Showing posts with label Intolerance. Show all posts
Showing posts with label Intolerance. Show all posts

Monday, July 9, 2018

જ્યારે સોશિયલ મીડિયાને કારણે આખું ઈંગ્લેન્ડ સળગ્યું હતું



--- ભારતમાં પણ જેનો ડર હતો એ થઈને રહ્યું. સમાજના અનિષ્ટ તત્વોએ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને દેશના ભોળા અને અબૂધ લોકોને હિંસક બનાવી દીધા. આ હજુ શરૂઆત છે, ચેતી જજો... નહીં તો કોઈ દુશ્મન દેશ ભારતમાં ગૃહયુદ્ધ (સિવિલ વૉર) કરાવી દેશે


-- અલકેશ પટેલ

તમારામાંથી કેટલાકને 2011ના ઈંગ્લેન્ડના તોફાનો યાદ હશે, પણ ઘણાને યાદ નહીં હોય અથવા ખબર પણ નહીં હોય. દુનિયામાં ખૂબ મોટાપાયે હિંસા, આગ, તોડફોડ અને લૂંટફાટ થવાનો એ પ્રથમ કિસ્સો હતો જેના માટે સ્પષ્ટપણે સોશિયલ મીડિયા જવાબદાર હતું. સળંગ ચાર દિવસ સુધી ચાલેલી એ હિંસા અને લૂંટફાટ પછી સોશિયલ મીડિયાનાં જોખમોની બાબતમાં પશ્ચિમના દેશો તો સજાગ થઈ ગયા... પરંતુ કમનસીબે ભારત જેવા દેશો કશું શીખતા નથી.
2011નો એ ઑગસ્ટ મહિનો હતો. 6ઠ્ઠી ઑગસ્ટે માર્ક દુગ્ગન નામના એક aઅશ્વેત અપરાધીને પકડવા ગયેલી પોલીસ ઉપર દુગ્ગને ગોળીબાર કર્યો. ઈંગ્લેન્ડની પોલીસ પાસે કોઈ ઉપાય ન રહેતાં સામો ગોળીબાર કર્યો અને એ એન્કાઉન્ટરમાં દુગ્ગન માર્યો ગયો. ત્યારપછી બે દિવસ સુધી બધું શાંત રહ્યું, પરંતુ આઠ ઑગસ્ટે દુગ્ગનના પરિવારજનો, તેના કેટલાક મિત્રો અને અન્ય લોકો સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યા અને “ન્યાય” ની માગણી કરવા લાગ્યા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એ ટોળા સાથે વાતચીત કરી અને તેમને શાંતિ જાળવવા અને ઘરે જવા અપીLલ કરી. પરંતુ ટોળું માન્યું નહીં, અને કલાકો સુધી પોલીસ સ્ટેશનને ઘેરીને બેસી રહ્યું. થોડા કલાક પછી એકાએક એવી અફવા ફેલાઈ કે 16 વર્ષની એક છોકરીએ પોલીસ તરફ શૅમ્પેઇનની બૉટલ ફેંકી જેના જવાબમાં પોલીસે તેને માર માર્યો અને એ છોકરી ગંભીર રીતે ઘવાઈ ગઈ છે. આ અફવા ફેલાતાં જ ત્યાં હિંસા શરૂ થઈ ગઈ, સાથે આસપાસના અન્ય વિસ્તારો ઉપરાંત આખા ઈંગ્લેન્ડમાં ઠેરઠેર હિંસા અને તોડફોડ શરૂ થઈ ગઈ. ટીવીમાં સમાચારો આવે એ પહેલાં ઈંગ્લેન્ડના અન્ય વિસ્તારોમાં હિંસા શરૂ થઈ ગઈ હતી એ બાબત જ પુરવાર કરતી હતી કે એ સમયે ત્યાં સોશિયલ મીડિયાએ ભૂંડી ભૂમિકાk ભજવી હતી.
આખી વાતમાં કોઈએ એ તપાસ કરવાની તસ્દી જ ન લીધી કે એ છોકરી કોણ છે અને પોલીસે ખરેખર તેને મારી છે કે કેમ? પરંતુ તે સમયે ઈંગ્લેન્ડમાં ટ્વિટર અને ફેસબૂક સહિત સોશિયલ મીડિયા પ્રચલિત થઈ ચૂકેલા હતા અને તેથી પોલીસે કથિત રીતે છોકરીને માર માર્યાની અફવા આખા ઈંગ્લેન્ડમાં ફેલાઈ ગઈ. અપરાધીઓ તેમજ બેરોજગારોને તો જાણે દોડવું હતું અને ઢાળ મળ્યો. ઠેરઠેર દુકાનો લૂંટાવા લાગી, સ્થાનિક બસો સહિત સરકારી મિલકતોને આગ લગાડવામાં આવી. 8 ઑગસ્ટથી 11 ઑગસ્ટ એમ ચાર દિવસ સુધી આખું ઈંગ્લેન્ડ સોશિયલ મીડિયાની અફવાઓને કારણે સળગતું રહ્યું, લૂંટાતું રહ્યું, ઘવાતું રહ્યું. બધું શાંત થયા પછી આકલન કરવામાં આવ્યું તો એ ચાર દિવસની હિંસામાં ઈંગ્લેન્ડને 200 મિલિયન પાઉન્ડ (અંદાજે 190 કરોડ રૂપિયા)નું નુકસાન થઈ ચૂક્યું હતું.
આ હિંસા, આગ અને લૂંટફાટ સ્પષ્ટ રીતે સોશિયલ મીડિયા ઉપર ફેલાતી રહેલી અફવાઓને કારણે હતી એ વાતની સાબિતી એ જ હતી કે જ્યાં કશું જ ન થયું હોય એવી વાતો ટ્વિટર અને ફેસબૂક ઉપર વહેતી કરીe દેવામાં આવતી અને થોડી મિનિટમાં ઈંગ્લેન્ડના અન્ય શહેરો અને પરા વિસ્તારોમાં હિંસા શરૂ થઈ જતી.
આજે આ આખી ઘટના ભારતના સંદર્ભમાં યાદ કરવી જરૂરી છે. ભારતમાં છેલ્લા બે મહિનામાં સોશિયલ મીડિયા, ખાસ કરીને વૉટ્સએપ ઉપર અફવાઓ ફેલાવાને કારણે ઓછામાં ઓછા 25 જણની હત્યા થઈ ગઈ છે. ભારતમાં હજુ ફેસબૂક અને ટ્વિટરનો ઉપયોગ મોટાભાગના લોકો નથી કરતા, પરંતુ વૉટ્સએપ સાવ હાથવગું છે. નાનાં બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકો પણ વૉટ્સએપનો બેફામ ઉપયોગ કરે છે. તેના પર તમામ પ્રકારના મેસેજ ચોવીસેs કલાક લોકો ફોરવર્ડ કર્યા જ કરે છે.
ભારતના ભલાભોળા અને અબૂધ લોકોની આ માનસિકતાને સમજી ગયેલા બદમાશો વૉટ્સએપનો દુરુપયોગ કરીને ગમેતેવી અફવા ફેલાવી દે છે અને લોકો પણ કશું જોયા-જાણ્યા-સમજ્યા વિના ફોરવર્ડ કર્યા કરે છે.
આવી ઘટનાઓમાં લોકોનો વાંક છે કે નહીં, તેની hચર્ચા કરવાનો કોઈ અર્થ નથી કેમકે જેમ વાંદરાને નીસરણી (સીડી) મળી જાય એમ દરેક સમજુ-અણસમજુ પ્રજાને સોશિયલ મીડિયા હાથમાં આવી ગયું છે અને લોકો તેના ઉપર ચડ-ઉતર કર્યા કરે છે.
પરંતુ સજાગ થવાનું છે શિક્ષિત લોકોએ, સજાગ થવાનું છે ટીવી અને અખબાર જેવા મીડિયાએ, સજાગ થવાનું છે પોલીસે અને સજાગ થવાનું છે સરકારે. આ સૌએ એકબીજા સામે આંગળીઓ ચીંધવાને બદલે એ વાત ભારપૂર્વક ફેલાવવી પડશે કે સોશિયલ મીડિયા જોખમી છે અને તેના ઉપયોગમાં સૌએ સાવધાની રાખવી જોઈએ.
વળી ભારત જેવા અર્ધશિક્ષિત દેશની પ્રજાના હાથમાં આવું જોખમી સાધન આવી ગયું છે જેને કારણે પણ ખતરો અનેકગણો વધી જાય છે, ત્યારે રાજકીય પક્ષોએ પણ દરેક બાબતે સરકારનો વાંક કાઢ્યા કરવાને બદલે જવાબદારીથી વર્તવું પડશે. જો આ બાબતમાં સાવધાની રાખવામાં નહીં આવે તો પાકિસ્તાન જેવો દુશ્મન દેશ કે પછી ચીન જેવો બદમાશ દેશ ક્યારેક ભારતમાં કોઈક મુદ્દે એવી ગંભીર અફવાઓ ફેલાવશે કે આખા દેશમાં ગૃહયુદ્ધ (સિવિલ વૉર) ફાટી નીકળશે. આવી જોખમી સંભાવનાની મારી ચેતવણીની ઉપેક્ષા કરવા જેવી નથી.

Monday, June 25, 2018

કોઈ પથ્થર સે ના મારે હમારે RSS કો


કોઈ પથ્થર સે ના મારે હમારે RSS કો

--- દુનિયાની કોઈ સંસ્થા કે સંગઠનને સામાન્ય રીતે પોતાની ટીકા ગમતી નથી... પરંતુ અમારા આર.એસ.એસ.ને એવી કોઈ ચિંતા નથી, કોઈપણ વ્યક્તિ તેને આતંકવાદી સંગઠન પણ કહી જાય..! ચિંતા આ દેશના હિન્દુએ કરવાની છે.

-- અલકેશ પટેલ

કોંગ્રેસી દિગ્વિજયસિંહે તાજેતરમાં ફરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને આતંકવાદી સંગઠન કહ્યો. એના થોડા દિવસ પછી (21 જૂને) બંગાળી મમતા બેનરજીએ ભાજપને હિંસક પાર્ટી ચીતરી દીધી. અમુક મીડિયા આવા નિવેદનોને “રાજકીય” ગણીને તેની ઉપેક્ષા કરી શકે. સંઘ આવા આક્ષેપ સહન કરે એ એના પોતાનાં કારણો છે. ભાજપ આવા આક્ષેપ સહન કરે એ માટે એના પોતાનાં કારણો છે... પણ 85 થી 90 કરોડ જેટલી વસ્તી ધરાવતો હિન્દુ સમાજ પોતાના પરના આવા “ત્રાસવાદ”ના ધબ્બાને સહન કરી લે એ ગંભીર ચિંતાનો વિષય છે.
આ દેશના મૂળભૂત નાગરિકોએ ચિંતા એ વાતની કરવાની છે કે તમને તમારા સંસ્કાર, તમારાં મૂલ્યો, તમારી પરંપરાઓ, તમારા તહેવાર, તમારા પહેરવેશ – એ બધાથી તમને અલગ પાડવામાં આવી રહ્યા છે, તમને વિખૂટા પાડવામાં આવી રહ્યા છે. આ બધું કરનારા લોકો મુખ્યત્વે રાજકારણીઓ છે, જેમનું કામ મત મેળવીને સત્તા કબજે કરવાનું છે. આ હેતુ પૂરો કરવા તેઓ તમારામાં વિભાજન કરી રહ્યા છે. તમારી સંસ્થાઓ, તમારાં સંગઠનો, તમારાં ધાર્મિક સ્થાનો, તમારા સંતોને અપમાનિત કરીને, તેમને બદનામ કરીને તમને સૌને એ બધાથી દૂર કરી રહ્યા છે. તમે દૂર થશો અને તમે વિભાજિત થશો એટલે સામે તો બધા સંગઠિત છે જ. એના આધારે આવા રાજકીય પક્ષોને સત્તા મેળવવા પૂરતા મત મળી જશે અને પછી તમારી ખેર નથી.
ખેર, મુદ્દો ‘આતંક’નો છે. મુદ્દો ‘હિન્દુઓની હિંસક વૃત્તિ’નો છે. જે હિન્દુએ પોતાની ધરતી ઉપર હજારો વર્ષોથી આવતા સારા-નરસા બધા પ્રકારના લોકોને આશ્રય આપ્યો હોય, જે હિન્દુએ પોતાની ધરતી ઉપર અન્ય ધર્મીઓને તેમનાં ધાર્મિક સ્થાન બનાવવા દીધા હોય, જે હિન્દુ ગાયને માતા માને છે તેને અન્ય લોકો વારે-તહેવારે કાપીને ખાતાં હોય છતાં એવા થોડા લોકો 85 – 90 કરોડ હિન્દુઓની વચ્ચે સલામત રહી શકતા હોય એવા નાગરિકો પોતે અને તેમનું પ્રતિનિધિત્વ કરતાં સંઘ જેવાં સંગઠન કે ભાજપ જેવા રાજકીય પક્ષને પણ હિંસક કે આતંકી જેવું લેબલ કેવી રીતે લગાવી શકાય?
છતાં આવું થાય છે તો તેનાં કારણોની ચર્ચા થવી જોઈએ. એ ચર્ચા સૌએ ખુલ્લા મનથી અને ખુલ્લા દિલે સ્વીકારવી જોઈએ.
સૌથી પહેલું કારણ તો એ છે કે 99.99 ટકા લોકોને પોતાની ભવ્ય સંસ્કૃતિ, પોતાના ભવ્ય ઇતિહાસ વિશે કશી જ ખબર નથી. પોતાની ધાર્મિક પરંપરા શું છે, તેની પાછળનાં વૈજ્ઞાનિક કારણો શું છે એ મોટાભાગના લોકો જાણતા નથી. માતા સીતાનું અપહરણ રામે કર્યું હતું એવું ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં છપાઈ જાય અને છતાં એ લખનારને કશું ન થાય, તેનું પ્રૂફ રિડિંગ કરનારને કશું ન થાય, વર્ષો સુધી આવું ભણાવ્યા કરતા શિક્ષકોને પણ કોઈ પૂછનાર ન હોય, એ પાઠ્યપુસ્તકની સમિતિના કોઈ સભ્યનો વાળ પણ વાંકો ન થાય અને વર્ષો સુધી આવું ભણાવાતું રહે ત્યારે એ સમાજ બેહોશીની દશામાં જીવી રહ્યો છે એવું કહેવાય. અને આ સ્થિતિમાં સંઘની શાખાઓ ભરવાથી સુધારો ન આવી શકે. ભાજપની ચૂંટણી સભામાં જવાથી સુધારો ન આવી શકે. આ સ્થિતિમાં રામકથામાં બેસી રહેવાથી સુધારો ન આવી શકે. આવી સ્થિતિમાં સુધારો લાવવા માટે તો સજાગ બનવું પડે.
બીજું સૌથી મોટું કારણ એ છે કે, આપણને એકબીજા ઉપર વિશ્વાસ જ નથી. કોઈ કોંગ્રેસી કે ડાબેરીઓ આપણા વિશે ગમેતેમ બોલી જાય તો આપણો જ એક વર્ગ ખુશ ખુશ થઈ જાય છે. આનું પરિણામ એ આવે છે કે આપણને બદનામ કે અપમાનિત કરતાં તત્વોને પડકારવા કોઈ તૈયાર થતું જ નથી. એકમાત્ર રાહુલ ગાંધી સામે કેસ થયો છે પણ એ સિવાય કોઈની સામે પોલીસ કેસ થતા નથી એટલે કોઈને સંઘ કે હિન્દુ સમાજનો ડર રહ્યો નથી. કોઈએ હિંસક બનવાની જરૂર નથી, પરંતુ પોલીસ કેસ દ્વારા હિન્દુ વિરોધી તત્વોના મોઢાં તો બંધ કરી શકાયને..! હિન્દુ દેવી-દેવતાઓનાં અશ્લિલ ચિત્રો દોરનાર મકબૂલ ફિદા હુસેન નામના સડકછાપ ચિત્રો દોરનાર વિરુદ્ધ દેશમાં અનેક ઠેકાણે પોલીસ કેસ થયા તો એણે દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું એવું સંઘ કે ભાજપ કે અન્ય હિન્દુઓને આતંકી કહેનારા બીજા લોકો સામે કેમ નથી થતું? શા માટે આવા પોલીસ કેસ કે પછી કોર્ટ કેસ કરવા માટે કાનૂની મદદ કોઈ હિન્દુને નથી મળતી?
સંઘની સૌથી મોટી તકલીફ એ છે કે એ ખરેખર શું કામ કરે છે એ કોઈ જાણતું જ નથી. સંઘના પદાધિકારીઓ કાયમ એક જ પીપૂડી વગાડ્યા કરે છે કે સંઘને જાણવો હોય તો શાખામાં આવવું પડે. વ્યાપક ભારતીય સમાજ માટે અવાજ ઉઠાવનાર કોઈ વ્યક્તિની પડખે સંઘ ઊભો રહ્યો હોય એવું આજ સુધી જોવા મળ્યું નથી. આવા સંગઠનનો નૈતિક અને કાનૂની ટેકો ન મળે તો કોઈ વ્યક્તિ કે કોઈ સમુદાય માટે ભારત વિરોધી તત્વો સામે લડવાનું શક્ય નથી હોતું. કદાચ થોડો સમય લડે પછી હારી-થાકી જાય અને છેવટે કંટાળીને કાંતો ભારત વિરોધી તત્વોની માફી માગી લે અથવા ધર્માંતર કરી લે. જે સંગઠન પોતાને આતંકવાદી કહેનાર સામે પણ જો કોઈ પગલાં ન લઈ શકતું હોય તો પછી સામાન્ય નાગરિકોએ કોની પાસે શી આશા રાખવાની. અનેક વખત એવું લાગે છે કે આ સંઘ કાશી પણ બચાવી નહીં શકે... એટલે જ કહું છું નબળાઓના સંઘને પથ્થર ન મારશો.

Wednesday, June 20, 2018

બે પક્ષી અને ચાર વર્ણ


બે પક્ષી અને ચાર વર્ણ

--- અલકેશ પટેલ

વારંવાર સેક્યુલર-કોમવાદી કાવતરાંબાજોનો ભોગ બનતા રહેતા લેખક-પત્રકાર સૌરભ શાહે તાજેતરમાં એક વીડિયો રિલીઝ કરીને એક સંદેશો પાઠવ્યો છે. વાસ્તવમાં હિન્દુ સમુદાયના એક વર્ગની માફી માગવા માટે એ વીડિયો તૈયાર કર્યો છે અને તેમાં તેમણે આ શબ્દો કહ્યા છે – હું બે પક્ષી અને ચાર વર્ણનો માણસ છું. આવા નિવેદન દ્વારા તેઓ શું કહેવા માગે છે એ જાણવામાં જેમને રસ હોય એ આખો વીડિયો જોજો-સાંભળજો તો જ સમજાશે, અહીં હું તેનો ખુલાસો કરીશ તો અધૂરું ડોઢ ડહાપણ લાગશે. 

મારો મૂળ મુદ્દો એ છે કે સૌરભભાઈએ આવો વીડિયો શા માટે બનાવવો પડ્યો? કારણ સૌરભ શાહ વધુ એક વખત સેક્યુલર-કોમવાદી (હું ખાસ કરીને 2002 પછી સેક્યુલારિઝમની વાતો કરનારાઓને કોમવાદી ગણું છું અને એ રીતે જ સંબોધું છું કેમકે એમનું સેક્યુલારિઝમ માત્ર એક વર્ગ તરફી હોય છે.) પરિબળોનો ભોગ બન્યા છે. આ રાષ્ટ્રવાદી પત્રકાર-લેખક ભારે હિંમતપૂર્વક સાચી વાતો પૂરા આધાર-પ્રમાણ સાથે લખે છે. તેમનાં લખાણ લાખો લોકોને પ્રભાવિત કરે છે. પરંતુ મુઠ્ઠીભર સેક્યુલર-કોમવાદી જમાતને એ પસંદ નથી.
મૂળભૂત રીતે ડાબેરી અંતિમવાદી વિચારધારાથી પ્રભાવિત એક લૉબી ગુજરાત અને ભારતમાં સક્રિય છે. આ રાષ્ટ્રવિરોધી લૉબી અતિશય અસહિષ્ણુ છે. લાલગેંગની આ લૉબી માટે આખી પૃથ્વી ઉપર બાકીના તમામ ધર્મનું અસ્તિત્વ છે અને એ ધર્મના લોકોને ઇચ્છે એ રીતે તેમની ધાર્મિક ભાવના વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે... સિવાય કે હિન્દુત્વ. માત્ર ભારતની જ નહીં, આખી દુનિયાની લાલગેંગ હિન્દુત્વ-સનાતન ધર્મને બદનામ કરવા, અપમાનિત કરવા, ખતમ કરી નાખવા ચોવીસે કલાક તમામ પ્રકારનાં શસ્ત્રો સાથે સજ્જ હોય છે. કોઇપણ વ્યક્તિ, કોઇપણ લેખક, કોઇપણ પત્રકાર, કોઇપણ રાજકારણી કે પછી કોઇપણ સામાન્ય માણસ જો ભૂલેચૂકે હિન્દુત્વનું નામ લઈ લે તો લાલગેંગના હિંસક ડાઘીયા ચારે બાજુથી તૂટી પડે અને એ વ્યક્તિને એ હદે અપમાનિત-બદનામ કરી નાખે કે કાંતો એ ફરી હિન્દુત્વની વાત કરવાનું છોડી દે અથવા ધર્માંતર કરી લે.
પણ આ લાલગેંગને સૌરભ શાહ કઈ માટીના બનેલા છે એ ખબર નથી. લાલગેંગના કોમવાદીઓ એ જાણતા નથી કે નર્મદાશંકર લાલશંકર દવેના આત્માએ પુનઃજન્મ લીધો છે. નર્મદ સામે જદુનાથ અને તેમના જેવા મુઠ્ઠીભર લોકો હતા, પરંતુ સૌરભ શાહે રોજેરોજ આવા જદુનાથોના વેશમાં બેઠલી હિંસક લાલગેંગનો સામનો કરવો પડે છે.
વીડિયોમાં સૌરભ શાહનું એ નિવેદન તદન સાચું છે કે “મારામાં બે પક્ષી છે અને મારામાં ચાર વર્ણ સમાયેલા છે.” કોમવાદી હિંસક લાલગેંગને સનાતન હિન્દુ ધર્મ અને આ ધર્મના યોદ્ધાઓ સાથે શું વેર છે એ તો મને ખબર નથી, પરંતુ 2002થી તો જોતો આવ્યો છું કે આ હિંસક લાલગેંગ સાચા સેક્યુલર રાષ્ટ્રવાદીઓને નિશાન બનાવવા અને તેમનો અવાજ રુંધી નાખવા અને સામે જેહાદી તત્વોનો બચાવ કરવા સતત સક્રિય રહે છે.
મેં અગાઉ મારાં અનેક લેખમાં કહ્યું છે કે આ હિંસક લાલગેંગ આપણી આસપાસ છે. આ ગેંગના સભ્યો અખબારની કચેરીઓમાં બેઠા છે. આ ગેંગના સભ્યો ટીવી સ્ટુડિયોમાં બેઠા છે. આ ગેંગના સભ્યો આપણી શૈક્ષણિક સંસ્થાઓ, કૉલેજ અને યુનિવર્સિટીમાં બેઠા છે. પ્રસિદ્ધ ફિલ્મકાર વિવેક અગ્નિહોત્રીએ તાજેતરમાં “બુદ્ધ ઇન ટ્રાફિક જામ” નામની ફિલ્મ તેમજ એ જ નામના પુસ્તક દ્વારા આવા લોકોને ઊઘાડા પાડી દીધા છે. એમને અર્બન નક્સલ કહ્યા છે.
આ અર્બન નક્સલવાદીઓને મૂળભૂત રીતે સનાતન હિન્દુ ધર્મ અને એ તરફ ઝુકાવ રાખતા તમામ લોકો સામે નફરત છે. વાસ્તવમાં આ લોકો બ્રેકિંગ ઈન્ડિયા (Breaking India) નામે એક વ્યાપક આંતરરાષ્ટ્રીય કાવતરાના સભ્યો છે. બ્રેકિંગ ઈન્ડિયા શું છે એ સમજવું હોય તો રાજીવ મલ્હોત્રા અને અરવિંદન નીલકંદન દ્વારા લખાયેલું પુસ્તક Breaking India તથા વિવેક અગ્નિહોત્રીનું “બુદ્ધ ઇન ટ્રાફિક જામ” પુસ્તક અચૂક વાંચવું જોઈએ.
મૂળ વાત ઉપર પાછો ફરું તો, મુદ્દો એ છે કે સૌરભ શાહે આવા કોઈ મુદ્દે માફી માગવી પડે એ આપણા સમાજની બીમારીનું પરિણામ છે. સેક્યુલર-અંતિમવાદીઓએ આ દેશનું વાતાવરણ એ હદે દૂષિત કરી નાખ્યું છે કે લોકોને નાની નાની વાતે ખોટું લાગી જાય છે અને લોકો ઘવાઈ જાય છે. પણ યાદ રાખો... આ ખોટું લાગવાનું અને ઘવાઈ જવાનું માત્ર રાષ્ટ્રવાદીઓ વિરુદ્ધ જ થાય છે. દેશભરના સેક્યુલર-કોમવાદીઓ દિવસ-રાત ચોવીસે કલાક સનાતન-હિન્દુ ધર્મને બેફામ બોલતા રહે છે, બેફામ લખતાં રહે છે, રાષ્ટ્રવાદીઓને સતત ઉતારી પાડતા રહે છે, તેમના વિરુદ્ધ લોકોની ઉશ્કેરણી કરતા રહે છે – પરંતુ તેમની સામે બોલવાની કોઈ હિંમત કરતું નથી, કેમ? કેમકે આ બધા વગદાર હોદ્દા પર ચઢી બેઠેલા છે, આ બધાને મસ્ત મજાનું વિદેશી ફંડિંગ આવે છે. રાષ્ટ્રવાદીઓની નોકરી રહેશે કે જશે એ આ સેક્યુલર-કોમવાદીઓ નક્કી કરતા હોય છે. યાદ છે તમને અતુલ કોચરનો કિસ્સો? ન ખ્યાલ હોય તો ગૂગલ કરી લેજો. યાદ છે તમને કર્ણાટકના પત્રકાર મહેશ વિક્રમ હેગડે? ન ખ્યાલ હોય તો એ પણ ગૂગલ કરી લેજો. આવા અસંખ્ય કિસ્સા ટાંકી શકાય એમ છે જ્યાં રાષ્ટ્રવાદીઓને કાંતો આર્થિક રીતે અથવા સામાજિક રીતે રહેંસી નાખવા પ્રયાસ થતા હોય, રહેંસી નાખવામાં આવ્યા હોય.
ગુજરાતમાં સૌરભ શાહ સાથે આવું ઘણાં વર્ષથી થઈ રહ્યું છે. આ રાષ્ટ્રવાદી લેખક-પત્રકાર સમાજના હિત માટે થઈને મુંબઈના એક સમયના વગદાર જૈન શ્રેષ્ઠી દીપચંદ ગાર્ડી સામે લડત આપતા રહ્યા છે. આ રાષ્ટ્રવાદી પત્રકાર-લેખક સમાજના હિત માટે થઈને ગોધરાકાંડના અપરાધીઓને ખુલ્લા પાડતા રહ્યા છે. આ રાષ્ટ્રવાદી પત્રકાર-લેખક સનાતન-હિન્દુ ધર્મ વિરોધીના ઇરાદા ખુલ્લા પાડતા રહ્યા છે. જેહાદી તત્વોને ખુલ્લા પાડતા રહ્યા છે. સાથે અર્બન નક્સલીઓના સ્વાંગમાં આપણી આસપાસ બેઠેલા હિંસક ડાબેરીઓને પણ ખુલ્લા પાડતા રહ્યા છે. આ માણસે એક સામયિકના કેસમાં પોતાનો કોઈ વાંક ન હોવા છતાં જેલવાસ ભોગવ્યો છે. એ ધારત તો એ સામયિકની પાછળ રહેલા લોકોના નામ આપીને પોતે છૂટી જઈ શકત, પરંતુ તંત્રી તરીકે પોતાનું નામ છપાતું હતું અને પોતાના નામે લાખો લોકોએ લવાજમ ભર્યાં છે એવી પૂરી સભાનતા અને સજ્જતા રાખીને હિંમતભેર જવાબદારી સ્વીકારી હતી અને જેલવાસ ભોગવ્યો હતો.
આવા કિસ્સા નોંધતો જઉં તો આખું પુસ્તક લખાય..પણ અહીં એવું કંઈ નથી કરવું. સૌરભ શાહ એવા શિખર ઉપર છે કે તેમને કોઈના ટેકાની જરૂર નથી, મારા તો નહીં જ. છતાં આ લખવાનો હેતુ એટલો જ છે કે જે હિંસક લાલગેંગ રાષ્ટ્રવાદીઓ સામે કાવતરાં કરતી રહે છે કે તેમને એટલી જાણ થાય કે અત્યાર સુધીમાં તમે બીજા હજારો નબળા પત્રકારો-લેખકોને ખરીદી લીધા હશે અથવા ધાકધમકીથી દબાવી દીધા હશે અથવા તેમને નોકરીમાંથી હાંકી કઢાવ્યા હશે... એ બધા કોઈને કોઈ રીતે હારી પણ ગયા હશે. પરંતુ સૌરભ શાહ એમના શબ્દોમાં સાચા છે કે તેમનામાં બે પક્ષી છે અને પોતે ચાર વર્ણના બનેલા છે. કદાચ એટલે જ તેમણે એક વખત એક જગ્યાએ મિડ ડે અખબારના મૅનેજમેન્ટ સાથેના બનાવ વિશે કહ્યું હતું, “માથું ભલે કપાઈ જાય પણ એ માથું ઘૂંટણિયે નાખીને કરગરવામાં મઝા નથી, એવી જિંદગીની ફિલસૂફી સમજાવનાર ગાલિબના એ શેરની (ન હોતા ગર જુદા તન સે, તો ઝાનૂ પર ધરા હોતા ) સાથે મને કેટલીક ગુજરાતી અને અંગ્રેજી પંક્તિઓ યાદ આવે છે. મારા કવિમિત્ર હેમેન શાહના આ બે શેર મારા રાજીનામાના સમાચાર પ્રગટ થયા પછી વિરારથી અતુલભાઈ નામના મારા એક નિયમિત વાચકે મને પોસ્ટકાર્ડ પર લખીને મોકલ્યા હતા :
મન ન માને એ જગ્યાઓ પર જવાનું છોડીએ
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ
આવશે જે આવવાનું હશે એ, ખુદબખુદ
અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ
હેમેનની આ જ ગઝલનો વધુ એક શેર :
કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.