Tuesday, March 16, 2021

કોરોનાની રસી એ ચોથું સુરક્ષા કવચ છે





 

 

કોરોના રસીકરણઃ સાથી હાથ બઢાના

--- કોરોનાની રસી એ ચોથું સુરક્ષા કવચ છે

-     અલકેશ પટેલ

-------------------------------

 કોરોના વાયરસ અને તેની રસી અંગે જાતજાતની વાતો પ્રવર્તે છે. આ વાયરસનું મૂળ પકડાતું પણ નથી અને છતાં કેટલાય સાજા-નરવા માણસો મૃત્યુ પામે છે. કોરોના છે એવું વિજ્ઞાનીઓ અને ડૉક્ટરો કહે છે. તો પછી તેનો ઉપાય તો કરવો પડે. એ માટે જ રસી શોધી લેવામાં આવી છે અને ભારતમાં આજની તારીખ સુધીમાં ત્રણ કરોડ કરતાં વધુ લોકોને રસી આપવામાં આવી છે. ગુજરાતમાં દરરોજ સરેરાશ દોઢ લાખ કરતાં વધુ લોકોને રસી આપવામાં આવે છે. ગયા મહિને શરૂ થયેલી રસીકરણની પ્રક્રિયાના અલગ અલગ તબક્કા પાડવામાં આવ્યા છે એ વિશે સૌ જાણે છે તેથી તેની ચર્ચા કરવાનો અર્થ નથી. પણ મૂળ વાત એ છે કે, આજે (ફાગણ સુદ ત્રીજ (16 માર્ચ, 2021)ને મંગળવારે) આ વિષય ઉપર પત્રકારો માટે ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન થયું હતું.

આ દરમિયાન જે કેટલાક મુખ્ય મુખ્ય મુદ્દાની જાણકારી મળી તે મુજબઃ

(1)   કોરોનાની રસી એ ચોથું (4થું) સુરક્ષા કવચ છે. બાકીના ત્રણ સુરક્ષા કવચમાં (અ) માસ્ક, (બ) સોશિયલ ડિસ્ટન્સ તથા (ક) સેનિટાઇઝેશનનો સમાવેશ થાય છે.

(2)   રસી લેવા માટે ઑનલાઇન નોંધણી ફરજિયાત છે અને એ માટે ફોટો સાથેનું ઓળખકાર્ડ હોવું જરૂરી છે.

(3)   પોલિયો સંપૂર્ણ નાબૂદ થઈ ગયો હોવા છતાં હજુ રસીકરણ ચાલુ છે, તેનો અર્થ એ કે કોઈ રોગ કે વાયરસ હંમેશ માટે ખતમ નથી થતો, પરંતુ તેની સામે રસીકરણ જેવાં પગલાંથી તેની ઘાતક અસરો ઓછી કરી શકાય છે. કોરોનાના કેસમાં રસીકરણથી જ મૃત્યુદર ઘટાડી શકાશે.

(4)   હાલ જેમને રસી આપી શકાય તેમ નથી એવા લોકોમાં (એ) 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, (બી) સગર્ભા મહિલાઓ, (સી) સ્તનપાન કરાવતી માતાઓ તથા (ડી) ગંભીર એલર્જીવાળા લોકો જેમને દવા કે ઇન્જેક્શનથી રિએક્શન આવતા હોય.

(5)   આ સિવાય, જે સંપૂર્ણ દિવ્યાંગ અથવા અશક્ત નાગરિકો જેમના માટે ઘરની બહાર નીકળવાનું જ શક્ય નથી અને હૉસ્પિટલ જઇને રસી લઈ શકે તેમ નથી તેમના રસીકરણ અંગે ઉચ્ચસ્તરે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. હાલ આવા લોકોને ઘરે જઇને રસી આપવાનું શક્ય નથી, તેનું કારણ એ છે કે, હજારો લોકોએ એકાદ જણને રસીનું રિએક્શન આવે તો તેની સારવાર માટે AEFI (Adverse events following immunization) કિટની જરૂર પડે. આવી કિટ હૉસ્પિટલ અથવા જ્યાં રસીકરણ થતું હોય ત્યાં જ ઉપલબ્ધ રાખી શકાય, દરેકના ઘરે લઈ જવાનું શક્ય નથી. આ ઉપરાંત રસીને ચોક્કસ તાપમાનમાં રાખવી પડે, જે સુવિધા હૉસ્પિટલ થવા જ્યાં રસીકરણ ચાલતું હોય ત્યાં ઊભી કરી શકાય, પરંતુ ઘરે રસી આપવા જવામાં કોલ્ડ-ચેઇન જાળવી ન શકાય અને રસીનો હેતુ માર્યો જાય.

(6)   રસીના બે ડોઝ છે. પહેલો ડોઝ લીધા પછી 28 થી 45 દિવસમાં બીજો ડોઝ લેવો જરૂરી છે. તેનો અર્થ એ કે રસીનું યોગ્ય પરિણામ મેળવવું હોય તો પહેલો ડોઝ લીધા પછી યોગ્ય સમયે બીજો ડોઝ લેવો જરૂરી છે.

(7)   રસીકરણ અંગે (તેની કથિત આડઅસરો અંગે) સોશિયલ મીડિયામાં વહેતી વાતોને માની લેવાને બદલે સરકારી વેબસાઇટ અથવા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને સાચું માર્ગદર્શન મેળવવું જોઇએ. ( www.cowin.gov.in  /  www.mohfw.gov.in  ) ટોલફ્રી હેલ્પલાઇન નંબર (1075).

 

આ વર્કશોપનું આયોજન Centre for Child Rights of Communications - PDPU & UNICEF  તથા  Gujarat Media Club દ્વારા કરવામાં આવ્યું હતું.

વર્કશોપમાં ડૉ. નયન જાની, ડૉ. નિશ્ચલ ભટ્ટ, ડૉ. અનિકેત રાણા, ડૉ. નારાયણ ગાંવકર વગેરેએ ખૂબ વિસ્તૃત અને જરૂર માહિતી પૂરી પાડી હતી. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ જયંતી રવિએ પણ ઑનલાઇન ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.

કોઈ જો એવી દલીલો કરવા માગતા હોય કે, રાજકીય પક્ષોની રેલી અને સભાઓમાં આ વાયરસનો કોઈ ભય હોય એવું દેખાતું નથી. ક્રિકેટ સ્ટેડિયમમાં એક સાથે હજારો લોકો ભેગા થાય છે (જોકે, હવે એ બંધ કરવામાં આવ્યું), દિલ્હી સરહદે ત્રણ મહિના કરતાં વધુ સમયથી રાજકીય કાર્યકરો અડ્ડો જમાવીને બેઠા છે. શ્રમિક વસાહતોમાં લાખોની સંખ્યામાં લોકો રહે છે. આ તમામ જગ્યાએ મૃત્યુના એવા કોઈ ભયાવહ આંકડા જોવા મળ્યા નથી. તો એનો જવાબ એ છે કે, રોજેરોજ કોરોનાથી સેંકડો મૃત્યુ તો થાય જ છે!

અહીં ઉપર હેડિંગમાં મેં લખ્યું છે- સાથી હાથ બઢાના. તેના બે અર્થ થાય છે. એક તો મીડિયા તરીકે અમે અમારી જવાબદારી સમજીને કોરોના રસીકરણ અંગે સામાન્ય પ્રજાને શક્ય એટલી સાચી માહિતી આપીને ફરજ બજાવીએ અને બીજું, નાગરિકોએ હાથ આગળ લાવીને રસી લેવી જોઇએ.અલકેશ.

Monday, March 15, 2021

કનૈયાલાલ મુનશીની સાથે ભારતના ભવ્ય ઇતિહાસની યાત્રા

                                                (તસવીર સૌજન્યઃ ગુજરાતી સાહિત્ય પરિષદ)

 

કનૈયાલાલ મુનશીની સાથે ભારતના ભવ્ય ઇતિહાસની યાત્રા

 ----------------------------------------------------------------------

ભારતનો સાચો ઇતિહાસ દેશવાસીઓ જાણે તે માટે

ક.મા. મુનશીએ કરેલા પ્રયાસ અભૂતપૂર્વ અને અસાધારણ હતા

------------------------------

લેખકઃ સંદીપ બાલકૃષ્ણન ( https://www.dharmadispatch.in/ )

અનુવાદઃ અલકેશ પટેલ

 

દરેક સાચા રાષ્ટ્રવાદી અને સનાતની ભારતીય માટે સન્માનજનક એવા સ્વામી વિવેકાનંદે સમગ્ર દેશનો પ્રવાસ ખેડીને તેમનાં વક્તવ્ય અને લખાણમાં ભારતવર્ષનું જે ચિત્ર રજૂ કર્યું હતું કંઇક એવું જ ભવ્ય કામ 20મી સદીના પ્રખર ગુજરાતી સારસ્વત કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ઇતિહાસલેખનની બાબતમાં કર્યું છે. કૂલપતિ મુનશીએ આ અંગે જે વિચાર રજૂ કર્યા અને એ દિશામાં પ્રયત્ન શરૂ કર્યા તેને દેશના સર્વશ્રેષ્ઠ વિદ્વાનોએ 11 વૉલ્યુમમાં વાસ્તવિક સ્વરૂપમાં ઢાળ્યા.

ભારતના ભૂતકાળ, સ્વરૂપ તથા નિરંતરતા અંગેના તેમના વિચારોમાં એ જ ભાવ જીવંત છે જેમાં સનાતન સભ્યતાનો જન્મ થયો હતો. તે અનુસાર આ ઇતિહાસ ભારતનાં સંતાનોએ કરેલા વર્ણન પ્રમાણેનો છે એટલું જ નહિ પરંતુ તેના આત્માને ભારતીયો જે રીતે જૂએ છે એ જ રીતે દુનિયાને પણ જોવા મળે છે. મુનશીનું આ સ્વપ્ન પૂરા 35 વર્ષે પૂર્ણ થયું હતું, પરંતુ પોતે તેને સાકાર થયેલું જોઈ શકે તે પહેલાં આ દુનિયામાંથી વિદાય થઈ ગયા હતા.

ભૂતકાળમાં નજર કરતાં એવું સમજાય છે કે ક.મા. મુનશીએ બે કારણસર ઇતિહાસલેખનનું આ ભગીરથ કામ હાથમાં લીધું હશે. એક, આ દેશ, અહીંની સંસ્કૃતિ, વારસો તથા એવી તમામ બાબતો પ્રત્યે તેમનું હૃદયપૂર્વકનું જોડાણ- જેને તેમણે સંખ્યાબંધ પુસ્તકો અને લેખો દ્વારા વાચા આપી હતી તેમજ સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેની સાથે સક્રિય રીતે જોડાયા હતા. બીજું પરિબળ ચિંતા હોઈ શકે. ચિંતા એ વાતની કે, જે પ્રકારનો ઇતિહાસ લખાઈ રહ્યો હતો તેને સાચો માની લેવામાં આવતો હતો. જદુનાથ સરકાર, આર.સી. મજુમદાર તથા બીજા જૂજ ઇતિહાસકારોને બાદ કરતાં બાકીના તમામ લેખકો પશ્ચિમી સામ્રાજ્યવાદી દૃષ્ટિકોણથી ઇતિહાસ લખતા હોવાનું મુનશી જોઈ શકતા હતા. તેમણે આવા ઇતિહાસકારોને યોગ્ય રીતે જ કહેવાતા ભારતીય ઇતિહાસકારો તરીકે ઓળખાવ્યા હતા.

કનૈયાલાલ મુનશીએ 1938માં ભારતનો વિગતવાર ઇતિહાસ લખવા માટેની રૂપરેખા તૈયાર કરી દીધી હતી. પરંતુ એ માટે વાસ્તવિક કામગીરી શરૂ થતાં છ વર્ષ નીકળી ગયાં. એ બાબતે આગળ અન્ય પ્રકરણમાં વાત કરીશું. તેમણે ભારતનો સર્વગ્રાહી ઇતિહાસ લખવાની પોતાની યોજના વિશે વિસ્તારથી સમજાવ્યું હતું :

ઇતિહાસને તેના સાચા શબ્દાર્થમાં ચરિતાર્થ કરવા માટે તેમાં દેશની મૂળભૂત પ્રજાની વાત હોવી જ જોઇએ. તેમાં એવા લોકોનાં જીવન તેમજ સિદ્ધિઓની વાત હોવી જોઇએ જેમનાં સાહસ પરંપરાની દીવાદાંડી બન્યાં હોય...એ મૂલ્યોનો સ્વીકાર અથવા પ્રતિકાર થયો હોય તથા જેના દ્વારા એક સામૂહિક આત્મબળ સર્જાયું હોય અથવા ઘડાયું હોય, એ પ્રયાસો દ્વારા લોકોમાં એક પ્રકારની સાહજિક એકતા જાગી હોય. આમ, ઇતિહાસનો કેન્દ્રીય હેતુ એવાં મૂલ્યોની તપાસ અને ઉજાગર કરવાનો હોવો જોઇએ જેણે સમયે સમયે દેશવાસીઓને તેમની સામૂહિક ચેતનાને વિકસાવવા તેમજ તેમના જીવનની વિવિધ પ્રવૃત્તિ દ્વારા તે વ્યક્ત કરવા પ્રેરિત કર્યા હોય. ભારતનો આવો ઇતિહાસ હજુ લખાવાનો બાકી છે.

1938માં રોમિલા થાપર જેવા અનૈતિક અને ચોક્કસ વિચારસરણી ધરાવતા લોકોનો હજુ ઉદય થયો નહોતો, પરંતુ મુનશી (તથા તેમના જેવા બીજા વિદ્વાનો) ને સાચા ઇતિહાસને પ્રમાણિત કરવા માટે પ્રાથમિક અને સત્તાવાર સ્રોતો મેળવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. પ્રાથમિક સ્રોતો પણ સાવ અધૂરા હતા, એટલું જ નહીં પરંતુ એ સ્રોતો વિદેશી હોવાથી તેમાં ભારતના વીર નાયકો પ્રત્યે સ્પષ્ટ પૂર્વગ્રહ દેખાઈ આવતો હતો. કનૈયાલાલ મુનશી ખેદ સાથે નોંધે છે કે, બસો વર્ષથી ભારતીયો તેમના વિશે આવો ઇતિહાસ ભણી રહ્યા હતા જેનું નિર્ધારિત પરિણામ એ આવ્યું કે જીવન પ્રત્યેનો તેમનો અભિગમ ચોક્કસ ઢાંચામાં બંધાઈ ગયો.

વાચકો ભારતમાં એલેક્ઝાન્ડરની અલ્પજીવી અને નિરર્થક ઘૂસણખોરી વિશે વાંચીને સંતોષ માની રહ્યા હતા, પરંતુ એ સમયગાળા દરમિયાન ભવ્ય સામ્રાજ્યો તેમજ ગંગાના સમગ્ર ખીણ વિસ્તારમાં આકાર લઈ રહેલી સંસ્કૃતિ વિશે સાવ અજાણ હતા. દિલ્હીના સુલતાનોના મહેલોની બિનજરૂરી વિગતો આપવામાં આવતી હતી, પરંતુ મધ્ય એશિયાના હિંસાખોર ઘૂસણખોરોનો સદીઓ સુધી વીરતાપૂર્વક સામનો કરનાર વીર સ્ત્રી-પુરુષો વિશે...1857ના ભવ્ય રાષ્ટ્રીય બળવા વિશે જે વર્ણનો હતાં તેના પરથી વાચકોને એવી જ જાણકારી મળે કે, કેવી રીતે હિંમતવાન વિદેશીઓએ ભારતને કચડી નાખ્યું હતું”! માત્ર બાહ્ય કહેવાતા ઐતિહાસિક અભ્યાસ દ્વારા જ વાચકને જાણવા મળતું હતું કે, કેવી રીતે તમામ સમુદાયના રાષ્ટ્રવાદી સ્ત્રી-પુરુષો વિદેશીઓને હાંકી કાઢવા માટે સંગઠિત થયા હતા. આપણી ભાષા તેમજ સમુદાયોના વૈવિધ્યનો વ્યાપક પ્રચાર થયો પરંતુ ભારત ખરેખર શું છે એ વિશેની સચોટ હકીકતો ઉપર સાવ ઓછો ભાર મૂકવામાં આવ્યો હતો.

સ્વતંત્રતા પછી નહેરુના દરબારી ઇતિહાસકારોએ કેવી રીતે ઇતિહાસ સાથે ચેડાં કર્યાં અને આપણી ત્રણ પેઢીને ભ્રષ્ટ કરીને ખતમ કરી નાખી એ બાબતે આપણે હવે સારી રીતે અવગત છીએ. આ સંદર્ભમાં મુનશી દ્વારા સ્થિતિ સુધારવા થયેલા પ્રયાસ ખરેખર દુરંદેશી હતાઃ

ભારતના ઇતિહાસમાં વિદેશી ઘૂસણખોરોની ભૂમિકા જે અત્યાર સુધી વધારી-ચગાવીને કહેવામાં આવી છે તેને કદ પ્રમાણે ઘટાડી દેવી જોઇએ. આ સમયગાળા દરમિયાન પ્રજા અને સંસ્કૃતિએ પોતાની મક્કમતા જાળવી રાખી હતી. વિદેશી આક્રમણ કેવી રીતે થયાં એ કંઈ ભારતનો ઇતિહાસ નથી, પરંતુ ઇતિહાસ એ છે કે  તે સમયના વીર ભારતીયોએ એ આક્રમણોનો સામનો કેવી રીતે કર્યો અને છેવટે કેવી રીતે તેમના ઉપર વિજય મેળવ્યો.

એટલું સ્પષ્ટ છે કે આવો ઇતિહાસ લખવાનો આધાર આપણો વારસાગત ઐતિહાસિક અનુભવ તથા સાંસ્કૃતિક સભાનતા છે, અને એ જ ઐતિહાસિક સામગ્રી છે. મુનશીએ આ અભિગમનો ઉપયોગ ત્રણ મુખ્ય થીમનું વર્ણન કરવા માટે કર્યો જેણે આજની તારીખ સુધી સનાતન સભ્યતાને જીવંત રાખી છે એટલું જ નહીં, તેના આધારે જ 1947માં સામ્રાજ્યવાદ સામેનું યુદ્ધ જીતી શકાયું. આ ત્રણ અભિગમ છેઃ

1. સનાતન સામાજિક માળખા વિશે ચગાવીને કહેવાયેલી તમામ ખામીઓ છતાં તેમાં ઊંડી અધ્યાત્મિકતા અને વ્યક્તિગત ધ્યેયનાં પરિબળ યથાવત્ છે. ક.મા. મુનશીના શબ્દોમાં, જીવનના ધોરણને અનુરૂપ એક એવું આદર્શ જીવન જીવવાનો આ પ્રયાસ હતો જેનાં મૂળિયાં છેક ઉપનિષદો સુધી પહોંચે છે.

2. ધર્મશાસ્ત્રો કદાચ વ્યક્તિગત અને સામાજિક ધારા-ધોરણોનો સૌથી વ્યાપક સિદ્ધાંત છે જે ત્રણ હજાર વર્ષ કરતાં વધુ સમયથી સમગ્ર માનવ સભ્યતા તેમજ તેનાં તમામ પાસાંનું ઘડતર કરે છે, તેને આકાર આપે છે, માર્ગદર્શન આપે છે તથા ટકાવી રાખે છે. આ અમૂલ્ય અને સૌથી વિશ્વસનીય પ્રાથમિક સ્રોત વિના ભારતનો સંપૂર્ણ અને સાચો ઇતિહાસ લખવાનું અશક્ય છે. અન્ય એક ઋષિતુલ્ય વ્યક્તિ પી.વી. કાણેએ આ ક્ષેત્રમાં કરેલા અભૂતપૂર્વ તથા અસામાન્ય પ્રયાસોને પણ આપણે યાદ કરવા જોઇએ.

3. સંસ્કૃત પણ એક અગત્યનું પરિબળ છે. સંસ્કૃત વિના ભારતની કોઈ ચર્ચા શક્ય જ નથી.

ભારતના ઇતિહાસ અંગેના કનૈલાલ મુનશીના આ ત્રણ મુદ્દાના અભિગમને કેન્દ્રમાં રાખીને હકીકતોની ચકાસણી કરીએ તો આપણે વાંચેલા અને ભણેલા ઇતિહાસની પોકળતા છતી થઈ જશે. આ સંદર્ભમાં કોઇપણ ઉદાહરણ લઈ લો તો તરત જ ખ્યાલ આવશે કે ચોપાનિયા લખનારા માર્ક્સવાદીઓએ શું કર્યું છે. ડી.ડી. કોસામ્બીએ પોતે સંસ્કૃત જાણતા હોવા છતાં ભગવદ્ ગીતાનું અનર્થઘટન કર્યું છે. તો સંસ્કૃત જાણ્યા વિના જ રોમિલા થાપરે પ્રાચીન ભારત વિશે આખું પાઠ્યપુસ્તક લખી નાખ્યું. સતીષચંદ્રે હિન્દુ સામાજિક વ્યવસ્થા વિશે લખતાં લખતાં એ પુરવાર કરવાનો પ્રયાસ કર્યો કે, ઇસ્લામ કેવી રીતે મુક્તિદાયક પરિબળ છે! આવાં ઉદાહરણોની યાદી અનંત છે.

ભારતના ઇતિહાસને પોસ્ટ-મોર્ટમ (ચીરફાડ)ની રીતે જોવો એ ઐતિહાસિક રીતે તદ્દન અનૈતિક અને અવૈજ્ઞાનિક છે તેવું મુનશીનું મંતવ્ય પૂર્ણ સત્ય છે. એવો અભિગમ કદાચ સંપૂર્ણ નાશ પામેલી ગ્રીક અથવા રોમન અથવા ઇજિપ્તની સંસ્કૃતિઓ વિશે ઉપયોગમાં લઈ શકાય કેમ કે, તે મૃતઃપ્રાય થઈ ચૂકી છે અને ગમે તેવા ગંભીર પ્રયાસો છતાં તેને પરત લાવી શકાય તેમ નથી.

આટલું કહીને તેઓ ઇતિહાસકારોને પ્રેરણા આપતા કહે છેઃ આધુનિક ઇતિહાસકારે ભારતનો એક જીવંત અને નિરંતર તત્વ તરીકે સ્વીકાર કરવો જ જોઇએ. એવા અભિગમ વિના ભારતને સમજવાનું શક્ય નથી, કેમ કે આજે પણ મજબૂતીથી ઊભેલો આ દેશ તેની પ્રાચીન પરંપરા સાથે એટલી જ સબળ રીતે જોડાયેલો છે.

કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આ લખ્યું ત્યારે ભારતે હજુ નવું નવું સ્વતંત્ર્ય મેળવ્યું હતું, એ સમય નવા જાગેલા આશાવાદનો હતો, ભવિષ્યને ઉન્નત બનાવવાનાં સ્વપ્ન સેવવાનો હતો. પણ તે સમયે ભારતનો સાચો ઇતિહાસ ન લખાયો અને ન ભણાવાયો તેનું એક મુખ્ય કારણ એ છે કે, આપણને સાવ સરળતાથી-સસ્તામાં સ્વતંત્રતા મળી ગઈ હતી.

(ગુજરાતી અનુવાદઃ અલકેશ પટેલ)

To read original English article, please visit - https://www.dharmadispatch.in/  

Wednesday, February 17, 2021

ટૂલકિટ ગેંગનું અસ્તિત્વ હતું જ...


ટૂલકિટ ગેંગનું અસ્તિત્વ હતું જ...
-------------------------------
-- અલકેશ પટેલ
 
#ટૂલકિંટ_ગેંગનું અસ્તિત્વ ઘણું જૂનું છે. તે સાત દાયકાથી આપણી આસપાસ હતી, આજે પણ આપણી આસપાસ જ, અહીં જ છે. (અને એમાંના કેટલાક મારી આ પોસ્ટ વાંચી રહ્યા છે એ પણ મને ખબર છે) હા, તેના નામ અલગ અલગ હતા જેમ કે, #ડાબેરી_ગેંગ #ફાઇવસ્ટાર_એક્ટિવિસ્ટ_ગેંગ #અર્બન_નક્સલી_ગેંગ #ટુકડે_ગેંગ - વગેરે.

70 વર્ષમાં, ખાસ કરીને 2014 પછી ફેર એ પડ્યો કે આપણે તમામ ગેંગને ઓળખી શક્યા. તેમના ઇરાદા કેટલા ખતરનાક છે એ આપણને ખબર પડવા લાગી. તેનું શ્રેષ દેશના મજબૂત અને સમર્થ નેતૃત્વને ફાળે જાય છે.

પણ 2014 પહેલાં આ બધી ફાઇવસ્ટાર ગેંગને અમુક સત્તાધારી પક્ષોનું, એ સત્તાધારી પક્ષોના રાજકારણીઓનું સમર્થન હતું. આ બધી ગેંગના માફિયા દિલ્હીમાં અને કેટલીક વિધાનસભામાં સત્તાની પરસાળોમાં વટથી ફરતા હતા. 2014 પહેલાં આ તમામ ગેંગ એક પ્રકારે સમાંતર સત્તા ભોગવતી હતી. તિસ્તા નામની ટુકડાવાદીને દિલ્હીમાં દૂરદર્શન કેન્દ્રની ઑફિસમાં એક અલગ કૅબિન ફાળવવામાં આવી હતી એવી નોંધ ડીડી ન્યૂઝના રાષ્ટ્રવાદી પત્રકાર અશોક શ્રીવાસ્તવે તેમના પુસ્તક (Narendra Modi CENSORED)માં કરી છે.

ટૂલકિટ ગેંગના આ માફિયાઓએ જ 2013-14માં કોમી તોફાનો વિરોધી કાયદાનો મુસદ્દો તૈયાર કર્યો હતો જેમાં દેશમાં ગમે ત્યાં, ગમે તે કોમી તોફાન થાય તો તેની જવાબદારી માત્ર હિન્દુઓ ઉપર લાદવાની જોગવાઈ હતી.

આ દેશમાં ટૂલકિટ ગેંગના ઇશારે ગણ્યા ગણાય નહીં એટલા બહુમતી વિરોધી પગલાં લેવાતાં રહ્યાં હતા અને હાલ મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, છત્તીસગઢ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, તેલંગણા અને તમિળનાડુમાં બહુમતી વિરોધી વાતાવરણ ખતરનાક રીતે હિન્દુઓને ગુંગળાવી રહ્યું છે.

દેશની સરકાર તો આ તમામ ટૂલકિટ ગેંગ સામે અડીખમ ટકી રહી છે અને પગલાં પણ લઈ રહી છે. પ્રજા તરીકે આપણે આ વાત સમજીએ અને ટુકડાવાદી ટૂલકિટ ગેંગ સ્હેજપણ સફળ ન થાય એ તકેદારી રાખીએ. સોશિયલ મીડિયાએ આપણને તક અને બળ આપ્યાં છે તેનો ઉપયોગ કરીને આપણી આસપાસની ટૂલકિટ ગેંગને ઓળખતા રહીએ...

દેશવિરોધી પરિબળોને ઉઘાડાં પાડવાનું કામ આમ તો મીડિયાનું છે, પણ અમુક બે-ચાર ગણ્યા ગાંઠ્યા મીડિયા સિવાય આ કામ કોઈ નહીં કરે, કેમ કે એ બધા પણ #જેહાદી_ગેંગથી ઘેરાયેલા છે. એટલે સંપૂર્ણ જવાબદારી ભાજપ-સંઘ-વિએચપી અને સાથે સાથે પ્રજાની આવે છે.

#પત્રકારત્વ_વિશ્વસનીયતાનો_પડકાર


Friday, January 8, 2021

આજે અમેરિકામાં જે થઈ રહ્યું છે એ કાલે ભારતમાં પણ થઈ શકે છે


 

#વિચારમંથન
------
અમેરિકી સંસદભવનમાં હિંસા જોઇને અનેક લોકો આઘાતમાં સરી પડ્યા છે.
સામાન્ય નાગરિકો ઉપરાંત અખબાર, ટીવી, સમાચાર પોર્ટલ સહિત તમામ મીડિયા... બધા એક સાથે શૅઇમ-શૅઇમ કરી રહ્યા છે. બરાબર છે. સૌથી જૂની લોકશાહીના નામે ચરી ખાતા અમેરિકામાં આવી ઘટના શૅઇમજનક અને શરમફૂલ જ છે...પણ પણ પણ ---
પણ... આ શૅઇમ-શૅઇમ કરી રહેલા હરખપદુડાઓને ખબર છે ખરી કે આવી સ્થિતિનું નિર્માણ કેમ થયું?
🎯 આવી સ્થિતિનું નિર્માણ એટલા માટે થયું કે, છેલ્લા ચાર વર્ષમાં હિંસાખોર ડાબેરીઓ, જેહાદીઓ અને એમના ઉપર નભતા ડેમોક્રેટ પક્ષે પ્રમુખ ટ્રમ્પને એક દિવસ માટે શાંતિથી જીવવા નથી દીધા.
🎯 આવી સ્થિતિનું નિર્માણ એટલા માટે થયું કે, હિંસાખોર ડાબેરીઓ, જેહાદીઓ તેમજ એ માનસિકતાને રોજેરોજ ખાતર-પાણી આપતા દુનિયાભરના મીડિયાએ પ્રમુખ ટ્રમ્પના તમામ રાષ્ટ્રવાદી પગલાંનો હિંસક વિરોધ કર્યો છે. પણ કમનસીબે દુનિયાને એ હિંસા કદી દેખાઈ નહીં, આજે બધા જ છાપરે ચઢીને છાજિયાં લે છે.
🎯 ટ્રમ્પના પૂતળાને જાહેર રસ્તા ઉપર ફેરવીને તેની પૂંઠ ઉપર લાતો મારાતા અમેરિકી નાગરિકો શું લોકશાહીના સર્વોચ્ચ રક્ષકો હતા? નકલી અમેરિકી ડૉલરની નોટ વટાવવાનો પ્રયાસ કરનાર એક અશ્વેત પકડાયો અને પોલીસ અધિકારીની ભૂલથી મૃત્યુ પામ્યો એમાં અનેક મહિના સુધી #બ્લેક_લાઇવ્સ_મૅટરના નામે ભયંકર હિંસા અને લૂંટફાટ કરનારા અમેરિકી નાગરિકો શું લોકશાહીના સર્વોચ્ચ રક્ષકો હતા?
🎯 આ લાલબત્તી 🛑 એટલા માટે ધરું છું કે, ભારત દેશ 2014 પછી દર વર્ષે એક વખત આ સ્થિતિ જોઈ રહ્યો છે. ગુજરાતનું પાટીદાર અનામત આંદોલન હોય કે અખલાકના નામે કરવામાં આવેલું લઘુમતી રાજકારણ હોય, રોહિત વેમુલાના નામે કરવામાં આવેલું દલિત રાજકારણ હોય કે પછી ગૌરક્ષકોના નામે સમગ્ર હિન્દુ સમાજને અસહિષ્ણુ ચીતરી દેવાનું કાવતરું હોય, કમલેશ તિવારી, દિલ્હીના ડૉક્ટર નારંગ, ત્રિરંગાયાત્રાએ નીકળેલો ચંદન હોય કે પછી પાલઘરના સાધુઓ હોય, શાહીનબાગ ઘેરાવ હોય કે ખેડૂત આંદોલનના નામે જે કંઈ થઈ રહ્યું છે તે હોય... હિંસાખોર ડાબેરીઓની દિગ્દર્શન હેઠળ થઈ રહેલી આ બધી હિંસાને બદમાશ અને એજન્ડાધારી મીડિયા કે કથિત બુદ્ધિજીવીઓ અથવા વગદાર હિન્દુવાદીઓ નાની ઘટનાઓ ગણીને હાલ ઉપેક્ષા કરે છે...પણ હવે અમેરિકી સંસદ અને અમેરિકી શેરીઓમાં જે દૃશ્યો જોવા મળે છે તેને જોઇને સાવધાન થવાની જરૂર છે. સાયલન્ટ બહુમતી ગમેત્યારે હિંસક બની શકે છે, એ વાત બુદ્ધિવિનાના પત્રકારો અને કાવતરાંખોર તંત્રીઓને કદી સમજાતી નથી હોતી.
🎯 હિંસાખોર ડાબેરીઓના માર્ગદર્શન હેઠળ ભારત વિરોધી તત્વોએ નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ સહિત તમામ લોકપ્રિય અને સક્ષમ નેતાઓનું ભયંકર અંગત અપમાન લગભગ રોજેરોજ કરવામાં આવે છે.
🎯  છેલ્લા થોડા દિવસથી તામિલનાડુમાં મંદિરો અને ભગવાનની મૂર્તિઓ તોડવામાં આવી રહી છે, અને એ હિંસા હિંસાખોર ડાબેરીઓ, જેહાદી મીડિયાને કેમ દેખાતી નથી?અલકેશ

Saturday, January 2, 2021

कहां अटकी पडी है हिन्दू बुद्धिजीवीओं की ट्रेन?


 

--- लैफ्ट के जेहादीओं से बनी टुकडे टुकडे गेंग को दिन-रात कोसने वाले हिन्दू बुद्धिजीवी उन्हीं जेहादीओं की मोडस ओपरेंडी को क्यों नहीं समजते? क्यों यह हिन्दू बुद्धिजीवी फूफा की मानसिकता से बाहर नहीं आते?

----------------------------------------------

n  अलकेश पटेल

 

भगवान श्रीकृष्ण सबसे शक्तिशाली थे। वह चाहते तो, न तो द्रौपदी का चीरहरण होता और ना ही महाभारत। श्रीराम अवतार थे। वह चाहते तो, न माता सीता का अपहरण होता और ना ही लंकेश के साथ युद्ध करना पडता। फिर भी यह सब कुछ हुआ। क्यों हुआ? श्रीकृष्ण और श्रीराम चाहते थे कि सभी मनुष्य अपनी अपनी शक्ति पहचाने और अपना अपना काम करें।

सृष्टि का हर जीव अपने जीवन के लिए और अपने बचाव के लिए संघर्ष करता है। कोई एक दूसरे पर आश लगाए बैठा नहीं रहता। क्यों?

हमारे धर्मशास्त्र भी हजारों उदाहरणों से समजाते है कि, दूसरों के उपर आश लगाए बैठे रहने के बजाय, दूसरों को कोसते रहने के बजाय तुम अपना काम करो।

लेकिन इसमें से किसी भी बात हमारे हिन्दू बुद्धिजीवी समज नहीं पाते है।

हिन्दू बुद्धिजीवीओं की ट्रेन वैसे तो बहुत लम्बी और मजबूत है। वह चाहे तो ऐसा रास्ता तय कर सकती है जहां तक कोई नहीं पहुँच सकता। यह ट्रेन उतने लोगों को अपने साथ ले सकती है जीतने लोगों की तो पोपुलेशन कईं सारे देशों की नहीं है। लेकिन यह ट्रेन स्टेशन के यार्ड में पडी है। दशकों से यह ट्रेन बस यही इंतजार में है कि कोई आए और उसे अपने कंधे पर उठा कर चले। यह बडी और शक्तिशाली ट्रेन खुद चलना नहीं चाहती। सिर्फ यार्ड में बैठे बैठे हिन्दू नेताओं, हिन्दू राजनैतिक पार्टीयां, हिन्दू संगठन – सभी को कोसती रहती है कि यह लोग उनको कंधे पे उठा के चलते क्यों नहीं?

हिन्दू बुद्धिजीवी 2014 से कुछ ज्यादा ही संवेदनशील हो गए है। वह अपनी जानकारी पर, अपने ज्ञान पर खुद ही मुग्ध है। वह ऐसा मानते है और लिखते रहते है कि बीजेपी और संघ के नेताओं को उनके पास सुबह-शाम हाजरी लगानी चाहिए और उनको कंधे पर उठाके चलना चाहिए।

लेकिन ऐसा हो नहीं रहा। बीजेपी शासन में व्यस्त है, और संघ अपना काम कर ही रहा है। बीजेपी को अनेकों हमले झेलने है। उसे शासन में भी ध्यान देना है और लैफ्ट के जेहादीओं से भरे ऐडमिनिस्ट्रेशन पर भी नजर रखनी है। बीजेपी सरकार को विदेश नीति भी संभालनी है और शाहीनबाग और कथित-किसान आंदोलन से भी निपटना है।

 

हिन्दू बुद्धिजीवीओं को फूफा की मानसिकता छोडनी पडेगी

 

फिर भी गुजरात में और राष्ट्रीय स्तर पर पीछले छह वर्ष से मैं ऐसे हिन्दूवादीओं को देख रहा हूँ, सून रहा हूँ – जो भाजपा और मोदी को कोसते रहते है। शायद मोदी को सीधे सीधे नहीं कोसते लेकिन भाजपा से उस तरह नाराज रहते है जैसे शादी वाले घर में फूफा!

यह सभी हिन्दू बुद्धिजीवी फूफा - कहीं पत्रकार है, कहीं लेखक है, कहीं स्तंभकार है, कहीं टीवी में एक्सपर्ट के रूप में बैठे है। सभी मंच पर भाजपा, संघ और हिन्दू समाज के पक्ष में दबे स्वर में बोलने के बाद, लिखने के बाद ऐसा मान लेते है कि अभी भाजपा और संघ वाले आएंगे और उन्हें कंधे पर बैठाकर लाड लडाएंगे, सोने की थाली में खाना देंगे, कहीं किसी समिति में शामिल कर लेंगे, कहीं किसी कंपनी में डिरेक्टर बना देंगे, कोई संस्था का अध्यक्ष बना देंगे। और ऐसा नहीं होने पर भाजपा और संघ को कोसने लगेंगे, साथ ही भाजपा और संघ के प्रति सम्मान रखने वाले अन्य हिन्दूओं को भक्त और अंध-भक्त के संबोधित भी करेंगे, जो काम लैफ्ट जेहादीयों की गिरोह करती है।

 

आशा करोगे तो निराशा तो मिलनी ही है

 

मैं यह बात खास करके मेरे गुजराती लेखों में कम से कम दस वर्ष से लगातार कह रहा हूं की जो भी लोग भारतवर्ष और सनातन का भला चाहते है वह अपने अपने स्तर पर, अपनी अपनी शक्ति के मुताबिक काम करते रहे। ऐसा काम करते समय भाजपा या संघ या दूसके किसी पर आश लगाए बैठे रहने की जरूरत नहीं है। आशा करोगे तो निराशा अवश्य मिलनी ही है।

लेकिन मेरी बातों का अभी तक ज्यादा असर नहीं हुआ। कारण यह है कि, हिन्दु बुद्धिजीवी असल में खुद कुछ काम करना नहीं चाहते। वह सिर्फ ऐसा मान कर चलते है कि उनके बोलने से, लिखने से सब कुछ ठीक हो जाऐगा।

सबसे बडी कमनसीबी यह है कि इस तरह के हिन्दू बुद्धिजीवीओं को न तो घरेलु समस्याओं और राजनीति के बीच के रिश्ते के बारे में पता है, और न ही उन्हें जीओ-पोलिटिक्स के बारे में।

इस तरह के हिन्दू बुद्धिजीवी लैफ्ट के जेहादीओं से यह बात सीखने को तैयार नहीं है कि सरकार या संगठन की टीकाएँ करने के बजाय सामने से उनके पास जा कर उनके काम में सहयोग करें। लैफ्ट और मिशनरी जेहादीओं ने कभी कांग्रेस सरकारों की और कांग्रेस पार्टी की टीकाएँ नहीं की है, क्या यह बात हिन्दू बुद्धिजीवी देख और समज नहीं पाते?

सच तो यह है कि हिन्दु बुद्धिजीवीओं को अपनी मुग्धता से नीचे उतर कर सरकार, पार्टी और सामान्य जनता के साथ काम करना चाहिए। (लैफ्ट और मिशनरी जेहादी उनके खेमें मे यही करते है)

इस तरह के हिन्दू बुद्धिजीवीओं को यह बात समझनी ही पडेगी कि उनके लिख देने से, उनके बोल देने से परिवर्तन नहीं आ जाता। खुद काम करने से परिवर्तन होता है। आपका लिखा हुआ और आपका बोला हुआ 200 – 500 - 1000 लोग पढते-सुनते है। और यह लोग भी आप की एक ही बात बार-बार सुनने के बाद उब जाते है, और वह संख्य कम होती जाती है। उससे विरुद्ध लैफ्ट-मिशनरी जेहादी उनसे सहानुभूति रखनेवाली सरकार के पास जा कर बैठते है, उनसे सहानुभूति रखनेवाली राजनैतिक पार्टी के पास जा कर बैठते है, उनसे सहानुभूति रखनेवाली जनता के बीच जा कर बैठते है – और उस तरह उनका दबदबा बना रहता है, उनका इको-सिस्टम बना रहता है और तब जा कर पद मिलते है, या फिर अपने मन चाहे काम करवा सकते है।

टीका-टिप्पणीयाँ करने से कुछ हासिल नहीं होगा। आपको कुछ भी बदलाव लाना है, आप कुछ भी बदलाव चाहते है तो उसमें शामिल होना ही पडेगा। और शामिल नहीं हो सकते हो तो टीका-टिप्पणीयाँ करके हिन्दूओं में फूट डालना बंद करो। अगर आपको लगता है कि हर समय पार्टी और संगठन को गाली देने से सब कुछ ठीक हो जाऐगा, तो मुझे बजे दुख के साथ कहना पडता है कि आपकी बुद्धिमत्ता पूरी बेकार है।

अगर आप सही में परिवर्तन चाहते है तो मोदी सरकार ने बहुत सारे संकेत दिए है। अगर वह संकेत समझ नहीं सकते हो तो आपका कुछ नहीं हो सकता। हरि ओम।