Wednesday, June 6, 2018

ભાઈ પાદરી, તારી વાત સાચી છે કે ભારતમાં લોકશાહી જોખમમાં છે (1)


ભાઈ પાદરી, તારી વાત સાચી છે કે ભારતમાં લોકશાહી જોખમમાં છે (1)

--- અલકેશ પટેલ (કર્ણાવતી)

5 જૂન, 2018 ના દિવસે ગોવાના આર્ક બિશપનો એક પત્ર જાહેર થયો. પત્રમાં તેણે ભારતમાં લોકશાહી જોખમમાં હોવાની વાત કરી.

પછી મને યાદ આવ્યું કે હજુ ગયા મહિને જ, એટલે કે મે, 2018માં દિલ્હીના એક પાદરીએ પણ આવો જ પત્ર લખ્યો હતો.

સાથે સાથે એ પણ યાદ આવ્યું કે, ડિસેમ્બર 2017માં ગુજરાતમાં ચૂંટણી સમયે ગાંધીનગરનો એક પાદરી પણ આવો જ એક પત્ર લખી ચૂક્યો હતો.

--- વાસ્તવમાં ખ્રિસ્તી ધર્મના આ બધા વેપારીઓની વાત સાચી છે. ભારતમાં લોકશાહી જોખમમાં છે... પરંતુ આ ખ્રિસ્તી વેપારીઓ જે કહેવાનું ભૂલી જાય છે એ હું સૌને કહેવા માગું છું.
વાસ્તવમાં, ભારતમાં હિન્દુઓ માટે લોકશાહી જોખમમાં છે, અને હા, ભારતમાં હિન્દુઓને કારણે જ લોકશાહી જોખમમાં છે.

ખ્રિસ્તી વેપારીઓની કોઈ ભૂલ નથી, કેમકે તેમને તો તાલીમ જ એવી આપવામાં આવે છે કે – જે લોકો ખ્રિસ્તી ન હોય તેમને કોઈપણ રીતે અને કોઈપણ ભોગે (હા, કોઈપણ રીતે અને કોઈપણ ભોગે) ખ્રિસ્તી બનાવવા. જે લોકો ન માને તેમને લાલચ આપવી. તેમ છતાં ન માને તો તેમની વિરુદ્ધ અપપ્રચાર કરવો. અને ત્યારપછી પણ ન માને તો એવા દરેક સમાજમાં વિભાજન થાય એવાં કામ કરવા અને એ દ્વારા જે સમાજ અલગ થશે તેમાંથી ડરપોક લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવી લેશે. ભારતમાં લગભગ 300-400 વર્ષથી આ જ ધંધો કરી રહ્યા છે ખ્રિસ્તી વેપારીઓ !

આથી જ મેં શરૂઆતમાં કહ્યું, ભૂલ હિન્દુઓની જ છે. હિન્દુ સરળતાથી વિભાજિત થઈ જાય છે. હિન્દુ સરળતાથી કોઈપણ લાલચમાં ફસાઈ શકે છે. કેમકે હિન્દુ ધર્મગુરુઓ તેમજ આરએસએસ જેવી હિન્દુવાદી સંસ્થાઓ તમામ હિન્દુને સંગઠિત રાખી શક્યા નથી. આ લોકો શા માટે હિન્દુઓને સંગઠિત રાખી શક્યા નથી તેની ચર્ચા આગળ આ શ્રેણીમાં કરીશ, પરંતુ હાલ એટલું સ્પષ્ટ કહી દઉં કે હિન્દુ ધર્મગુરુઓ અને સંઘ નિષ્ફળ ગયા છે. આ એક મુદ્દો થયો.

બીજો મુદ્દો રાજકીય છે. પ્રખર રાષ્ટ્રવાદી નેતાઓની સફળતા પછી દેશમાં અનેક લોકોને ખબર પડી કે અત્યાર સુધી તેઓ જે રાજકીય પક્ષોને સત્તા આપતા હતા એ લોકો તો દેશ માટે કેટલા જોખમી હતા !
અને હા પાદરી, હું તમને લોકોને કહી દઉં કે તમારા બધાના આ પત્રોથી એ વાત સાબિત થઈ ગઈ છે કે કોંગ્રેસી અને ડાબેરી પક્ષો આ દેશ માટે અત્યાર સુધીમાં કેટલા ઘાતક-જોખમી સાબિત થયા છે. અને સાથે અત્યારના કેટલાક પ્રખર રાષ્ટ્રવાદી નેતાઓ દેશના સ્વાભિમાનને કેવી રીતે ફરી જાગૃત કરી રહ્યા છે.  

હે ખ્રિસ્તી વેપારીઓ... તમે બધાએ ભેગા મળીને હિન્દુત્વ, ભારતીયતા તેમજ ભારતીય રાષ્ટ્રવાદ વિરુદ્ધ ખુલ્લેઆમ કાવતરું શરૂ કર્યું છે... ત્યારે મને તેમજ મારા જેવા લોકોને લાગે છે કે અમારે પણ તમારા બધારા ઈરાદાને ખુલ્લા પાડી દેવા જોઈએ.
તો મળીશું આ જ સ્થળે...(ક્રમશઃ) --- અલકેશ પટેલ (કર્ણાવતી)
(રાષ્ટ્રવાદી કાર્ટુનિસ્ટ શ્રી કુરીલનું કાર્ટુન લેખને અનુરૂપ હોવાથી તેમના સૌજન્યથી અહીં લીધું છે)

No comments:

Post a Comment