Wednesday, June 20, 2018

બે પક્ષી અને ચાર વર્ણ


બે પક્ષી અને ચાર વર્ણ

--- અલકેશ પટેલ

વારંવાર સેક્યુલર-કોમવાદી કાવતરાંબાજોનો ભોગ બનતા રહેતા લેખક-પત્રકાર સૌરભ શાહે તાજેતરમાં એક વીડિયો રિલીઝ કરીને એક સંદેશો પાઠવ્યો છે. વાસ્તવમાં હિન્દુ સમુદાયના એક વર્ગની માફી માગવા માટે એ વીડિયો તૈયાર કર્યો છે અને તેમાં તેમણે આ શબ્દો કહ્યા છે – હું બે પક્ષી અને ચાર વર્ણનો માણસ છું. આવા નિવેદન દ્વારા તેઓ શું કહેવા માગે છે એ જાણવામાં જેમને રસ હોય એ આખો વીડિયો જોજો-સાંભળજો તો જ સમજાશે, અહીં હું તેનો ખુલાસો કરીશ તો અધૂરું ડોઢ ડહાપણ લાગશે. 

મારો મૂળ મુદ્દો એ છે કે સૌરભભાઈએ આવો વીડિયો શા માટે બનાવવો પડ્યો? કારણ સૌરભ શાહ વધુ એક વખત સેક્યુલર-કોમવાદી (હું ખાસ કરીને 2002 પછી સેક્યુલારિઝમની વાતો કરનારાઓને કોમવાદી ગણું છું અને એ રીતે જ સંબોધું છું કેમકે એમનું સેક્યુલારિઝમ માત્ર એક વર્ગ તરફી હોય છે.) પરિબળોનો ભોગ બન્યા છે. આ રાષ્ટ્રવાદી પત્રકાર-લેખક ભારે હિંમતપૂર્વક સાચી વાતો પૂરા આધાર-પ્રમાણ સાથે લખે છે. તેમનાં લખાણ લાખો લોકોને પ્રભાવિત કરે છે. પરંતુ મુઠ્ઠીભર સેક્યુલર-કોમવાદી જમાતને એ પસંદ નથી.
મૂળભૂત રીતે ડાબેરી અંતિમવાદી વિચારધારાથી પ્રભાવિત એક લૉબી ગુજરાત અને ભારતમાં સક્રિય છે. આ રાષ્ટ્રવિરોધી લૉબી અતિશય અસહિષ્ણુ છે. લાલગેંગની આ લૉબી માટે આખી પૃથ્વી ઉપર બાકીના તમામ ધર્મનું અસ્તિત્વ છે અને એ ધર્મના લોકોને ઇચ્છે એ રીતે તેમની ધાર્મિક ભાવના વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે... સિવાય કે હિન્દુત્વ. માત્ર ભારતની જ નહીં, આખી દુનિયાની લાલગેંગ હિન્દુત્વ-સનાતન ધર્મને બદનામ કરવા, અપમાનિત કરવા, ખતમ કરી નાખવા ચોવીસે કલાક તમામ પ્રકારનાં શસ્ત્રો સાથે સજ્જ હોય છે. કોઇપણ વ્યક્તિ, કોઇપણ લેખક, કોઇપણ પત્રકાર, કોઇપણ રાજકારણી કે પછી કોઇપણ સામાન્ય માણસ જો ભૂલેચૂકે હિન્દુત્વનું નામ લઈ લે તો લાલગેંગના હિંસક ડાઘીયા ચારે બાજુથી તૂટી પડે અને એ વ્યક્તિને એ હદે અપમાનિત-બદનામ કરી નાખે કે કાંતો એ ફરી હિન્દુત્વની વાત કરવાનું છોડી દે અથવા ધર્માંતર કરી લે.
પણ આ લાલગેંગને સૌરભ શાહ કઈ માટીના બનેલા છે એ ખબર નથી. લાલગેંગના કોમવાદીઓ એ જાણતા નથી કે નર્મદાશંકર લાલશંકર દવેના આત્માએ પુનઃજન્મ લીધો છે. નર્મદ સામે જદુનાથ અને તેમના જેવા મુઠ્ઠીભર લોકો હતા, પરંતુ સૌરભ શાહે રોજેરોજ આવા જદુનાથોના વેશમાં બેઠલી હિંસક લાલગેંગનો સામનો કરવો પડે છે.
વીડિયોમાં સૌરભ શાહનું એ નિવેદન તદન સાચું છે કે મારામાં બે પક્ષી છે અને મારામાં ચાર વર્ણ સમાયેલા છે. કોમવાદી હિંસક લાલગેંગને સનાતન હિન્દુ ધર્મ અને આ ધર્મના યોદ્ધાઓ સાથે શું વેર છે એ તો મને ખબર નથી, પરંતુ 2002થી તો જોતો આવ્યો છું કે આ હિંસક લાલગેંગ સાચા સેક્યુલર રાષ્ટ્રવાદીઓને નિશાન બનાવવા અને તેમનો અવાજ રુંધી નાખવા અને સામે જેહાદી તત્વોનો બચાવ કરવા સતત સક્રિય રહે છે.
મેં અગાઉ મારાં અનેક લેખમાં કહ્યું છે કે આ હિંસક લાલગેંગ આપણી આસપાસ છે. આ ગેંગના સભ્યો અખબારની કચેરીઓમાં બેઠા છે. આ ગેંગના સભ્યો ટીવી સ્ટુડિયોમાં બેઠા છે. આ ગેંગના સભ્યો આપણી શૈક્ષણિક સંસ્થાઓ, કૉલેજ અને યુનિવર્સિટીમાં બેઠા છે. પ્રસિદ્ધ ફિલ્મકાર વિવેક અગ્નિહોત્રીએ તાજેતરમાં બુદ્ધ ઇન ટ્રાફિક જામ નામની ફિલ્મ તેમજ એ જ નામના પુસ્તક દ્વારા આવા લોકોને ઊઘાડા પાડી દીધા છે. એમને અર્બન નક્સલ કહ્યા છે.
આ અર્બન નક્સલવાદીઓને મૂળભૂત રીતે સનાતન હિન્દુ ધર્મ અને એ તરફ ઝુકાવ રાખતા તમામ લોકો સામે નફરત છે. વાસ્તવમાં આ લોકો બ્રેકિંગ ઈન્ડિયા (Breaking India) નામે એક વ્યાપક આંતરરાષ્ટ્રીય કાવતરાના સભ્યો છે. બ્રેકિંગ ઈન્ડિયા શું છે એ સમજવું હોય તો રાજીવ મલ્હોત્રા અને અરવિંદન નીલકંદન દ્વારા લખાયેલું પુસ્તક Breaking India તથા વિવેક અગ્નિહોત્રીનું બુદ્ધ ઇન ટ્રાફિક જામ પુસ્તક અચૂક વાંચવું જોઈએ.
મૂળ વાત ઉપર પાછો ફરું તો, મુદ્દો એ છે કે સૌરભ શાહે આવા કોઈ મુદ્દે માફી માગવી પડે એ આપણા સમાજની બીમારીનું પરિણામ છે. સેક્યુલર-અંતિમવાદીઓએ આ દેશનું વાતાવરણ એ હદે દૂષિત કરી નાખ્યું છે કે લોકોને નાની નાની વાતે ખોટું લાગી જાય છે અને લોકો ઘવાઈ જાય છે. પણ યાદ રાખો... આ ખોટું લાગવાનું અને ઘવાઈ જવાનું માત્ર રાષ્ટ્રવાદીઓ વિરુદ્ધ જ થાય છે. દેશભરના સેક્યુલર-કોમવાદીઓ દિવસ-રાત ચોવીસે કલાક સનાતન-હિન્દુ ધર્મને બેફામ બોલતા રહે છે, બેફામ લખતાં રહે છે, રાષ્ટ્રવાદીઓને સતત ઉતારી પાડતા રહે છે, તેમના વિરુદ્ધ લોકોની ઉશ્કેરણી કરતા રહે છે – પરંતુ તેમની સામે બોલવાની કોઈ હિંમત કરતું નથી, કેમ? કેમકે આ બધા વગદાર હોદ્દા પર ચઢી બેઠેલા છે, આ બધાને મસ્ત મજાનું વિદેશી ફંડિંગ આવે છે. રાષ્ટ્રવાદીઓની નોકરી રહેશે કે જશે એ આ સેક્યુલર-કોમવાદીઓ નક્કી કરતા હોય છે. યાદ છે તમને અતુલ કોચરનો કિસ્સો? ન ખ્યાલ હોય તો ગૂગલ કરી લેજો. યાદ છે તમને કર્ણાટકના પત્રકાર મહેશ વિક્રમ હેગડે? ન ખ્યાલ હોય તો એ પણ ગૂગલ કરી લેજો. આવા અસંખ્ય કિસ્સા ટાંકી શકાય એમ છે જ્યાં રાષ્ટ્રવાદીઓને કાંતો આર્થિક રીતે અથવા સામાજિક રીતે રહેંસી નાખવા પ્રયાસ થતા હોય, રહેંસી નાખવામાં આવ્યા હોય.
ગુજરાતમાં સૌરભ શાહ સાથે આવું ઘણાં વર્ષથી થઈ રહ્યું છે. આ રાષ્ટ્રવાદી લેખક-પત્રકાર સમાજના હિત માટે થઈને મુંબઈના એક સમયના વગદાર જૈન શ્રેષ્ઠી દીપચંદ ગાર્ડી સામે લડત આપતા રહ્યા છે. આ રાષ્ટ્રવાદી પત્રકાર-લેખક સમાજના હિત માટે થઈને ગોધરાકાંડના અપરાધીઓને ખુલ્લા પાડતા રહ્યા છે. આ રાષ્ટ્રવાદી પત્રકાર-લેખક સનાતન-હિન્દુ ધર્મ વિરોધીના ઇરાદા ખુલ્લા પાડતા રહ્યા છે. જેહાદી તત્વોને ખુલ્લા પાડતા રહ્યા છે. સાથે અર્બન નક્સલીઓના સ્વાંગમાં આપણી આસપાસ બેઠેલા હિંસક ડાબેરીઓને પણ ખુલ્લા પાડતા રહ્યા છે. આ માણસે એક સામયિકના કેસમાં પોતાનો કોઈ વાંક ન હોવા છતાં જેલવાસ ભોગવ્યો છે. એ ધારત તો એ સામયિકની પાછળ રહેલા લોકોના નામ આપીને પોતે છૂટી જઈ શકત, પરંતુ તંત્રી તરીકે પોતાનું નામ છપાતું હતું અને પોતાના નામે લાખો લોકોએ લવાજમ ભર્યાં છે એવી પૂરી સભાનતા અને સજ્જતા રાખીને હિંમતભેર જવાબદારી સ્વીકારી હતી અને જેલવાસ ભોગવ્યો હતો.
આવા કિસ્સા નોંધતો જઉં તો આખું પુસ્તક લખાય..પણ અહીં એવું કંઈ નથી કરવું. સૌરભ શાહ એવા શિખર ઉપર છે કે તેમને કોઈના ટેકાની જરૂર નથી, મારા તો નહીં જ. છતાં આ લખવાનો હેતુ એટલો જ છે કે જે હિંસક લાલગેંગ રાષ્ટ્રવાદીઓ સામે કાવતરાં કરતી રહે છે કે તેમને એટલી જાણ થાય કે અત્યાર સુધીમાં તમે બીજા હજારો નબળા પત્રકારો-લેખકોને ખરીદી લીધા હશે અથવા ધાકધમકીથી દબાવી દીધા હશે અથવા તેમને નોકરીમાંથી હાંકી કઢાવ્યા હશે... એ બધા કોઈને કોઈ રીતે હારી પણ ગયા હશે. પરંતુ સૌરભ શાહ એમના શબ્દોમાં સાચા છે કે તેમનામાં બે પક્ષી છે અને પોતે ચાર વર્ણના બનેલા છે. કદાચ એટલે જ તેમણે એક વખત એક જગ્યાએ મિડ ડે અખબારના મૅનેજમેન્ટ સાથેના બનાવ વિશે કહ્યું હતું, માથું ભલે કપાઈ જાય પણ એ માથું ઘૂંટણિયે નાખીને કરગરવામાં મઝા નથી, એવી જિંદગીની ફિલસૂફી સમજાવનાર ગાલિબના એ શેરની (ન હોતા ગર જુદા તન સે, તો ઝાનૂ પર ધરા હોતા ) સાથે મને કેટલીક ગુજરાતી અને અંગ્રેજી પંક્તિઓ યાદ આવે છે. મારા કવિમિત્ર હેમેન શાહના આ બે શેર મારા રાજીનામાના સમાચાર પ્રગટ થયા પછી વિરારથી અતુલભાઈ નામના મારા એક નિયમિત વાચકે મને પોસ્ટકાર્ડ પર લખીને મોકલ્યા હતા :
મન ન માને એ જગ્યાઓ પર જવાનું છોડીએ
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ
આવશે જે આવવાનું હશે એ, ખુદબખુદ
અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ
હેમેનની આ જ ગઝલનો વધુ એક શેર :
કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.

2 comments:

  1. Ohh my god.. આવી કોઈ વાત નો અત્યાર સુધી ખ્યાલ જ ન હતો.

    ReplyDelete
  2. વાહ...., સૌરભભાઈનો વિડિયો પણ કાલે જોયો અને આજે આ વાચ્યું...., એક આખી જમાત સામે લડતા રહેવું જ પડશે

    ReplyDelete