાબમાં મૂળ ભારતીય ધર્મોની વસતીમાં થયેલો ઘટાડો હતું. પંજાબ અને બંગાળ બંનેમાં જો 1872ના પ્રમાણમાં ઈન્ડિક્સની બહુમતી યથાવત્ રહી હોત તો દેશનું વિભાજન અતિશય મુશ્કેલ બન્યું હોત. સિંધ, જમ્મુ અને કાશ્મીર, નોર્થ વેસ્ટ ફ્રંટિઅર પ્રોવિન્સ તેમજ બલુચિસ્તાન એક રાજ્યનો ભાગ ન હોત, ઉપરાંત કાશ્મીરમાં હિન્દુ ડોગરા શાસકોનું શાસન હોત તો તેમણે આ પ્રકારની દરખાસ્ત સ્વીકારી જ ન હોત. ભારતમાં આ રીતે મૂળ ભારતીય ધર્મોના લોકોની વસતીમાં ઘટાડો ન થયો હોત તો ભાગલાનું આ દુઃખદ પરિણામ ન આવ્યું હોત.
ભાગલા એ આ દેશની સૌથી દુખદ માનવીય આપત્તિમાં પરિણમ્યા છે. તેના પરિણામે 10 લાખ લોકો મૃત્યુ પામ્યા હોવાનો તથા 1.8 કરોડ વિસ્થાપિત થયા અંદાજ છેઃ પૃષ્ઠ 243, [34]. એટલું જ નહીં પરંતુ સ્ત્રીઓ પર અત્યાચારોની સંખ્યા પણ ઘણી વિશાળ હતી. આ માનવીય દુર્ઘટનાને પગલે પણ ભારતમાં ઈન્ડિક્સની સંખ્યામાં ઘટાડો થયો હતો.
દેશના ભાગલાના પરિણામે પાકિસ્તાનમાંથી ઈન્ડિક્સ લગભગ અદ્રશ્ય થઈ ગયા. 1941 માં પાકિસ્તાનમાં મૂળ ભારતીય ધર્મોના લોકો અર્થાત ઈન્ડિક્સની સંખ્યા ત્યાંની કુલ વસતીના 19.68% હતી તે 1998 માં ઘટીને ~ 2% થઈ ગઈ હતી [3]. બાંગ્લાદેશમાં પણ આ ઘટોડો એટલો ગંભીર છે. 1931 માં 29% માંથી [3] 2011 માં ભારતીય ઈન્ડિક્સની વસતી ઘટીને 8.9% થઈ ગઈ હતી [5]. ભારતીય સંઘમાં પણ ભારતીય વસતી 1951 થી સતત ઘટી રહી છે. નીચે આપેલા બે આલેખ દર્શાવે છે કે 1951 થી ભારતીય સંઘમાં ભારતીય વસતીનું પતન અને તે સાથે સાથે મુસ્લિમ વસતિમાં કેટલો વધારો થયો..! વર્ષ 1951 માં ઈન્ડિક્સ 87.2 ટકાથી ઘટીને 2011માં 83.2 ટકા થઈ ગયા. કાગળ ઉપર તો ખ્રિસ્તી વસ્તી 2.3 ટકા પર સ્થિર રહી છે. જો કે, ઘણી ખ્રિસ્તી વેબસાઇટ્સ દાવો કરે છે કે ભારતમાં ખ્રિસ્તીઓની ટકાવારી 6% છે [36]. આ છ ટકાનો દાવો જોકે સ્વીકારવો અશક્ય છે. આ ઐતિહાસિક હકીકતો અને વર્તમાન માહિતીને જોતાં, ઈન્ડિક્સની વસતીનો ઘટાડો ખરેખર ગંભીર ચિંતાનો વિષય છે.
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-09-20_59d353c0e3943.jpg
ભારતીય સંઘના કિસ્સામાં ઈન્ડિક્સમાં ઘટાડો એકસમાન નથી. ભારતીય સંઘમાં ઈન્ડિક્સની વસ્તીનો હિસ્સો લગભગ બધે જ ઘટી ગયો છે, પરંતુ દેશના અમુક ભાગોમાં તો આ ઘટાડો એ હદે તીવ્ર ગતિએ થઈ રહ્યો છે કે ત્યાંથી લગભગ અદ્રશ્ય થઈ ગયા છે. 1951માં ભારતમાં બે રાજ્ય (જમ્મુ અને કાશ્મીર તથા મિઝોરમ) અને એક કેન્દ્રશાસિત પ્રદેશ (લક્ષદ્વીપ) હતાં જ્યાં ઈન્ડિક્સ લઘુમતીમાં હતા. 2011માં સંખ્યા વધીને ચાર ભારતીય રાજ્યો (જમ્મુ અને કાશ્મીર, મિઝોરમ, નાગાલેન્ડ તથા મેઘાલય) અને એક કેન્દ્રશાસિત (લક્ષદ્વીપ) થયાં જ્યાં ઈન્ડિક્સ લઘુમતીમાં હતા. ઉપરાંત બે અન્ય રાજ્યો (મણિપુર અને કેરળ) છે જ્યાં ઈન્ડિક્સની સંખ્યા 50% થી 60% ની વચ્ચે છે. આ લેખમાં અમે વિવિધ રાજ્યોમાં ભારતીય મૂળના ધર્મના લોકોની વસતીમાં આવાલે બદલાવો અને તેનાં પરિણામોનું વિશ્લેષણ કરીએ છીએ.
ઈન્ડિક્સની સંખ્યામાં થઈ રહેલો ઘટાડો દર્શાવવા માટે અહીં પ્રસ્તુત વિશ્લેષણ માત્ર બે વસ્તી ગણતરી પર આધારિત છે - 2001ની અને 2011ની વસતી ગણતરી. અમે રાજ્ય સ્તરે, જિલ્લાવાર તેમજ તાલુકા સ્તરે આ ફેરફારોનું વિશ્લેષણ કર્યું, જેથી નાના નાના સ્તરે તેમજ વિશાળ સ્તરે મૂળ ભારતીય ધર્મના લોકોની વસતીમાં આવેલા ફેરફાર સમજી શકાય.
--- ઈન્ડિક્સની એકંદર વસ્તીઃ
સૌપ્રથમ અમે તાલુકા સ્તરે ઈન્ડિક્સની વસ્તીનું વિશ્લેષણ કર્યું જ્યાં ઈન્ડિક્સની સંખ્યા બોર્ડરલાઈન ઉપર (50-60%) છે, જ્યાં ઈન્ડિક્સ લઘુમતીમાં (20-50%) છે અને જ્યાં ઈન્ડિક્સનો સફાયો (<20%) થઈ ગયો છે. નીચે જણાવેલા કોષ્ટકમાં આ રાજ્યોને જૂથબદ્ધ કરવામાં આવ્યા છે. જે તાલુકાઓમાં ઈન્ડિક્સનો સફાયો થઈ ગયો છે તે તાલુકાઓને નકશા પર લાલ રંગમાં દર્શાવવામાં આવ્યા છે. જે તાલુકાઓમાં ઈન્ડિક્સ લઘુમતી છે ઘેરા લીલા રંગમાં અને જે તાલુકાઓમાં ઈન્ડિક્સ બોર્ડર લાઈન પર છે ત્યાં આછો લીલો રંગ ચિહ્નિત કરવામાં આવ્યો છે. જે વિસ્તારોમાં 60% કરતા વધારે ઈન્ડિક્સની સંખ્યા છે ત્યાં સફેદ રંગ રાખવામાં આવ્યો છે. નીચેના નકશા પરથી 2001 અને 2011 એમ બંને વસતી ગણતરી દરમિયાન જે તે વિસ્તારોમાં મૂળ ભારતીય ધર્મના લોકોની સંખ્યા <20%, 20-50% અને 50-60% હતી તેનો ચિતાર મળી શકે છે. બંને વસ્તી ગણતરી વચ્ચેના ફેરફારોને પણ નોંધવામાં આવ્યા છે.
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-10-51_59d3541baaf65.jpg
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-13-54_59d354d2cb18a.jpg
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-15-28_59d35530ad6b2.jpg
ઉપરોક્ત બે નકશા અને ટેબલ દ્વારા અનુક્રમે દર્શાવવામાં આવ્યું છે કે એક દાયકાના ગાળામાં સરહદી તેમજ લઘુમતી વિસ્તારોમાં ઈન્ડિકની વસ્તીમાં વધારો થયો છે. એકંદરે, સરહદી અને લઘુમતી વિસ્તારોમાં ઈન્ડિકની વસતી 3.06 કરોડથી વધીને 4.01 કરોડ થઈ, જે અગાઉના દસકની વસ્તી ગણતરીના પ્રમાણમાં લગભગ ત્રીજા ભાગનો વધારો સૂચવે છે. હકીકતે એ ગાળામાં દરેક વર્ગમાં વસ્તીમાં વધારો થયો છે. પરંતુ સાથે એ બાબત પણ ભારપૂર્વક નોંધવી જોઈએ કે સાવ થોડા તાલુકાઓમાં ઈન્ડિક્સની પરિસ્થિતિમાં સુધારો થયો છે.
ઉપરોક્ત કોષ્ટકો દ્વારા નીચે મુજબની હકીકતો પ્રકાશમાં આવે છેઃ વર્ષ 2001થી 2011ના દાયકામાં ઈન્ડિક્સની સંખ્યા બોર્ડરલાઈન ઉપર (50-60%) હતી તે 1.45 થી વધીને 1.91 કરોડ થઈ જે 31.7% નો વધારો સૂચવે છે, જ્યારે ઈન્ડિક્સ લઘુમતીમાં હતા (20-50% ઈન્ડિક્સ) ત્યાં 2001 થી 2011ના દાયકામાં 1.51 કરોડથી વધીને 1.94 કરોડ થયા હતા, જે 28.4 ટકાનો વધારો સૂચવે છે. 2001 થી 2011ના દાયકામાં આખા ભારતમાં ઈન્ડિક્સની સંખ્યામાં 17.6% નો વધારો થયો હતો. જ્યાં ઈન્ડિક્સ <60% હતા ત્યાં મૂળભારતીય ધર્મી લોકોનો વૃદ્ધિદર સરેરાશ રાષ્ટ્રીય વૃદ્ધિ કરતાં ઘણો ઓછો હતો. જો કે, જે ખરેખર ચિંતાજનક બાબત એવા વિસ્તારોમાં ઈન્ડિક્સની સંખ્યામાં થયેલો વધારો છે જ્યાં અગાઉ ઈન્ડિક્સનો લગભગ સંપૂર્ણ સફાયો (<20% ઈન્ડિક્સ) થઈ ગયો હતો. તેમની સંખ્યા 10.36 લાખથી વધીને 15.47 લાખ થઈ જે 49.11% નો વધારો દર્શાવે છે. આ વધારો એક દાયકામાં થયેલી વૃદ્ધિ કરતાં પણ ત્રણ ગણો વધારે છે. આનો સીધો અર્થ એ થાય છે કે ઈન્ડિક્સનો નાશ થઈ રહ્યો હોય તેવા પ્રદેશોની સંખ્યા વધી રહી છે. આ બાબત ઉપર દર્શાવેલા નકશા દ્વારા સાબિત થાય છે. લાલ રંગ દર્શાવ્યો છે એ તાલુકાઓની સંખ્યા 2001 અને 2011ની વચ્ચે 193 થી વધીને 265 થઈ છે, જે 37.3% નો વધારો દર્શાવે છે. કેટલાક તાલુકાઓમાં સંખ્યામાં વધારો થયો છે તેનું કારણ એ વિસ્તારોમાં નવા તાલુકાઓની થયેલી રચના છે, તેમછતાં અમુક તાલુકાઓમાંથી ઈન્ડિક્સનો નાશ થઈ ગયો છે તે નકશાને આધારે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અમે લેખમાં આગળ જણાવીશું કે ઈન્ડિક્સ લઘુમતીમાં ફેરવાઈ રહ્યા છે, ખાસ કરીને 20% થી નીચે જઈ રહ્યા છે, જે તેમની સુરક્ષા માટે ખૂબ જ ગંભીર ખતરો છે.
હકીકતમાં, તે બાબત સ્પષ્ટ થઈ જાય છે કે કેટલાક રાજ્યોમાં ઈન્ડિક્સની સંખ્યા 2001 થી 2011ના દાયકામાં ખૂબ જ ઝડપથી ઘટી ગઈ. અહીં નીચે 2001 અને 2011 ના આસામ, કેરળ અને અરુણાચલ પ્રદેશના નકશા દર્શાવ્યા છે. તેમાં દેખાતું પરિવર્તન એ ક્ષેત્રોમાં હિન્દુઓની ઘટી રહેલી સંખ્યાનો દર સૂચવે છે.
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-20-50_59d3567284d40.jpg
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-21-11_59d356878da87.jpg
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-21-34_59d3569e684fe.jpg
ઉપરોક્ત નકશામાં જોઈ શકાય છે કે આ ત્રણે રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં મૂળ ભારતીય ધર્મના લોકો લઘુમતી ન હતા અથવા જ્યાં ઈન્ડિક્સ ઉપર કોઈ જોખમ નહોતું ત્યાં હવે તેઓ જોખમી યાદીમાં પ્રવેશી ચૂક્યા છે. આ નકશાઓમાં અમે જોખમની માત્રા દર્શાવી છે. લેખમાં આગળ આ રાજ્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી છે.
--- આંદામાન અને નિકોબારઃ
આંદામાન અને નિકોબારમાં, ઈન્ડિક્સ લઘુમતીમાં હોય એવા અથવા તેમનો સફાયો થઈ ગયો હોય તેવા વિસ્તારોની સંખ્યા ઘટી છે, પરંતુ તેનું કારણ માનવસર્જિત છે કેમકે કે નાનકોરી અને કાર નિકોબાર બંને ઈન્ડિક લઘુમતી વિસ્તારો સાથે વિભાજીત થયા હતા જેમાં નવા તાલુકા રચાયા. સમગ્ર નાનકોરી અને કાર નિકોબાર તાલુકાઓમાં ધર્માંતર થઈ ગયું છે, જેથી ઈન્ડિક્સની સંખ્યા એટલી ઓછી થઈ ગઈ છે કે તેમને લઘુમતી પણ ન કહેવાય. નિકોબાર ટાપુઓના ત્રણ તાલુકાઓ પૈકી બે તાલુકામાં ઈન્ડિક્સનું અસ્તિત્વ રહ્યું નથી. આ જે તાલુકાઓની વાત છે તેને લાલ રંગમાં ચિહ્નિત કરવામાં આવેલા છે. જો કે, 2001માં એ તાલુકાઓને ફરી એક કરી દેવામાં આવ્યા તેથી અમે ફરી વખત 2001 અને 2011 વચ્ચેના તફાવતનું ચોક્કસપણે વિશ્લેષણ કરી શકતાં નથી.
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-22-21_59d356cdf2150.jpg

--- ઉત્તર પૂર્વીય (ઈશાનનાં) રાજ્યોઃ
ઉત્તર પૂર્વમાં, નાગાલેન્ડ અને મિઝોરમ એમ બંને રાજ્યમાં ઈન્ડિક્સનો નાશ થઈ ગયો છે અને મેઘાલયમાં ભારે પ્રમાણમાં ઘટાડો થયો છે. ટૂંકમાં આ ત્રણે રાજ્યોમાં ઈન્ડિક્સ લઘુમતીમાં છે. મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં મૂળ ભારતીય ધર્મના લોકોની વસતિમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે અને વાસ્તવમાં, મણિપુરમાં અડધો અડધ ઓછા થઈ ગયા છે. નીચેના આંકડા ઈન્ડિક્સની વસ્તીમાં થયેલો ઘટાડો દર્શાવે છે. અરૂણાચલમાં હવે ખ્રિસ્તીઓ બહુમતીમાં છે. સિક્કિમમાં પ્રમાણમાં સારી સ્થિતિ કહી શકાય તેમ છતાં ત્યાં પણ કુલ વસ્તીના આશરે 10% જેટલા લોકોએ ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતર કર્યું છે. માત્ર ત્રિપુરામાં ખ્રિસ્તીઓ 4.35% છે. ત્રિપુરાના લગભગ 12% આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે. એકંદરે, ઈશાન ભારતમાં 1901 માં મૂળ ભારતીય ધર્મના લોકોની વસ્તી 95%  હતી તે ઘટીને હવે કુલ વસ્તીના આશરે 53% રહી ગયા છે. ખ્રિસ્તીઓની સંખ્યા 45.03% થઈ ગઈ છે. મણિપુરમાં લીલોંગ ખીણ અને મેઘાલયના પશ્ચિમી ક્ષેત્રમાં છૂટાછવાયા વિસ્તારો સિવાય મુસ્લિમોની વસ્તી અહીં વધી નથી. ઉત્તર પૂર્વમાં ઈન્ડિક્સની વસ્તીમાં આટલો મોટો ઘટાડો થઈ ગયો છે તેના પર હજુ સુધી કોઈએ ધ્યાન આપ્યું નથી.
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-24-06_59d3573655c1e.jpg
--- મિઝોરમઃ
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-30-41_59d358c15b965.jpg

મિઝોરમ એવું રાજ્ય છે જ્યાં ઈન્ડિક્સ પ્રજાનો લગભગ સફાયો થઈ ગયો છે. રાજ્યના તમામ અંતરિયાળ પ્રદેશોમાં (20 તાલુકામાં) ઈન્ડિક્સની વસતી 20% થી નીચે જતી રહી છે અને એવું કહી શકાય કે તેમનું લગભગ અસ્તિત્વ જ રહ્યું નથી. ત્રણ તાલુકામાં ઈન્ડિક્સ લઘુમતીમાં છે, જ્યાં તેમની સંખ્યા 20 થી 50%ની વચ્ચે છે અને આ તમામ વિસ્તારો બાંગ્લાદેશની સરહદ પર આવેલા છે. બાંગ્લાદેશની નજીક આવેલા માત્ર બે તાલુકામાં ઈન્ડિક્સની સંખ્યા બહુમતીમાં છે અને માત્ર એક તાલુકમાં 60% થી વધારે છે, (આ લોકો બૌદ્ધ ચકમા ધર્મના છે જેઓ ધર્માંતર ખાળી શક્યા છે). ત્રિપુરાના સરહદી વિસ્તારમાં રહેતી રેંગસ આદિજાતિ એકમાત્ર હિન્દુ આદિજાતિ છે ધર્માંતરથી બચી ગઈ છે. એ લોકોને મિઝોરમમાંથી ખ્રિસ્તી આતંકવાદીઓ દ્વારા ત્રિપુરામાં હાંકી કાઢવામાં આવ્યા હતા.
--- નાગાલેન્ડઃ
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-31-26_59d358ee86835.jpg
નાગાલેન્ડમાં તમામ તાલુકામાં મૂળ ભારતીયધર્મી લોકો લઘુમતીમાં છે. 1951 માં, નાગાલેન્ડની કુલ જનસંખ્યામાં ઈન્ડિક્સ 53% હતા, તે 2011 માં ઘટીને 9% થઈ ગયા છે. એકપણ તાલુકામાં ઈન્ડિક્સની બહુમતી નથી, એટલે સુધી કે હિન્દુઓની સૌથી વિશાળ વસતી ધરાવતા દિમાપુરમાં પણ નહીં, જેનો ઐતિહાસિક સંબંધ અસોમ સાથે છે. દિમાપુરમાં માત્ર 42% ઈન્ડિક્સ છે. બીજા તમામ તાલુકામાં ઈન્ડિક્સ વસ્તી લઘુમતીમાં છે. નાગા જાતિના વિસ્તારોમાંથી તો ઈન્ડિક્સનો સંપૂર્ણપણે સફાયો થયેલો છે.
--- મેઘાલયઃ

Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-32-07_59d35917528bc.jpg

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં મેઘાલયમાં ઈન્ડિક્સની વસ્તીમાં સૌથી તીવ્ર ઘટાડો જોવા મળે છે. 1951 માં એ રાજ્યમાં ઈન્ડિક્સની વસ્તી 73% હતી તે 2011માં ઘટીને ~ 21% થઈ છે. મેઘાલયમાં 39 તાલુકામાંથી 37માં મૂળ ભારતીય ધર્મી લોકો લઘુમતિમાં આવી ગયા છે. એક (પિનર્સલા તાલુકામાં) ઈન્ડિક્સની સંખ્યા બોર્ડરલાઈન પર છે જ્યારે ખતર્શૉંગ લઈટકોરોહ તાલુકામાં મૂળ ભારતીય ધર્મી બહુમતીમાં છે. આ બંને તાલુકામાં મુખ્યત્વે સેંગ ખાસી લોકોની વસ્તી છે. જો કે, 2001માં જ આ બંને તાલુકા સિવાય તમામ તાલુકામાં ઈન્ડિક્સની વસ્તી લઘુમતીમાં હતી. મેઘાલયમાં ત્રણ મુખ્ય જાતિ છે - ગરોસ, ખાસી, અને જયંતિયા. મૂળ ભારતીય ધર્મી એવી ગરોસ અને ખાસી જાતિના લોકોએ મોટાભાગે ધર્માંતર કરી લીધું છે. જેમાં માત્ર સેંગ ખાસી જાતિ ધર્માંતરથી બચી ગઈ છે. જયંતિયા જાતિમાં ખૂબ મોટા પ્રમાણમાં ધર્માંતર થયું છે, છતાં હજુ પણ એ જાતિનો એક મોટો હિસ્સો ધર્માંતરથી બચી ગયો છે.
--- મણિપુરઃ
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-34-09_59d35991e99ba.jpg
મણિપુર હજુ ઈન્ડિક્સ બહુમતીમાં છે ખરા, પરંતુ હવે લાંબો સમય એવી સ્થિતિ નહીં રહે એવું લાગે છે. 1951માં રાજ્યમાં મૂળ ભારતીય ધર્મના લોકોની વસતી 84% હતી તે 2011માં ઘટીને 50.3% થઈ ગઈ છે અને આગામી વસ્તી ગણતરીમાં ખ્રિસ્તી બહુમતીમાં હશે. મણિપુરના સરહદી વિસ્તારોમાં સંપૂર્ણ ધર્માંતર થઈ ગયું છે. એકમાત્ર આસામની સરહદ નજીકના એક તાલુકામાં ઈન્ડિક્સની વસ્તી બોર્ડર લાઈન ઉપર છે. માત્ર અંતરિયાળ મણિપુરમાં અર્થાત ઇમ્ફાલ વેલી ક્ષેત્રમાં મેઇટિસનું વર્ચસ્વ છે, અને તે ઈન્ડિક (હિન્દુ અને સનામાહી જાતિઓ) રહ્યું છે. આસામ સિવાય સમગ્ર ઈશાન ભારતમાં એકમાત્ર મેઇટિસ વંશીય સમૂહ છે જે સંભવતઃ ધર્માંતર સામે ટકી રહ્યો છે.
--- અરુણાચલ પ્રદેશઃ
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-34-44_59d359b44f1cc.jpg
1971 સુધી અરુણાચલ પ્રદેશમાં ખ્રિસ્તીઓની વસતી સાવ નગણ્ય હતી; વાસ્તવમાં 1971 માં ખ્રિસ્તીઓની વસતી માંડ ~ 0.1% હતી. પરંતુ 1981 માંતે વધીને 4%, 1991 માં 10%, 2001 માં 18% અને 2011 માં 34% થઈ ગઈ હતી. 2001 અને 2011 વચ્ચેનો તફાવત ઉપર દર્શાવેલા નકશામાં જોઈ શકાય છે. તેનાથી વિપરીત, રાજ્યના હિન્દુ, બૌદ્ધ અને આદિજાતીઓની વસ્તીનો હિસ્સો ઝડપથી ઘટી રહ્યો છે અને હવે અરુણાચલ પ્રદેશમાં ખ્રિસ્તીઓ બહુમતીમાં છે. ખ્રિસ્તીઓના ઝડપી ફેલાવાને કારણે આ પ્રદેશના વિશિષ્ટ ધર્મ - ડોનીયો પોલો ઉપર ખતરો તોળાઈ રહ્યો છે. રાજ્યમાં આ દરે ખ્રિસ્તીઓની સંખ્યા વધતી રહેશે તો 2031 સુધીમાં તે 50 ટકા કરતા વધારે સંખ્યામાં થઈ જશે.
બિન-હિન્દુ વસ્તી ધરાવતાં અન્ય રાજ્યો -
--- ઓરિસ્સાઃ (ઓડિશા)
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-35-30_59d359e26ff41.jpg
ધર્માંતરને કારણે ઓડિશાના ઉત્તર અને દક્ષિણમાં આદિવાસી વિસ્તારોમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. દક્ષિણમાં ગજપતિ જિલ્લામાં ઘણા વિસ્તારોમાંથી મૂળ ભારતીયધર્મી લોકોનો સફાયો થઈ ગયો છે કેમકે ત્યાં સંપૂર્ણપણે ધર્માંતર થઈ ગયું છે. સાથે એ વાતની ખાસ નોંધ લેવી જોઈએ કે ગજપતિ જિલ્લામાં માત્ર 2001 થી 2011 દાયકામાં ઈન્ડિક્સની વસ્તીમાં 6% નો ઘટાડો થઈ ગયો હતો, જે ઈન્ડિક્સની સંખ્યાનું ઘણું મોટું પતન કહેવાય. ગજપતિ જિલ્લાથી ઉત્તરમાં આવેલા કંધમાલમાં પણ ધર્માંતરથી ગંભીર પ્રભાવ પડ્યો છે. રાયગડા અને કોરાપુટ જેવા અન્ય જીલ્લાઓમાં પણ છેલ્લા કેટલાક દાયકામાં ખ્રિસ્તીઓની વસ્તી 5-10% સુધી પહોંચી ગઈ છે. ઉત્તરમાં, સુંદરગઢ ક્ષેત્રમાં મોટાપાયે ધર્માંતર થઈ રહ્યા છે. ઉપરાંત ઝારખંડના રાંચીના સરહદી વિસ્તારોમાં વસતા આદિવાસીઓમાં ધર્માંતર થઈ રહ્યા છે.
--- તમિળનાડુઃ
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-37-28_59d35a5886689.jpg
સૌથી વધુ ધર્માંતર તમિલનાડુના છેક દક્ષિણમાં આવેલા કન્યાકુમારી જિલ્લામાં થયું છે. આ એક વારસાગત સમસ્યા છે, કારણ કે કન્યાકુમારી જૂના ત્રાવણકોર શાસનનો એક ભાગ છે, જ્યાં ધર્માંતર ખૂબ મોટાપાયે થતું હતું. સાથે એ બાબત ધ્યાનમાં લેવી જોઈએ કે 1951 થી કન્યાકુમારીમાં મોટાપાયે ધર્માંતર થયું છે. ત્યાં 1951 થી 2011 ના 60 વર્ષોમાં ખ્રિસ્તીઓની વસતી 30% થી વધીને 45% થઈ ગઈ હતી. ચાર તાલુકાઓમાંથી બે તાલુકામાં તો હવે મૂળ ભારતીયધર્મી લોકો લઘુમતીમાં આવી ગયા છે. હવે થુથકુડી અને થિરુનેલવેલીમાં ધર્માંતર શરૂ થઈ ગયા છે. બંને જિલ્લામાં સત્તાવાર રીતે તો 10-20% ખ્રિસ્તીઓ હોવાનું કહેવાય છે (વાસ્તવિક સંખ્યામાં કદાચ વધારે હોઈ શકે). ખાસ કરીને, થિથુકુડીના તિરુચંદુર તથા સથનકુલમ્ તાલુકાઓમાં તેમજ થિરુનેલવેલીના નાન્ગુનેરી અને રાધાપુરમ તાલુકાઓમાં ખ્રિસ્તીઓ વસ્તી વધારે છે છતાં ત્યાં હજુ ઈન્ડિક્સની વસતી 60% થી ઓછી નથી થઈ.
--- રાજસ્થાન અને હરિયાણાઃ
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-37-58_59d35a76ae8d5.jpg
રાજસ્થાન અને હરિયાણા બંનેના મેવાત સાંસ્કૃતિક ક્ષેત્રમાં હિન્દુ અને જૈન બંનેની વસ્તીમાં અત્યંત ઝડપી ઘટાડો થઈ રહ્યો છે. હરિયાણાના મેવાત જિલ્લાના તમામ તાલુકાઓમાં મૂળ ભારતીય ધર્મના લોકો લઘુમતી આવી ગયા છે. અલવર અને ભરતપુર (જ્યાં હજુ સુધી 60% થી ઈન્ડિક્સની વસ્તી નીચે ગઈ નથી) માં પણ પ્રત્યેક દાયકામાં ઈન્ડિક્સની વસતી 5% જેટલી ઘટી છે. હરિયાણાના મેવાત જિલ્લાના તાઉરૂ જેવાં સ્થળ તો  2001 થી 2011ના દાયકામાં ઈન્ડિક્સ વસ્તીમાં 8% ઘટાડો થઈ ગયો હતો, જેને પગલે માત્ર 10 વર્ષોમાં ઈન્ડિક્સ બહુમતીમાંથી લઘુમતીમાં આવી ગયા. વધુમાં, એ પણ નોંધવું જોઈએ કે મેવાતની સ્થિતિ ઉત્તરપ્રદેશના મથુરામાં વધી રહી છે, જ્યાં મથુરાના પશ્ચિમી તાલુકાઓમાં 2001 થી 2011ના દાયકામાં ઈન્ડિક્સની વસ્તીમાં 2% જેટલા ઘટાડો નોંધાયો હતો. એ યાદ રાખવું જોઈએ કે મથુરામાં મૂળ ભારતીય ધર્મના લોકોની વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં (~ 90%) છે, તેથી પ્રત્યેક દાયકામાં તેમાં 2% નો ઘટાડો નોંધાય તે ચિંતાજનક ગણાય.
એવાં રાજ્યો જ્યાં નોન-ઈન્ડિક્સ વિસ્તારોમાં ઈન્ડિક્સની વસ્તીમાં વધારો થયો છેઃ
જો કે, સૌથી વધુ, જ્યાં એક લાખ કરતાં વધારે વધારો થયો તે રાજ્યો આ પ્રમાણે છે-
રાજ્ય
2001
2011
વધારો-ટકાવારીમાં
ઉત્તરાખંડ
4.63 લાખ
 5.71 લાખ
23.32%
જમ્મુ અને કાશ્મીર
5.72 લાખ
 7.77 લાખ
35.84%
મહારાષ્ટ્ર
4.51 લાખ
 11.95 લાખ
164.97%
ઝારખંડ
8.37 લાખ
 12.35 લાખ
47.55%
બિહાર
17.66 લાખ
 23.95 લાખ
35.62%
આસામ
34.03 લાખ
 43.99 લાખ
29.27%
પશ્ચિમ બંગાળ
66.88 લાખ
 80.67 લાખ
20.61%
કેરળ
74.36 લાખ
  88.78 લાખ
19.39%
ઉત્તરપ્રદેશ
64.42 લાખ
  90.53 લાખ
40.53%
કુલ
2.81 કરોડ
3.66 કરોડ
30.25%

આ રાજ્યો વિશે કેટલાંક અવલોકન માન્ય છે. એક, 2001 તથા 2011 બંને વસતી ગણતરી અનુસાર જોખમમાં મૂકાયેલી મૂળ ભારતીય ધર્મીઓની વસતીના અંદાજે 90% લોકો આ 9 રાજ્યોમાં રહે છે. બે, ઈન્ડિક્સની વસ્તી ઉપર સૌથી વધુ જોખમ વધ્યું હોય તેવાં રાજ્યો છે - ઉત્તર પ્રદેશ (26.11 લાખ), ત્યારબાદ કેરળ (14.32 લાખ) અને પશ્ચિમ બંગાળ (13.97 લાખ). ટકાવારીની દૃષ્ટિએ મહારાષ્ટ્ર આ યાદીમાં સૌથી ઉપર આવે છે જ્યાં 164.97 ટકાનો વધારો થયો છે, જ્યારે બીજા ક્રમે ઝારખંડમાં 47.55 ટકાનો વધારો અને ઉત્તર પ્રદેશમાં 40.53 ટકાનો વધારો થયો છે. આ દરેક રાજ્યની વિગતવાર સમીક્ષા નીચે પ્રમાણે છેઃ
--- ઉત્તરાખંડ
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-38-47_59d35aa73f374.jpg
ઉત્તરાખંડમાં, હાલ માત્ર એક સરહદી તાલુકા રૂરકીમાં ~ 43% મુસ્લિમો છે. આ તાલુકામાં ઈન્ડિક્સની વસ્તીનો હિસ્સો 2% જેટલો ઘટી ગયો છે. જો કે, રાજ્યમાં જાસપુર (શાહિદ ઉધામ સિંઘ નગરમાં) જેવા અન્ય તાલુકા છે, જ્યાં મૂળ ભારતીય ધર્મના લોકોની સંખ્યા ઘટીને ઝડપથી બોર્ડરલાઈન સુધી પહોંચી રહી છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે ઉત્તરાખંડમાં 1951 માં મૂળ ભારતીય ધર્મના લોકોની વસ્તી (~ 93%) હતી, તે ખૂબ ઝડપથી ઘટીને 2011 માં 85.5% થઈ ગઈ. ઉપરાંત, પર્વતીય વિસ્તારોમાં રહેતી ભોતિયા જેવી નાની આદિજાતિઓ ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતર કરી રહી છે. (105-106, [41]) આમ ઉત્તરાખંડની વિવિધતા પણ જોખમ હેઠળ છે.
--- જમ્મુ અને કાશ્મીર
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-41-30_59d35b4a35bc2.jpg
જમ્મુ અને કાશ્મીરના ત્રણે પ્રદેશ - જમ્મુ, કાશ્મીર અને લડાખ તમામમાં ઈન્ડિક્સની વસતી સતત ઓછી થઈ રહી છે. 1961 માં 31% થી વધીને 1981 માં ઈન્ડિક્સની સંખ્યા 35% થઈ હતી, જેનું કારણ પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓનો પ્રવાહ હતું. પરંતુ ત્યાર પછી મુસ્લિમ વૃદ્ધિદરને કારણે મૂળ ભારતીય ધર્મના લોકોની વસતી ઘટીને 32% રહી હતી. જમ્મુના પર્વતીય વિસ્તારોના સાત જિલ્લામાંથી છ જિલ્લામાં હિન્દુઓ લઘુમતીમાં છે (ફક્ત ઉધમપુર હજી હિન્દુઓ બહુમતી છે). રામબન, કિશ્તવાર અને બાટોટ જેવાં નગરોમાં હિન્દુઓ વૃદ્ધિદર ઘટી રહ્યો છે. નોશેરા અને રામબન જેવા તાલુકાઓમાં 2001 થી 2011ના દાયકામાં મુસ્લિમોની સંખ્યામાં 50% નો વધારો થયો હતો. રામબન તાલુકામાં તો 2001 થી 2011 ના દાયકામાં ઈન્ડિક્સની વસતી બહુમતિમાંથી લઘુમતીમાં સરકી ગઈ, જ્યારે રેઆસી જિલ્લામાં પણ મૂળ ભારતીય ધર્મના લોકોની વસતી પણ <50% થી નીચે આવી ગઈ. દેખીતી રીતે, હિન્દુઓને ચેનાબની દક્ષિણે ખસેડવામાં આવી રહ્યા છે, જે બાબતે 1949 માં બ્રિટિશ કાવતરા દ્વારા ઉકેલ સૂચવવામાં આવ્યો હતો. તે ઉકેલ હવે આપોઆપ અમલમાં મૂકાઈ રહ્યો છે. લદાખમાં બૌદ્ધ પ્રજાનો વસ્તી વધારાનો દર સાવ ઓછો હોવાને કારણે એ ક્ષેત્રમાં પણ ઈન્ડિક્સની સંખ્યા ખૂબ ઝડપથી ઓછી થઈ રહી છે. કાશ્મીરીઓ હવે લદાખના ઘણા વિસ્તારોમાં સ્થળાંતર કરીને સ્થાઈ થઈ રહ્યા છે. કાશ્મીર ખીણ તો હિન્દુ-મુક્ત થઈ જ ગઈ છે, કેમકે એ ક્ષેત્રમાંથી મોટાભાગના હિન્દુઓને હાંકી કાઢવામાં આવ્યા છે.
--- મહારાષ્ટ્ર
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-41-59_59d35b676d829.jpg
મહારાષ્ટ્રમાં <60 ટકા ઈન્ડિકની વસતી ધરાવતા વિસ્તારોમાં ઈન્ડિક્સનો સૌથી વધુ વધારો નોંધાયો છે- જે 4.5 લાખથી 11.95 લાખની વચ્ચે છે, અને તેનું કારણ ભીવંડી જેવા વિશાળ તાલુકામાં 2001 થી 2011 ના દાયકામાં મૂળ ભારતીય ધર્મના લોકો બોર્ડરલાઈન ઉપર આવી ગયા હતા તે હતું. પ્રારંભમાં મહારાષ્ટ્રના માત્ર માલેગાંવ જેવા તાલુકામાં ઈન્ડિક્સ બોર્ડરલાઈન પર હતા. ઉપરાંત, 2001 થી 2011ના દાયકામાં મુંબઈ જિલ્લામાં મૂળ ભારતીય ધર્મના લોકોની વસતી 3% જેટલી ઘટી હતી. મહારાષ્ટ્રમાં મુસ્લિમો મોટાભાગે મુંબઈ અને થાણે જીલ્લાઓ ઉપરાંત ઔરંગાબાદની આસપાસ એકત્રિત થયેલા જોવા મળે છે અને પરિણામે એ વાતનું આશ્ચર્ય નથી કે માલેગાંવ અને ભિવંડી બન્નેમાં ઈન્ડિક્સની વસ્તીમાં 2 થી 4% નો થઈ ગયો છે. આ સાથે, મહારાષ્ટ્રમાં ખ્રિસ્તીઓની વસ્તી ઘણો વધારો જોવા મળી રહ્યો છે, જેમાં પૂર્વ વિદર્ભના સિરૉન્ચા તથા કમ્પેટી જેવાં ઘણાં નગરોમાં ખ્રિસ્તીઓની વસ્તી એક જ દાયકા (2001 થી 2011) માં 2-3% જેટલો વધારો થઈ ગયો છે.
--- ઝારખંડ
ઝારખંડમાં નોન-ઈન્ડિક્સ (<60% ઈન્ડિક્સ) વિસ્તારોમાં ઈન્ડિક્સનની વસ્તી 8.37 લાખથી વધીને 12.35 લાખ થયેલી જણાય છે જે 47% નો વધારો દર્શાવે છે. ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમના આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તીઓની વસ્તીમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. એ જ રીતે બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરીને કારણે ઝારખંડના ઉત્તર પૂર્વીય પટ્ટામાં મુસ્લિમોની સંખ્યા વધી રહી છે. દક્ષિણ પશ્ચિમના એક જિલ્લા(સિમડેગા)માં ઈન્ડિક્સ લઘુમતીમાં આવી ગયા છે, જ્યારે જૂના સનાથળ પરગણાના વધુ બે જિલ્લા સાહેબગંજ અને પાકૌરમાં મૂળ ભારતીય ધર્મના લોકો ઘટીને છેક 50% સુધી પહોંચી ગયા છે. ચિંતાજનક બાબત એ છે કે 1991થી ઉત્તર પૂર્વ (ઈશાન ભારત)ના આદિવાસીઓમાં ધર્માંતરમાં અસાધારણ વધારો નોંધાયો છે, જેને પરિણામે ખ્રિસ્તીઓની સંખ્યા 280% ના દરથી વધી ગઈ છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ ધર્માંતરમાં તીવ્ર વધારો થયો છે. 2001 અને 2011 ના નકશા પરથી દક્ષિણ પશ્ચિમના આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તીઓનો ફેલાવો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-42-42_59d35b9282d38.jpg
--- બિહાર
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-43-33_59d35bc57a154.jpg
બિહારમાં ઉત્તર પૂર્વી ભાગ (જૂના પૂર્ણિઆ)માં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમો છે, જે પૈકી કિશનગંજ જીલ્લો મુસ્લિમ બહુમતીવાળો થઈ ગયો છે અને બીજા બે જિલ્લા (અરેરા અને કતિહાર)માં તેમની બહુમતી થવાની તૈયારી છે. ઉપરાંત, નેપાળ સરહદ પર સીમામઢી-ચંપારણ ક્ષેત્રોમાં પણ બોર્ડરલાઈન આવી ગઈ છે. બિહારના નેપાળ સરહદે આવેલા જિલ્લાઓમાં મુસ્લિમોની વસ્તી ઝડપથી વધી રહી છે. તાજેતરના વર્ષોમાં ઈશાન બિહારમાંથી બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીમાં તીવ્ર વધારો થયો છે, કારણ કે બાંગ્લાદેશમાં બિહારી મુસ્લિમોને કોઈ રહેવા દેતું નથી તેથી એ લોકો બિહારની સરહદમાં ઘૂસી આવે છે. તેને પરિણામે મૂળ ભારતીય ધર્મી લોકો (ઈન્ડિક્સ)ના વિસ્તારોમાં 2001 થી 2011 ના દાયકામાં (<60% ઈન્ડિક્સ) તેમની જ એટલે કે ઈન્ડિક્સની સંખ્યા 17 લાખથી વધીને 23 લાખ થઈ હતી, અર્થાત અન્ય ધર્મીઓની સંખ્યા વધતાં ઈન્ડિક્સ ડરીને પોતાના લોકો હોય ત્યાં આવી ગયા હતા.
--- આસામ
આસામમાં, 1951 માં મૂળ ભારતીય ધર્મના લોકોની વસ્તી 73 ટકા હતી તે ઘટીને 2011 માં 61.88 ટકા થઈ ગઈ હતી. એક દાયકામાં <60 ટકા ભારતીય ક્ષેત્રોમાં રહેતાં ઈન્ડિક્સની સંખ્યા 34 લાખથી વધીને 44 લાખ થઈ ગઈ હતી. લોઅર આસામ (પશ્ચિમ આસામ) ના મોટાભાગના તાલુકમાં હવે <60% થી ઓછી વસ્તી થઈ ગઈ છે, અને તેમાં પણ બ્રહ્મપુત્રની દક્ષિણે ઘણા તાલુકામાં કાંતો હિન્દુ લઘુમતીમાં છે અથવા સાવ હિન્દુ-મુક્ત થઈ ગયા છે. કાલગશિયા, બાગબોર અને ચાપર તાલુકાઓમાં 2001 થી 2011 ના દાયકામાં હિન્દુઓનો વૃદ્ધિદર નેગેટિવમાં ચાલ્યો ગયો હતો. બ્રહ્મપુત્રની ઉત્તરે આવેલા તાલુકાઓમાં પણ હવે હિન્દુઓ કાંતો બોર્ડરલાઈન ઉપર છે અથવા લઘુમતી બની ગયા છે. રાજ્યના નવ જિલ્લામાં (7 લોઅર આસામમાં અને 2 બરાક વેલીમાં) હિન્દુઓ લઘુમતીમાં આવી જ ગયા છે. આ સ્થિતિ સર્જાવાનું કારણ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી છે, અને આવી જ સ્થિતિ હવે અપર આસામના લખીમપુર અને સોનિતપુર જિલ્લાઓમાં સર્જાઈ રહી છે. જ્યારે અપર આસામના જ નાઓબોઈચા અને ગ્રામ્ય તેઝપુર તાલુકાઓમાં ઈન્ડિક્સ બોર્ડરલાઈન ઉપર આવી ગયા છે. બીજી બાજુ, બરાક ખીણ ક્ષેત્રમાં, ત્રણ પૈકી બે જિલ્લામાં ઈન્ડિક્સ લઘુમતીમાં આવી ગયા છે, જ્યારે એકમાત્ર કાચરમાં હિન્દુ બહુમતીમાં છે જેનું કારણ સિલ્ચર ગામની હિન્દુ વસ્તી છે. સમગ્ર બરાક ખીણ ક્ષેત્ર 2021 માં મૂળ ભારતીય ધર્મના લોકો લઘુમતિમાં આવી જશે તેવું પૂરું જોખમ છે. ઉપરાંત, કચરના પહાડી વિસ્તારોમાં રહેતા આદિવાસીઓનું ખૂબ મોટા પ્રમાણમાં ધર્માંતર થતું હોવાથી એ ક્ષેત્રમાં ઈન્ડિક્સની વસ્તી ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. દિમા હસાઓ જિલ્લામાં આશરે 30% ખ્રિસ્તી છે.
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-44-47_59d35c0fa546d.jpg
--- પશ્ચિમ બંગાળ
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-46-54_59d35c8e7ffe7.jpg
પશ્ચિમ બંગાળમાં, બે ક્ષેત્રમાં બિન-ઈન્ડિક્સ વધી ગયા છે જેમાં મધ્યના મુર્શિદાબાદ, ઉત્તર દિનાજપુર, માલદાહ (જ્યાં બધે જ મૂળ ભારતીય ધર્મના લોકો લઘુમતીમાં આવી ગયા છે) તથા બીરભુમનો સમાવેશ થાય છે જ્યાં કાંતો મૂળ ભારતીય ધર્મના લોકો લઘુમતીમાં છે અથવા બોર્ડરલાઈન ઉપર છે. નોન-ઈન્ડિક્સનો વધારો થઈ ગયો હોય એવા બીજા વિસ્તારોમાં કોલકાતાની આસપાસ, ઉપરાંત ભાગીરથીની પૂર્વના વિસ્તારો અને ઉત્તર અને દક્ષિણ 24 પરાગણા જિલ્લાઓનો સમાવેશ થાય છે. ઈન્ડિક્સની વસ્તી ન હોય તેવા આ બંને ક્ષેત્ર બાંગ્લાદેશની સરહદ નજીક આવેલા છે, તે પૈકી માત્ર દક્ષિણમાં માત્ર નાદિયા, મધ્યમાં દક્ષિણ દિનાજપુર અને ઉત્તરમાં કુચ બિહારમાં જ માત્ર ઈન્ડિક બહુમતીમાં છે. 2001 માં <60% કરતાં ઓછી વસ્તી ધરાવતા ઈન્ડિક્સ વિસ્તારોમાં મૂળ ભારતીય ધર્મના લોકોની વસતી 66 લાખ હતી તે વર્ષ 2011 માં વધીને 80 લાખ થઈ.
--- કેરળ
2001 માં કેરળમાં <60% ઈન્ડિક્સ વિસ્તારોમાં વસતા ઈન્ડિક્સની સંખ્યા સૌથી વધુ 73 લાખ હતી. કેરળમાં, >60 ટકા કરતાં હિન્દુ વિસ્તારો નાના વિભાગોમાં વહેંચાઈ ગયા છે. હિન્દુઓની વસ્તી વાળા આવા બે અલગ વિસ્તાર દક્ષિણ કાસરગોડ અને ઉત્તરીય કન્નુરમાં છે. ઉત્તરીય કોઝિકોડ અને છેક દક્ષિણી કન્નુરમાં જે હિન્દુઓ છે તે ઉત્તર-મધ્ય હિન્દુ પોકેટ ગણાય. મધ્ય કેરળમાં મલપ્પુરમની દક્ષિણે એક હિન્દુ પોકેટ છે, તો થ્રિસુર અને પલક્કડના કેટલાક ભાગમાં પણ છે. અને છેલ્લે દક્ષિણ પશ્ચિમે હિન્દુઓ કેન્દ્રિત છે, જેમાં અલાપુઝા, કોલ્લમ, પથનામથિતા તથા તિરુવનંતપુરમના કેટલાક ભાગનો સમાવેશ થાય છે. કેરળના મલબારમાં હિન્દુ વસ્તી માત્ર 50% થી થોડી જ વધારે છે, જ્યારે જૂના કોચીનમાં હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા છે, તો જૂના ત્રાવણકોરમાં સાધારણ બહુમતીમાં છે. 14 જીલ્લામાંથી 5 જીલ્લામાં ઈન્ડિક્સ લઘુમતીમાં છે, 5 જિલ્લામાં બોર્ડરલાઈન પર છે અને >60%થી વધુ માત્ર 4 જીલ્લામાં છે. કેરળમાં એવો કોઈ જીલ્લો નથી જ્યાં ઈન્ડિક્સની વસ્તી 70 ટકા કે તેથી વધુ હોય. 2001 અને 2011 ની વચ્ચે તિરુવનંતપુરમના ક્ષેત્રોમાં પણ ઈન્ડિક બોર્ડરલાઈન પર આવી ગયા, જ્યારે પલક્કડ જીલ્લામાં પણ ઈન્ડિક્સ લઘુમતીમાં હોય તેવા વિસ્તારો વધી રહ્યા છે.
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-47-35_59d35cb7b2eb6.jpg
--- ઉત્તરપ્રદેશ
Description: https://myind.net/js/ckeditor/plugins/cleanuploader/uploads/2017-10-03-09-48-13_59d35cdd64aa6.jpg
કોઈ એક રાજ્યમાં <60% ઈન્ડિક્સ વિસ્તારોમાં વસતા ઈન્ડિક્સની સૌથી વધુ સંખ્યા હોય તે  રાજ્ય ઉત્તરપ્રદેશ છે. 2001માં ઉત્તરપ્રદેશમાં <60% કરતાં ઓછા મૂળ ભારતીય ધર્મના લોકોના ક્ષેત્રોમાં રહેતાં ઈન્ડિક્સની સંખ્યા 64 લાખ હતી, જે એ જ દાયકામાં કેરળ અને પશ્ચિમ બંગાળ પછી ત્રીજા સ્થાને હતી. જો કે, 2001 2011ના દશકામાં ઝડપી 26 લાખનો વધારો થયો અને ઉત્તરપ્રદેશમાં <60% મૂળ ભારતીય ધર્મના લોકોના ક્ષેત્રોમાં 90 લાખ ઈન્ડિક્સ હતા. ઉપરાંત, આ સંખ્યા ઝડપથી વધારો થવાની સંભાવના છે, કારણ કે આગામી વસ્તી ગણતરી બાદ અન્ય તાલુકા (ખાસ કરીને મેરથ તથા તરાઈ અવધ વિસ્તારો) નો સમાવેશ થશે. 2011 માં તરાઈ અવધના એક તાલુકા (ઉતરાલા)માં તો ઈન્ડિક બોર્ડરલાઈન પર આવી ગયા હતા. (2001 થી 2011 ની વચ્ચે 50-60% ઈન્ડિક્સની વસ્તી ધરાવતા બહરીકનું અદૃશ્ય થવું એ વાસ્તવમાં બહરીક અને શ્રાવસ્તી જીલ્લાઓ વચ્ચે વિસ્તારોની ફેર વહેંચણીનું પરિણામ હતું). ઉત્તરપ્રદેશના એક જિલ્લા (રામપુર)માં તો મૂળ ભારતીય ધર્મના લોકો લઘુમતીમાં આવી જ ગયા છે અને બોર્ડરલાઈનમાં હોય તેવા વધુ પાંચ જિલ્લા છે. રોહિલખંડ જિલ્લાના રામપુર-બિજનોર-બરેલી-મોરાદાબાદ પટ્ટામાં ઘણાં તાલુકામાં મૂળ ભારતીય ધર્મના લોકો લઘુમતી અથવા બોર્ડરલાઈન પર આવી ગયા છે. ઉત્તર પૂર્વીય (ઈશાનનાં) રાજ્યો પછી ઈન્ડિક્સની વસ્તીમાં સૌથી ઝડપી પતન અપર ડોઅબમાં થયું છે અને અપર ડોઅબની મુસ્લિમ વસ્તી ઝડપથી બાગપત, ગાઝિયાબાદ અને અલીગઢના ક્ષેત્રોમાં વિસ્તરી રહી છે. મુઝફ્ફરનગર જિલ્લા અને સહારનપુરના ઘણાં વિસ્તારોમાં મૂળ ભારતીય ધર્મના લોકો લઘુમતી બની ગયા છે. આ તાલુકાઓ ઉપરાંત, ઉત્તરપ્રદેશમાં ખૂબ મોટી સંખ્યામાં એવા ગામો છે જ્યાં ઈન્ડિક્સ લઘુમતી બની ગયા છે. 
--- પ્રમાણમાં સલામત રાજ્યોઃ
સિક્કિમ, પંજાબ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને છત્તીસગઢ જેવા જૂજ રાજ્યોમાં 2001 કે પછી 2011 ની વસતી ગણતરી દરમિયાન મૂળ ભારતીય ધર્મના લોકો (ઈન્ડિક્સ)ની વસતી ઉપર જોખમ આવ્યું હોય એવું નોંધાયું નહોતું, અર્થાત આ રાજ્યોમાં ઈન્ડિક્સ બોર્ડરલાઈન ઉપર કે પછી લઘુમતીમાં આવ્યા નહોતા. ગુજરાતમાં પાકિસ્તાન સરહદ નજીક આવેલા કચ્છ તાલુકામાં 2001 થી 2011ના દાયકામાં ઈન્ડિક્સની સંખ્યા ઘટીને બોર્ડરલાઈન ઉપર આવી હતી. એ જ રીતે, આંધ્રપ્રદેશમાં માત્ર એક તાલુકા- રાયકુટ્ટીમાં મૂળ ભારતીયધર્મી લોકો બોર્ડરલાઈન ઉપર આવ્યા હતા. તેલંગણામાં ઈન્ડિક્સ લઘુમતીમાં હોય તેવા વિસ્તારો હૈદરાબાદ શહેર પૂરતા મર્યાદિત હતા, પરંતુ ઈન્ડિક્સ પોતે લઘુમતીમાં હોય તેવા વિસ્તારોમાં રહેતા ઈન્ડિક્સની સંખ્યા લગભગ 6 લાખ છે. અલબત્ત, 2011 ની વસ્તીગણતરી પહેલાં હૈદરાબાદમાં કોઈ તાલુકા ન હતા તેથી ત્યાં મૂળ ભારતીયધર્મી તથા અન્ય લોકોની વસ્તીમાં થયેલા ફેરફારોનું વિશ્લેષણ કરી શકાતું નથી. ત્રિપુરામાં ઈન્ડિક્સ લઘુમતીમાં અથવા બોર્ડરલાઈન પર હોય તેવા વિસ્તારોમાં ઈન્ડિક્સની વસતી 2001 માં 55.6 હજાર હતી તે આશરે 2001 માં વધીને 1.3 લાખ થઈ હતી. આ ઘણો ચિંતાજનક વધારો છે. આ સ્થળાંતર મુખ્યત્વે બાંગ્લાદેશ સરહદની આસપાસના વિસ્તારોમાંથી થાય છે, જ્યાં મુસ્લિમોની ઘૂસણખોરી ખૂબ ગંભીર છે. એવી જ રીતે, ગોવામાં માત્ર એક જ તાલુકા - સેલેકેટમાં ઈન્ડિક્સ લઘુમતી છે. ત્યાં લગભગ એક લાખ ઈન્ડિક્સ રહેવાસી છે. આ સંખ્યા એકધારી રહી છે. ગોવામાં ખ્રિસ્તીઓની વસ્તી 26% છે. દિલ્હીમાં દરિયાગંજ સિવાય અન્ય કોઈ તાલુકામાં હજુ સુધી હિન્દુ લઘુમતી નથી, અને આ સ્થિતિ 2001 થી સતત રહી છે. હિન્દુ લઘુમતીમાં અથવા બોર્ડરલાઈન પર હોય તેવા વિસ્તારોમાં લગભગ 2 લાખ હિન્દુઓ રહે છે.
 --- ઈન્ડિક્સની વસ્તીમાં તીવ્ર ઘટાડાનાં પરિણામો:
ઈન્ડિક્સનું પલાયન - સ્વૈચ્છિક અને પ્રેરિત:
અનેક કિસ્સાઓમાં ઈન્ડિક્સ જ્યાં જ્યાં લઘુમતીમાં ત્યાં એવી માગણી થતી રહે છે કે ઈન્ડિક્સ પ્રજાએ (મૂળ ભારતીય ધર્મના લોકોએ) એ વિસ્તારો છોડી દેવા. આવું માત્ર બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં જ નહીં પરંતુ, ભારતમાં પણ જ્યાં તેઓ લઘુમતીમાં આવી જાય ત્યાંથી હાંકી કાઢવામાં આવે છે.
મિઝોરમમાં, ઈન્ડિક્સને વિવિધ વિસ્તારો છોડવાની સતત માંગણીઓ થતી રહે છે. 1960 ના દાયકામાં મિઝો આતંકવાદીઓએ તમામ બિન-મિઝો જાતિઓ અને બિન-ખ્રિસ્તીઓ રાજ્ય છોડે [7] તેવી માગણી કરી હતી ત્યારથી રાજ્યમાં મિઝોરમ છોડો નોટિસ ઠેરઠેર જોવા મળે છે. નજીકના ત્રિપુરામાં રિઆંગ્સ સમુદાયે 1997માં ધર્માંતરનો વિરોધ કર્યો હતો, પરંતુ ત્યારથી રાજ્યના ખ્રિસ્તી મિઝો જૂથો દ્વારા રિઆંગ્સને રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને આજે પણ તેમને સત્તાવાર રીતે વિનંતી કરવામાં આવતી હોવા છતાં તેઓ તેમના ઘરોમાં પાછા જવા તૈયાર નથી [6]. આશરે 30,000 રેઆંગ્સને તેમના તેમના વતનથી હાંકી કાઢવામાં આવેલા છે.
કાશ્મીર ખીણમાંથી જિહાદી દબાણને કારણે કાશ્મીરી પંડિતોની હકાલપટ્ટી જાણીતી છે. એક અંદાજ પ્રમાણે 2.37 લાખથી 2.87 લાખ કાશ્મીરી પંડિતોને કશ્મીરી ખીણમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે [35]. સરકારી કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓને સિવાય જ કાશ્મીર ખીણમાં કોઈ હિન્દુ બાકી નથી. કાશ્મીર ખીણમાં જ્યારે પણ ગણતરી કરવામાં આવે ત્યારે કાશ્મીરી પંડિતોની સંખ્યા 10,000 કરતાં ઓછી જોવા મળી છે [14].
મૂળ ભારતીય ધર્મના લોકોને સીધા દબાણ દ્વારા ફરજિયાત હાંકી કાઢવા ઉપરાંત, મલપ્પુરમના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાયરો અદૃશ્ય થઈ ગયા. જ્યારે લોઅર આસામના અનેક વિસ્તારોમાંથી - કોચ, બોડો, રાભા, તિવા તથા અન્ય નાની જાતિઓએ સ્થળાંતર અથવા પલાયન કરવું પડ્યું. પશ્ચિમ ઉત્તરપ્રદેશના કૈરાનામાંથી પણ ઈન્ડિક્સનું પલાયન થઈ રહ્યું છે. (પ્રત્યેક દાયકામાં જ્યાં જ્યાં ઈન્ડિક્સની વસ્તીમાં >6% કરતાં વધુ ઘટાડો નોંધાય આ બાબત વસ્તી ગણતરી દરમિયાન આસાનીથી જાણી શકાય છે). જિહાદી આતંકવાદીઓએ જ્યારે કિશ્તવર ક્ષેત્રમાં કાશ્મીરી ખીણની જેમ ધાર્મિક નિકંદન શરૂ કર્યું ત્યારે જમ્મુના પહાડી વિસ્તારોમાંથી પણ અનેક હિન્દુઓએ પલાયન કર્યું છે. (પીપી 18-19, [42]. અહીં એ નોંધવું જોઈએ કે અનેક વિસ્તારોમાંથી મૂળ ભારતીયધર્મી-ઈન્ડિક્સનું પલાયન એકધારું અને સતત થઈ રહ્યું છે, પછી તે કેરળ અથવા કાશ્મીર હોય, કૈરાના અથવા નાગાલેન્ડ હોય, જ્યારે પણ ખ્રિસ્તી અથવા ઈસ્લામ તરફથી ભય અને દબાણ ઊભું થાય ત્યારે ઈન્ડિક્સ સ્થળાંતર-પલાયન કરી જાય છે.
--- ડાયવર્સિટીનો વિનાશ
ખ્રિસ્તી ધર્મપ્રચારકો દ્વારા હિન્દુઓનું તો મોટાપાયે ધર્માંતર કરાવવામાં આવી જ રહ્યું છે, પણ સાથે દેશના બિન-હિન્દુ આદિવાસીઓને પણ આ પ્રચારકો દ્વારા ખરાબ રીતે નિશાન બનાવવામાં આવેલા છે. આ આદિવાસીઓ તેમના અનન્ય રિવાજો અને પરંપરાઓ તથા માન્યતાઓને અનુસરે છે. તેઓ ભૌગોલિક રીતે દૂરના વિસ્તારોમાં રહે છે, અને મિશનરીઓ તેમને સહેલાઈથી નિશાન બનાવે છે. આ મિશનરીઓના અવિરત હુમલાઓને કારણે જ અનન્ય એવા નાગા તેમજ કુકી / મિઝો ધર્મના સમુદાયો લગભગ અદ્રશ્ય થયા છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ પરના ગારો, ખાસી, જયંતીયા, ડોનીય પોલો અને અન્ય આદિવાસી ધર્મોનું અસ્તિત્વ જોખમમાં મુકાયેલું છે. એ જ રીતે મધ્ય ભારતમાં સરના ધર્મ, સિક્કિમમાં લેપ્ચા તથા ઉત્તરાખંડમાં ભોટિયા ધર્મના લોકોની સંખ્યા અત્યંત સંકોચાઈ રહી છે. ચિંતાજનક બાબત એ છે કે એક તરફ ખ્રિસ્તીઓ વિવિધતા (ડાયવર્સિટી)ની વાતો કરે છે, પરંતુ એ જ ખ્રિસ્તીઓને કારણે ભારતની વિવિધતા-ડાયવર્સિટી જોખમમાં છે.
નાગાલેન્ડમાં તો 'ક્રિશ્ચિયન નાગાલેન્ડ' શબ્દ પ્રયોગની હાકલ ઘણીવાર થઈ છે. પૃષ્ઠ 182, [8], ખ્રિસ્તીઓમાં ધર્માંતર ન કર્યું હોય તેવા નાગા સમુદાયો (બિન-ખ્રિસ્તી નાગા ધર્મ) ઉપર ગંભીર દબાણ થતા રહે છે અને આઘાતજનક રીતે મુખ્યપ્રધાનો દ્વારા આ સમુદાયો પ્રત્યે કોઈ સહાનુભૂતિ દર્શાવવામાં આવતી નથી [9], નાગાલેન્ડમાં એનએસસીએન જૂથ અન્ય બિન-ખ્રિસ્તી ધર્મના લોકોની અતિશય સતમાણી કરે છે (પીપી. 57-58 [10] ].
મેઘાલયમાં, માયલિએમ ક્ષેત્રમાં સેંગ ખાસી નામના આદિવાસી સમુદાયે તો એ બાબતે પોતાનો અવાજ ઉઠાવવો પડ્યો હતો કે ત્યાંના ખ્રિસ્તીઓ અન્ય બિન-ખ્રિસ્તી આદિવાસીઓના અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ લાદતા હતા [24].
અરુણાચલ પ્રદેશમાં મૂળ ભારતીય ધર્મના લોકોનું બળજબરીથી ધર્માંતર કરાવવાના પ્રયત્નો થતા રહે છે, [12].
--- રમખાણો
તાજેતરનાં વર્ષોમાં ઘણાં તોફાનો થયાં છે, અને એ બધા જ એવા વિસ્તારોમાં થયા છે જ્યાં મૂળ ભારતીયધર્મી લોકોની વસતિ ઓછી હોય. મોટા તોફાનોમાં બંગાળમાં કાલિયાચક (10-33% ઈન્ડિક્સ વસતી) અને બશીરહાટ (30-50% ઈન્ડિક્સ વસતી), કેરળમાં મરાડ (47% ઈન્ડિક્સ), આસામમાં કોકરાઝાર (40-60% ઈન્ડિક્સ), ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર (46- 54% ઈન્ડિક્સ), જમ્મુ અને કાશ્મીરમાં કિશ્તવાર [15] (42% ઈન્ડિક્સ). મણિપુરની ઈમ્ફાલ ખીણ, તમંગલોંગ અને સેનાપતિ જિલ્લાઓ દ્વારા ભારતના બાકીના ભાગો સાથે જોડાયેલી છે, જેને ઘણીવાર ખ્રિસ્તી નાગા જાતિ દ્વારા અવરોધવામાં આવે છે[11]. મણિપુર ખીણપ્રદેશમાં અનેક વખત મુખ્ય માર્ગો અવરોધી દેવામાં આવે છે, અને તેનું તાજું ઉદાહરણ એક જ વર્ષ પહેલાનું જ છે [11].
હિન્દુઓની સલામતીના મુદ્દે એવું ધ્યાનમાં આવ્યું છે કે ખાસ કરીને જે લોકો મૂળ ભારતીયધર્મીઓના કલ્યાણ માટે કાર્ય કરે છે તેવા કાર્યકરોની ઈન્ડિક બહુમતી વિસ્તારોમાં પણ ઈસ્લામવાદીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવે છે. આનું ઉદાહરણ તાજેતરના બસિરહાટ હુલ્લડ છે. બસિરહાટ એ N 24 પરગણા જિલ્લામાં આવેલું છે, જ્યાં ~ 73% ઈન્ડિક્સની વસ્તી છે. જો કે, N 24 પરગણાના બસિરહાટ-બદુરિયા ક્ષેત્રમાં જે રમખાણ થયા ત્યાં (30-50% ઈન્ડિક્સ) ઈન્ડિક્સ લઘુમતી છે.
--- ભારતીય (ઈન્ડિક) નેતાઓની હત્યા
રમખાણોનો એક પ્રકાર વિવિધ ઈસ્લામિક સંસ્થાઓ દ્વારા ભારતીય રાજકીય કાર્યકર્તાઓની હત્યા પણ છે. દક્ષિણના રાજ્યો કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં (પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા અને અલ-ઉમહ સહિત) આવી સંસ્થાઓ સક્રિય છે. આ સંગઠનો દ્વારા કરવામાં આવેલા હત્યાઓની યાદી અમે નીચે પ્રકાશિત કરીશું. ચિંતાજનક બાબત એ છે કે આ હત્યાઓ વેલોર (2 હત્યા), રામનતપુરમ, સાલેમ, મદુરાઇ અને ચેન્નઇમાં થઈ છે[26]. અહીં એ નોંધવું જોઈએ કે રામાનતપુરમ તાલુકામાં 27% મુસ્લિમો છે (જે તમિલનાડુ માટે ખૂબ ઊંચી ટકાવારી ગણાય) અને વેલ્લોર શહેરમાં 24% મુસ્લિમો છે. ચેન્નઈમાં મુસ્લિમોની ઘણી મોટી વસતી (4.4 લાખ) છે, ભલે ટકાવારી રીતે ઓછી છે (9.45%) , પરંતુ તેને કારણે કટ્ટરવાદીઓ માટે આટલી મોટી વસ્તીમાં છૂપાઈ જવાનું સરળ બને છે. તેવી જ રીતે, કર્ણાટકમાં શ્રેણીબદ્ધ હત્યાઓ દક્ષિણ કન્નડ [27] અને મદિકેરી [28], શિમોગા ટાઉન [32], મૈસુર [29] અને બેંગલોર [27] ના શહેરોની આસપાસ થઈ છે. અહીં પણ એ જ કારણ ફરી જોવા મળે છે કે, દક્ષિણ કન્નડમાં 24% મુસ્લિમો છે, મદિકેરી નગરમાં 23% મુસ્લિમો, શિમોગા શહેરમાં 24% મુસ્લિમ, મૈસુરમાં 22% મુસ્લિમો અને 16% મુસ્લિમો છે, પરંતુ આ સંખ્યા ખૂબ મોટી(11.9 લાખ) છે. કેરળમાં તો પરિસ્થિતિ ઘણી વધુ ખરાબ છે. કેરળ સરકારે તો સત્તાવાર રીતે સ્વીકારેલું છે કે ભાજપ-સંઘ અથવા સીપીએમના કાર્યકરો સહિત 27 લોકોની હત્યામાં પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયાની સંડોવણી છે[30]. પી.એફ.આઈ. કન્નુરના નારાથમાં [31] ત્રાસવાદી કેમ્પ ચલાવે છે, અને તે મૈસુરમાં વિદ્યાર્થીઓની હત્યામાં સામેલ હતી[29]. એટલું જ નહીં પરંતુ પુણે, મુંબઈ અને હૈદરાબાદ વિસ્ફોટોમાં આ સંગઠન સામેલ હતું [33]. ઉત્તર કેરળમાં મલબાર (જ્યાં કન્નુર આવેલું છે) મુસ્લિમોની વસ્તી વધારે છે. ત્યાં જે થ્રિસુરમાં (17%) સિવાયના તમામ જિલ્લાઓમાં 25% કરતાં વધારે મુસ્લિમો છે.
બરાબર આવી જ સ્થિતિ એવા વિસ્તારોમાં પણ પ્રવર્તે છે જ્યાં ખ્રિસ્તી ધર્મીઓ બહુમતીમાં છે. મૂળ ભારતીયધર્મી નેતાઓને ખ્રિસ્તી આતંકવાદીઓ નિશાન બનાવે છે. કંદમાલ જીલ્લાના તમૂદીબન્ધ તાલુકામાં સ્વામી લક્ષ્મણાનંદની હત્યા થઈ ગઈ હતી[37], જ્યાં માત્ર 63.6% ઈન્ડિક્સ છે, બાકીના મોટે ભાગે ક્રિશ્ચિયન છે. આવી જ ઘટનાઓ ત્રિપુરાના ભાગોમાં જોવા મળે છે જ્યાં શાંતિ કાળી મહારાજ અને જુલોશુમોની જામતિયા જેવા હિન્દુ સંતોની એનએલએફટી (નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા, એક ખ્રિસ્તી આતંકવાદી સંગઠન) દ્વારા હત્યા કરવામાં આવી હતી, એ વિસ્તારના સરહદી તાલુકાઓમાં નોંધપાત્ર ખ્રિસ્તી વસ્તી (~ 14%) છે [38].
--- ભારતની પ્રાદેશિક અખંડિતતા ઉપર પડનારી અસરોઃ
અહીં એ બાબતની ખાસ નોંધ લેવી જોઈએ કે દાયકાઓથી ભારતમાં જે અલગતાવાદી ચળવળો થઈ છે એ બધી જ બિન-ઈન્ડિક (બિન-ભારતીય લોકોની) બહુમતીવાળા વિસ્તારોમાં થઈ છે. કાશ્મીર ખીણમાં 1980ના દાયકાથી અલગતાવાદીઓ સક્રિય છે અને ત્યાં અલગતાવાદી હિંસાનો અંત આવે તેવું લાગતું નથી. તેવી જ રીતે, નાગાલેન્ડમાં અલગતાવાદી ચળવળ છેક ભારતની સ્વતંત્રતાના સમયથી ચાલી રહી છે. એનએસસીએન (નાગા આતંકવાદી ચળવળ, જેના નેતાઓ 'નાગાલેન્ડ ફૉર ક્રાઈસ્ટ'ની હાકલ કરતા રહ્યા છે) હજુ પણ સ્વતંત્ર નાગાલેન્ડ માટે કામ કરે છે (પૃષ્ઠ 182, [8]). ઈન્ડિયન નેશનલ આર્મી (આઈએનએ)ના સૈનિકોને પણ તેનો અનુભવ થયો હતો. આઈએનએ (INA) ના કમાન્ડર મોહંમદ ઝમાન કૈનીએ આઈએનએ-નાં દળો જ્યારે નાગાલેન્ડ પહોંચ્યા ત્યારે ખ્રિસ્તી આદિવાસીઓના વર્તન અંગેના અનુભવો અંગેની નોંધ કરેલી છેઃ સરહદ વિસ્તારમાં જ્યાં લડાઈ થઈ હતી ત્યાં નાગા અને ચીન જનજાતિઓ વસવાટ કરતી હતી. તેઓ ખ્રિસ્તી હતા, અને તેઓ જાપાનીઝ અથવા આઈએનએ કરતાં બ્રિટિશ સાથે વધુ સામ્ય ધરાવતા હતા. એક ઉદાહરણ આપું તો; પાલેલ ફ્રન્ટ પર લડાઈ ચાલી રહી હતી ત્યારે એક અંગ્રેજી-ભાષી યુવાન નાગા મહિલા બીજા રેજિમેન્ટલના મુખ્ય મથકે આવી હતી, તે દેખીતી રીતે એક બાતમીદાર તરીકે કામ કરવાનું કહેતી હતી, પરંતુ વાસ્તવમાં તેનો ઈરાદો બ્રિટિશ માટે જાસૂસી કરવાનો હતો. થોડા દિવસ સુધી ત્યાં રહ્યા પછી તેને તક મળી તે સાથે જ ફરીથી જંગલમાં પાછી જતી રહી હતી!” (પી. 124 [39] (કીઆની મુસ્લિમ હતા, અને પાકિસ્તાન ગયા પછી ઘણાં વર્ષો પછી તેમનાં સંસ્મરણો લખ્યાં હતાં, તેથી દેખીતી રીતે તેમના પર હિન્દુવાદી વિચારધારાનો આરોપ ન મૂકી શકાય). તેવી જ રીતે, 1962માં ચીને આક્રમણ કર્યુ ત્યારે, તે સમયે પૂર્વ પાકિસ્તાન (હાલના બાંગ્લાદેશ) ના ગેરકાયદે મુસ્લિમ વસાહતીઓએ નાગાંવ અને દારરંગ સફેદ અને પાકિસ્તાની ફ્લેગ સાથે ચીની લશ્કરને આવકાર્યું હતું (પૃ. 107, [40]. (નાગાંવ અને દારરંગમાં બંને જગ્યાએ 30% કરતાં વધુ મુસ્લિમ વસતી છે). સાથે એ નોંધવું પણ રસપ્રદ છે કે ઈન્ડિક્સ બહુમતી વિસ્તારોમાં કોઈ લાંબા સમય સુધી અલગતાવાદી ચળવળ થઈ નથી. ક્યારેક ક્યારેક છમકલાં થયાં છે, પરંતુ લાંબાગાળાની ચળવળ ક્યારેય નથી થઈ - ઉલફા અને ખાલિસ્તાની ચળવળો માંડ 15 વર્ષ ચાલી હતી અને તે સૌથી ખરાબ ચળવળો હતી. ઉપરાંત, તમિલનાડુમાં સ્વતંત્રતા પછી ભારતીય સંઘથી અલગ થવા અંગે થોડી ચડભડ થઈ હતી, પરંતુ તે ક્યારેય વધારે હિંસક થઈ નહીં. પંજાબ, તમિલનાડુ અને આસામમાં અલગતાવાદી ચળવળો, જે બધી જ મૂળ ભારતીય પ્રભુત્વવાળા વિસ્તારોમાં હતી, પરંતુ તે ક્યારેય આગળ વધી નહીં કારણ કે મોટાભાગના ઈન્ડિક્સ ભારતને વફાદાર રહ્યા છે અને તેમણે ભારતીય સંઘમાં વિશ્વાસ રાખ્યો. એ બાબત તો સ્પષ્ટ છે કે ભારતની પ્રાદેશિક અખંડિતતા માટે ઈન્ડિક્સ જ શ્રેષ્ઠ બાંયધરી છે.
--- નિષ્કર્ષ
આ લેખમાં, અમે ભારતના વિવિધ ભાગમાં (વસતીની) સંખ્યા અને થયેલા ફેરફારોનું વિશ્લેષણ કર્યું છે. આગામી લેખમાં, અમે મૂળ ભારતીય ધર્મના લોકોની વસતીના પ્રમાણમાં થયેલા ઘટાડાનાં કારણો તથા ઈન્ડિક વસતીના પ્રમાણમાં ઘટાડો ટાળવા માટે શક્ય ઉપાય અને ઉપાયની સંભાવના ન હોય તેનાં કારણોનું વિશ્લેષણ કરીશું.
--- References --:
[1] Beverley, ``Report on the census of Bengal 1872’’
[2] Gopi Krishan, ``Demography of the Punjab (1849-1947)’’ http://www.global.ucsb.edu/punjab/sites/secure.lsit.ucsb.edu.gisp.d7_sp/files/sitefiles/journals/volume11/no1/6_krishan.pdf
[3] AP Joshi, MD Srinivas, & JK Bajaj, ``Religious Demography of India’’, Centre for Policy Studies
[4] Census of India, 2011.
[5] Census of Bangladesh, 2011.
[6] Reangs expelled from Mizoram http://www.firstpost.com/fwire/refugees-dont-leave-tripura-for-mizoram-1575467.html
[7] Quit Mizoram Notices http://www.epw.in/journal/2014/25/reports-states-web-exclusives/quit-mizoram-notices.html
[8] Prasenjit Biswas, Chandan Shuklabaidya, ``Ethinc Life Worlds in North-East India’’
[9] ``Not Promoting Heraka, I am a devout Christian: Nagaland CM’’ http://www.newindianexpress.com/nation/2017/jul/27/not-promoting-heraka-i-am-devout-christian-nagaland-chief-minister-tr-zeliang-1634421.html
[10] Kunal Ghosh, ``Separatism in North East India’’
[11] Naga blockade of Manipur http://www.firstpost.com/india/manipur-economic-blockade-shows-that-the-naga-peace-talks-have-failed-3214886.html
[12] Socio-Cultural Destabilisation of Arunachal Pradesh, Vivekananda International Foundation. http://www.vifindia.org/article/2011/april/5/Socio-Cultural-Destabilisation-of-Arunachal-Pradesh-by-Insurgent-Groups-and-other-Anti-National-Forces
[13] Forcible conversion of the Buddhists of Arunachal, http://www.buddhistchannel.tv/index.php?id=70,9573,0,0,1,0#.WaGWDBdMFFQ (article appeared in Indian Express, 28 May, 2010).
[14] Kashmiri Hindus: Driven out and insignificant http://www.bbc.com/news/world-asia-india-35923237
[15] Kishtwar Riots indicts Sajjad Kitchloo http://indianexpress.com/article/india/india-others/final-report-on-2013-kishtwar-riots-triggers-fresh-controversy/
[16] Praveen Patil, ``Muzaffarnagar: Where the Riots turned to Pathology from Anatomy’’. https://swarajyamag.com/featured/muzaffarnagar-where-riots-turned-into-pathology-from-anatomy
[17] Thomas Joseph Commission Inquiry: Marad Communal Disturbances Report https://archive.org/stream/ThomasPJosephCommissionOfInquiry-maradCommunalDistrabances/marad-report-part-II1_djvu.txt
[18] ``Violence leaves North Kerala bloody’’ http://www.hindustantimes.com/india-news/violence-leaves-north-kerala-bloody-as-political-equations-change/story-PmvnXLtkX97ST57NJX8a2H.html
[19] As Calm Descends, Kokrajhar groups see hidden hand.  http://www.thehindu.com/news/national/other-states/as-calm-descends-kokrajhar-groups-see-hidden-hand-behind-violence/article3728315.ece
[20] Anti Conversion Laws https://www.loc.gov/law/help/reports/pdf/2017-014600.pdf
[21] Home Ministry Annual Report 2013-14 http://mha.nic.in/sites/upload_files/mha/files/AR(E)1314.pdf
[22] Home Ministry Annual Report 2016-17 http://mha.nic.in/sites/upload_files/mha/files/anual_report_18082017.pdf
[23] Shanmukh, Saswati Sarkar and Dikgaj, ``Examining the Indo-Bangla Land Boundary Agreement’’ http://indiafacts.org/examining-the-indo-bangla-land-boundary-agreement/
[24] Cremation of Seng Khasi elder faces protest, https://thenortheasttoday.com/meghalaya-cremation-of-seng-khasis-elder-faces-stern-opposition-from-locals/
[25] VP Menon, ``Transfer of Power in India’’
[26] Murder of Rightwing leaders in Tamil Nadu linked to Al Ummah, http://indianexpress.com/article/india/india-others/murders-of-right-wing-leaders-in-tamil-nadu-linked-to-terror-group-al-ummah/
[27] Karnataka, Another Hindu Killing Field https://hinduexistence.org/2017/03/17/karnataka-another-hindu-killing-field-and-destination-of-bloody-jihad-in-south/
[28] Tipu Controversy: Two arrested for killing of VHP activist http://timesofindia.indiatimes.com/india/Tipu-controversy-Two-arrested-for-death-of-VHP-activist-in-Madikeri/articleshow/49796556.cms
[29] The Carpenter of Mysore and the murders no one suspected him of http://indianexpress.com/article/india/india-news-india/abid-pasha-mysuru-murders-revelations-religious-leaning-carpenter-bajrang-dal-2991215/
[30] PFI is SIMI in another name http://archive.indianexpress.com/news/pfi-is-simi-in-another-form-kerala-govt-tells-hc/979440/
[31] Kerala Cops confirm PFI terror camp in Kannur http://www.dailypioneer.com/nation/kerala-cops-confirm-popular-front-terror-camp-in-kannur.html
[32] Man dies of group attacks him after communal clash http://www.deccanherald.com/content/460915/man-dies-group-attacks-him.html
[33] Popular Front of India’s role in 2011 Mumbai, 2012 Pune, and 2013 Hyderabad blasts found. http://timesofindia.indiatimes.com/india/Popular-Front-of-Indias-role-in-2011-Mumbai-2012-Pune-2013-Hyd-blasts-found-Intel-agencies/articleshow/46710055.cms
[34] Medha Kudaisya, ``The Life and Times of GD Birla’’
[35] Shanmukh, TrueIndology, Aparna, Saswati Sarkar and Dikgaj, ``Demographic Expansion of Kashmir and the Shrinking of Jammu and Ladakh’’, https://www.myind.net/Home/viewArticle/demographic-expansion-kashmir-and-shrinking-jammu-and-ladakh
[36] https://indiamission.org/where-we-work
[37] Swami Lakshmanananda Saraswati Murder Case – 7 accused found guilty. http://zeenews.india.com/news/odisha/swami-lakshmanananda-saraswati-murder-case-7-accused-found-guilty_880141.html
[38] http://news.bbc.co.uk/2/hi/south_asia/899422.stm
[39] Mohammad Zaman Kiani, ``India’s Freedom Struggle and the Great I.N.A.’’
[40] Braja Bihari Kumara, ``Illegal Immigration from Bangladesh''.
[41] Alexander McLeish, ``The Frontier Peoples of India’’
[42] GD Bakshi, ``The Kishtwar Cauldron’’
1. બંગાળમાં 1941ની વસ્તી ગણતરી અનિયમિત હતી કેમકે ત્યાં અશાંતિ અને યુદ્ધની સ્થિતિ હતી. પરિણામે, આ પ્રાંત માટે 1931 ની વસ્તી ગણતરી ધ્યાનમાં લેવાનું વધારે યોગ્ય હતું.
 2. પંજાબ અને બંગાળ બંનેનો સંદર્ભ બ્રિટિશ પંજાબ અને બ્રિટિશ બંગાળનો છે. એ રજવાડાં તેમની પોતાની વસતી ગણતરી કરતાં હતાં.
3. પાકિસ્તાનની છેલ્લી વસતી ગણતરી 1998માં થઈ હતી. વર્ષ 2017માં નવી જનગણના શરૂ કરવામાં આવી છે, પરંતુ તેને સંપૂર્ણ આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી, તેથી પાકિસ્તાનના 2011ના ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી. તેની ગણતરી 1998માં ઉપલબ્ધ સંખ્યા પરથી કરવામાં આવી છે.
 4. આંધ્રપ્રદેશમાં ઈન્ડિક્સ લઘુમતી તાલુકાઓમાં ઈન્ડિક્સની વસ્તીનો વધારો કૃત્રિમ છે. 2001માં હૈદરાબાદ જિલ્લામાં કોઈ તાલુકો નહોતો, તેથી આંધ્રપ્રદેશમાં ઈન્ડિક્સની સંખ્યામાં વધારો આ જિલ્લામાં નવા તાલુકાઓની રચનાને કારણે છે, જ્યાં મૂળભૂત કોઈ ઈન્ડિક નહોતા. તેથી, તેનું વિશ્લેષણ કરી શકાય નહીં અને અવગણવામાં આવ્યું છે.
 5. ઘણાં રાજ્યોમાં તાલુકાની સીમાઓ બદલાઈ છે, તેથી 2001 થી 2011 વચ્ચેની સરખામણીમાં કેટલીક ખામીઓ છે, કારણ કે સીધી સરખામણી કરવી શક્ય નથી, પરંતુ સામાન્ય નિષ્કર્ષ કાઢવામાં આવ્યા છે.
--- અનુવાદઃ અલકેશ પટેલ

મૂળ અંગ્રેજી લેખની લિંક >>> https://myind.net/Home/viewArticle/endangered-indics-in-india-an-overview

No comments:

Post a Comment