Showing posts with label JNU. Show all posts
Showing posts with label JNU. Show all posts

Saturday, June 9, 2018

ભાઈ, તારી વાત સાચી છે કે ભારતમાં લોકશાહી જોખમમાં છે (2)


ભાઈ, તારી વાત સાચી છે કે ભારતમાં લોકશાહી જોખમમાં છે (2)

--- અલકેશ પટેલ (કર્ણાવતી)

ગયા બુધવારે આપણે ગોવાના પાદરીના સંદર્ભમાં ભારતની લોકશાહી જોખમમાં હોવાની વાત કરી. એ વાતને આગળ વધારીએ... હવે આવાં તત્વોની સાથે નક્સલવાદીઓ પણ ભળ્યા છે... અર્બન નક્સલવાદીઓ...

શા માટે આવા લોકોને ભારતની લોકશાહી જોખમમાં હોવાનું લાગે છે?
આવા લોકોને ભારતની લોકશાહી જોખમમાં હોવાનું લાગે તેનું કારણ એ છે કે એમના ગોરખધંધા ઉપર નિયંત્રણ આવી રહ્યું છે. આ ગોરખધંધા એટલે ધર્માંતરના ધંધા.

સાચી વાત એ છે કે દેશમાં છેલ્લી કેટલીય સદીઓથી, (હા, કેટલીય સદીઓથી) ખ્રિસ્તી, ઇસ્લામ અને માઓવાદીઓની ત્રેખડ રચાયેલી છે અને તેમને આ દેશના જ કેટલાક સ્વાર્થી, અનૈતિક રાજકીય પક્ષોનો સાથ મળેલો છે.

આ ત્રેખડમાં સૌથી વધારે ખતરનાક તત્વો હોય તો એ નક્સલવાદીઓ છે – માઓવાદીઓ છે. આ તત્વો ડાબેરી વિચારધારાથી પીડાતા હોય છે. ડાબેરી વિચારધારાનું મૂળ હિંસક હોય છે. આ નક્સલવાદી-માઓવાદી ડાબેરી તત્વો આપણી આસપાસ જ હોય છે અને સતત આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ વિરુદ્ધ કાવતરાં કરતા રહે છે. આ તત્વો ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરાઓ તેમજ સનાતન ધર્મમાં ખામીઓ રહેલી છે એવું યુવાનો અને મહિલાઓને સતત કહેતા રહે છે. યુવાનો અને મહિલાઓને નિશાન બનાવવાનું સહેલું છે કેમકે તેઓ ભાવુક હોય છે. દુનિયાના દરેક સમાજમાં હંમેશાં યુવાનો અને મહિલાઓના એક વર્ગને એવું લાગ્યા કરતું હોય છે કે પરિવારમાં – સમાજમાં તેમની સાથે અન્યાય થાય છે.

બસ, આ જ લાગણીનો આ નક્સલવાદી-માઓવાદી ડાબેરી તત્વો ગેરલાભ ઊઠાવતા હોય છે અને કહેવાતી મહિલા સમાનતાના નામે તેમને ભોળવીને સનાતન-હિન્દુ ધર્મ વિરોધી બનાવી દે છે. ભોળવાયેલી આ યુવતીઓ – મહિલાઓ ધીમે ધીમે ખ્રિસ્તી તેમજ અન્ય જેહાદી તત્વોની જાળમાં ફસાય છે અને ધર્માંતર કરી લે છે.

આ ત્રેખડી તત્વોએ જ ભેગા મળીને નરેન્દ્ર મોદીની હત્યા કરવાનું ભયંકર કાવતરું પણ ઘડી કાઢ્યું છે...કેમકે મોદી અને યોગી જેવા પ્રખર રાષ્ટ્રવાદી મહાનુભાવો ભાંગફોડિયા ખ્રિસ્તી-જેહાદી-નક્સલી તત્વોને રોકવા સમર્થ હોય છે.

આ ત્રેખડનું આખું એક આંતરરાષ્ટ્રીય કાવતરું છે જેના માટે ચીન, વેટિકન તેમજ સાઉદી અરેબિયામાંથી નાણાંની વ્યવસ્થા થતી હોય છે. આગળ એ વિગતો જાણતા રહીશું... પરંતુ સાથેસાથે એ જાણવું – સમજવું જરૂરી છે કે દેશમાં એકાએક લોકશાહી અને બંધારણ જોખમમાં હોવાનાં રોદણાં શા માટે શરૂ થયાં..!?

તો મળીશું આ જ સ્થળે...(ક્રમશઃ) --- અલકેશ પટેલ (કર્ણાવતી)

પ્રથમ ભાગની લિંક --- (https://keshav2907.blogspot.com/2018/06/1.html


Friday, February 16, 2018

મજબૂત સેનાપતિના નબળા સાથીદારો



#PNBfraud

મજબૂત સેનાપતિના નબળા સાથીદારો

--- અલકેશ પટેલ

1.    મોદી ચાર વર્ષથી સત્તામાં છે તો કૌભાંડીઓને હજુ સુધી જેલમાં કેમ નથી પૂર્યા..?
2.   મોદી પાસે બહુમતી છે તો કૌભાંડીઓ સામે પગલાં કેમ નથી લેવાતાં..?
3.   મોદી વિરોધીઓને શા માટે મુક્ત રીતે ફરવા દે છે..?
4.   આવી રીતે ઉદાર રહેવાથી 2019ની ચૂંટણી નહીં જીતાય...
5.   વિકાસની વાતો કરવાથી 2019ની ચૂંટણી નહીં જીતાય...
6.   તમારા મંત્રીમંડળના સાથીદારો જ તમને ડૂબાડશે, તમને કંઈ ખબર પડે છે કે નહીં..?
---- બ્લા બ્લા બ્લા બ્લા બ્લા............................................


ફરી એક વખત નરેન્દ્ર મોદી ઉપર હુમલા શરૂ થઈ ગયા છે. ફરી એક વખત નરેન્દ્ર મોદીના નજીકના સાથીદારો ઉપર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસના શાસન વખતે થયેલા કૌભાંડ માટે ફરી એક વખત નરેન્દ્ર મોદી સામે આંગળીઓ ચીંધવામાં આવી રહી છે અને એવા સમયે નરેન્દ્ર મોદીના ચાહકોએ તેમના ઉપર વિશ્વાસ રાખીને તેમને મજબૂત સમર્થન આપવાને બદલે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે... આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે...

આપણા દેશ માટે એક એવી છાપ છે કે અહીં દરેક ત્રીજી વ્યક્તિ ફિલોસોફર છે, જ્ઞાની છે. આવા ફિલોસોફર-જ્ઞાની લોકોને બધી જ ખબર હોય છે. તેનું કારણ એ છે કે આ બધા જ અનેક વર્ષ સુધી વડાપ્રધાન, નાણાંપ્રધાન, સંરક્ષણપ્રધાન, ગૃહપ્રધાન, વિદેશપ્રધાન... વગેરે હોદ્દા ઉપર રહી ચૂક્યા હોય છે. અને ત્યાંથી ફ્રી થયા એટલે અહીં એફબી ઉપર આવ્યા હોય છે અને પછી મોદી-જેટલી-રાજનાથસિંહ... તમામને સલાહ આપે, તમામને કોડીના કરી નાખીને અપમાનિત કરે – એફબી કે વૉટ્સએપ ઉપર હોં...

ખેર, સોશિલય મીડિયાના આ ફિલોસોફર-જ્ઞાનીઓને તો કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ બાકીના જે ડાહ્યા-સમજદાર લોકો છે તેમનું ધ્યાન વડાપ્રધાન મોદીના આજના (16-02-18, શુક્રવાર) વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપ તરફ દોરવા માગું છું.

આ વાર્તાલાપ દરમિયાન વડાપ્રધાને બે અગત્યની વાત કરી (1) કોઈની સાથે સ્પર્ધા કરતા હોવ તો તેના મેદાનમાં જઈને લડવાનું ટાળો, પણ એ સ્પર્ધકને કે દુશ્મને તમારા મેદાનમાં આવવા માટે ફરજ પાડો અને એવું કરશો તો તમે જીતી શકશો. અને (2) ઈમોશનલ (ઈ-ક્યુ) નું મહત્ત્વ સમજો.

ઈ-ક્યુની વાત તો ફરી ક્યારેક કરીશું, પરંતુ પહેલો મુદ્દો – સ્પર્ધક કે દુશ્મને તમારા મેદાનમાં આવવા માટે ફરજ પાડો.. – જો આ વાત સમજાઈ હોય તો રાષ્ટ્રવાદી ચાહકોને હવે નરેન્દ્ર મોદી વિશે શંકા રાખવાની જરૂર નથી.

આજની વાતનું હેડિંગ મેં રાખ્યું છે, મજબૂત સેનાપતિના નબળા સાથીદારો... – આનો અર્થ એ છે કે સેનાપતિ પોતે મજબૂત છે, એ જાણે છે કે પોતે કયા દુશ્મનો સાથે લડે છે. એ સેનાપતિને તેની પોતાની યુદ્ધકળા ઉપર પૂરો આત્મવિશ્વાસ છે. દુશ્મનોને એ પોતાના મેદાનમાં ખેંચી લાવવા મજબૂર કરે છે... પરંતુ અફસોસ એ છે કે તેમના સાથીદારો એટલે કે દેશવાસીઓને એ સેનાપતિની કુશળતા-ક્ષમતા ઉપર વિશ્વાસ નથી. જરાક કોઈ ઘટના બને છે અને આ રાષ્ટ્રવાદી ચાહક દેશવાસીઓનો વિશ્વાસ ડગી જાય છે અને નરેન્દ્ર મોદીને કોસવા બેસી જાય છે.

અરે દોસ્તો, લાલગેંગ (કોંગી-ડાબેરીઓ-જેએનયુના પરચુરણ સહિત બધા) તો મોદીને પાડવા માગે જ છે, પણ તમે શા માટે વિશ્વાસ નથી રાખી શકતા મોદીની ક્ષમતા ઉપર..?  #AP/16/2/18