Wednesday, February 17, 2021
ટૂલકિટ ગેંગનું અસ્તિત્વ હતું જ...
Friday, January 8, 2021
આજે અમેરિકામાં જે થઈ રહ્યું છે એ કાલે ભારતમાં પણ થઈ શકે છે
Saturday, January 2, 2021
कहां अटकी पडी है हिन्दू बुद्धिजीवीओं की ट्रेन?
--- लैफ्ट के जेहादीओं से बनी टुकडे टुकडे गेंग को दिन-रात कोसने वाले हिन्दू बुद्धिजीवी उन्हीं जेहादीओं की मोडस ओपरेंडी को क्यों नहीं समजते? क्यों यह हिन्दू बुद्धिजीवी फूफा की मानसिकता से बाहर नहीं आते?
----------------------------------------------
n अलकेश पटेल
भगवान श्रीकृष्ण सबसे शक्तिशाली थे। वह चाहते तो, न तो द्रौपदी का चीरहरण होता और ना ही महाभारत। श्रीराम अवतार थे। वह चाहते तो, न माता सीता का अपहरण होता और ना ही लंकेश के साथ युद्ध करना पडता। फिर भी यह सब कुछ हुआ। क्यों हुआ? श्रीकृष्ण और श्रीराम चाहते थे कि सभी मनुष्य अपनी अपनी शक्ति पहचाने और अपना अपना काम करें।
सृष्टि का हर जीव अपने जीवन के लिए और अपने बचाव के लिए संघर्ष करता है। कोई एक दूसरे पर आश लगाए बैठा नहीं रहता। क्यों?
हमारे धर्मशास्त्र भी हजारों उदाहरणों से समजाते है कि, दूसरों के उपर आश लगाए बैठे रहने के बजाय, दूसरों को कोसते रहने के बजाय तुम अपना काम करो।
लेकिन इसमें से किसी भी बात हमारे हिन्दू बुद्धिजीवी समज नहीं पाते है।
हिन्दू बुद्धिजीवीओं की ट्रेन वैसे तो बहुत लम्बी और मजबूत है। वह चाहे तो ऐसा रास्ता तय कर सकती है जहां तक कोई नहीं पहुँच सकता। यह ट्रेन उतने लोगों को अपने साथ ले सकती है जीतने लोगों की तो पोपुलेशन कईं सारे देशों की नहीं है। लेकिन यह ट्रेन स्टेशन के यार्ड में पडी है। दशकों से यह ट्रेन बस यही इंतजार में है कि कोई आए और उसे अपने कंधे पर उठा कर चले। यह बडी और शक्तिशाली ट्रेन खुद चलना नहीं चाहती। सिर्फ यार्ड में बैठे बैठे हिन्दू नेताओं, हिन्दू राजनैतिक पार्टीयां, हिन्दू संगठन – सभी को कोसती रहती है कि यह लोग उनको कंधे पे उठा के चलते क्यों नहीं?
हिन्दू बुद्धिजीवी 2014 से कुछ ज्यादा ही संवेदनशील हो गए है। वह अपनी जानकारी पर, अपने ज्ञान पर खुद ही मुग्ध है। वह ऐसा मानते है और लिखते रहते है कि बीजेपी और संघ के नेताओं को उनके पास सुबह-शाम हाजरी लगानी चाहिए और उनको कंधे पर उठाके चलना चाहिए।
लेकिन ऐसा हो नहीं रहा। बीजेपी शासन में व्यस्त है, और संघ अपना काम कर ही रहा है। बीजेपी को अनेकों हमले झेलने है। उसे शासन में भी ध्यान देना है और लैफ्ट के जेहादीओं से भरे ऐडमिनिस्ट्रेशन पर भी नजर रखनी है। बीजेपी सरकार को विदेश नीति भी संभालनी है और शाहीनबाग और कथित-किसान आंदोलन से भी निपटना है।
हिन्दू बुद्धिजीवीओं को फूफा की मानसिकता छोडनी पडेगी
फिर भी गुजरात में और राष्ट्रीय स्तर पर पीछले छह वर्ष से मैं ऐसे हिन्दूवादीओं को देख रहा हूँ, सून रहा हूँ – जो भाजपा और मोदी को कोसते रहते है। शायद मोदी को सीधे सीधे नहीं कोसते लेकिन भाजपा से उस तरह नाराज रहते है जैसे शादी वाले घर में फूफा!
यह सभी हिन्दू बुद्धिजीवी फूफा - कहीं पत्रकार है, कहीं लेखक है, कहीं स्तंभकार है, कहीं टीवी में एक्सपर्ट के रूप में बैठे है। सभी मंच पर भाजपा, संघ और हिन्दू समाज के पक्ष में दबे स्वर में बोलने के बाद, लिखने के बाद ऐसा मान लेते है कि अभी भाजपा और संघ वाले आएंगे और उन्हें कंधे पर बैठाकर लाड लडाएंगे, सोने की थाली में खाना देंगे, कहीं किसी समिति में शामिल कर लेंगे, कहीं किसी कंपनी में डिरेक्टर बना देंगे, कोई संस्था का अध्यक्ष बना देंगे। और ऐसा नहीं होने पर भाजपा और संघ को कोसने लगेंगे, साथ ही भाजपा और संघ के प्रति सम्मान रखने वाले अन्य हिन्दूओं को भक्त और अंध-भक्त के संबोधित भी करेंगे, जो काम लैफ्ट जेहादीयों की गिरोह करती है।
आशा करोगे तो निराशा तो मिलनी ही है
मैं यह बात खास करके मेरे गुजराती लेखों में कम से कम दस वर्ष से लगातार कह रहा हूं की जो भी लोग भारतवर्ष और सनातन का भला चाहते है वह अपने अपने स्तर पर, अपनी अपनी शक्ति के मुताबिक काम करते रहे। ऐसा काम करते समय भाजपा या संघ या दूसके किसी पर आश लगाए बैठे रहने की जरूरत नहीं है। आशा करोगे तो निराशा अवश्य मिलनी ही है।
लेकिन मेरी बातों का अभी तक ज्यादा असर नहीं हुआ। कारण यह है कि, हिन्दु बुद्धिजीवी असल में खुद कुछ काम करना नहीं चाहते। वह सिर्फ ऐसा मान कर चलते है कि उनके बोलने से, लिखने से सब कुछ ठीक हो जाऐगा।
सबसे बडी कमनसीबी यह है कि इस तरह के हिन्दू बुद्धिजीवीओं को न तो घरेलु समस्याओं और राजनीति के बीच के रिश्ते के बारे में पता है, और न ही उन्हें जीओ-पोलिटिक्स के बारे में।
इस तरह के हिन्दू बुद्धिजीवी लैफ्ट के जेहादीओं से यह बात सीखने को तैयार नहीं है कि सरकार या संगठन की टीकाएँ करने के बजाय सामने से उनके पास जा कर उनके काम में सहयोग करें। लैफ्ट और मिशनरी जेहादीओं ने कभी कांग्रेस सरकारों की और कांग्रेस पार्टी की टीकाएँ नहीं की है, क्या यह बात हिन्दू बुद्धिजीवी देख और समज नहीं पाते?
सच तो यह है कि हिन्दु बुद्धिजीवीओं को अपनी मुग्धता से नीचे उतर कर सरकार, पार्टी और सामान्य जनता के साथ काम करना चाहिए। (लैफ्ट और मिशनरी जेहादी उनके खेमें मे यही करते है)
इस तरह के हिन्दू बुद्धिजीवीओं को यह बात समझनी ही पडेगी कि उनके लिख देने से, उनके बोल देने से परिवर्तन नहीं आ जाता। खुद काम करने से परिवर्तन होता है। आपका लिखा हुआ और आपका बोला हुआ 200 – 500 - 1000 लोग पढते-सुनते है। और यह लोग भी आप की एक ही बात बार-बार सुनने के बाद उब जाते है, और वह संख्य कम होती जाती है। उससे विरुद्ध लैफ्ट-मिशनरी जेहादी उनसे सहानुभूति रखनेवाली सरकार के पास जा कर बैठते है, उनसे सहानुभूति रखनेवाली राजनैतिक पार्टी के पास जा कर बैठते है, उनसे सहानुभूति रखनेवाली जनता के बीच जा कर बैठते है – और उस तरह उनका दबदबा बना रहता है, उनका इको-सिस्टम बना रहता है और तब जा कर पद मिलते है, या फिर अपने मन चाहे काम करवा सकते है।
टीका-टिप्पणीयाँ करने से कुछ हासिल नहीं होगा। आपको कुछ भी बदलाव लाना है, आप कुछ भी बदलाव चाहते है तो उसमें शामिल होना ही पडेगा। और शामिल नहीं हो सकते हो तो टीका-टिप्पणीयाँ करके हिन्दूओं में फूट डालना बंद करो। अगर आपको लगता है कि हर समय पार्टी और संगठन को गाली देने से सब कुछ ठीक हो जाऐगा, तो मुझे बजे दुख के साथ कहना पडता है कि आपकी बुद्धिमत्ता पूरी बेकार है।
अगर आप सही में परिवर्तन चाहते है तो मोदी सरकार ने बहुत सारे संकेत दिए है। अगर वह संकेत समझ नहीं सकते हो तो आपका कुछ नहीं हो सकता। हरि ओम।
Saturday, October 3, 2020
ભાગ-2: દિલ્હીનાં તોફાનઃ એ સત્ય- જે મીડિયા તમને કહેતું નથી
– “દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી” પુસ્તક સમીક્ષા (ભાગ-2)
------------------------
ગઇકાલે (02-10-2020, શુક્રવાર) આ પુસ્તક પરિચયનો પહેલો ભાગ મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર મૂક્યા પછી ઘણા વડીલો તથા મિત્રોએ ખૂબ આવકાર આપ્યો, એટલું જ નહીં પરંતુ આ પુસ્તક વિશે શક્ય તેટલું વધારે લખવા આગ્રહ કર્યો છે. એ દિશામાં ચોક્કસ હકારાત્મક વિચાર કરીશ.
----------------------------------------------
n અલકેશ પટેલ
“દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી” પુસ્તક પરિચયના પહેલા ભાગમાં ગઇકાલે આપણે શાહીન બાગ અને દિલ્હીનાં તોફાનો તરફ દોરી ગયેલા ઘટનાક્રમ વિશે વાત કરી. >> https://keshav2907.blogspot.com/2020/10/blog-post.html << હવે આજે જોઇએ કે, એ તોફાન કોણે કરાવ્યાં? તેમાં કોણ-કોણ સામેલ હતા? કોને કોને નુકસાન થયું? કોણે કોણે વરવી ભૂમિકા ભજવી?
ફેબ્રુઆરી 2020ના અંતમાં ત્રણ દિવસ સુધી દિલ્હીમાં તોફાન થતાં રહ્યાં. (1) “આ તોફાન પૂર્વયોજિત હતાં.” (2) “આ તોફાન દેશ વિરોધી હતાં.” (3) “આ તોફાનના કાવતરામાં જેહાદીઓ તથા અર્બન નક્સલીઓ સામેલ હતા” – એમ ત્રણ બાબત સ્પષ્ટ રીતે અને ભારપૂર્વક પ્રસ્થાપિત થાય છે.
નોંધપાત્ર બાબત એ છે કે, ત્રણે લેખકોએ આ તોફાનો અંગે પૂરતું સંશોધન કર્યું છે. લેખકો ઉપરાંત તેમની ટીમના સભ્યો અસરગ્રસ્ત વિસ્તારોમાં ફર્યાં છે, અસરગ્રસ્તો સાથે વાત કરી છે, જેહાદી ટોળાનો ભોગ બનેલા પોલીસ અધિકારીઓનાં નિવેદન પણ આ પુસ્તકમાં ટાંકવામાં આવ્યાં છે.
પુસ્તકમાં કુલ આઠ પ્રકરણ છે તથા પાંચ પરિશિષ્ઠ (Annexure) છે જેમાં તમામ દસ્તાવેજ અને પુરાવા આપવામાં આવ્યા છે. ત્રણે મહિલા લેખક પૈકી એક સુપ્રીમ કોર્ટનાં વકીલ તથા બે શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલાં છે તેથી તેમનું પ્રોફેશનાલિઝમ પુસ્તકમાં સ્પષ્ટ વર્તાય છે.
પ્રથમ પ્રકરણમાં દિલ્હીનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. તેનું કારણ એ છે કે આટલી સદીમાં દિલ્હીનો વિસ્તાર કેવી રીતે થયો અને ક્યાંથી-કોણ-ક્યારે આવીને વસ્યા તેની માહિતી મળે. સાથે ડેમોગ્રાફી વિશે જાણકારી મળે. શાહીન બાગ અને તેની સાથે સંકળાયેલી હિંસા અંગે લેખકોએ આ પ્રકરણમાં વિસ્તારથી લખ્યું છે. લેખકો બહુ સચોટ રીતે કહે છે કે, મુસ્લિમોના દેખાવોમાં અગાઉ કદી મહિલાઓ અગ્રસ્થાને રહેતી નહોતી. પરંતુ CAA-વિરોધી દેખાવો તથા ત્યારબાદ થયેલી હિંસામાં મુસ્લિમ મહિલાઓ પહેલી હરોળમાં હતી.
શાહીન બાગનું જે નાટક ચાલતું હતું ત્યારે આખા દેશે ટીવી ઉપર જોયું છે કે મહિલાઓ ચોવીસે કલાક ત્યાં બેસી રહેતી હતી અને તેમની સાથે નાનાં બાળકો પણ હતાં. ભારત માટે આ નવી પેટર્ન હતી અને લેખકોએ આશંકા વ્યક્ત કરી છે કે, દેખાવો-હિંસાનું આ મોડેલ ડાબેરી હિંસાખોર માનસિકતાનું મોડેલ છે. અને ડિસેમ્બરથી માર્ચ સુધી આખા દેશમાં જે CAA-વિરોધી વાતાવરણ હતું તેમાં આ હિંસક અર્બન નક્સલ ડાબેરીઓની હાજરી સતત વર્તાતી હતી.
બીજા પ્રકરણને શહેરી નક્સલવાદ અને જિહાદ- એવું શીર્ષક આપવામાં આવ્યું છે અને પ્રારંભમાં જ કોંગ્રેસના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે 2006માં –દેશ માટે નક્સલવાદ કેટલો જોખમી છે- એ વિશે કરેલું નિવેદન મૂક્યું છે. ભારતમાં ખાસ કરીને “નક્સલી હિંસા” તેમજ જેહાદી હિંસાને સમજવા માટે આ પ્રકરણ અત્યંત અગત્યનું છે.
ડાબેરી પક્ષોને, ડાબેરી વિચારકોને, ડાબેરી પ્રોફેસરોને, ડાબેરી શિક્ષકોને, ડાબેરી કલાકારોને, ડાબેરી મીડિયાકર્મીઓને- ભારત માટે હાડોહાડ ઈર્ષા છે. તેઓ ભારતને નફરત કરે છે. સનાતન સંસ્કૃતિ અને હિન્દુ સંગઠનો કે હિન્દુવાદી પક્ષોને આ ડાબેરીઓ ધિક્કારે છે અને તેથી તેને ખતમ કરવા તેમજ બદનામ કરવા સતત પ્રયત્નશીલ રહે છે. ડાબેરી પક્ષોએ ભારતની વિરુદ્ધમાં તૈયાર કરેલી વ્યૂહરચનાને આ પુસ્તકના લેખકોએ આ બીજા પ્રકરણમાં ડાબેરીઓના જ દસ્તાવેજોનો હવાલો આપીને ખુલ્લી પાડી છે. દરેક રાષ્ટ્રવાદી નાગરિકે આ વાત વાંચવી, સમજવી જોઇએ અને દેશનું ભવિષ્ય બચાવવા માગતા હોવ તો ડાબેરી કાવતરાંથી ચેતી જવું જોઇએ.
ત્રીજા પ્રકરણમાં દિલ્હીમાં તોફાનો કરવા માટે અને તેમાંય ખાસ કરીને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન જ હિંસા થાય એ માટે કોણે-કોણે અને કેવી રીતે કાવતરું કર્યું તેની તબક્કાવાર વિગતો આપવામાં આવી છે. ડાબેરી અને જેહાદી તત્વો માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ તોફાનો થાય એ માટે કેવી રીતે આયોજન કરતા હતા તેની વિગતો આંખ ઉઘાડનારી અને ચિંતાજનક છે.
ચોથું પ્રકરણ આપણી યુવાપેઢી, વિદ્યાર્થી સમુદાય માટે વિશેષ અગત્યનું છે. આ પ્રકરણમાં લેખકો જેએનયુ, દિલ્હી યુનિવર્સિટી, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સહિત દેશમાં ડાબેરીઓ અને લઘુતીઓના કબજા હેઠળની શૈક્ષણિક સંસ્થાઓમાં કેવી રીતે કટ્ટરવાદનાં બીજ રોપાય છે તેની વિગતો આપી છે. આ તમામ સ્થળે CAA-વિરોધી આંદોલન-દેખાવો અને ત્યારબાદ હિંસાના આયોજન કરવામાં આવ્યા હતા.
પાંચમાં પ્રકરણમાં શાહીન બાગને કોમી ધ્રુવીકરણ તથા હિંસાના મોડેલ તરીકે કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવ્યું તેનું ખૂબ વિસ્તારથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અને તેમાં વિશેષ કરીને જેહાદી સંગઠનોની સાથે સાથે અર્બન નક્સલી મોડેલ કેવી રીતે મિક્સ કરવામાં આવ્યું તે જાણવા અને સમજવા જેવું છે. આ મોડેલ યોગ્ય રીતે જાણશો તો તમારા શહેર-વિસ્તારમાં આવી કોઈ પ્રવૃત્તિઓ થતી હશે તો તમને તરત ખ્યાલ આવી શકશે.
છઠ્ઠા પ્રકરણમાં 23-24-25 ફેબ્રુઆરી, 2020 દરમિયાન થયેલાં તોફાનોની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. મુસ્લિમ મહિલાઓની આગેવાની હેઠળ જેહાદી ટોળાં કેવી રીતે સરકારી મિલકતો, પોલીસનાં વાહનો તેમજ પોલીસને ખુદને નિશાન બનાવી રહ્યાં હતાં તેનું વર્ણન કોઇપણ સંવેદનશીલ વ્યક્તિને ધ્રુજાવી દે એવું છે.
આ પુસ્તક દ્વારા એક મહત્ત્વનો મુદ્દો પ્રથમ વખત ઉજાગર થાય છે કે, એજન્ડા ધરાવતા મીડિયા દ્વારા શાહીન બાગ સહિત દેશમાં ઠેરઠેર CAA-વિરોધી દેખાવોને “શાંતિપૂર્ણ” હોવાનું ખોટું વાજું વગાડવામાં આવતું હતું. પણ ડિસેમ્બર-2019થી ફેબ્રુઆરી-2020 સુધી હિંસાની 11 ઘટના બની હોવાની નોંધ અહીં પુસ્તકમાં છે. એ સિવાય 23થી 25 ફેબ્રુઆરીના ભયંકર તોફાનો તો અલગ!
સાતમા પ્રકરણમાં સમગ્ર ઘટનાક્રમનો સાર છે તથા આઠમા પ્રકરણમાં સાક્ષીઓના ઇન્ટર્વ્યુ તથા અન્ય અસરગ્રસ્તોના ઇન્ટર્વ્યુ છે.
સર્વગ્રાહી રીતે આ પુસ્તક એક એવો દસ્તાવેજ છે જે દરેક રાષ્ટ્રવાદી નાગરિકે વાંચવો જોઇએ અને ભવિષ્યમાં ડાબેરી-જેહાદી તત્વો દ્વારા ઊભા થનાર જોખમ સામે સાવધ થઈ જવું જોઇએ.#અલકેશપટેલ
પુસ્તકઃ “દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી”
લેખકોઃ મોનિકા અરોરા, સોનાલી ચિતલકર, પ્રેરણા મલ્હોત્રા
પ્રકાશકઃ ગરુડ પ્રકાશન, ગુરુગ્રામ, ભારત.
કિમતઃ રૂપિયા 299/-
પૃષ્ઠ સંખ્યાઃ 175
(આ પુસ્તક હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ છે)
(આ લેખના પ્રથમ ભાગની લિંક >>> https://keshav2907.blogspot.com/2020/10/blog-post.html
Friday, October 2, 2020
દિલ્હીનાં તોફાનઃ એ સત્ય- જે મીડિયા તમને કહેતું નથી
– “દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી” પુસ્તક સમીક્ષા
------------------------
પુસ્તકઃ “દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી”
લેખકોઃ મોનિકા અરોરા, સોનાલી ચિતલકર, પ્રેરણા મલ્હોત્રા
પ્રકાશકઃ ગરુડ પ્રકાશન, ગુરુગ્રામ, ભારત.
કિમતઃ રૂપિયા 299/-
----------------------------------------------
n અલકેશ પટેલ
શાહીન બાગ.
15 ડિસેમ્બર, 2019થી શરૂ કરીને 26 માર્ચ, 2020ના રોજ કોરોના લૉકડાઉન થયું ત્યાં સુધી...અને ત્યારપછી પણ ઘણા દિવસ સુધી સવાર-બપોર-સાંજ ચોવીસે કલાક દેશના દરેક નાગરિકના આંખ-કાન ઉપર અથડાતું રહેલું નામ એટલે શાહીન બાગ!
દિલ્હીનો એ વિસ્તાર જ્યાં અર્બન નક્સલવાદીઓની મદદથી મુસ્લિમોએ, ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ તથા બાળકોએ ત્રણ મહિના સુધી કબજો જમાવી દીધો હતો અને તેને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લાખો લોકોનું જીવન નર્ક સમાન બનાવી દીધું હતું. એ વિસ્તારના ધંધા-રોજગાર પડી ભાંગ્યા હતા. એ વિસ્તારની હૉસ્પિટલો સુધી દર્દી પહોંચી નહોતા શકતા. દિવસના 12-12, 14-14 કલાક સુધી એ સ્થળેથી માઇક ઉપર ભારત વિરોધી, સરકાર વિરોધી, હિન્દુઓ વિરોધી સૂત્રોચ્ચાર થયા કરતા હતા.
આ વિરોધ પ્રદર્શનનું કારણ શું હતું?
કારણ નાગરિકતા સંશોધન કાયદો (CAA) હતો.
આ કાયદો શું છે?
આ કાયદો ભારતના ત્રણ ઇસ્લામિક પાડોશી દેશ- અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં “ત્યાંની લઘુમતી” અર્થાત હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી તથા ખ્રિસ્તીઓ સાથે થઈ રહેલા અત્યાચાર અને અન્યાયથી બચવા તેઓ ભારત આવી ગયા હોય તો તેમને ભારતનું નાગરિકત્વ આપવું. આવું નાગરિકત્વ આપવાનો કાયદો તો અસ્તિત્વમાં હતો જ, માત્ર તેમાં સુધારો એટલો કરવામાં આવ્યો કે, આ નાગરિકોને (જે 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારતમાં આવી ગયા હોય) તેમને તત્કાળ નાગરિકત્વ આપવું. અગાઉ એ લોકો 14 વર્ષ ભારતમાં રહ્યા હોય પછી નાગરિકત્વ મળતું, જેમાં સુધારો કરી રોકાણનો ગાળો પાંચ વર્ષ કરવામાં આવ્યો.
બસ, આટલો જ મુદ્દો હતો.
સમગ્ર કાયદામાં ક્યાંય મુસ્લિમ શબ્દનો ઉલ્લેખ નથી.
આ કાયદા દ્વારા ભારતના એકપણ (રિપિટ – એકપણ) મુસ્લિમને કોઈ લેવા-દેવા એ દિવસે પણ નહોતી, આજે પણ નથી.
અને છતાં, ડિસેમ્બર 2019માં લોકસભા-રાજ્યસભામાં આ કાયદો પસાર થયો તે સાથે જ મુસ્લિમ તૃષ્ટિકરણના ઑક્સિજન ઉપર જીવતા રાજકીય પક્ષો તેમજ મુસ્લિમ તૃષ્ટિકરણને જ સેક્યુલારિઝમ માનતા અને પ્રેસ્ટિટ્યૂટના નામે વગોવાયેલા કેટલાક ચોક્કસ મીડિયા ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, કલા સંસ્થાઓ ઉપર કબજો જમાવી બેઠેલા અને અર્બન નક્સલીઓ તરીકે વગોવાયેલા હિંસાખોર ડાબેરી વિચારધારા ધરાવતા તત્વોએ આ સંશોધિત કાયદા સામે ઝેર ઓકવાનું શરૂ કરી દીધું.
આ તમામ તત્વોએ સામાન્ય મુસ્લિમોની વચ્ચે જઇને એવો અપ-પ્રચાર કર્યો કે, CAAને કારણે હવે ભારતના મુસ્લિમોનું અસ્તિત્વ જોખમમાં આવી જશે અને મુસ્લિમોએ તેમનું નાગરિકત્વ સાબિત કરવા દસ્તાવેજો બતાવવા પડશે અને જે મુસ્લિમો દસ્તાવેજ નહીં બતાવી શકે તેમને કાંતો દેશમાંથી હાંકી કાઢવામાં આવશે અથવા કોન્સન્ટ્રેશન કૅમ્પમાં ધકેલી દેવામાં આવશે. આ અસત્ય વારંવાર કહેવામાં આવ્યું, મોટે મોટેથી કહેવામાં આવ્યું, દરેક મંચ ઉપરથી કહેવામાં આવ્યું, અને આ લોકો ઇચ્છતા હતા એમ- મુસ્લિમો ગેરમાર્ગે દોરાઈ ગયા.
એવું નથી કે, રાજકીય પક્ષો, અર્બન નક્સલીઓ તેમજ મીડિયામાં બેઠેલા બદમાશો સાચી વાત નહોતા જાણતા. તેઓ જાણતા જ હતા કે CAA માં કશું જ મુસ્લિમ વિરોધી નથી તથા સી.એ.એ.થી ભારતના એકપણ મુસ્લિમને કશું જ થવાનું નથી. તેમ છતાં, એ બધાએ મુસ્લિમોને ભડકાવવાનું ચાલુ રાખ્યું.
પણ...આ લોકો શું માત્ર CAAને કારણે મુસ્લિમોને ભડકાવતા હતા?







