Showing posts with label Ram Mandir. Show all posts
Showing posts with label Ram Mandir. Show all posts

Thursday, October 1, 2020

અયોધ્યા કેસઃ વધુ એક સત્યમેવ જયતે


--- અયોધ્યામાં રામ મંદિર સ્થળે 16મી સદીમાં બાંધી દેવામાં આવેલા વિવાદી માળખાના વિધ્વંસ માટે અગાઉથી કાવતરું થયું હોવાની થીયરી વિશેષ અદાલતે ફગાવી દીધી, અને તે સાથે આ કેસમાં રામ સેવકો નિર્દોષ જાહેર થયા

 -- અલકેશ પટેલ

અયોધ્યા કેસમાં સત્યનો વધુ એક વખત વિજય થયો છે. રામ જન્મભૂમિ સ્થળે ભવ્ય મંદિર ઉપર 16મી સદીમાં બાંધી દેવામાં આવેલા વિવાદી માળખાના વિધ્વંસ કેસમાં ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘના નેતાઓ સહિત તમામ વિરુદ્ધ કાવતરાની વાત સીબીઆઈની વિશેષ અદાલતે સ્વિકૃત રાખી નથી. બીજા શબ્દોમાં વિવાદી માળખાનો વિધ્વંસ એ કોઈ કાવતરું હતું એવું સીબીઆઈ પુરવાર કરી શકી નહોતી, અને તેથી કાવતરા કેસમાં ફસાવવામાં આવેલા રામ સેવકો નિર્દોષ છૂટ્યા.

કાવતરામાં ફસાવવામાં આવેલા રામ સેવકો?

હા, ફસાવવામાં આવેલા રામ સેવકો. જે તે સમયના સત્તાવાળાઓએ, જે તે સમયના રાજકીય પક્ષોએ એક સમુદાયના જેહાદી તત્વોને ખુશ રાખવા માટેનો આખો કેસ હતો, જે હવે પૂરો થયો. રામ જન્મભૂમિ સ્થળે તદ્દન ગેરકાયદે રીતે ઊભેલા માળખાના વિધ્વંસ કેસમાં એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, વિનય કટિયાર, સાક્ષી મહારાજ, સ્વ. અશોક સિંઘલ, સ્વ. બાળ ઠાકરે, સ્વ. ગિરિરાજ કિશોર, મહંત નૃત્યગોપાલ દાસ સહિત 49 રામ સેવકો વિરુદ્ધ કાવતરાનો કેસ કરી દીધો હતો. તેમાંથી હાલ 32 હયાત છે. તમામ નિર્દોષ છૂટ્યા.

આ કેસમાં સીબીઆઈએ 351 સાક્ષી તથા 600 દસ્તાવેજ રજૂ કર્યા હતા. તેમછતાં વિવાદી માળખાના વિધ્વંસ કાવતરું હતું એવું સાબિત ન થઈ શક્યું. યાદ રહે, છઠ્ઠી ડિસેમ્બર, 1992ના દિવસે આ ઘટના બની ત્યારે કેન્દ્રમાં વડાપ્રધાન નરસિંહ રાવના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની સરકાર હતી. નરસિંહ રાવ અને કોંગ્રેસનો ઉલ્લેખ ઇરાદાપૂર્વક કરું છું. કેમ કે આજે, ખાસ કરીને મે, 2014 પછી દેશમાં ગમે તે ખૂણામાં કોઈ નાની ઘટના બને તો પણ એ માટે સીધા નરેન્દ્ર મોદી તથા મોદી સરકારને જવાબદાર ઠેરવતાં તત્વો હજુ આજની તારીખે પણ ડિસેમ્બર 1992ની એ ઘટના માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવતા નથી. આવું શા માટે છે? – દરેકે જાતે તેનું વિશ્લેષણ કરીને સમજવું જોઇએ.

આપણી ન્યાય વ્યવસ્થા પણ દુનિયામાં અતિ વિશિષ્ઠ છે. આપણે ત્યાં 10-20-30 વર્ષ કેસ ચાલે એ સામાન્ય બાબત ગણાય છે. વિવાદી માળખાના વિધ્વંસના કેસનો ચુકાદો પણ 28 વર્ષે આવ્યો. આવું શા માટે અને કેવી રીતે થયું હશે? કોઇએ કદી એ સવાલ કર્યો છે? અથવા એ બાબતે વિચાર કર્યો છે?

વાચક મિત્રો, એક ખાસ વાત અહીં જાણી લો કે, આ કાવતરા કેસમાં સીબીઆઈએ તમામ કથિત પુરાવા અને મોટાભાગના સાક્ષીઓને મે, 2014 પહેલાં રજૂ કરી દીધા હતા. આ તારીખનું શું મહત્ત્વ છે? આ તારીખનું મહત્ત્વ એ છે કે, મે, 2014 પહેલાં કેન્દ્રમાં ડૉ. મનમોહનસિંહના વડપણ હેઠળ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુ.પી.એ. સરકાર હતી. તો એનો અર્થ શો થયો? એનો અર્થ એ થયો કે, મોદી સરકાર સત્તામાં આવી એ પહેલાં સીબીઆઈ ઉપર ભાજપ સરકારનું કોઈ નિયંત્રણ નહોતું. અહીં નિયંત્રણ શબ્દ ઇરાદાપૂર્વક વાપરું છું, કેમ કે 30 સપ્ટેમ્બરે આ ચુકાદો આવ્યો તેના બીજા કલાકથી કોંગ્રેસ, ડાબેરીઓ અને બીજા પક્ષો સીબીઆઈને નિશાન બનાવે છે, પણ તમારાથી અર્થાત દેશના નાગરિકોથી આ પક્ષો એ વાત સંતાડે છે કે સીબીઆઈ દ્વારા મોટાભાગના કેસની રજૂઆત તો—કોંગ્રેસના  શાસન દરમિયાન, ડૉ. મનમોહનસિંહના વડાપ્રધાનપદના ગાળા દરમિયાન, સોનિયા ગાંધીના યુપીએ ચૅરમેનપદના ગાળા દરમિયાન કરી દેવામાં આવી હતી. તો પછી સીબીઆઈને બદનામ કરવાનો શો મતલબ?

પ્રશ્ન તો એ છે કે, કેસ 28 વર્ષ કેમ ચાલ્યો? શા માટે 2014 પહેલાં આ કેસનો ચુકાદો ન આવ્યો? કેસ વર્ષો સુધી લંબાયા કરે તેમાં કોને રસ હતો? અદાલતે સંપૂર્ણ કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને, તમામ પુરાવા ચકાસીને, તમામ સાક્ષીઓની ઊલટતપાસ લઇને પછી 28 વર્ષના લાં....બા ગાળા પછી ચુકાદો આપ્યો એ ચુકાદામાં હવે કોને વિશ્વાસ નથી? જેમને ચુકાદામાં વિશ્વાસ નથી તેમને ખરેખર તો અદાલતી પ્રક્રિયામાં વિશ્વાસ નથી એવો જ અર્થ થાય.

પણ બદમાશ ડાબેરીઓ અને બદમાશ મીડિયા અને એટલા જ શંકાસ્પદ રાજકીય પક્ષો સીબીઆઈ સામે આંગળી ચીંધી રહ્યા છે ત્યારે તમને એટલે કે દેશની પ્રજાને પ્રશ્ન થવો જોઇએ કે આ જ સીબીઆઈ પાંચ-પાંચ, છ-છ દાયકા સુધી અન્ય રાજકીય પક્ષોના તાબામાં હતી ત્યારે શું એ એજન્સી તમારા કહ્યા પ્રમાણે જ માત્ર ચાલતી હતી?

સાચી વાત તો એ છે કે, વિશેષ અદાલતે 30 સપ્ટેમ્બર, 2020ના તેના ચુકાદામાં 2000 પાનાં ભરીને તમામ વાતો નોંધી છે. છ ડિસેમ્બરનો ઘટનાક્રમ નોંધ્યો છે, ત્યારબાદ એ જ દિવસે દાખલ કરવામાં આવેલી બે એફ.આઈ.આર. વિશે વાત કરી છે, કેસ સીબીઆઈને સોંપાયો અને તેની તપાસની પણ વાત કરી છે. અદાલતે જો આટલો બધો વિસ્તૃત ચુકાદો આપ્યો હોય તો પછી તેને સહર્ષ સ્વીકારીને વધાવી લેવામાં જ સૌનું હિત સમાયેલું છે.

ખેર, મુદ્દો એ છે કે, વિવાદી માળખાનો વિધ્વંસ કાવતરું નહોતું.

મુદ્દો એ છે કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે મંદિર અસ્તિત્વમાં હતું એ સુપ્રીમ કોર્ટના 2019ના ચુકાદાથી સાબિત થઈ ગયું છે.

મુદ્દો એ છે કે, રાજકીય તથા ધાર્મિક અગ્રણીઓના નેતૃત્વ હેઠળ આખો રામભક્ત દેશ (અર્થાત દેશમાં જેટલા રામભક્ત હોય એ તમામ) રામ મંદિરની જગ્યા પરત લેવા માગતા હતા અને તેથી હજારો લોકો અયોધ્યા પહોંચ્યા હતા. ત્યારપછી જે કંઈ થયું એ આપણે બધા જાણીએ છીએ.

પણ હવે, આપણા તમામ વયોવૃદ્ધ નેતાઓ, સાધુ-સંતો ઉપરાંત ઉમા ભારતીજી, સાધ્વી ઋતંભરાજી—એ બધાં જ આરોપમુક્ત થયાં છે. સૌએ રાહતનો શ્વાસ લીધો છે. આશા એવી રાખીએ કે, નવેમ્બર 2019ના રામજન્મભૂમિ ચુકાદા પછી જે રીતે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે ધમકી આપી હતી એવી ધમકી હવે ફરી નહીં આપે...તો ચાલો...જય શ્રી રામ

Tuesday, April 30, 2019

2019ની ચૂંટણી આ પાંચ કારણસર નિર્ણાયક




2019ની લોકસભાચૂંટણી આ પાંચ કારણસર નિર્ણાયક બનવી જોઇએ

--- ભારત એક વિશિષ્ઠ પ્રકારના સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહ્યો છે. સદીઓ પછી ભારતના મૂળ નાગરિકને એવું લાગ્યું છે કે દેશના વિકાસ અને ઉન્નતિમાં પોતે સહભાગી થઈ શકે છે. સદીઓ પછી આ દેશના મૂળ નાગરિકને એવું લાગ્યું છે કે 2014નો તેનો નિર્ણય સંપૂર્ણ યોગ્ય હતો, પણ હવે 2019માં શું..!

-- અલકેશ પટેલ

2019ની લોકસભા ચૂંટણીમાં કયા મુદ્દા અગત્યના છે? – મારા મતે (1) કલમ 370 અને 35-A, (2) કૉમન સિવિલ કોડ (સમાન નાગરિક કાયદો), (3) વસ્તી નિયંત્રણ કાયદો, (4) રામ મંદિર તથા (5) મંદિરો ઉપર સરકારી નિયંત્રણનો અંત. આ મુદ્દા શા માટે અગત્યના છે એ અંગે વિસ્તારથી વાત કરીએ.

કલમ 370 અને 35-એઃ

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આ કલમોએ હકીકતે દેશની અંદર એક દેશ જેવી સ્થિતિ પેદા કરેલી છે. લઘુમતી તૃષ્ટિકરણથી પીડિત નહેરુની સરકારે 1954માં કોઇપણ સંસદીય પ્રક્રિયા કર્યા વિના માત્ર રાષ્ટ્રપતિના વટહુકમથી કલમ 35-એ બંધારણમાં ઘૂસાડી દીધી (ઘૂસાડી- શબ્દ એટલા માટે વાપરું છું કે તેને બંધારણમાં દાખલ કરવા માટે સંસદમાં પસાર કરવાની બંધારણીય જરૂરિયાતનું પાલન થયું નહોતું) અને ત્યારથી જમ્મુ-કાશ્મીરના તે સમયના મુખ્યપ્રધાન રાતોરાત એ રાજ્યના વડાપ્રધાન થઈ ગયા. એ રાજ્યને અલગ ધ્વજની માન્યતા મળી ગઈ. એ રાજ્યને અલગ બંધારણ બનાવવાની માન્યતા મળી ગઈ. જમ્મુ-કાશ્મીરની તે સમયની શેખ અબ્દુલ્લાની સરકારે પાછલી અસરથી અર્થાત 1944ની અસરથી આ કલમનો અમલ કરવાનો ઠરાવ કરી દીધો. તેની પાછળનો બદ-ઇરાદો એ હતો કે 1944 સુધીમાં જે હિન્દુઓ એ રાજ્યમાં હોય એ જ જમ્મુ-કાશ્મીરના નાગરિક ગણાય, પણ 1944 પછી આવેલા હિન્દુઓ કે પછી અન્ય કોઈ ત્યાંના નાગરિક ગણાય નહીં. તેમને એ રાજ્યની વિધાનસભા કે પંચાયતો માટે મતદાન ન કરી શકે. એ લોકો એ રાજ્યમાં જમીન ખરીદી ન શકે. આ બધાનું પરિણામ એ આવ્યું કે હિન્દુઓની વસ્તી સતત ઘટતી રહી. 2014 પછી આ મુદ્દે હિલચાલ શરૂ થઈ અને આખો દેશ એકાએક જાગ્રત થઈ ગયો. પહેલાંની સરકારોનું આ મુદ્દે વલણ કેવું હતું તે આપણે જાણીએ છીએ. હવે મતદારોએ વિચારવાનું એ છે કે, વહેલા કે મોડા આ ગંભીર સમસ્યાનો ઉકેલ કોણ લાવી શકે તેમ છે?

કૉમન સિવિલ કોડ અર્થાત સમાન નાગરિક કાયદોઃ

છેક 1947થી તૃષ્ટિકરણના ચક્કરમાં અટવાયેલો આ મુદ્દો હવે ઉકેલ માગે છે. દેશના બહુમતી હિન્દુ સાથે હળાહળ અન્યાય કરીને હિન્દુઓને લગતા તમામ કાયદામાં ધરમૂળથી ફેરફારો કરીને તેમને ઓશિયાળા બનાવી દેવામાં આવ્યા અને કમનસીબે અદાલતી પ્રક્રિયા પણ હિન્દુઓની મદદે ન આવી. સામે લઘુમતીઓને તેમની ધાર્મિક સંસ્થાઓથી માંડીને શૈક્ષણિક સંસ્થાઓ સહિત મોટાભાગની બાબતોમાં તમામ પ્રકારની છૂટ મળતી રહી. જ્યારે પણ કોઈ રાષ્ટ્રવાદી વ્યક્તિ સમાન નાગરિક કાયદાની વાત કરે ત્યારે તેને કથિત બુદ્ધિજીવીઓ તેમજ મીડિયા દ્વારા “હિન્દુ કોમવાદી” ચીતરીને અપમાનિત કરી દેવામાં આવે છે. બહુમતી હિન્દુ ફરી ઓશિયાળો બની જાય છે કેમ કે હિન્દુ જ્ઞાતિ-જાતિ-સંપ્રદાય-ભાષા અને પ્રાંતમાં વિભાજીત છે અને કોઈ રાજકીય પક્ષ તેને ગંભીરતાથી લેતો નહોતો. હવે સ્થિતિ બદલાઈ છે. બદલવી પડશે. નવી સરકાર ઉપર આગામી પાંચ વર્ષમાં સમાન નાગરિક કાયદો – કૉમન સિવિલ કોડ દાખલ કરવા દબાણ લાવવું જ પડશે. આ દેશમાં લાંબા સમય સુધી લોકશાહી ટકાવવી હશે તો દેશની બહુમતીએ તેના મતની તાકાત બતાવવી તો પડશે જ.

વસ્તી નિયંત્રણ કાયદોઃ

આ પણ એટલો જ ગંભીર અને અગત્યનો મુદ્દો છે. 1970ના દાયકામાં કોંગ્રેસી સરકારોએ “અમે બે, અમારા બે” એવું સૂત્ર આપ્યું અને ભોળિયા હિન્દુઓ તેમાં સપડાઈ ગયા. મોટાભાગના હિન્દુઓએ તેનો અમલ કર્યો, પરંતુ અન્ય ધર્મીઓએ પોતપોતાના ધાર્મિક નિયમોને આગળ ધરીને વસ્તીને નિયંત્રિત રાખવામાં કદી સહકાર આપ્યો નહીં. વસ્તી વિસ્ફોટનું પ્રમાણ એ હદનું છે કે આજની તારીખે દેશના ઓછામાં ઓછા આઠથી નવ (8 થી 9) રાજ્યોમાં હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા છે અને બાકીના ઘણા રાજ્યોમાં લઘુમતીમાં આવવાની તૈયારીમાં છે. વસ્તી વિસ્ફોટ કોઇનો પણ હોય – એ યોગ્ય નથી જ. હિન્દુઓએ તેની સામે વસ્તી વધારવી એવું શક્ય નથી, અન્યથા દેશની સ્થિતિ વધારે કથળી જશે. તો પછી કડકમાં કડક વસ્તી નિયંત્રણ કાયદો લાવવામાં આવે તો જ આપણે બચી શકીશું. નહીં તો આગામી દાયકાઓમાં આપણા સંસાધનો પણ ખૂટી પડશે. આ કામ પણ તૃષ્ટિકરણમાં ન માનતી સરકાર જ કરી શકે. એવી સરકાર લાવવાનો નિર્ણય મતદારોના હાથમાં છે.

રામ મંદિરઃ

કરોડો ભારતીયોના દિલમાં આ મુદ્દો છે. ભારતીય જનમાનસમાં એવું ઘૂસાડી દેવામાં આવ્યું છે કે, આ મુદ્દાનો માત્ર રાજકીય ઉપયોગ થાય છે અને કોઇને તેનો ઉકેલ લાવવામાં અર્થાત મંદિર બાંધવામાં રસ નથી. પણ આ કેસની હકીકત એ છે કે પોતાને સેક્યુલર કહેવડાવતા ડાબેરીઓ ઉપરાંત કોંગ્રેસ અને મુસ્લિમો આ મુદ્દાને અદાલતના ચક્કરમાંથી બહાર આવવા જ નથી દેતા. કેટલાક લોકો એવો અપપ્રચાર પણ કરે છે કે, વિવાદ તો માત્ર 2.77 એકર જમીનનો છે, બાકીની 67 એકર જમીન – જ્યાં માલિકી હકનો વિવાદ નથી ત્યાં મંદિર બાંધી શકાય. (એ જમીન પરત મેળવવા મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરેલી છે) પરંતુ હિન્દુ પક્ષકારો ઇચ્છે છે કે 2.77 પણ આ સાથે મળી જાય અને તેના બદલામાં મુસ્લિમોને સરયૂ નદીની પાર મસ્જિદ માટે જગ્યા આપી દેવી. આવો ઉકેલ આવે તો પૂરેપૂરી જમીન રામ મંદિર માટે રહે અને ભવિષ્યમાં 2.77 એકર જમીનમાં મસ્જિદ અથવા અન્ય કોઈ મુસ્લિમ માળખાને કારણે વિવાદ ન જાગે. દેશ જાણે છે કે, એ 2.77 એકર જમીનનો ટુકડો રામમંદિર માટે ન મળે તેમાં કોને રસ હોય..! અને પૂરેપૂરી જમીન મેળવવામાં કોને રસ હોય..!

મંદિરો ઉપર સરકારી નિયંત્રણનો અંતઃ

દેશના કરોડો હિન્દુઓ માટે આ પણ એક પીડાદાયક મુદ્દો છે. સેક્યુલારિઝમના ઓઠા હેઠળ લઘુમતી તૃષ્ટિકરણ કરનારાઓએ મસ્જિદો અને દેવળોને તો જે તે ધર્મના નેજા હેઠળ જ રાખ્યાં, પરંતુ મંદિરોને સરકારી નિયંત્રણ હેઠળ મૂકી દીધાં. કેરળના સબરીમાલા મંદિરનું ઉદાહરણ હજુ તાજું જ છે. ત્યાંની ડાબેરી સરકારના અન્ય-ધર્મી પ્રતિનિધિઓએ સાથે મળીને સબરીમાલાની સેંકડો વર્ષની પરંપરા તોડી નાખવા અદાલતનો આશ્રય લીધો અને કમનસીબે અદાલતોએ તેમની તરફેણમાં ચુકાદો પણ આપી દીધો. વિધર્મીઓ તેમના આ ટેસ્ટ-કેસમાં હાલ પૂરતા જીતી ગયા છે, પણ જો હજુ પણ એ સત્તા પર રહ્યા તો બાકીની તમામ હિદુ પરંપરાઓનું શું થશે એ વિચારી લેવું જોઇએ.

કહેવાતી સેક્યુલર સત્તાઓએ રામસેતુ કેસમાં અદાલતમાં એફિડેવિટ કરીને ભગવાન રામના અસ્તિત્વ વિશે શંકા ઊભી કરી હતી. કહેવાતી સેક્યુલર સત્તાઓએ આજ સુધી 370 અને 35-એ કલમો બચાવી રાખી છે. કહેવાતી સેક્યુલર સત્તાઓ કદી વસ્તી નિયંત્રણ કાયદો કે કૉમન સિવિલ કોડ આવવા નહીં દે. મત કોને આપવો એ દરેકનો વ્યક્તિગત નિર્ણય છે અને હોવો જોઇએ, પરંતુ તમારી પછીની પેઢીનું ભવિષ્ય શું થશે તેનો નિર્ણય પણ તમારે જ કરવાનો હોય છે. આપણી આગળની પેઢીઓએ એકતા દર્શાવી હોત તો કાંતો આપણે આ બધી સમસ્યાઓમાંથી મુક્ત થઈ ગયા હોત અથવા કમ સે કમ તૃષ્ટિકરણના રાજકારણનો ભોગ ન બન્યા હોત. ચતુર કરો વિચાર.

Thursday, March 8, 2018

દેશનું જે થવું હોય તે થાય... મને મારો લાડવો આપી દો



#NDA_TDP_JDU

દેશનું જે થવું હોય તે થાય... મને મારો લાડવો આપી દો
-------------------------------------------------------
ભાજપ-નમોની વધતી લોકપ્રિયતાને વટાવવા રાજકીય બ્લેકમેલિંગ શરૂ
---------------------------------------------------------
 --- અલકેશ પટેલ
ભારતના રાજકારણની આ તાસીર અને તસવીર છે. અંગ્રેજોની ભાગલાવાદી માનસિક્તાના વીર્યમાંથી જન્મેલો કોંગ્રેસ પક્ષ અને ગાંધી-નહેરુ પરિવારનાં બાળોતિયાં ધોવા હંમેશા તત્પર રહેતા આ દેશના ડાબેરીઓએ છેક 1947માં સ્વતંત્રતા મળી તે પહેલાંથી કોઈ રાષ્ટ્રવાદી, બાહોશ નેતાઓને ઉપર આવવા દીધા નથી. અઆપણે બધા જ એ યાદીથી વાકેફ છીએ...સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલલ, ભીમરાવ બાબાસાહેબ આંબેડકેર, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી...આ યાદી ઘણી લાંબીશ છે – પરંતુ મુદ્દો એ જ છે કે દેશના ગદ્દારોને રાષ્ટ્રવાદ પચતો નથી, રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા લોકો પચતા નથી.

ત્રિપુરા સહિત ઈશાન ભારતમાં પણ હવે ભાજપના રાષ્ટ્રવાદને વધુને વધુ સ્વીકૃતિ મળી રહી છે તેથી પ્રાદેશિક પક્ષો ફફડી ગયા છે. ટીડીપી (ચંદ્રબાબુ નાયડુ), જેડીયુ (નિતીશકુમાર), અકાલીદળ અને શિવસેના...એ બધા હવે ભાજપની લોકપ્રિયતાનું વળતર માગવા લાગ્યા છે અને જો એ ન મળે તો ભાજપને એકલો પાડવાની ધમકીઓ શરૂ થઈ છે.

દેશના સંદર્ભમાં વિચાર કરીએ તો પ્રાદેશિક પક્ષોનું આ પગલું જોખમી છે, પરંતુ કમનસીબે તેમના માટે દેશહિત નહીં પરંતુ તેમનો પોતાનો ટૂંકો સ્વાર્થ વધારે અગત્યનો હોય એવું લાગે છે. રાષ્ટ્રવાદીઓને કોઈપણ રીતે આગળ નહીં આવવા દેવાની ગાંધી-નહેરુ-ડાબેરીઓની કુટીલ નીતિ આજે પણ સક્રિય છે એ આ દેશનું કમનસીબ છે.

કોંગ્રેસી-ડાબેરીઓના પીઠ્ઠુ ન હોય એવા તટસ્થ રાજકીય સમીક્ષકોને ખ્યાલ હશે કે ભાજપે એકાદ-બે અપવાદને બાદ કરતાં હંમેશાં સાથીપક્ષોને કાંતો સાથે રાખ્યા છે અથવા તેમને આગળ કર્યા છે, પરંતુ તેની સામે કોંગ્રેસે હંમેશા સાથીપક્ષોને દગો કર્યો છે, કોંગ્રેસે હંમેશાં સાથીપક્ષોની સરકારો પાડી દીધી છે, કોંગ્રેસે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી વધુ વખત બંધારણની કલમ 356નો ઉપયોગ કરીને વિરોધી રાજ્ય સરકારોને બરતરફ કરી દીધી છે.

તેની સામે 2014માં ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર બની ત્યારે દેશના ઘણાં રાજ્યોમાં વિરોધી સરકારો હતી, પરંતુ કોઈને પણ અસ્થિર કર્યા વિના માત્ર લોકશાહી રીતે ભાજપે આપમેળે 18 રાજ્યમાં અને સાથીપક્ષોની સાથે મળી 22 રાજ્યમાં સત્તા મેળવી છે.

પણ હવે કોંગ્રેસી અને તેની લાલગેંગથી આ સહન થતું નથી. દેશહિતને બદલે એક પરિવારના હિતમાં કામ કરતાં તત્વો ડાબેરીઓ અને મુસ્લિમોને લાલચના ટુકડા નાખી રહ્યા છે.

આ તત્વોને ડર છે કે મોદી સરકાર રહેશે તો રાષ્ટ્રવાદ વિસ્તરતો જશે, અયોધ્યામાં રામ મંદિર પણ બનશે, મસ્જિદો ઉપરથી ભૂંગળા પણ ઉતારવા પડશે, લાલિયાઓની ગેંગ ગરીબીના નામે ગરીબોનું શોષણ નહીં કરે શકે...દેશની પ્રગતિ માટે આ બધું જરૂરી છે, પણ દેશવિરોધી તત્વો એ થવા દેવા તૈયાર નથી. અને એ માટે હવે ચંદ્રબાબુ નાયડુ, નિતીશકુમાર, ઉદ્ધવ ઠાકરે વગેરેને ટુકડા નાખવાનું શરૂ કર્યું છે. (આજે એટલે કે 8મી માર્ચ 2018ના રોજ મહારાષ્ટ્રમાં લાલિયાઓએ ખેડૂતોને ઉશ્કેરીને ભાજપની ફડનવીસ સરકાર વિરૂદ્ધ જંગી રેલી કાઢી છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં આ સ્થિતિ ગંભીર વળાંક લઈ શકે છે.)

નાયડુ અને નિતીશકુમાર તેમના રાજ્યોને વિશેષ દરજ્જાની માગણીને લઈને બ્લેકમેલિંગ કરી રહ્યા છે. ભારતને એક દેશ તરીકે નહીં જોનાર લોકો જ આવી માગણી કરી શકે. શું આ કહેવાતા નેતાઓને ખબર નથી કે દેશમાં 30 રાજ્ય છે? આવાં એક-બે રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવે તો બીજાં રાજ્યોનું શું?

આપણા લોકશાહી માળખામાં તમામ રાજ્યો સરખાં છે અને નરેન્દ્ર મોદી સરકાર તો એક-બીજા સાથે તંદુરસ્ત સ્પર્ધા કરીને પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે વિશેષ દરજ્જાની શી જરૂર છે??!! વાસ્તવમાં આ મુદ્દો અનામત જેવો છે. એક વખત વિશેષ રાજ્યના દરજ્જાનું લાકડું ઘૂસી જાય તો એ કદી નીકળી શકશે નહીં અને પછી બધાં રાજ્યો કાયમ કેન્દ્ર પાસે આ રીતે માગણવૃત્તિ જ કર્યા કરશે. આ સંજોગોમાં નાગરિકોએ પણ કોંગ્રેસી-લાલગેંગ-અને તેમનાં પેઈડ મીડિયાના ‘રબ્બીશ’ અપપ્રચારમાં ફસાયા વિના ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર ભરોસો રાખવાની જરૂર છે. આ દેશના સામાન્ય નાગરિકોને કમ સે કમ એટલો વિશ્વાસ તો હોવો જોઈએ કે ભાજપ અને મોદી દેશથી ઉપર કશું નથી... અને આ તાલીમ કે ઘડતરમાં સંઘ પરિવારના સંસ્કાર છે...સંઘ પરિવાર સનાતન ધર્મના પાયાને ટકાવી રાખવા કાર્યરત છે. સંઘની મહેનત અને ભાજપના નેતૃત્વથી બનેલી સરકાર વિરૂદ્ધ જો પપ્પુઓ-લલ્લુઓ કાવતરાં કરતા હોય તો દરેક હિન્દુએ સમજી જવું જોઈએ કે તેમણે હવે આગામી દિવસોમાં કઈ દિશામાં કામ કરવાનું છે.#AP_08_03_18.