Thursday, March 8, 2018

દેશનું જે થવું હોય તે થાય... મને મારો લાડવો આપી દો



#NDA_TDP_JDU

દેશનું જે થવું હોય તે થાય... મને મારો લાડવો આપી દો
-------------------------------------------------------
ભાજપ-નમોની વધતી લોકપ્રિયતાને વટાવવા રાજકીય બ્લેકમેલિંગ શરૂ
---------------------------------------------------------
 --- અલકેશ પટેલ
ભારતના રાજકારણની આ તાસીર અને તસવીર છે. અંગ્રેજોની ભાગલાવાદી માનસિક્તાના વીર્યમાંથી જન્મેલો કોંગ્રેસ પક્ષ અને ગાંધી-નહેરુ પરિવારનાં બાળોતિયાં ધોવા હંમેશા તત્પર રહેતા આ દેશના ડાબેરીઓએ છેક 1947માં સ્વતંત્રતા મળી તે પહેલાંથી કોઈ રાષ્ટ્રવાદી, બાહોશ નેતાઓને ઉપર આવવા દીધા નથી. અઆપણે બધા જ એ યાદીથી વાકેફ છીએ...સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલલ, ભીમરાવ બાબાસાહેબ આંબેડકેર, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી...આ યાદી ઘણી લાંબીશ છે – પરંતુ મુદ્દો એ જ છે કે દેશના ગદ્દારોને રાષ્ટ્રવાદ પચતો નથી, રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા લોકો પચતા નથી.

ત્રિપુરા સહિત ઈશાન ભારતમાં પણ હવે ભાજપના રાષ્ટ્રવાદને વધુને વધુ સ્વીકૃતિ મળી રહી છે તેથી પ્રાદેશિક પક્ષો ફફડી ગયા છે. ટીડીપી (ચંદ્રબાબુ નાયડુ), જેડીયુ (નિતીશકુમાર), અકાલીદળ અને શિવસેના...એ બધા હવે ભાજપની લોકપ્રિયતાનું વળતર માગવા લાગ્યા છે અને જો એ ન મળે તો ભાજપને એકલો પાડવાની ધમકીઓ શરૂ થઈ છે.

દેશના સંદર્ભમાં વિચાર કરીએ તો પ્રાદેશિક પક્ષોનું આ પગલું જોખમી છે, પરંતુ કમનસીબે તેમના માટે દેશહિત નહીં પરંતુ તેમનો પોતાનો ટૂંકો સ્વાર્થ વધારે અગત્યનો હોય એવું લાગે છે. રાષ્ટ્રવાદીઓને કોઈપણ રીતે આગળ નહીં આવવા દેવાની ગાંધી-નહેરુ-ડાબેરીઓની કુટીલ નીતિ આજે પણ સક્રિય છે એ આ દેશનું કમનસીબ છે.

કોંગ્રેસી-ડાબેરીઓના પીઠ્ઠુ ન હોય એવા તટસ્થ રાજકીય સમીક્ષકોને ખ્યાલ હશે કે ભાજપે એકાદ-બે અપવાદને બાદ કરતાં હંમેશાં સાથીપક્ષોને કાંતો સાથે રાખ્યા છે અથવા તેમને આગળ કર્યા છે, પરંતુ તેની સામે કોંગ્રેસે હંમેશા સાથીપક્ષોને દગો કર્યો છે, કોંગ્રેસે હંમેશાં સાથીપક્ષોની સરકારો પાડી દીધી છે, કોંગ્રેસે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી વધુ વખત બંધારણની કલમ 356નો ઉપયોગ કરીને વિરોધી રાજ્ય સરકારોને બરતરફ કરી દીધી છે.

તેની સામે 2014માં ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર બની ત્યારે દેશના ઘણાં રાજ્યોમાં વિરોધી સરકારો હતી, પરંતુ કોઈને પણ અસ્થિર કર્યા વિના માત્ર લોકશાહી રીતે ભાજપે આપમેળે 18 રાજ્યમાં અને સાથીપક્ષોની સાથે મળી 22 રાજ્યમાં સત્તા મેળવી છે.

પણ હવે કોંગ્રેસી અને તેની લાલગેંગથી આ સહન થતું નથી. દેશહિતને બદલે એક પરિવારના હિતમાં કામ કરતાં તત્વો ડાબેરીઓ અને મુસ્લિમોને લાલચના ટુકડા નાખી રહ્યા છે.

આ તત્વોને ડર છે કે મોદી સરકાર રહેશે તો રાષ્ટ્રવાદ વિસ્તરતો જશે, અયોધ્યામાં રામ મંદિર પણ બનશે, મસ્જિદો ઉપરથી ભૂંગળા પણ ઉતારવા પડશે, લાલિયાઓની ગેંગ ગરીબીના નામે ગરીબોનું શોષણ નહીં કરે શકે...દેશની પ્રગતિ માટે આ બધું જરૂરી છે, પણ દેશવિરોધી તત્વો એ થવા દેવા તૈયાર નથી. અને એ માટે હવે ચંદ્રબાબુ નાયડુ, નિતીશકુમાર, ઉદ્ધવ ઠાકરે વગેરેને ટુકડા નાખવાનું શરૂ કર્યું છે. (આજે એટલે કે 8મી માર્ચ 2018ના રોજ મહારાષ્ટ્રમાં લાલિયાઓએ ખેડૂતોને ઉશ્કેરીને ભાજપની ફડનવીસ સરકાર વિરૂદ્ધ જંગી રેલી કાઢી છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં આ સ્થિતિ ગંભીર વળાંક લઈ શકે છે.)

નાયડુ અને નિતીશકુમાર તેમના રાજ્યોને વિશેષ દરજ્જાની માગણીને લઈને બ્લેકમેલિંગ કરી રહ્યા છે. ભારતને એક દેશ તરીકે નહીં જોનાર લોકો જ આવી માગણી કરી શકે. શું આ કહેવાતા નેતાઓને ખબર નથી કે દેશમાં 30 રાજ્ય છે? આવાં એક-બે રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવે તો બીજાં રાજ્યોનું શું?

આપણા લોકશાહી માળખામાં તમામ રાજ્યો સરખાં છે અને નરેન્દ્ર મોદી સરકાર તો એક-બીજા સાથે તંદુરસ્ત સ્પર્ધા કરીને પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે વિશેષ દરજ્જાની શી જરૂર છે??!! વાસ્તવમાં આ મુદ્દો અનામત જેવો છે. એક વખત વિશેષ રાજ્યના દરજ્જાનું લાકડું ઘૂસી જાય તો એ કદી નીકળી શકશે નહીં અને પછી બધાં રાજ્યો કાયમ કેન્દ્ર પાસે આ રીતે માગણવૃત્તિ જ કર્યા કરશે. આ સંજોગોમાં નાગરિકોએ પણ કોંગ્રેસી-લાલગેંગ-અને તેમનાં પેઈડ મીડિયાના રબ્બીશ અપપ્રચારમાં ફસાયા વિના ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર ભરોસો રાખવાની જરૂર છે. આ દેશના સામાન્ય નાગરિકોને કમ સે કમ એટલો વિશ્વાસ તો હોવો જોઈએ કે ભાજપ અને મોદી દેશથી ઉપર કશું નથી... અને આ તાલીમ કે ઘડતરમાં સંઘ પરિવારના સંસ્કાર છે...સંઘ પરિવાર સનાતન ધર્મના પાયાને ટકાવી રાખવા કાર્યરત છે. સંઘની મહેનત અને ભાજપના નેતૃત્વથી બનેલી સરકાર વિરૂદ્ધ જો પપ્પુઓ-લલ્લુઓ કાવતરાં કરતા હોય તો દરેક હિન્દુએ સમજી જવું જોઈએ કે તેમણે હવે આગામી દિવસોમાં કઈ દિશામાં કામ કરવાનું છે.#AP_08_03_18.

No comments:

Post a Comment